________________
[ ૩૦ ]
માલશીભાઈની સેવાને લાભ લેવા મન તલસતું હતું તેથી હું તે સવારના વહેલો તેમને ત્યાં પહોંચી જતે જ, બપોરના પણ ઘેર જતે. એક દિવસ તેમણે મને જીર્ણ પુસ્તક-પોથીને જીર્ણોદ્ધાર કરવા બપોરના આવવા કહ્યું ને મને આનંદ થયો.
માલશીભાઈએ એક જૂની જીર્ણ થયેલી હસ્ત લિખીત પ્રત મને આપી. એ પ્રતમાંથી હું વાચતે જાઉં અને પોતાની પાસે એક સારા અક્ષરની લખેલી પ્રત હતી તેમાં તેઓ સુધારતા જાય. આ પ્રત વાંચતાં વાંચતાં મને પણ શીખવાનું મળ્યું. પણ વચમાં વચમાં શ્રી માલશીભાઈનાં સુધાભર્યા વચને મળતાં. તે અમૃત વચને તે મારા હૃદયને અજવાળી દેતાં. કેઈ વખતે સુદર કે તેઓ લલકારતા. સુંદર ગાથાઓ બેલતા અને આનંદઘન કે યશોવિજ્યજીનાં ભજને બોલતા ત્યારે તે હું પ્રભાવિત થઈ જતો. જીવનને આ લ્હા હતે અને આજે ૮૦ વર્ષની જૈફ ઉમરે પણ મને તેમનાં ટંકશાળી વચને યાદ છે અને તેનાથી મને જીવનમાં શાંતિ મળી છે.
તેઓ કેઈ પ્રસંગે સ્યાદવાનું સ્વરૂપ સમજાવતા તે કઈ પ્રસંગે તપનું સ્વરૂપ દર્શાવતા. ગમે તે વાત હોય પણ તેને પૂરેપૂરે ઈન્સાફ આપવાની તેમનામાં શક્તિ હતી. એક વખત કર્મનું સ્વરૂપ સમજાવતા ત્રણ કલાક વાતવાતમાં નીકળી ગયા. છ કર્મગ્રંથને સાર તેમણે ત્રણ કલાકમાં આપી દીધું. એક વખત દ્રવ્યગુણપર્યાય સમજાવતા તેઓ સ્વર્ગીય સુખ અનુભવતા