________________
[ ૧૮ ] આજની જૈન સંઘની પરિસ્થિતિ કેવી વિષમ છે? અરે ૬૦ વર્ષ પહેલાનાં આ તેમનાં ટંકશાળી વાકયે આજે પણ કેવાં સાચાં છે ? આજ જૈન સમાજમાં સંગઠન નથી. તિથિ ચર્ચાએ તે ગામેગામ ભાગલા પડાવ્યા છે. આચાર્ય પ્રવરે પણ એક સાથે બેસી શક્તા નથી. આજે લાખ ખરચાય છે. પણ ધમ ઉદ્યોત દેખાતું નથી. મૂર્તિઓ ખંડિત થાય છે ને કેઈનું રૂવાડું ફરકતું નથી. મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે તેની કેઈને પડી નથી."
આજે તે મુનિઓ જે સંઘના રાહબર ગણાય તે પિતાનાજ ક્રિયાકાંડ અને ઉત્સવ-મહેરાવમાં પડ્યા છે. ગજસુકુમાર અને મેતાજ મુનિની કથાઓ તે શાસના પાનામાં રહી ગઈ. ક્યાં છે એ ક્ષમા ? કયાં છે એ ત્યાગ કયાં છે કામદેવ અને આનંદ શ્રાવકના જેવી ભાવના ? શ્રાવકેનાં ઘરનાં દ્વાર અતિથિઓ, સ્વામી ભાઈઓ, દુઃખી-દર્દી, મુનિ-અભ્યાગત માટે અભંગ રહેતાં. આજે તે પરિસ્થિતિ કેવી વિષમ થઈ પડી છે? આજે તે મિલેગ્રેસે-જીને-કારખાનાઓ અને મેટી હવેલીઓ, માળાઓ, મહેલ, મેટરે ને હીરાની વીંટીએ તથા નોટના બંડલો છે. પણ તેમાંથી એક પણ કામમાં શું ? એ છાતીએ બંધાય છે? બટકું ખવાય છે? પ્રેમભાવના જ નાશ પામી છે. પિસાને હડકવા સૌને લાગે છે. અને પત્નીપુત્ર-મિત્ર કે માતાપિતા કે કુટુંબીભાઈની પડી નથી ત્યાં સ્વામીભાઈ કયાંથી યાદ આવે.