________________
છે
[૨૭] તેમાં કહેલું કે “મધુર, ડહાપણ ભરેલું, અલ્પ, કાર્ય હાય તે પણ ગર્વ વગરનું, પૂર્વે મનમાં સંકલ્પ કરીને અને ધર્મ યુક્ત બેલવું.” આ એક જ ગાથા જીવનના દર્શન માટે બસ છે.
એક વખત માલશીભાઈ મસ્તીમાં હતા. તેઓને આત્મા જ્યારે ખીલે ત્યારે તે સેનેરી ટંકશાળી વાક બેલતા અને તે પ્રેરણાત્મક બની રહેતાં. તેમણે એક વખત વાત વાતમાં કહ્યું કે પ્રભુ મહાવીર પધારે તે તે જગતવત્સલ, અહિંસામૂર્તિ, દીર્ધ તપસ્વી, ત્યાગમૂર્તિ, પરિષહ સહન કરનાર, સ્ત્રીઓને ઉદ્ધારક, નીચમાં નીચ પુરૂષનું પણ કલ્યાણ વાંચ્છનારા અને તેઓને પણ ઉંચે લઈ જવા ઈચ્છનાર, શાંતમૂર્તિ, આ ધમાધમ–આ ધર્મના નામે ચાલતા ઢગ, આ ઝગડાબાજી અને આ વિતંડાવાદ જોઈને તે તેઓને આત્મા દુઃખી દુઃખી થઈ જાય. ' * પ્રભુ મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પાંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી અને બાર આણુવ્રતધારી શ્રાવક શ્રાવિકા ગણવામાં આવ્યાં છે. જેમ મહાવ્રત વિના મુનિ ને ગણાય, તેમ અણુવ્રત વિના શ્રાવક ન ગણાય. આજે તે ન કુળમાં જન્મે તે જૈન અને સાધુનાં કપડાં પહેર્યા તે સાધુ. - પાંચમા આરાની સઝાયમાં કહ્યું છે કે :
વિણ ગોવાળે રે ધણુ ચરે જ્ઞાની નહિ નિર્વાણ રે, વીર કહે ગૌતમ સુણે પંચમ આરાના ભાવ છે.