________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૨૧
ગ્રન્થો રચાયા. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યા. એ પ્રમાણે ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરંપરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્ય ધ્વનિ વા સર્વ ગ્રન્થો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી તેથી કાંઈ દીપકનો માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું “મોક્ષમાર્ગ પ્રકાશક' એ નામ સાર્થક જાણવું.
હવે છ પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
જેમ કોઈ ધર્મઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહિ, પરંતુ ઉપદેશદાતાનો જ ઘાત વિચારે, આવા શ્રોતા બિલાડા સમાન જાણવા.
જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે છે. તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂતાદિ લગાવી તનને મલિન દેખાડે, જાણે કે મને શરીરાદિ ઉપર રાગ જ નથી, ધર્મી જેવો દેખાય, સુંદર સાધુવેષ ધારણ કરે પણ અંતરમાં મહાકષાયી, દ્વેષી, રૌદ્ર પરિણામી હોય, તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચાર પણ ધર્મસેવન ન ઇચ્છે. આવા શ્રોતા બગલા સમાન જાણવા.
જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહિ તેમ કેટલાક શ્રોતા જિનપ્રવચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે. આવા શ્રોતા પોપટ સમાન જાણવા.
જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ બની જાય પણ નિમિત્ત દૂર થતાં તરત પાછી સખત-કઠણ બની જાય તેમ સત્સંગના નિમિત્તમાં, તો જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ-દયાવાન થાય, વ્રત સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહુ કરવા ઇચ્છે તથા તેમની સેવા-ચાકરી કરવા ઇચ્છે, પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતાં ધર્મરહિત કુર પરિણામી બની જાય. આવા શ્રોતા માટી સમાન જાણવા.
જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે, તેમ સભામાં શાસ્ત્રવાંચન-ઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે, અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે. આવા શ્રોતા ડાંસ સમાન જાણવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com