________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
| [ ૭૭
દુઃખનો નાશ થયો. જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયાં તથા જે કારણો વડે કિંચિત્ દુઃખ દૂર થતાં સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું તેથી તે દુઃખના ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે. તેની સિદ્ધિ સ્વયં થઈ જ રહી છે.
તેના વિશેષ બતાવવામાં આવે છે. વેદનીયકર્મમાં અશાતાના ઉદયથી શરીરમાં રોગસુધાદિ દુઃખનાં કારણો થતાં હતાં, પણ હવે શરીર જ રહ્યું નથી ત્યાં કયાંથી થાય? શરીરની અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદિક હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય ? બાહ્ય અનિષ્ટ નિમિત્તો બનતાં હતાં પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નથી; એ પ્રમાણે દુઃખના કારણોનો અભાવ થયો.
વળી શાતાના ઉદયથી કિંચિત્ દુ:ખ મટવાના કારણરૂપ જે ઔષધ-ભોજનાદિક હતાં તેનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા કોઈ ઇષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઈષ્ટ માનવાનું પ્રયોજન રહ્યું નથી, કારણ કે-એ વડ દુ:ખ મટાડવા વા ઈષ્ટ પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતાં સંપૂર્ણ ઇષ્ટ પામ્યો.
આયુકર્મના નિમિત્તથી મરણ-જીવન થતાં હતાં; હવે મરણ વડે તો દુઃખ માનતો હતો પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુ:ખનું પણ કોઈ કારણ રહ્યું નહિ. દ્રવ્યપ્રાણને ધારી કેટલોક કાળ જીવવા-મરવાથી સુખ માનતો હતો; તેમાં પણ નરક પર્યાયમાં દુ:ખની વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઇચ્છતો, નહોતો. પરંતુ હવે આ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના જ પોતાના ચૈતન્યપ્રાણવડ સદાકાળ જીવે છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી.
નામકર્મવર્ડ પ્રાપ્ત અશુભ ગતિ-જાતિ આદિમાં દુઃખ માનતો હતો, પણ હવે એ સર્વનો અભાવ થયો એટલે દુઃખ કયાંથી થાય? અને શુભગતિ-જાતિ આદિમાં કિંચિત્ દુઃખ દૂર થવાથી સુખ માનતો હતો, હવે એ વિના પણ સર્વ દુઃખનો નાશ તથા સર્વ સુખનો પ્રકાશ હોવાથી તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી.
ગોત્રકર્મના નિમિત્તથી નીચકુળ પામતાં દુઃખ માનતો હતો તથા ઊંચકુળ પામતાં સુખ માનતો હતો, પણ અહીં નીચકુળનો અભાવ થવાથી દુઃખનું કારણ રહ્યું નહિ તથા ઊંચકુળ વિના પણ રૈલોકયપૂજ્ય ઊંચપદને પામે છે.
એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે.
દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક ઇચ્છા હોય. એ ઇચ્છાનો વા ઇચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખરહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે-નિરાકુળપણું એ જ સુખનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com