________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૯૧
તો લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનમાં દોષ થયો, અને તેને જ મિથ્યાજ્ઞાન કહ્યું. તથા જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ થયો તેથી તેને મિથ્યાદર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણભેદથી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન જુદાં કહ્યાં છે. એ પ્રમાણે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્ત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુશાન પણ કહીએ છીએ. હવે મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહે છે.
મિથ્યાચારિત્રનું સ્વરૂપ
ચારિત્રમોહના ઉદયથી કપાયભાવ થાય છે, તેનું નામ મિથ્યાચારિત્ર છે. અહીં પોતાની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. (“આ સુખી છે) એવી જૂઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઇચ્છે પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યાચારિત્ર છે. એ જ અહીં કહીએ છીએ:
પોતાનો સ્વભાવ તો દષ્ટા-જ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળો-જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખું-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે અને તેથી રાગી-દ્વેષી થાય છે. કોઈના સદ્દભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્દભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ-કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તાહર્તા છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કપાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે “આ ગાડાને હું ચલાવું છું”—તો તે અસત્ય માને છે. જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે છે તો જ્યારે એ ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી ? તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈવાર જીવને અનુસારે પરિણમે ત્યારે એમ માને કે “આને હું આમ પરિણમાવું ” પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમાવ્યો પરિણમે છે તો ક્યારે તે એમ ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? એટલે પોતાની ઇચ્છાનુસાર પદાર્થનું પરિણમન તો કદી પણ થતું નથી, કદાચિત થાય તો તેવા જોગાનુજોગ બનતાં જ થાય છે, ઘણાં પરિણમન તો પોતાની ઇચ્છા વિરુદ્ધ જ થતાં જઈએ છીએ. માટે નિશ્ચય થાય છે કે-પોતાનો કર્યો કોઇ પણ પદાર્થોનો સદ્ભાવ અથવા અભાવ થતો નથી, અને જો પોતાના કરવાથી કોઈ પણ પદાર્થોનો સર્ભાવઅભાવ થતો જ નથી તો કપાયભાવ કરવાથી શું વળે ? કેવળ પોતે જ દુઃખી થાય છે. જેમ કોઈ વિવાહાદિ કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય છતાં પોતે કર્તા બની કષાય કરે તો પોતે જ દુ:ખી થાય; તેમ અહીં પણ સમજવું. માટે કષાયભાવ કરવો એ “જેમ જળને વલોવવું કોઈ કાર્યકારી નથી ” એવો છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com