________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨]
મોક્ષમાર્ગ પ્રકાશક
તથા નિજદ્રવ્યને ભલું જાણવું થાય ત્યાં તો રાગ-દ્વેષ સહજ જ થયા; પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તન કરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક થાય છે એમ જાણવું.
માટે ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યજ્ઞાન છે, તથા જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્મચારિત્ર છે અને એવો જ મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે.
એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંતપક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કર્યું.
વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ.
જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે.
અહીં એમ જાણવું કે-વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપ-પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.
આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે, અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપચ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે, તો તે નરકાદિ દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિ છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો જ જાણવો.
એવા અભિપ્રાયથી અહીં નિરૂપણ કરીએ છીએ.
[ કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી ]
કોઈ જીવ તો કુળક્રમવડે જ જૈની છે પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી, માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com