________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન:- જો એમ છે તો અનશનાદિકને તપસંજ્ઞા કેવી રીતે કહી ?
ઉત્તર:- એને બાહ્યતપ કહ્યાં છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કેઆ તપસ્વી છે,” પણ પોતે તો જેવો અંતરંગપરિણામ થશે તેવું જ ફળ પામશે. કારણ કેપરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી.
પ્રશ્ન:- શાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે, ત્યાં ઇચ્છા વિના ભૂખ-તૃષાદિ સહન કરતાં નિર્જરા થાય છે તો ઉપવાસાદિ વડે કષ્ટ સહતાં નિર્જરા કેમ ન થાય?
ઉત્તર:- અકામનિર્જરામાં પણ બાહ્યનિમિત્ત તો ઇચ્છારહિત ભૂખ-તૃષા સહન કરવી એ થયું છે તથા ત્યાં જો મંદકષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય-દેવાદિ પુણ્યનો બંધ થાય; પરંતુ જો તીવ્રકષાય થતાં પણ કષ્ટ સહન કરતાં પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય, પણ એમ બને નહિ. એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્યનિમિત્ત છે પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે, જેમ અન્નને પ્રાણ કહ્યો છે તેમ. એ પ્રમાણે બાહ્યસાધન થતાં અંતરંગતપની વૃદ્ધિ થાય છે તેથી ઉપચારથી તેને તપ કહે છે; પણ જે બાહ્યતપ તો કરે અને અંતરંગતા ન હોય તો ઉપચારથી તેને પણ તપસંજ્ઞા નથી. કહ્યું છે કે
कषायविषयाहारस्त्यागो यत्र विधीयते। ઉપવાસ: સ વિશ્લેય: શેષ નંદનવ વિ:
(સુભાષિતરત્નસંદોહ)
અર્થાત-જ્યાં કપાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો; બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે.
અહીં કોઈ કહે કે-જો એમ છે તો અમે ઉપવાસાદિ નહિ કરીએ?
તેને કહીએ છીએ-ઉપદેશ તો ઊંચે ચઢવા અર્થે આપવામાં આવે છે, પણ તું ઊલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ ? જો તું માનાદિકથી ઉપવાસાદિક કરે છે તો કર વા ન કર. પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, પણ જો ધર્મબુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડ છે તો જેટલો રાગ છૂટયો તેટલો જ છૂટયો, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા!
પણ અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. જેવી અનશનાદિ બાહ્યક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્યસાધન પણ અંતરંગતા નથીપરંતુ એવું બાહ્યપ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગતપ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com