________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૨૫
તો અનશનાદિ બાહ્યતાનું સાધન કરતાં મોક્ષ થાય છે, પરંતુ ભરતાદિને બાહ્યતપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. તથા કેટલાક કારણ એવાં છે કે-જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા ન થાય; જેમ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તા થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય.-એ પ્રમાણે એ કારણો કહ્યાં તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો સાધક જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઐયભાવ તે મોક્ષમાર્ગ જાણવો. એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ થાય નહિ.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ એ જ કહ્યું છે, યથા-સગનજ્ઞાનવારિત્રાળ મોક્ષમ:' (અ. ૧ સૂત્ર ૧.)
આ સૂત્રની ટીકામાં કહ્યું છે કે-અહીં “મોક્ષમા' એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ આ છે કે એ ત્રણે મળીને એક મોક્ષમાર્ગ છે; જુદા જુદા ત્રણ માર્ગ નથી.
પ્રશ્ન:- અસંયત સમ્યગ્દષ્ટિને તો ચારિત્ર નથી; તો તેને મોક્ષમાર્ગ થયો છે કે નથી થયો?
ઉત્તર:- મોક્ષમાર્ગ તેને થશે એ તો નિયમ થયો; અને તેથી ઉપચારથી તેને મોક્ષમાર્ગ થયો પણ કહીએ છીએ; પરમાર્થથી સમ્યક્રચારિત્ર થતાં જ મોક્ષમાર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે-“આ અમુક નગર જાય છે, પણ પરમાર્થથી માર્ગમાં ગમન કરતાં જ ચાલવું થશે; તેમ અસંયત સમ્યગ્દષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગી કહીએ છીએ, પણ પરમાર્થથી વીતરાગભાવરૂપ પરિણમતાં જ મોક્ષમાર્ગ થશે. શ્રી પ્રવચનસારમાં પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે-તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્ત્વશ્રદ્ધાન-શાનથી પણ મોક્ષમાર્ગ નથી; એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે.
હવે તેનું નિર્દેશ તથા લક્ષણનિર્દેશ અને પરીક્ષા દ્વારા નિરૂપણ કરીએ છીએ.
ત્યાં “સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર મોક્ષનો માર્ગ છે” એવું નામમાત્ર કથન કરવું તે તો “નિર્દેશ” જાણવો.
તથા જે અતિવ્યાતિ, અવ્યાતિ અને અસંભવપણા વડે રહિત હોય કે જેથી તેને ઓળખવામાં આવે તે “લક્ષણ” જાણવું; તેનો જે નિર્દેશ અર્થાત્ નિરૂપણ તે “લક્ષણ-નિર્દેશ” જાણવો.
ત્યાં જેને ઓળખવાનું હોય તેનું નામ લક્ષ્ય છે અને તે સિવાય અન્યનું નામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com