________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનની મુખ્યતા વડે જુદાં જુદાં લક્ષણ કહ્યાં છે.
પ્રશ્ન:- એ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે ?
[ ૩૩૯
ઉત્તર:- જ્યાં મિથ્યાત્વકર્મનો ઉપશમાદિક થતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં એ ચારે લક્ષણો એકસાથ હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર હોય છે, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ-તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાયસહિત કરે છે, તથા ભેવિજ્ઞાન કરે છે તો તત્ત્વ-વિચાર આદિના અભિપ્રાયસહિત કરે છે; એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં ચારે લક્ષણોનો અંગીકાર છે.
પણ જેને મિથ્યાત્વનો ઉદય તેને વિપરીતાભિનિવેશ હોય છે, તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતાં નથી. તે જિનમતનાં જીવાદિતત્ત્વોને માને છે અન્યને માનતો નથી તથા તેનાં નામ-ભેદાદિને શીખે છે; એ પ્રમાણે તેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે; પરંતુ તેને યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. વળી એ સ્વ-૫૨ના ભિન્નપણાની વાતો કરે, ચિંતવન કરે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા વસ્ત્રાદિમાં ૫૨બુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીર આદિમાં પરબુદ્ધિ તેને હોતી નથી. તથા તે આત્માનું જિનવચનાનુસાર ચિંતવન કરે છે, પરંતુ પ્રતીતિપણે સ્વને સ્વ-રૂપ શ્રદ્ધાન કરતો નથી. તથા અરહંતદેવાદિક વિના અન્ય કુદેવાદિકોને માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય, ત્યાં તેને ભિન્નપણું પણ સંભવે છે.
બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે-પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે; એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી કોઈ જીવ સિદ્ધપદને પણ પ્રાસ કરી લે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરીને જેને દેવાદિકની માન્યતાનું તો કાંઈ ઠેકાણું નથી તથા બુદ્ધિની તીવ્રતાથી તત્ત્વવિચારાદિમાં પ્રવર્તે છે અને તેથી પોતાને જ્ઞાની માને છે અથવા તત્ત્વવિચારમાં પણ ઉપયોગ લગાવતો નથી, પોતાને સ્વ-૫૨નો ભેદવિજ્ઞાની થયો વિચારે છે, અથવા સ્વ-૫૨નો પણ યથાર્થ નિર્ણય કરતો નથી છતાં પોતાને આત્મજ્ઞાની માને છે, પણ એ બધી ચતુરાઈની વાતો છે, માનાદિ કષાયનાં સાધન છે, કાંઈ પણ કાર્યકારી નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે તેણે તો જ્યાંસુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી એને પણ અનુક્રમથી જ અંગીકાર કરવાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com