________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કેમકે સમ્યકત્વમોહનીયના ઉદય સહિત છે, પણ આ સમ્યકત્વમાં પ્રત્યક્ષ-પરોક્ષના કોઈ ભેદ તો છે નહિ.
શુભાશુભરૂપ પ્રવર્તતા વા સ્વાનુભવરૂપ પ્રવર્તતા ક્ષાયિક સમ્યકત્વને સમ્યકત્વગુણ તો સમાન જ છે, તેથી સમ્યકત્વના તો પ્રત્યક્ષ-પરોક્ષ ભેદ ન માનવા.
પણ પ્રમાણના પ્રત્યક્ષ-પરોક્ષરૂપ બે ભેદ છે. તે પ્રમાણ સમ્યજ્ઞાન છે, તેથી મતિજ્ઞાનશ્રુતજ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે; અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. યથા :- “ ગદ્ય પરોક્ષ, પ્રત્યક્ષ ન્ય” (તત્ત્વાર્થ સૂત્ર 1. ૨, સૂ. ૧૨–૨૨) એવું સૂત્રનું વચન છે. તેમ જ તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ-પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે:- “સ્પષ્ટપ્રતિમાસાત્મષ્ઠ પ્રત્યક્ષ સ્પષ્ટ પરોક્ષ...”
જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળરૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે; ત્યાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના વિષય તો ઘણા છે પરંતુ એક પણ શેયને સંપૂર્ણ જાણી શકતાં નથી તેથી તે પરોક્ષ છે. અવધિ-મન:પર્યયજ્ઞાનનો વિષય થોડો છે તથાપિ તે પોતાના વિષયને સ્પષ્ટ સારી રીતે જાણે છે તેથી તે એકદેશપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન સર્વ જ્ઞયને પોતે સ્પષ્ટ જાણે છે તેથી સર્વપ્રત્યક્ષ છે.
વળી પ્રત્યક્ષના બે ભેદ છે–એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજો સાંવ્યવહારિક પ્રત્યક્ષ. અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે જ તેથી પરમાર્થિક પ્રત્યક્ષ છે, અને નેત્રાદિવડે વર્ણાદિને જાણે છે, ત્યાં વ્યવહારથી એવું કહેવામાં આવે છે કે “તેણે વર્ણાદિક પ્રત્યક્ષ જાણ્યા,” એકદેશ નિર્મળતા પણ હોય છે તેથી તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે; પરંતુ જો એક વસ્તુમાં અનેક મિશ્ર વર્ણ છે તે નેત્ર દ્વારા સારી રીતે ગ્રહ્યા જાતા નથી તેથી તેને પરમાર્થ પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી.
વળી પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છે – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. તેનું સ્વરૂપ – ૧. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે, ૨. દાંતવડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહે છે, ૩. હેતુના વિચાયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે, ૪. હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અનુમાન કહે છે, તથા ૫. આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહે છે.
એ પ્રમાણે પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણના ભેદ કહ્યા છે.
ત્યાં આ સ્વાનુભવદશામાં આત્માને જાણીએ તે શ્રુતજ્ઞાનવડે જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ છે, તે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પરોક્ષ કહેલ છે તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. વળી અવધિ-મન:પર્યયનો વિષય રૂપી પદાર્થો જ છે; તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com