________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
કવિવર શ્રી બનારસીદાસ લિખિત ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી
હિન્દી ઉપરથી ગુજરાતી અનુવાદ
પ્રથમ જ કોઈ પૂછે કે નિમિત્ત શું? ઉપાદાન શું? તેનું વિવરણ:નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજશક્તિ; તેનું વિવરણ:
એક દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, બીજાં પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન, તેનું વિવેચનઃ
દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) ગુણભેદ કલ્પનારૂપ છે. પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) પરયોગ કલ્પનારૂપ છે. તેની ચૌભંગી. તેમાં પ્રથમ ગુણભેદ કલ્પનારૂપ ચૌભંગીનો વિસ્તાર કહીએ છીએ તે શ્રવણ કરો:
જીવદ્રવ્યના અનંત ગુણ સર્વગુણ અસહાય, સ્વાધીન અને સદાકાળ શાશ્વત છે. તેમાં મુખ્ય બે ગુણ પ્રધાન સ્થાપ્યા, તે પર ચૌભંગીનો વિચાર. એક તો જીવનો જ્ઞાનગુણ અને બીજો જીવનો ચારિત્રગુણ.
એ બન્ને ગુણ શુદ્ધરૂપભાવ જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા અને યથાયોગ્ય સ્થાનકે (ગુણસ્થાને) માનવા. તેનું વિવરણ:- એ બન્ને ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી, અને સત્તા જારી ન્યારી; તેનું વિવેચનઃ
જ્ઞાનગુણની તો જ્ઞાન-અજ્ઞાનરૂપ ગતિ, સ્વપરપ્રકાશક શક્તિ, જ્ઞાન (સમ્યજ્ઞાન )રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ. તથા દ્રવ્યપ્રમાણ સત્તા છે; પરંતુ વિશેષ એટલું કે જ્ઞાનરૂપ જાતિનો કદિ નાશ થતો નથી; અને મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતાં સુધી થતો નથી, આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો. હવે ચારિત્રગુણનું વિવેચન કહે છે- ચારિત્રગુણની સંકલેશ-વિશુદ્ધરૂપ ગતિ, સ્થિરતાઅસ્થિરતારૂપ શક્તિ, મંદતીવ્રરૂપ જાતિ, અને દ્રવ્યપ્રમાણ સત્તા છે. તેમાં એટલું વિશેષ કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યત હોય છે, અને તીવ્રતાની સ્થિતિ પાંચમા ગુણસ્થાનસુધી હોય છે. આ તો જ્ઞાન-ચારિત્ર બન્નેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા. હવે તેની વ્યવસ્થા – જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બન્ને અસહાયરૂપ છે. એવી તો મર્યાદા છે. હવે ચૌભંગીનો વિચાર-જ્ઞાનગુણ નિમિત્ત અને ચારિત્રગુણ
ઉપાદાનરૂપ. તેનું વિવેચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com