________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી
[ ૩૭૧ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે તેમાં વિશેષ એટલે કે અલ્પ નિર્જરા અને ઘણો બંધ થાય છે; તેથી એ અલ્પની અપેક્ષાએ મિથ્યાત્વઅવસ્થાવિષે કેવળ બંધ કહ્યો. જેમકે-કોઈ પુરુષને નફો થોડો અને નુકશાની ઘણી તો તે પુરુષ ટોટાવાળો જ કહેવાય. પરંતુ બંધ-નિર્જરા વિના જીવ કોઈ અવસ્થામાં હોતો નથી.
દષ્ટાંત - જો વિશુદ્ધતાવડે નિર્જરા ન થતી હોય તો એકેન્દ્રિયજીવ નિગોદ અવસ્થાથી વ્યવહારરાશિમાં કોના બળથી આવે છે? ત્યાં તો જ્ઞાનગુણ અજાણરૂપ, ઘેલછારૂપ અબુદ્ધરૂપ છે. તેથી જ્ઞાનગુણના બળથી નહિ પણ વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહારરાશિમાં ચઢે છે. જીવદ્રવ્યમાં કષાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે, એ મંદતાના પ્રમાણમાં (ચારિત્ર ગુણની) શુદ્ધતા જાણવી હવે બીજો પણ વિસ્તાર સાંભળોઃ
જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા બન્ને મોક્ષમાર્ગાનુસારી છે; તેથી બન્નેમાં વિશુદ્ધતા માનવી પરંતુ વિશેષ એટલે કે ગર્ભિતશુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી. એ બન્ને ગુણની ગર્ભિતશુદ્ધતા જ્યાંસુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવ) ઊર્ધ્વતા અવશ્ય કરે જ (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય.) એ બન્ને ગુણોની ગર્ભિતશુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શીખા ફુટે અને ત્યારે એ બન્ને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે. જ્ઞાનગુણની શુદ્ધતાવડે જ્ઞાનગુણ નિર્મળ થાય તથા ચારિત્રગુણની શુદ્ધતાવડે ચારિત્રગુણ નિર્મળ થાય, અને તે કેવળજ્ઞાનનો તથા યથાખ્યાતચારિત્રનો અંકુર છે.
પ્રશ્ન- તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બન્નેથી નિર્જરા થાય છે. ત્યાં જ્ઞાનના જાણપણાથી તો નિર્જરા થાય એ તો હું માનું છું પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય? એ હું સમજતો નથી. તેનું સમાધાનઃ
સમાધાન - ભાઈ ! સાંભળ, સ્થિરતારૂપ પરિણામને વિશુદ્ધતા કહીએ છીએ. એ સ્થિરતા યથાખ્યાતચારિત્રનો અંશ છે એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી.
પ્રશ્ન- તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી પણ હું કહું છું કે વિશુદ્ધતાથી નિર્જરા નથી પણ શુભબંધ છે.
સમાધાન- ભાઈ ! સાંભળ, એ તો તારું કહેવું ખરું છે કે-વિશુદ્ધતાથી શુભબંધ અને સંકલેશતાથી અશુભ બંધ એ તો હું પણ માનું છું. પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com