Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008264/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૪૦ 0 આચાર્યકલ્પ શ્રીમાન્ પંડિતપ્રવ૨ ટોડરમલજી કૃત શ્રી મોક્ષમાર્ગપ્રકાશક (ગુજરાતી ભાષાનુવાદ ) પ્રકાશક શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦( સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request The Gujarati version of Moksh Marg Prakashak has been donated by Sheetal Vijen Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Moksh Marg Prakashak is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 002 29 June 2002 Produced in "PDF" format. 31 July 2002 Added the Oopadan-Nimmit Chitthi that had been omitted from version 001. 20 Aug 2004 | Page 237 was: 121271210134 5411 GULEU SS E9. Page 237 changed to: 42127121°134 slutt 41&4 Slim 29. 003 Changed E-mail address at bottom of page. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates - પ્ર કા શ કી ય | આ ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની તેરમી આવૃત્તિ ખપી જવાથી, પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પાવન પ્રતાપથી, પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરી (સોનગઢ)માં સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણાથી જે અનેક ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે તે પૈકી પુસ્તકપ્રકાશનરૂપ પ્રવૃત્તિમાં ઉક્ત ગ્રંથની માંગને લીધે તેની ચૌદમી આવૃત્તિરૂપે ફરી પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના. વિ. સં. ૨૦૫૭, ફાગણ વદ ૧૦, (બહેનશ્રી ચંપાબેન ૬૯મી સમ્યકત્વજયંતી) તા. ૧૯-૩-૨૦૦૧ સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રી દિજૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦ તેર આવૃત્તિ કુલ પ્રત ૧૯૩૫૦ ચૌદમી આવૃત્તિ: પ્રત ૧000 વીર નિ. સં. ૨૫૨૭ : વિ. સં. ૨૦૧૭ : ઇ. સ. ૨૦૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત ) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. | (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત). હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું 6) ( સ્રગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ઉપોદઘાત આ નિકૃષ્ટ કાળમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાજ્ઞાનની અતિશય ન્યૂનતા તથા શ્રી નિગ્રંથ વીતરાગ માર્ગના ગ્રંથોનાં પઠન પાઠનનો કોઈ પ્રકારે અભાવ થઈ રહ્યો હતો, તેવા સમયમાં ( વિક્રમની ૧૮મી શતાબ્દિના અંતમાં અને ૧૯મી શતાબ્દિના પ્રારંભમાં ઢુંઢાહડદેશ (રાજસ્થાન)ના સવાઈ જયપુર નગરમાં આ “મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથના રચયિતા, નિગ્રંથ-વીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય બુદ્ધિના ધારક અને વિદ્ધજ્જનમનવલ્લભ આચાર્યકલ્પ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો. પિતાનું નામ જોગીદાસ અને માતાનું નામ રંભાદેવી હતું. તેઓ જાતિએ “ખંડેલવાલ” અને ગોત્ર “ગોદીકા” હતા. ગોદીકા' તે સંભવતઃ “ભોંસા” અને “બડજાત્યા” નામના ગોત્રનું નામાન્તર છે. તેમનું ગૃહસ્થજીવન સાધનાસંપન્ન હતું. ૫. ટોડરમલજીના શિક્ષાગુરુનું નામ પંબંશીધરજી હતું. તીવ્ર બુદ્ધિશક્તિના કારણે ટોડરમલજી શાસ્ત્રપાઠ અને તેના અર્થનું શીધ્ર અવધારણ કરી લેતા હતા, કુશાગ્ર મેધાને લીધે નાની ઉંમરમાં ને ટૂંકા સમયમાં જૈનસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, કોષ આદિ વિવિધ વિષયોમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી હતી. હિન્દી સાહિત્યના દિગંબર જૈન વિદ્વાનોમાં તેમનું નામ ખાસ ઉલ્લેખનીય છે. હિન્દીના ગદ્યલેખક વિદ્વાનોમાં તેઓ પ્રથમ કોટિના વિદ્વાન ગણાય છે. વિદ્વત્તાને અનુરૂપ તેમનો સ્વભાવ પણ વિનમ્ર તેમ જ દયાળુ હતો અને સ્વાભાવિક કોમળતા, સદાચારિતા વગેરે સદ્ગુણો તેમના જીવનસહુચર હતા. અહંકાર તો તેમને સ્પર્શી શક્યો જ નહોતો. સૌમ્ય મુદ્રા ઉપરથી તેમની આંતરિક ભદ્રતા તેમ જ વાત્સલ્યનો પરિચય સહજપણે પ્રાપ્ત થઈ જતો હતો. તેમની રહેણીકરણી ઘણી જ સાદી હતી. આધ્યાત્મિકતા તો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. શ્રીમદભગવદ્કુંદકુંદાચાર્યાદિ મહર્ષિઓના આધ્યાત્મિક ગ્રંથોનો તેમનાં અધ્યયન, મનન તેમ જ પરિશીલનથી–પંડિતજીના જીવન પર ઘણો સારો પ્રભાવ પડયો હતો. અધ્યાત્મતત્ત્વની ચર્ચા કરતાં તેઓ આનંદથી ઊછળી જતા હતા અને શ્રોતાગણ પણ તેમની વાણી સાંભળીને ગદગદ થઈ જતો હતો. સંસ્કૃત અને પ્રાકૃત-બન્ને ભાષાઓના તેઓ તે સમયના અદ્વિતીય તેમ જ સુયોગ્ય વિદ્વાન હતા. તેમનો ક્ષયોપશમ આશ્ચર્યકારી હતો અને તેઓ વસ્તુસ્વરૂપના વિશ્લેષણમાં અતિ દક્ષ હતા. તેમનો આચાર તેમ જ વ્યવહાર વિવેકયુક્ત અને મૂદુ હતો. તેમના દ્વારા રચિત ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર, આત્માનુશાસન અને પુરુષાર્થસિદ્ધયુપાય વગેરેની ભાષાટીકાઓ તથા આ “મોક્ષમાર્ગપ્રકાશક' નામની તેમની સ્વતંત્ર ગ્રંથરચનાનું અવલોકન કરતાં જણાય છે કે તે સમયમાં તેમના જેવા સ્વમત-પરમતના જ્ઞાતા જ્વલ્લે જ કોઈ હશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ગોમટસાર વગેરે કરણાનુયોગના ગ્રંથો એવા ગહન છે કે જેમનું પઠન-પાઠન વિશેષ બુદ્ધિ અને ધારણાશક્તિવાળા વિદ્વાનોને પણ કષ્ટસાધ્ય છે. આ સંબંધમાં વિદ્વાન પુરુષોનું અનુભવ સહિત એમ કહેવું છે કે-ગોમ્મસારના પઠનનું કંઈક રહસ્ય તો ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આ જન્મ સર્વ વિયોનો અભ્યાસ છોડી ઇન્દ્રિયનિગ્રહપણે માત્ર એક તેનો જ અભ્યાસ જાળવી રાખે. ગોમ્મસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ ગ્રંથોના ભાષાટીકાકર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂંકા જીવનમાં સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોનાં પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે, અને એ વાત તેમના રચેલા આ મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી જાય તેમ છે. ગોમ્મસાર વગેરે પર તેમણે લખેલા ભાષાટીકાગ્રંથ એટલા ગહન છે કે તેમનો અભ્યાસ માત્ર વિશેષ બુદ્ધિમાન કરી શકે છે; પરંતુ અલ્પ પ્રજ્ઞાવંત જીવો માટે રચેલો તેમનો આ સરળ દેશભાષામય “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ એવો અદભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચક્તિ થઈ જાય છે. આ ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે આ કોઈ સાધારણ ગ્રંથ નથી પરંતુ એક અતિ ઉચ્ચ કોટિનો મહત્ત્વપૂર્ણ અનોખો ગ્રંથરાજ છે તેના રચયિતા પણ અનેક આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને હિતકાર છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે. આ “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથમાં નવ અધિકાર છે તેમાં નવમો અધિકાર અપૂર્ણ છે, શેષ આઠ અધિકાર પોતાના વિષયનિરૂપણમાં પરિપૂર્ણ છે. પહેલા અધિકારમાં મંગલાચરણ કરી તેનું પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાના સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને “મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથની સાર્થકતા બતાવી છે. બીજા અધિકારમાં સંસાર-અવસ્થાના સ્વરૂપનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે તેમાં કર્મબંધન-નિદાન, નૂતન બંધ વિચાર, કર્મ અને જીવનો અનાદિ સંબંધ, અમૂર્તિક આત્મા સાથે મૂર્તિક કર્મોનો સંબંધ, તે કર્મોના “ઘાતિ-અઘાતિ' એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ, જડ પુદગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ કર્મોનાં ફળદાનમાં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે. ત્રીજા અધિકારમાં સંસારદુઃખ અને મોક્ષસુખનું નિરૂપણ કરતાં સમસ્ત દુ:ખોના મૂળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates કારણભૂત મિથ્યાત્વના પ્રભાવનું કથન કરવામાં આવ્યું છે, વિષયોની અભિલાષાજનક મોહથી ઉત્પન્ન થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુ:ખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ચોથા અધિકારમાં મિથ્યાદર્શનશાનચારિત્રના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો તથા તેમનાં આશ્રયે થનારી રાગદ્વેષની પ્રવૃત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચમા અધિકારમાં આગમ અને યુક્તિના આધારે વિવિધ મતોની સમીક્ષા કરીને ગૃહીત મિથ્યાત્વનું ઘણું જ માર્મિક વિવેચન કર્યું છે; સાથોસાથ અન્ય મતના પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણો દ્વારા જૈનધર્મની પ્રાચીનતા તેમ જ મહત્તા પુષ્ટ કરી છે; શ્વેતાંબર સંપ્રદાય સંમત અનેક કલ્પનાઓ તેમ જ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે; “અછરાં 'નું નિરાકરણ કરતાં કેવળીભગવાનને આહાર-વિહારની પ્રતિષેધ તથા મુનિને વસ્ત્રાપાત્રાદિ ઉપકરણો રાખવાનો નિષેધ કર્યો છે, સાથે સાથે ટૂંઢકમત (સ્થાનકવાસી)ની આલોચના કરતાં મુહુપત્તીનો નિષેધ અને પ્રતિમાધારી શ્રાવક નહિ હોવાની માન્યતાનું તથા મૂર્તિપૂજાના પ્રતિષેધનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા અધિકારમાં ગૃહીત મિથ્યાત્વનાં નિમિત્ત કુગુરુ, કુદેવ અને કુધર્મનું સ્વરૂપ બતાવીને તેમની સેવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે; તદુપરાંત અનેક યુક્તિઓ દ્વારા ગ્રહ, સૂર્ય, ચંદ્ર, ગાય અને સર્પાદિકની પૂજાનું પણ નિરાકરણ કર્યું છે. સાતમાં અધિકારમાં જૈન મિથ્યાષ્ટિનું સાંગોપાંગ વિવેચન કર્યું છે. તેમાં સર્વથા એકાંત નિશ્ચયાવલંબી જૈનાભાસ તેમ જ સર્વથા એકાંત વ્યવહારાવલંબી જૈનાભાસનું યુક્તિપૂર્ણ કથન કરવામાં આવ્યું છે, જે વાંચતાં જ જૈનદષ્ટિનું જે સત્ય સ્વરૂપ તે સામે તરી આવે છે, અને વિપરીત કલ્પના-વસ્તુસ્થિતિને અથવા નિશ્ચયવ્યવહાર નિયોની દષ્ટિને નહિ સમજવાથી થઈ હતી તે-નિર્મુળ થઈ જાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રકરણમાં પંડિતજીએ જૈનોના અત્યંતર મિથ્યાત્વના નિરસનું ઘણું રોચક અને સૈદ્ધાંતિક વિવેચન કર્યું છે તથા ઉભય નયોની સાપેક્ષ દષ્ટિ સ્પષ્ટ કરીને દેવશાસ્ત્રગુરુ સંબંધી ભક્તિની અન્યથા પ્રવૃત્તિનું નિરાકરણ કર્યું છે. અંતમાં સમ્યકત્વસમ્મુખમિથ્યાષ્ટિનું સ્વરૂપ તથા ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રાયોગ્ય અને કરણ-એ પાંચ લબ્ધિઓનો નિર્દેશ કરીને આ અધિકાર પૂરો કરવામાં આવ્યો છે. આઠમા અધિકારમાં પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ- એ ચાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અનુયોગોનું પ્રયોજન, સ્વરૂપ, વિવેચન શૈલી દર્શાવીને તેમના સંબંધમાં થનારી દોષકલ્પનાઓનો પ્રતિષેધ કરી, અનુયોગોની સાપેક્ષ કથનશૈલીનો સમુલ્લેખ કર્યો છે; સાથોસાથ આગમાભ્યાસની પ્રેરણા પણ આપી છે. નવમા અધિકારમાં મોક્ષમાર્ગના સ્વરૂપ-નિરૂપણનો આરંભ કરતાં મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-એ ત્રણેમાંથી મોક્ષમાર્ગના મૂળકારણ-સ્વરૂપ સમ્યગ્દર્શનનું પણ પૂરું વિવેચન લખાયું નથી. ખેદ છે કે ગ્રંથકર્તા, અકાળે મૃત્યુ થઈ જવાથી, આ અધિકાર તેમ જ ગ્રંથને પૂરો કરી શકયા નહિ; એ આપણું કમનસીબ છે. પરંતુ આ અધિકારમાં જે કાંઈ કથન કર્યું છે તે ઘણું જ સરળ અને સુગમ છે. તેને હૃદયંગમ કરતાં સમ્યગ્દર્શનના વિભિન્ન લક્ષણોનો સમન્વય સહજ થઈ જાય છે અને તેના ભેદોના સ્વરૂપનો પણ સામાન્ય પરિચય પ્રાપ્ત થાય છે. આ રીતે આ ગ્રંથમાં ચર્ચિત બધાય વિષય અથવા પ્રમેય ગ્રંથકર્તાનું વિશાળ અધ્યયન, અનુપમ પ્રતિભા અને સૈદ્ધાન્તિક અનુભવનું સફળ પરિણામ છે અને તે ગ્રંથકર્તાની જે આંતરિક ભદ્રતા તેની મહત્તાનું ધોતક છે. આ ગ્રંથની ખાસ વિશેષતા એ છે કે તેમાં ગંભીર તેમ જ દુરૂહ ચર્ચાને અતિ સરળ શબ્દોમાં અનેક દૃષ્ટાંત અને યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પોતે જ પ્રશ્ન ઉઠાવીને તેનો માર્મિક ઉત્તર પણ દીધો છે, જેથી અધ્યેતાને પછી કોઈ સંદેહનો અવકાશ રહે નહિ. આ ગ્રંથમાં જે કાંઈ વસ્તુવિવેચન છે તે અનેક વિષયો પર પ્રકાશ પાથરનાર, સુસંબદ્ધ, આશ્ચર્યકારક અને જૈનદર્શનનું માર્મિક રહસ્ય સમજવા માટે એક અદ્વિતીય ચાવી સમાન છે, અર્થાત્ આમાં નિગ્રંથ પ્રવચનનાં ઊંડાં માર્મિક રહસ્યો ગ્રંથકારે ઠામઠામ પ્રગટ કર્યા છે. અન્યમતનિરાકરણ વિષે લખવામાં તેમનો હેતુ કાંઈ પરમત પ્રત્યે દ્વેષપરિણતિ કરાવવાનો નથી, પરંતુ પોતાના અભિપ્રાયમાં તે તે મત સંબંધી જો કાંઈ ધર્મબુદ્ધિરૂપ અભિપ્રાય હોય તો તે અભિપ્રાય છોડાવવાનો છે. તેઓ પોતે જ આ સંબંધમાં આ પ્રમાણે લખે છે: “અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે-એ પ્રકારોને ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સભ્યશ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી ન થવું કારણ કે પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી થાય છે; જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.” શ્રીમાન પંડિતપ્રવર ટોડરમલજી દિગંબર જૈનધર્મના પ્રભાવક વિશિષ્ટ મહાપુરુષ હતા. તેમણે માત્ર છ મહિનામાં સિદ્ધાંતકૌમુદી જેવા કઠણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રભાવથી તેમણે પદર્શનના ગ્રંથો, બૌદ્ધ, મુસ્લિમ તેમ જ અન્ય અનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates મતમતાન્તરોના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું, શ્વેતાંબર–સ્થાનક્વાસીનાં સૂત્રો તથા ગ્રંથોનું પણ અવલોકન કર્યું હતું, તથા દિગંબર જૈન ગ્રંથોમાં શ્રી સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, તત્ત્વાર્થસૂત્ર, અષ્ટપાહુડ, આત્માનુશાસન, પદ્મનન્દિપંચવિંશતિકા, શ્રાવકમુનિધર્મનાં પ્રરૂપક અનેક શાસ્ત્રો તથા થા-પુરાણાદિ ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સર્વ શાસ્ત્રોના અભ્યાસથી તેમની બુદ્ધિ ઘણી જ પ્રખર બની હતી. શાસ્ત્રસભા, વ્યાખ્યાનસભા અને વિવાદસભામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ હતાં. આ અસાધારણ પ્રભાવકપણાને લીધે તેઓ તત્કાલીન રાજાને પણ અતિશય પ્રિય થઈ પડયા હતાં. અને એ રાજપ્રિયતા તથા પાંડિત્યપ્રખરતાના કારણે અન્યધર્મીઓ તેમની સાથે મત્સરભાવ કરવા લાગ્યા હતા, કારણ કે તેમની સામે તે અન્યધર્મીઓના મોટા મોટા વિદ્વાનો પણ પરાભવ પામતા હતા. જોકે તેઓ પોતે કોઈ પણ વિધર્મીઓનો અનુપકાર કરતા નહોતા; પરંતુ બને ત્યાં સુધી તેમનો ઉપકાર જ કર્યા કરતા હતા, તોપણ માત્સર્યયુક્ત મનુષ્યોનો મત્સરતાજન્ય કૃત્ય કરવાનો જ સ્વભાવ છે; તેમના મત્સર અને વૈરભાવના કારણે જ પંડિતજીનો અકાળે દેહાન્ત થઈ ગયો હતો. પંડિત ટોડરમલજીના મૃત્યુ વિષે એક દુઃખદ ઘટનાનો ઉલ્લેખ પં. બખતરામ શાહના ‘બુદ્ધિવિલાસ' ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે. 66 22 तब ब्राह्मणनु मतौ यह क्यिो, शिव उठानको टौना दियो । तामैं सबै श्रावगी कैद, करिके दन्ड किये नृप फैद । । गुरु तेरह - पंथिनुको भ्रमी, टोडरमल्ल नाम साहिमी । ताहि भूप मार्यो पल माहि, गाड्यो मद्धि गन्दगी ताहि ।। આમાં સ્પષ્ટ કહ્યું છે કે સં. ૧૮૧૮ પછી જયપુરમાં જ્યારે જૈનધર્મનો પુનઃ વિશેષ ઉદ્યોત થવા લાગ્યો, ત્યારે જૈનધર્મ પ્રતિ વિદ્વેષ રાખનાર બ્રાહ્મણો તે સહી શકયા નહિ અને તેથી તેમણે એક ગુપ્ત ‘ષમંત્ર’ રચ્યું. તેમણે શિવપિંડી ઉખાડીને જૈનો ઉ૫૨ ‘ઉખાડી નાખવાનો આરોપ લગાવ્યો અને રાજા માધવસિંહને, જૈનો વિરુદ્ધ ભડકાવીને, ક્રોધિત કર્યા. રાજાએ સત્યાસત્યની કાંઈ પણ તપાસ કર્યા વિના ક્રોધવશ બધા જૈનોને રાત્રે કેદ કરી લીધા અને તેમના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ટોડરમલજીને પકડી મારી નાખવાનો હુકમ દઈ દીધો. તદનુસાર હાથીના પગ તળે કચરાવીને મરાવી નાખ્યા અને તેમના શબને શહેરની ગંદકીમાં દટાવી દીધપું. આ વાત પ્રચલિત છે કે જ્યારે પંડિતજીને ાથીના પગ તળે નાખવામાં આવ્યા અને અંકુશના-પ્રહારપૂર્વક હાથીને, તેમના શરીરને કચરી નાખવાં, પ્રેરિત કરવામાં આવ્યો ત્યારે હાથી એકદમ ચિલાઈ ને થંભી ગયો. એ રીતે બે વાર તે અંકુશના પ્રહાર ખાઈ ચુકયો. પરંતુ પંડિતજી ઉપર પોતાના પગનો પ્રહાર કર્યો નહીં. તેના ઉપર અંકુશનો ત્રીજો પ્રહાર પડવાની તૈયારી હતી, ત્યાં પંડિતજીએ હાથીની દશા જોઈ ને કહ્યું કે-હૈ ગજેન્દ્ર! તારો કાંઈ અપરાધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નથી; જ્યાં પ્રજાના રક્ષક જ અપરાધી-નિરપરાધીની તપાસ કર્યા વિના મારી નાખવાનો હુકમ દઈ દીધો, ત્યાં તું અંકુશના પ્રહાર વ્યર્થ કેમ સહન કરી રહ્યો છે? સંકોચ છોડ અને તારું કામ કર. આ વાક્યો સાંભળીને હાથીએ પોતાનું કામ કર્યું. રાજા માધવસિંહ (પ્રથમ ) ને જ્યારે આ “પયંત્ર”ની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું અને પોતાના અધમ કૃત્ય પર તે ઘણા પસ્તાયા. પંડિતજીના જીવનનું મુખ્ય ધ્યેય એક સ્વ-પર કલ્યાણ જ હતું. અંતરંગમાં ક્ષયોપશમવિશેષથી તથા બાહ્યમાં તર્કવિતર્કપૂર્વક અનેક શાસ્ત્રોના અધ્યયનથી તેમનો વીતરાગ-વિજ્ઞાનભાવ એટલો બધો વધી ગયો હતો કે–સાંસારિક કાર્યોથી તેઓ પોતે પ્રાયઃ વિરક્ત જ રહ્યા કરતા હતા; અને ધાર્મિક કાર્યોમાં એટલા બધા તલ્લીન રહ્યા કરતા હતા કે–બાહ્ય જગતની તથા આસ્વાદ્ય પદાર્થોની તેમને કાંઈ પણ સુધ રહેતી નહોતી. આ વિષયમાં એક જનશ્રુતિ એવી પણ છે કે-જે કાળે તેઓ ગ્રંથ રચના કરી રહ્યા હતા તે કાળમાં તેમનાં માતુશ્રીએ ખાદ્ય પદાર્થોમાં છ મહિના સુધી મીઠાલુણ નાખ્યું નહોતું; છ મહિના પછી શાસ્ત્રરચના તરફથી તેમનો ઉપયોગ કંઈક ખસતાં એક દિવસે તેમણે માતુશ્રીને પૂછયું: “માજી ! આજે આપે દાળમાં મીઠાલુણ કેમ નાખ્યું નથી ?' એ સાંભળી માજી બોલ્યા: “ભાઈ ! હું તો આમ છ મહિનાથી મીઠાલુણ નાખતી નથી. આ બધું લખવાનું તાત્પર્ય એટલું જ છે કે તેમના સમયમાં તેઓ એક મહાન ધર્માત્મા, શ્રેષ્ઠ પરોપકારી, નિરભિમાની તથા અદ્વિતીય વિદ્વાન હતા. જૈન સમાજના દુર્ભાગ્યથી જ આવા મહાત્માનો અસમયમાં વિયોગ થયો, પણ તેમણે તો પોતે જીવનપર્યત જૈન સમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે અને તેથી જ સમાજમાં તેમનું સ્થાન અવિસ્મરણીય છે. મુમુક્ષુ આત્માઓ તો આજે પણ તેમનું અને તેમના ગુણોનું સ્મરણ કરી પરમ સંતુષ્ટ થાય છે. પંડિત શ્રી ટોડરમલજી દ્વારા રચિત આ “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ ઢંઢારી તેમ જ હિન્દી ભાષામાં અનેક વાર પ્રસિદ્ધ થઈ ચુકયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના કરકમળમાં આ ગ્રંથ સર્વપ્રથમ વિ. સં. ૧૯૮૨માં આવ્યો, તેમણે ખૂબ મનનપૂર્વક આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્યું હતું. તેનું અવગાહન કરતી વખતે પૂજ્ય ગુરુદેવની પરિણતિ એટલી બધી તલ્લીન હતી કે-ન ગમે ખાવું, પીવું કે વહોરવા જવું; ન ગમે વાતચીત, સ્થાનકવાસી સાધુપર્યાયમાં તેઓ પુસ્તક સાથે રાખતા નહીં પરંતુ મોક્ષમાર્ગપ્રકાશકનો સાતમો અધિકાર વિશેષ સારો લાગવાથી (ઝીણા અક્ષરે હાથથી લખાવી) પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવા માટે સાથે રાખ્યો હતો. પૂજ્ય ગુરુદેવે સ્થાનકવાસી સાધુપર્યાયના ત્યાગરૂપ “પરિવર્તન” વિ. સં. ૧૯૯૧માં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૭માં કલોલનિવાસી શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ (મોક્ષમાર્ગપ્રકાશકનો) પ્રકાશિત થયો. તે ગુજરાતી અનુવાદ પૂજ્ય ગુરુદેવના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પુનિત પ્રતાપે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી અગાઉ તેર આવૃત્તિ છપાઈ ગઈ છે. પ્રસ્તુત સંસ્કરણ તેની ચૌદમી આવૃત્તિ છે. પંડિત શ્રી ટોડરમલજીએ પ્રથમ અધિકારના અંતમાં આગમ-અભ્યાસની જે પ્રેરણા આપી છે તેનો ઉલ્લેખ કરીને આ ઉપોદ્યાત પૂર્ણ કરવામાં આવે છે-“ આ જીવનું મુખ્ય કર્તવ્ય તો આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોને શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમજ્ઞાનથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહેજે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મનાં અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન સિવાય આનાથી (આગમ-અભ્યાસથી) ઊંચું ધર્મનું અન્ય કોઈ અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તે. એથી તમારું કલ્યાણ થશે. વિ. સં. ૨૦૫૭, ફાગણ વદ ૧૦, (બહેનશ્રી ચંપાબેનની-૬૯મી સમ્યકત્વજયંતી) તા. ૧૯-૩-૨૦૦૧ OSOTOS 80808080 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates વિષયાનુક્રમણિકા પૃષ્ઠ 0 વિષય પૃષ્ઠ વિષય અધિકાર પ્રથમ ૧થી ૨૪ અમૂર્તિક આમાથી મૂર્તિક કર્મોનો બંધ કેવી મંગલાચરણ ૧ રીતે થાય છે અરિહંતનું સ્વરૂપ ૨ ઘાતિ-અઘાતિ કર્મ અને તેના કાર્ય શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ૨ નિર્બળ જડકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ તથા બાહ્યસામગ્રીનું મળવું આચાર્યનું સ્વરૂપ ૪ નવીન બંધ કેવી રીતે થાય છે ઉપાધ્યાયનું સ્વરૂપ ૪ યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધ, સાધુનું સ્વરૂપ ૪ પ્રદેશબંધ પૂજ્યત્વનું સ્વરૂપ ૫ જ્ઞાનહીન જડપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરૂપ શ્રેષ્ઠ સિદ્ધપદ પહેલા અર્હતને નમસ્કાર પરિણમન કરવાનું કારણ ૬ કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થાનું અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ ૮ પરિવર્તન મંગલાચરણ કરવાનું કારણ ૯ દ્રવ્યકર્મ અને ભાવકર્મ ગ્રંથની પ્રામાણિકતા અને આગમ ૧૧ નોકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ પરંપરા ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ ૧૨ નિત્યનિગોદ અને ઇતરનિગોદ અસત્ય પદ રચનાનો નિષેધ ૧૨ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી થતી જીવની કેવાં શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે ૧૪ અવસ્થાઓ વક્તાનું સ્વરૂપ ૧૫ જ્ઞાન-દર્શનાવરણ કર્મોદયજન્ય અવસ્થા શ્રોતાનું સ્વરૂપ ૧૭ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની પરાધીન મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા ૧૯ પ્રવૃત્તિ અધિકાર બીજો ૨૫ થી ૪૭ શ્રુતજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ (કર્મબંધન રોગનું નિદાન) ચક્ષુ-અચક્ષુદર્શનની પ્રવૃત્તિ કર્મોનો સંબંધ અનાદિકાળથી છે ૨૫ જ્ઞાન-દર્શનોપયોગાદિની પ્રવૃત્તિ કર્મોના અનાદિપણાની સિદ્ધિ ૨૬ મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા જીવ અને કર્મોની ભિન્નતા ૨૭ ચારિત્રમોહરૂપ જીવની અવસ્થા અંતરાયકર્મોદયજન્ય અવસ્થા વેદનીયકર્મોદયજન્ય અવસ્થા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છે ? ? ? ? ! ! વિષય પૃષ્ઠ વિષય નામકર્મોદયજન્ય અવસ્થા ૪૬ તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન ગોત્રકર્મોદયજન્ય અવસ્થા ૪૭ મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન અધિકાર ત્રીજો ૪૮ થી ૭૮ દેવગતિનાં દુઃખોનું વર્ણન (સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ) | સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન, મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય ૭૪ અસંયમ ૪૮ અધિકાર ચોથો ૭૯ થી ૯૭ મિથ્યાત્વનું સ્વરૂપ ૪૯ (મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું વિશેષ નિરૂપણ ) મોહજનિત વિષય અભિલાષા ૪૯ મિથ્યાદર્શનનું સ્વરૂપ ઉપર કહેલા દુઃખની નિવૃત્તિના ઉપાયોનું પ્રયોજનભૂત-અપ્રયોજનભૂત પદાર્થ જૂઠાપણું ૫૦ મિથ્યાદર્શનની પ્રવૃત્તિ દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય પર જીવ-અજીવતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ | ઉપાયોનું જૂઠાપણું ૫૩ મિથ્યાચારિત્રનું સ્વરૂપ ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું ઇષ્ટ-અનિષ્ટની મિથ્યા કલ્પના જૂઠાપણું ૫૫ રાગ-દ્વેષનું વિધાન તથા વિસ્તાર અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના પાંચમો અધિકાર ૯૮ થી ૧૭૧ ઉપાયોનું જૂઠાપણું ૫૯ (અન્યમત નિરાકરણ ) વેદનીયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મમત નિરાકરણ ઉપાયોનું જૂઠાપણું ૬૦ સૃષ્ટિકર્તુત્વવાદનું નિરાકરણ આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના લોકના અનાદિનિધનપણાની પુષ્ટિ ૧૧૩ ઉપાયોનું જૂઠાપણું ૬૩ અવતાર મીમાંસા ૧૧૫ નામકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ભક્તિયોગ મીમાંસા ૧૧૮ ઉપાયોનું જૂઠાપણું ૬૪ જ્ઞાનયોગ મીમાંસા ગોત્રકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના અન્યમત કલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા ૧૨૬ ઉપાયોનું જૂઠાપણું ૬૪ ઇસ્લામમત સંબંધી વિચાર એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ ૬૫ અન્ય મત નિરૂપિત તત્ત્વવિચારવિકસેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય સાંખ્યમત પર્યાયનાં દુઃખ નરક અવસ્થાનાં દુઃખોનું વર્ણન ૯૩ ૧૦. ૧૨૧ ૧૨૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ વિષય પૃષ્ઠ વિષય નૈયાયિકમત ૧૩) અધિકાર સાતમો ૨૦૨ થી ૨૭૯ વૈશેષિકમત ૧૩ર (જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ) મીમાંસકમત-નિરાકરણ ૧૩પ નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ ૨૦૨ જૈમિનીયમત-નિરાકરણ ૧૩૫ નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો બૌદ્ધમત-નિરાકરણ ૧૩૬ નિષેધ ૨૦૯ ચાર્વાકમત-નિરાકરણ ૧૩૮ કેવળ નિશ્ચયાલંબી જીવની પ્રવૃત્તિ ૨૧૪ અન્યમત નિરાકરણ ઉપસંહાર ૧૩૯ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ ૨૨૨ અન્યમતથી જૈનધર્મની તુલના ૧૪૦ કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી ૨૨૨ અન્યમતના ગ્રંથોથી જૈનમતની પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધર્મધારક પ્રાચીનતા અને સમીચીનતા ૧૪૨ વ્યવહારાભાસી શ્વેતાંબરમત-નિરાકરણ ૧૪૮ સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક અન્યલિંગથી મુક્તિનો નિષેધ ૧૪૯ વ્યવહારાભાસી ૨૨૭ ગૃહસ્થમુક્તિ નિષેધ ૧૫૦ વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય સ્ત્રીમુક્તિ નિષેધ ૧૫૦ પ્રવૃત્તિ ૨૨૮ શૂદ્રમુક્તિ નિષેધ ૧૫૦ ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી અચ્છેરાનો નિષેધ ૧૫૧ સમ્યગ્દર્શનનું અન્યથારૂપ ૨૩) શ્વેતાંબર કથિત દેવ-ગુરુ-ધર્મનું અન્યથા દેવભક્તિનું અન્યથારૂપ ૨૩) સ્વરૂપ ૧૫ર ગુરુભક્તિનું અન્યથારૂપ ધર્મનું અન્યથા સ્વરૂપ ૧૬૦ શાસ્ત્રભક્તિનું અન્યથાપણું ૨૩ર ટૂંઢકમત-નિરાકરણ ૧૬ર સાત તત્ત્વનું અન્યથારૂપ ૨૩૩ અધિકાર છઠ્ઠો ૧૭૨ થી ૨૦૦ જીવ-અજીવતત્ત્વનું અન્યાયારૂપ ૨૩૪ (કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ) આસ્રવતત્ત્વનું અન્યથારૂપ ૨૩૪ કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ ૧૭ર બંધતત્ત્વનું અન્યથારૂપ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ ૧૭૯ સંવરતત્ત્વનું અન્યથારૂપ કુળ અપેક્ષાએ ગુરુપણાનો નિષેધ ૧૭૯ નિર્જરાતત્ત્વનું અન્યથારૂપ ૨૩૯ શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું મોક્ષતત્ત્વનું અન્યથારૂપ નિરાકરણ ૧૯૩ સમ્યજ્ઞાનનું અન્યથારૂપ ૨૪૮ કુધર્મનું નિરૂપણ અને તેની શ્રદ્ધા આદિનો સમ્યફચારિત્રનું અન્યથારૂપ નિષેધ ૧૯૭ ઉભયાભાસી મિથ્યાષ્ટિ ર૬૦ સમ્યકત્વસમ્મુખ મિથ્યાદષ્ટિ ૨૬૯ ૨૩) ૨૩૨ ૨૩૬ ૨૩૬ ૨૪૨ ૨૪૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ વિષય પૃષ્ઠ વિષય પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ૨૭૩ અધિકાર નવમો ૩૧૬ થી ૩૫૧ અધિકાર આઠમો ૨૮૦ થી ૩૧૫ (મોક્ષમાર્ગનું સ્વરૂપ) (ઉપદેશનું સ્વરૂપ) આત્માનું હિત એક મોક્ષ જ છે ૩૧૬ અનુયોગનું પ્રયોજન ૨૮૦ પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ પ્રથમાનુંયોગનું પ્રયોજન ૨૮૦ મોક્ષમાર્ગનું સ્વરૂપ ૩ર૪ કરણાનુયોગનું પ્રયોજન ૨૮૧ સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ ૩ર૬ ચરણાનુયોગનું પ્રયોજન ૨૮૨ તત્ત્વ સાત જ કેમ ? ૩ર૭ દ્રવ્યાનુયોગનું પ્રયોજન ૨૮૩ તત્ત્વાર્થ-શ્રદ્ધાન લક્ષણમાં અવ્યાપ્તિ-અતિપ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ૨૮૩ વ્યાપ્તિ-અસંભવ દોષનો પરિહાર ૩૩) કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ૨૮૬ સમ્યકત્વનાં ભેદ ૩૪૨ ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ૨૮૯ સમ્યગ્દર્શનનાં આઠ અંગ ૩૫૦ દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ૨૯૫ સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ ૨૯૭ આધ્યાત્મિક પ્રશ્નોત્તર-પત્રિકા ઉપર વ્યાકરણ, ન્યાયાદિ શાસ્ત્રોનું પ્રયોજન ર૯૮ (પંડિત પ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ પ્રથમાનુયોગમાં દોષ કલ્પનાનું નિરાકરણ ૨૯૯ ચિઠ્ઠી ભૂમિકા) ઉપર કરણાનુયોગમાં દોષ કલ્પનાનું નિરાકરણ ૩૦૧ પંડિતપ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચરણાનુયોગમાં દોષ કલ્પનાનું ૩૦૨ ચિઠ્ઠી ૩૫૪ થી ૩૬ નિરાકરણ દ્રવ્યાનુયોગમાં દોષ કલ્પનાનું નિરાકરણ ૩૦૩ પરમાર્થ વચનિકા વ્યાકરણ-ન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા ૩૦૫ (કવિવર પંબનારસીદાસજી રચિત) અપેક્ષા જ્ઞાનના અભાવે આગમમાં ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ૩૬૮ થી ૩૭૨ ૩૫૧ ૩૬૩ દખાતા પરસ્પર વિરોધનું નિરાકરણ ૩૦૫ (કવિવર પંબનારસીદાસજી) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. પ્રશ્નઃ- જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? ઉત્તર- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે”” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા-સહિત વ્યાખ્યાન છે. તેને ““એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે'' એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ . પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી, “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે'' એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું? | ઉત્તર- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે-જેમ કોઈ અનાર્ય-મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. --શ્રી મોક્ષમાર્ગપ્રકાશક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates ॐ नमः सिद्धेभ्यः સ્વર્ગીય પંડિતશિરોમણિ ટોડરમલજી કૃત શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી અનુવાદ -શાર્દૂલવિક્રીડિત છંદ શ્રી સત્તત્ત્વરુચિ સુબોધ સ્થિરતા શુદ્ધાત્મ ભાવે વરૂં, વંદું સમ્રુતિ સદ્દગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધે ઠરૂં; પ્રારંભે પરમેષ્ઠિ પંચ પ્રણમું માંગલ્ય આપે સદા, સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા. -સવૈયા શાશ્વત નિજાત્મ તત્ત્વ યથાર્થ સમજવાને, મોક્ષમાર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે; અનાદિનું દુઃખ જાય આત્મસિદ્ધિ સઘ થાય, આસ્રવ રોકાય ભાવ સંવર વરાય છે. નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ, જ્ઞાન-ધ્યાન આત્મ પુષ્ટિ સત્વર કરાય છે; મંગળ કલ્યાણમાલા સુગંધ વિસ્તાર થાય, મોહ ભાવ જાય શુદ્ધ સ્વભાવ પમાય છે. -દોહરા પરમ પદારથ પામવા, મંગલમય જિનવાણ; વંદુ નિજગુણ વૃદ્ધિકર, લહું સદા સુખખાણ. ગ્રંથકર્તાનું મંગલાચ૨ણ મંગલમય મંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન; કરી મંગલ કરૂં છું મહા, ગ્રંથકરણ શુભકાજ, જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક હવે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે, ત્યાં પ્રથમ ગ્રંથકર્તા મંગલાચરણ કરે છે. णमो अरहताणं णमो सिद्धाणं णमो आयरियाणं; णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं. આ પ્રાકૃતભાષામય નમસ્કાર મંત્ર છે તે મહામંગલસ્વરૂપ છે, તેનું સંસ્કૃત નીચે પ્રમાણે થાય છે. - નિમોઈશ્ચ: નમ: સિદ્ધેશ્ય:, નમ: માવાયેંગ્ય:, નમ: ઉપાધ્યાયેગ્મ:, નમ: નો સર્વસાધુગ: શ્રી અરિહંતને નમસ્કાર હો, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર હો, અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા છે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે. હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે સિવાય ઉત્તમ ની પ્રાપ્તિ પણ કયાંથી થાય? ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ. અરિહંતનું સ્વરૂપ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવ સાધનવડ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંતસુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. વળી જે સર્વથા સર્વ રાગ-દ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે, સુધા-તુષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. આયુધ અંબરાદિ વા અંગ વિકારાદિક જે કામ-ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેથી રહિત જેનું પરમૌદારિક શરીર થયું છે, જેના વચનવડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડ અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુક્તપણું હોય છે, તથા જેને પોતાના હિતને અર્થે શ્રીગણધર-ઇન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો. હવે શ્રીસિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ થાઈએ છીએ. શ્રીસિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ જે ગૃહસ્થ અવસ્થા તજી મુનિધર્મ સાધન વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૩ ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાવમાં જઈ બિરાજમાન થયા છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છુટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, ચરમ ( અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષઆકારવત્ જેના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્વ જ્ઞાનદર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, નોકર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તવાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવકર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્યપરદ્રવ્ય, ઉપાધિકભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃત-કૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યત રહે છે એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ–અનિષ્ટ માની તેમાં જે રાગ-દ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે–બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ ત્યાં કંઈપણ સુખદુ:ખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચીતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે, શરીરસંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત ૧. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, સ્નાનાભાવ, નગ્નતા, અદંતધાવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહારગ્રહણ –એ અઠ્ઠાવીસ મૂલગુણો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક પાલન કરે છે, "બાવીસ પરિષહને જેઓ સહન કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત્ ધ્યાનમુદ્રાધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે, કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર-વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે. આચાર્યનું સ્વરૂપ તેઓમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મલોભી અન્ય જીવ યાચક તેમને દેખી રાગઅંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત્ત વિધિ વડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા-કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો. ઉપાધ્યાયનું સ્વરૂપ વળી જે પુરુષ ઘણા જૈનશાસ્ત્રનો જ્ઞાતા થઈને સંઘમાં પઠન-પાઠનનો અધિકારી બન્યો હોય, સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પરંતુ કદાચિત્ કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મબુદ્ધિવાનને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો. સાધુનું સ્વરૂપ એ બે પદવીધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, આત્મસ્વભાવને સાધે છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઈષ્ટ–અનિષ્ટપણે માની ફસાય નહિ વા ભાગે નહિ તેમ ઉપયોગને સાધે છે, બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે વા કદાચિત્ ભક્તિ-વંદનાદિ કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો. ૧. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન-એ બાવીસ પ્રકારના પરિષહ છે. ૨. અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ છ પ્રકારનાં બાહ્યતપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન-એ છ પ્રકારનાં અંતરંગ તપ મળી બાર પ્રકારનાં તપ છે. -અનુવાદક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર પૂજ્યત્વનું કારણ એ પ્રમાણે એ અતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડ તો જીવ નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અહંત-સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ અહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા. તેમાં પણ એમ સમજવું કે-એ અહંતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણપણે સર્વ કેવલીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં અર્વત્ એવું નામ જાણવું. વળી ચૌદમાં ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું. વળી જેને આચાર્યપદ પ્રાપ્ત થયું હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મધ્યાન કરો વા એકલવિહારી હો વા આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધરપદના ધારક હો, એ સર્વનું નામ આચાર્ય કહેવામાં આવે છે. વળી પઠન-પાઠન તો અન્ય મુનિ પણ કરે છે પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું હોય તે આત્મધ્યાનાદિક કાર્ય કરવા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે. તથા જે પદવીધારક નથી તે સર્વ મુનિ સાધુસંજ્ઞાના ધારક જાણવા. અહીં એવો કોઈ નિયમ નથી કે-પંચાચાર વડે જ આચાર્યપદ હોય છે, પઠન-પાઠનાદિ વડે ઉપાધ્યાય પદ હોય છે તથા મૂલગુણના સાધનવડે સાધુ-પદ હોય છે કારણ એ ક્રિયાઓ તો સર્વ મુનિજનોને સાધારણરૂપ છે પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ એવો १ आचार्यः स्यादुपाध्यायः साधुश्चेति त्रिघागतिः। स्युर्विशिष्टपदारुढास्त्रयोऽपि मुनिकुञ्जराः।। एको हेतु: क्रियाप्येका विघञ्चैको वहि: समः। तपो द्वादशधा चैकं व्रत चैकं च पंचधा।। त्रयोदशविधं चैकं चारित्रं समतैकघा। मूलोत्तरगुणाश्चैको संयमोऽप्येकधा मतः।। परिषहोपसर्गाणां सहनं च समं स्मृतम्। आहारादिविधिश्चैकश्चर्यास्थानासनादयः।। मार्गो मोक्षस्य सद्ददृष्टिर्ज्ञानं चारित्रमात्मनः। रत्नत्रयं समं तेषामपि चान्तर्बहिःस्थितिम्।। ध्याता ध्यानं च ध्येयश्च ज्ञाता ज्ञानं च ज्ञेयसात्। चतुर्विधाराधनापि तुल्या क्रोधादिजिष्णुता।। किंवात्र बहुनोक्तेन तद्विशेषोऽवशिष्यते। विशेषाच्छेषनिःशेषो न्यायदस्त्यविशेषभाक्।। एवं मुनित्रयी ख्याता महतो महता महतामपि। तद्विशुद्धिविशेषोऽस्ति क्रमात्तरतमात्मकः।। અર્થ:- આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ પદો ઉપર આરૂઢ છે અર્થાત્ વિશેષ-વિશેષ પદોના ભેદથી જ તેઓના ત્રણ ભેદો છે. બાકી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક કરવામાં આવે છે. પણ સમભિરૂઢનયથી પદવીની અપેક્ષાએ જ એ આચાર્યાદિક નામ જાણવાં. જેમ શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે! એટલે સમભિરૂઢનયથી પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવું. અહીં સિદ્ધ ભગવાનની પહેલાં અદ્વૈતને નમસ્કાર કર્યા તેનું શું કારણ? એવો કોઈને સંદેહ ઉપજે તેનું સમાધાનઃ શ્રેષ્ઠ સિદ્ધ પદ પહેલાં અહંતને નમસ્કાર કરવાનું કા૨ણ નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. હવે અદ્વૈતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે માટે તેમને પહેલાં નમસ્કાર કર્યો છે. એ પ્રમાણે અદ્વૈતાદિકના સ્વરૂપનું ચિંતવન કર્યું કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધ થાય છે. વળી એ અદ્વૈતાદિને પંચપરમેષ્ઠી પણ કહીએ છીએ. કારણ જે સર્વોત્કૃષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ઠી તેના સમાહાર સમુદાયનું તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણે પ્રકારના કષાયોનો અભાવ હોવાથી પરિગ્રહ માત્રનો ત્યાગ કરી એ ત્રણે મોક્ષ પ્રાપ્તિ અર્થે મુનિ થયા છે તેથી એ ત્રણેનો હેતુ એક છે. બાહ્ય વ્રતાચરણરૂપ ક્રિયા તથા નિગ્રંથ અવસ્થા એ ત્રણેની સમાન છે. બાર પ્રકારનું તપશ્ચરણ, પાંચ મહાવ્રત, તેર પ્રકારનું ચારિત્ર, સમતા ભાવ અઠ્ઠાવીસ મૂલગુણ, ચોરાશીલાખ ઉત્તરગુણ અને સંયમ એ ત્રણેના સમાન છે. બાવીસ પરિષહ-ઉપસર્ગ સહનતા, આહારચર્યાવિધિ, સ્થાન અને આસન વગેરે એ ત્રણેના સમાન છે. અંતર્બાહ્ય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય અર્થાત્ મોક્ષમાર્ગ પણ એ ત્રણેનો સમાન છે. ધ્યાતા-ધ્યાન-ધ્યેય, જ્ઞાતા-જ્ઞાન-શેય તથા દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ એ ચાર પ્રકારની સમ્યક્ આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો પણ એ ત્રણેનો સમાન છે. વધારે શું કહીએ ? ટુંકામાં એટલું જ કે-એ ત્રણે પ્રકારના મુનિજનો ઉ૫૨ પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે. ભેદ માત્ર એટલો જ છે કે-પોતપોતાના પદાનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીં રહી જાય છે. તે સિવાય બાકીની સર્વ ક્રિયા વા પ્રકારો એ ત્રણેના સમાન છે. એ વાત ન્યાયથી સિદ્ધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે. જો કે તેમના મૂલગુણો વા ઉત્તરગુણો સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે તોપણ તેમના કાર્યની અપેક્ષાએ તરતમરૂપે એ ત્રણેમાં ૫રસ્પર ભેદ છે. ભાવાર્થ:- એ ત્રણેનાં કાર્ય અલગ અલગ હોવાથી તેમના પદ પણ અલગ અલગ છે. અર્થાત્ આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે, ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે. એ પ્રમાણે એ ત્રણેમાં પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ જ તરતમરૂપે વિશેષતા છે. ( શ્રી લાટીસંહિતા સર્ગ ૪થો. શ્લોક ૧૬૦ થી ૧૬૬ તથા શ્લોક ૧૯૭-અનુવાદક.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૭ નામ પંચપરમેષ્ઠી* જાણવું. વળી શ્રી વૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્થ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એ નામના ધારક ચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાન ધર્મતીર્થના નાયક થયા, ગર્ભ-જન્મ-તપ-જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો વિષે ઇંદ્રાદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો. વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઇશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશ અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરૂ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થકર હાલ કેવળજ્ઞાન સહિત બિરાજમાન છે. તેમને અમારા નમસ્કાર હો. જો કે પરમેષ્ઠીપદમાં તેમનું ગર્ભિતપણું છે તોપણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણી અહીં જુદા નમસ્કાર કર્યા છે. વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જિનબિંબ બિરાજે છે, જેમના દર્શનાદિકથી એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થકર કેવળીના દર્શનાદિકથી થાય છે તેવી જ અહીં થાય છે, તે સર્વ જિનબિંબોને અમારા નમસ્કાર હો. વળી કેવળી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રીગણધરદેવ દ્વારા રચિત અંગ-પ્રકીર્ણક અનુસાર અન્ય આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જિનવચન છે. સ્યાદ્વાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ન્યાયમાર્ગથી અવિરુદ્ધ છે માટે પ્રામાણિક છે તથા જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે તેને અમારા નમસ્કાર હો. વળી ચૈત્યાલય, આર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય, તીર્થક્ષેત્રાદિ ક્ષેત્ર, કલ્યાણકાળ આદિ કાળ તથા રત્નત્રયાદિ ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર કરું છું તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથાયોગ્ય વિનય કરું છું. એ પ્રમાણે પોતાના ઇષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. હવે એ અરહંતાદિક ઇષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ. જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્યસુખની * “પરમે તિતિ તિ પરમેડી” આ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થ થાય છે. અનુવાદક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રાપ્તિ થાય છે. અને આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે. વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. કેવી રીતે તે અહીં વિચારીએ છીએ. અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ આત્માના પરિણામ ત્રણ પ્રકારના છેઃ સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કપાયરૂપ સંકલેશ છે, મંદકપાયરૂપ વિશુદ્ધ છે અને કષાય રહિત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે, વિશુદ્ધ પરિણામ વડે મંદબંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી. કેવળ તેની નિર્જરા જ થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કપાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતિકર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ) હીન થાય તેટલા અંશથી તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. અથવા શ્રીઅરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તિ હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઇ રાગાદિકને હીન કરે છે. જીવ-અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ પ્રમાણે પણ શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. પ્રશ્ન- તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે પરંતુ જે વડે ઈન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુ:ખ વિણસે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહિ? ઉત્તર- અતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતિકર્મોની શાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, વળી જે તે પરિણામ તીવ્ર હોય તો પૂર્વે જે અશાતા આદિ પાપપ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે, અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિરૂપે પરિણમાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો ઉદય દૂર થતાં દુ:ખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે. અથવા જૈનશાસનના ભક્ત દેવાદિકો તે ભક્તપુરુષને અનેક ઇન્દ્રિય-સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રીઅરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૯ કાંઈ પોતાનું હિત થતું નથી; કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ–અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ-દુ:ખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખદુઃખની દાતા નથી. વળી કષાય છે તે સર્વ આકુલતામય છે માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય હોવાથી પાપબંધ જ થાય છે માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતાં એવાં પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગળ છે, તેમાં ભક્તિભાવ થતાં પરમ મંગળ થાય છે કારણ “મંગ” એટલે સુખ તેને “લાતિ” એટલે આપે, અથવા “મ” એટલે પાપ તેને “ગાલયતિ” એટલે ગાળે તેનું નામ મંગળ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? તેનું સમાધાનઃ મંગલાચરણ કરવાનું કારણ સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય એ હેતુથી અહીં પ્રથમ મંગળ કર્યું છે. પ્રશ્ન- અન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી છતાં તેમને પણ ગ્રંથની સમાસતા તથા વિનનો નાશ થતો જોવામાં આવે છે તેનું શું કારણ? ઉત્તર:- અન્યમતીની ગ્રંથ-રચના મોહના તીવ્ર ઉદયવડે મિથ્યાત્વ કષાયભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે, માટે તેની નિર્વિજ્ઞ સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કર્યા વિના જ થાય. કારણ જો એ પ્રમાણે મંગળવડે મોહ મંદ થઈ જાય તો તેમનાથી એવું વિપરીત કાર્ય કેમ બને? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મંદતાવડે વીતરાગ તત્ત્વવિજ્ઞાનને પોષણ કરવાવાળા અર્થોનું પ્રરૂપણ કરીશું તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કરવાથી જ થાય. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને? પ્રશ્ન:- એ વાત તો ખરી, પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ જોવામાં આવે છે-પાપનો ઉદય દેખાતો નથી, અને કોઈ એવું મંગળ કરનારને પણ સુખ દેખવામાં આવતું નથી, પરંતુ પાપનો ઉદય દેખાય છે માટે તેમાં પૂર્વોક્ત મંગલપણું કેવી રીતે બને? ઉત્તર:- જીવોના સંકલેશ-વિશુદ્ધ પરિણામ અનેક જાતિના છે જેથી પૂર્વે અનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક કાળમાં બાંધેલાં કર્મ એક કાળમાં ઉદય આવે છે, માટે જેમ જેણે પૂર્વે ઘણા ધનનો સંચય કર્યો હોય તેને તો કમાયા સિવાય પણ ધન જોવામાં આવે છે–દેવું દેખાતું નથી, પરંતુ જેને પૂર્વનું ઘણું ઋણ હોય તેને ધન કમાવા છતાં પણ દેણદાર દેખવામાં આવે છે ધન દેખાતું નથી. પરંતુ વિચાર કરતાં કમાવું એ ધન થવાનું જ કારણ છે પણ ઋણનું કારણ નથી. તે પ્રમાણે જ પૂર્વે જેણે ઘણું પુણ્ય બાંધ્યું હોય તેને અહીં એવાં મંગળ કર્યા વિના પણ સુખ જોવામાં આવે છે, પાપનો ઉદય દેખાતો નથી. વળી જેણે પૂર્વે ઘણું પાપ બાંધ્યું હોય તેને અહીં એવા મંગળ કરવા છતાં પણ સુખ દેખાતું નથી. પાપનો ઉદય દેખાય છે. પરંતુ વિચાર કરતાં એવાં મંગળ તો સુખનું જ કારણ છે પણ પાપ-ઉદયનું કારણ નથી. એ પ્રમાણે પૂર્વોક્ત મંગળમાં મંગળપણું બને છે. પ્રશ્ન- એ વાત સાચી, પરંતુ જિનશાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવાં મંગળ કરવાવાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો તેનું શું કારણ? ઉત્તર- જીવોને સુખ-દુ:ખ થવાનું પ્રબળ કારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે માટે પાપનો જેને ઉદય હોય તેને એવી સહાયતાનું નિમિત્ત બનતું નથી તથા જેને પુણ્યનો ઉદય હોય તેને દંડનું નિમિત્ત બનતું નથી. એ નિમિત્ત કેવી રીતે ન બને તે કહીએ છીએ: દેવાદિક છે તેઓ ક્ષયોપશમજ્ઞાનથી સર્વને યુગપત્ જાણી શક્તા નથી તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે માટે જો તેને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ તે કેવી રીતે કરી શકે ? તથા જાણપણું હોય તે વેળા પોતાનામાં જ અતિ મંદ કષાય હોય તો તેને સહાય વા દંડ દેવાના પરિણામ જ થતા નથી અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો નથી. વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું નિમિત્ત બનતું નથી. પોતાની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદકષાયના ઉદયથી તેવા જ પરિણામ થાય તે સમયમાં અન્ય જીવોના ધર્મ-અધર્મરૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. અહીં આટલું સમજવા યોગ્ય છે કે-સુખ થવાની વા દુઃખ થવાની, સહાય કરાવવાની વા દુઃખ અપાવવાની જે ઇચ્છા છે તે કષાયમય છે, તત્કાલમાં વા ભાવિમાં દુઃખદાયક છે. માટે એવી ઇચ્છા છોડી અમે તો એક વીતરાગ વિશેષજ્ઞાન થવાનો અર્થી બની શ્રીઅરિહંતાદિકને નમસ્કારાદિરૂપ મંગળ કર્યું છે. એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષમાર્ગ પ્રકાશક' નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. ત્યાં “આ ગ્રંથ પ્રમાણ છે' એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૧૧ ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા અકારાદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છાનુસાર અનેક પ્રકારરૂપ છે, પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્રસર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે “સિદ્ધો સમાનાય:' અર્થાત્ વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયંસિદ્ધ છે. વળી અક્ષરોથી નિપજેલાં સત્ય અર્થનાં પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે, તે પણ અનાદિનિધન છે. જેમ “જીવ” એવું અનાદિનિધન પદ છે તે જીવને જણાવવાવાળું છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થમાં પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયંસિદ્ધ છે તેમાંથી કોઈ થોડાં મોતીને, કોઈ ઘણા મોતીને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે તેમ પદ તો સ્વયંસિદ્ધ છે, તેમાંથી કોઈ થોડાં પદોને, કોઈ ઘણાં પદોને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી (જોડી વા લખી) ગ્રંથ બનાવે છે, તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થનાં સૂચક પદો ગૂંથતો નથી માટે આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો. પ્રશ્ન- એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે? ઉત્તર- અનાદિ કાલથી તીર્થકર કેવલી થતા આવ્યા છે. તેમનામાં સર્વશપણું હોય છે તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. તથા જે વડે અન્ય જીવોને એ પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર ગણધરદેવ અંગ-પ્રકીર્ણકરૂપ ગ્રંથ-રચના કરે છે. વળી તદનુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે. એ પ્રમાણે પરંપરા માર્ગે ચાલ્યો આવે છે. હવે આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળ ચાલે છે તેમાં ચોવીસ તીર્થંકર થયા. તેમાં શ્રી વર્ધમાન નામના અંતિમ તીર્થંકર દેવ થયા જેઓ કેવળજ્ઞાન બિરાજમાન થઈ જીવોને દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ દેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમગણધરે અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંગ-પ્રકીર્ણકની રચના કરી. વળી શ્રી વર્ધમાન સ્વામીના મોક્ષ-ગમન પછી આ પંચમ કાળમાં ગૌતમ, સુધર્મ અને જંબૂસ્વામી નામના ત્રણ કેવળી થયા. તે પછી કાળદોષથી કેવળજ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી દ્વાદશાંગના પાઠી શ્રુતકેવળી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે “ભવિષ્ય કાળમાં અમારા જેવા પણ જ્ઞાની રહેશે નહિ.” એમ જાણી તેમણે ગ્રંથરચના કરી અને દ્વાદશાંગાનુકૂલ પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથ રચ્યા. તેમનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક પણ અભાવ થતાં તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રંથ વા એ ગ્રંથના અનુસાર રચેલા ગ્રંથની જ પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રંથનો દુષ્ટ પુરૂષો દ્વારા નાશ થયો વા મહાન ગ્રંથોનો અભ્યાસાદિ ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રંથો જોવામાં આવે છે પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની પાસે મૂલબિદ્રી નગરમાં શ્રીધવલ-મહાધવલ-જયધવલ ગ્રંથો હાલ છે, પરંતુ તે દર્શન માત્ર જ છે. (હવે તો પાસ છે ) કેટલાક ગ્રંથો પોતાની બુદ્ધિવડ અભ્યાસ કરવા યોગ્ય છે તેમાં પણ થોડા જ ગ્રંથોનો અભ્યાસ આજે બને છે. એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈનમતનું ઘટવું થયું. છતાં પરંપરા દ્વારા આજે પણ જૈન શાસ્ત્રમાં સત્ય અર્થનાં પ્રકાશક પદોનો સદભાવ પ્રવર્તે છે. ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા યોગ્ય હતું તેથી મારો જૈનશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉધમ થયો, જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રન્થોનો કિંચિત અભ્યાસ કરી ટીકા સહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર, તથા શ્રાવક-મુનિના આચારનાં પ્રરૂપક અનેક શાસ્ત્ર, સુકથાસહિત પુરાણાદિક શાસ્ત્ર એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે. જેથી મને પણ કિંચિત્ સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. વળી આ નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદબુદ્ધિવાન કરતાં પણ હીનબુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગવશ દેશભાષામય ગ્રંથ કરવાની મને ઇચ્છા થઈ તેથી હું આ ગ્રંથ બનાવું છું. તેમાં પણ અર્થ સહિત એજ પદોનું પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે જેમ પ્રાકૃત-સંસ્કૃત શાસ્ત્રોમાં પ્રાકૃત-સંસ્કૃત પદો લખવામાં આવે છે તેમ અહીં અપભ્રંશપૂર્વક વા યથાર્થપણાપૂર્વક દેશભાષારૂપ પદો લખવામાં આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે આ ગ્રંથ સુધી એ જ સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે. પ્રશ્ન- એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યાં એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? અસત્ય પદ રચનાનો નિષેધ ઉત્તર- અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહિ, કારણ કે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબુરું થાય અને પોતાને પણ એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૧૩ મહા હિંસાના ફ્લેવર્ડ નર્ક-નિગોદમાં ગમન કરવું થાય. એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈનધર્મમાં તો એવો કષાયવાન થતો નથી. પ્રથમ મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી થયા તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત જ છે. વળી ગ્રંથકર્તા ગણધર વા આચાર્ય છે તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્માત્મ્યતર પરિગ્રહ છોડી મહા મંદ કષાયી થયા છે, તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત્ શુભોપયોગની જ પ્રવૃત્તિ હોય છે અન્ય કાંઈ પ્રયોજન નથી. તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર કષાયી હોતા નથી. જો એ તીવ્ર કષાયી હોય તો સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો જે જૈનધર્મ તેમાં તેને રુચિ જ કયાંથી થાય? અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જિનઆજ્ઞાભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. એ પ્રમાણે જૈનધર્મમાં એવો તીવ્ર કષાયી કોઈ થતો નથી, કે જે અસત્ય પદોની રચના કરી પરનું અને પોતાનું જન્મોજન્મમાં બુરું કરે! પ્રશ્ન:- પણ કોઈ જૈનાભાસ તીવ્ર કષાયી હોય તે અસત્યાર્થ પદોને જૈનશાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરંપરા ચાલી જાય તો શું કરવું? ઉત્ત૨:- જેમ કોઈ સાચા મોતીના ધરેણામાં જૂઠા મોતી મેળવે પણ તેની ઝલક મળતી આવે નહિ, માટે પરીક્ષા કરી, પારખુ હોય તે તો ઠગાય નહિ, કોઈ ભોળો હોય તે જ મોતીના નામથી ઠગાય. વળી તેની પરંપરા પણ ચાલે નહિ, વચ્ચે તરત જ કોઈ જૂઠા મોતીઓનો નિષેધ કરે છે તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે પરંતુ જૈનશાસ્ત્રના પદોમાં તો કષાય મટાડવાનું વા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. હવે એ પાપીએ તેમાં જે અસત્યાર્થ પદ મેળવ્યાં છે તેમાં કષાય પોષવાનું વા લૌકિક કાર્ય સાધવાનું પ્રયોજન છે. એ પ્રયોજન મળતું નિહ આવવાથી જ્ઞાની પરીક્ષાવડે ઠગાતો નથી પણ કોઈ મૂર્ખ હોય તે જ જૈનશાસ્ત્રના નામથી ઠગાય. વળી તેની પરંપરા પણ ચાલતી નથી. તરત જ કોઈ એ અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્રકષાયી જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં જ હોય છે, પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર કાળ ઘણાં છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદોની પરંપરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો. પ્રશ્ન:- કષાય ભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, પરંતુ ગ્રન્થકર્તાને પોતાના ક્ષયોપશમ જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાસવાથી અસત્યાર્થ પદ મેળવે તેની તો પરંપરા ચાલે ? ઉત્ત૨:- મૂલ ગ્રંથકર્તા ગણધરદેવ તો પોતે ચાર જ્ઞાનના ધારક છે તથા સાક્ષાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ ]. મોક્ષમાર્ગ પ્રકાશક કેવલીનો દિવ્ય ધ્વનિ ઉપદેશ સાંભળે છે, જેના અતિશય વડ તેમને સત્યાર્થ જ ભાસે છે, તે અનુસાર તેઓ ગ્રંથ રચના કરે છે. હવે એ ગ્રંથોમાં તો અસત્યાર્થ પદ કેવી રીતે ગૂંથી શકાય? તથા અન્ય આચાર્યાદિક ગ્રંથ રચના કરે છે તેઓ પણ યથાયોગ્ય સમ્યજ્ઞાનના ધારક છે વળી તેઓ મૂળ ગ્રંથોની પરંપરા દ્વારા ગ્રંથ-રચના કરે છે, જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો તેઓ રચના કરતા નથી, પણ જે પદોનું જ્ઞાન હોય તેને જ સમ્યજ્ઞાન પ્રમાણપૂર્વક બરાબર ગૂંથે છે; હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાર્થ પદ ગૂંથ્યાં જાય નહિ તથાપિ કદાચિત્ પોતાને પૂર્વ ગ્રંથોનાં પદોનો અર્થ અન્યથા જ ભાસે અને પોતાની પ્રમાણતામાં પણ તે જ પ્રમાણે બેસી જાય તો તેનું કાંઈ તેને વશ નથી. પરંતુ એમ કોઈકને જ ભાસે, સર્વને નહિ. માટે જેને સત્યાર્થ ભાસ્યો હોય તે તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહિ. વળી આટલું વિશેષ જાણવું કે-જેને અન્યથા જાણવાથી જીવનું બુરૂ થાય એવા દેવ-ગુરુ-ધર્માદિક વા જીવ-અજીવાદિક તત્ત્વોને તો શ્રદ્ધાળુ જૈની અન્યથા જાણે જ નહિ, એનું તો જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ, તેને જિનની આજ્ઞા માનવાથી જીવનું બુરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તોપણ તેનો વિશેષ દોષ નથી. શ્રીગોમ્મસારમાં પણ કહ્યું છે કે सम्माइट्ठी जीवो उवइटुं पवयणं तु सद्दहदि। સદ્દતિ અભાવ નાણમાણો ગુરુશિયો ITIો ૨૭ જીવકાંડ અર્થ - “સમ્યગ્નેષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને શ્રદ્ધાન કરે છે તથા અજાણમાન ગુરુના યોગથી અસત્યને પણ શ્રદ્ધાન કરે છે”. વળી મને પણ વિશેષજ્ઞાન નથી તથા જિનઆજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે, પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. તેથી આ ગ્રન્થમાં જેવું પૂર્વ ગ્રન્થોમાં વર્ણન છે તેવું જ વર્ણન કરીશ, અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રન્થોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો વિશેષભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો. હવે કેવાં શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તા-શ્રોતા કેવા જોઈએ તે અહીં કહું છું. કેવાં શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે જે આગમ મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ આગમ વાંચવા-સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્ર-રૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવોનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૧૫ નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શ્રૃંગા૨-ભોગ કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા અતત્ત્વ-શ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ જે રાગ-દ્વેષ-મોહ ભાવવડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલુ થવાની તેમણે શું શિક્ષા આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય નથી. અહીં વાંચવા-સાંભળવા પ્રમાણે જોડવાં, શીખવાં, શીખવાડવાં, લખવાં અને લખાવવાં આદિ કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવાં. એ પ્રમાણે સાક્ષાત્ વા પરંપરા વડે એક વીતરાગભાવને પોષણ કરે એવાં શાસ્ત્ર જ અભ્યાસ કરવા યોગ્ય છે. વક્તાનું સ્વરૂપ પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દઢ હોય, કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે ? શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. તેમને કોઈ સમ્યગ્ યુક્તિ વડે તે શ્રદ્ધાળુ કેવી રીતે કરે ? અને શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂલ છે. વળી વિદ્યાભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ એવી શક્તિ વિના તે વક્તાપણાનો અધિકારી કેમ થાય? વળી સમ્યજ્ઞાનવડે સર્વ પ્રકારના વ્યવહાર-નિશ્ચયાદિરૂપ વ્યાખ્યાનનો અભિપ્રાય જે પિછાનતો હોય, કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાણે અન્ય પ્રયોજનપૂર્વક વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે. વળી જેને જિનઆજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય, કારણ કે જો એવો ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી સૂત્રવિરુદ્ધ ઉપદેશ આપી જીવોનું બુરું કરે. કહ્યું છે કે बहुगुणाविज्जाणिलयो असुत्तभासी तहावि मुत्तव्वो । जह वरमणिजुत्तो वि हु विग्धयरो विसहरो लोए ।। અર્થ:- જે પુરુષ ઘણા ક્ષમાદિક ગુણો તથા વ્યાકરણાદિ વિધાનું સ્થાન છે છતાં જો તે ઉત્સૂત્રભાષી છે તો છોડવા યોગ્ય જ છે. જેમ ઉત્કૃષ્ટ મણિસહિત સર્પ છે તે લોકમાં વિશ્ર્વનો જ કરવાવાળો છે. વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય, કારણ કે જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ, તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાયાનુસા૨ વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ ઉંચું છે પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક થઈ જાય અને શ્રોતા ઊંચા થાય. વળી તેનામાં તીવ્ર ક્રોધ-માન ન હોય, કારણ તીવ્ર ક્રોધી માનીની નિંદા ન થાય અને શ્રોતા તેનાથી ડરતા રહે તો તેનાથી પોતાનું હિત કેમ થાય? વળી પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર કરે અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે તથા જે પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો એમ કહે કે મને તેનું જ્ઞાન નથી પણ કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી હું ઉત્તર આપીશ. અથવા કોઈ અવસર પામી તમને કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જ પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બુરું થાય અને જૈનધર્મની પણ નિંદા થાય. અર્થાત જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહિ, પછી કલ્યાણ તો કયાંથી થાય ? તથા જૈનમતની પ્રભાવના પણ થાય નહિ. વળી જેનામાં અનીતિરૂપ લોકનિંઘ કાર્યોની પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ કોણ કરે? ઉલટો જૈનધર્મને લજાવે. વળી તે કુળહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય પણ મિષ્ટ્રવચની તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય. જો એવો ન હોય તો વક્તાપણાની મહત્તા શોભે નહિ. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રીઆત્માનુશાસનમાં પણ કહ્યું છે કે प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, प्रास्ताशः प्रतिभापर: प्रशमवान प्रागेव दृष्टोत्तरः। प्रायः प्रश्नसह: प्रभुः परमनोहारी परानिन्दया, ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः।। ५ ।। અર્થ:- જે બુદ્ધિમાન હોય, સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય, લોકમર્યાદા જેને પ્રગટ થઈ હોય, આશા જેની અસ્ત થઈ હોય, કાંતિમાન હોય, ઉપશમવંત હોય, પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવાવાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પરના વા પર દ્વારા પોતાના નિંદારહિતપણાવડ પરના મનનો હરવાવાળો હોય, ગુણનિધાન હોય અને સ્પષ્ટમિષ્ટ જેનાં વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે. વળી વક્તાનાં વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કે જો વ્યાકરણ-ન્યાયાદિક વા મોટાં મોટાં જૈનશાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે. વળી એ ઉપરાંત અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈનધર્મના મર્મને ન જાણતાં માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે, તો તેનાથી અધ્યાત્મરસમય સાચા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૧૭ જૈનધર્મનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું હોય, કારણ શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે-આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવ એ ત્રણે આત્મજ્ઞાનશૂન્ય કાર્યકારી નથી. વળી દોહા પાહુડમાં પણ કહ્યું છે કેઃ पंडिय पंडिय पंडिय कण छोडि वितुस कंडिया। पय अत्थं तुट्ठोसि परमत्थ ण जाणइ मूढोसि।। ८५ ।। અર્થ:- હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુસ જ ખાંડે છે અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ જ છે. વળી ચૌદ વિદ્યામાં પણ પહેલાં અધ્યાત્મવિધા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મરસનો રસિક વક્તા હોય તે જ જૈનધર્મના રહસ્યનો વક્તા જાણવો. વળી જે વક્તા બુદ્ધિઋદ્ધિના ધારક હોય તથા અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનના ધણી હોય તે મહા વક્તા જાણવા. એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું, પણ ન મળે તો શ્રદ્ધાનાદિક ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. એવા ગુણવંત મુનિ વા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે પણ પદ્ધતિબુદ્ધિવડ વા શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણરહિત પાપી પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. કહ્યું છે કે तं जिण आणपरेणय धम्मो सो यच्च सुगुरू पासम्मि। अह उचिओ सद्धाओ तत्सुवएसस्स कहगाओ।। અર્થ:- જે જિનઆજ્ઞા માનવામાં સાવધાન છે તેમણે નિગ્રંથ સુગુરુના નિકટમાં જ ધર્મ શ્રવણ કરવો યોગ્ય છે, અથવા એ સુગુરુના જ ઉપદેશને કહેવાવાળા ઉચિત શ્રદ્ધાળુ શ્રાવકના મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. એવો ધર્મબુદ્ધિવાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે. પણ જે કષાય બુદ્ધિવડ ઉપદેશ આપે છે તે પોતાનું અને અન્ય જીવોનું બુરું કરે છે. એ પ્રમાણે વક્તાનું સ્વરૂપ કહ્યું. હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે શ્રોતાનું સ્વરૂપ ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું? કયાંથી આવી અહીં જન્મ ધર્યો છે? મરીને કયાં જઈશ? મારું સ્વરૂપ શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે? તથા આ જીવ દુઃખી થઈ ૧ આ ગ્રંથમાં કેટલેક સ્થળે “પદ્ધતિબુદ્ધિ' શબ્દ આવે છે. તેનો અર્થ:- પદ્ધતિ એટલે પરંપરા યા રીતરિવાજ, તેને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ એવો સમજવો જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક રહ્યો છે તો એ દુ:ખ દૂર થવાનો ઉપાય શું છે? મને આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવત થયો છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. કાંઈ પૂછવું હોય તો પૂછે, વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું. વળી જે જૈનધર્મનો દઢ શ્રદ્ધાળુ છે, નાના (અનેક પ્રકારનાં શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, વ્યવહાર-નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત્ નિશ્ચય જાણી અવધારે છે, પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈ પ્રશ્ન કરે છે અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તરવડે વસ્તુનો નિર્ણય કરે છે, શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મબુદ્ધિપૂર્વક નિધ કાર્યોનો ત્યાગી થયો છે; એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ. વળી શ્રોતાનાં વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે. જેને કંઈક વ્યાકરણ ન્યાયાદિકનું વા મહાન જૈનશાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. માટે આત્મજ્ઞાનવડે જે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે. વળી જે અતિશયવંત બુદ્ધિવડે વા અવધિમન:પર્યય-જ્ઞાનવડે સંયુક્ત હોય તે મહાન શ્રોતા જાણવો. એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો છે. અને એવા જૈન શાસ્ત્રના શ્રોતા જોઈએ. વળી શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલુ થશે એવી બુદ્ધિવડ જે શાસ્ત્ર સાંભળે છે પણ જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શક્તા નથી તેને પુણ્યબંધ થાય છે, પરંતુ પોતાનું વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી. વળી કુળપ્રવૃત્તિપૂર્વક વા સહજ યોગ બની આવતાં શાસ્ત્ર સાંભળે છે, વા સાંભળવા છતાં કંઈ અવધારણ કરતા નથી તેને પરિણામ અનુસાર કોઈ વેળા પુણ્યબંધ થાય છે તથા કોઈ વેળા પાપબંધ થાય છે. વળી જે મદ મત્સર ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, વાદ અને તર્ક કરવાનો જ જેનો અભિપ્રાય છે, મહંતતા વા લોભાદિક પ્રયોજન અર્થે જે શાસ્ત્ર સાંભળે છે તથા શાસ્ત્ર તો સાંભળે છે પણ તે સુહાવતું નથી એવા શ્રોતાઓને તો કેવળ પાપબંધ જ થાય છે. એ પ્રમાણે શ્રોતાઓનું સ્વરૂપ જાણવું. આ ઠેકાણે એ જ પ્રમાણે શીખવું-શીખવવું વગેરે જેને હોય તેનું સ્વરૂપ પણ યથાસંભવ સમજવું. ૧. અહીં પ્રસંગને અનુસરીને શ્રી સુદષ્ટિતરંગિણી અનુસાર શ્રોતાઓના જુદા જુદા પ્રકાર દર્શાવીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૧૯ એ પ્રમાણે શાસ્ત્રનું તથા વક્તા-શ્રોતાનું સ્વરૂપ કહ્યું. ત્યાં ઉચિત શાસ્ત્રને ઉચિત વક્તા થઈ વાંચવું તથા ઉચિત શ્રોતા થઈ સાંભળવું યોગ્ય છે. હવે આ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના કરી છે તેની સાર્થક્તા દર્શાવીએ છીએ. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થક્તા આ સંસારરૂપ અટવીમાં સમસ્ત જીવો કર્મનિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારનાં દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા-અંધકાર છવાઈ રહ્યો છે. જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી, પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થકર કેવળી ભગવાનરૂપ સૂર્યનો ઉદય થયો. જેમાં દિવ્યધ્વનિરૂપ કિરણો વડે મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો. જેમ સૂર્યને જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મક્રિયા પણ કરે પરંતુ અંતરંગ પાપ બુદ્ધિ છોડે નહિ. કુગુરુ-કુધર્મને પૂજવાની-માનવાની શ્રદ્ધા મટે નહિ, ક્રોધમાનાદિ કષાય મટે નહિ તથા અંતઃકરણમાં જિનવાણી અત્યંત પ્રેમપૂર્વક રુચે નહિ તેવા શ્રોતા પાષાણ સમાન જાણવા. જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય પણ સાંભળેલાં વચન હૃદયમાં ટકે નહીં તે કુટયા ઘડા જેવા શ્રોતા જાણવા જેમ મેંઢો તેનું પાલન કરનારને જ માથું મારે તેમ જ શ્રોતા અનેક દૃષ્ટાંત, યુક્તિ, શીખામણ અને શાસ્ત્ર રહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહા ઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ ઘાત તથા બુરું વિચારે તેવા શ્રોતા મેંઢા સમાન જાણવા. જેમ ઘોડો ઘાસ-દાણો દેવાવાળા રક્ષકને જ મારે, કરડે, બટકાં ભરવા જાય તેમ જે શ્રોતા જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ શ્રેષ કરવા લાગી જાય તેના અવગુણ-અવર્ણવાદ બોલવા લાગે તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા. જેમ ચાળણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજનરૂપ છે અને અપ્રયોજનરૂપ ભુસું-કાંકરા વગેરે સંગ્રહ કરી રાખે તેમ જે શ્રોતા ઉપદેશદાતા વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતાં માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે, શાસ્ત્રમાં દાન વા ચૈત્યાલય-પ્રભાવનાદિ કરવાની વાત આવે તો આ મૂર્ખ એમ સમજે કે-આ ઉપદેશ મારા ઉપર દેવાય છે, હું ધનવાન છું તેથી આડકતરી રીતે મને ધન ખર્ચવાનું કહે છે, પણ મારી પાસે ધન કયાં છે? તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો આ એમ માને કે-હું શરીર પુષ્ટ છું તેથી આ મને જ કહે છે કે ત૫ કરો, પણ મારાથી તપ કયાં થઈ શકે એમ છે? દાન, પૂજા અને શીલ-સંયમાદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાં તો ઊંઘે અથવા વિભ્રમચિત્ત રાખી સાંભળે નહિ, સભામાં કોઈ કોઈની નિંદા અથવા કલકથા કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે, તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવળી ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતિકર્મના ઉદયથી તેમના શરીરરૂપ પુદ્દગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે. જેનાથી મોક્ષમાર્ગનું સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જયારે કેવળી ભગવાનરૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષમાર્ગને કેવી રીતે પામશે ? અને મોક્ષમાર્ગ પામ્યા વિના જગત જીવો દુ:ખને જ સહશે, એવી કરુણાબુદ્ધિવડે અંગપ્રકીર્ણાદિક ગ્રંથ જેવા મહાન દીપકોનો ઉદ્યોત કર્યો. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, તેમ એ ગ્રન્થો ઉ૫૨થી આચાર્યાદિકોથી અન્ય લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે. સભામાં ગુણ-દોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા ઉપર કહે છે. આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપબંધ જ કરે છે. વક્તાથી જ દોષભાવ કે દ્વેષભાવ આણે છે પણ વક્તાનો ગુણ તો જરાપણ ગ્રહણ કરતા નથી. આવા શ્રોતા ચાળણી સમાન જાણવા. જેમ પવનથી ભરેલી મસક ઉ૫૨થી જલ ભરી દેખાય પણ અંદર તો જરા પણ પાણી નથી, તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઇચ્છાથી રહિત છે, ક્રોધાદિ કષાયપૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે, ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મક તત્ત્વ-ગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે અને બાહ્ય વૈષધારી કુદેવ-કુગુરુના પ્રસંશક છે આવા શ્રોતા મસક સમાન જાણવા. જેમ સર્પને સુંદર દુધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષ જ થાય છે તેમ જેને અમૃત સમાન જિનવચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપબંધ જ કરે છે, તેઓ માત્ર વક્તાનું બુરું જ ચિંતવ્યા કરે છે. આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા. જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીવે પણ અંદર ઝાડોપેશાબાદિ કરી તે જળાશયની અંદર પડી તેને ડહોળી નાંખી બધા જળને ખરાબ કરી મૂકે, પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહિ અને પોતાનું તથા ૫૨નું અંગ મલિન કરી નાંખે; તેમ સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્ત્વચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જિનવાણીનું થન થઈ રહ્યું હોય ત્યાં કોઈ ભોળો, મંદજ્ઞાની–કષાયી મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે-કોઈ એવી છલ ભરી વાત ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓનાં ચિત્ત ઉદ્ગગમય બની જાય. આવા શ્રોતા પાડા સમાન જાણવા. એ પ્રમાણે પાષાણ સમાન, ફુટેલા ઘડા સમાન, મેંઢા સમાન, ઘોડા સમાન, ચાળણી સમાન, મસક સમાન, સર્પ સમાન અને પાડા સમાન આઠ પ્રકારના શ્રોતાઓ મહા અશુભ જાણવાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૨૧ ગ્રન્થો રચાયા. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યા. એ પ્રમાણે ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરંપરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્ય ધ્વનિ વા સર્વ ગ્રન્થો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી તેથી કાંઈ દીપકનો માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું “મોક્ષમાર્ગ પ્રકાશક' એ નામ સાર્થક જાણવું. હવે છ પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ. જેમ કોઈ ધર્મઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહિ, પરંતુ ઉપદેશદાતાનો જ ઘાત વિચારે, આવા શ્રોતા બિલાડા સમાન જાણવા. જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે છે. તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂતાદિ લગાવી તનને મલિન દેખાડે, જાણે કે મને શરીરાદિ ઉપર રાગ જ નથી, ધર્મી જેવો દેખાય, સુંદર સાધુવેષ ધારણ કરે પણ અંતરમાં મહાકષાયી, દ્વેષી, રૌદ્ર પરિણામી હોય, તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચાર પણ ધર્મસેવન ન ઇચ્છે. આવા શ્રોતા બગલા સમાન જાણવા. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહિ તેમ કેટલાક શ્રોતા જિનપ્રવચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે. આવા શ્રોતા પોપટ સમાન જાણવા. જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ બની જાય પણ નિમિત્ત દૂર થતાં તરત પાછી સખત-કઠણ બની જાય તેમ સત્સંગના નિમિત્તમાં, તો જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ-દયાવાન થાય, વ્રત સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહુ કરવા ઇચ્છે તથા તેમની સેવા-ચાકરી કરવા ઇચ્છે, પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતાં ધર્મરહિત કુર પરિણામી બની જાય. આવા શ્રોતા માટી સમાન જાણવા. જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે, તેમ સભામાં શાસ્ત્રવાંચન-ઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે, અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે. આવા શ્રોતા ડાંસ સમાન જાણવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન- મોક્ષમાર્ગના પ્રકાશક પૂર્વ ગ્રન્થો તો હતા જ, તમે નવીન ગ્રન્થ શા માટે બનાવો છો ? ઉત્તર- જેમ મોટા દીપકોનો ઉદ્યોત ઘણા એલાદિકના સાધન વડે રહે છે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે. તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ. વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ-ન્યાયાદિક, જેમ જળોને દૂધથી ભરેલા આંચળને લગાડવામાં આવે તો પણ તે પોતાના જાતિસ્વભાવને લીધે દુધને ગ્રહણ ન કરતાં માત્ર રુધિર જ ગ્રહણ કરે છે તેમ કોઈ શ્રોતા એવા હોય છે કે-તેમને ગમે તેટલો રૂડો, કોમળ અને સમ્યગૂ ધર્મોપદેશ કરો પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે. તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ છે, અમારા ભાગ્યમાં હશે તે થશે. આવા પરિણામવાળા શ્રોતા જળો સમાન જાણવા. એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન. માટી સમાન, ડાંસ સમાન અને જળો સમાન મળી છ પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા તથા તે સિવાય ઉપરના આઠ મળી બારે પ્રકારના અધમ શ્રોતા જાણવા. હવે ગાય, બકરી અને હંસ સમાન ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે. જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દુધ આપે છે તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને બહુ બહુ ચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ, અહો! મારું ભાગ્ય! એમ સમજી તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે, ઉપદેશદાતાનો બહુ બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશલાભથી ધન્યરૂપ સમજે. આવા શ્રોતા ગાય સમાન જાણવા. જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય. કોઈથી વેષભાવ ન કરે, જળાશયમાં પાણી પીવા જાય ત્યાં ઢીંચણભર નમી ધીરેથી પાણી પીવે પણ જળને બગાડ નહિ, તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ન આપે, પુણ્યકારક કથનને ગ્રહણ કરે અને પોતાના કામથી જ કામ રાખે. આવા શ્રોતા બકરી સમાન જાણવા. જેમ હંસને દુધમાં પાણી ભેળવી આપો તોપણ તે પાણીને ન પીતાં માત્ર દુધને જ અંગીકાર કરે છે, કારણ તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેનો સ્પર્શ થતાં જ પાણી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધિકાર [ ૨૩ નય પ્રમાણાદિકનું વા વિશેષ અર્થોનું જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રન્થોનો તો અભ્યાસ બની શકે નહિ તથા કોઈ નાના ગ્રન્થોનો અભ્યાસ બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં આવે છે તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું. વળી જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે તથા જેમ કોઈ કોઢીઆને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે તેમ સંસારપીડિત જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન અને દૂધના અંશો જુદા જુદા થઇ જાય છે, તેમ શુદ્ધ દૃષ્ટિનો ધારક ભેદવિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પરુષોનાં વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી જે તત્ત્વજ્ઞાનપૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે. આવા શ્રોતા હંસ સમાન જાણવા. હવે નેત્ર સમાન, દર્પણ સમાન, ત્રાજવાની દાંડી સમાન અને કસોટી સમાન ચાર પ્રકારના મહા ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ. જેમ નેત્ર ભલા–બુરાને નિર્ણયરૂપ જોઈ શકે છે તેમ ભલા-બુરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી બુરાને છોડી ભલા ઉપદેશનું દઢ શ્રદ્ધાન જેઓ કરે છે તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા. જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ, મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં આવે છે તેમ સમ્યગૂ ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્યસ્વભાવમાં લાગેલી કર્મ-રજને દૂર કરી આત્મપ્રદેશો નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા. જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું-વધતું તરત જણાઈ આવે છે, વા તે દાંડી ઓછા વધતાનું જેમ તોલન કરે છે તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યફપ્રકારે પૂર્વ મહાપુરુષોની આમ્નાયાનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડ છે તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશને અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાંડી સમાન જાણવા. જેમ કસોટી ઉપર ઘસી ભલા–બુરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યગ્રબુદ્ધિરૂપ કસોટી ઉપર પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારી-અહિતકારી ઉપદેશને સમ્યક પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા. વળી સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, ઊહ ( પ્રશ્ન), અપોહ (ઉત્તર) અને તત્ત્વનિર્ણય એ આઠ ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા. એ પ્રમાણે પ્રસંગાનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું. (-સંગ્રાહક-અનુવાદ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક કરે તો તેના અભાગ્યનો મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કે साहीणे गुरूजोगे जे ण सुणतीह धम्मवयणाई। जे धिट्ठदुट्ठचित्ता अह सुहडा भवभयविहुणा।। અર્થ- સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ ધર્મ-વાક્યોને નથી સાંભળતો તે ધીઠ અને દુષ્ટચિત્ત છે. અથવા જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. વળી પ્રવચનસારમાં જ્યાં “મોક્ષમાર્ગ અધિકાર” કહ્યો ત્યાં પણ પ્રથમ આગમજ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય કહ્યું છે. માટે આ જીવનું તો મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોને શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સયંમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહુજ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તે. એથી તમારું કલ્યાણ થશે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પીઠબંધ પ્રરૂપક પ્રથમ અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર બીજો સંસારઅવસ્થા નિરૂપણ કર્મબંધનરોગનું નિદાન મિથ્યાભાવ અભાવથી, જે પ્રગટે નિજભાવ; તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાય. હવે આ ગ્રંથમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છુટવું તેનું નામ મોક્ષ છે. આ આત્માને કર્મબંધન (અનાદિકાળથી) છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે, દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. વળી સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ વૈધ રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે-આ પ્રમાણે આ રોગ થયો છે, તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે જેથી તેને નિશ્ચય થાય કે મને એવો જ રોગ છે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે; એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધનયુક્ત જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે-આ પ્રમાણે કર્મબંધન થયું છે. વળી એ કર્મબંધનના નિમિત્તથી તેને જે જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય થાય કે મને એજ પ્રમાણે કર્મબંધન છે. તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ; એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે. હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું કર્તવ્ય છે. તેથી અહીં પ્રથમ જ તેને કર્મબંધનનું નિદાન બતાવીએ છીએ. કર્મનો સંબંધ અનાદિકાળથી છે કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિકભાવોમાં જીવને પરિભ્રમણ-પણું હોય છે, પણ એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસારઅવસ્થા છે. એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક સંસારઅવસ્થામાં અનંતાનંત જીવદ્રવ્ય છે. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. પણ એમ નથી કે....જીવ પહેલાં ન્યારો હતો તથા કર્મ ન્યારાં હતાં અને પાછળથી તેમનો સંયોગ થયો; તો કેવી રીતે છે? જેમ મેગિરિ આદિ અકૃત્રિમ સ્કંધોમાં અનંતા પુગલપરમાણુઓ અનાદિ કાળથી એક બંધનરૂપ છે, તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે છે, એ પ્રમાણે મળવુંવિખરાવું થયા કરે છે. તેમ સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનંતા કર્મરૂપ પુદ્ગલપરમાણુ એ બંને અનાદિકાળથી એકબંધાનરૂપ છે. તેમાંથી કોઈ કર્મપરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા મળે છે. એ પ્રમાણે મળવું-વીખરાવું થયા કરે છે. પ્રશ્ન:- પુદ્ગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે? કર્મોના અનાદિપણાની સિદ્ધિ ઉત્તર- નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. જેમ નવીન પુદ્ગલપરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ-રુક્ષ ગુણના અંશો વડે જ થાય છે તથા મેગિરિ વગેરે સ્કંધોમાં અનાદિ પુદગલપરમાણુઓનું બંધાન છે ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિકવડ જ થાય છે તથા અનાદિ પુદ્ગલ-પરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વળી જો અનાદિ વિષે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહિ, માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર શાસ્ત્રની તત્ત્વપ્રદીપિકાવૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞયાધિકાર છે, ત્યાં કહ્યું છે કેરાગાદિકનું કારણ તો દ્રવ્ય કર્મ છે તથા દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે.” ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે એ પ્રમાણે તો ઇતરેતરાશ્રય દોષ લાગે છે અર્થાત તે તેના આશ્રયે અને તે તેના આશ્રયે એમ થયું, ક્યાંય થંભાવ રહ્યો નહિ. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કે "एवं सतीतरेतराश्रयदोषः। न हि। अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः પ્રાજીનદ્રવ્યવર્માસ્તત્ર દેતુત્વેનોપાવાના” શ્રી પ્રવચનસાર અ. ૨ ગા. ૨૯ (સળંગ-૧૨૧) અર્થ - એ પ્રમાણે ઇતરેતરાશ્રય દોષ નથી, કારણ અનાદિનો સ્વયંસિદ્ધ દ્રવ્યકર્મનો સંબંધ છે તેને ત્યાં કારણપણાવડ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે. વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. જો કર્મનિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય, કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો સંબંધ અનાદિ જ માનવો. પ્રશ્ન:- જો ન્યારો ન્યારા દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૨૭ ઉત્તર- જેમ મૂળથી જ જળ અને દુધનો, સુવર્ણ અને કિટ્ટીકનો, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો; પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી તમે કહ્યું કે “તે કેમ સંભવે?” પણ અનાદિથી જેમ કોઈ જુદાં દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલાં દ્રવ્યો પણ છે. એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી. પ્રશ્ન- સંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદાં હોય અને પછી મળ્યાં હોય, પણ અહીં અનાદિકાળથી મળેલા જીવ અને કર્મોનો સંબંધ કેમ કહ્યો? ઉત્તર- અનાદિથી તો મળેલાં હતાં, પણ પાછળથી જુદાં થયાં ત્યારે જાણ્યું કે-જુદાં હતાં તો જુદાં થયાં. માટે પહેલાં પણ જુદાં જ હતાં. એ પ્રમાણે અનુમાન વડે વા કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. જીવ અને કર્મોની ભિન્નતા હવે જીવદ્રવ્ય તો દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે, ઇન્દ્રિય-ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે તથા સંકોચવિસ્તારશક્તિસહિત અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મ ચેતનાગુણરહિત જડ, મૂર્તિક અને અનંત પુગલપરમાણુઓનો પુંજ છે. માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બન્ને જાદાં જાદાં જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બંને જુદાં જાણવાં. પ્રશ્ન- મૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું બંધાન કેમ બને? અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ કેવી રીતે થાય છે ઉત્તર:- જેમ વ્યક્ત-ઇંદ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્ત-ઇદ્રિયગમ્ય એવા સ્કુલ પુગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઈદ્રિયગમ્ય ન હોવા યોગ્ય એવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક અમૂર્તિક આત્મા તથા ઇંદ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો–એ બંનેનું પણ બંધાન છે એમ માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈને કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાંસુધી એ બંનેનો સાથ રહે, પણ છુટાં પડે નહિ; તથા પરસ્પર કાર્ય-કારણપણું તેઓને બન્યું રહે એટલું જ અહીં બંધાન જાણવું. હવે મૂર્તિક-અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કાંઈ વિરોધ નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મસંબંધ કહ્યો તે જ પ્રમાણે જુદા જુદા અનંત જીવોને પણ સમજવો. ઘાતિ-અઘાતિ કર્મ અને તેનાં કાર્ય હવે તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં છે, ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણવડ જીવના જ્ઞાનદર્શનસ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ જ્ઞાન-દર્શનની વ્યક્તતા રહે છે. મોહનીયવડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાના વા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય-તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ રહે છે. એ પ્રમાણે ઘાતિકર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ ન સમજવું કે-પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો. પ્રશ્ન - ઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલાં સભાવ હોય તેનો અભાવ કહેવો બને, પરંતુ અહીં સ્વભાવનો સદ્દભાવ તો છે જ નહિ તો પછી ઘાત કોનો કર્યો? ઉત્તર:- જીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય તો કેવળજ્ઞાનાદિ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે તેથી એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ. વળી ચાર અઘાતિકર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે. ત્યાં વેદનીય વડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખ-દુઃખના કારણરૂપ પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મવડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શક્તો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. તથા ગોત્રકર્મવડે ઉંચ-નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અઘાતિકર્મોવડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે. જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખી-દુઃખી થાય છે. વળી શરીરાદિકના સંબંધથી જીવનો અમૂર્તવાદિસ્વભાવ પોતાના સ્વ-અર્થને કરી શક્તો નથી. જેમ કોઈ શરીરને પકડે તો આત્મા પણ પકડયો જાય છે. વળી જ્યાંસુધી કર્મનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૨૯ ઉદય રહે ત્યાંસુધી બાહ્ય સામગ્રી પણ તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શક્તી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્તે જાણવું. પ્રશ્ન:- કર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો ઘાત થવો વા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે? નિર્બળ જડકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાત તથા બાહ્યસામગ્રીનું મળવું ઉત્તર:- જો કર્મ પોતે કર્તા થઈ ઉધમથી જીવના સ્વભાવનો ધાત કરે, બાહ્મ સામગ્રી મેળવી આપે ત્યાર તો કર્મમાં ચૈતન્યપણું પણ જોઇએ તથા બળવાનપણું જોઇએ, પણ એમ તો નથી. સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જયારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી-વિભાવરૂપ પરિણમન કરે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈ પરિણમે છે. જેમ કોઈ પુરુષના માથા ઉપર મોહનધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો, હવે, ત્યાં એ મોહનધૂળને તો જ્ઞાન પણ નથી તેમ તેમાં બળવાનપણું પણ નથી, છતાં પાગલપણું એ મોહનધૂળ વડ જ થતું જોવામાં આવે છે. મોહનધૂળનું તો માત્ર નિમિત્તપણું જ છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈ પરિણમે છે, એવો જ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે. વળી જેમ સૂર્યોદયકાલે ચકલા-ચકવીનો સંયોગ થાય છે ત્યાં કોઈએ દ્રષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદાં કર્યા નથી તેમ કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે જ છુટાં પડે છે. એવો જ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. એ પ્રમાણે કર્મના ઉદય વડે જીવની અવસ્થા થાય છે. હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. નવીન બંધ કેવી રીતે થાય છે જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે; પણ મેઘપટલજનિત નથી. તેમ જીવનો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ છે, તે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાલમાં અભાવ છે તથા એ કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્યસ્વભાવ પ્રગટ વર્ત છે તે જીવના સ્વભાવનો અંશ જ છે; કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. અને એ વડ જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે-આ જે દેખવા જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. વળી એ સ્વભાવવડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છુટવું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ કેમ થાય ? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઊપજેલા ભાવો પણ નવીન કર્મબંધના કારણરૂપ નથી. મોહનીયકર્મના ઉદયવડ જીવને અયથાર્થશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય છે. તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયભાવ થાય છે તે જોકે જીવના અસ્તિત્વમય છે, જીવથી જાદા નથી. જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય છે તો પણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે, પણ કર્મનિમિત્ત દૂર થતાં તેનો અભાવ જ થાય છે. માટે એ જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે. તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે. અઘાતિકર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે. તેમાં શરીરાદિક તો જીવના પ્રદેશોથી એકત્રાવગાહી થઈ એકબંધનરૂપ જ હોય છે, તથા ધન-કુટુંબાદિક જે આત્માથી ભિન્નરૂપ છે તેથી એ બધા બંધનાં કારણ નથી. કારણ કે પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ પણ તેમાં આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિભાવ થાય છે, તે જ બંધના કારણરૂપ જાણવા. યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધ, પ્રદેશબંધ વિશેષમાં એમ જાણવું કે-નામકર્મના ઉદયથી શરીર, વચન વા મન ઉપજે છે, તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચલપણું થાય છે, તે વડે આત્માને પુગલવર્ગણાઓથી એક બંધારૂપ હોવાની શક્તિ થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુઓનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વા તેની ઉત્તર પ્રવૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે, અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ પરિણમી જાય છે. વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. ત્યાં ધર્મના અંગોમાં મન-વચન-કાયાની પ્રવૃતિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હો વા અશુભયોગ હો, પરંતુ સમ્યકત્વ પામ્યા વિના ઘાતિયાકર્મોની સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર આટલું સમજવાનું કે-મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણે પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે. અઘાતિ પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદનીય આદિ પુણ્ય-પ્રકૃતિઓનો, અશુભયોગ હોય તો અસતાવેદનીયાદિ પાપપ્રકૃતિઓનો, તથા મિશ્રયોગ હોય તો કોઈ પુણ્યપ્રકૃતિઓનો તથા કોઈ પાપપ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગદ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ ઉત્તર પ્રવૃતિઓનો વિભાગ થયો તેથી યોગવડ પ્રદેશબંધ વા પ્રકૃતિબંધ થાય છે એમ સમજવું. વળી મોહના ઉદયથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપભાવ થાય છે તે સર્વનું સામાન્યપણે “કષાય” એ નામ છે. તેનાથી કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં અબાધાકાળ છોડી તે પછી જ્યાં સુધી બંધસ્થિતિ પૂર્ણ થાય ત્યાંસુધી સમયે સમયે તે પ્રકૃતિઓનો ઉદય આવ્યા જ કરે છે. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચાયુ વિના બાકીની સર્વ ઘાતિઅઘાતિ કર્મપ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિબંધ તથા ઘણો કષાય હોય તો ઘણો સ્થિતિબંધ થાય છે. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણે આયુનો, અલ્પ કષાયથી ઘણો અને ઘણો કપાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે. વળી એ કપાય વડે જ તે કર્મપ્રકૃતિઓમાં અનુભાગશક્તિના ( ફલદાન શક્તિના) ભેદો થાય છે. ત્યાં જેવો અનુભાગબંધ થાય તેવો જ ઉદયકાળમાં એ પ્રકૃતિઓનું ઘણું વા થોડું ફળ નીપજે છે. ત્યાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓમાં વા અઘાતિકર્મોની પાપપ્રકૃતિઓમાં ૧ આઠ મૂળ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ અને અબાધાકાળનું કોષ્ટક-મૂળ પ્રકૃતિઓ ઉ, સ્થિતિબંધ જ સ્થિતિબંધ ઉ. અબાધાકાળ જ, અબાધાકાળ ૧ જ્ઞાનાવરણ ૩0 | કોકો સાગર | ૧ | અંતર્મુહૂર્ત | ૩ હજાર વર્ષ આયુકર્મ સિવાય સાતે કર્મોની ૨ | દર્શનાવરણ | ૩૦ ૧ | * જઘન્ય અબાધા પોતપોતાની વેદનીય | ૩૦ | ? ૧૨ | મુહૂર્ત | ૩ ” જઘન્યસ્થિતિથી સંખ્યાતગુણી ૪ | મોહનીય ૭ | ૧ | અંતર્મુહૂર્ત | ૭ હજાર વર્ષ અલ્પ હોય છે. તથા:-આયુપ| આયુ ૩૩ | સાગર | પૂર્વકોટી વર્ષ ત્રિભાગ કર્મની જઘન્ય અબાધા આ| ૬ | નામ | ૨૦ | કોકો સાગર | ૮ | મુહૂર્ત | ૨ હજાર વર્ષ | વલીના અસંખ્યાતમાભાગ- 1 ગોત્ર | 0 | પ્રમાણ તથા કોઈ આચાર્યના અંતરાય અંતર્મુહૂર્ત | ૩ હજાર વર્ષ મતે એક અંતર્મુહૂત પણ હોય છે. (શ્રી ગોમ્મસાર કર્મકાંડ ગા. ૧૨૭, ૧૩૯, ૧૫૬, ૧૫૭, ૧૫૮. અનુવાદક-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ] મોક્ષમાર્ગ પ્રકાશક અલ્પકપાય હોય તો અલ્પ અનુભાગ બંધાય છે, અને ઘણો કપાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે, તથા અઘાતિકર્મોની પુણ્યપ્રકૃતિઓમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ અને ઘણો કષાય હોય તો થોડો અનુભાગ બંધાય છે. એ પ્રમાણે કષાયો વડે કર્મપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભાગના ભેદો પડે છે, તેથી કપાયો વડે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે એમ જાણવું. અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા હીનપણાને જ પ્રાપ્ત છે, તથા થોડી પણ મદિરા હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ-પ્રકૃતિ હીનપણાને જ પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે. માટે યોગવડ થયેલો પ્રકૃતિબંધ-પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાયો વડે કરેલો સ્થિતિબંધઅનુભાગબંધ જ બળવાન છે. એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું. જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે. જ્ઞાનહીન જડપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરૂપ પરિણમન પ્રશ્ન:- પુદ્ગલ પરમાણુઓ તો જડ છે તેમને કંઈ જ્ઞાન નથી તો તેઓ યથાયોગ્ય પ્રકૃતિરૂપ થઈ કેવી રીતે પરિણમે છે? ઉત્તર- જેમ ભૂખ લાગતાં મુખધારવડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુગલ-પિંડ, માંસ, શુક્ર અને રૂધિરાદિ ધાતુરૂપ પરિણમે છે, એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે, વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે “હું આમ પરિણમું તથા અન્ય પણ કોઈ પરિણમાવનારો નથી. પરંતુ એવો જ નિમિત-નૈમિતિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે. તેમ કષાય થતાં યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મ પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે. એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૩૩ નથી કે “હું આમ પરિણમ્, તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. લોકમાં પણ એવાં નિમિત્ત-નૈમિત્તિકભાવ ઘણાય બની રહ્યાં છે. જેમ મંત્રના નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે તથા કાંકરી વગેરેમાં સર્પાદિકને રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવર્ડ પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ શક્તિ થાય છે, અહીં વિચારવડે પોતાના ઉધમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી, પર તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું. કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થાનું પરિવર્તન હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે તેનો જ્યાંસુધી ઉદયકાલ ન આવે ત્યાંસુધી તે જીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહરૂપ બંધાન રહે છે. ત્યાં જીવભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણરૂપ થઈ અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિઓની સ્થિતિ વા અનુભાગ થોડો હતો તેનું ઉત્કર્ષણ થઈ ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુઓની અવસ્થા પણ જીવભાવનું નિમિત્ત પામીને પલટાય છે, નિમિત્ત ન બને તો ન પલટાય, જેમની તેમ રહે. એવી રીતે સત્તારૂપ કર્મો રહે છે. વળી જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર સ્વયં કાર્ય બની જાય છે. પણ કર્મ તેના કાર્યને નીપજાવતું નથી, એનો ઉદયકાળ આવતાં તે કાર્ય સ્વયં બની જાય છે. એટલો જ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણવો. વળી જે સમયમાં ફળ નિપજ્યું તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે, તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી જાય છે. એનું જ નામ સવિપાકનિર્જરા છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય છે. કર્મપણું નાશ પામતાં તે પરમાણુ તે જ સ્કંધમાં રહો વા જુદા થઈ જાઓ, એનું કાંઈ પ્રયોજન જ નથી. વિશેષમાં અહીં એટલું જાણવું કે-સંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ અબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક નિપજે છે. વળી અનેક સમયમાં બાંધેલા પરમાણુ બંધસમયથી માંડી ઉદયસમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ રહે છે. એ પ્રમાણે કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક સમયપ્રબદ્ધમાત્ર પરમાણુ બંધાય છે, એક સમયપ્રબદ્ધમાત્ર નિર્જરે છે તથા દોઢગુણહાનિવડ ગુણિત સમયપ્રબદ્ધમાત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ-અધિકારમાં લખીશું ત્યાંથી જાણવું. દ્રવ્ય કર્મ અને ભાવકર્મ તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલદ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ છે તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવવડે સંસારચક્રમાં પરિભ્રમણ થાય છે. એટલું વિશેષ જાણવું કે તીવ્ર-મંદ બંધ હોવાથી વા સંક્રમણાદિ થવાથી વા એક કાળમાં બાંધ્યાં અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યાં એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર-મંદ કષાયોના અનુસારે પૂર્વે બાંધેલાં કર્મોનું પણ સંક્રમણાદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિ કાળથી માંડી ધારા-પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી. નોકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત્ સુખ-દુઃખનું કારણ છે માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીં “નો” શબ્દ ઇષત્ (અલ્પતા) વાચક જાણવો. હવે શરીર તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છવાસ અને વચન એ શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ થાય છે ત્યારે એ શરીરનો સંબંધ છુટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે. વળી તેના અનંતર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે મરણ થાય છે ત્યારે તેનાથી પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૩૫ સંબંધ છુટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને નવીન શરીરનું ગ્રહણ કરવું, અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી છે તોપણ સંકોચ-વિસ્તારશક્તિવર્ડ શરીરપ્રમાણ જ રહે છે. વિશેષ એટલે કે સમુદ્રઘાત થતાં શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે તથા અંતરાલ સમયમાં પૂર્વ શરીર છોડયું હતું તેના પ્રમાણ રૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્ય-ઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી-દુઃખી થાય છે. કોઈ વેળા તો જીવની ઈચ્છાનુસાર શરીર પ્રવર્તે છે તથા કોઈ વેળા શરીરની અવસ્થાનુસાર જીવ પ્રવર્તે છે, તથા કોઈ વેળા અન્યથા ઇચ્છારૂપ પ્રવર્તે છે અને પુદ્ગલ અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નોકર્મની પ્રવૃત્તિ જાણવી. નિત્યનિગોદ અને ઇતરનિગોદ હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્યનિગોદશરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્યનિગોદશરીરને ધારે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્યનિગોદ-શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવરાશિ છે, તે અનાદિ કાળથી ત્યાં જ જન્મમરણ કર્યા કરે છે. વળી ત્યાંથી છ મહિના અને આઠ સમયમાં છસો આઠ જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં વા નરક, તિર્યચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદપર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઈતરનિગોદ કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પમાત્ર છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સધી ત્રસ જીવોમાં કંઈક અધિક બે હજાર સાગર છે અને ઇતરનિગોદમાં અઢીપદગલ-પરાવર્તન માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઈતરનિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણકાળ અસંખ્યાત પુદ્ગલપરાવર્તનમાત્ર છે, અને જઘન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીયન્યાયવત્ છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધનરૂપ રોગ થયો છે. કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ હવે એ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક વિશેષ સ્વરૂપને પ્રકાશવાવાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે એનું જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપ-પ્રતિભાસનનું નામ દર્શન છે તથા વિશેષ સ્વરૂપ પ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી-જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે. જ્ઞાન-દર્શનાવરણકર્મોદયજન્ય અવસ્થા પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ-દર્શનાવરણનો સંબંધ છે, જેના નિમિત્તથી એ શક્તિનું વ્યક્તપણું થતું નથી, પણ એ કર્મોનો ક્ષયોપશમથી કિંચિત્ મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન વર્તે છે. તથા કોઈ વેળા અવધિજ્ઞાન પણ હોય છે. વળી કોઈ વેળા અચક્ષુદર્શન હોય છે તો કોઈ વેળા ચક્ષુદર્શન વા અવધિદર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ. મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ પ્રથમ તો મતિજ્ઞાન છે તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન એ પાંચ દ્રવ્યઇન્દ્રિય તથા હૃદયસ્થાનમાં આઠ પાંખડીના ફુલ્યા કમળના આકારવાળું દ્રવ્યમન એની સહાયતાવડે જ જાણે છે. જેમ મંદ-દષ્ટિવાળો મનુષ્ય પોતાના નેત્રવડે જ દેખે છે, પરંતુ ચશ્માં લગાવવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શક્તો નથી. તેમ આત્માનું જ્ઞાન મંદ છે. હવે તે પોતાના જ્ઞાનવડે જ જાણે છે, પરંતુ દ્રવ્યઇદ્રિય વા મનનો સંબંધ થતાં જ જાણે છે, એ વિના નહિ. વળી નેત્ર તો જેવાને તેવાં જ હોય, પરંતુ ચશ્માની અંદર કાંઈ દોષ હોય તો દેખી શકે નહિ, થોડું દેખે વા અન્યથા દેખે, તેમ ક્ષયોપશમ તો જેવો ને તેવો હોય, પરંતુ દ્રવ્યઇન્દ્રિય વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહિ, થોડું જાણે વા અન્યથા જાણે. કારણ દ્રવ્યઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિજ્ઞાનને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેનું દષ્ટાંતઃ- જેમ મનુષ્યાદિકને બાલ-વૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્યઇન્દ્રિય વા મન શિથિલ હોય તો જાણપણું શિથિલ હોય છે. વળી જેમ શીતવાતુ આદિન નિમિત્તથી સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વા મનના પરમાણુ અન્યથા હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય. વળી એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. તેનું દાંતઃ-જેમ નેત્રઇન્દ્રિયને અંધકારના પરમાણુઅથવા ફૂલા આદિના પરમાણુ વા પાષાણાદિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૩૭ પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહિ. લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન-ચશ્મા વગેરે આડાં આવે તો ઘણું દેખાવા લાગે તથા પ્રકાશ, જળ અને કાચ આદિના પરમાણુ આડા આવે તોપણ જેવું છે તેવું દેખાય. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ જાણવું. વળી મન્ત્રાદિકના પ્રયોગથી, મદિરાપાનાદિકથી વા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું, થોડું જાણવું વા અન્યથા જાણવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન છે એમ સમજવું. વળી એ જ્ઞાનવડ જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે, નજીકથી કેવું જાણે, તત્કાલ કેવું જાણે, ઘણા વખતે કેવું જાણે, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈને અન્યથા પ્રકારે જાણે તથા કોઈને કિંચિત્માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી, એમ એ મતિ-જ્ઞાન પરાધીનતાપૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઈન્દ્રિયોવ તો જેટલા ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થલ પોતાને જાણવા યોગ્ય પુગલસ્કંધ હોય તેને જ જાણી શકે. તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયોવડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંધના સ્પર્ધાદિકનું જાણવું થાય છે. વળી મનવડે પોતાને ૧ પાંચ ઇંદ્રિયોના ઉત્કૃષ્ટ વિષયના જ્ઞાનનું તથા તેની આકૃતિનું યંત્ર (ગોમ્મદસાર, જીવકાંડ, ગાથા ૧૭૦-૧૭૧) ઇન્દ્રિયોનાં એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય | ચતુરિન્દ્રિય | અસંજ્ઞિપંચેન્દ્રિય સંશિપં- પ્રત્યેકની નામ ધનુષ ધનુષ ધનુષ યોજન ધનુષ યોજન ધનુષ ચન્દ્રિ યયોજન આકૃતિ સ્પર્શન જOO KOO ૧૬OO ૩૨OO ૦ ૬૪), ૯ અનેકપ્રકારના રસના 6 ૬૪ ૧૨૮ 6 રપ૬ ૦ ૫૧૨ ૯ ખુરપા જેવી દ્માણ ૦ 0 100 0 500 0 zOO & કદંબના ફુલ જેવી 0 0 ર૯૫૪ 6 પ૯૦૮ ૦ ૪૭૨૬ ૩ મસુરની દાળ” | શ્રોત્ર 0 0 0 2000 ૧૨ જવની નાલી” || 6 - 500 ] 5 0 0 olol ચ8, નોટ - અયોધ્યાનો ચક્રવર્તી આત્યંતર પરિધિમાં આવેલા સૂર્યના વિમાનને ૪૭ર૬ ૩/30 યોજન દૂરથી જોઈ શકે છે. તેથી ચક્ષુ ઇંદ્રિયનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. ઉપર પ્રમાણે ઇંદ્રિય-વિષયોનું જ્ઞાન મર્યાદિત હોવાથી તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇંદ્રિયની વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે. ઈંદ્ર જે આત્મા તેને જાણવાનું જે ચિહ્ન તે ઇંદ્રિય છે. અથવા ઇંદ્ર જે નિપજેલી-દીધેલી તે ઇંદ્રિય છે. ઉપરની મર્યાદાથી અધિક જાણવાની આત્માની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ તેથી અધિક ઇંદ્રિયદ્વારા તે જાણી શક્તો નથી. તેથી જ ઇંદ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત છે. -અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક જાણવા યોગ્ય કિંચિત્માત્ર ત્રિકાલ સંબંધી દૂર વા સમીપક્ષેત્રવર્તી રૂપી, અરૂપી, દ્રવ્ય વા પર્યાયને અત્યંત અસ્પષ્ટ જાણે છે. તે પણ ઇંદ્રિયોવડે જેનું જ્ઞાન થયું હોય વા અનુમાનાદિક જેનું કર્યું હોય તેને જ જાણી શકે. કદાચિત્ પોતાની કલ્પના વડે અસત્ત્ને જાણે. જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત્ કયાંય પણ ન હોય એવા આકારાદિક ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે એ પ્રમાણે મનવડે જાણવું થાય છે. એ ઇંદ્રિયો તથા મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિજ્ઞાન છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઇયળ, શંખ આદિ બેઇદ્રિય જીવોને સ્પર્શ અને રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઈદ્રિય જીવોને સ્પર્શ, ૨સ અને ગંધનું જ્ઞાન છે. ભમરો, માખી અને પતંગાદિક ચૌરિન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ, ગાય, કબુતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી તીર્થંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંશી છે. તેમાં સંશીઓને તો મન-નિત જ્ઞાન હોય છે પણ અસંશીઓને નહિ. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી જ છે તે સર્વને મનનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી. શ્રુતજ્ઞાનની પરાધીન પ્રવૃતિ 66 વળી મતિજ્ઞાનવડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. અક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. ત્યાં જેમ “ ઘટ” એ બે અક્ષર સાંભળ્યા વા દીઠા તે તો મતિજ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તો મતિજ્ઞાન છે અને તેના સંબંધથી આ હિતકારી નથી, તેથી ચાલ્યા જવું” ઈત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુતજ્ઞાન હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુતજ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા મતિજ્ઞાનને પણ આધીન છે, વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું. વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્ર-કાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુદ્દગલોને આધીન છે. અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. દેશાધિ, પરમાધિ અને સર્વાવિધ. એ ત્રણેમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદા-પૂર્વક કિંચિત્માત્ર રૂપી પદાર્થને જાણવાવાળું દેશાવવધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૩૯ જ્ઞાન છે. તે કોઈક જીવને હોય છે, તથા પરમાવધિ, સર્વાવધિ અને મન:પર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવલજ્ઞાન મોક્ષસ્વરૂપ છે. તેથી આ અનાદિ સંસાર અવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. ચક્ષુ-અચકુદર્શનની પ્રવૃત્તિ વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં, મતિજ્ઞાન પહેલાં જે સત્તામાત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુદર્શન વા અચક્ષુદર્શન છે. ત્યાં નેત્રઇન્દ્રિયવડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તથા સ્પર્શન, રસના, ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુદર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. વળી અવધિને વિષયોનો સંબંધ થતાં અવધિજ્ઞાન પહેલાં જે સત્તામાત્રઅવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિદર્શન છે. જેને અવધિજ્ઞાન હોય તેને જ આ અવધિદર્શન હોય છે. ચક્ષુ, અચકું અને 'અવધિદર્શન છે તે મતિજ્ઞાન-અવધિજ્ઞાનવત્ પરાધીન જાણવાં તથા કેવલદર્શન મોક્ષસ્વરૂપ છે તેનો અહીં સદ્ભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સભાવ હોય છે. જ્ઞાન-દર્શનોપયોગાદિની પ્રવૃત્તિ ઉપર પ્રમાણે જ્ઞાન-દર્શનનો સદ્દભાવ જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમ અનુસાર હોય છે. જયારે ક્ષયોપશમ થોડો હોય ત્યારે જ્ઞાન-દર્શનની શક્તિ પણ થોડી હોય છે તથા જયારે ઘણો હોય ત્યારે ઘણી હોય છે. વળી ક્ષયોપશમથી શક્તિ તો એવી બની રહે પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે. એ પરિણમનનું નામ જ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનોપયોગ હોય છે વા દર્શનોપયોગ હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેમ મતિજ્ઞાન હોય ત્યારે અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે. વળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ ઉષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા રુક્ષાદિને ન જ જાણે. એ પ્રમાણે એક જીવને એક ૧. શ્રુતદર્શન અને મન:પર્યયદર્શન હોતા નથી કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે( તત્ત્વાર્થસૂત્ર અ.૧ સૂત્ર ૨૨). તથા મન:પર્યય જ્ઞાન મતિજ્ઞાનના ભેદરૂપ ઈહામતિજ્ઞાનપૂર્વક થાય છે. (દ્રવ્યસંગ્રહુ ગા. ૪૪ની સં. ટીકા) મતિજ્ઞાન દર્શનોપયોગપૂર્વક થાય છે તેથી શ્રુતદર્શન અને મન:પર્યયદર્શન-એવા બે ભેદ દર્શનોપયોગમાં હોઇ શકે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક કાળમાં કોઈ એક જ્ઞય વા દશ્યમાં જ્ઞાન ના દર્શનનું પરિણમન હોય છે. એમ જ જોવામાં આવે છે.-જયારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો પદાર્થ પણ દેખાતો નથી. એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. વળી એ પરિણમનમાં શીવ્રતા ઘણી છે તેથી કોઈ વેળા એવું માની લે છે કે-અનેક વિષયોનું યુગપત્ જાણવું-દેખવું પણ થાય છે, પણ તે યુગપત્ પણ થતું નથી, ક્રમપૂર્વક જ થાય છે. સંસ્કારબળથી તેનું સાધન રહે છે. જે કાગડાના નેત્રમાં બે ગોલક છે પણ પુતળી એક છે. એ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે. તે જ પ્રમાણે આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે. પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે જે વડે સર્વ દ્વારોનું સાધન રહે છે. પ્રશ્ન:- જો એક કાળમાં એક જ વિષયનું જાણવું-દેખવું થાય છે તો ક્ષયોપશમ પણ એટલો જ થયો કહો, ઘણો શા માટે કહો છો? વળી તમે કહો છો કે ક્ષયોપશમથી શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળજ્ઞાન-દર્શનની હોય છે. ઉત્તર- જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને કોઈએ રોકયો અને કહ્યું કે આ પાંચ ગામોમાં જ જાઓ અને તે પણ એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો પાંચ ગામોથી અધિક ગામોમાં તે ગમન કરી શક્તો નથી. વળી પાંચ ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ છે, તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા-જાણવાની શક્તિ તો છે, પણ તેને કર્મોએ રોકયો, અને ક્ષયોપશમ એટલો જ થયો કે-સ્પર્શાદિક વિષયોને જાણો વા દેખો, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો વા દેખો. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને દેખવા-જાણવાની શક્તિ તો છે પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે. વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી, તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખી-જાણી શક્તો નથી. વળી પોતાના યોગ્ય વિષયોને દેખવા-જાણવાની પર્યાયઅપેક્ષા વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે તેથી તેને દેખી જાણી શકે છે, પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવા-જાણવાની હોય પ્રશ્ન:- એ તો જાણ્યું, પરંતુ ક્ષયોપશમ તો હોય છતાં બાહ્ય ઈન્દ્રિયાદિકને અન્યથા નિમિત્ત મળતાં દેખવું-જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય છે, હવે એમ થતાં કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૪૧ ઉત્તર:- જેમ રોકવાવાળાએ એમ કહ્યું કે-પાંચ ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોપશમ થયો છે કેઆટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો વા જાણો. અને તે પણ આટલાં બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવુંજાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષયોપશમના જ વિશેષ છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્તે જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડા આવતાં દેખવું થાય નહિ, પરંતુ ઘુવડ અને બિલાડાં આદિ પ્રાણીઓને આડાં આવવા છતાં પણ દેખવાનું બને છે, એ પ્રમાણે આ ક્ષયોપશમની જ વિશેષતા છે. અર્થાત્ જેવો જેવો ક્ષયોપશમ હોય તેવું તેવું જ દેખવું-જાણવું થાય છે. એ પ્રમાણે આ જીવને ક્ષયોપશમજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. વળી મોક્ષમાર્ગમાં અવધિ-મન:પર્યયજ્ઞાન હોય છે તે પણ ક્ષયોપશમ જ્ઞાન જ છે. તેની પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાવારૂપ વા પરદ્રવ્યનું આધીનપણું જાણવું. વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ઉદયના નિમિત્તથી જ્ઞાન-દર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી થોડા અંશોનો સદ્દભાવ હોય છે. મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કપાયભાવ થાય છે. ત્યાં દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્ત્વશ્રદ્ધાન કરે છે, જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પુદ્ગલદ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે એના સંયોગરૂપ નાના પ્રકાર મનુષ્ય-તિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શક્તો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે, વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે, શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. સ્વભાવ-પરભાવનો વિવેક થઈ શક્તો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધન-કુટુંબાદિકનો સંબંધ થાય છે; અને તે પોતાને આધીન પરિણમતા નથી તોપણ તેમાં આ જીવ મમકાર કરે છે કે “આ બધાં મારાં છે,” પણ એ કોઈ પણ પ્રકારથી પોતાનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાનાં માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્ત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે દર્શનમોહના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે. તથા જ્યારે મંદ ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય છે. ચારિત્રમોહરૂપ જીવની અવસ્થા ચારિત્રમોહના ઉદયથી આ જીવને કપાયભાવ થાય છે ત્યારે પોતે દેખતો-જાણતો છતાં પણ પરપદાર્થોમાં ઈષ્ટ–અનિષ્ટપણે માની ક્રોધાદિ કરે છે. ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બુરું થવું ઇચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બૂરાં લાગતાં તેને તોડવા-ફોડવા આદિ રૂપથી તેનું બૂર ઇચ્છે છે તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધ-બંધનાદિ વા પ્રહારાદિવડ દુ:ખ ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતન-અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂર લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે કરીને તે પરિણમનનું બૂરું ઈચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરું થવાની ઇચ્છા તો કરે, પણ બૂરું થવું તે ભવિતવ્યઆધીન છે. માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણે માની તેને નીચો પાડવા અને પોતે ઉંચો થવા ઈચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા વા નિરાદરાદિવડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઇચ્છે છે. તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા વા પોતાને આધીન કરવા ઇચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. લોકમાં પોતે જેમ ઉંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચ. બીજો કોઈ પોતાનાથી –ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માનવડે પોતાની મહંતતાની ઈચ્છા તો ઘણી કરે, પણ મહંતતા થવી ભવિતવ્યઆધીન છે. માયા કષાયનો ઉદય થતાં કોઈ પદાર્થને ઈષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ છળપ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઇચ્છે. રત્ન-સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૪૩ દાસાદિ સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થાઓ કરે વા બીજા ચેતન-અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે. ઈત્યાદિ છળવડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે. એ પ્રમાણે માયા વડે ઇષ્ટસિદ્ધિ અર્થે નાના પ્રકારના છળ તો કરે છતાં ઇષ્ટસિદ્ધિ થવી ભવિતવ્યઆધીન છે. લોભ કષાયનો ઉદય થતાં અન્ય પદાર્થને ઇષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઇચ્છે. વસ્ત્ર, આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રી-પુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે. વળી પોતાનું વા અન્ય સચેતન-અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઇષ્ટરૂપ માની તેને તે પ્રકારના પરિણમનરૂપ પરિણમાવવા ઇચ્છે. એ પ્રમાણે લોભથી ઇષ્ટપ્રાપ્તિની ઈચ્છા તો ઘણી કરે, પરંતુ ઇષ્ટ-પ્રાપ્તિ થવી ભવિતવ્યઆધીન છે. એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે. ત્યાં એ કષાય ચાર ચાર પ્રકારના છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રતયાખ્યાનાવરણી અને સંજ્વલન. જે કષાયના ઉદયથી આત્માને સમ્યકત્વ અને સ્વરૂપાચરણચારિત્ર ન થઈ શકે તે અનંતાનુબંધી કષાય છે. જે કષાયના ઉદયથી આભાને દેશચારિત્ર ન પ્રાપ્ત થાય, તથા જેથી કિંચિત્ પણ ત્યાગ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે. જે કપાયના ઉદયથી સકળચારિત્ર ન હોય, જેથી સર્વત્યાગ ન બની શકે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. જે કષાયના ઉદયથી સકળચારિત્રમાં દોષ ઉપજ્યા કરે, જેથી યથાવાતચારિત્ર ન થઈ શકે તે સંજ્વલન કષાય છે. હવે અનાદિ સંસારઅવસ્થામાં એ ચારે કષાયોનો નિરંતર ઉદય હોય છે. પરમ કૃષ્ણલેશ્યારૂપ તીવ્ર કષાય હોય ત્યાં પણ તથા શુકલલેશ્યરૂપ મંદ કષાય હોય ત્યાં પણ નિરંતર એ ચારે કષાયોનો ઉદય રહે છે, કારણ કે તીવ્રમંદતાની અપેક્ષાએ એ અનંતાનુબંધી આદિ ભેદ નથી, પણ સમ્યકત્વાદિ ઘાતવાની અપેક્ષાએ એ ભેદ છે. એ કષાયની પ્રકૃતિઓનો તીવ્ર અનુભાગ ઉદય થતાં તીવ્ર ક્રોધાદિ થાય છે તથા મંદ અનુભાગ ઉદય થતાં મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત થતાં એ ચારમાંથી ત્રણ, બે અને એકનો ઉદય રહી અનુક્રમે ચારેનો અભાવ થાય છે. વળી એ ક્રોધાદિ ચાર કષાયમાંથી એક કાળમાં કોઈ એક જ કષાયનો ઉદય હોય છે. એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કારણ-કાર્યપણે વર્તે છે. કોઈ વેળા ક્રોધથી માનાદિ થઈ જાય છે, કોઈ વેળા માનથી ક્રોધાદિ થઈ જાય છે. તેથી પરસ્પર એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક કષાયોમાં કોઈ વેળા ભિન્નતા ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી, એ પ્રમાણે કષાયરૂપ પરિણમન થાય છે. વળી ચારિત્રમોહના ઉદયથી નોકષાય થાય છે. હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઇષ્ટપણું માની પ્રફુલ્લિત થાય છે-હર્ષ માને છે, રતિના ઉદયથી કોઈને ઇષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છેત્યાં આસક્ત થાય છે, અતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે-ત્યાં ઉદ્વેગરૂપ થાય છે. શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે-ખેદ માને છે, ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે-તેનો સંયોગ ઇચ્છતો નથી, જુગુપ્સાના ઉદયથી કોઈ પદાર્થને અનિષ્ટ માની તેની ઘૃણા-તિરસ્કાર કરે છે-તેનો વિયોગ થવો ઇચ્છે છે, એમ હાસ્યાદિ છ જાણવા. તથા વેદના ઉદયથી તેને કામપરિણામ થાય છે, ત્યાં સ્ત્રીવેદના ઉદયથી પુરુષ સાથે રમવાની ઇચ્છા થાય છે, પુરૂષવેદના ઉદયથી સ્ત્રી સાથે રમવાની ઈચ્છા થાય છે અને નપુંસક વેદના ઉદયથી એકસાથે બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ પ્રમાણે એ નવ નોકષાય છે. ક્રોધાદિ જેવા એ બળવાન નથી તેથી એને ઈષત્કષાય અર્થાત્ નોકષાય કહેવામાં આવે છે. અહીં “નો ” શબ્દ ઈષવાચક જાણવો. એ નોકષાયનો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે. ', એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્રમોહના ઉદયથી મિથ્યા-ત્વભાવ તથા કષાયભાવ થાય છે. એ જ સંસારના મૂળ કારણ છે. વળી વર્તમાનકાળે પણ જીવ એનાથી જ દુ:ખી છે. તથા ભાવી સંસારના કારણરૂપ કર્મબંધનનું મૂળ કારણ પણ એ જ છે. એનું જ બીજું નામ મોહ તથા રાગ-દ્વેષ છે. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મસાવધાનતાનો અભાવ હોય છે. વળી માયા-લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણે પ્રકારના વેદ એ બધાનું નામ રાગ છે, કારણ કે ત્યાં ઈષ્ટબુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધ-માન એ બે કષાય અને અતિ, શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે, કારણ કે ત્યાં અનિષ્ટબુદ્ધિ થઈ દ્વેષ વર્તે છે. સામાન્યપણે એ રાગ-દ્વેષ અને મોઢુ એ બધાનું નામ મોહ છે, કારણ કે એ બધાયમાં સર્વત્ર અસાવધાનતા જ હોય છે. અંતરાયકર્મોદયજન્ય અવસ્થા અંતરાયકર્મના ઉદયથી જીવ ઈચ્છે છે તે થતું નથી. દાન આપવા ઇચ્છે પણ આપી શકે નહિ, વસ્તુની પ્રાપ્તિ ઇચ્છે પણ થાય નહિ, ભોગ ભોગવવા ઇચ્છે પણ ભોગવી શકે નહિ, ઉપભોગ લેવા ઇચ્છે પણ લેવાય નહિ અને પોતાની જ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવા ઈચ્છે પણ તે પ્રગટ થઇ શકે નહિ. એ પ્રમાણે અંતરાય ઉદયથી પોતે જે ઈચ્છે તે થતું નથી, તથા એના ક્ષયોપશમથી કિંચિત્માત્ર ઇચ્છેલું પણ પ્રાપ્ત થાય છે, ઇચ્છા તો ઘણી જ છે પરંતુ એ ઈચ્છેલું પણ કિંચિત્માત્ર મળે છે. ઘણું દાન દેવા ઈચ્છે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૪૫ પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઇચ્છે પણ થોડો જ લાભ થાય. જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણની જરૂર પડે છે. એ પ્રમાણે ઘાતિ કર્મોના ઉદયથી આત્માની અનેક અવસ્થા થાય છે. વેદનીયકર્મોદયજન્ય અવસ્થા અઘાતિ કર્મોમાં વેદનીયકર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ-દુઃખનાં કારણો નિપજે છે. શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ, પીડા ઇત્યાદિ સુખ-દુ:ખનાં કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ઋતુપવનાદિક વા ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ તથા અણગમતાં ઋતુ-પવનાદિક વા અનિષ્ઠ સ્ત્રી, પુત્ર, શત્રુ, દારિદ્રય, વધ, બંધનાદિક સુખ-દુઃખના કારણો મળી આવે છે. એ બાહ્યકારણો કહ્યાં તેમાં કોઈ કારણ તો એવાં છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખ-દુ:ખના કારણ હોય છે, અને એ જ સુખ-દુ:ખનું કારણ થાય છે. વળી કોઈ કારણ એવાં છે કે પોતે જ સુખ-દુ:ખનું કારણ થાય છે. એ પ્રમાણે કારણોનું મળવું વેદનીયકર્મના ઉદયથી થાય છે. ત્યાં સાતાવેદનીયના ઉદયથી સુખનાં કારણો મળી આવે છે તથા અસતાવેદનીયના ઉદયથી દુઃખનાં કારણો મળી આવે છે અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ-દુ:ખ ઉપજાવતાં નથી, પણ મોહકર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ-દુઃખ માને છે. વેદનીયકર્મના ઉદયને અને મોહનીયકર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જયારે સાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે તથા જયારે અસતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે દુઃખમાનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ થાય છે. જેમ કોઈને સાતાવેદનીયના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય છે તેવું જ વસ્ત્ર કોઈને અસાતાદેવનીયના ઉદયથી મળતાં દુ:ખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ તો સુખ-દુઃખનું નિમિત્ત માત્ર છે, સુખ-દુ:ખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી મુનિજનોને અનેક ઋદ્ધિ આદિ તથા પરિષહ આદિ કારણો મળવા છતાં પણ સુખ-દુઃખ ઉપજતું નથી. તથા મોહી જીવને કારણે મળો વા ન મળો તોપણ પોતાના સંકલ્પથી જ સુખદુઃખ થયા કરે છે. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતાં તીવ્ર સુખ-દુઃખ થાય છે તે જ કારણો મળતાં મંદ મોહીને મંદ સુખ-દુ:ખ થાય છે. માટે સુખ-દુ:ખ થવાનું કારણ મૂળ બળવાન કારણ મોહકર્મનો ઉદય છે. અન્ય વસ્તુ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના પરિણામોને નિમિત્ત-નૈમિત્તિકની મુખ્યતા હોય છે. જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ-દુઃખનું કારણ માને છે. એ પ્રમાણે વેદનીયકર્મના ઉદયથી સુખ-દુઃખના કારણો નિપજે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક આયુકર્મોદયજન્ય અવસ્થા આયુકર્મના ઉદયવડે મનુષ્યાદિ પર્યાયોની સ્થિતિ રહે છે. જ્યાંસુધી આયુકર્મનો ઉદય રહે છે ત્યાંસુધી રોગાદિક અનેક કારણો મળવાં છતાં પણ શરીરથી સંબંધ છુટતો નથી તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી, પણ તે જ વખતે આત્મા અને શરીર જુદાં થઈ જાય છે. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું કારણ આયુકર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય છે. વળી ત્યાં પણ જ્યાં સુધી આયુનો ઉદય રહે ત્યાં સુધી તે પર્યાયરૂપ પ્રાણોના ધારણથી જીવવું થાય છે અને આયુનો ક્ષય થતાં એ પર્યાયરૂપ પ્રાણોના છુટવાથી મરણ થાય છે. સહજ જ એવું આયુકર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો નથી એવો નિશ્ચય કરવો. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ કરી રહે પછી તેને છોડી અન્ય નવીન શરીર ધારણ કરે છે. માટે શરીરસંબંધની અપેક્ષાએ જન્માદિક છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય છે, તોપણ મોહી જીવને ભૂત-ભવિષ્યનો વિચાર નથી, તેથી પામેલ પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે. એ પ્રમાણે આયુકર્મ વડે પર્યાયની સ્થિતિ જાણવી. નામકર્મોદયજન્ય અવસ્થા નામકર્મના ઉદયથી આ જીવને મનુષ્યાદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. તે પર્યાયરૂપ પોતાની અવસ્થા થાય છે. ત્યાં ત્રણ-સ્થાવરાદિક ભેદ હોય છે. તથા ત્યાં એકેન્દ્રિયાદિ જાતિને ધારણ કરે છે. એ જાતિકર્મના ઉદયને અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્ત-નૈમિત્તિકપણું જાણવું. જેવો ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે. વળી શરીરનો સંબંધ હોય છે ત્યાં શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશોનું એક બંધાન થાય છે. તથા સંકોચ વિસ્તારરૂપ થઈને આત્મા શરીરપ્રમાણ રહે છે. નોકર્મરૂપ શરીરમાં અંગોપાંગાદિકના યોગ્ય સ્થાન પ્રમાણસહિત હોય છે. એ વડ જ સ્પર્શન રસના આદિ દ્રવ્યઇન્દ્રિયો નિપજે છે. વા હૃદયસ્થાનમાં આપાંખડીવાળા ખીલેલા કમળના આકાર જેવું દ્રવ્યમાન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિકના ભેદ વા વર્ણાદિકના વિશેષ હોવા તથા સ્યુલસૂક્ષ્માદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરિણમેલા પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોચ્છવાસ અથવા સ્વર નિપજે છે એ પણ પુદ્ગલના પિંડ છે તથા એ શરીરથી એક બંધાનરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે. શ્વાસોચ્છવાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય રહે. માટે શ્વાસોચ્છવાસ જીવિતવ્યનું કારણ છે. જેમ આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates દ્વિતીય અધિકાર [ ૪૭ શરીરમાં હાડ-માંસાદિક છે તેમ પવન પણ છે. વળી જેમ હાથ વગેરે વડ કાર્ય કરીએ છીએ તેમ પવન વડે પણ કાર્ય કરીએ છીએ. મોંઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ છીએ અને મલાદિક પણ પવનથી જ બહાર કાઢીએ છીએ, એમ અન્ય પણ જાણવું. નાડી, વાયુરોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરનાં અંગ જાણવાં. વળી સ્વર છે તે શબ્દ છે. તે જેમ વીણાની તાંતને હલાવતાં ભાષા-રૂપ હોવા યોગ્ય પુદ્ગલસ્કન્ધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે તેમ તાળુ, હોઠ ઇત્યાદિ અંગોને હલાવતાં પ્તિમાં ગ્રહેલા જે પુદગલસ્કંધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે. વળી શુભ-અશુભ ગમનાદિક થાય છે ત્યાં એમ જાણવું કે જેમ બે પુરુષોને એકદંડી બેડી હોય ત્યાં એક પુરૂષ ગમનાદિ કરવા ઈચ્છે તો ગમનાદિ ન થઈ શકે, પણ બીજો ગમનાદિ કરે તો જ ગમનાદિ થઇ શકે, પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમનાદિ થઈ શકે નહિ. તથા બંનેમાંથી એક બળવાન હોય તો તે બીજાને પણ ઘસડી જાય. તેમ આત્માને અને શરીરાદિરૂપ પુગલને એકત્રાવગાહરૂપ બંધાન છે. ત્યાં આત્મા હુલન-ચલનાદિ કરવા ઈચ્છે પણ પુગલ એ શક્તિવર્ડ રહિત બની હલન-ચલન ન કરે વા પુદ્ગલમાં શક્તિ હોવા છતાં પણ આત્માની ઇચ્છા ન હોય તો હલન-ચલનાદિ થઈ શકે નહિ. તથા એ બંનેમાં પુદ્ગલ બળવાન થઈ હાલવા-ચાલવા લાગે તો તેની સાથે ઇચ્છા વિના પણ આત્મા હાલવા-ચાલવા લાગે. એ પ્રમાણે હલન-ચલનાદિ ક્રિયા થાય છે વળી તેને અપજશ આદિ બાહ્ય નિમિત્ત બને છે. એમ એ કાર્ય નિપજે છે. એ વડે મોહ અનુસાર આત્મા સુખી-દુઃખી પણ થાય છે. એમ નામકર્મના ઉદયથી સ્વયમેવ નાના પ્રકારરૂપ રચના થાય છે, અન્ય કોઈ કરવાવાળો નથી. તીર્થકરાદિ પ્રકૃતિ તો (આ કાળે અહીં છે જ નહિ. ગોત્રકર્મોદયજન્ય અવસ્થા ગોત્રકર્મથી નીચ-ઉચ્ચ કુલોમાં આત્માનું ઊપજવું થાય છે, ત્યાં પોતાનું હીન-અધિકપણું પ્રાપ્ત થાય છે, મોહના નિમિત્તથી આત્મા સુખી-દુઃખી પણ થાય છે. એ પ્રમાણે અઘાતિ કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. એમ આ અનાદિ સંસારમાં ઘાતિ-અઘાતિ કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. હે ભવ્ય! તારા અંતરંગમાં તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહિ? વિચાર કરતાં તો તને એમ જ પ્રતિભાસશે જો એમ જ છે તો તું એમ માન કે “મને અનાદિ સંસાર રોગ છે તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે,” એ વિચારથી તારું કલ્યાણ થશે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વિષે સંસાર-અવસ્થા-નિરૂપક બીજો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર ત્રીજો સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ જે નિજ ભાવ સદા સુખદ, નિજનો કરો પ્રકાશ; જે બહુ વિધિ ભવ દુઃખતણી, કરે છે સત્તા નાશ. હવે એ સંસાર-અવસ્થામાં નાના પ્રકારનાં દુ:ખ છે તેનું વર્ણન કરીએ છીએ. કારણ કે જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ? આ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ વૈધ રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી પછી તેનો ઈલાજ કરવાની રુચિ કરાવે છે તેમ અહીં પણ પ્રથમ સંસારરોગનું નિદાન તથા એ સંસારરોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસારરોગનો નિશ્ચય કરાવી તેનો ઉપાય કરવાની રુચિ કરાવે છે. જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરંતુ તેનું મૂળ કારણ જાણે નહિ, સાચો ઉપાય જાણે નહિ અને દુઃખ પણ સહ્યું જાય નહિ ત્યારે પોતાને ભાસે એવા જ ઉપાય કર્યા કરે, પણ એથી દુઃખ દૂર થાય નહિ. એટલે તરફડી-તરફડી પરવશ બની એ જ દુ:ખોને સહન કરે છે, એ દુ:ખોનું મૂળ કારણ જાણતો નથી. તેને જેમ વૈદ્ય દુઃખનું મૂળ કારણ બતાવે, દુઃખનું સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ બતાવે ત્યારે જ સાચો ઉપાય કરવાની રોગીને રુચિ થાય; તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી અને દુઃખ સહ્યું પણ જતું નથી, ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, પણ એથી દુઃખ દૂર થાય નહિ એટલે તરફડી તરફડી પરવશ બની એ જ દુ:ખોને સહન કર્યો કરે છે.એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ બતાવીએ, દુ:ખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જૂઠાપણું બતાવીએ તો તેને સાચો ઉપાય કરવાની રુચિ થાય. એ વર્ણન કરીએ છીએ. દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ | સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શનમોહના ઉદયથી થયેલા અતત્ત્વશ્રદ્ધાન-મિથ્યાદર્શન છે તેનાથી વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતાં અન્યથા પ્રતીતિ થાય છે. વળી એ મિથ્યાદર્શનના નિમિત્તથી ક્ષયોપશમરૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે, જેથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતાં અન્યથા જ જાણવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર | [ ૪૯ થાય છે. ચારિત્રમોહના ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતાં અન્યથા પ્રવર્તે છે. એ પ્રમાણે એ મિથ્યા-દર્શનાદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. એ કેવી રીતે? તે અહીં કહીએ છીએ. મિથ્યાત્વનું સ્વરૂપ મિથ્યાદર્શનાદિકથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શક્તો નથી. પોતે એક આત્મા તથા અનંત પુદ્ગલપરમાણમય શરીર-એના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નીપજે છે તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. આત્માના જ્ઞાન-દર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત્ જાણવું-દેખવું થાય છે, કર્મઉપાધિથી થયેલા ક્રોધાદિભાવરૂપ પરિણમન થાય છે, અને શરીરને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્કૂલ-કૃષાદિક-સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ ઇંદ્રિય અને મન દ્વારા થાય છે તેથી આ જીવ એમ માને છે કે- ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધાં મારાં અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાથી ઈન્દ્રિયોમાં પ્રીતિ હોય છે. મોહજનિત વિષયઅભિલાષા મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ત્યાં એ વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “આ હાડનો સ્વાદ આવે છે,” તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “આ વિષયનો સ્વાદ છે, ” પણ વિષયમાં તો સ્વાદ છે જ નહિ. પોતે જ ઇચ્છા કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ “હું અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું” એવો નિ:કેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ “મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂછ્યું, પદાર્થ સ્પર્ધો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યાં, મારે આ જાણવું જોઈએ” એ પ્રકારના જ્ઞયમિશ્રિત જ્ઞાનના અનુભવવડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે. હવે ઇચ્છા ત્રિકાલવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે કે “હું સર્વને સ્પર્શ, સર્વને સ્વાદું, સર્વને સૂવું, સર્વને દેખું, સર્વને સાંભળું અને સર્વને જાણું.” એટલી બધી ઇચ્છા હોવા છતાં શક્તિ તો એટલી જ છે કે ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાંથી કોઈને કિંચિત્માત્ર ગ્રહણ કરે વા સ્મરણાદિકવડે મનથી કિંચિત્ જાણે, અને તે પણ બાહ્ય અનેક કારણ મળતાં જ સિદ્ધ થાય. તેથી કોઇ કાળે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ ]. મોક્ષમાર્ગ પ્રકાશક એની ઇચ્છા પૂર્ણ થતી નથી. કારણ કે એવી ઇચ્છા તો કેવળજ્ઞાન થતાં જ સંપૂર્ણ થાય પણ ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયદ્વારા તો કદી પણ ઇચ્છા પૂર્ણ થાય નહિ, અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયગ્રહણની નિરંતર ઇચ્છી રહ્યા જ કરવાથી આ જીવ આકુળ-વ્યાકુલ બની દુઃખી થઈ રહ્યો છે. એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો નથી. જેમ હાથીને કપટની હાથણીનું શરીર સ્પર્શવાની, મચ્છને જાળમાં લગાવેલું માંસ ચાખવાની, ભમરાને કમળની સુગંધ સુંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની એવી ઇચ્છા હોય છે કે તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની ૧ જણાય છે. એ ઇન્દ્રિયોની પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતુ મૂકે તેમ, વિષયોમાં જંપાપાત કરે છે. નાના પ્રકારનાં કષ્ટવડે ધન ઉપજાવે અને વિષયને અર્થે તેને ગુમાવે. વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય, નરકાદિકના કારણરૂપ જે હિંસાદિક કાર્ય તેને પણ કરે વા ક્રોધાદિક કષાયો ઉપજાવે. બિચારો શું કરે? ઇન્દ્રિયોની પીડા ન સહન થવાથી તેને અન્ય કાંઈ વિચાર આવતો નથી. એ પીડાથી જ પીડિત થઇ ઇન્દ્રાદિક દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે. પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છા હિત બની દુઃખનું કારણ થયું છે. હવે એ દુઃખ દૂર થવાનો ઉપાય આ જીવ કેવો કરે છે તે કહીએ છીએ. ઉપર કહેલ દુ:ખની નિવૃત્તિના ઉપાયોનું જૂઠાપણું ઇદ્રિયો વડે વિષયોનું ગ્રહણ થતાં મારી ઇચ્છા પૂર્ણ થશે એમ જાણી પ્રથમ તો નાના પ્રકારનાં ભોજનાદિકો વડે ઇંદ્રિયોને પ્રબલ કરે છે, તથા એમ જ જાણે છે કે જો ઇંદ્રિયો પ્રબળ રહે તો મને વિષય ગ્રહણ કરવાની શક્તિ વધે. તેમાં અનેક બાહ્ય કારણોની જરૂર હોવાથી તેનું નિમિત્ત મેળવે છે. પોતાને સન્મુખ થયેલા વિષયોને ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે તેથી અનેક બાહ્ય ઉપાયો વડ વિષયોનો અને ઇંદ્રિયોનો સંયોગ મેળવે છે. નાના પ્રકારનાં વસ્ત્રાદિક, ભોજનાદિક, પુષ્પાદિક, મંદિર-આભૂષણાદિક વા ગાયક-વાજિંત્રાદિકનો સંયોગ મેળવવા માટે ઘણો જ ખેદખિન્ન થાય છે. જ્યાંસુધી એ વિષયો ઇંદ્રિયસન્મુખ રહે ત્યાં સુધી તો તેનું કિંચિત સ્પષ્ટ જાણપણું રહે, પણ પછી મન દ્વારા સ્મરણમાત્ર જ રહે અને કાળ વ્યતીત થતાં એ સ્મરણ પણ મંદ થતું જાય છે તેથી તે વિષયોને પોતાને આધીન રાખવાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૫૧ ઉપાય કરે છે અને શીધ્ર શીધ્ર તેનું ગ્રહણ કર્યા કરે છે. વળી ઈન્દ્રિયોવડે તો એક કાળમાં કોઈ એક જ વિષયનું ગ્રહણ થાય છે, પણ આ જીવ ઘણા ઘણા વિષયો ગ્રહણ કરવા ઇચ્છે છે તેથી ઉતાવળો બની જલદી જલદી એક વિષયને છોડી અન્યને ગ્રહણ કરે છે, વળી તેને છોડી અન્યને ગ્રહણ કરે છે. એ પ્રમાણે વિષયને અર્થે વલખાં મારે છે અને પોતાને જે ભાસે તેવા ઉપાય કર્યા કરે છે, પણ એ ઉપાય જૂઠા છે, કારણ કે પ્રથમ તો એ બધાનું એ જ પ્રમાણે થવું પોતાને આધીન નથી, મહા કઠણ છે. કદાચિત્ કર્મઉદયાનુસાર એ જ પ્રમાણે વિધિ મળી જાય તોપણ ઈન્દ્રિયોને પ્રબળ કરવાથી કાંઈ વિષયગ્રહણની શક્તિ વધતી નથી, એ તો જ્ઞાન-દર્શન વધવાથી જ વધે. પણ એ કર્મના ક્ષયોપશમને આધીન છે. જુઓ, કોઈનું શરીર પુષ્ટ હોવા છતાં તેનામાં એવી શક્તિ ઓછી જોવામાં આવે છે, તથા કોઈનું શરીર દુર્બળ હોય છતાં તેનામાં એવી શક્તિ અધિક જોવામાં આવે છે. માટે ભોજનાદિક વડે ઈન્દ્રિયો પુષ્ટ કરવાથી કાંઈ સિદ્ધિ થતી નથી, પરંતુ કષાયાદિક ઘટવાથી કર્મનો ક્ષયોપશમ થતાં જ્ઞાન-દર્શન વધે છે અને ત્યારે જ વિષયગ્રહણની શક્તિ વધે છે. વળી વિષયોનો સંયોગ મેળવે છે, પણ તે ઘણા વખત સુધી ટક્તો નથી અથવા સર્વ વિષયોનો સંયોગ મળતો જ નથી તેથી એ આકુળતા રહ્યા જ કરે છે. વળી એ વિષયોને પોતાના આધીન રાખી જલદી જલદી ગ્રહણ કરવા ઇચ્છે છે પણ તે પોતાના આધીન રહેતા નથી, કારણ કે જુદાં જુદાં દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે વા કર્મોદય આધીન પરિણમે છે. હવે એવા પ્રકારના કર્મનો બંધ યથાયોગ્ય શુભભાવ થતાં જ થાય અને પછી ઉદયમાં આવે છે, એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. જુઓ, અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપ ગ્રહણ કરવા માટે વલખા મારે છે, તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવાં વલખાં મારે છે, પણ પરિણામે શું સિદ્ધિ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ મળ્યો, પણ તેથી તેની ભૂમ મટે ? તેમ સર્વ ગ્રહણની જેને ઈચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતાં ઈચ્છા કેમ મટે? અને ઇચ્છા મટયા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા ઉપાય જૂઠા છે. પ્રશ્ન- એ ઉપાયથી કોઈ જીવને સુખી થતાં જોઈએ છીએ, છતાં તમે સર્વથા જૂઠા કેમ કહો છો ? ઉત્તર- સુખી તો થતા નથી. ભ્રમથી સુખ માને છે. જો સુખી થયો હોય તો તેને અન્ય વિષયોની ઇચ્છા કેમ રહે? જેમ રોગ મટયા પછી અન્ય ઔષધ કોઈ શા માટે ઇચ્છે? તેમ દુઃખ મટયા પછી અન્ય વિષયોને શા માટે ઇચ્છે? જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઇચ્છા શાંત થાયઅટકી જાય તો અમે પણ સુખ માનીએ, પણ અહીં તો ઈચ્છિત વિષયનું ગ્રહણ જ્યાં સુધી ના થાય ત્યાંસુધી તો તે વિષયની ઇચ્છા રહ્યા કરે છે તથા જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પર ] મોક્ષમાર્ગ પ્રકાશક સમયે એ વિષયનું ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષયગ્રહણની ઇચ્છા થતી જોવામાં આવે છે, તેને સુખ માનવું એ કેવું છે? જેમ કોઈ મહાકુંધાવાન રંક પોતાને કદાચિત એક અન્નનો કણ મળતાં તેનું ભક્ષણ કરી ચેન માને તેમ આ મહાતૃષ્ણાવાન જીવ પોતાને કોઈ એક વિષયનું નિમિત્ત મળતાં તેનું ગ્રહણ કરી સુખ માને છે પણ વાસ્તવિકપણે એ સુખ નથી. પ્રશ્ન:- જેમ કણ કણ વડે પોતાની ભૂખ મટે છે, તેમ એક એક વિષયનું ગ્રહણ કરી પોતાની ઇચ્છા પૂર્ણ કરે તો શો દોષ? ઉત્તર- જો બધા કણ ભેળા થાય તો એમ જ માનીએ, પરંતુ બીજો કણ મળતાં પ્રથમના કણનું નિર્ગમન થઈ જાય તો ભૂખ કેમ મટે ? એ જ પ્રમાણે જાણવામાં વિષયોનું ગ્રહણ ભેળું થતું જાય તો ઈચ્છા પૂર્ણ થઈ જાય, પરંતુ જ્યારે બીજો વિષય ગ્રહણ કરે ત્યારે પૂર્વે જે વિષય ગ્રહણ કર્યો હતો તેનું જાણપણું રહેતું નથી તો ઇચ્છા કેવી રીતે પૂર્ણ થાય? ઇચ્છા પૂર્ણ થવા વિના આકુળતા પણ મટતી નથી અને આકુળતા મયા વિના સુખ પણ કેમ કહી શકાય ? વળી એક વિષયનું ગ્રહણ પણ આ જીવ મિથ્યાદર્શનાદિકના સદ્દભાવપૂર્વક કરે છે અને તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મો બાંધે છે, તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી તેમ ભાવિ સુખનું કારણ પણ નથી, માટે એ દુઃખ જ છે. એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે યથા सपरं बाधासह्यिं विच्छिण्णं बंधकारणं विसमं। जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तथा।। ७६ ।। અર્થ- ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ પરાધીન, બાધા સહિત, વિનાશિક, બંધનું કારણ તથા વિષમ છે; તેથી એ સુખ ખરેખર દુઃખ જ છે. દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય એ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા. તો સાચો ઉપાય શો છે? જ્યારે ઇચ્છા દૂર થાય અને સર્વ વિષયોનું એક સાથે ગ્રહણ રહ્યા કરે તો એ દુ:ખ મટે. હવે ઇચ્છા તો મોહ જતાં જ મટે અને સર્વનું એક સાથે ગ્રહણ કેવળજ્ઞાન થતાં જ થાય, તેનો ઉપાય સમ્યગ્દર્શનાદિક છે, એ જ સાચો ઉપાય જાણવો. એ પ્રમાણે મોહના નિમિત્તથી જ્ઞાનાવરણદર્શનાવરણનો ક્ષયોપશમ પણ દુઃખદાયક છે, તેનું વર્ણન કર્યું. પ્રશ્ન- જ્ઞાનાવરણ-દર્શનાવરણના ઉદયથી જે જાણવું થતું નથી તેને તો દુઃખનું કારણ તમે કહો, પરંતુ ક્ષયોપશમને શા માટે કહો છે? ઉત્તર- જાણવું ન બને એ જો દુઃખનું કારણ હોય તો પુદ્ગલને પણ દુ:ખ ઠરે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ પ૩ પણ દુઃખનું મૂળ કારણ તો ઇચ્છા છે અને તે ક્ષયોપશમથી જ થાય છે માટે ક્ષયોપશમને પણ દુઃખનું કારણ કહ્યું. વાસ્તવિક રીતે ક્ષયોપશમ પણ દુઃખનું કારણ નથી પણ મોહથી વિષયગ્રહણની જે ઇચ્છા છે તે જ દુઃખનું કારણ જાણવું. તથા મોહનો ઉદય છે તે દુઃખરૂપ જ છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ. દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે. જે વડે જેવું તેને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ નથી. તથા જેવું પદાર્થસ્વરૂપ છે તેવું એ માનતો નથી, તેથી તેને વ્યાકુળતા જ રહ્યા કરે છે. જેમ કોઈ બહાવરાને કોઈએ વસ્ત્ર પહેરાવ્યું, તે બહાવરો તે વસ્ત્રને પોતાનું અંગે જાણી પોતાને, શરીરને અને વસ્ત્રને એકરૂપ માને છે, પણ એ વસ્ત્ર તો પહેરાવનારને આધીન છે. એ પહેરાવનાર કોઈ વેળા તે વસ્ત્રને ફાડે, કોઈ વેળા જોડે, કોઈ વેળા લઈ લે તથા કોઈ વેળા નવીન પહેરાવે, ઇત્યાદિ ચરિત્ર કરે ત્યારે આ બહાવરો એ વસ્ત્રની પરાધીન ક્રિયા થવા છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. તેમ આ જીવને કર્મોદયથી શરીરનો સંબંધ થયો છે. હવે આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃષ થાય, કોઈ વેળા સ્થૂળ થાય, કોઈ વેળા નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઉપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં આ જીવ તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યા, તે સર્વને આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે-એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાના જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે-એમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે. પ્રશ્ન:- કોઈ વેળા શરીરની વા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી જોવામાં આવે છે. એ વેળા તો જીવ સુખી થાય છે? ઉત્તર- શરીરાદિકની, ભવિતવ્યની અને જીવની ઇચ્છાની-એ ત્રણેની વિધિ મળતાં કોઈ એક પ્રકારે જેમ એ ઇચ્છે તેમ કોઈ પરિણમવાથી કોઈ કાળમાં તેના વિચારાનુસાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક સુખ જેવો આભાસ થાય, પરંતુ એ બધાય સર્વ પ્રકારે (કિંચિત્ પણ ) એ ઇચ્છે તેમ તો પરિણમતાં નથી તેથી અભિપ્રાયમાં તો અનેક આકુળતા નિરંતર રહ્યા જ કરે છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ કોઈ ઠેકાણે આ જીવ, એ શરીરપુત્રાદિકમાં અહંકાર-મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે. વળી જે વિષયોની ઇચ્છા થાય છે તે કષાયભાવ છે, બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે, અન્યથા ઉપાયો કરે છે, સાચા ઉપાયનું શ્રદ્ધાન કરતો નથી તથા અન્ય કલ્પના કરે છે, એ બધાનું મૂળ કારણ એક મિથ્યાદર્શન છે. તેનો નાશ થતાં એ સર્વનો નાશ થાય છે. માટે સર્વ દુઃખોનું મૂળ એ મિથ્યાદર્શન છે. તેના નાશનો ઉપાય પણ કાંઈ કરતો નથી. અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે ? વળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઈ વેળા તત્ત્વનિશ્ચય કરવાનો ઉપાય વિચારે છતાં ત્યાં અભાગ્યથી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્ત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ જાય. તે તો જાણે કે-એનાથી મારું ભલું થશે પરંતુ એ એવા ઉપાય કરે કે–જેથી આ અચેતન બની જાય. વસ્તુસ્વરૂપ વિચારવાનો ઉદ્યમી થાય છતાં વિપરીત વિચારમાં દૃઢ થઈ જાય છે અને તેથી વિષયકષાયની વાસના વધવાથી વધારે દુ:ખી થાય છે. કદાચિત્ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનું નિમિત્ત પણ બની જાય તો ત્યાં તેમના નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહારશ્રદ્ધાવડે તે અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે. ત્યાં જો મંદ કષાય હોય તથા વિષયની ઇચ્છા ઘટે તો થોડો દુ:ખી થાય પણ પાછો જેવો ને તેવો બની જાય. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે. વળી આ સંસારી જીવનો એક આ ઉપાય છે કે-પોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને પરિણમાવવા ઇચ્છે છે. હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ જાય, પરંતુ અનાદિનિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદાપૂર્વક પરિણમે છે, કોઈ કોઈ ને આધીન નથી તેમ કોઈ (પદાર્થ) કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી છતાં તેને આ જીવ પોતાની ઇચ્છાનુસાર પરિણમાવવા ઇચ્છે છે એ કોઈ ઉપાય નથી, એ તો મિથ્યાદર્શન જ છે, તો સાચો ઉપાય શો છે? જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. જેમ કોઈ મોહમુગ્ધ બની મડદાંને જીવતું માને વા તેને જીવાડવા ઇચ્છે તો તેથી પોતે જ દુ:ખી થાય. પણ તેને મડદું માનવું વા તે જીવાડયું જીવવાનું નથી એમ માનવું એ જ એ દુ:ખ દૂર થવાનો ઉપાય છે. તેમ મિથ્યાદષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૫૫ પરિણમાવવા ઇચ્છે તો પોતે જ દુ:ખી થાય. પણ તેને યથાર્થ માનવા અને એ મારા પરિણમાવ્યા અન્ય પ્રકારે પરિણમવાના નથી એમ માનવું એ જ એ દુ:ખ દૂર થવાનો ઉપાય છે. ભ્રમજનિત દુઃખનો ઉપાય ભ્રમ દૂર કરવો એ જ છે. ભ્રમ દૂર થવાથી સમ્યકશ્રદ્ધા થાય એ જ સાચો ઉપાય જાણવો. ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું ચારિત્રમોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ કષાયરૂપ વા હાસ્યાદિ નોકષાયરૂપ થાય છે ત્યારે આ જીવ કલેશવાન બની દુઃખી થતો વિહલ થઈ નાનાપ્રકારનાં કુકાર્યોમાં પ્રવર્તે છે-એ અહીં દર્શાવીએ છીએ. જ્યારે ક્રોધ ઊપજે ત્યારે અન્યનું બૂરું કરવાની ઇચ્છા થાય અને એ અર્થે અનેક ઉપાય વિચારે. મચ્છેદક-ગાળી પ્રદાનાદિરૂપ વચન બોલે, પોતાનાં અંગોવ વા શસ્ત્ર-પાષાણાદિકવડ ઘાત કરે, અનેક કષ્ટ સહન કરી, ધનાદિ ખર્ચ કરી વા મરણાદિ વડે પોતાનું પણ બૂરું કરી અન્યનું બૂરું કરવાનો ઉદ્યમ કરે અથવા અન્ય દ્વારા બૂરું થવું જાણે તો એ અન્ય દ્વારા બૂર કરાવે. તેનું સ્વયં બરું થાય તો પોતે અનુમોદન કરે, બૂરું થતાં પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ ન થતું હોય તો પણ તેનું બૂર કરે, ક્રોધ થતાં કોઈ પૂજ્ય વા ઈષ્ટજન વચ્ચે આવે તો તેમને પણ બુરું કહે-મારવા લાગી જાય, ક્રોધના આવેશમાં કાંઈ વિચાર જ રહેતો નથી. વળી અન્યનું બૂર ન થાય તો પોતાના અંતરંગમાં પોતે જ ઘણો સંતાપવાન થાય, પોતાનાં જ અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એ આદિ અવસ્થા ક્રોધ થતાં થાય છે. માન કષાય ઊપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય. એ અર્થે અનેક ઉપાયો વિચારે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે, ઘણાં ઘણાં કષ્ટ વડે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે વા દેવું કરીને પણ ખર્ચે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહીમા વધારવા પ્રયત્ન કરે, જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુ:ખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે. માનનો ઉદય થતાં કોઈ પૂજ્ય હોય-મોટા હોય તેમનું પણ સન્માન ન કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાના અંતરંગમાં પોતે ઘણો જ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એ આદિ અવસ્થા માન થતાં થાય છે. માયા કષાય ઊપજે ત્યારે છલવડે કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છા થાય. એ અર્થે અનેક ઉપાય વિચારે, નાના પ્રકારનાં કપટના વચન કહે, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છલ કરે, કપટ પ્રગટ થતાં પોતાનું ઘણું બૂરું થાય-મરણાદિક થાય તેને પણ ગણે નહિ, કોઈ પૂજ્ય વા ઈષ્ટ જનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છલ કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી છલ કરવા છતાં પણ કાર્યસિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે એવી એવી અવસ્થા માયા થતાં થાય છે. લોભ કષાય ઊપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા થાય છે અને તેના અર્થે અનેક ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણાં કષ્ટ સહન કરે સેવા-ચાકરી કરે, વિદેશગમન કરે, જે વડે પોતાનું મરણ થતું જાણે એવાં કાર્ય પણ કરે, જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે, લોભ થતાં પૂજ્ય વા ઈષ્ટજનનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે. કાંઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે રક્ષા કરે, તથા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે એવી એવી અવસ્થા લોભ થતાં થાય છે. એ પ્રમાણે કષાયો વડે પીડિત થતો જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. વળી એ કષાયોની સાથે નોકષાય થાય છે. ત્યાં : જ્યારે હાસ્ય નોકષાય થાય ત્યારે પોતે વિકસિત થાય-પ્રફુલ્લિત થાય; તે એવું જાણવું કે-જેમ સન્નિપાતના રોગીનું હસવું! પોતે નાના પ્રકારના રોગથી પીડિત છતાં કોઈ કલ્પનાવડ હસવા લાગી જાય છે તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પનાવડે પોતાને સુહાવતું કાર્ય માની હર્ષ માને છે. પણ વાસ્તવિકપણે તો એ દુઃખી જ છે. સુખી નથી. સુખી તો કષાયરોગ મટતાં જ થશે. જ્યારે રતિ નોકષાય ઉપજે ત્યારે ઇષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે. જેમ બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહિ, તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાને અભિપ્રાય સહિત એ આસક્તતા હોય છે માટે તે દુ:ખી જ છે. જ્યારે અરતિ નોકષાય ઉપજે ત્યારે તે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય છે, અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા માટે તરફડે છે, તેથી તે દુ:ખ જ છે. જ્યારે શોક નોકષાય ઉપજે ત્યારે ઇષ્ટનો વિયોગ વા અનિષ્ટનો સંયોગ થતાં અતિ વ્યાકુળ બની દુઃખી થાય, રડે, પોકાર કરે અને અસાવધાન બની પોતાનો અંગઘાત કરીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર પણ મરણ પામે. પણ તેથી કાંઈ સિદ્ધિ થતી નથી, માત્ર પોતે જ મહાદુ:ખી થાય છે. જ્યારે ભય નોકષાય ઉપજે ત્યારે કોઈ અન્યનાં ઇષ્ટ વિયોગ-અનિષ્ટ સંયોગનાં કારણો જાણી ડરવા લાગે, અતિ વિહ્વલ બની ત્યાંથી ભાગે, છૂપાય વા શિથિલ થઈ જાય, દુ:ખ થવાના જ ઠેકાણે પ્રાપ્ત થાય વા મરણ પામે, તેથી એ ભય નોકષાય પણ દુઃખરૂપ જ છે. [ ૫૭ જ્યારે જુગુપ્સા નોકષાય ઉપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે, જેનો સંયોગ થયો તેનાથી પોતે ઘૃણા કરી ભાગવા ઇચ્છે-તેને દૂર કરવા ઇચ્છે અને ખેદખિન્ન બની મહાદુ:ખી થાય, તેથી એ જુગુપ્સા નોકષાય પણ દુઃખરૂપ જ છે. જ્યારે ત્રણ પ્રકારના વૈદ નોકષાય ઉપજે ત્યારે કામ ઊપજે છે. ત્યાં પુરુષવેદથી સ્ત્રીસહિત ૨મવાની, સ્ત્રીવેદથી પુરુષસહિત રમવાની તથા નપુંસકવેદથી બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ વડે જીવ અતિ વ્યાકુળ થાય છે. આતાપ ઉપજે છે, નિર્લજ્જ થાય છે, ધન ખર્ચે છે, અપયશને પણ ગણતો નથી, પરંપરાએ દુ:ખી થાય છે તથા દંડાદિક થાય છે તેને પણ ગણતો નથી. કામપીડાથી બહાવરો બની જાય છે, મરણ પામે છે. રસગ્રંથોમાં કામજન્મ દશ પ્રકારની અવસ્થાઓ કહી છે ત્યાં કામીનું બહાવરા બની જવું-મરણ થવું પણ લખ્યું છે. વૈદકશાસ્ત્રોમાં જ્વરના ભેદોમાં એક કામજ્વર પણ મરણનું કારણ કહ્યો છે. કામવડે મ૨ણ પર્યંતનાં દુ:ખો થતાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. કામાંધને કાંઈ વિચાર જ રહેતો નથી. પિતા, પુત્રી, મનુષ્ય કે તિર્યંચણી ઇત્યાદિથી પણ તે રમવા લાગી જાય છે. એવી કામની પીડા છે તે મહાદુઃખરૂપ છે. એ પ્રમાણે કષાયો વા નોકષાયો વડે અવસ્થાઓ થાય છે. અહીં એમ વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાદિક પીડા કરે છે તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ થાય છે. હવે મ૨ણ પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે. જ્યારે તેને કષાયનો ઉદય થાય ત્યારે તેનાથી કષાય કર્યા વિના રહ્યું જતું નથી. કષાયનાં બાહ્ય કારણો મળે તો તેના આશ્રયે કષાય કરે તથા ન મળે તો પોતે જાતે જ કારણ બનાવે. જેમ વ્યાપારાદિક કષાયના કારણો ન હોય તો જાગારાદિ ખેલવા, ક્રોધાદિના કારણરૂપ અન્ય અનેક ખેલ તમાસા કરવા, વા કોઈ દુષ્ટકથા કહેવી-સાંભળવી ઇત્યાદિક કા૨ણ બનાવે છે. કામ-ક્રોધાદિક પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધિ આદિ અન્ય અનેક ઉપાય કરે. એમ છતાં કદાચિત્ કોઈ પણ કારણ બને જ નહિ તો પોતાના ઉપયોગમાં એ કષાયોના કારણભૂત પદાર્થોનું ચિંતવન કરી પોતે જાતે જ કષાયરૂપ પરિણમે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ પ્રમાણે આ જીવ કષાયભાવો વડે પીડિત બની મહાદુ:ખી થાય છે. વળી જે પ્રયોજન અર્થે કષાયભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈ મને સુખ થાય, એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા તેને તે દુઃખ દૂર થવાના ઉપાય માને છે. હવે કષાયભાવોથી જે દુ:ખ થાય છે તે તો સાચું છે કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુ:ખી થઈ રહ્યો છે, પરંતુ એ દુ:ખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ. ક્રોધમાં અન્યનું બૂરું કરવાનો, માનમાં અન્યને હલકો પાડી પોતે ઊંચો થવાનો, માયામાં છલ-પ્રપંચવડે કાર્ય સિદ્ધ કરવાનો, લોભમાં ઇષ્ટ વસ્તુને મેળવવાનો, હાસ્યમાં વિકસિત (પ્રફુલ્લિત ) થવાનાં કારણો બન્યાં રાખવાનો, રતિમાં ઇષ્ટ વસ્તુનો સંયોગ બન્યો રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકનાં કારણ મટાડવાનો, ભયમાં ભયનાં કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાનાં કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે ૨મવાનો તથા નપુંસકવેદમાં સ્ત્રી-પુરુષ બંનેની સાથે રમવાનો ઉપાય કરે છે એ પ્રયોજન તેને હોય છે. હવે એ પ્રયોજનોની સિદ્ધિ થાય તો કષાય ઉપશમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય, પરંતુ એ પ્રયોજનોની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી પણ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી પરંતુ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો કરવાની ઇચ્છા છતાં એક પણ ઉપાય ન બની શક્યો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. કદાચિત્ કાકતાલીય ન્યાયાનુસા૨ જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય અને તેવો જ ઉપાય બની જાય તો તેથી કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી એ કાર્યસંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાંસુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાંસુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય સિદ્ધિ થયું તે જ સમય અન્ય કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય સિદ્ધ થયું તે જ સમય અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક સમયમાત્ર પણ જીવ નિરાકુલ રહેતો નથી. જેમ કોઈ ક્રોધવડે અન્યનું બૂરું થવું ઇચ્છતો હતો, તેનું બૂરું થતાં પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બૂરું ઇચ્છવા લાગ્યો. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે તો તે પોતાનાથી નાનાઓનું બૂરું ચાહતો હતો, અને ઘણી થતાં પોતાનાથી મોટાઓનું બૂરું ચાહવા લાગ્યો, એ જ પ્રમાણે માન-માયાલોભાદિ વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ થતાં કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઇચ્છા કરવા લાગ્યો. જ્યારે થોડી શક્તિ હતી ત્યારે નાનાં નાનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૫૯ કાર્યોને સિદ્ધ કરવા ઇચ્છતો હતો અને ઘણી શક્તિ થતાં મોટાં મોટાં કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થયો. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો તે કાર્યની સિદ્ધિ થતાં જીવ સુખી થાય, પણ પ્રમાણ તો કોઈ છે નહિ, માત્ર ઇચ્છા જ વધતી જાય છે. શ્રી આત્માનુશાસનમાં કહ્યું છે કે आशागर्तः प्रतिप्राणी, यस्मिन् विश्वमणूपमम्। વચ વિરું શિયલીયાતિ, વૃથા વો વિષયેષિતાયા રૂદ્દ / અર્થ- આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. અનંતાનંત જીવ છે તે સર્વને આશા હોય છે, તે આશા રૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુસમાન છે. લોક તો એક જ છે. તો હવે અહીં કહો કે કોને કેટલો હિસ્સામાં આવે? માટે જ તમારી જે આ વિષયની ઇચ્છા છે તે વૃથા જ છે. ઇચ્છા પૂર્ણ તો થતી જ નથી, તેથી કોઈ કાર્ય સિદ્ધ થતાં પણ દુઃખ દૂર થતું નથી અથવા કોઈ કષાય મટતાં તે જ વેળા અન્ય કષાય થાય છે. જેમ કોઈને મારવાવાળા ઘણા હોય. હવે, જ્યારે કોઈ એક તેને ન મારે ત્યારે કોઈ અન્ય તેને મારવા લાગી જાય; એમ જીવને દુઃખ આપવાવાળા અનેક કષાયો છે. જ્યારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય, તથા જ્યારે માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય, એ પ્રમાણે કષાયનો સદ્દભાવ રહ્યા જ કરે છે. કોઈ એક સમય પણ જીવ કષાય રહિત હોતો નથી, તેથી કોઈ કષાયનું કોઈ કાર્ય સિદ્ધ થતાં પણ દુઃખ કેવી રીતે દૂર થાય? વળી તેનો અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એમ થાય તો જ તે સુખી થાય, પરંતુ એમ તો કદી પણ બની શકે નહિ, માટે અભિપ્રાયમાં તો તે સદાય દુ:ખી જ રહ્યા કરે છે. એટલે કષાયોના પ્રયોજનને સાધી દુઃખ દૂર કરી સુખી થવાની ઇચ્છા રાખે છે, પણ એ ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શન-જ્ઞાનવડે વાસ્તવિક શ્રદ્ધાન-જ્ઞાન થાય તો ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ મટે, અને તેના જ બળથી ચારિત્રમોહનો અનુભાગ ઓછો થાય. એમ થતાં કષાયોનો અભાવ થાય ત્યારે એ કષાયજન્ય પીડા દૂર થાય અને ત્યારે પ્રયોજન કાંઈ રહે નહિ. નિરાકુલ થવાથી તે મહાસુખી થાય. માટે સમ્યગ્દર્શનાદિક જ એ દુ:ખ મટાડવાનો સાચો ઉપાય છે. અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું વળી આ જીવને મોહ વડે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ ઉપજે છે, પરંતુ અંતરાયના ઉદયથી તે બની શક્યું નથી ત્યારે પરમ વ્યાકુળતા થાય છે તેથી એ દુ:ખરૂપ જ છે. તેના ઉપાયમાં વિપ્નનાં બાહ્ય કારણો પોતાને જે દેખાય તેને જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક દૂર કરવાનો ઉદ્યમ કરે છે, પણ એ ઉપાય જૂઠા છે. કારણ કે ઉપાય કરવા છતાં પણ અંતરાયકર્મનો ઉદય હોવાથી વિઘ્ન થતાં જોઈએ છીએ અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થતાં, વિના ઉપાય પણ વિઘ્ન થતાં નથી. માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે. વળી જેમ મનુષ્યના હાથમાં રહેલી લાકડી કૂતરાને વાગતાં તે લાકડી પ્રત્યે નિરર્થક દ્વેષ કરે છે તેમ અંતરાય વડે નિમિત્તભૂત કરેલાં એવાં બાહ્ય ચેતન-અચેતન દ્રવ્યો વડે વિઘ્ન થાય ત્યાં આ જીવ એ બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે. કારણ કે અન્ય દ્રવ્ય તેને વિઘ્ન કરવા ઇચ્છે છતાં વિઘ્ન થતું નથી તથા અન્ય દ્રવ્ય વિઘ્ન કરવા ન ઇચ્છે છતાં તેને વિઘ્ન થાય છે, તેથી જણાય છે કે-વિઘ્ન થવું ન થવું અન્ય દ્રવ્યને જરાય વશ નથી. તો જેના વશ નથી તેનાથી શા માટે લડવું? માટે એ ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શો છે? મિથ્યાદર્શનાદિકથી ઇચ્છા વડે જે ઉત્સાહ ઊપજતો હતો તે સમ્યગ્દર્શનાદિક વડે જ દૂર થાય તથા સમ્યગ્દર્શનાદિક વડે જ અંતરાયકર્મનો અનુભાગ ઘટતાં ઇચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય જેથી એ દુઃખ દૂર થઈ નિરાકુલ સુખ ઊપજે માટે સમ્યગ્દર્શનાદિક જ દુ:ખ મટાડવાના સાચા ઉપાય છે. વેદનીયકર્મના ઉદયથી થતું દુ:ખ અને તેના ઉપાયોનું જૂઠાપણું વેદનીયકર્મના ઉદયથી દુ:ખ-સુખનાં કારણોનો સંયોગ થાય છે. તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થા થાય છે, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે. ત્યાં અશાતા વેદનીયકર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉચ્છ્વાસ, પીડા અને રોગાદિક થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય અતિ ટાઢ, તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે તથા બાહ્ય શત્રુ-કુપુત્રાદિક વા કુવર્ણાદિ સહિત પુદ્દગલસ્કંધોનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને અનિષ્ટબુદ્ધિ થાય છે. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં મહાવ્યાકુળ થઈ તે સર્વને દૂર કરવા ઇચ્છે, અને જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાંસુધી તે દુઃખી થાય. હવે એ બધાના હોવાથી તો સર્વ દુ:ખ જ માને છે. વળી શાતાવેદનીયકર્મના ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઇત્યાદિક થાય છે. શરીરની ઇષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાન-પાનાદિક વા રુચિકર પવનાદિકનો સંયોગ થાય છે. તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર-ચાકર, હાથી, ઘોડા, ધન, ધાન્ય, મકાન અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને ઇષ્ટબુદ્ધિ થાય છે, જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં તે સુખ માને, એ સર્વની રક્ષા ઇચ્છે તથા જ્યાં સુધી તે રહે ત્યાંસુધી સુખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર | [ ૬૧ માને છે. પણ એ સુખની માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણાં રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો તેને કોઈ ઉપચારવડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કંઈક ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી માને, પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. તેમ આ જીવ ઘણાં દુ:ખોવડ ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુ:ખની કંઈક કાળ પૂરતી કિંચિત્ ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે સુખી નથી. વળી અશાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં તો દુ:ખ ભાસે તેથી તેને દૂર કરવાનો ઉપાય કરે તથા શાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે તેથી તેને રાખવાનો ઉપાય કરે, પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ-પ્રથમ તો તેનો ઉપાય આ જીવને આધીન નથી, પરંતુ વેદનીયકર્મના ઉદયને આધીન છે, કારણ કે અશાતા મટાડવા માટે અને શાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે છતાં કોઈને થોડો પ્રયત્ન કરતાં વા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જણાય છે કે એનો ઉપાય આ જીવને આધીન નથી. વળી કદાચિત એ ઉપાયો કરતાં તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પ કાળ કિંચિત કોઈ પ્રકારે અશાતાનું કારણ મટે વા શાતાનું કારણ પ્રાપ્ત થાય ત્યાં પણ મોહના સદ્દભાવથી તેને ભોગવવાની ઇચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થતાં તે વસ્તુ જ્યાં સુધી ન મળે ત્યાંસુધી તો તેની ઇચ્છા વડે વ્યાકુળ થાય છે તથા એ વસ્તુ મળતાં તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે. જેમ કોઈને સ્વાદ લેવાની ઇચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો સ્વાદ લેવાની વા સ્પર્શનાદિ કરવાની ઇચ્છા ઉપજે છે. અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઇચ્છા થાય તે જ્યાંસુધી ના મળે ત્યાંસુધી તો તેની વ્યાકુળતા રહે તથા એ ભોગ થયો તે જ સમયે તેને અન્ય પ્રકારે ભોગવવાની ઇચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઇચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી તે જ સમયે તેની સાથે રમવાની ઇચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતાં પણ તેને અન્ય ઉપાય કરવાની ઇચ્છા થાય તો તેને છોડી એ અન્ય ઉપાય કરવા લાગી જાય. ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા હોય છે. જુઓ-એક ધનપ્રાપ્તિનો ઉપાય કરવામાં વ્યાપારાદિક કરતાં તથા તેની રક્ષા કરવામાં સાવધાની કરતાં કરતાં કેટલી વ્યાકુળતા થાય છે? વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મલ, શ્લેષ્માદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને પણ એ સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાંસુધી સુધાદિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર ] મોક્ષમાર્ગ પ્રકાશક રહે ત્યાં સુધી તેને મટાડવાની ઇચ્છાએ કરીને વ્યાકુળતા થાય અને એ મટતાં કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેની વ્યાકુળતા થાય. વળી પાછી સુધાદિ થતાં તેની વ્યાકુળતા થઈ આવે. એ પ્રમાણે તેને ઉપાય કરતાં કદાચિત્ અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા જ રહ્યા કરે છે અને તેથી દુઃખ જ રહે છે. વળી એ શાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતાં કરતાં જ કોઈ અશાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહિ, તથા તેની ઘણી પીડા થાય એ સહી જાય નહિ ત્યારે તેની વ્યાકુળતા વડે વિહલ બની મહા દુઃખી થાય. હવે આ સંસારમાં શાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત્ જ હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અશાતાનો જ ઉદય રહે છે. માટે એ ઉપાય કરે છે તે બધા ઉપાય જૂઠા છે. અથવા બાહ્ય સામગ્રીથી સુખ-દુ:ખ માનીએ છીએ એ જ ભ્રમ છે. સુખ-દુ:ખ તો શાતા-અશાતાનો ઉદય થતાં મોહના નિમિત્તથી થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક લક્ષાધિપતિ હજાર રૂપિયાનું નુકશાન થતાં દુઃખી થાય છે તથા સો રૂપિયાની મૂડીવાળો હજાર રૂપિયા થતાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતાં નવ્વાણુંગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઇચ્છા છે તો તે દુઃખી જ છે તથા સો રૂપિયાની મુડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ ત્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. જેમ કોઈને મોટું વસ્ત્ર મળવું દુઃખકારી થાય છે ત્યારે કોઈને સુખકારી થાય છે. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઇષ્ટનો વિયોગ-અનિષ્ટનો સંયોગ થતાં કોઈ ને ઘણું દુઃખ થાય છે, કોઈ ને થોડું દુઃખ થાય છે તથા કોઈને કંઈ પણ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખ-દુઃખ નથી પણ શાતા-અશાતાનો ઉદય થતાં મોસ્પરિણામોના નિમિત્તથી જ સુખ-દુઃખ માને છે. પ્રશ્ન:- બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો, એમ જ છે, પરંતુ શરીરમાં પીડા થતાં જીવ દુ:ખી જ થાય છે તથા પીડા ન થતાં સુખી થાય છે. હવે એ તો શરીરની અવસ્થાને આધીન સુખ-દુ:ખ ભાસે છે? ઉત્તર- સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે, અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતાં તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ-દુ:ખ વિશેષ જાણીએ છીએ. જુઓ પુત્ર-ધનાદિની સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર-ધનાદિકને દુઃખ થતાં વા તેનો સંયોગ મટતાં ઘણું દુઃખ માને છે અને મુનિજનો છે તે શરીરની પીડા થતાં પણ કાંઈ દુઃખ માનતા નથી માટે સુખ-દુ:ખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૬૩ માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી શાતા-અશાતાના ઉદયથી સુખ-દુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ-દુઃખ ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખ-દુઃખનું માનવું થાય છે, પણ અન્ય દ્વારા સુખ-દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતા-અશાતાનો ઉદય પણ છે તથા સુખ-દુ:ખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર પણ સુખ-દુ:ખ થતું નથી, માટે સુખ-દુ:ખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઇચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ-દુ:ખ ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુ:ખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી-દુ:ખી ન થાય તેમ સાધન કરે. એ સમ્યગ્દર્શનાદિની ભાવનાથી જ મોટું મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ-દુઃખ થાય નહિ. ત્યારે એક શાંતદશારૂપ નિરાકુલ બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુ:ખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી થવાનો સાચો ઉપાય છે. આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યાદર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપરૂપે અનુભવે છે તેથી એ જીવિતવ્ય રહેતાં પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતાં પોતાનો અભાવ થવો માને છે. આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે તે ભયથી સદા આકુલતા રહે છે. જેને મરણનાં કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, કદાચિત્ તેનો સંયોગ બની જાય તો મહાવિહલ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુઃખી રહ્યા કરે છે. એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણનાં કારણોને દૂર રાખે છે વા પોતે તેનાથી દૂર ભાગે છે, ઔષધાદિકનું સાધન કરે છે, ગઢ-કોટ આદિ બનાવે છે. એ આદિ અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કે-આયુ પૂર્ણ થતાં તો અનેક ઉપાયો કરે તથા અનેક સહાયી હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમયમાત્ર પણ જીવતો નથી. તથા જ્યાંસુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાંસુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક નથી. વળી આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી મરણ પણ અવશ્ય થાય છે. માટે એ ઉપાયો કરવા જૂઠા જ છે. તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે, પોતે જ અનાદિનિધન ચૈતન્યદ્રવ્ય છે તેમાં અહંબુદ્ધિ આવે અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય રહે નહિ. અને સમ્યગ્દર્શનાદિથી જ જ્યારે સિદ્ધપદ પામે ત્યારે જ મરણનો અભાવ થાય માટે સમ્યગ્દર્શનાદિક જ તેના સાચા ઉપાય છે. નામકર્મના ઉદયથી થતું દુ:ખ અને તેના ઉપાયોનું જૂઠાપણું નામકર્મના ઉદયથી ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. તેમાંથી પુણ્યના ઉદયથી જે પ્રાસ થાય તે તો સુખનાં કારણ થાય છે, અને પાપના ઉદયથી જે પ્રાપ્ત થાય તે દુ:ખનાં કારણ થાય છે, પણ ત્યાં સુખ માનવું એ ભ્રમ છે. વળી દુઃખનાં કારણ મટાડવાના તથા સુખના કારણ મેળવવાના એ જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. સાચા ઉપાય તો માત્ર સમ્યગ્દર્શનાદિક છે તે તો વેદનીયકર્મનું કથન કરતાં જેમ નિરૂપણ કર્યો તેમ અહીં પણ જાણવા. કારણ કે વેદનીયકર્મ અને નામકર્મમાં સુખ-દુ:ખના કારણપણાની સમાનતા હોવાથી તેના નિરૂપણની પણ સમાનતા જાણવી. ગોત્ર કર્મના ઉદયથી થતું દુ:ખ અને તેના ઉપાયનું જૂઠાપણું ગોત્રકર્મના ઉદયથી આત્મા નીચ-ઉચ્ચ કુલમાં ઊપજે છે. ત્યાં ઊંચ કુળમાં ઊપજતાં પોતાને ઊંચો માને છે તથા નીચ કુળમાં ઊપજતાં પોતાને નીચો માને છે. વળી કુળ પલટવાનો ઉપાય તો તેને કાંઈ ભાસતો નથી, તેથી જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં સ્વપણું માને છે; પણ કુળ અપેક્ષાએ પોતાને ઊંચ-નીચ માનવો ભ્રમ છે. ઉચ્ચ કુળવાળો કોઈ નિંધ કાર્ય કરે તો તે નીચ થઈ જાય તથા નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે તો તે ઉચ્ચ થઈ જાય. લોભાદિક વડે નીચ કુળવાળાની ઉચ્ચ કુળવાળો સેવા કરવા લાગી જાય છે. વળી કુળ કેટલા કાળ સુધી રહે છે? કારણ પર્યાય છૂટતાં કુળનો પણ પલટો થઈ જાય છે માટે ઊંચા-નીચા કુળ વડે પોતાને ઊંચો-નીચો માનવો એ ભ્રમ છે. ઉચ્ચ કુળવાળાને નીચા થવાના ભયનું તથા નીચ કુળવાળાને પ્રાપ્ત થયેલા નીચપણાનું દુઃખ જ છે. તો એ દુઃખ દૂર થવાનો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિક વડે ઉચ્ચ-નીચ કુળમાં હર્ષ-વિષાદ ન માને અને એ બધા કરતાં પણ જેનો ફરી પલટો ન થાય એવા સર્વથી શ્રેષ્ઠ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે ત્યારે જ સર્વ દુઃખ મટી જાય અને સુખી થાય. (માટે સમ્યગ્દર્શનાદિક જ દુઃખ મટવાના તથા સુખી થવાના સાચા ઉપાયો છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૬૫ એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું. હવે એ દુ:ખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ. એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કે-જેમ ભાડભૂંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઊછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે. ત્યાં ઇતર નિગોદમાં તે ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્યનિગોદમાંથી નીકળી ત્રણ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક બે હજાર સાગર જ છે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પુદ્દગલપરાવર્તન માત્ર છે. પુદ્દગલપરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે–જેના અનંતમા ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે. એકેન્દ્રિય જીવને જ્ઞાન-દર્શનની શક્તિ કિંચિત્માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિજ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુતજ્ઞાન તથા સ્પર્શનઇન્દ્રિયજનિત અચક્ષુદર્શન વડે તે શીત-ઉષ્ણાદિકને કિંચિત્માત્ર જાણે-દેખે છે. પણ જ્ઞાનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન-દર્શન હોતું નથી. અને વિષયોની ઇચ્છા હોય છે તેથી તે મહાદુ:ખી છે. દર્શનમોહના ઉદયથી તેમને મિથ્યાદર્શન જ હોય છે. તેથી તેઓ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી. ચારિત્રમોહના ઉદયથી તેઓ તીવ્ર ક્રોધાદિકષાયરૂપ પરિણમે છે તેથી જ શ્રી કેવળીભગવાને તેમને કૃષ્ણ, નીલ અને કાપોત-એ ત્રણ અશુભ લેશ્યાઓ કહી છે. એ લેશ્યાઓ તીવ્ર કષાય થતાં જ હોય છે. હવે કષાય તો ઘણો પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. કાંઈ ઉપાય પણ કરી શક્તા નથી. પ્રશ્ન:- જ્ઞાન તો કિંચિત્માત્ર જ રહ્યું છે તો તેઓ શું કષાય કરે ? ઉત્તર:- એવો તો કોઈ ખાસ નિયમ નથી કે જેટલું જ્ઞાન હોય તેટલો જ કષાય થાય. જ્ઞાન તો જેટલો ક્ષયોપશમ હોય તેટલું હોય. જેમ કોઈ આંધળા અથવા બહેરા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક પુરુષને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થતો જોવામાં આવે છે તેમ એ એકેન્દ્રિય જીવોને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થવો માન્યો છે. વળી બાહ્ય કષાય પ્રગટ તો ત્યારે થાય જ્યારે કષાય અનુસાર તેઓ કંઈક ઉપાય કરે, પણ તે શક્તિહીન છે તેથી ઉપાય કાંઈ કરી શકતા નથી તેથી તેમનો કષાય પ્રગટ થતો નથી. જેમ કોઈ શક્તિહીન પુરુષને કોઈ કારણથી તીવ્ર કષાય થાય પણ તે કાંઈ કરી શકતો નથી તેથી તેનો કષાય બાહ્યમાં પ્રગટ થતો નથી તેથી તે જ મહાદુઃખી થાય છે, તેમ એકેન્દ્રિય જીવો શક્તિહીન છે, તેમને કોઈ કારણથી કષાય થાય છે, પણ તેઓ કાંઈ કરી શકતા નથી તેથી તેમનો કષાય બહાર પ્રગટ થતો નથી; માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે. વળી એમ જાણવું કે જ્યાં કષાય ઘણો હોય અને શક્તિ અલ્પ હોય ત્યાં ઘણું જ દુઃખ થાય છે. જેમ જેમ કષાય ઘટતો જાય અને શક્તિ વધતી જાય તેમ તેમ દુઃખ પણ ઘટતું જાય છે. એકેન્દ્રિય જીવોને કષાય ઘણો છે અને શક્તિ ઘણી અલ્પ છે તેથી તેઓ મહાદુઃખી છે. એમનાં દુઃખ તો એ જ ભોગવે, એને શ્રી કેવલી ભગવાન જ જાણે, જેમ સન્નિપાતનો રોગી જ્ઞાન ઘટી જવાથી તથા બાહ્યશક્તિ હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ કરી શકતો નથી, પરંતુ તે મહાદુઃખી છે. તેમ એકેન્દ્રિય જીવો જ્ઞાન બહુ જ અલ્પ અને બાહ્યશક્તિ હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ પણ કરી શકતા નથી, પરંતુ મહાદુઃખી છે. અંતરાયના તીવ્ર ઉદયથી ઘણી ચાહના છતાં પણ ઇચ્છાનુસાર થતું નથી માટે પણ તેઓ દુઃખી જ થાય છે. અઘાતી કર્મોમાં મુખ્યપણે તેમને પાપ-પ્રકૃતિઓનો ઉદય છે. અશાતાવેદનીયનો ઉદય થતાં તેના નિમિત્તથી તેઓ મહાદુઃખી હોય છે. વનસ્પતિ પવનથી તૂટી જાય છે, શીત-ઉષ્ણતાથી અને જળ ન મળવાથી સૂકાઈ જાય છે, અગ્નિથી બળી જાય છે, કોઈ છેદે છે, ભેદે છે, મસળે છે, ખાય છે, તોડે છે-ઇત્યાદિ અવસ્થા થાય છે. એ જ પ્રમાણે યથાસંભવ પૃથ્વીકાય આદિમાં પણ અવસ્થા થાય છે. એ અવસ્થાઓ હોવાથી એ એકેન્દ્રિય જીવો મહાદુઃખી થાય છે. જેમ મનુષ્યના શરીરમાં પણ એવી અવસ્થાઓ થતાં દુ:ખ થાય છે તે જ પ્રમાણે તેમને પણ દુઃખ થાય છે. એ અવસ્થાઓનું જાણપણું એક સ્પર્શનઈન્દ્રિય દ્વારા થાય છે. હવે સ્પર્શનઇન્દ્રિય તો તેમને છે; જે વડે એ અવસ્થાઓને જાણી મોહવશથી તેઓ મહાવ્યાકુળ થાય છે, પરંતુ તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની લોક તેમનાં દુ:ખોને જાણતા નથી. વળી કદાચિત્ કિંચિત્ શતાવેદનીયનો ઉદય તેમને હોય છે. પણ તે બળવાન હોતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૬૭ આયુકર્મના ઉદયથી એ એકેન્દ્રિય જીવોમાં જે અપર્યાપ્ત જીવો છે તેમના પર્યાયની સ્થિતિ તો એક ઉચ્છવાસના અઢારમા ભાગમાત્ર જ છે અને પર્યાપ્ત જીવોની સ્થિતિ એક અંતર્મુહૂર્ત આદિ કેટલાંક વર્ષ સુધીની છે. તેમને આયુષ્ય થોડું હોવાથી જન્મ-મરણ થયાં જ કરે છે, જેથી તેઓ દુઃખી છે. નામકર્મના ઉદયમાં તિર્યંચગતિ આદિ પાપ-પ્રકૃતિઓનો જ ઉદય વિશેષપણે તેમને હોય છે. કોઈક હીન પુણ્ય-પ્રકૃતિનો ઉદય તેમને હોય પણ તેનું બળવાનપણું નથી તેથી એ વડે કરીને મોહવશપણે તેઓ દુઃખી થાય છે. ગોત્રકર્મમાં માત્ર એક નીચ ગોત્રનો જ તેમને ઉદય છે, તેથી તેમની મહત્તા કાંઈ થતી નથી, તેથી પણ તેઓ દુ:ખી જ છે. એ પ્રમાણે એકેન્દ્રિય જીવો મહાદુઃખી છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે; તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે. માટે આ જીવ સંસાર-અવસ્થામાં મહાદુઃખી છે. વિકસેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયનાં દુઃખ વળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયોને જીવ ધારણ કરે છે. ત્યાં પણ એકેન્દ્રિય પર્યાય જેવાં જ દુ:ખ હોય છે. વિશેષમાં એટલે કે અહીં ક્રમપૂર્વક એક એક ઇન્દ્રિયજનિત જ્ઞાન-દર્શનની વા કંઈક શક્તિની અધિકતા થઈ છે તથા બોલવા-ચાલવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. તેમાં પણ જે અપર્યાપ્ત છે વા પર્યાપ્ત છતાં પણ હીનશક્તિના ધારક નાના જીવો છે તેમની શક્તિ તો પ્રગટ થતી નથી. પણ કેટલાક પર્યાપ્ત અને ઘણી શક્તિના ધારક મોટા જીવો છે તેમની શક્તિ પ્રગટ હોય છે. તેથી તે જીવો વિષયોને પ્રાપ્ત કરવાનો તથા દુ:ખ દૂર થવાનો ઉપાય કરે છે. ક્રોધાદિકથી કાપવું, મારવું, લડવું, છળ કરવો, અન્નાદિકનો સંગ્રહ કરવો, ભાગી જવું, દુઃખથી તડફડાટ કરવો અને પોકાર કરવો ઇત્યાદિ કાર્ય તેઓ કરે છે, માટે તેમનાં દુઃખ કંઈક પ્રગટ થાય છે. લટ, કીડી વગેરે જીવોને શીત, ઉષ્ણ, છેદન, ભેદન વા ભૂખતરસ આદિ વડે પરમ દુઃખી જોઈએ છીએ. એ સિવાય બીજાં દુઃખો પણ જે પ્રત્યક્ષ દેખાય છે તેનો વિચાર વાચક કરી લેવો. અહીં વધારે શું લખીએ ? એ પ્રમાણે બેઇઢિયાદિ જીવો પણ મહાદુઃખી જાણવા. નરક અવસ્થાનાં દુ:ખોનું વર્ણન સંજ્ઞી પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે તે તો સર્વ પ્રકારે મહાદુઃખી છે. તેમનામાં જ્ઞાનાદિકની શક્તિ કંઈક છે, પણ વિષયોની ઇચ્છા ઘણી હોવાથી તથા ઇષ્ટ વિષયોની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક સામગ્રી કિંચિત્ પણ ન મળવાથી એ શક્તિ હોવા છતાં પણ તેઓ મહાદુઃખી છે. ક્રોધાદિક કષાયોનું અતિ તીવ્રપણું હોવાથી તેમને કૃષ્ણાદિક અશુભ લેશ્યાઓ જ હોય છે. ક્રોધ-માનવડે એકબીજાને દુ:ખ આપવાની જ નિરંતર પ્રવૃત્તિ હોય છે. જો તેઓ એકબીજાની સાથે મિત્રતા કરે તો એ દુ:ખ મટી જાય. વળી અન્યને દુઃખ આપવાથી તેમનું કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, છતાં ક્રોધ-માનના અતિ તીવ્રપણા વડ કરીને તેનામાં એકબીજાને દુ:ખી કરવાની જ બુદ્ધિ રહે છે. વિક્રિયાવડે અન્યને દુઃખદાયક શરીરના અંગ વા શસ્ત્રાદિક બનાવી એ વડે પોતે બીજાને દુઃખી કરે વા પોતાને અન્ય કોઈ દુઃખી કરે છે. કોઈ પણ વેળા તેમનો કષાય શાંત થતો નથી વળી તેમનામાં માયા-લોભની પણ અતિ તીવ્રતા છે. પરંતુ કોઈ ઇષ્ટ સામગ્રી ત્યાં દેખાતી નથી તેથી તેઓ એ કષાયોનું કાર્ય પ્રગટ કરી શકતા નથી, પણ એ વડે અંતરંગમાં તેઓ મહા-દુઃખી જ છે. વળી કદાચિત્ કિંચિત્ કોઈ પ્રયોજન પામી તેનું પણ કાર્ય બને છે. તેઓમાં હાસ્ય અને રતિ કષાય છે પણ બાહ્ય નિમિત્ત ન હોવાથી તે પ્રગટ થતા નથી. કદાચિત્ કિંચિત્ કોઈ કારણવશાત્ પ્રગટ થાય છે. અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં બાહ્ય કારણો ત્યાં સદા હોય છે તેથી એ કષાયો તીવ્રપણે પ્રગટ હોય છે. ત્રણ પ્રકારના વેદમાં માત્ર એક નપુંસકવેદ તેમનામાં હોય છે. હવે ઇચ્છા ઘણી હોય છે પણ ત્યાં સ્ત્રી-પુરુષથી રમવાનું નિમિત્ત ન હોવાથી તેઓ મહાદુઃખી છે. એ પ્રમાણે કષાયો વડે તેઓ મહાદુઃખી છે. વેદનીયમાં એક અશાતાનો જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાનાં નિમિત્ત મળ્યા જ કરે છે. શરીરમાં કોઢ, કાસ અને ખાંસી આદિ અનેક રોગ યુગપત્ હોય છે. ભૂખ-તરસ તો તેમને એવી તીવ્ર હોય છે કે સર્વનું ભક્ષણપાન કરવા તેઓ ઇચ્છે છે. ત્યાંની માટીનું ભોજન તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે જે અહીં આવે તો તેની દુર્ગધથી કેટલાય ગાઉ સુધીના મનુષ્યો મરી જાય. શીત-ઉષ્ણતા ત્યાં એવાં હોય છે કે લાખ યોજનાનો લોખંડનો ગોળો હોય તે પણ તેનાથી ભસ્મ થઈ જાય. તેમાં કેટલાંક નરકોમાં અતિ શીતતા છે અને કેટલાંક નરકોમાં અતિ ઉષ્ણતા છે. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીર્ણ કંટકના સમૂહથી ભરેલી છે. એ પૃથ્વીના વનનાં ઝાડ શસ્ત્રની ધાર જેવાં પાંદડાંથી ભરેલાં છે, જેનો સ્પર્શ થતા શરીરના બંડખંડ થઈ જાય એવા જલ સહિત તો જ્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ જ્યાં પવન છે. એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે, ઘાણીમાં પીલે, શરીરના ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે તથા લાલચોળ ગરમ લોખંડ આદિથી સ્પર્શ કરાવેઇત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો અસુરકુમાર દેવ જઈને પોતે પીડા આપે વા તેમને પરસ્પર લડાવે. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૬૯ શરીર છૂટતું નથી, પારાની માફક ખંડમંડ થઈ જવા છતાં પણ પાછું મળી જાય છે. એવી ત્યાં તીવ્ર પીડા છે. વળી શાતાવેદનીયનું કોઈ નિમિત્ત ત્યાં નથી, છતાં કોઈ અંશે કદાચિત કોઈને પોતાની માન્યતાથી કોઈ કારણ અપેક્ષાએ શાતાનો ઉદય છે, પણ તે બળવાન નથી. ત્યાંનું આયુષ્ય ઘણું દીધું છે. જઘન્ય દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું હોય છે. એટલો બધો કાળ ઉપર કહેલાં દુ:ખો તેમને સહન કરવા પડે છે. નામકર્મમાં બધી પાપ-પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. એક પણ પુણ્ય-પ્રકૃતિનો ઉદય નથી જેથી તેઓ મહાદુઃખી છે. અને ગોત્રકર્મમાં માત્ર નીચગોત્રનો જ તેમને ઉદય છે જેથી તેમની કાંઈ પણ મહત્તા થતી નથી માટે તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે નરકગતિમાં મહાદુઃખ છે. તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન તિર્યંચગતિમાં ઘણા જીવો તો લબ્ધિઅપર્યાપ્ત છે. તેમને તો ઉચ્છવાસના અઢારમાં ભાગ માત્ર આયુષ્ય છે. કેટલાક નાના (ઝીણા) જીવો પર્યાપ્ત પણ હોય છે, પણ તેમની શક્તિ પ્રગટ જણાતી નથી. તેમનાં દુ:ખો તો એકેન્દ્રિય જેવાં જ જાણવાં. વિશેષમાં જ્ઞાનાદિકની તેમનામાં વિશેષતા છે. વળી મોટા પર્યાપ્ત જીવોમાં કેટલાક સમૂઈન છે તથા કેટલાક ગર્ભજ છે. તેઓમાં જ્ઞાનાદિક પ્રગટ હોય છે, પણ તેઓ વિષયોની ઇચ્છા વડે સદા વ્યાકુળ હોય છે, કારણ કે ઘણા જીવોને તો ઇષ્ટ વિષયની પ્રાપ્તિ હોતી જ નથી, પણ કોઈને કદાચિત્ કિંચિત્માત્ર હોય છે. વળી તેઓ મિથ્યાત્વભાવવડ અતત્ત્વશ્રદ્ધાવાળા બની રહ્યા છે. કષાયમાં મુખ્યપણે તીવ્રકષાય જ તેમને હોય છે. ક્રોધ-માન વડે તેઓ પરસ્પર લડે છે, ભક્ષણ કરે છે તથા દુ:ખ આપે છે. માયા-લોભવડે તેઓ છલ-પ્રપંચ કરે છે, વસ્તુની ઇચ્છા કરે છે તથા ઇચ્છિત વસ્તુને ચોરે છે. હાસ્યાદિક વડે તે તે કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે. વળી કોઈને કદાચિત મંદ કષાય હોય છે પરંતુ થોડા જીવોને હોય છે તેથી તેમની અહીં મુખ્યતા નથી. વેદનીયમાં મુખ્યપણે તેમને આશાતાવેદનીયનો ઉદય હોય છે, જેથી તેમને રોગ, પીડા, સુધા, તૃષા, છેદન, ભેદન, બહુભારવહન, ટાઢ, તાપ અને અંગભંગાદિ અવસ્થાઓ થાય છે તે વડે દુઃખી થતા પ્રત્યક્ષ જોઈએ છીએ. માટે અહીં ઘણું કહેતા નથી. વળી કોઈને કદાચિત્ કિંચિત્ શાતાવેદનીયનો પણ ઉદય હોય છે, પરંતુ એ થોડા જીવોને હોય છે તેથી અહીં તેની મુખ્યતા નથી. તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તથી કોટી પૂર્વ સુધીનું હોય છે. ત્યાં ઘણા જીવો તો અલ્પઆયુષ્યના ધારક હોય છે તેથી તેઓ વારંવાર જન્મ-મરણનાં દુઃખ પામે છે. વળી ભોગભૂમિના જીવોનું આયુષ્ય ઘણું હોય છે તથા તેમને શાતાવેદનીયનો ઉદય પણ હોય છે, પરંતુ એવા જીવો થોડા છે. નામકર્મમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક મુખ્યપણે તિર્યંચગતિ આદિ પા૫ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. કોઈને કદાચિત્ કોઈ પુણ-પ્રકૃતિઓનો પણ ઉદય હોય છે. પરંતુ તે થોડા જીવોને અને થોડો હોય છે તેથી અહીં તેની મુખ્યતા નથી. ગોત્રકર્મમાં એક નીચ ગોત્રનો જ ઉદય હોય છે તેથી તેઓ હીન બની રહ્યા છે. એ પ્રમાણે તિર્યંચગતિમાં પણ મહાદુઃખ હોય છે. મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન મનુષ્યગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિઅપર્યાપક છે. તેઓ તો સમૂઈન જ હોય છે. તેમનું આયુ ઉચ્છવાસના અઢારમા ભાગમાત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી એટલે એમનાં દુઃખ તો એકેન્દ્રિયવત્ સમજવા. વિશેષ છે તે વિશેષ સમજવાં. ગર્ભજ જીવોને કેટલોક કાળ ગર્ભમાં રહેવાનું થઈ પછી બહાર નીકળવું થાય છે. તેમનાં દુઃખોનું વર્ણન કર્મઅપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું સમજવું. એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે છે. અથવા તિર્યંચોનું વર્ણન કર્યું છે તેમ જાણવું. વિશેષ એ છે કે અહીં કોઈ શક્તિ વિશેષ હોય છે, રાજાઓ આદિને શાતાનો વિશેષ ઉદય હોય છે, ક્ષત્રિયાદિકોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે તથા ધન-કુટુંબાદિકનાં નિમિત્ત અહીં વિશેષ હોય છે; ઇત્યાદિ વિશેષ સમજવાં. અથવા ગર્ભાદિ અવસ્થાનાં દુઃખો તો પ્રત્યક્ષ ભાસે છે. જેમ વિષ્ટામાં લટ ઉત્પન્ન થાય તેમ ગર્ભમાં શુક્ર-શોણિતના બિંદુને પોતાના શરીરરૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે. પછી ત્યાં ક્રમપૂર્વક જ્ઞાનાદિકની વા શરીરની વૃદ્ધિ થાય છે. ગર્ભનાં દુઃખ ઘણાં છે, સંકોચરૂપ અને અધોમુખ રહી સુધા-તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂર્ણ કરે છે. ત્યાંથી જ્યારે બહાર નીકળે છે. ત્યારે બાળ અવસ્થામાં તે મહાદુઃખી થાય છે. કોઈ એમ કહે કે બાળઅવસ્થામાં થોડાં દુઃખ હોય છે પણ એમ નથી. પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતાં નથી. પછી વ્યાપારાદિક વા વિષય ઇચ્છા આદિ દુ:ખોની પ્રગટતા થાય છે. ત્યાં ઇષ્ટ-અનિષ્ટજનિત વ્યાકુળતા રહ્યા જ કરે છે. અને વૃદ્ધ થતાં શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે. એ દુઃખ પ્રત્યક્ષ થતા જોઈએ છીએ. અમે અહીં ઘણાં શું કહીએ ? પ્રત્યક્ષ જેને નથી ભાસતાં તે કહેલાં કેમ સાંભળશે? વળી મનુષ્યગતિમાં કોઈ વેળા કિંચિત્ શાતાનો ઉદય હોય છે પણ તે આકુળતામય છે. અને તીર્થકરાદિ પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત થયા વિના હોતાં નથી. એ પ્રમાણે મનુષ્ય-પર્યાયમાં દુઃખ જ છે. પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠા ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૭૧ વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી, છતાં કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાંઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી, વચ્ચેની અવસ્થા તે પણ રોગ-કલેશાદિ યુક્ત હોવાથી ત્યાં સુખ ઊપજતું નથી, છતાં કોઈ વિષયસુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો તેને ધર્મસાધનમાં લગાવે તો તેથી ઘણા ઉચ્ચપદને તે પામે. ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે. માટે અહીં જ પોતાનું હિત સાધવું પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્યજન્મને વૃથા ન ગુમાવવો. દેવગતિનાં દુઃખોનું વર્ણન દેવગતિમાં જ્ઞાનાદિકની શક્તિ અન્ય કરતાં કંઈક વધારે હોય છે. ઘણા દેવો તો મિથ્યાત્વવડે અતત્ત્વશ્રદ્ધાનયુક્ત જ થઈ રહ્યા છે; તેઓને કષાય કંઈક મંદ છે; ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કષાય ઘણો મંદ નથી, ઉપયોગ બહુ ચંચળ છે તથા શક્તિ કંઈક છે. તે દ્વારા કપાયનાં કાર્યોમાં જ પ્રવર્તે છે. કુતૂહલાદિ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી રહેલા હોવાથી એ વ્યાકુળતાવડે તેઓ દુઃખી જ છે. વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોમાં વિશેષ મંદ કષાય છે. શક્તિ પણ વિશેષ છે તેથી વ્યાકુળતા ઘટવાથી દુઃખ પણ ઘટતું છે. આ દેવોને ક્રોધ-માન કષાય છે, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ગૌણતા હોય છે. કોઈનું બૂરું કરવું, કોઈને હીન કરવો ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવોમાં તો કુતૂહલાદિવડે હોય છે, પણ ઉત્કૃષ્ટ દેવોમાં થોડાં હોય છે તેથી ત્યાં તેની મુખ્યતા નથી. માયા-લોભ કષાયનાં કારણો ત્યાં હોવાથી તેના કાર્યની મુખ્યતા છે. છલ કરવો, વિષયસામગ્રીની ઇચ્છા કરવી ઇત્યાદિ કાર્ય ત્યાં વિશેષ હોય છે. એ પણ ઉપર ઉપરના દેવોને થોડાં હોય છે. હાસ્ય અને રતિકષાયનાં કારણો ઘણાં હોવાથી તેના કાર્યોની ત્યાં મુખ્યતા હોય છે. અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં કારણો થોડાં હોવાથી તેનાં કાર્યોની ત્યાં ગૌણતા હોય છે. તથા સ્ત્રી-પુરુષવેદનો ત્યાં ઉદય છે અને રમવાનાં નિમિત્ત પણ છે તેથી તેઓ કામસેવન કરે છે; એ કષાય પણ ઉપર ઉપરના દેવોમાં મંદ હોય છે. અહમિન્દ્ર દેવોમાં વેદની મંદતા હોવાથી કામસેવનનો પણ અભાવ હોય છે. એ પ્રમાણે દેવોને કપાયભાવ હોય છે અને કષાયથી જ દુ:ખ છે. તેમને જેટલો કપાય થોડો છે તેટલું દુઃખ પણ થોડું છે, તેથી અન્યની અપેક્ષાએ તેમને સુખી કહીએ છીએ. પરંતુ વાસ્તવિકપણે કપાયભાવ જીવિત છે તેથી તે દુ:ખી જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ ]. મોક્ષમાર્ગ પ્રકાશક વળી વેદનીયમાં શાતાનો ઉદય તેમને ઘણો છે. તેમાં ભવનત્રિક દેવોને થોડો હોય છે તથા વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને વધારે હોય છે. શરીરની ઇષ્ટ અવસ્થા તથા સ્ત્રીમકાનાદિક સામગ્રીઓનો સંયોગ હોય છે. કદાચિત્ કિંચિત્ અશાતાનો ઉદય પણ કોઈ કારણથી તેમને હોય છે. એ અશાતાનો ઉદય હલકા દેવોને કંઈક પ્રગટપણે છે, પરંતુ ઉત્કૃષ્ટ દેવોને તે વિશેષ પ્રગટ નથી. તેમનું આયુષ્ય ઘણું છે, ઓછામાં ઓછું દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર છે. અને ૩૧ સાગરથી વધારે આયુષ્યનો ધારક મોક્ષમાર્ગ પામ્યા વિના કોઈ હોઈ શકતો નથી. એટલો બધો કાળ એ દેવો વિષયસુખમાં મગ્ન રહે છે. નામકર્મમાં દેવગતિ આદિ સર્વ પુણ્ય-પ્રકૃતિઓનો જ તેમને ઉદય છે તેથી એ તેમને સુખનું કારણ છે. ગોત્રકર્મમાં તેમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય છે તેથી તેઓ મહાનપણાને પ્રાપ્ત છે. એ પ્રમાણે પુણ્યઉદયની વિશેષતાવડ તેમને ઇષ્ટ સામગ્રી મળી છે અને કષાયો વડે ઇચ્છા હોવાથી તેને ભોગવવામાં તેઓ આસક્ત બની રહ્યા છે, એમ છતાં પણ ઇચ્છા તો અધિક જ રહે છે તેથી તેઓ સુખી થતા નથી. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કષાય ઘણા મંદ છે, તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ થતો નથી તેથી વસ્તુતાએ તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે સંસારમાં સર્વત્ર કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. એ પ્રમાણે પર્યાય અપેક્ષાએ દુઃખનું વર્ણન કર્યું. હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ. સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ દુઃખનું લક્ષણ આકુળતા છે અને આકુળતા ઇચ્છા થતાં થાય છે તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઇચ્છા હોયછે. ઇચ્છાઓ ચાર પ્રકારની છે - ૧-એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત તેને દેખવા-જાણવા ઇચ્છે છે. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી દેખે-જાણે નહિ ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ વિષય છે. ૨-એક ઇચ્છા કપાયભાવો અનુસાર કાર્ય કરવાની હોય છે, જેથી તે કાર્ય કરવા ઇચ્છે છે. જેમ બૂરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઇચ્છા થાય છે. હવે અહીં પણ બીજી તો કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી એ કાર્ય ન થાય ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ કષાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૭૩ ૩–એક ઇચ્છા પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતાં તેને દૂર કરવાની થાય છે. જેમકે-રોગ, પીડા અને ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઇચ્છા થાય છે. હવે ત્યાં તે પીડા માને છે. તેથી જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાં સુધી મહાવ્યાકુળ રહે છે. એ ઇચ્છાનું નામ પાપનો ઉદય છે. એ પ્રમાણે એ ત્રણ પ્રકારની ઇચ્છા થતાં બધા દુ:ખ જ માને છે, અને તે દુ:ખ જ છે. ૪-વળી એક ઇચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે અર્થાત્ એ ત્રણ પ્રકારની ઇચ્છાઓ અનુસાર પ્રવર્તવાની ઇચ્છા થાય છે. હવે એ ત્રણ પ્રકારની ઇચ્છાઓમાં એક એક પ્રકારની ઇચ્છા અનેક પ્રકારની હોય છે, ત્યાં કોઈ પ્રકારની ઇચ્છા પૂર્ણ કરવાનાં કારણો પુણ્યના ઉદયથી મળે, પણ તેનું સમાધાન યુગપત્ થઈ શકે નહિ તેથી એકને છોડી બીજાને લાગે તથા તેને છોડી કોઈ અન્યને લાગે. જેમ કોઈને અનેક પ્રકારની સામગ્રી મળી છે; હવે તે કોઈને દેખે છે, તેને છોડી રાગ સાંભળવા લાગે છે, તેને છોડી કોઈનું બૂરું કરવા લાગી જાય છે તથા તેને છોડી ભોજન કરવા લાગી જાય છે. અથવા દેખવામાં પણ એકને દેખી વળી અન્યને દેખવા લાગે છે. એ જ પ્રમાણે અનેક કાર્યોની પ્રવૃત્તિમાં ઇચ્છા થાય છે. એ ઇચ્છાનું નામ પુણ્યનો ઉદય છે. એને જગત્ સુખ માને છે, પરંતુ એ સુખ નથી પણ દુ:ખ જ છે. કારણ કે-પ્રથમ તો સર્વ પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો કોઈને પણ બની આવતાં નથી. કદાચિત્ કોઈ પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો બની આવે તોપણ તે સર્વનું યુગપત્ સાધન થઈ શકતું નથી, તેથી જ્યાંસુધી એકનું સાધન ન હોય ત્યાંસુધી તેની વ્યાકુળતા રહે છે, અને એનું સાધન થતાં તે જ સમયે અન્યના સાધનની ઇચ્છા થાય છે, ત્યારે વળી તેની વ્યાકુળતા થાય છે. એક સમય પણ નિરાકુળ રહેતો નથી તેથી તે મહાદુ:ખી જ છે. અથવા જ્યારે એ ત્રણ પ્રકારના ઇચ્છાોગ મટાડવાનો કિંચિત્ ઉપાય કરે છે ત્યારે કિંચિત દુ:ખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી, તેથી તેને દુઃખ જ છે. એ પ્રમાણે સંસારી જીવોને સર્વ પ્રકારે દુ:ખ જ છે. વિશેષમાં અહીં એટલું સમજવું કે-પ્રથમની ત્રણ પ્રકારની ઇચ્છાઓ વડે સર્વ જગત પીડિત થઈ રહ્યું છે. અને ચોથી ઇચ્છા તો પુણ્યનો ઉદય પ્રાપ્ત થતાં જ થાય છે, અને પુણ્યનો બંધ ધર્માનુરાગથી થાય છે. હવે ધર્માનુરાગમાં જીવ થોડો જોડાય છે પણ ઘણો ભાગ તો પાપક્રિયાઓમાં જ પ્રવર્તે છે, તેથી ચોથી ઇચ્છા કોઈ જીવને કોઈ કાળમાં જ થાય છે. અહીં એટલું સમજવાનું કે–સામાન્ય ઇચ્છાવાન જીવોની અપેક્ષાએ ચોથી ઇચ્છાવાળાઓને કંઈક ત્રણ પ્રકારની ઇચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. વળી ચોથી ઇચ્છાવાળાની અપેક્ષાએ તેથી મહાન ઇચ્છાવાળો ચોથી ઇચ્છા હોવા છતાં પણ દુ:ખી જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક જેમ કોઈને ઘણી વિભૂતિ હોવાછતાં જો તેને ઇચ્છા ઘણી છે તો તે ઘણો વ્યાકુળતાવાન છે, તથા કોઈને થોડી વિભૂતિ હોવા છતાં જો ઇચ્છા થોડી તો તે થોડો વ્યાકુળતાવાન છે, અથવા કોઈને અનિષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને દૂર કરવાની ઇચ્છા ઘણી થોડી છે, તો તે થોડો વ્યાકુળતાવાન છે તથા કોઈને ઇષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને ભોગવાની વા અન્ય સામગ્રીની ઘણી ઇચ્છા છે તો તે ઘણો વ્યાકુળતાવાન છે; તેથી સુખી-દુઃખી થવું ઇચ્છાના અનુસારે જાણવું પણ બાહ્ય કારણોને આધીન નથી. નરકના જીવોને દુઃખી તથા દેવોને સુખી કહીએ છીએ. એ ઇચ્છાની અપેક્ષાએ જ કહીએ છીએ. કારણ કે-નારીઓને કષાયની તીવ્રતા હોવાથી ઇચ્છા ઘણી છે તથા દેવોને કષાયની મંદતા હોવાથી ઇચ્છા થોડી છે. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઇચ્છાની અપેક્ષાએ જ સુખીદુ:ખી જાણવાં. તીવ્ર કષાયથી જેને ઇચ્છા ઘણી હોય તેને દુઃખી કહીએ છીએ તથા મંદકષાયથી જેને ઇચ્છા થોડી હોય તેને સુખી કહીએ છીએ, પરંતુ વાસ્તવિકપણે ત્યાં દુ:ખ જ ઘણું વા થોડું હોય છે. સુખ નહિ. દેવાદિકોને પણ સુખી માનીએ છીએ તે ભ્રમ જ છે, કારણ કે-તેમને ચોથી ઇચ્છાની મુખ્યતા છે તેથી તેઓ વ્યાકુળ છે. એ પ્રમાણે ઇચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમથી થાય છે તથા ઇચ્છામાત્ર આકુળતામય છે અને આકુળતા એ જ દુઃખ છે. એ પ્રમાણે સર્વ સંસારી જીવો અનેક પ્રકારનાં દુ:ખોથી પીડિત જ થઈ રહ્યો છે. મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય હવે જે જીવોને દુ:ખોથી છૂટવું હોય તેમણે ઇચ્છા દૂર કરવાનો ઉપાય કરવો અને ઇચ્છા તો ત્યારે જ દૂર થાય જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન તથા અસંયમનો અભાવ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ થાય. માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. એ પ્રમાણે સાધન કરતાં જેટલી જેટલી ઇચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઇચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુ:ખ મટી સત્ય સુખ પ્રગટે. વળી જ્યારે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો અભાવ થાય ત્યારે ઇચ્છાના કારણરૂપ ક્ષાયોપશમિક જ્ઞાનદર્શનનો વા શક્તિહીનપણાનો પણ અભાવ થાય છે, અનંત જ્ઞાન-દર્શન-વીર્યની પ્રાપ્તિ થાય છે, તથા કેટલાક કાળ પછી અઘાતી કર્મોનો પણ અભાવ થતાં ઇચ્છાનાં બાહ્ય કારણોનો પણ અભાવ થાય છે. કારણ કે-મોહ ગયા પછી કોઈ કાળમાં એ કારણો કિંચિત્ ઇચ્છા ઉપજાવવા સમર્થ નથી. મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતાં તેથી તેને કારણ કહ્યાં. તેનો પણ અભાવ થતાં તે સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. ત્યાં દુઃખનો વા દુઃખનાં કારણોનો સર્વથા અભાવ હોવાથી સદાકાળ અનુપમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર [ ૭૫ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંતકાળ બિરાજમાન રહે છે. તે કેવી રીતે? તે અહીં કહીએ છીએ: જ્ઞાનાવરણ-દર્શનાવરણનો ક્ષયોપશમ થતાં વા ઉદય થતાં મોહદ્વારા એક એક વિષયને દેખવા-જાણવાની ઇચ્છાવડ મહાવ્યાકુળ થતો હતો, પરંતુ હવે મોહના અભાવથી ઇચ્છાનો પણ અભાવ થયો જેથી દુ:ખનો પણ અભાવ થયો. વળી જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષય થવાથી સર્વ ઇંદ્રિયોના સર્વ વિષયોનું યુગપત્ ગ્રહણ થતાં દુઃખનાં કારણો પણ દૂર થયાં. જેમ નેત્રવડે પહેલાં એક વિષયને દેખવા ઇચ્છતો હતો, પણ હવે ત્રણલોકનાં ત્રિકાલવર્તી સર્વ વર્ણોને યુગપત્ દેખે છે, કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી કે જેને દેખવાની ઇચ્છા થાય. એ જ પ્રમાણે સ્પર્શનાદિક ઇંદ્રિયોવડે એક એક વિષયને ગ્રહણ કરવા ઈચ્છતો હતો, પરંતુ હવે ત્રણલોકના ત્રિકાલવર્તી સર્વ સ્પર્શ-રસ-ગંધ-શબ્દાદિક વિષયોને યુગપતું ગ્રહણ કરવા લાગ્યો. કોઈ ગ્રહણ કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઇચ્છા ઊપજે. પ્રશ્ન:- શરીરાદિક વિના એ ગ્રહણ શી રીતે થાય? ઉત્તર:- જ્યાંસુધી જ્ઞાન ઇન્દ્રિયજનિત હતું ત્યાંસુધી તો દ્રવ્ય ઇન્દ્રિયાદિ વિના ગ્રહણ થઈ શકતું નહોતું, પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે છે. અહીં કોઈ એમ કહે કે-જેમ મનવડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં જાણવું થતું હશે પણ ત્વચા-જીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહિ થતું હોય? પણ એમ નથી. કારણ કે-મનવડે તો સ્મરણાદિ થતાં કંઈક અસ્પષ્ટ જાણવું થાય છે, પરંતુ અહીં તો ત્વચા-જીભ આદિ વડે સ્પર્શ-રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય છે તેથી પણ અનંતગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે. વિશેષતા એ છે કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જ જાણવું થતું હતું, હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે. વળી પહેલાં મન વડે કંઈક અતીત-અનાગતને વા અવ્યક્તને જાણવા ઇચ્છતો હતો, પણ હવે બધુંય અનાદિથી અનંતકાળ પર્યત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને યુગપત્ જાણે છે, કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઇચ્છા થાય. એ પ્રમાણે દુ:ખ અને દુ:ખનાં કારણોનો તેમને અભાવ જાણવો. વળી પહેલાં મોહના ઉદયથી મિથ્યાત્વ વા કષાયભાવ થતો હતો, પણ તેનો સર્વથા અભાવ થવાથી દુ:ખનો પણ અભાવ તથા તેનાં કારણોનો પણ અભાવ થવાથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. એ કારણોનો અભાવ અહીં બતાવીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક સર્વ તત્ત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ કેમ થાય ? કોઈ અનિષ્ટરૂપ રહ્યો નથી, નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે? સિદ્ધોથી ઊંચો કોઈ છે નહિ; ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે અને ઈષ્ટ ફળ પામે છે, તો પછી તેઓ કોનાથી માન કરે? કોઈ અન્ય ઇષ્ટ રહ્યું નથી તો કોના માટે તેઓ છલ (માયા) કરે? સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે, કોઈ કાર્ય રહ્યું નથી કે કોઈથી પ્રયોજન કાંઈ રહ્યું નથી તો શા અર્થે તેઓ લોભ કરે ? કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની નથી તો કયા કારણથી તેમને હાસ્ય થાય? કોઈ અન્ય ઇષ્ટ પ્રીતિ કરવા યોગ્ય છે નહિ તો કોનાથી રતિ થાય? કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો નથી તો કોનાથી અરતિ કરે? કોઈ ઇષ્ટ–અનિષ્ટ સંયોગ-વિયોગ તેમને થતો નથી તો તેઓ શા અર્થે શોક કરે? કોઈ અનિષ્ટ કરવાવાળું કારણ રહ્યું નથી તો તેઓ કોનાથી ભય કરે? સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસે છે, અને તેમાં પોતાને કોઈ અનિષ્ટ નથી તો તેઓ કોનાથી જાગુપ્સા કરે? તથા કામપીડા દૂર થવાથી સ્ત્રીપુરુષ બંનેની સાથે રમવાનું પ્રયોજન કાંઈ રહ્યું નથી તો તેમને સ્ત્રી-પુરુષ-નપુંસકવેદરૂપ ભાવ કયાંથી થાય? એ પ્રમાણે મોહ ઊપજવાના કારણોનો તેમને અભાવ જાણવો. વળી અંતરાયના ઉદયથી શક્તિ હીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી, હવે તેનો અભાવ થયો એટલે દુ:ખનો પણ અભાવ થયો અને અનંત શક્તિ પ્રગટ થઈ, તેથી દુ:ખનાં કારણોનો પણ અભાવ થયો. પ્રશ્ન:- દાન, લાભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી તો તેમને શક્તિ પ્રગટ થઈ કેમ કહેવાય ? ઉત્તર- એ બધાં કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદભાવ નથી અને તેને રોકવાવાળા કર્મોનો અભાવ થયો છે તેથી શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. જેમ કોઈ ગમન કરવા ઇચ્છતો હતો, તેને કોઈએ રોક્યો હતો ત્યારે તે દુ:ખી હતો અને જ્યારે એ રોકાણ દૂર થયું ત્યારે જે કાર્ય અર્થે તે ગમન કરવા ઇચ્છતો હતો તે કાર્ય ન રહ્યું એટલે ગમન પણ ન કર્યું, તેથી ગમન ન કરવા છતાં પણ તેને શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. તેમ અહીં પણ સમજવું. જ્ઞાનાદિકની શક્તિરૂપ અનંતવીર્ય તેમને પ્રગટ હોય છે. વળી અઘાતિ કર્મોમાં પાપ-પ્રકૃતિઓનો ઉદય થતાં મોહથી દુઃખ માનતો હતો તથા પુણ્ય-પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડ એ સર્વ દુઃખ જ હતું. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધિકાર | [ ૭૭ દુઃખનો નાશ થયો. જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયાં તથા જે કારણો વડે કિંચિત્ દુઃખ દૂર થતાં સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું તેથી તે દુઃખના ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે. તેની સિદ્ધિ સ્વયં થઈ જ રહી છે. તેના વિશેષ બતાવવામાં આવે છે. વેદનીયકર્મમાં અશાતાના ઉદયથી શરીરમાં રોગસુધાદિ દુઃખનાં કારણો થતાં હતાં, પણ હવે શરીર જ રહ્યું નથી ત્યાં કયાંથી થાય? શરીરની અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદિક હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય ? બાહ્ય અનિષ્ટ નિમિત્તો બનતાં હતાં પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નથી; એ પ્રમાણે દુઃખના કારણોનો અભાવ થયો. વળી શાતાના ઉદયથી કિંચિત્ દુ:ખ મટવાના કારણરૂપ જે ઔષધ-ભોજનાદિક હતાં તેનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા કોઈ ઇષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઈષ્ટ માનવાનું પ્રયોજન રહ્યું નથી, કારણ કે-એ વડ દુ:ખ મટાડવા વા ઈષ્ટ પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતાં સંપૂર્ણ ઇષ્ટ પામ્યો. આયુકર્મના નિમિત્તથી મરણ-જીવન થતાં હતાં; હવે મરણ વડે તો દુઃખ માનતો હતો પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુ:ખનું પણ કોઈ કારણ રહ્યું નહિ. દ્રવ્યપ્રાણને ધારી કેટલોક કાળ જીવવા-મરવાથી સુખ માનતો હતો; તેમાં પણ નરક પર્યાયમાં દુ:ખની વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઇચ્છતો, નહોતો. પરંતુ હવે આ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના જ પોતાના ચૈતન્યપ્રાણવડ સદાકાળ જીવે છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી. નામકર્મવર્ડ પ્રાપ્ત અશુભ ગતિ-જાતિ આદિમાં દુઃખ માનતો હતો, પણ હવે એ સર્વનો અભાવ થયો એટલે દુઃખ કયાંથી થાય? અને શુભગતિ-જાતિ આદિમાં કિંચિત્ દુઃખ દૂર થવાથી સુખ માનતો હતો, હવે એ વિના પણ સર્વ દુઃખનો નાશ તથા સર્વ સુખનો પ્રકાશ હોવાથી તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી. ગોત્રકર્મના નિમિત્તથી નીચકુળ પામતાં દુઃખ માનતો હતો તથા ઊંચકુળ પામતાં સુખ માનતો હતો, પણ અહીં નીચકુળનો અભાવ થવાથી દુઃખનું કારણ રહ્યું નહિ તથા ઊંચકુળ વિના પણ રૈલોકયપૂજ્ય ઊંચપદને પામે છે. એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે. દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક ઇચ્છા હોય. એ ઇચ્છાનો વા ઇચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખરહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે-નિરાકુળપણું એ જ સુખનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક લક્ષણ છે. સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતાં જ બધાય સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માનીએ? એ પ્રમાણે સમ્યગ્દર્શનાદિ સાધન વડે સિદ્ધપદ પામતાં સર્વ દુઃખનો અભાવ થાય છે, સર્વ સુખ પ્રગટ થાય છે. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય ! હે ભાઈ ! તને સંસારનાં જે દુ:ખો બતાવ્યાં તેનો અનુભવ તને થાય છે કે નહિ? તે વિચાર. તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું તે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહિ? તેનો પણ વિચાર કર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર! વિલંબ ન કર! એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે ! એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વિષે સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપક ત્રીજો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર ચોથો મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું વિશેષ નિરૂપણ (દોહરો ) ભવનાં સર્વ દુ:ખોતણું, કા૨ણ મિથ્યાભાવ; તેની સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ ઉપાય. હવે અહીં સંસારદુઃખોના બીજભૂત મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. જેમ વૈદ્ય રોગનાં કારણોને વિશેષરૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ કરે તો રોગી કુપથ્યસેવન ન કરે અને તેથી રોગમુક્ત થાય; તેમ અહીં સંસારનાં કારણોનું વિશેષ નિરૂપણ કરીએ છીએ. જ્યારે સંસારીજીવ મિથ્યાદર્શનાદિકનું સેવન ન કરે, ત્યારે જ સંસારરહિત થાય. તેથી એ મિથ્યાદર્શનાદિકનું વર્ણન કરીએ છીએ. મિથ્યાદર્શનનું સ્વરૂપ આ જીવ અનાદિ કાળથી કર્મસંબંધ સહિત છે. તેને દર્શનમોહના ઉદયથી થયેલું જે અતત્ત્વશ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. કારણ કે તભાવ તે તત્ત્વ અર્થાત્ શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે. અને તત્ત્વ નથી તેનું નામ અતત્ત્વ છે. તેથી અતત્ત્વ છે તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે. વળી “આ આમ જ છે”-એવા પ્રતીતિભાવનું નામ શ્રદ્ધાન છે. અહીં શ્રદ્ધાનનું જ નામ દર્શન છે. જોકે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે તોપણ અહીં પ્રકરણાનુસા૨ એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો, અને શ્રી સર્વાર્થસિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. કારણ કે–સામાન્ય અવલોકન કાંઈ સંસાર-મોક્ષનું કારણ થાય નહિ, પણ શ્રદ્ધાન જ સંસાર-મોક્ષનું કારણ છે. તેથી સંસાર-મોક્ષના કારણ સંબંધી વિવેચનમાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધાન જ ગ્રહણ કરવો. હવે મિથ્યારૂપ જે દર્શન અર્થાત્ શ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. જેવું વસ્તુસ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એવો વિપરીતાભિનિવેશ અર્થાત્ વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યાદર્શન હોય છે. પ્રશ્ન:- કેવળજ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી અને યથાર્થ ભાસ્યા વિના યથાર્થ શ્રદ્ધાન પણ ન હોય, તો મિથ્યાદર્શનનો ત્યાગ કેવી રીતે બને ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઉત્ત૨:- પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણકર્મના અનુસાર હોય છે અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે, જાણ્યા વિના પ્રતીતિ કયાંથી થાય ? એ તો સાચું, પરંતુ જેમ કોઈ પુરુષ પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું જ માને છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર-બગાડ થતો નથી અને એવી રીતે જાણવા વા માનવાથી તે પુરુષ કાંઈ ડાહ્યો કે પાગલ ગણાય નહિ, પરંતુ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે વા તેમ જ માનવા લાગે તો તેનો બગાડ થાય અને તેથી તે પાગલ કહેવાય. તથા જો એ પ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે વા તેમ જ માને તો તેનો સુધાર થાય અને તેથી ડાહ્યો કહેવાય. એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું જ શ્રદ્ધાન કરે, તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ નથી અથવા તેથી તે મિથ્યાદષ્ટિ-સમ્યગ્દષ્ટિ નામ પામે નહિ. પણ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે તથા તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો બગાડ થાય અને એટલા માટે તેને મિથ્યાદષ્ટિ કહીએ છીએ. તથા જો તેને યથાર્થ જાણે અને તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો સુધાર થાય માટે સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. અહીં એટલું સમજવું કે અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા વા યથાર્થ-અયથાર્થ જાણવામાં આવે છે તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા-અધિકતા થાય છે એટલો જ જીવનો બગાડ-સુધાર છે અને તેનું નિમિત્ત તો જ્ઞાનાવરણકર્મ છે. પરંતુ પ્રયોજનભૂત પદાર્થોને અન્યથા વા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો કાંઈ બીજો પણ બગાડ-સુધાર થાય છે તેથી તેનું નિમિત્ત દર્શન-મોહકર્મ છે. પ્રશ્ન:- જેવું જાણે તેવું શ્રદ્ધાન કરે માટે અમને તો જ્ઞાનાવરણના અનુસાર જ શ્રદ્ધાન ભાસે છે, પણ અહીં દર્શનમોહનું વિશેષ નિમિત્ત કહ્યું તે કેવી રીતે ભાસે છે? ઉત્તર:- પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો સર્વ સંશીપંચેન્દ્રિય જીવોને થયો છે. પરંતુ દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગ સુધી ભણે છે તથા ત્રૈવેયકના દેવો અવધિજ્ઞાનાદિ યુક્ત છે તેમને જ્ઞાનાવરણનો ઘણો ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોતું નથી, તથા તિર્યંચાદિકને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે, માટે સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ શ્રદ્ધાન નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમોહ છે. તેના ઉદયથી જ્યારે જીવને મિથ્યાદર્શન થાય છે ત્યારે તે પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરે છે. પ્રયોજનભૂત-અપ્રયોજનભૂત પદાર્થ પ્રશ્નઃ- એ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્ત્વ કયા કયા છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૮૧ ઉત્તર:- આ જીવને પ્રયોજન તો એક એ જ છે કે “મને દુઃખ ન થાય અને સુખ થાય,” અન્ય કંઈ પણ પ્રયોજન કોઈ જીવને નથી. વળી દુ:ખ ન હોવું તથા સુખ હોવું એ બે એક જ છે, કારણ કે દુઃખનો અભાવ એ જ સુખ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ જીવાદિક તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરતાં જ થાય છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. કારણ કે સ્વ-પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? અથવા સ્વપરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુ:ખ કેવી રીતે દૂર થાય ? અથવા પોતે તથા પર ભિન્ન છે પરંતુ આ જીવ પરમાં અહંકાર-મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ-પરનું જ્ઞાન જીવઅજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા શરીરાદિક અજીવ છે. જો એનાં લક્ષણાદિવડે જીવ-અજીવની ઓળખાણ થાય તો જ સ્વ-પરનું ભિન્નપણું ભાસે, માટે જીવ-અજીવને જાણવા જોઈએ. અથવા જીવ-અજીવનું જ્ઞાન થતાં જે પદાર્થોના અન્યથા શ્રદ્ધાનથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુ:ખ દૂર થાય છે, માટે જીવ-અજીવને જાણવા આવશ્યક છે. વળી દુઃખનું કારણ તો કર્મબંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આસ્રવ છે. હવે તેને ન ઓળખે, તેને દુ:ખના મૂળ કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? અને તેથી દુ:ખ જ થાય છે. અથવા મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ તે ન કરે તેથી દુઃખી જ રહે, માટે આસ્રવને જાણવો આવશ્યક છે. વળી સમસ્ત દુ:ખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે તો તેથી મુક્ત થવાનો ઉપાય પણ તે ન કરે. અને તેના નિમિત્તથી તે દુ:ખી જ થાય, માટે બંધને જાણવો આવશ્યક છે. આસ્રવનો અભાવ કરવો તે સંવર છે. હવે તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં પ્રવર્તે નહિ અને તેથી આસ્રવ જ રહે, જેથી વર્તમાન વા ભાવિમાં દુઃખ જ થાય છે, માટે સંવરને જાણવા આવશ્યક છે. વળી કથંચિત્ કિંચિત્ કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. તેને ન જાણે તો તેની પ્રવૃત્તિનો ઉધમી પણ તે ન થાય, ત્યારે સર્વથા બંધ જ રહે અને તેથી દુઃખ જ થાય છે. માટે નિર્જરાતત્ત્વને જાણવું આવશ્યક છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક તથા સર્વથા સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો તેનો ઉપાય પણ ન કરે જેથી સંસારમાં કર્મબંધનથી ઉત્પન્ન થતાં દુ:ખોને જ તે સહન કરે, માટે મોક્ષતત્ત્વને જાણવું આવશ્યક છે એ પ્રમાણે જીવાદિક સાત તત્ત્વો જાણવાં આવશ્યક છે. વળી શાસ્ત્રાદિવડે કદાચિત્ તેને જાણે પણ “તે એમ જ છે” એવી પ્રતીતિ ન આવી તો જાણવાથી પણ શું થાય ? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવારૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા. વળી તેના વિશેષ ભેદ પુણ્ય-પાપાદિરૂપ છે તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કે-તેનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી તો દુ:ખ થતું નથી, સુખ થાય છે અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુ:ખ થાય છે, સુખ થતું નથી. તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન કરો વા ન કરો; તેનું શ્રદ્ધાન કંઈ સુખ-દુઃખનું કારણ નથી. પ્રશ્ન:- પૂર્વે જીવ-અજીવ પદાર્થો કહ્યાં તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે? ઉત્ત૨:- પદાર્થ તો સર્વ જીવ-અજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવ-અજીવના વિશેષો (ભેદો ) ઘણા છે; તેમાં જે વિશેષો સહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-૫૨નું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય તેથી સુખ ઊપજે તથા તેને અયથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-પરનું શ્રદ્ધાન ન થાય રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુ:ખ ઊપજે, એ વિશેષો સહિત જીવ–અજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા. તથા જે વિશેષો સહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ-૫૨નું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ-અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા. જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થા-આકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે. એમ અન્ય પણ સમજવું. એ પ્રમાણે કહેલાં જે પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યાદર્શન જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૮૩ મિથ્યાદર્શનની પ્રવૃત્તિ હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતાપૂર્વક વર્ણન કરીએ છીએ. જીવ-અજીવતત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન અનાદિ કાળથી જીવ છે તે કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલપરમાણમય શરીર એ બંનેના એક પિંડબંધાનરૂપ છે. તેમાં આ જીવને “આ હું છું”— એવી અહંબુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે અને વિભાવ ક્રોધાદિક છે. તથા પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિક છે. એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે. આ મારાં છે”—એવી તેઓમાં મમત્વબુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા-હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલપરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં “આ મારી અવસ્થા છે”—એવી મમકારબુદ્ધિ કરે છે. વળી જીવને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે; પોતાનો સ્વભાવ દર્શન-જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્ત-માત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કેહાથ વગેરેથી મેં સ્પર્શ્વ, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિક વડે મેં સૂધ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું.” મનોવર્ગણા રૂપ આઠ પાંખડી વાળા ફૂલ્યા કમળના આકારે હૃદયસ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્યમાન છે જે દષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે “મેં મન વડ જાણું.” વળી પોતાને જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રો વગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે, એ બધાને એકરૂપ માની આ એમ માને કે-“હું બોલું છું.” તથા પોતાને ગમનાદિક ક્રિયાની વા વસ્તુગ્રહણાદિકની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હુલાવે ત્યાં એકક્ષેત્રાવગાહુ સંબંધથી શરીરનાં અંગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક હાલે છે ત્યારે એ કાર્ય બને છે અથવા પોતાની ઇચ્છા વિના શરીર હાલતાં પોતાનાં પ્રદેશો પણ હાલે. હવે એ બધાંને એકરૂપ માની આ એમ માનવા લાગે કે “હું ગમનાદિ કાર્ય કરું છું, વા હું વસ્તુનું ગ્રહણ કરું છું અથવા મેં કર્યું”-ઇત્યાદિ રૂપ માને છે. જીવને કપાયભાવ થતાં શરીરની ચેષ્ટા એ કષાયભાવ અનુસાર થઈ જાય છે. જેમક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય. હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય અને પુરુષવેદાદિ થતાં લિંગકાઠિયાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે“એ બધા કાર્ય હું કરું છું.” શરીરમાં શીત-ઉષ્ણ, ક્ષુધા-તૃષા અને રોગાદિ અવસ્થાઓ થાય છે તેના નિમિત્તથી મોહભાવવડ પોતે સુખ-દુ:ખ માને છે. એ બધાને એકરૂપ જાણી શીતાદિક વા સુખ-દુ:ખ પોતાને જ થયાં એમ માને છે. વળી શરીરના પરમાણુઓનું મળવું-વિખરાવું આદિ થવાથી, અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીર સ્કંધના ખંડાદિક થવાથી સ્થૂલ-કૃષાદિક, બાળ-વૃદ્ધાદિક વા અંગહીનાદિક થાય છે અને તે અનુસાર પોતાના પ્રદેશોનો પણ સંકોચવિસ્તાર થાય છે. એ બધાને એકરૂપ માની આ જીવ “હું સ્કૂલ છું, હું કૃષ છું, હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારાં અમુક અંગોનો ભંગ થયો” ઇત્યાદિ માને છે. શરીરની અપેક્ષાએ ગતિ કુલાદિક હોય છે તેને પોતાના માની “હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું”-ઇત્યાદિરૂપ માને છે. શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ-મરણ હોય છે તેને પોતાનાં જન્મ-મરણ માની “હું ઊપજ્યો, હું મરીશ” એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જેમકે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડે નીપજ્યાં તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, -ઇત્યાદિરૂપ તેની માન્યતા હોય છે ઘણું શું કહીએ ! હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે. ઇન્દ્રિયાદિકનાં નામ તો અહીં કહ્યાં છે, પણ તેને તો કાંઈ ગમ્ય નથી. માત્ર અચેત જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારણ કરે છે, તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ. આ આત્માને અનાદિ કાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોત પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે. વળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૮૫ પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ ઘણો હોવાથી (શરીરથી પોતાની) ભિન્નતા ભાસતી નથી. હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યાદર્શનના જોરથી થઈ શકતા નથી તેથી તેને પર્યાયમાં જ અહંબુદ્ધિ હોય છે. મિથ્યાદર્શનવડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મકાન અને નોકર-ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી–એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે. પુત્રાદિકમાં “આ છે તે હું જ છું.” એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે. અનિત્યને નિત્ય, ભિન્નને અભિન, દુઃખનાં કારણોને સુખનાં કારણ માને છે તથા દુ:ખને સુખ માને છે- ઇત્યાદિ પ્રકારે વિપરીત ભાસે છે. એ પ્રમાણે જીવ-અજીવ તત્ત્વોનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ-કષાયાદિક ભાવ થાય છે તેને તે પોતાનો સ્વભાવ માને છે, પરંતુ તે કર્મઉપાધિથી થાય છે, એમ જાણતો નથી. દર્શન-જ્ઞાન ઉપયોગ અને આસવભાવ એ બંનેને તે એકરૂપ માને છે, કારણ કે-તેનો આધારભૂત એક આત્મા છે. વળી તેનું અને આસ્વભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણે તેને ભાસતું નથી તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યાદર્શનના બળથી થઈ શકતા નથી. એ મિથ્યાત્વભાવ અને કષાયભાવ વ્યાકુળતા સહિત છે તેથી તે વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુ:ખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતાં ઊલટા ભલા જાણી પોતે એ ભાવારૂપ થઈ પ્રવર્તે છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને કષાયભાવોથી થાય છે છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાવાળા માને છે. જેમ દુઃખી તો મિથ્યાશ્રદ્ધાનથી થાય છે છતાં પોતાના શ્રદ્ધાન અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે દુઃખી તો ક્રોધથી થાય છે છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે તથા દુઃખી તો લોભથી થાય છે પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે– એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. એની તીવ્રતાવડ નરકાદિક તથા મંદતાવડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે ત્યાં ઘણી-થોડી વ્યાકુળતા થાય છે તેવું તેને ભાસતું નથી. તેથી તે ભાવો બૂરા પણ લાગતા નથી તેનું કારણ શું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે તેથી તેને બૂરા કેમ માને? એ પ્રમાણે આસ્રવતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. વળી એ આસ્વભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે તેનો ઉદય થતાં જ્ઞાનદર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ-કપાયરૂપ પરિણમન થવું, ઇચ્છાનુસાર ન બનવું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક સુખ-દુ:ખનાં કારણો મળવાં, શ૨ી૨નો સંયોગ રહેવો, ગતિ-જાતિ-શરીરાદિક નીપજવાં અને નીચું-ઊંચું કુળ પામવું થાય છે. એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતો નથી કારણ કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂજતાં નથી અને પોતાને એ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી એટલે એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે, એ પ્રમાણે બંધ-તત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. વળી આસવનો અભાવ થવો તે સંવર છે. જો આસવને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ શ્રદ્ધાન કયાંથી થાય? જેમ કોઈને અહિત આચરણ છે, પણ તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આસવની પ્રવૃત્તિ છે; તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને તિરૂપ કેમ માને? વળી અનાદિકાળથી આ જીવને આસવભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી, સંવર થતાં સુખ થાય છે તથા ભાવિમાં દુ:ખ પણ નહિ થાય. પરંતુ એમ તેને ભાસતું નથી તેથી તે આસ્રવનો તો સંવર કરતો નથી પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે સંવરતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. બંધનો એકદેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું યથાર્થ શ્રદ્ધાન કયાંથી હોય? જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુ:ખ થતું જે ન જાણે તે તેને નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે ? તેમ એ બંધનરૂપ કરેલાં કર્મોથી દુ:ખ થાય છે એમ જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે ? વળી આ જીવને ઇંદ્રિયો વડે સૂક્ષ્મરૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી તથા તેમાં દુ:ખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી તેથી અન્ય પદાર્થોનાં નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ તે પોતાને આધીન નથી. કદાચિત્ દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઇષ્ટ સંયોગાદિ કાર્ય બને છે તે પણ કર્માનુસાર બને છે, છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે.-એ પ્રમાણે નિર્જરાતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધને વા બંધાનિત સર્વદુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ કયાંથી થાય? જેમ કોઈને રોગ છે તે આ રોગને વા રોગનિત દુ:ખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે ? એ રીતે આ જીવને કર્મબંધન છે, આ તે બંધનને તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૮૭ બંધજનિત દુ:ખને ન જાણે તો સર્વથા બંધના અભાવને કેવી રીતે ભલો જાણે? વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્યપદાર્થોને દુ:ખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે, તથા આ જીવ એમ તો જાણે છે કે-“સર્વથા દુ:ખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી થવું છે,” પણ એમ તો કદી પણ બની શકે નહિ. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે. એ પ્રમાણે મિથ્યાદર્શનથી મોક્ષતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ જીવ મિથ્યાદર્શનથી જીવાદિ સાતે પ્રયોજનભૂત તત્ત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે. વળી પુણ્ય-પાપ છે તે તેનાં જ વિશેષ છે, એ પુણ્ય-પાપની એક જાતિ છે તો પણ મિથ્યાદર્શનથી પુણ્યનું ભલું તથા પાપને બૂરું જાણે છે. પુણવડ પોતાની ઇચ્છાનુસાર કિંચિત્ કાર્ય બને તેને ભલું જાણે છે તથા પાપવડે ઇચ્છાનુસાર કાર્ય અને તેને બૂરું જાણે છે. હવે એ બંને આકુળતાનાં જ કારણો હોવાથી બૂરાં જ છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી જ ત્યાં સુખ-દુઃખ માને છે. વાસ્તવિકપણે જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ જ છે; માટે પુણ્ય-પાપના ઉદયને ભલો-બૂરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત પુણ્ય-પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા–બૂરા જાણે છે તે પણ ભ્રમ છે, કારણ કે એ બંને કર્મબંધનાં જ કારણો છે. એ પ્રમાણે પુણ્ય-પાપનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એ રીતે અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું. તે અસત્યરૂપ છે; માટે તેનું જ નામ મિથ્યાત્વ છે તથા સત્યશ્રદ્ધાનથી રહિત છે માટે તેનું જ નામ અદર્શન છે. હવે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને અયથાર્થ જાણવાં તેનું નામ મિથ્યાજ્ઞાન છે. એ વડે એ તત્ત્વોને જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે ત્યાં “આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે”—એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેનું નામ સંશય છે. જેમ “હું આત્મા છું કે શરીર છું” એમ જાણવું તે સંશય. વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક “આ આમ જ છે,” એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. જેમ “હું શરીર છું” એમ જાણવું તે વિપર્યય છે, તથા “કંઈક છે” એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ “હું કોઈક છું” એમ જાણવું તે અનધ્યવસાય છે. એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જે જાણવું થાય તેનું નામ મિથ્યાજ્ઞાન છે. પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન નથી. જેમ મિથ્યાદષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી કાંઈ સમ્યજ્ઞાન નામ પામે નહિ તથા સમ્યગદષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક દોરડીને સાપ જાણે તેથી કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ, પ્રશ્ન:- પ્રત્યક્ષ સાચા જૂઠા જ્ઞાનને સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય? ઉત્તર- જ્યાં જાણવાનું જ-સાચજૂઠ નિર્ધાર કરવાનું જ-પ્રયોજન હોય ત્યાં તો કોઈ પદાર્થને તેના સાચા જૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાન નામ પામે છે. જેમ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવારૂપે સમ્યજ્ઞાન કહ્યું છે તથા સંશયાદિરૂપ જાણવાપણાને અપ્રમાણરૂપ મિથ્યાજ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર-મોક્ષના કારણભત સત્ય-અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. એટલે દોરડી-સર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કાંઈ સંસાર-મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાનસમ્યજ્ઞાન કહ્યું નથી, પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાનસમ્યજ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યાદષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન જ કહ્યું તથા સમ્યગ્દષ્ટિના સર્વ જાણવાને સમ્યજ્ઞાન કહ્યું. પ્રશ્ન- મિથ્યાષ્ટિના જીવાદિ તત્ત્વોના અયથાર્થ જાણવાને મિથ્યાજ્ઞાન ભલે કહો, પણ દોરડી-સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યજ્ઞાન કહો? ઉત્તર- મિથ્યાષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા-અસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી તે કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા વા ભેદભેદવિપરીતતા ઉપજાવે છે. ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ-વિપરીતતા છે, જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા છે, તથા જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદવિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને તેમ મિથ્યાષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી પણ જાણે તોપણ તેને નિશ્ચયરૂપ નિર્ધારવડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થજ્ઞાન કહેતા નથી; તેમ મિથ્યાદષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી તેથી તેને સમ્યજ્ઞાન કહેતા નથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે તેથી તેને સમ્યજ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ. પ્રશ્ન:- એ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૮૯ ઉત્તર- મોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છે–સમ્યભાવ નથી થતો એ જ એ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે પ્રશ્ન:- અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી? ઉત્તર:- જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાનભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી કિંચિત્ જ્ઞાનરૂપ મતિ-શ્રુત આદિ જ્ઞાન હોય છે. હવે જો તેમાંથી કોઈને મિથ્યાજ્ઞાન તથા કોઈને સમ્યજ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યાષ્ટિ વા સમ્યગ્દષ્ટિમાં હોય છે, તેથી એ બંનેને મિથ્યાજ્ઞાન વા સમ્યજ્ઞાનનો સદ્ભાવ થઈ જાય, જે સિદ્ધાંતવિરુદ્ધ છે. માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી. પ્રશ્ન:- દોરડી-સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ જીવાદિ તત્ત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો? ઉત્તર:- જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે તથા યથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયોપશમથી હોય છે. જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે તેથી તે અયથાર્થ જાણે છે, તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે તેથી તે યથાર્થ જાણે છે, તેમ જીવાદિ તત્ત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે, પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયોપશમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અશાતા-વેદનીયનો ઉદય હોય તે દુ:ખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેચે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ અશાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી, માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેચવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અશાતા-શાતાવેદનીયનો ઉદય જ કારણભૂત છે. એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદ-જાણે છે પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્દર્શન થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂતઅપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય-અનુદય જ કારણભૂત છે. અહીં એમ જાણવું કે-જ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદિ તત્ત્વોને યથાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ]. મોક્ષમાર્ગ પ્રકાશક જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યાજ્ઞાનમિથ્યાદર્શન એ બંનેનું નિમિત્ત છે, તથા જ્યાં સંજ્ઞી મનુષ્યાદિકને ક્ષયોપશમાદિ લબ્ધિજનિત શક્તિ હોય અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. તેથી મિથ્યાજ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવરણ ન કહેતાં દર્શન-મોહનીયના ઉદયનિત ભાવને જ કારણરૂપ કહ્યો. પ્રશ્ન:- જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, તો પહેલાં મિથ્યાજ્ઞાન કહો અને પછી મિથ્યાદર્શન કહો? ઉત્તર:- છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યમ્ એવી સંજ્ઞા મિથ્યાદર્શન-સમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે. જેમ મિથ્યાદષ્ટિ વા સમ્યગ્દષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યાષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાનનું કારણ મિથ્યાદર્શન-સમ્યગ્દર્શન જાણવું. તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાનશ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલાં કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત છે માટે તેને પાછળ કહેવું પણ જ્યાં મિથ્યા સમ્યજ્ઞાન-શ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન કારણભૂત હોવાથી તેને પહેલાં કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું. પ્રશ્ન- જ્ઞાન-શ્રદ્ધાન તો યુગપતું હોય છે, તો તેમાં કારણ-કાર્યપણું કેવી રીતે કહો છો? ઉત્તર- “એ હોય તો એ હોય' એ અપેક્ષાએ કારણ-કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપતું હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાનને પણ છે અથવા મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનને તથા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને કારણ-કાર્યપણું જાણવું. પ્રશ્ન:- જો મિથ્યાદર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યાજ્ઞાન નામ પામે છે તો એક મિથ્યાદર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યાજ્ઞાન જાદું શા માટે કહ્યું? ઉત્તર- જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાદષ્ટિ વા સમ્યગ્દષ્ટિને ક્ષયોપશમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા એ જ્ઞાન કેવળજ્ઞાનમાં પણ જઈ મળે છે, જેમ નદી સમુદ્રમાં જઈ મળે છે; તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞયમાં લાગે. હવે આ મિથ્યાદર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞયોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૯૧ તો લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનમાં દોષ થયો, અને તેને જ મિથ્યાજ્ઞાન કહ્યું. તથા જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ થયો તેથી તેને મિથ્યાદર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણભેદથી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન જુદાં કહ્યાં છે. એ પ્રમાણે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્ત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુશાન પણ કહીએ છીએ. હવે મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહે છે. મિથ્યાચારિત્રનું સ્વરૂપ ચારિત્રમોહના ઉદયથી કપાયભાવ થાય છે, તેનું નામ મિથ્યાચારિત્ર છે. અહીં પોતાની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. (“આ સુખી છે) એવી જૂઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઇચ્છે પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યાચારિત્ર છે. એ જ અહીં કહીએ છીએ: પોતાનો સ્વભાવ તો દષ્ટા-જ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળો-જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખું-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે અને તેથી રાગી-દ્વેષી થાય છે. કોઈના સદ્દભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્દભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ-કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તાહર્તા છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કપાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે “આ ગાડાને હું ચલાવું છું”—તો તે અસત્ય માને છે. જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે છે તો જ્યારે એ ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી ? તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈવાર જીવને અનુસારે પરિણમે ત્યારે એમ માને કે “આને હું આમ પરિણમાવું ” પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમાવ્યો પરિણમે છે તો ક્યારે તે એમ ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? એટલે પોતાની ઇચ્છાનુસાર પદાર્થનું પરિણમન તો કદી પણ થતું નથી, કદાચિત થાય તો તેવા જોગાનુજોગ બનતાં જ થાય છે, ઘણાં પરિણમન તો પોતાની ઇચ્છા વિરુદ્ધ જ થતાં જઈએ છીએ. માટે નિશ્ચય થાય છે કે-પોતાનો કર્યો કોઇ પણ પદાર્થોનો સદ્ભાવ અથવા અભાવ થતો નથી, અને જો પોતાના કરવાથી કોઈ પણ પદાર્થોનો સર્ભાવઅભાવ થતો જ નથી તો કપાયભાવ કરવાથી શું વળે ? કેવળ પોતે જ દુઃખી થાય છે. જેમ કોઈ વિવાહાદિ કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય છતાં પોતે કર્તા બની કષાય કરે તો પોતે જ દુ:ખી થાય; તેમ અહીં પણ સમજવું. માટે કષાયભાવ કરવો એ “જેમ જળને વલોવવું કોઈ કાર્યકારી નથી ” એવો છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૯ર ]. મોક્ષમાર્ગ પ્રકાશક તેથી એ કષાયોની પ્રવૃત્તિને મિથ્યાચારિત્ર કહીએ છીએ. તથા કપાયભાવ થાય છે તે પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટરૂપ માનવાથી થાય છે. એ ઇષ્ટ-અનિષ્ટપણે માનવું પણ મિથ્યા છે; કારણ કે કોઈ પણ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ છે નહિ. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ – ઈષ્ટ-અનિષ્ટની મિથ્યા કલ્પના જે પોતાને સુખદાયક-ઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખદાયકઅનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવનાં કર્તા છે. કોઈ કોઈ ને સુખદાયક-દુઃખદાયક કે ઉપકારી-અનુપકારી નથી, માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે અથવા દુ:ખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર ઇષ્ટરૂપ લાગે છે તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. ભૂંડાદિકને વિષ્ટા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે. તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ શરીર ઇષ્ટ છે પણ રોગાદિસહિત થતાં અનિષ્ટ થઈ જાય છે; તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ કારણ મળતાં અનિષ્ટ થતાં જોઈએ છીએ. ઈત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઈષ્ટ થતું જોઈએ છીએ. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે છે પણ તે સાસરામાં ઇષ્ટ લાગે છે.-ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ-અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટ–અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ-અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે. વળી એ પદાર્થો સુખદાયક-ઉપકારી યા દુ:ખદાયક-અનુપકારી થાય છે તે કોઈ પોતાની મેળે થતા નથી. પણ પુણ્ય-પાપના ઉદયાનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ સુખદાયક-ઉપકારી થાય છે તથા જેને પાપનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ દુ:ખદાયક-અનુપકારી થાય છે, એ પ્રત્યક્ષ જોઈએ છીએ. કોઈને સ્ત્રી-પુત્રાદિક સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતાં કોઈને નફો થાય છે ત્યારે કોઈને નુકશાન થાય છે. કોઈને સ્ત્રી-પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર બની જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૯૩ મેળે ઇષ્ટ-અનિષ્ટ હોતા નથી પણ કર્મોદય અનુસાર પ્રવર્તે છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઇચ્છાનુસાર કોઈ પુરુષને ઇષ્ટ-અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી પણ તેના સ્વામીનું કર્તવ્ય છે, છતાં એ પુરુષ પેલા નોકરને જ ઇષ્ટ-અનિષ્ટ માને તો એ જૂઠ છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો કર્માનુસાર જીવને ઇષ્ટ-અનિષ્ટ ઉપજાવે ત્યાં એ કાંઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી પણ કર્મનું કર્તવ્ય છે. છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટ–અનિષ્ટ માને એ જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરવો મિથ્યા છે. પ્રશ્ન- બાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે, તો એ કર્મોમાં તો રાગ-દ્વેષ કરવો? ઉત્તર:- કર્મ તો જડ છે, તેમને કાંઈ સુખ-દુ:ખ આપવાની ઇચ્છા નથી. વળી તે સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતાં નથી, પણ જીવભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? તેમ જ આ જીવ પોતાના રાગાદિક ભાવોવડે પુદગલને કર્મરૂપ પરિણમાવી પોતાનું બૂરું કરે ત્યાં કર્મનો શો દોષ? માટે એ કર્મોથી પણ રાગ-દ્વેષ કરવો મિથ્યાત્વ છે. એ પ્રમાણે પરદ્રવ્યોને ઈષ્ટ–અનિષ્ટ માની રાગ-દ્વેષ કરવો મિથ્યા છે. જો પરદ્રવ્ય ઇષ્ટઅનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ-દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ તે તો ઇષ્ટ–અનિષ્ટ નથી અને આ જીવ તેને ઈષ્ટ–અનિષ્ટ માની રાગ-દ્વેષ કરે છે તેથી એ પરિણામોને મિથ્યા કહ્યા છે. મિથ્યારૂપ જે પરિણમન તેનું નામ મિથ્યા-ચારિત્ર છે. રાગ-દ્વેષનું વિધાન તથા વિસ્તાર પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ છે તેથી તે પોતાને અને શરીરને એક જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને અણચતી એવી અનિષ્ટ અવસ્થા થાય છે તેમાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. શરીરની અનિષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. વળી જે બાહ્ય પદાર્થોથી વૈષ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક રાગ વા વૈષ કરે છે તથા જેનાથી દ્વષ છે તેના કારણે વા ઘાતક અન્ય પદાર્થોમાં વૈષ વા રાગ કરે છે. એ જ પ્રમાણે રાગ-દ્વેષની પરંપરા પ્રવર્તે છે. વળી કોઈ બાહ્યપદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. જેમ ગામ આદિને પુત્રાદિકથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તો પણ તેમાં તે રાગ કરે છે, તથા શ્વાનાદિકને બિલાડી આદિ આવતાં શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં તે દ્વેષ કરે છે. કોઈ વર્ણ-ગંધ-શબ્દાદિના અવલોકનાદિથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં રાગ કરે છે, તથા કોઈ વર્ણાદિકના અવલોકનાદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં વૈષ કરે છે, એ પ્રમાણે ભિન્ન-ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ-દ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા ઢષ કરે છે તથા જેનાથી ઢષ કરે છે તેના કારણે વા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વષ વા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ-દ્વેષની જ પરંપરા પ્રવર્તે છે. પ્રશ્ન:- અન્ય પદાર્થોમાં તો રાગદ્વેષ કરવાનું પ્રયોજન જાણું, પરંતુ પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થામાં વા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટપણું માનવાનું શું પ્રયોજન છે? ઉત્તર- પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થાદિક છે તેમાં પણ જો પ્રયોજન વિચારી રાગદ્વેષ કરે તો મિથ્યાચારિત્ર નામ શા માટે પામે ? પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગદ્વેષ કરે છે, તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગ-દ્વેષ કરે છે, તેથી સર્વ રાગ-દ્વેષ પરિણતિનું નામ મિથ્યાચારિત્ર કહ્યું છે. પ્રશ્ન- શરીરની અવસ્થા વા બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટપણું માનવાનું પ્રયોજન તો ભાસતું નથી અને ઇષ્ટ-અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી તેનું શું કારણ? ઉત્તર:- આ જીવને ચારિત્રમોહના ઉદયથી રાગ-દ્વેષભાવ થાય છે અને તે ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. જેમ રાગ થાય તો કોઈ પદાર્થમાં થાય છે, અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે, એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ-દ્વેષને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે વૈષનું કારણ છે, કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં વૈષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે, તે તો બળવાન છે તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોનાં નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ-દ્વેષ ઊપજતો નથી તથા પાપી જીવોને તીવ્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૯૫ મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ-દ્વેષ હોય છે. માટે મોહનો ઉદય થતાં જ રાગાદિક થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડ રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજન સહિત ઇષ્ટબુદ્ધિ હોય છે તથા જે પદાર્થના આશ્રય વડે દ્વષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત અનિષ્ટબુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. એ પ્રમાણે પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતાં રાગ-દ્વેષરૂપ પરિણમન થાય છે તેનું નામ મિથ્યાચારિત્ર જાણવું. વળી એ રાગ-દ્વેષનાં જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ કષાયભાવ છે, એ બધા આ મિથ્યાચારિત્રના જ ભેદ સમજવા. એનું વર્ણન પહેલાં જ કરી ગયા. એ મિથ્યાચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ, તથા એ પરિણામ મટતા નથી વા વિરક્ત નથી તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે પાંચ ઇંદ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા બાર પ્રકારની અવિરતિ કહી છે. કષાયભાવ થતાં જ એવાં કાર્ય થાય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. કારણ કે હિંસા, અમૃત, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાપકાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત્તયોગ છે. એ પ્રમત્તયોગ કષાયમય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે સંસારી જીવને મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રરૂપ પરિણમન અનાદિકાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંજ્ઞી સુધી સર્વ જીવોને હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિયોમાં સમ્યગ્દષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. વળી એ પરિણમન જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિકને ઇંદ્રિયાદિકની હીનતા-અધિકતા હોય છે વા ધન-પુત્રાદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે. તેના નિમિત્તથી મિથ્યાદર્શનાદિકનું વર્ણન કર્યું છે ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇંદ્રિય-શરીરાદિકનાં નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે પરિણમન હોય છે. જેમ-“હું સ્પર્શ વડે સ્પર્શ છું, શરીર મારું છે.” એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી તોપણ તેના અર્થરૂપ જે ભાવ છે તે રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિક-કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે તે જાણી લેવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ પ્રમાણે આ જીવને મિથ્યાદર્શનાદિક ભાવ અનાદિથી હોય છે-નવીન ગ્રહેલા નથી. જુઓ તો ખરા એનો મહિમા કે-જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શિખવાડે પણ મોહના ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાનાં કારણો મળવા છતાં પણ સમ્યપરિણમન થતું નથી. શ્રીગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ: મરણ થતાં શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે, એક શરીરને છોડી આત્મા અન્ય શરીર ધારણ કરે છે, તે વ્યંતરાદિક પોતાના પૂર્વ ભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ, તોપણ આ જીવને શરીરથી ભિન્નબુદ્ધિ થઈ શકતી નથી. સ્ત્રી-પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગાં જોઈએ છીએ, તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતાં જઈએ છીએ, છતાં આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદિમાં જવાના કારણરૂપ નાના પ્રકારનાં પાપ ઉપજાવે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને પોતાની માને છે. વળી શરીરની અવસ્થા વા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી-વિણસતી જઈએ છીએ, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કર્તા થાય છે. ત્યાં જ પોતાની ઇચ્છાનુસાર કાર્ય થાય તેને તો કહે કે “આ મેં કર્યું,” અને તેથી અન્યથા થાય તો કહે કે “હું શું કરું? આમ જ થવા યોગ્ય હતું, વા આમ કેમ થયું?” એમ માને છે. પણ કાં તો સર્વના કર્તા જ રહેવું હતું અગર કાં તો અકર્તા જ રહેવું હતું! પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી. મરણ અવશ્ય થશે એમ તો જાણે. પણ મરણના નિશ્ચયવડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહિ, માત્ર વર્તમાન પર્યાય સંબંધી જ જતન કર્યા કરે છે. એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે કે “હું મરીશ અને શરીરને બાળી મૂકશે,” ત્યારે કોઈ વેળા કહે કે “મને બાળી મૂકશે,” કોઈ વેળા કહે કે “જશ રહ્યો તો હું જીવતો જ છું,” ત્યારે કોઈ વેળા કહે-“પુત્રાદિક રહેશે તો હું જ જીવું છું,” એ પ્રમાણે માત્ર બહાવરાની માફક બકે છે પણ કાંઈ સાવધાનતા નથી. પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છતાં એ સંબંધી તો કાંઈ પણ ઇષ્ટ-અનિષ્ટનો ઉપાય કરતો નથી, પણ અહીં પુત્ર-પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઇષ્ટ રહ્યા કરે, અનિષ્ટ ન થાય એવા અનેક ઉપાય કરે. કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રીવડે ઉપકાર થયો જોયો નથી, પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની સામગ્રીનું જ જતન રહે છે. વળી વિષય-કષાયની પ્રવૃત્તિવડે વા હિંસાદિ કાર્યવડે પોતે દુઃખી થાય, ખેદખિન્ના થાય, અન્યનો વેરી થાય, આ લોકમાં નિંદાપાત્ર બને તથા પરલોકમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૯૭ બૂરું થાય એ બધું પોતે પ્રત્યક્ષ જાણે તોપણ એ જ કાર્યોમાં પ્રવર્તે, –ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ ભાસે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરે-જાણે-આચરે એ બધું મોહનું જ માહાભ્ય છે. એ પ્રમાણે આ જીવ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનાદિ કાળથી પરિણમે છે અને એ જ પરિણમનવડે સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ ઉપજાવવાવાળાં કર્મોનો સંબંધ થાય છે. એ જ ભાવ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે ભવ્ય! જો તું મુક્ત થવા ઇચ્છે છે તો એ મિથ્યાદર્શનાદિક વિભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે, એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે. ઇતિ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર વિષે મિથ્યાજ્ઞાન દર્શન-ચારિત્ર નિરૂપક ચોથો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates [ અધિકાર પાંચમો અન્યમત નિરાકરણ બહુવિધિ મિથ્યા ગહનથી, મલિન થયા નિજ ભાવ; અભાવ થતાં એ હેતુનો, 'સહજરૂપ દર્શાવ. પૂર્વોક્ત પ્રકારે અનાદિ કાળથી આ જીવ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમી રહ્યો છે, જેથી સંસારમાં દુઃખ સહન કરતો કરતો કોઈ વેળા મનુષ્યાદિ પર્યાયોમાં વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. હવે ત્યાં જ મિથ્યાશ્રદ્ધાનાદિકનાં વિશેષ કારણો વડે એ જ મિથ્યાશ્રદ્ધાનાદિકને પોષણ કરે તો તે જીવનું દુઃખમુક્ત થવું અતિ દુર્લભ થઈ પડે છે. જેમ કોઈ રોગી કંઈક સાવધાનતા પામીને પણ જો કુપગ્ય સેવન કરે તો તેને રોગમુક્ત થવું અત્યંત કઠણ થઈ પડે છે; તેમ મિથ્યાત્વાદિ રોગ સહિત આ જીવ પણ કંઈક જ્ઞાનાદિશક્તિ પામીને પણ જો વિશેષ વિપરીતશ્રદ્ધાનાદિનાં કારણોનું સેવન કરે તો તેનું સંસારરોગથી મુક્ત થવું કઠણ જ થઈ પડે. તેથી જેમ વૈધ કુપથ્યનાં વિશેષ બતાવી તેના સેવનનો નિષેધ કરે છે તેમ અહીં પણ વિશેષ મિથ્યાશ્રદ્ધાનાદિકનાં કારણોનાં વિશેષો બતાવી તેનો નિષેધ કરીએ છીએ. અનાદિકાળથી જે મિથ્યાત્વાદિક ભાવ વર્તે છે તે અગૃહીતમિથ્યાત્વાદિ જાણવા, કારણ કે તે નવીન ગ્રહણ કરેલા નથી. તથા તેને પુષ્ટ કરવાના કારણરૂપ જે વિશેષ મિથ્યાત્વાદિભાવ થાય છે તે ગૃહીતમિથ્યાત્વાદિક જાણવા. અગૃહીતમિથ્યાત્વાદિકનું વર્ણન તો પૂર્વે કરી ગયા એ જ પ્રમાણે સમજવું. હવે અહીં ગૃહીતમિથ્યાત્વાદિકનું નિરૂપણ કરીએ છીએ. કુદેવ, કુગુરુ, કુધર્મ તથા કલ્પિત તત્ત્વોને શ્રદ્ધાન કરવું એ મિથ્યાદર્શન છે, તથા જેમાં વિપરીત નિરૂપણ દ્વારા રાગાદિભાવોને પોષવામાં આવ્યા હોય એવાં કુશાસ્ત્રોનો શ્રદ્ધાનપૂર્વક અભ્યાસ કરવો એ મિથ્યાજ્ઞાન છે, તથા જે આચરણમાં કષાયનું સેવન થતું હોય છતાં તેને ધર્મરૂપ અંગીકાર કરવું તે મિથ્યાચારિત્ર છે. હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ. ઇદ્ર, લોકપાલ, અદ્વૈત બ્રહ્મ, રામ, કૃષ્ણ, મહાદેવ, બુદ્ધ, ખુદા, પીર, પેગંબર ઇત્યાદિ. ૧. “તેથી આપ સમ્હારીને અહીં આવો પણ લાહોરવાળી પ્રતમાં પાઠ છે. -અનુવાદક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૯૯ હનુમાન, ભૈરવ, ક્ષેત્રપાલ, દેવી, દહાડી, સતી, શીતલા, ચોથ, સાંઝી, ગણગૌરી, હોલી, ઇત્યાદિ. સૂર્ય, ચંદ્રમા, ગૃહ, પિતૃ, વ્યંતર ઇત્યાદિ. રૂપિયા-મહોર, ગાય, સર્પ, અગ્નિ, જળ, વૃક્ષ, શસ્ત્ર, ખડિયો તથા વાસણાદિ અનેકને અન્યથા શ્રદ્ધાનપૂર્વક જગતમાં પૂજવામાં આવે છે, એનાથી પોતાનાં કાર્ય સિદ્ધ થાય છે એમ શ્રદ્ધાનમાં માને છે, પણ એ કોઈ કાંઈ કાર્યસિદ્ધિનાં કારણો નથી; તેથી એવા શ્રદ્ધાનને ગૃહીતમિથ્યાત્વ કહીએ છીએ. હવે તેનું અન્યથા શ્રદ્ધાન કેવું હોય છે તે અહીં કહીએ છીએ : સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મમત નિરાકરણ કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી સર્વનો કર્તા માને છે, પણ એવો (અદ્વૈત બ્રહ્મ) કોઈ છે જ નહિ, માત્ર તેઓ મિથ્યા કલ્પના કરે છે. પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ તો સર્વ પદાર્થ તથા તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો એ બ્રહ્મને એક કેમ મનાય ? હા, આ પ્રકારો વડ એક માની શકાય : એક પ્રકાર તો આ છે કે સર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને કલ્પના પૂર્વક કોઈ એક નામ આપવું હોય તો આપી શકાય. જેમ હાથી, ઘોડા ઇત્યાદિ ભિન્ન-ભિન્ન છે છતાં તેના સમસ્ત સમુદાયને સૈન્ય કહેવામાં આવે છે, પણ સૈન્ય નામની કોઈ ખાસ જુદી વસ્તુ નથી; તેમ સર્વ પદાર્થોનું સમૂહાત્મક નામ બ્રહ્મ રાખવામાં આવ્યું હોય તોપણ તેથી એ બ્રહ્મ નામની કોઈ ખાસ જુદી વસ્તુ તો ન ઠરી, પણ માત્ર એક કલ્પના જ ઠરી. એક પ્રકાર આ છે કે વ્યક્તિ અપેક્ષાએ તો સર્વ પદાર્થો જુદા જુદા છે, પણ તે સર્વને જાતિઅપેક્ષાએ કલ્પનાપૂર્વક એક કહીએ તો કહી શકાય. જેમ સો ઘોડા વ્યક્તિ-અપેક્ષાએ પ્રત્યેક જુદા જુદા છે, પરંતુ તેના આકારાદિની સમાનતા જોઈ કલ્પનાપૂર્વક એક જાતિરૂપ કહેવામાં આવે છે. હવે એ જાતિ ઘોડાઓના સમૂહથી કોઈ જુદી વસ્તુ નથી. તેમ જો એ સર્વને એકજાતિની અપેક્ષાએ એક બ્રહ્મ માનવામાં આવે તો તેથી કાંઈ બ્રહ્મ ખાસ જુદી વસ્તુ ન ઠરી, પણ માત્ર કલ્પના જ ઠરી. એક પ્રકાર આ છે કે પ્રત્યેક પદાર્થ જુદા જુદા છે, તેના મેળાપથી જે એક સ્કંધ થાય છે તેને એક કહીએ છીએ. જેમ જળના પરમાણુ જુદા જુદા છે, પણ તેનો સમુદાયરૂપ મેળાપ થતાં સમુદ્રાદિ કહીએ છીએ. અથવા પૃથ્વીના પરમાણુઓનો મેળાપ થતાં ઘટાદિક કહીએ છીએ. હવે અહીં એ સમુદ્ર-વટાદિક છે તે પરમાણુઓથી ભિન્ન કોઈ જુદી વસ્તુના ૧. “સર્વ રૂ દ્રૌ” છાંદોગ્યોપનિષદ પ્રથમ ખંડ ૧૪, મંત્ર ના “ને નાનાસ્તિવન કઠોપનિષદ અ. ૨, ખંડ ૪૧, મંત્ર ૧૧ ; દૃઢાવે મમૃતં પુરસ્તાઃ વ્ર ક્ષણ તપોત્તરેખા अधश्चोर्ध्वं च प्रसूतं ब्रह्मवेद विश्वमिदं वरिष्ठम्। मण्डूकोपनिषद खंड २, मंत्र ११. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO ] મોક્ષમાર્ગ પ્રકાશક નથી. તેમ સર્વ પદાર્થ જુદા જુદા છે, પરંતુ કદાચિત્ એ બધા મળીને એક થઈ જાય એ જ બ્રહ્મ છે, એમ માનીએ તોપણ તેથી કાંઈ બ્રહ્મ ભિન્ન ઠરતો નથી. એક પ્રકાર આ છે કે-અંગ તો જુદાં-જુદાં છે અને જેના તે અંગ છે એવો અંગી એક છે. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદાં-જુદાં છે પણ જેનાં એ જુદાં-જુદાં અંગો છે તે મનુષ્ય તો એક છે. એ પ્રમાણે સર્વ પદાર્થો તો અંગ છે અને જેને એ જુદાં-જુદાં અંગે છે તેવો અંગી બ્રહ્મ છે. આ સર્વ લોક વિરાટસ્વરૂપ બ્રહ્મનાં અંગ છે એમ માનીએ તો મનુષ્યના હાથ, પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતાં એકપણું રહેતું નથી, જોડાયેલાં રહે ત્યાં સુધી જ એક શરીર નામ પામે છે. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે તો તેનું એકપણું કેવી રીતે માનવામાં આવે? અંતરાલ હોવા છતાં પણ એકપણું માનવામાં આવે તો ભિન્નપણું કયાં માનશો? અહીં કોઈ એમ કહે કે-“સર્વ પદાર્થોના મધ્યમાં સૂક્ષ્મરૂપ બ્રહ્મનું અંગ છે જે વડે સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. તેને કહીએ છીએ કે જે અંગ જે અંગથી જોડાયેલું છે તે તેનાથી જ જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી-છૂટી અન્ય-અન્ય અંગની સાથે જોડાયા કરે છે? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો સૂર્યાદિક ગમન કરે છે તેની સાથે જે જે સૂક્ષ્મ અંગોથી તે જોડાયેલો છે તે પણ ગમન કરશે વળી તેને ગમન કરતાં એ સૂક્ષ્મ અંગો જે અન્ય સ્થૂલ અંગોથી જોડાયેલા રહે છે તે સ્થૂલ અંગો પણ ગમન કરવા લાગે, અને એમ થતાં આખો લોક અસ્થિર થઈ જાય. જેમ શરીરનું કોઈ એક અંગ ખેંચતાં આખું શરીર ખેંચાય છે તેમ કોઈ એક પદાર્થનું ગમનાદિક થતાં સર્વ પદાર્થનું ગમનાદિક થાય, પણ એમ થતું ભાસતું નથી. તથા બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો એ અંગ તૂટવાથી જ્યારે ભિન્નપણું થઈ જાય ત્યારે એકપણું કેવી રીતે કહ્યું? તેથી સિદ્ધ થાય છે કે સર્વ લોકના એકપણાને બ્રહ્મ માનવું એ કેમ સંભવે? વળી એક પ્રકાર આ છે કે પ્રથમ તો એક હતું, પછી તે અનેક થયું, ફરી એક થઈ જાય છે તેથી તે એક છે. જેમ જળ એક હતું તે જુદા-જુદા વાસણમાં જુદું-જુદું થયું છતાં જ્યારે તે મળે છે ત્યારે એક થઈ જાય છે તેથી તે એક છે. અથવા જેમ સોનાનો પાટલો એક છે તે કંકણ-કુંડલાદિરૂપ થયો ફરી મળીને તે એક સોનાનો પાટલો બની જાય છે; તેમ બ્રહ્મ એક હતું પણ પાછળથી અનેકરૂપ થયું વળી તે એક થઈ જાય છે તેથી તે એક જ છે. એ પ્રમાણે એકપણું માનવામાં આવે તો જ્યારે અનેકરૂપ થયું ત્યારે તે જોડાયેલું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧ રહ્યું કે ભિન્ન થયું? જો જોડાયેલું છે એમ કહેશો તો પૂર્વોક્ત દોષ આવશે તથા જો ભિન્ન થયું કહેશો તો તે વેળા એકપણું ન રહ્યું. વળી જલ-સુવર્ણાદિકને ભિન્ન હોવા છતાં પણ એક કહેવામાં આવે છે, પણ તે તો એક જાતિ અપેક્ષાએ કહેવામાં આવે છે, પરંતુ અહીં તો સર્વ પદાર્થની જાતિ એક ભાસતી નથી કારણ કે–તેમાં તો કોઈ ચેતન છે તથા કોઈ અચેતન છેઇત્યાદિ અનેકરૂપ છે, તેની એક જાતિ કેમ કહેવાય ? એ પ્રમાણે જાતિ અપેક્ષાએ પણ એકપણું માનવું એ માત્ર કલ્પના જ છે એમ પહેલાં કહ્યું છે. વળી એ બ્રહ્મ પ્રથમ એક હતું પણ પાછળથી ભિન્ન થયું માનો છો તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેના ટુકડા થઈ જાય છે તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તે ભિન્ન જ છે તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય અને ચેતન જડ બની જાય. વળી જ અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને, પણ એમ માનતાં “અનાદિ અનંત એક બ્રહ્મ છે” એમ કહેવું બનશે નહિ. તમે કહેશો કે-લોકરચના થતાં વા ન થતાં પણ બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે તેથી એ બ્રહ્મ અનાદિ-અનંત છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે-લોકમાં પૃથ્વી-જળાદિ જોવામાં આવે છે તે જુદાં કોઈ નવીન ઉત્પન્ન થયાં છે કે બ્રહ્મ પોતે જ એ રૂપ બન્યું છે? જો જુદાં નવીન ઉત્પન્ન થયા હોય તો એ સ્વયં ન્યારાં થયાં અને બ્રહ્મ પણ ન્યારું થયું. તો સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ ન કર્યું. વળી જે બ્રહ્મ પોતે જ એ (પૃથ્વી-જળાદિ) રૂપ થયું છે તો તે કોઈ વેળા લોકરૂપ અને કોઈ વેળા બ્રહ્મરૂપ થયું પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું? ત્યારે તેઓ કહે છે કે “સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી પણ તેનો કોઈ અંશ જ થાય છે. તેને અમે કહીએ છીએ કે-જેમ સમુદ્રનું એક બિંદુ વિષરૂપ થયું હોય તે સ્થૂળદષ્ટિવડ તો દેખાતું નથી, પરંતુ સૂક્ષ્મદષ્ટિએ જોતાં એક બિન્દુઅપેક્ષાએ પણ સમુદ્રમાં અન્યથાપણું થયું. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય ત્યાં સ્થૂળદષ્ટિએ તો એ અંશ દેખાતો નથી પણ સૂક્ષ્મદષ્ટિએ જોતાં એ એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી. એ પ્રમાણે સર્વરૂપ બ્રહ્મ માનવું એ પણ ભ્રમ જ છે. વળી એક પ્રકાર આ છે કે “જેમ આકાશ સર્વવ્યાપી એક છે તેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી એક છે. જો એ પ્રમાણે તમે માનો છો તો આકાશની માફક વિશાળ બ્રહ્મને માનો, અથવા જ્યાં ઘટપટાદિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં બ્રહ્મ પણ છે એમ પણ માનો, પરંતુ જેમ ઘટપટાદિક તથા આકાશને એક જ કહીએ એ કેમ બને? તેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક લોક અને બ્રહ્મને એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે તેથી તેનો તો સદ્દભાવ સર્વત્ર મનાય છે, પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી તો તેનો સદભાવ સર્વત્ર કેમ મનાય ? એ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વરૂપ બ્રહ્મ કોઈ છે જ નહીં. એવા અનેક વિચારો કરતાં કોઈ પ્રકારે પણ એક બ્રહ્મ સંભવતો નથી, પણ સર્વ પદાર્થો ભિન્ન જ ભાસે છે. હવે અહીં પ્રતિવાદી કહે છે કે “સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક ભાસતો નથી. વળી તમે યુક્તિઓ કહી પણ બ્રહ્મનું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, તે તો વચનઅગોચર છે. એક પણ છે, અનેક પણ છે, જુદો પણ છે તથા મળેલો પણ છે. એનો મહિમા જ કોઈ એવો છે.” તેને ઉત્તર: ઉત્તર- તને તથા સર્વને જે પ્રત્યક્ષ ભાસે છે તેને તો તું ભ્રમ કહે છે. તથા જો ત્યાં યુક્તિ-અનુમાનાદિ કરીએ તો ત્યાં કહે છે કે “સાચું સ્વરૂપ યુક્તિગમ્ય નથી. સાચું સ્વરૂપ તો વચનઅગોચર છે.” હવે વચન વિના નિર્ણય પણ કેવી રીતે થાય? તું કહે છે કે, એક પણ છેઅનેક પણ છે તથા ભિન્ન પણ છે-મળેલું પણ છે, પરંતુ તેની અપેક્ષા તો કોઈ દર્શાવતો નથી, માત્ર ભ્રમિત મનુષ્યની માફક “આમ પણ છે અને તેમ પણ છે” એમ યુદ્ધાતલ્લા બોલી એનો મહિમા બતાવે (એ શું જાય છે?) પરંતુ જ્યાં ન્યાય ન હોય ત્યાં માત્ર મિથ્યા એવું જ વાચાપણું કરે છે તો કરો પણ ન્યાય તો જેમ સત્ય છે તેમ જ થશે. - સૃષ્ટિકર્તુત્વવાદનું નિરાકરણ હવે તે બ્રહ્મને લોકનો કર્તા માને છે તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છીએ - પ્રથમ તો એમ માને છે-બ્રહ્મને એવી ઇચ્છા થઈ કે “વોડ૬ વઘુસ્યામ” અર્થાત્ “હું એક છું તો ઘણો થાઉં.” ત્યાં પૂછીએ છીએ કે-જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છે. બ્રહ્મ એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઇચ્છા કરી પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ હતું? ત્યારે તે કહે છે કે-દુ:ખ તો નહોતું પણ તેને એવું જ કુતૂહલ ઊપસ્યું. ત્યાં અમે કહીએ છીએ કે જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય તે જ એવું કુતૂહલ કરવું વિચારે, પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થારૂપ થતા ઘણો સુખી થવો કેમ સંભવે? વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તે અન્ય અવસ્થા શા માટે પલટે? પ્રયોજન વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૦૩ વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઇચ્છાનુસાર કાર્ય થતાં પણ સુખી થશે, પરંતુ ઇચ્છા થઈ તે કાળમાં તો તે દુ:ખી હશે ને? ત્યારે તે કહે કે બ્રહ્મને જે કાળમાં ઇચ્છા થાય છે તે જ કાળમાં કાર્ય બની જાય છે તેથી તે દુ:ખી થતો નથી. ત્યાં કહીએ છીએ કે-સ્થૂળકાળની અપેક્ષાએ તો એમ માનો, પરંતુ સૂક્ષ્મકાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપત્ હોવું સંભવતું નથી. ઇચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય અને કાર્ય થતાં ઇચ્છા રહેતી નથી. માટે સૂક્ષ્મકાળમાત્ર ઇચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે? કારણ કે-ઇચ્છા છે તે જ દુઃખ છે, અન્ય કોઈ દુઃખનું સ્વરૂપ નથી. તેથી બ્રહ્મને ઇચ્છા કેમ હોય? (બ્રહ્મને ઇચ્છાની કલ્પના કરે છે તે મિથ્યા છે.). વળી તે કહે છે કે:-“ઇચ્છા થતાં બ્રહ્મની માયા પ્રગટ થઈ; ” તેને કહીએ છીએ કેબ્રહ્મને માયા થઈ ત્યારે બ્રહ્મ પણ માયાવી થયો, શુદ્ધ સ્વરૂપ કેવી રીતે રહ્યો? વળી બ્રહ્મ અને માયાને દંડી-દંડવત્ સંયોગસંબંધ છે કે અગ્નિ-ઉષ્ણતાવતું સમવાય-સંબંધ છે? જો સંયોગસંબંધ છે તો બ્રહ્મ ભિન્ન છે, માયા ભિન્ન છે, બન્ને જુદાં ઠર્યા અને તો પછી અદ્વૈત-બ્રહ્મ તે કેવી રીતે રહ્યો? વળી દંડી દંડને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે તેમ બ્રહ્મ પણ માયાને ઉપકારક જાણે છે તો ગ્રહણ કરે છે, નહિ તો તેને શા માટે ગ્રહણ કરે? વળી જે માયાને બ્રહ્મ ગ્રહણ કરે છે, તેનો જ નિષેધ કરવો કેમ સંભવે? કારણ કે તે તો ઉપાદેય થઈ. તથા જો સમવાયસંબંધ છે તો જેમ અગ્નિનો ઉષ્ણપણે સ્વભાવ છે તેમ બ્રહ્મનો માયા સ્વભાવ જ થયો. હવે જે બ્રહ્મનો સ્વભાવ છે તેનો નિષેધ કરવો કેમ સંભવે ? કારણ તે તો ઉત્તમ ઠરી. વળી તે કહે છે કેઃ “બ્રહ્મ તો ચૈતન્ય છે અને માયા જડ છે,” પણ સમવાય-સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી, જેમ પ્રકાશ અને અંધકાર એકત્ર કેમ સંભવે? ત્યારે તે કહે છે કે “માયા વડે બ્રહ્મ પોતે તે ભ્રમરૂપ (માયારૂપ) થતો નથી, પણ તેની માયા વડે જીવ ભ્રમરૂપ થાય છે. તેને કહીએ છીએ કે જેમ પોતાના કપટને પોતે જાણતો એવો કપટી પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેના કપટ વડે અન્ય ભ્રમ-રૂપ થઈ જાય છે. હવે કપટી તો તેને કહેવાય કે જેણે કપટ કર્યું હોય, પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થયા હોય તેમને કપટી ન કહેવાય. એ જ પ્રમાણે પોતાની માયાને જાણતો એવો બ્રહ્મ પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેની માયાવડ અન્ય જીવ ભ્રમરૂપ થાય છે. હવે ત્યાં માયાવી તો બ્રહ્મને જ કહેવાય, પણ તેની માયાવડ ભ્રમરૂપ થયેલા અન્ય જીવોને માયાવી શા માટે કહો છો ? વળી જીવ બ્રહ્મથી એક છે કે જુદો? જો એક છે તો જેમ કોઈ પોતે જ પોતાનાં અંગોને પીડા ઉપજાવે તો તેને બહાવરો ( ઉન્મત્ત) કહીએ છીએ, તેમ બ્રહ્મ પોતે જ, પોતાનાથી ભિન્ન નથી એવા અન્ય જીવોને માયાવડે દુઃખી કરે છે તો તેને શું કહેશો? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી જો જુદો છે તો જેમ કોઈ ભૂત પ્રયોજન વિના પણ અન્યને ભ્રમ અને પીડા ઉપજાવે તો તેને હલકો જ કહીએ છીએ, તેમ બ્રહ્મ પ્રયોજન વિના પણ અન્ય જીવોને માયા ઉપજાવી પીડા ઉત્પન્ન કરે તે પણ બનતું નથી. એ રીતે માયાને બ્રહ્મની કહે છે તે કેમ સંભવે? વળી તેઓ કહે છે કે “માયા હોવાથી લોક ઉત્પન્ન થયો ત્યાં જીવોને જે ચેતના છે તે તો બ્રહ્મસ્વરૂપ છે અને શરીરાદિક માયા છે; ત્યાં જેમ જળનાં ભરેલાં જુદાં જુદાં ઘણાં પાત્રો છે તે સર્વમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું પડે છે પણ ચંદ્રમાં તો એક છે, તેમ જુદાં જુદાં ઘણાં શરીરોમાં બ્રહ્મનો ચૈતન્યપ્રકાશ જુદો જુદો હોય છે, પણ બ્રહ્મ તો એક છે તેથી જીવની ચેતના છે તે બ્રહ્મની જ છે.” એમ કહેવું પણ ભ્રમ જ છે. કારણ કે-શરીર જડ છે તેમાં બ્રહ્મના પ્રતિબિંબથી ચેતના થઈ તો ઘટપટાદિ જડ છે તેમાં બ્રહ્મનું પ્રતિબિંબ કેમ ન પડ્યું? તથા તેમાં ચેતના કેમ ન થઈ ? ત્યારે તે કહે છે કે “શરીરને તો ચેતન કરતું નથી પણ જીવને કરે છે.” તેને પૂછીએ છીએ કે જીવનું સ્વરૂપ ચેતન છે કે અચેતન? જો ચેતન છે તો ચેતનનું ચેતન શું કરશે? તથા જો અચેતન છે તો શરીર, ઘટપટાદિ અને જીવની એક જાતિ થઈ? વળી બ્રહ્મની અને જીવોની ચેતના એક છે કે જુદી? જો એક છે તો (બેઉમાં) જ્ઞાનનું વધતાઓછાપણું કેમ દેખાય છે? તથા તે જીવો પરસ્પર એકબીજાની વાતને જાણતા નથી તેનું શું કારણ? તું કહીશ કે-“એ ઘટઉપાધિનો ભેદ છે” તો ઘટઉપાધિ થતાં તો ચેતના ભિન્નભિન્ન ઠરી. વળી ઘટઉપાધિ મટતાં તેની ચેતના બ્રહ્મમાં મળશે કે નાશ થઈ જશે? જો નાશ થઈ જશે તો આ જીવ અચેતન રહી જશે. તથા જો તું કહીશ કે-જીવ જ બ્રહ્મમાં મળી જાય છે તો ત્યાં બ્રહ્મમાં મળતાં જીવનું અસ્તિત્વ રહે છે કે નથી રહેતું? જો તેનું અસ્તિત્વ રહે છે તો એ રહ્યો અને તેની ચેતના તેનામાં રહી, તો બ્રહ્મમાં શું મળ્યું? તથા જો અસ્તિત્વ નથી રહેતું તો તેનો નાશ થયો પછી બ્રહ્મમાં કોણ મળ્યું? તું કહીશ કે “બ્રહ્મની અને જીવની ચેતના જુદી જુદી છે” તો બ્રહ્મ અને સર્વ જીવો પોતે જ જુદા જુદા ઠર્યા. એ પ્રમાણે જીવોની ચેતના છે તે બ્રહ્મની છે એમ પણ બનતું નથી. વળી તું શરીરાદિકને માયાનાં કહું તો ત્યાં માયા જ હાડમાંસાદિરૂપ થાય છે કે માયાના નિમિત્તથી અન્ય કોઈ હાડમાંસાદિરૂપ થાય છે? જો માયા જ થાય છે તો માયાને વર્ણ-ગંધાદિક પહેલાંથી જ હતાં કે નવીન થયાં? જો પહેલાંથી જ હતાં તો પહેલાં તો માયા બ્રહ્મની હતી અને બ્રહ્મ પોતે અમૂર્તિક છે. ત્યાં વર્ણાદિક કેવી રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૦૫ સંભવે? તથા જો નવીન થયાં કહે તો અમૂર્તિક મૂર્તિક થયો, એટલે અમૂર્તિક સ્વભાવ શાશ્વત ના ઠર્યો! કદાચિત એમ કહીશ કે “માયાના નિમિત્તથી અન્ય કોઈ એ રૂપ થાય છે.” તો અન્ય પદાર્થ તો તું ઠરાવતો જ નથી તો એ રૂપ થયું કોણ ? જો તું કહીશ કે “એ નવીન પદાર્થ નીપજ્યા” તો એ માયાથી ભિન્ન નીપજ્યા કે અભિન્ન નીપજ્યા ? જો માયાથી ભિન્ન નીપજ્યા છે તો શરીરાદિકને માયામય કેમ કહે છે? કારણ કે તે તો પદાર્થમય થયા. તથા અભિન્ન નીપજ્યા છે તો માયા તદ્રુપ જ થઈ, નવીન પદાર્થ નીપજ્યા કેમ કહે છે? એ પ્રમાણે શરીરાદિક માયાસ્વરૂપ છે એમ કહેવું માત્ર ભ્રમ છે. વળી તે કહે છે કે “માયામાંથી રાજસ, તામસ અને સાત્ત્વિક એ ત્રણ ગુણ ઊપજ્યા.” એમ કહેવું એ પણ મિથ્યા છે. કારણ કે-માનાદિ કષાયરૂપ ભાવને રાજસ, ક્રોધાદિક કષાયરૂપ ભાવને તામસ તથા મંદકષાયરૂપ ભાવને સાત્ત્વિક કહેવામાં આવે છે. હવે એ ભાવ તો ચેતનામય પ્રત્યક્ષ જોવામાં આવે છે અને માયાનું સ્વરૂપ જડ છે તો જડથી એ ભાવ કેવી રીતે નીપજ્યા? જો જડને પણ એ ભાવ હોય તો પાષાણાદિકને પણ હોય. એ ભાવ તો ચેતના સ્વરૂપ જીવના જ દેખાય છે. માટે તે ભાવ માયાથી નીપજ્યા નથી. જો માયાને ચેતન ઠરાવે તો માનીએ. હવે માયાને ચેતન ઠરાવતાં શરીરાદિક માયાથી ભિન્ન-ભિન્ન નીપજ્યાં કહીશ તો એ નહિ માનીએ. માટે નિર્ધાર કર. ભ્રમરૂપ માનવાથી શું લાભ છે? વળી તે કહે છે કે “એ ગુણોમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવ પ્રગટ થયા.” તે કેમ સંભવે? અર્થાત્ એ કહેવું પણ મિથ્યા જ છે. કારણ કે ગુણીથી તો ગુણ થાય પણ ગુણમાંથી ગુણી કેવી રીતે ઊપજે ? જેમ કોઈ પુરુષથી તો ક્રોધ થાય પણ ક્રોધમાંથી પુરુષ કેવી રીતે ઊપજે? વળી એ ગુણોની તો નિંદા કરવામાં આવે છે તો તેનાથી નીપજેલા બ્રહ્માદિકને પૂજ્ય કેમ મનાય? વળી ગુણને તો માયામય અને તેને બ્રહ્મના અવતાર કહે છે પણ તે તો માયાના અવતાર થયા, તેને વળી બ્રહ્મના *અવતાર કેવી રીતે કહે છે? એ ગુણો જેનામાં થોડા પણ હોય તેને તો છોડાવવાનો ઉપદેશ આપીએ છીએ તો પછી તેની જ મૂર્તિને પૂજ્ય માનીએ તો એ કેવો ભ્રમ છે? * બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે બ્રહ્મની પ્રધાન શક્તિ છે. (વિષ્ણુપુરાણ અ. રર-૫૮.) કલિકાળના પ્રારંભમાં પરબ્રહ્મ પરમાત્માએ રજોગુણથી ઉત્પન્ન થઈ બ્રહ્મા થઈને પ્રજાની રચના કરી. પ્રલય વખતે તમોગુણથી ઉત્પન્ન થઈ કાળ (શિવ) બનીને તે સૃષ્ટિને ગળી ગયા તથા તે જ પરમાત્માએ સત્વગુણથી ઉત્પન્ન થઈ નારાયણ બની સમુદ્રમાં શયન કર્યું. (વાયુપુરાણ અ, ૭, ૬૮, ૬૯.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાસે છે. કુતૂહલાદિક, યુદ્ધાદિક વા સ્ત્રીસેવનાદિક કાર્ય તેઓ કરે છે, એ બધી ક્રિયા રાજસાદિક ગુણો વડે જ હોય છે. તેથી તેમને રાજસાદિક હોય છે એમ કહે. તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવા તો ન બને. જેમ અન્ય સંસારી જીવો છે તેવા એ પણ છે. તું કહીશ કે “સંસારી તો માયાને આધીન છે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો કરે છે, પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે.” એમ કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે-માયાને આધીન થતાં તો કામ-ક્રોધાદિક જ ઊપજે છે, અન્ય શું થાય છે? એ બ્રહ્માદિકને તો કામ-ક્રોધાદિકની તીવ્રતા હોય છે. જુઓ, કામની તીવ્રતા વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્ય-ગાનાદિક કરવા લાગ્યા, વિહળ થવા લાગ્યા અને નાના પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા; ક્રોધને વશીભૂત થતાં અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યામાનને વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત થતાં અનેક છલ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા ઇત્યાદિ. ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા, દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, સંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા, 'બહુરૂપધારણાદિ ભૂતોની ક્રિયા અને ગાય ચરાવવાદિ નીચા કુળવાળાઓની ક્રિયા, –ઇત્યાદિ નિંધ ક્રિયાઓ તેઓ કરવા લાગ્યા. તો એથી અધિક માયાવશ થતાં શું શું ક્રિયા થાત તે સમજાતું નથી. બાહ્ય કુચેષ્ટાસહિત તીવ્ર કામક્રોધાદિકધારી એ બ્રહ્માદિકોને માયારહિત માનવા તે તો જેમ કોઈ મેઘપટલસહિત અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે. ત્યારે તે કહે છે કે એમને કામ-ક્રોધાદિ વ્યાસ થતા નથી એ પણ પરમેશ્વરની લીલા છે.” તેને અમે કહીએ છીએ કે-એવાં કાર્ય કરે છે તે ઇચ્છા વડે કરે છે કે ઇચ્છા વિના? જો ઇચ્છા વડે કરે છે તો સ્ત્રીસંવનની ઇચ્છાનું જ નામ કામ છે, યુદ્ધ કરવાની ઇચ્છાનું જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે તો પોતે જેને ના ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે ? વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા, સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો. વળી તે કહે છે કે-“પરમેશ્વરને તો કાંઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ १-नानारूपाय मुण्डाय वरूथपृथुदंडिने। નમ: નિદસ્તાય દિવસીય શિરવહિના(મસ્યપુરાણ અ. ૨ શ્લોક નં. ૨૫૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૦૭ માટે વા ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે અવતાર ધરે છે.” પણ પ્રયોજન વિના એક કીડી પણ કોઈ કાર્ય ન કરે તો પરમેશ્વર શા માટે કરે? વળી એ પ્રયોજન પણ શું લોકરીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય? તેમ બ્રહ્માદિક પોતે કામક્રોધરૂપ ચેષ્ટા કરી પોતાના નીપજાવેલા લોકોમાં પ્રવૃત્તિ કરાવે અને એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદિકમાં નાખે, કારણ કે-એ ભાવોનું ફળ નરકાદિક જ શાસ્ત્રોમાં લખ્યું છે. તો એવા પ્રભુને ભલો કેમ મનાય? વળી તે “ભક્તોની રક્ષા અને દુષ્ટોનો નિગ્રહ કરવો” એ પ્રયોજન કહ્યું. પરન્તુ ભક્તજનોને દુઃખદાયક જે દુષ્ટો થયા તે પરમેશ્વરની ઇચ્છાથી થયા કે ઇચ્છા વિના થયા? જો ઇચ્છાથી થયા તો જેમ કોઈ પોતાના સેવકને પોતે જ કોઈને કહી મરાવે અને વળી પછી તે મારવાવાળાને પોતે મારે તો એવા સ્વામીને ભલો કેમ કહેવાય? તેમ જે પોતાના ભક્તોને પોતે જ ઇચ્છાવડે દુષ્ટો દ્વારા પીડિત કરાવે અને પછી એ દુષ્ટોને પોતે અવતાર ધારી મારે, તો એવા ઇશ્વરને ભલો કેમ કહેવાય ? તું કહીશ કે “ઇચ્છા વિના દુષ્ટો થયા”, તો કાં તો પરમેશ્વરને એવું ભવિષ્યનું જ્ઞાન નહિ હોય કે મારા ભક્તોને દુષ્ટો દુ:ખ આપશે, અગર પહેલાં એવી શક્તિ નહિ હોય કે તેમને એવા થવા જ ન દે. વળી એવાં કાર્ય માટે તેણે અવતાર ધાર્યો, પણ શું અવતાર ધાર્યા વિના તેનામાં શક્તિ હતી કે નહોતી? જો શક્તિ હતી તો અવતાર શા માટે ધાર્યો? તથા જ નહોતી તો પાછળથી સામર્થ્ય થવાનું કારણ શું થયું? ત્યારે તે કહે છે કે “એમ કર્યા વિના પરમેશ્વરનો મહિમા કેમ પ્રગટ થાય?” તેને અમે પૂછીએ છીએ કે પોતાના મહિમા માટે પોતાના અનુચરોનું પાલન કરે તથા પ્રતિપક્ષીઓનો નિર્રહ કરે એ જ રાગ-દ્વેષ છે અને રાગ-દ્વેષ તો સંસારી જીવોનું લક્ષણ છે. હવે જો પરમેશ્વરને પણ રાગ-દ્વેષ હોય છે તો અન્ય જીવોને રાગ-દ્વેષ છોડી સમતાભાવ કરવાનો ઉપદેશ શા માટે આપે છે? વળી તેણે રાગ-દ્વેષ અનુસાર કાર્ય કરવું વિચાર્યું પણ થોડો વા ઘણો કાળ લાગ્યા વિના કાર્ય થાય નહિ, તો એટલો કાળ પણ પરમેશ્વરને આકુળતા તો થતી જ હશે ! વળી જેમ કોઈ કાર્યને હલકો મનુષ્ય જ કરી શકે તે કાર્યને રાજા પોતે જ કરે તો તેથી કંઈ રાજાનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે; તેમ જે કાર્યને રાજા વા વ્યંતરદેવાદિક કરી શકે તે કાર્યને પરમેશ્વર પોતે અવતાર ધારી કરે છે એમ માનીએ, તો તેથી કંઈ પરમેશ્વરનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે. १-परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।। ८ ।। (गीता-४-८) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી મહિમા તો કોઈ અન્ય હોય તેને બતાવવામાં આવે છે પણ તું તો અતબ્રહ્મ માને છે તો એ પરમેશ્વર કોને મહિમા બતાવે છે? તથા મહિમા બતાવવાનું ફળ તો સ્તુતિ કરાવવી એ છે, તો તે કોની પાસે સ્તુતિ કરાવવા ઇચ્છે છે? વળી તું કહે છે કે “સર્વ જીવ પરમેશ્વરની ઇચ્છાનુસાર પ્રવર્તે છે;” હવે જો તેને પોતાની સ્તુતિ કરાવવાની ઇચ્છા છે તો બધાને પોતાની સ્તુતિરૂપ જ પ્રવર્તાવો, શા માટે અન્ય કાર્ય કરવું પડે? તેથી મહિમા અર્થે પણ એવાં કાર્ય બનતાં નથી. વળી તે કહે છે કે “પરમેશ્વર એ કાર્યોને કરતો હોવા છતાં પણ અકર્તા છે, પણ તેનો નિરધાર થતો નથી.” તેને કહીએ છીએ કે-તું કહીશ કે-“આ મારી માતા પણ છે અને વંધ્યા પણ છે” –એવું તારું કહેવું કોણ સાચું માનશે? જે કાર્ય કરે છે તેને અકર્તા કેમ મનાય? વળી તું કહે છે કે તેનો નિરધાર થતો નથી” પણ નિરધાર વિના માની લેવું તો એવું ઠર્યું કે જેમ આકાશને ફૂલ તથા ગધેડાને શીંગડાં હોવા માનવાં. પરંતુ એમ સંભવતું નથી. એ પ્રમાણે અસંભવિત કહેવું યુક્ત નથી. એ પ્રમાણે તેઓ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું હોવું કહે છે તે મિથ્યા જાણવું. વળી તે કહે છે કે-“બ્રહ્મા સૃષ્ટિને ઉપજાવે છે, વિષ્ણુ રક્ષા કરે છે તથા મહેશ સંહાર કરે છે.” એમ કહેવું એ પણ સંભવ નથી, કારણ કે આ કાર્યો કરતાં કોઈ કાંઈ કરવા ઇચ્છે તથા કોઈ કાંઈ કરવા ઇચ્છે ત્યારે પરસ્પર વિરોધ થાય. તું કહીશ કે “એ તો એક જ પરમેશ્વરનાં જ સ્વરૂપ છે, વિરોધ શા માટે થાય?” તો પોતે જ ઉપજાવે અને પોતે જ નાશ કરે એવા કાર્યોનું ફળ શું? જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ છે તો ઉપજાવી શા માટે? તથા જો ઈષ્ટ છે તો તેને નાશ કરી શા માટે? કદાપિ પહેલાં ઇષ્ટ લાગી ત્યારે ઉપજાવી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો, એમ હોય તો એ પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરીશ તો તેથી પરમેશ્વરનો એક સ્વભાવ ન ઠર્યો એ એક સ્વભાવ ન રહેવાનું કારણ શું તે બતાવ? વિના કારણ એક સ્વભાવનું પલટાવું શામાટે હોય? તથા બીજો પક્ષ ગ્રહણ કરીશ તો સૃષ્ટિ તો પરમેશ્વરને આધીન હતી, તેને એવી તે શા માટે થવા દીધી કે-તે પોતાને અનિષ્ટ લાગે? વળી બ્રહ્મા સૃષ્ટિ ઉપજાવે છે તે કેવી રીતે ઉપજાવે છે? એક પ્રકાર તો આ છે કે “જેમ મંદિર ચણવાવાળો ચૂનો-પથ્થર વગેરે સામગ્રી એકઠી કરી તેના આકારાદિક બનાવે છે, તે જ પ્રમાણે સામગ્રી એકઠી કરી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે.” તો એ સામગ્રી જ્યાંથી લાવી એકઠી કરી હોય તે ઠેકાણું બતાવ? વળી એક બ્રહ્માએ જ આટલી બધી રચના બનાવી તે આગળપાછળ બનાવી હશે કે પોતાના શરીરનાં હસ્તાદિ ઘણાં કર્યા હશે? એ કેવી રીતે છે તે બતાવ? જે બતાવીશ તેમાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ ભાસશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૦૯ વળી એક પ્રકાર આ છે કે “જેમ રાજા આજ્ઞા કરે તે અનુસાર કાર્ય થાય, તેમ બ્રહ્મની આજ્ઞાથી સૃષ્ટિ નીપજે છે, તો તેણે એ આજ્ઞા કોને આપી? તથા જેને તે આજ્ઞા આપી તે કય થી સામગ્રી લાવી કેવી રીતે રચના કરે છે? તે કહે. વળી એક પ્રકાર આ છે કે-જેમ ઋદ્ધિધારી ઇચ્છા કરે તે અનુસાર કાર્ય સ્વયં બને છે તેમ બ્રહ્મા ઇચ્છા કરે તે અનુસાર સૃષ્ટિ નીપજે છે, તો તેથી બ્રહ્મા તો માત્ર ઇચ્છાનો જ કર્તા થયો અને લોક તો સ્વયં નીપજ્યો! વળી ઇચ્છા તો પરમબ્રહ્મ કરી હતી તેમાં બ્રહ્માનું કર્તવ્ય શું થયું કે જેથી તે બ્રહ્માને સૃષ્ટિનો નિપજાવવાવાળો કહે છે ? તું કહીશ કે-“પરમબ્રહ્મ પણ ઇચ્છા કરી તથા બ્રહ્માએ પણ ઇચ્છા કરી ત્યારે લોક નીપજ્યો.” તો તેથી એમ જણાય છે કે કેવળ પરમબ્રહ્મની ઇચ્છા કાર્યકારી નથી અને તેથી તેનામાં શક્તિહીનપણું આવ્યું. વળી અમે પૂછીએ છીએ કે જો લોક કેવળ બનાવ્યો બને છે તો બનાવવાવાળો તો સુખના અર્થે જ બનાવે અને ઇષ્ટ રચના જ કરે, પણ લોકમાં તો ઇષ્ટ પદાર્થ થોડા અને અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે! જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ કરાવવા અર્થે ઇષ્ટ બનાવ્યા હશે, પણ ઈયળ, કડી, કૂતરાં, સૂવર અને સિંહાદિક શા માટે બનાવ્યા? એ તો કાંઈ રમણીક નથી તથા ભક્તિ પણ કરતાં નથી, સર્વ પ્રકારે અનિષ્ટ જ છે. દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સા આદિ દુઃખ ઊપજે એવા અનિષ્ટ શા માટે બનાવ્યા? ત્યારે તે કહે છે કે “એ જીવો પોતાનાં પાપ વડે ઈયળ, કીડી, દરિદ્રી અને નરકાદિ પર્યાય ભોગવે છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે પાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય થયા કહે, પરંતુ પહેલાં લોકરચના કરતાં જ તેમને એવા શા માટે બનાવ્યા? વળી તે જીવો પાછળથી પાપરૂપ પરિણમ્યા તે કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ પરિણમ્યા એમ કહીશ તો એમ જણાય છે કે બ્રહ્માએ પહેલાં તો તેમને નિપજાવ્યા પણ પાછળથી તેઓ તેના આધીન ના રહ્યા તેથી બ્રહ્માને દુ:ખ જ થયું. તું કહીશ કે-બ્રહ્માના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો તેમને તેણે પાપરૂપ શા માટે પરિણમાવ્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? એટલે એમ પણ બનતું નથી. વળી અજીવ પદાર્થોમાં સુવર્ણ-સુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી પણ કુવર્ણ-દુર્ગધાદિ સહિત દુઃખદાયક વસ્તુ બનાવી તે શામાટે બનાવી? એનાં દર્શનાદિકથી બ્રહ્માને કાંઈ સુખ તો નહિ ઊપજતું હોય. તું કહીશ કે-“પાપી જીવોને દુ:ખ આપવા માટે બનાવી.” તો પોતે જ નિપજાવેલા જીવોથી તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુઃખદાયક સામગ્રી પહેલાંથી જ બનાવી? વળી ધૂળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક પર્વતાદિક કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીક પણ નથી તથા દુ:ખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તો જેમ તેમ જ હોય તથા બનાવવાવાળો બનાવે તે તો પ્રયોજન સહિત જ બનાવે. માટે બ્રહ્મા સૃષ્ટિનો કર્તા છે” એ મિથ્યા વચન છે. વળી તે વિષ્ણુને લોકનો રક્ષક કહે છે તે પણ મિથ્યા છે. કારણ કે રક્ષક હોય તે તો બે જ કાર્ય કરે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણ ન થવા દે તથા બીજું સુખનો નાશ કરનારાં કારણો ન થવા દે. પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારાં કારણ ઠામ ઠામ જોવામાં આવે છે અને તેનાથી જીવોને દુ:ખ જ થતું દેખાય છે. ભૂખ-તરસ આદિ લાગી રહ્યાં છે, શીત-ઉષ્ણાદિક વડ દુ:ખ થાય છે, જીવ એકબીજાને દુ:ખ ઉપજાવે છે તથા શસ્ત્રાદિ દુ:ખનાં કારણો બની રહ્યાં છે. વળી વિનાશનાં કારણ પણ અનેક બની રહ્યાં છે. જેમ કે-રોગાદિક વા અગ્નિ-વિષ-શસ્ત્રાદિક પર્યાયનાશનાં કારણો જીવોને જોવામાં આવે છે, તથા જીવોને પરસ્પર વિનાશનાં કારણો પણ જોઈએ છીએ. એ પ્રમાણે બંને પ્રકારથી રક્ષા કરી નહિ તો એ વિષ્ણુએ રક્ષક થઈને શું કર્યું? ત્યારે તે કહે છે કે “વિષ્ણુ રક્ષક જ છે. જુઓ, ક્ષુધા-તૃષાદિક મટાડવા અર્થે અન્નજલાદિક બનાવ્યાં છે, કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે અને મરણનાં કારણ બનતાં પણ ટિટોડીની માફક બચાવે છે, ઇત્યાદિ પ્રકારથી વિષ્ણુ રક્ષા કરે છે.” તેને અમે પૂછીએ છીએ કે જો એમ છે તો જ્યાં જીવોને સુધા-તૃષાદિક ઘણાં પીડ છે, અન્નજલાદિક તેમને મળતાં નથી, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી તથા કિંચિત્ કારણ પામતાં તેમનું મરણ થઈ જાય છે, ત્યાં એ વિષ્ણુની શક્તિ જ નહોતી કે તેને જ્ઞાન નહોતું? તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે-મરણ પામે છે તો તેમની રક્ષા વિષ્ણુએ કેમ ન કરી? ત્યારે તે કહે છે કે “એ જીવોના પોતાના કર્તવ્યનું ફળ છે.” તેને અમે કહીએ છીએ કેજેમ લોભી જૂઠો શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તેને તો કહે કે “મારું કર્યું થયું” તથા જ્યાં બૂરું થાય-મરણ થાય ત્યારે કહે કે-એનું એમ જ થવા યોગ્ય હતું.” તેમ તું કહે છે કેભલું થયું ત્યાં તો વિષ્ણુનું કર્યું થયું તથા ત્યાં જીવોના કર્તવ્યનું ફળ થયું.” પણ એવી જૂઠી કલ્પના શા માટે કરે છે? કાં તો બૂરું-ભલું બંને વિષ્ણુનું કર્યું કહે અગર કાં તો પોતાના કર્તવ્યનું ફળ કહે. જો વિષ્ણુનું કર્યું થયું હોય તો ઘણા જીવો દુઃખ અને શીવ્ર મરણ પામતા જોઈએ છીએ. હવે ૧. એક પ્રકારનું પક્ષી (ટીટોડી) એક સમુદ્રના કિનારે રહેતી હતી. તેના ઇંડાં સમુદ્ર વહેવડાવી લઈ જતો હતો, તેથી દુઃખી થઈ તેણે ગરુડપક્ષીની મારફત વિષ્ણુને અરજ કરી એટલે વિષ્ણુએ સમુદ્રની પાસેથી તેના ઇંડાં પાછાં અપાવ્યાં. આવી કથા પુરાણોમાં છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧૧ એવું કાર્ય કરે તેને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના કર્તવ્યનું ફળ છે તો “ કરશે તે પામશે ” એમાં વિષ્ણુએ શું રક્ષા કરી? ત્યારે તે કહે છે કે–“જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે.” ત્યાં અમે કહીએ છીએ કે–જો એમ છે તો કીડી-કુંજરાદિ તેમનાં ભક્ત નથી છતાં તેમને અન્નાદિક પહોંચાડવામાં, સંકટ વેળા સહાય થવામાં તથા મરણ ન થવામાં વિષ્ણુનું કર્તવ્ય માની તેને સર્વનો રક્ષક શા માટે માને છે? માત્ર ભક્ત ભક્ત જે હોય તેમનો જ રક્ષક માન. પરંતુ ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા જોઈએ છીએ. ત્યારે તે કહે છે કે-“ ઘણીય જગાએ પ્રહ્લાદિકને સહાય તેણે કરી છે.” તેને અમે કહીએ છીએ કે–જ્યાં સહાય કરી ત્યાં તો તું એમ માન, પરંતુ મ્લેચ્છ-મુસલમાન આદિ અભક્ત પુરુષોથી ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડિત થવા વા મંદિરાદિકને વિશ્ર્વ કરતા દેખી અમે પૂછીએ છીએ કે–ત્યાં તે સહાય નથી કરતો, તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી કે તેને આ વાતની ખબર નથી ? જો શક્તિ નથી તો તેમનાથી પણ તે (વિષ્ણુ) હીનશક્તિનો ધા૨ક થયો, તથા જો તેને ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો. તું કહીશ કે-“તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ ઇચ્છા થઈ,” તો પછી તેને ભક્તવત્સલ તું શા માટે કહે છે? એ પ્રમાણે વિષ્ણુને લોકનો રક્ષક માનવો સાબિત થતું નથી માટે મિથ્યા છે. વળી તે કહે છે કે–“ મહેશ સંહાર કરે છે,” એ કહેવું પણ મિથ્યા છે. કારણ કે પ્રથમ તો મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે? જો સદા કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર કરવાપણાથી નિંદા કર! કારણ કે–રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિપક્ષી છે. વળી તે સંહાર કેવી રીતે કરે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિક વડે કોઈને મારે વા કોઈ પાસે મરાવે, તેમ એ મહેશ પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી મરાવે છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે, તો એ કેવા કેવા અંગો વડે વા કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે સંહાર કરે છે? તું કહીશ કે–“મહેશ તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર તેમનો સંહાર સ્વયં થાય છે. તો તેને સદાકાળ મારવારૂપ દુષ્ટ પરિણામ જ રહ્યા કરતાં હશે ? તથા અનેક જીવોને એકસાથ મારવાની ઇચ્છા કેવી રીતે થતી હશે ? વળી તે મહાપ્રલય થતાં સંહાર કરે છે તો પરમબ્રહ્મની ઇચ્છા થતાં કરે છે કે તેની ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા થતાં 22 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ર ] મોક્ષમાર્ગ પ્રકાશક કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી થયો કે-સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ? કારણ કે-કોઈ કારણ વિના નાશ કરવાની તો ઇચ્છા થાય નહિ. અને નાશ કરવાની ઇચ્છા તેનું જ નામ ક્રોધ છે. તો એ કારણ બતાવ! તથા જો કારણ વિના પણ ઇચ્છા થાય છે તો એ બહાવરા જેવી ઇચ્છા થઈ. તું કહીશ કે “પરબ્રહ્મ આ ખેલ બનાવ્યો હતો અને વળી તે દૂર કર્યો, એમાં કારણ કાંઈ પણ નથી.” તો ખેલ બનાવવાવાળો પણ ખેલ ઇષ્ટ લાગે છે ત્યારે બનાવે છે તથા અનિષ્ટ લાગે છે ત્યારે દૂર કરે છે. હવે જો તેને આ લોક ઇષ્ટ-અનિષ્ટ લાગે છે તો તેને લોકની સાથે રાગ-દ્વેષ થયો. તો પરમબ્રહ્મનું સ્વરૂપ સાક્ષીરૂપ શા માટે કહે છે? સાક્ષીભૂત તો તેનું નામ છે કે જે સ્વયં જેમ હોય તેમ જ દેખ્યા-જાણ્યા કરે. પણ જે ઇષ્ટ-અનિષ્ટ માની ઉત્પન્ન-નાશ કરે તેને સાક્ષીભૂત કેવી રીતે કહીએ? કારણ કે-સાક્ષીભૂત રહેવું અને કર્તા-હર્તા થવું એ બંને પરસ્પર વિરોધી છે, એકને એ બંને સંભવતા નથી. વળી પરમબ્રહ્મને પહેલાં તો એવી ઇચ્છા થઈ હતી કે “હું એક છું તે ઘણો થાઉં.” જ્યારે તે ઘણો થયો ત્યારે વળી એવી ઇચ્છા થઈ હશે કે-“હું ઘણો છું તે એક થાઉં.” તે તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાઈ તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેમ પરમબ્રહ્મ પણ ઘણો થઈ એક થવાની ઇચ્છા કરી; તો જાણી શકાય છે કે પોતે પહેલાં ઘણા થવાનું કાર્ય કર્યું તે ભોળપણથી જ કર્યું હતું. જે ભાવિજ્ઞાન-પૂર્વક કાર્ય કર્યું હોત તો તેને દૂર કરવાની ઇચ્છા શા માટે થાત? વળી જો પરમબ્રહ્મની ઇચ્છા વિના જ મહેશ સંહાર કરે છે, તો તે પરમબ્રહ્મનો વા બ્રહ્મનો વિરોધી થયો. તથા અમે પૂછીએ છીએ કે-મહેશ લોકનો સંહાર કેવી રીતે કરે છે? પોતાનાં અંગો વડે સંહાર કરે છે, કે તેને ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે, તો તે સર્વનો યુગપત્ (એકસાથે) સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે, તો ઇચ્છા તો પરબ્રહ્મ કરી હતી, મહેશે સંહાર શો કર્યો? વળી અમે પૂછીએ છીએ કે એ સંહાર થતાં સર્વ લોકમાં જે જીવ-અજીવ હતા તે ક્યાં ગયા? ત્યારે તે કહે છે કે-“જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા તથા અન્ય માયામાં મળ્યા.” હવે તેને અમે પૂછીએ છીએ કે-માયા બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય છે? જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ તેથી અદ્વૈત બ્રહ્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧૩ તો ન રહ્યો તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની સાથે બ્રહ્મમાં મળી ગયા. જ્યારે મહાપ્રલય થતાં સર્વનું પરમબ્રહ્મમાં મળવું ર્યું તો મોક્ષનો ઉપાય શા માટે કરીએ ? વળી જે જીવો માયામાં મળ્યા હતા તેઓ જ ફરી લોકરચના થતાં લોકમાં આવશે, કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઊપજશે? જો તેઓ જ આવશે તો જણાય છે કે તેઓ જુદા જુદા જ રહે છે, મળી ગયા શા માટે કહે છે? તથા નવા ઊપજશે તો જીવનું અસ્તિત્વ થોડા કાલ સુધી જ રહે છે એટલે મુક્ત થવાનો ઉપાય જ શા માટે કરીએ? વળી તે કહે છે કે “પૃથ્વી આદિ છે તે માયામાં મળી જાય છે.” તો માયા અમૂર્તિકસચેતન છે કે મૂર્તિક-અચેતન છે? જો અમૂર્તિક-સચેતન છે તો તેમાં મૂર્તિક-અચેતન કેવી રીતે મળે? તથા જો મૂર્તિક-અચેતન છે તો તેમાં અમૂર્તિક-સચેતન કેવી રીતે મળે? તથા મૂર્તિકઅચેતન છે તો બ્રહ્મમાં મળે છે કે નહિ? જો મળે છે તો તેના મળવાથી બ્રહ્મ પણ મૂર્તિકઅચેતન વડે મિશ્રિત થયું તથા જો નથી મળતા તો અદ્વૈતતા ન રહી ! તું કહીશ કે-“એ સર્વ અમૂર્તિક-છે તે ચેતન બની જાય છે.” તો આત્મા અને શરીરાદિકની એકતા થઈ. હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે તો તેમને અજ્ઞાની શા માટે કહે છે? વળી લોકનો પ્રલય થતાં મહેશનો પ્રલય થાય છે કે નહિ? જો થાય છે તો તે એકસાથે થાય છે કે આગળ પાછળ થાય છે? જો એકસાથે થાય છે તો પોતે જ નષ્ટ થતો મહેશ લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરી એ મહેશ પોતે કયાં રહ્યો? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો. એમ મહેશને સૃષ્ટિનો સંહારકર્તા માને છે તે અસંભવ છે. એ પ્રમાણે વા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા, રક્ષા કરવાવાળા તથા સંહાર કરવાવાળા માનવા તે બનતું જ નથી તેથી મિથ્યા છે એમ સમજી લોકને અનાદિનિધન માનવો. લોકના અનાદિનિધનપણાની પુષ્ટિ આ લોકમાં જે જીવાદિ પદાર્થો છે તે જુદા જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની પલટના થયા કરે છે એ અપેક્ષાએ તેમને ઊપજતા–વિણસતા કહીએ છીએ. સ્વર્ગ, નરક અને દીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે. તું કહીશ કે-કોઈના બનાવ્યા વિના એવા આકારાદિક કેમ સંભવે? થાય તો બનાવવાથી જ થાય. પણ એમ નથી; કારણ કે અનાદિથી જ જે છે ત્યાં તર્ક શો? જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક તું પરમબ્રહ્મનું સ્વરૂપ અનાદિનિધન માને છે તેમ એ સ્વર્ગાદિક તથા જીવાદિક પણ અનાદિનિધન માને છે. તું કહીશ કે-જીવાદિક વા સ્વર્ગાદિક કેવી રીતે થયા? તો અમે પૂછીએ છીએ કે-પરમબ્રહ્મ કેવી રીતે થયો? તું કહીશ કે-એની (લોકની) રચના આવી કોણે કરી ? તો અમે પૂછીએ છીએ કે પરમબ્રહ્મને આવો કોણે બનાવ્યો? તું કહીશ કે પરમબ્રહ્મ સ્વયંસિદ્ધ છે. તો અમે કહીએ છીએ કે-જીવાદિક વા સ્વર્ગાદિક પણ સ્વયંસિદ્ધ છે. તું કહીશ કે–તેની અને પરમબ્રહ્મની સમાનતા કેમ સંભવે ? અમે કહીએ છીએ કે-એવી સંભવતામાં દૂષણ બતાવ. જેમ લોકને નવો ઉપજાવવો, તેનો નાશ કરવો તેમાં અમે અનેક દોષ બતાવ્યા, તેમ લોકને અનાદિનિધન માનવામાં શો દોષ છે ? તે તું બતાવ. તું જે પરમબ્રહ્મ માને છે તે જુદો કોઈ નથી, પરંતુ સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષમાર્ગ સાધનથી સર્વજ્ઞ-વીતરાગ થાય છે. પ્રશ્ન:- તમે તો ન્યારો ન્યારા જીવો અનાદિનિધન કહો છો, પણ મોક્ષ થયા પછી તો તે નિરાકાર થાય છે, તો ત્યાં ન્યારા ન્યારા કેવી રીતે સંભવે? ઉત્તર- મુક્ત થયા પછી સર્વશને તે દેખાય છે કે નહિ? જ દેખાય છે તો કોઈ આકાર જ દેખાતો હશે, આકાર દીઠા વિના તેણે શું દેવું? તથા જો નથી દેખાતા તો કાં તો વસ્તુ જ નથી અગર કાં તો સર્વજ્ઞ નથી. માટે ઇંદ્રિયજ્ઞાનગણ્ય એ આકાર નથી એ અપેક્ષાએ તે ( જીવો) નિરાકાર છે તથા સર્વજ્ઞજ્ઞાનગમ્ય છે તેથી તે આકારવાની છે. હવે જ્યારે તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શો દોષ આવે છે? વળી તું જો જાતિ અપેક્ષાએ એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જેમ ઘઉંનાં દાણા જુદા જુદા છે પણ તેની જાતિ એક છે તેમ એક માનીએ તો તેમાં કાંઈ દોષ નથી. એ પ્રમાણે યથાર્થ શ્રદ્ધાન વડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિનિધન માનવા. પણ જો માત્ર નિરર્થક ભ્રમવડ સાચ-જpઠનો નિર્ણય ન કરે તો તું જાણ. કારણ કે તારા શ્રદ્ધાનનું ફળ તું જ પામીશ. વળી તેઓ જ બ્રહ્માથી પુત્ર-પૌત્રાદિવડ ફુલપ્રવૃત્તિ ચાલી કહે છે. એ ફુલોમાં રાક્ષસ, મનુષ્ય, દેવ વા તિર્યચોમાં પરસ્પર પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. દેવથી મનુષ્ય, અને મનુષ્યથી દેવ વા તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર-પુત્રીનું ઊપજવું બતાવે છે. પણ એ કેવી રીતે સંભવે ? વળી મનથી, પવનાદિથી વા વીર્ય સુંઘવા આદિથી પ્રસૂતિ થવી બતાવે છે. પણ એ પ્રત્યક્ષ વિરુદ્ધ ભાસે છે. કારણ એમ થતાં પુત્ર-પૌત્રાદિનો નિયમ કેવી રીતે રહ્યો? વળી મોટા મોટા મહાન પુરુષો અન્ય અન્ય માતપિતાથી થયા તેઓ કહે છે, મહાન પુરુષો કુશીલવાન માતપિતાથી કેમ ઊપજે ? એ તો લોકમાં પણ ગાળ મનાય છે. તો એમ કહી તેમની મહંતતા શા માટે કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧૫ વળી મેલ આદિ વડે ગણેશાદિકની ઉત્પત્તિ બતાવે છે, વા કોઈનું અંગ કોઈને જોડાયું એમ બતાવે છે. ઇત્યાદિ અનેક પ્રત્યક્ષવિરુદ્ધ તેઓ કહે છે. અવતાર-મીમાંસા વળી ચોવીસ અવતાર થયા તેઓ કહે છે, તેમાં કોઈ અવતારોને તો પૂર્ણાવતાર કહે છે તથા કોઈને અંશાવતાર કહે છે. હવે પૂર્ણાવતાર થતાં બ્રહ્મ અન્ય ઠેકાણે વ્યાપી રહ્યો છે કે નહિ? જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તું પૂર્ણાવતાર શા માટે કહે છે? તથા જ નથી વ્યાપી રહ્યો તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો. વળી અંશાવતાર થયો ત્યાં બ્રહ્મનો અંશ તો તું સર્વત્ર કહે છે, તો આમાં અધિકતા શું થઈ? વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મ પોતે અશાંવતાર ધાર્યો કહે છે તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી; કારણ કે જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યાં ઘણો ઉધમ શા માટે કરીએ ? વળી એ અવતારોમાં મચ્છ-કચ્છાદિ અવતાર થયા, પણ કિંચિત કાર્ય કરવા માટે હીન તિર્યંચપર્યાયરૂપ બ્રહ્મ થયો. પણ એ કેમ સંભવે? પ્રફ્લાદ માટે નરસિંહ અવતાર થયો પણ હિરણ્યકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ અપાવ્યું? તથા વિરૂપ (કદરૂપો) સ્વાંગ શા માટે ધર્યો? તેઓ નાભિરાજાને ત્યાં વૃષભાવતાર થયો બતાવે છે. નાભિરાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર તપશ્ચરણ શા માટે કર્યું? તેને તો કાંઈ સાધ્ય હતું જ નહિ. તું કહીશ કે “જગતને બતાવવા માટે એમ કર્યું.” તો કોઈ અવતાર તપશ્ચરણ બતાવે, કોઈ અવતાર ભોગાદિક બતાવે, કોઈ અવતાર ક્રોધાદિક પ્રગટ કરે તથા કોઈ કુતૂહલ માત્ર નાચે, તો તેમાં જગત કોને ભલો જાણે ? વળી તે કહે છે કે “એક “અરહંત' નામનો રાજા થયો તેણે વૃષભાવતારનો મત અંગીકાર કરી જૈનમત પ્રગટ કર્યો.” પણ જૈનમાં તો કોઈ “અરહંત' નામનો રાજા થયો નથી. ત્યાં તો સર્વજ્ઞપદ પામી પૂજવા યોગ્ય હોય તેનું જ નામ અત્ છે. વળી તેઓ રામ અને કૃષ્ણ એ બે જ અવતારોને મુખ્ય કહે છે. પણ રામાવતારે શું કર્યું? સીતાને માટે વિલાપ કરી રાવણથી લડી તેને મારી રાજ્ય કર્યું. તથા ૧. સનંતકુમાર-૧, શૂકર (વારાહ) અવતાર-૨, દેવર્ષિનારદ-૩, નર-નારાયણ-૪, કપિલ-પ, દત્તાત્રય ૬, યજ્ઞપુરુષ-૭, ઋષભાવતાર-૮, પૃથુઅવતાર-૯, મત્સ્ય-૧૦, કચ્છપ-૧૧, ધનવંતરી-૧૨, મોહિની૧૩, નૃસિંહાવતાર-૧૪, વામન-૧૫, પરશુરામ-૧૬, વ્યાસ-૧૭, હંસ-૧૮, રામાવતાર-૧૯, કૃષ્ણાવતાર-૨૦, હયગ્રીવ-૨૧, હરિ-૨૨, બુદ્ધ-૨૩, કલ્કિ-૨૪. એમ ચોવીશ અવતાર માને છે. (ભાગવતસ્કંધ-પ અ. ૬-૭-૧૧.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક કૃષ્ણાવતારે પહેલાં ગોવાળ થઈ પરસ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત સિંઘ ચેષ્ટા કરી, પછી જરાસંઘ આદિને મારી રાજ્ય કર્યું. પણ એવાં કાર્યો કરવાથી શું સિદ્ધિ થઈ ? રામકૃષ્ણાદિકનું તેઓ એક સ્વરૂપ કહે છે, તો વચ્ચેના એટલા કાળ સુધી તેઓ કયાં રહ્યા? જો બ્રહ્મમાં રહ્યા તો ત્યાં જુદા રહ્યા કે એક રહ્યા? જો જુદા રહ્યા તો જણાય છે કે-તેઓ બ્રહ્મથી જુદા જ ઠર્યા, તથા એક રહે છે તો રામ પોતે જ કૃષ્ણ થયા અને સીતા પોતે જ રુકિમણી થઈ ઇત્યાદિ કેવી રીતે કહો છો? વળી તેઓ રામાવતારમાં તો સીતાને મુખ્ય કહે છે, તથા કૃષ્ણાવતારમાં એ જ સીતાને રુકિમણી થઈ કહે છે. હવે તેને તો પ્રધાનરૂપ ન કહેતાં રાધિકાકુમારીને મુખ્ય કહે છે. ત્યાં પૂછીએ છીએ ત્યારે કહે છે કે “રાધિકા ભક્ત હતી.” પણ પોતાની સ્ત્રીને છોડી એક દાસીને મુખ્ય કરવી કેમ બને? વળી કૃષ્ણને તો રાધિકા સહિત પરસ્ત્રીસેવનનાં સર્વવિધાન થયાં, પણ એ ભક્તિ કેવી? એવાં કાર્ય તો મહાનિંધ છે. વળી રુકિમણીને છોડી રાધિકાને મુખ્ય કરી તે શું પરસ્ત્રીસંવનને ભલું જાણી કરી હશે ? તથા એ કૃષ્ણ એક રાધા જ વિષે આસક્ત ન થયા પરંતુ અન્ય ગોપીઓ-* કુન્જા આદિ અનેક પરસ્ત્રીઓમાં પણ આસક્ત થયા. એ અવતાર એવાં જ કાર્યોનો અધિકારી થયો. વળી તેઓ કહે છે કે “લક્ષ્મી તેની સ્ત્રી છે”, અને ધનાદિકને લક્ષ્મી કહે છે; પણ તે તો પૃથ્વી આદિમાં જેમ પાષાણ અને ધૂળ આદિ છે તેમ રત્ન-સુવર્ણાદિકને જોઈએ છીએ. એથી જુદી લક્ષ્મી કોણ છે કે જેનો ભરથાર નારાયણ છે? વળી તેઓ સીતાદિકને માયાનું સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય? બહુ કયાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે. એ પ્રમાણે તેઓ અવતાર કહે છે, અને તેને બ્રહ્મસ્વરૂપ કહે છે. તથા અન્ય જીવોને પણ બ્રહ્મસ્વરૂપ કહે છે. એક તો મહાદેવને તેઓ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેને વળી યોગી કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલાં અને ભસ્મ ધારણ કરે છે તે શા માટે ધારણ કરે છે? તે રુંડમાળા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંધ છે તો તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો–ધતૂરો ખાય છે તેમાં શું મોટાઈ કે ભલાઈ છે? ત્રિશૂલાદિ તે રાખે છે પણ તેને કોનો ભય છે? પાર્વતીના સંગસહિત છે પણ યોગી બની જોડ સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું * ભાગવત સ્કંધ ૧૦, અ. ૬૮, ૧-૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧૭ તેણે શા માટે કર્યું? જો કામાસક્ત હતા તો ઘરમાં જ રહેવું હતું તથા નાના પ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે, છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે. વળી તેઓ કૃષ્ણને મહાદેવના સેવક કહે છે, કોઈ વેળા તેને કૃષ્ણના સેવક કહે છે તથા કોઈ વેળા બંનેને એક કહે છે. કાંઈ ઠેકાણું જ નથી. સૂર્યાદિકને બ્રહ્મનું સ્વરૂપ કહે છે. વિષ્ણુએ કહ્યું છે કે “ધાતુઓમાં સુવર્ણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ તથા જુગારમાં જૂઠ ઇત્યાદિકમાં હું જ છું.” એમ તેઓ કહે છે, પણ પૂર્વાપર કંઈ વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ પણ કહે તો “બ્રહ્મ સર્વવ્યાપી છે” એવું વિશેષણ શા માટે આપો છો? “સૂર્યાદિકમાં વા સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;” હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાદિ ગુણો વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ માનો; તેમને નાના-મોટા માનો પણ જાતિ તો એક થઈ. એમ જૂઠી મહંતતા ઠરાવવા માટે તેઓ અનેક પ્રકારની યુક્તિઓ બનાવે છે. વળી તેઓ જ્વાલામાલિની આદિ અનેક દેવીઓને માયાનું સ્વરૂપ કહી હિંસાદિક પાપ ઉપજાવી તેનું પૂજન કરાવે છે. પણ માયા તો સિંઘ છે, તેનું પૂજન કેમ સંભવે? તથા હિંસાદિક કરતાં ભલું કેમ થાય ? ગાય, સર્પાદિક અભક્ષ્ય-ભક્ષણાદિસહિત પશુને તેઓ પૂજ્ય કહે છે; અગ્નિ, પવન અને જલાદિકને દેવ ઠરાવી તેને પૂજ્ય કહે છે, તથા વૃક્ષાદિકને પણ કલ્પિત યુક્તિ બનાવી પૂજ્ય કહે છે. ઘણું શું કહીએ? પુરુષલિંગી નામ સહિત જે હોય તેમાં તો બ્રહ્મની કલ્પના કરી તથા સ્ત્રીલિંગી નામ સહિત જે હોય તેમાં માયાની કલ્પના કરી તેઓ અનેક વસ્તુઓનું પૂજન ઠરાવે છે. એમને પૂજવાથી શું ફળ થશે, તેનો પણ કાંઈ વિચાર નથી. માત્ર જૂઠાં લૌકિક પ્રયોજનરૂપ કારણો ઠરાવી તેઓ જગતને ભરમાવે છે. વળી તેઓ કહે છે કે “વિધાતા શરીરને ઘડે છે, યમ મારે છે, મરતી વેળા યમના દૂત લેવા આવે છે, મર્યા પછી માર્ગમાં ઘણો કાળ લાગે છે, ત્યાં પુણ્ય-પાપના હિસાબ લેવાય છે તથા ત્યાં દંડાદિક દે છે.” પણ એ બધી કલ્પિત જૂઠી યુક્તિ છે. કારણ કે સમય સમય અનંત જીવો ઊપજે છે અને મરે છે, તે સર્વનું યુગપ કેવી રીતે આ પ્રકારે સંભવે? અને એમ માનવા માટે કોઈ કારણ પણ ભાસતું નથી. વળી તેઓ મરણ પછી શ્રાદ્ધાદિકવડે તેનું ભલું થવું કહે છે, પણ જીવતાં તો કોઈનાં પુણ્ય-પાપ વડે કોઈ બીજો સુખી-દુઃખી થતો દેખાતો જ નથી, તો મરણ પછી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક કેવી રીતે થશે? માત્ર મનુષ્યોને ભરમાવી પોતાનો લોભ સાધવા માટે તેઓ આવી યુક્તિઓ બનાવે છે. કીડી, પતંગ અને સિંહાદિક જીવ પણ ઊપજે મરે છે તેમને તેઓ પ્રલયના જીવ ઠરાવે છે. પણ જેમ મનુષ્યાદિકને જન્મ-મરણ થતાં જોઈએ છીએ, તે જ પ્રમાણે તેમને પણ થતાં જોઈએ છીએ. માત્ર જૂઠી કલ્પના કરવાથી શું સિદ્ધિ છે? વળી તેઓ શાસ્ત્રોમાં કથાદિકનું નિરૂપણ કરે છે, ત્યાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ ભાસે છે. વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ધર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે, અગ્નિકાષ્ઠાદિકનો મહા આરંભ કરે છે અને તેમાં જીવઘાત થાય છે. હવે તેમનાં જ શાસ્ત્રોમાં વા લોકમાં હિંસાનો તો નિષેધ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે એ બધું કાંઈ ગણતા જ નથી. તેઓ કહે છે કે “જ્ઞાર્થ |શવ: સૃષ્ટી: અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યાં છે, તેથી ત્યાં ઘાત કરવાનો કોઈ દોષ નથી.” વળી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો, ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ પ્રત્યક્ષવિરુદ્ધ છે તેમ હિંસા કરતાં ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષવિરુદ્ધ છે, પરંતુ તેમણે જેમની હિંસા કરવી કહી, તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ઠીક પડત, પણ પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લાભ માટે દુર્બલના ઘાતક બની પોતાનું વા અન્યનું બૂરું કરવામાં તત્પર થયા છે. તેઓ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એમ બે પ્રકાર વડે મોક્ષમાર્ગ પ્રરૂપણ કરે છે. ભક્તિયોગ મીમાંસા તેમાં પ્રથમ ભક્તિયોગ વડે મોક્ષમાર્ગ તેઓ કહે છે, તેનું સ્વરૂપ અહીં કહીએ છીએ નિર્ગુણ અને સગુણ ભેદરૂપ બે પ્રકારની ભક્તિઓ તેઓ કહે છે. અદ્વૈત પરબ્રહ્મની ભક્તિ કરવી તે નિર્ગુણભક્તિ છે. તે આ પ્રમાણે કહે છે: “તમે નિરાકાર છો, નિરંજન છો, મન-વચનથી અગોચર છો, અપાર છો, સર્વવ્યાપી છો, એક છો, સર્વના પ્રતિપાલક છો, અધમ ઉદ્ધારક છો અને સર્વના કર્તા-હર્તા છો ” ઇત્યાદિ વિશેષણો વડે ગુણ ગાય છે. હવે તેમાં નિરાકારાદિ કોઈ વિશેષણો તો અભાવરૂપ છે, તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ ભાસે. કારણ કે-વસ્તુ વિના આકારાદિ કેવી રીતે ભાસે? તથા સર્વવ્યાપી આદિ કેટલાંક વિશેષણો અસંભવરૂપ છે, તેનું અસંભવપણું પહેલાં દર્શાવ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૧૯ વળી એમ કહે છે કે–“ જીવબુદ્ધિ વડે હું તારો દાસ છું, શાસ્ત્રદષ્ટિ વડે તારો અંશ છું તથા તત્ત્વબુદ્ધિ વડે તું જ હું છું?” પણ એ ત્રણે ભ્રમ છે. વળી એ ભક્તિ કરવાવાળો ચેતન છે જડ? જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? જો બ્રહ્મની છે તો “હું તારો દાસ છું” એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો તથા સ્વભાવ-સ્વભાવીને તાદાત્મ્યસંબંધ છે, તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને? દાસસ્વામી સંબંધ તો બે ભિન્ન પદાર્થો હોય ત્યાં જ બને. તથા જો એ ચેતના તેની જ છે તો તે પોતાની ચેતનાનો ધણી બ્રહ્મથી જુદો પદાર્થ ઠર્યો. તો પછી “હું અંશ છું, અથવા તું છે તે હું છું, ”–એમ કહેવું જૂઠ થયું. વળી ભક્તિ કરવાવાળો જડ છે, તો જડને બુદ્ધિનું હોવું અસંભવિત છે, તો તેને એવી બુદ્ધિ કયાંથી થઈ કે “હું દાસ છું.” એમ કહેવું તો ત્યારે જ બને કે–જ્યારે બંને પદાર્થ જુદા હોય. તથા “તારો હું અંશ છું” એમ કહેવું પણ બનતું નથી. કારણ કે–‘તું ’ અને ‘હું’ એમ કહેવું તો ત્યારે જ બને કે–જ્યારે પોતે અને તે જુદા જ હોય. પણ અંશ-અંશી જુદા કેવી રીતે હોય ? કારણ કે–અંશી એ કો જુદી વસ્તુ નથી પણ અંશોનો સમુદાય તે જ અંશી છે. વળી “તું છે તે હું છું”–એવું વચન જ વિરુદ્ધ છે. કારણ કે-એક જ પદાર્થમાં પોતાપણું માનવું અને ૫૨૫ણું પણ માનવું એમ બંને કેવી રીતે સંભવે? માટે ભ્રમ છોડી નિર્ણય કરવો યોગ્ય છે. 66 વળી કોઈ નામ જ જપે છે, પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય ? તું કહીશ કે “ નામનો એવો અતિશય છે.” તો જે નામ ઇશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેનાં નામ ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ ? પણ એમ કેવી રીતે બને? માટે પહેલાં સ્વરૂપનો નિર્ણય કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી. એ પ્રમાણે નિર્ગુણભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું. જ્યાં કામ ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણન વડે, સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ સગુણભક્તિ કહે છે. એ સગુણભક્તિમાં જેમ લૌકિક શૃંગા૨પૂર્વક નાયક-નાયિકાનું વર્ણન કરીએ છીએ, તેમ તેઓ ઠાકોર-ઠકુરાણીનું વર્ણન કરે છે, ત્યાં સ્વન્ની-પરસ્ત્રી સંબંધી સંયોગ-વિયોગ-રૂપ સર્વ વ્યવહા૨ નિરૂપણ કરે છે. સ્નાન કરતી સ્ત્રીઓનાં વસ્ત્ર ચોરવાં, દહીં લૂંટવું, સ્ત્રીઓનાં ચરણે પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો કે-જે કરતાં સંસારી જીવો લજ્જા પામે તેવાં કાર્યો કરવાં તેઓ ઠરાવે છે. પણ એવાં કાર્યો તો અતિ કામની પીડા થતાં જ બને. વળી યુદ્ધાદિક કાર્ય કર્યાં કહે છે, પણ એ ક્રોધનાં કાર્ય છે, પોતાનો મહિમા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક બતાવવા માટે ઉપાય કર્યા કહે છે, પણ એ માનનાં કાર્ય છે. અનેક છળ કર્યા કહે છે, પણ એ માયાનાં કાર્ય છે. વિષયસામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યા કહે છે, પણ એ લોભનાં કાર્ય છે, તથા કુતૂહલાદિક કાર્યો કર્યા કહે છે, પણ એ હાસ્યાદિકના કાર્ય છે, એ પ્રમાણે એ બધાં કાર્યો ક્રોધાદિયુક્ત થતાં જ બને. એ પ્રમાણે કામ-ક્રોધાદિથી ઉત્પન્ન થયેલાં કાર્યોને પ્રગટ કરી કહે છે કે “અમે સ્તુતિ કરીએ છીએ.” હવે જો કામ-ક્રોધાદિજન્ય કાર્યો જ સ્તુતિયોગ્ય થતાં તો નિંદ્ય કાર્ય કયાં ઠરશે ? જેની લોકમાં અને શાસ્ત્રમાં અત્યંત નિંદા હોય તે જ કાર્યોનું વર્ણન કરી સ્તુતિ કરવી એ તો હસ્તચુગલ જેવું કાર્ય થયું. અમે પૂછીએ છીએ કે-કોઈનું નામ કહ્યા વિના આવાં કાર્યોનું જ નિરૂપણ કરી કોઈ તમને કહે કે “ફલાણાએ આવાં કાર્યો કર્યા” તો તેને તમે ભલો જાણશો કે બૂરો ? જો ભલો જાણશો તો પાપી ભલા થયા તો બૂરો કોણ થયો? તથા બૂરો જાણશો તો એવાં કાર્ય કોઈ પણ કરો, પરંતુ એ બૂરો જ થયો. પક્ષપાત રહિત ન્યાય કરો. જો પક્ષપાતપૂર્વક કહેશો કે “ઠાકોરજીનું એવું વર્ણન કરવું એ પણ સ્તુતિ છે.” તો ઠાકોરજીએ એવાં કાર્ય શા અર્થે કર્યા? એવા નિંદ્ય કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ ? તમે કહેશો કેપ્રવૃત્તિ ચલાવવા માટે કર્યો. પણ પરસ્ત્રીસેવન આદિ સિંઘ કાર્યોની પ્રવૃત્તિ ચલાવવામાં પોતાને વા અન્યને શું નફો થયો? માટે ઠાકોરજીએ આવાં કાર્યો કરવાં સંભવતાં નથી. વળી જો એ કાર્યો ઠાકોરે નથી કર્યા, કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ નહોતો તેમાં દોષ લગાવ્યો; એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે, સ્તુતિ નહિ. વળી સ્તુતિ કરતાં જે ગુણોનું વર્ણન કરીએ તે રૂપ જ પરિણામ થાય વા તેમાં જ અનુરાગ આવે. હવે કામ-ક્રોધાદિ કાર્યોનું વર્ણન કરતાં પોતે પણ કામ-ક્રોધાદિરૂપ થાય, અથવા કામ-ક્રોધાદિમાં અનુરાગી થાય, તેથી એવા ભાવ તો ભલા નથી. તમે કહેશો કે “ભક્ત એવા ભાવ કરતો નથી.” તો પરિણામ થયા વિના ભક્તિ કેવી રીતે કરી? અને અનુરાગ થયા વિના ભક્તિ કેવી રીતે કરી ? જો એ ભાવો જ રૂડા હોય તો બ્રહ્મચર્ય અને ક્ષમાદિકને ભલા શા માટે કહો છો ? કારણ કે તેમને તો એકબીજાથી પ્રતિપક્ષપણું છે. વળી સગુણભક્તિ કરવા માટે રામ-કૃષ્ણાદિકની મૂર્તિ પણ શૃંગારાદિક વડે વકત્વાદિ સહિત અને શ્રી આદિ સંગ સહિત બનાવે છે, જેને જોતાં જ કામ-ક્રોધાદિભાવ પ્રગટ થઈ આવે. મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ, કેટલી વિટંબણા કે જેનું નામ લેતાં પણ લાજ આવે, જગત પણ જેને ઢાંકી રાખે છે, તેના જ આકારનું તેઓ પૂજન કરાવે છે. શું તેને અન્ય અંગ નહોતાં? પરંતુ ઘણી વિટંબણા તો એમ જ કરતાં પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૨૧ વળી સગુણભક્તિ માટે નાનાપ્રકારની વિષયસામગ્રી તેઓ એકઠી કરે છે, ત્યાં નામ તો ઠાકોરજીનું દે, અને તેને પોતે જ ભોગવે. ભોજનાદિક બનાવી “ઠાકોરજીને ભોગ લગાવ્યો, એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય છે. ત્યાં અમે પૂછીએ છીએ કે પહેલાં ઠાકોરજીને ક્ષુધા-તૃષાદિકની પીડા હશે ? જો પીડા ન હોય તો આવી કલ્પના કેમ સંભવે ? તથા ક્ષુધાદિકવડે પીડિત હોય તો તે વ્યાકુળ પણ હોય, ત્યારે એ ઇશ્વર તો દુઃખી થયો, તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? વળી ભોજનાદિક સામગ્રી પોતે તો તેના માટે મંગાવે, તથા તેને અર્પણ કરી તે કરી, પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય, પોતાનો કર્યો તો ન જ થાય. જેમ કોઈ રાજાને કાંઇ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ પોતે રાજાને ભેટ કરે અને રાજા તો કંઈ કહે નહિ, માત્ર “રાજાએ મને બક્ષિસ કરી ” એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, એ તો માત્ર ખેલ જ થયો. તેમ અહીં પણ એમ કરવાથી ભક્તિ તો ન થઈ પણ માત્ર હાસ્ય કરવું જ થયું. વળી ઠાકોરજી અને તું બે છો કે એક? જો બે છો તો તેં ભેટ કરી, હવે તને ઠાકોરજી બક્ષિસ આપે તો ગ્રહણ કર, તું પોતે જ શા માટે ગ્રહણ કરે છે? તું કહીશ કે-“ઠાકોરજીની તો મૂર્તિ છે, તેથી એવી હું જ કલ્પના કરું છું.” તો ઠાકોરજીને કરવાનું કાર્ય જ કર્યું, તેથી તું જ ઠાકોરજી થયો ? તથા જો એક છો તો ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું થયું. કારણ કે એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજનાસક્ત પુરુષો દ્વારા આવી કલ્પના કરવામાં આવે છે. વળી ઠાકોરજીના માટે નૃત્ય-ગીતાદિક કરવામાં તથા શીત-ગ્રીષ્મ-વસંતાદિ ઋતુઓમાં સંસારીઓમાં સંભવતી એવી વિષયસામગ્રી એકઠી કરવી, ઇત્યાદિ કાર્યો તેઓ કરે છે. ત્યાં નામ તો ઠાકોરજીનું લેવું, અને ઇંદ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા-છોકરી, ગુડ્ડા-ગુડ્ડીના ખેલ બનાવી કુતૂહલ કરે, તેમ આ પણ કુતૂહલ કરવા જેવું જ છે. ૫રમાર્થરૂપ ગુણ તેમાં કાંઈ પણ નથી. બાળ ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય-પોષણ કરે અને કહે કે“ આ પણ ભક્તિ છે.” ઇત્યાદિ ઘણું શું કહીએ? એવી એવી અનેક વિપરીતતા સગુણભક્તિમાં હોય છે. એ પ્રમાણે બે પ્રકારની ભક્તિવડે તેઓ મોક્ષમાર્ગ કહે છે, પણ તેનું સ્વરૂપ મિથ્યા સમજવું. જ્ઞાનયોગ મીમાંસા હવે અન્યમત પ્રરૂપિત જ્ઞાનયોગવડે મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક એક અદ્વૈત-સર્વવ્યાપી પરમબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો પહેલાં જ કહ્યું છે. વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો, કામ-ક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ જાણવાં તેને જ્ઞાન કહે છે, પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ-ક્રોધાદિક થતા દેખાય છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદ્દભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય? વળી તેઓ કહે છે કે-“મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોડી તે દોડી જ છે, તેને સર્પ જાણ્યો તો તે ભ્રમ હતો-એ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ છે.” એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો, પણ પોતે કામ-ક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય. ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે? - તમે કહેશો કે “ એ કામ-ક્રોધાદિક તો મનના ધર્મ છે, બ્રહ્મ તો ન્યારો છે.” તો તેને પૂછીએ છીએ કે-મન છે તે તારું સ્વરૂપ છે કે નહિ? જો છે તો એ કામ-ક્રોધાદિ પણ તારા જ થયા, તથા નથી તો અમે પૂછીએ છીએ કે–તું જ્ઞાનસ્વરૂપ છે કે જડ છે? જો જ્ઞાનસ્વરૂપ છે, તો તને જ્ઞાન તો મન વા ઇંદ્રિય દ્વારા જ થતું દેખાય છે, એના વિના કોઈ જ્ઞાન બતાવે તો તેને જુદું તારું સ્વરૂપ માનીએ. પણ એ ભાસતું નથી વળી ‘મનજ્ઞાને’ ધાતુથી ‘મન’ શબ્દ ઉત્પન્ન થાય છે. હવે મન તો જ્ઞાનસ્વરૂપ છે, તો એ જ્ઞાન કોનું છે તે બતાવ? પણ જુદું તો કોઈ ભાસતું નથી, વળી જો તું જડ છે તો જ્ઞાન વિના પોતાના સ્વરૂપનો વિચાર કેવી રીતે કરે છે? એમ તો બને નિહ. તું કહે છે કે “બ્રહ્મ ન્યારો છે.” પણ એ ન્યારો બ્રહ્મ તું જ છે કે કોઈ બીજો ? જો તું જ છે તો તારામાં “હું બ્રહ્મ છું” એવું માનવાવાળું જ્ઞાન છે તે તો મનસ્વરૂપ જ છે, મનથી જુદું નથી. હવે પોતાપણું માનવું તો પોતાનામાં જ હોય, પણ જેને જુદું જાણે તેમાં પોતાપણું માન્યું જાય નહિ. તથા જો બ્રહ્મ મનથી જુદો છે તો મનરૂપ જ્ઞાન એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે તથા જો બ્રહ્મ કોઈ બીજો જ છે તો તું એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? માટે ભ્રમ છોડી એમ માન કે-જેમ સ્પર્શનાદિ ઇંદ્રિયો તો શરીરનું સ્વરૂપ છે-જડ છે, પણ એ દ્વારા જે જાણપણું થાય છે તે આત્માનું સ્વરૂપ છે. તેમ મન પણ સૂક્ષ્મ પુદ્દગલપ૨માણુઓનો પુંજ છે, અને તે શરીરનું જ અંગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર છે, તે દ્વારા જાણપણું થાય છે, વા કામ-ક્રોધાદિભાવ થાય છે તે સર્વ આત્માનું સ્વરૂપ છે. વિશેષતા એટલી છે કે જાણપણું તો નિજ સ્વભાવ છે, તથા કામ-ક્રોધાદિક ઉપાધિક ભાવ છે, તેનાથી આત્મા અશુદ્ધ છે. જ્યારે અવસર પામીને કામ-ક્રોધાદિક મટશે તથા જાણપણાને મન-ઇંદ્રિયોને આધીનપણું મટશે ત્યારે કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા શુદ્ધ થશે. એ જ પ્રમાણે બુદ્ધિ-અહંકારાદિ પણ જાણી લેવાં. કારણ કે-મન અને બુદ્ધિ આદિ એકાર્થ જ છે, તથા અહંકારાદિક છે તે કામ-ક્રોધાદિવત્ ઉપાધિકભાવ છે, તેને પોતાનાથી ભિન્ન જાણવા એ ભ્રમ છે. પણ તે પોતાને છે એમ જાણી એ ઉપાધિકભાવોનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઇચ્છે, તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છેદે પ્રવર્તે છે, અને કામ-ક્રોધાદિક ભાવોને વધારી વિષયસામગ્રીમાં વા હિંસાદિ કાર્યોમાં તત્પર થાય છે. વળી અહંકારાદિકના ત્યાગને પણ તે અન્યથા માને છે. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કારણ કેકોઈ પોતે છે કે નહિ? જો છે તો પોતામાં પોતાપણું કેમ ન માનીએ? તથા પોતે નથી તો સર્વને બ્રહ્મ કોણ માને છે? માટે શરીરાદિ પરમાં અહંબુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહંબુદ્ધિ કરવામાં દોષ નથી. વળી સર્વને સમાન જાણવા, તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગ-દ્વેષનો ત્યાગ બતાવે છે. એ પણ મિથ્યા છે. કારણ કે-સર્વ પદાર્થ સમાન નથી. કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, તથા કોઈ કેવા છે, કોઈ કેવા છે, તેને સમાન કેવી રીતે માનીએ? માટે પરદ્રવ્ય ઇષ્ટઅનિષ્ટ ન માનવાં એ રાગ-દ્વેષનો ત્યાગ છે, પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કાંઈ દોષ નથી. એ જ પ્રમાણે બીજા પણ મોક્ષમાર્ગરૂપ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે, વળી એવી કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષ્યભક્ષણ કરે છે, વર્ણાદિ ભેદ કરતા નથી. તથા હીનક્રિયા આચરે છે, ઇત્યાદિ વિપરીતરૂપ પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે “આ તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે, અથવા જેવી ઈશ્વરની ઇચ્છા હોય છે તેમ થાય છે, તેમાં અમારે વિકલ્પ ન કરવો.” જુઓ તો ખરા, પોતે જાણવાં છતાં જૂઠરૂપ પ્રવર્તે છે, તેને તો શરીરનો ધર્મ બતાવે છે; જ્યાં પોતે ઉદ્યમી બની કાર્ય કરે છે, તેને પ્રારબ્ધ કહે છે; પોતે ઇચ્છાપૂર્વક સેવે તેને ઇશ્વરની ઇચ્છા બતાવે છે, તથા વિકલ્પ કરે અને કહે કે-અમારે તો વિકલ્પ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક ન કરવો. પણ માત્ર ધર્મનો આશ્રય લઈ વિષય-કષાય સેવવા છે માટે જ તે આવી જૂઠી યુક્તિ બનાવે છે. જો પોતાના પરિણામ કિંચિત્ પણ તેમાં ન મેળવે, તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. જેમ પોતે ધ્યાન ધરી બેઠો હોય, અને કોઈ પોતાના ઉપર વસ્ત્ર નાખી જાય, ત્યાં પોતે જ કિંચિત્ પણ સુખી ન થાય, તો ત્યાં તેનું કર્તવ્ય નથી એ સાચું, પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે, અને પોતાની શીતાદિક વેદના મટાડી સુખી થાય, ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ બને? વળી કુશીલસેવન, અભક્ષ્યભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતાં જ નથી, ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માનીએ? જો કામ-ક્રોધાદિકનો અભાવ જ થયો હોય તો ત્યાં કોઈ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સંભવે જ નહીં તથા જો કામ-ક્રોધાદિક હોય, તો જેમ એ ભાવો ઘટતા જાય તેમ પ્રવૃત્તિ કરવી. પણ સ્વછંદી બની તેને વધારવા યોગ્ય નથી. વળી કેટલાક જીવો પવનાદિકના સાધન વડે પોતાને જ્ઞાની માને છે. ત્યાં ઇંડા-પીંગળાસુષુષ્ણારૂપ નાસિકાધાર વડે પવન નીકળે, ત્યાં વર્ણાદિક ભેદોથી પવનને જ પૃથ્વીતત્ત્વાદિરૂપ કલ્પના કરે છે. તેના વિજ્ઞાનવડ કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટઅનિષ્ટ બતાવે અને પોતે મહંત કહેવડાવે, પણ એ તો લૌકિક કાર્ય છે, એ કાંઈ મોક્ષમાર્ગ નથી. જીવોને ઇષ્ટ–અનિષ્ટ બતાવી તેમનાં રાગ-દ્વેષ વધારે અને પોતાને માન-લોભાદિક ઉપજાવે તેમાં શું સિદ્ધિ છે? પ્રાણાયામાદિક સાધન કરે, પવનને ચઢાવી સમાધિ લગાવી કહે છે, પણ એ તો જેમ નટ સાધનાવડે હસ્તાદિકવડ ક્રિયા કરે છે, તેમ અહીં પણ સાધનાથી પવનવડે ક્રિયા કરી. હસ્તાદિક અને પવન એ તો શરીરનાં જ અંગ છે. તેની સાધનાથી આત્મહિત કેમ સધાય ? તું કહીશ કે “ત્યાં મનનો વિકલ્પ મટી સુખ ઊપજે છે, અને યમને વશીભૂત-પણું થતું નથી.” પણ એ મિથ્યા છે. જેમ નિદ્રામાં ચેતનાની પ્રવૃત્તિ મટે છે તેમ પવનસાધનાથી અહીં ચેતનાની પ્રવૃત્તિ મટે છે. ત્યાં મનને રોકી રાખ્યું છે; પણ કાંઈ વાસના તો મટી નથી, તેથી ત્યાં મનનો વિકલ્પ મટયો ન કહેવાય, અને ચેતના વિના સુખ કોણ ભોગવે છે? તેથી સુખ ઊપજયું ન કહેવાય. વળી એ સાધનાવાળા તો આ ક્ષેત્રમાં થયા છે, તેમાં કોઈ અમર દેખાતા નથી. અગ્નિ લગાવતાં તેનું મરણ થતું દેખાય છે, માટે તે “યમના વશીભૂત નથી” એ કલ્પના જૂઠી વળી જ્યાં સાધનામાં કંઈક ચેતના રહે અને ત્યાં સાધનાથી શબ્દ સાંભળે તેને તે “ અનાહત” શબ્દ બતાવે છે. તે તો જેમ વીણાદિકના શબ્દ સાંભળવાથી સુખ માનવું થાય છે, તેમ તેના સાંભળવાથી સુખ માનવા જેવું છે. એ તો માત્ર વિષયનું પોષણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૨૫ થયું, પણ પરમાર્થ તો કાંઈ પણ ન ઠર્યો. વળી પવનના નીકળવા-પેસવામાં “સોડું” એવા શબ્દની કલ્પના કરી તેને તેઓ “અજપા જાપ” કહે છે, પણ તે તો જેમ તેતરના શબ્દમાં “તું હી” શબ્દની કલ્પના કરે છે, કાંઈ અર્થને અવધારી એ તેતર એવો શબ્દ કહેતું નથી. તેમ અહીં સોડું” શબ્દની કલ્પના છે. કાંઈ પવન અર્થને અવધારી એવો શબ્દ રહેતો નથી. વળી શબ્દને જપવા-સાંભળવાથી જ કાંઈ ફળપ્રાપ્તિ નથી, પણ અર્થ અવધારવાથી ફલપ્રાપ્તિ થાય છે. સોદ” શબ્દનો તો એ અર્થ છે કે “તે હું છું.” હવે અહીં એવી અપેક્ષા જોઈએ કે “ તે” કોણ? તેનો નિર્ણય કરવો જોઈએ. કારણ કે- “તત” શબ્દને અને “યત” શબ્દને નિત્યસંબંધ છે. તેથી વસ્તુનો નિર્ણય કરી તેમાં અહંબુદ્ધિ ધારવામાં “સોડું” શબ્દ બને છે. ત્યાં પણ જ્યાં પોતાને પોતારૂપ અનુભવે છે, ત્યાં તો “સોડું” શબ્દ સંભવતો નથી, પણ અન્યને પોતાનું સ્વરૂપ બતાવવામાં “સો” શબ્દ સંભવે છે. જેમ કોઈ પુરુષ પોતાને પોતારૂપ જાણે ત્યાં તે “તે હું છું” એવું શા માટે વિચારે? પણ કોઈ અન્ય જીવ કે જે પોતાને ન ઓળખતો હોય, તથા કોઈ પોતાનું લક્ષણ ન ઓળખતો હોય, ત્યારે તેને એમ કહેવાય કે-“જે આવો છે તે હું છું” એ જ પ્રમાણે અહીં જાણવું. વળી કોઈ લલાટ, ભમર અને નાસિકાના અગ્રભાવ દેખવાના સાધનવડે ત્રિકૂટી આદિનું ધ્યાન થયું કહી પરમાર્થ માને છે. ત્યાં નેત્રની પૂતળી ફરવાથી કોઈ મૂર્તિક વસ્તુ દીઠી એમાં શું સિદ્ધિ છે? વળી એવાં સાધનોથી કિંચિત્ ભૂત-ભવિષ્યાદિકનું જ્ઞાન થાય, વચનસિદ્ધ થાય, પૃથ્વી-આકાશાદિકમાં ગમનાદિકની શક્તિ ઉત્પન્ન થાય, વા શરીરમાં આરોગ્યાદિક થાય, તોપણ એ બધાં લૌકિક કાર્યો છે. દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, તેનાથી કાંઈ પોતાનું ભલું થતું નથી, પણ ભલું તો વિષયકષાયની વાસના મટતાં જ થાય છે. અને એ તો વિષય-કષાય પોષવાના ઉપાય છે; એથી એ બધાં સાધન કાંઇ પણ હિતકારી નથી. એમાં કષ્ટ ઘણું છે, મરણાદિ સુધી પણ થઈ જાય છે અને હિત સધાતું નથી, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ કરતા નથી. કષાયી જીવો જ એવા સાધનમાં લાગે છે. વળી તેઓ કોઈને ઘણાં તપશ્ચરણાદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે. ત્યારે કોઈને સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવાદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું જ નથી. એ પ્રમાણે તેઓ મોક્ષમાર્ગનું અન્યથા પ્રરૂપણ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬ 1 મોક્ષમાર્ગ પ્રકાશક અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા કેટલાક મોક્ષસ્વરૂપનું પણ અન્યથા પ્રરૂપણ કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે છે : એક તો મોક્ષ એવો કહે છે કે “વૈકુંઠધામમાં ઠાકોરજી ઠકુરાણીસહિત નાના ભોગવિલાસ કરે છે, ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ (સેવા) કર્યા કરે તે મોક્ષ છે.” પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યા કરે, તો જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી. એક મોક્ષ એવો કહે છે કે “ત્યાં ઇશ્વરની સમાન પોતે થાય છે.” એ પણ મિથ્યા છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદાં હોય તો ઘણા ઈશ્વર થતાં લોકનો કર્તા-હર્તા કોણ ઠરશે ? બધાય ઠરશે તો તેમાં જુદી-જુદી ઇચ્છા થતાં પરસ્પર વિરોધ થાય. તથા ઈશ્વર એક જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાથી ઉચ્ચતા પામવાની વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના-મોટા રાજાઓ હોય છે, તેમ મોક્ષમાં પણ નાના-મોટા ઈશ્વર થયા. એમ પણ બને નહિ. એક મોક્ષ એવો કહે છે કે “વૈકુંઠમાં દીપકની જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં જ્યોત જઈ મળે છે,” એ પણ મિથ્યા છે. કારણ કે-દીપકની જ્યોતિ તો મૂર્તિક-અચેતન છે એવી જ્યોતિ ત્યાં કેમ સંભવે ? વળી જ્યોતમાં જ્યોત મળતાં આ જ્યોત રહે છે કે નાશ પામે છે? જો રહે છે તો જ્યોત વધતી જશે, અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ પણ બનતું નથી. એક મોક્ષ એવો કહે છે કે-“આત્મા બ્રહ્મ જ છે, માયાનું આવરણ મટતાં મુક્તિ જ છે.” એ પણ મિથ્યા છે. કારણ કે તે માયાના આવરણસહિત હતો, ત્યારે બ્રહ્મથી એક હતો કે જુદો? જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, તથા જો જુદો હતો તો માયા દૂર થતાં એ બ્રહ્મમાં મળે છે, ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહિ? જ રહે તો સર્વજ્ઞને તો તેનું અસ્તિત્વ જાદું ભાસે. એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા નથી. તથા જો અસ્તિત્વ નથી રહેતું, તો પોતાનો જ અભાવ થવો કોણ ઇચ્છે ? માટે એમ પણ બનતું નથી. વળી એક પ્રકારે કોઈ મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે પણ કહે છે કે:-“બુદ્ધિ આદિનો નાશ થતાં મોક્ષ થાય છે. પણ “શરીરના અંગભૂત મન-ઇંદ્રિયને આધીન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૨૭ જ્ઞાન ન રહ્યું’–એ પ્રમાણે કહેવું તો કામ-ક્રોધાદિક દૂર થતાં જ બને છે તથા ત્યાં ચેતનતાનો અભાવ પણ થયો માનીએ; તો એવી પાષાણાદિ સમાન જડ અવસ્થાને ભલી કેમ માનીએ ? વળી રૂડું સાધન કરતાં તો જાણપણું વધે છે છતાં રૂડું સાધન કરતાં જાણપણાનો અભાવ થવો કેમ મનાય ? લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. માટે એ પણ બનતું નથી. એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે, પણ કાંઈ યથાર્થ જાણતા નથી. માત્ર સંસારઅવસ્થાની મોક્ષઅવસ્થામાં કલ્પના કરી પોતાની ઇચ્છાનુસાર બોલે છે. એ પ્રમાણે વેદાંતાદિ મતોમાં અન્યથા નિરૂપણ કરે છે. ઇસ્લામમત સંબંધી વિચાર વળી એ જ પ્રમાણે મુસલમાનોના મતનું અન્યથાપણું નિરૂપણ કરીએ છીએ, જેમ તેઓ બ્રહ્મને સર્વવ્યાપી, એક નિરંજન, સર્વનો કર્તા માને છે, તેમ આ ખુદાને માને છે. જેમ તેઓ અવતા૨ થયા માને છે, તેમ આ પેગંબર થયા માને છે. જેમ તેઓ પુણ્ય-પાપના હિસાબ લેવા તથા યથાયોગ્ય દંડાદિક દેવા ઠરાવે છે, તેમ આ ખુદાને ઠરાવે છે. જેમ તેઓ ગામ આદિને પૂજ્ય કહે છે, તેમ આ સુવ૨ આદિને કહે છે. એ બધાં તિર્યંચાદિક જ છે. જેમ તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમ આ ખુદાની ભક્તિ કહે છે. જેમ તેઓ કોઈ ઠેકાણે દયાને પોષે છે, તથા કોઈ ઠેકાણે હિંસાને પોષે છે તેમ આ પણ કોઈ ઠેકાણે “મહર” ( –દયા ) કરવી પોષે છે, તથા કોઈ ઠેકાણે “ કતલ ” કરવી પોષે છે. જેમ તેઓ કોઈ ઠેકાણે તપશ્ચરણ કરવું પોષે છે, ત્યારે કોઈ ઠેકાણે વિષયસેવન પોષે છે. તે જ પ્રમાણે આ પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે છે ત્યારે કોઈ ઠેકાણે ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કરવો બતાવે છે; તેમ આ પણ તેનો નિષેધ વા અંગીકાર કરવો બતાવે છે; એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે. જોકે નામાદિક જુદાં-જુદાં છે તો પણ પ્રયોજનભૂત અર્થની તેમાં એકતા છે. 66 વળી ઈશ્વર, ખુદા વગેરે મૂળ શ્રદ્ધાનની તો એકતા છે, પણ ઉત્તરશ્રદ્ધાનમાં ઘણા જ ભેદો છે, ત્યાં તેઓથી પણ વિપરીતરૂપ વિષય-કષાય-હિંસાદિ પાપના પોષક પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ નિરૂપણ કરે છે, માટે મુસલમાનોનો મત મહાવિપરીતરૂપ જાણવો. એ પ્રમાણે આ ક્ષેત્ર-કાળમાં જે જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું. પ્રશ્ન:- જો એ મતો મિથ્યા છે, તો મોટા મોટા રાજાદિકો વા મોટા વિદ્યાવાન એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઉત્તર- જીવોને મિથ્યાવાસના અનાદિથી છે, હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ છે, વળી જીવોને વિષય-કપાયરૂપ કાર્યોની ઇચ્છા વર્તે છે અને તેમાં વિષય-કપાયરૂપ કાર્યોનું જ પોષણ છે, તથા રાજાદિકો અને વિધાવાનોનું એવા ધર્મમાં વિષય-કષાયરૂપ પ્રયોજન સિદ્ધ થાય છે, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલંઘી પાપ પણ જાણીને તે જે કાર્યો કરવા ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની પ્રવૃત્તિ વિશેષ પ્રશ્ન-એ ધર્મમતોમાં પણ વિરાગતા અને દયા ઇત્યાદિક કહ્યાં છે? ઉત્તરઃ- જેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય (નાણું ) ચાલે નહિ, તેમ સાચ મેળવ્યા વિના જૂઠ ચાલે નહિ પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષય-કષાયનું જ પોષણ કર્યું છે. જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધનરૂપણ કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે. જુઓ! આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા અને હિંદુઓ ઘટી ગયા, તથા હિંદુઓમાં પણ અન્ય તો વધી ગયા અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે. એ પ્રમાણે આ ક્ષેત્રમાં, આ કાળમાં મિથ્યાધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે. અન્યમત નિરૂપિત તત્ત્વ વિચાર હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિવડે જુદા-જુદા મત સ્થાપિત થયા છે, તેમાં જે તત્ત્વાદિક માને છે, તેનું નિરૂપણ કરીએ છીએ. સાંખ્યમત સાંખ્યમતમાં પચીસ તત્ત્વ માને છે, તે અહીં કહીએ છીએ-સત્ત્વ, રજ અને તમ: એ ત્રણ ગુણ કહે છે. સત્ત્વવડે પ્રસાદ (પ્રસન્નતા) થાય છે, રજોગુણવડે ચિત્તની ચંચળતા થાય છે, તથા તમોગુણવડ મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃત્તિ છે. તેનાથી બુદ્ધિ ઊપજે છે, તેનું જ નામ મહતત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે. અહંકારથી સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે-સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત તથા એક મન થાય છે, પાંચ કર્મેન્દ્રિય થાય છે-વચન, પગ, હાથ, ગુદા અને લિંગ, પાંચ તન્માત્રા થાય છે-રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી, સ્પર્શથી પવન, શબ્દથી આકાશ એ પ્રમાણે થયાં કહે છે. એ રીતે ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિસ્વરૂપ છે, એનાથી ભિન્ન નિર્ગુણ કર્તા-ભોક્તા પુરુષ એક છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૨૯ એ પ્રમાણે પચીસ તત્ત્વ કહે છે, પણ એ કલ્પિત છે. કારણ કે એ રાજસાદિ ગુણ આશ્રય વિના કેવી રીતે હોય? એનો આશ્રય તો ચેતનદ્રવ્ય જ સંભવે છે. વળી એનાથી બુદ્ધિ થઈ કહે છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, કોઈ જ્ઞાનગુણધારી પદાર્થમાં જ એ થતી દેખાય છે, તો એનાથી જ્ઞાન થયું કેમ મનાય? અહીં કોઈ કહે કે “બુદ્ધિ જુદી છે અને જ્ઞાન જુદું છે” તો મન તો આગળ સોળ માત્રામાં કહ્યું, તથા જ્ઞાન જુદું કહેશો તો બુદ્ધિ કોનું નામ ઠરાવશો? વળી તેનાથી અહંકાર થયો કહ્યો, હવે પર વસ્તુમાં “હું કરું છું” એવું માનવાનું નામ અહંકાર છે, પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી, તો તે જ્ઞાન વડે ઊપજ્યો કેમ કહેવાય? વળી અહંકાર વડે સોળ માત્રા ઊપજી કહી. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી, હવે શરીરમાં નેત્રાદિ આકારરૂપ દ્રવ્યઇદ્રિયો છે, તે તો પૃથ્વી આદિવ દેખાય છે, અને અન્ય વર્ણાદિકને જાણવારૂપ ભાવઈદ્રિય છે તે જ્ઞાનરૂપ છે, ત્યાં અહંકારનું શું પ્રયોજન છે? શું અહંકાર બુદ્ધિરહિત કોઈને દેખાય છે? તો અહંકાર વડે નીપજવાં કેમ સંભવે ? વળી મન કહ્યું, પણ એ મન ઇંદ્રિયવત્ જ છે. કારણ કે દ્રવ્યમન શરીરરૂપ છે, તથા ભાવમન જ્ઞાનરૂપ છે. પાંચ કર્મેન્દ્રિયો કહી, પણ એ તો શરીરનાં જ અંગ છે, મૂર્તિક છે. અમૂર્તિક અહંકારથી તેનું ઊપજવું કેવી રીતે મનાય ? વળી પાંચ જ કર્મેન્દ્રિયો નથી, પણ શરીરનાં બધાંય અંગો કાર્યકારી છે. તથા વર્ણન તો સર્વજીવાશ્રિત છે, કેવળ મનુષ્યપર્યાયાશ્રિત જ નથી, તેથી સૂંઢ-પૂંછ ઇત્યાદિ અંગ પણ કર્મેન્દ્રિયો જ છે. તો અહીં પાંચની જ સંખ્યા કેમ કહો છો ? વળી સ્પર્શાદિક પાંચ તન્માત્રા કહી, પણ રૂપાદિક કાંઈ જુદી વસ્તુ નથી, એ તો પરમાણુઓથી તન્મય ગુણ છે, તો એ જુદા કેવી રીતે નીપજ્યા? વળી અહંકાર તો અમૂર્તિક જીવનો પરિણામ છે, તેથી એ મૂર્તિક ગુણ તેનાથી નીપજ્યો કેવી રીતે માનીએ? તથા એ પાંચેથી અગ્નિ આદિ નીપજ્યા કહે છે, તે પણ પ્રત્યક્ષ જૂઠ છે, કારણ કેરૂપાદિક અને અગ્નિ આદિને સહભૂત ગુણગુણીસંબંધ છે, માત્ર કહેવામાં ભિન્નતા છે; પણ વસ્તુમાં ભેદ નથી. કોઈ પ્રકારે કોઈ જુદા થતા ભાસતા નથી, કહેવામાત્ર વડે જ તેમાં ભેદ ઉપજાવીએ છીએ, તો રૂપાદિક વડે અગ્નિ આદિ ઊપજ્યા કેવી રીતે માનીએ? કહેવામાં પણ ગુણીમાં ગુણ છે, પણ ગુણથી ગુણી નીપજ્યો કેવી રીતે મનાય ? વળી એ સર્વથી ભિન્ન એક પુરુષ કહે છે, પણ તેનું સ્વરૂપ અવક્તવ્ય કહી કાંઈ પ્રત્યુત્તર કરતા નથી, તો કોણ સમજે ? જો પૂછીએ કે-તે કેવો છે? કયાં છે? કેવી રીતે કર્તાહર્તા છે? તે બતાવ. જે બતાવે તેમાં વિચાર કરતાં અન્યથાપણું ભાસે. એ પ્રમાણે સાંખ્યમતમાં કહેલાં કલ્પિત તત્ત્વ મિથ્યા જાણવાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષમાર્ગ કહે છે; પણ પ્રથમ તો પ્રકૃતિ-પુરુષ કોઈ છે જ નહિ. તથા કેવળ જાણવામાત્રથી તો સિદ્ધિ થતી નથી, પણ જાણપણા વડ રાગાદિક મટાડતાં સિદ્ધિ થાય છે. કેવળ જાણવામાત્રથી તો કાંઈ રાગાદિક ઘટે નહિ, કારણ કે-પ્રકૃતિનું કર્તવ્ય માને અને પોતે અકર્તા રહે, ત્યારે રાગાદિ શા માટે ઘટાડે? માટે એ મોક્ષમાર્ગ નથી. વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. હવે પચીસ તત્ત્વોમાં ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિ સંબંધી કહ્યાં અને એક પુરુષ ભિન્ન કહ્યો, હવે તે તો જુદો જ છે. કોઈ જીવપદાર્થ એ પચીસ તત્ત્વોમાં કહ્યો જ નથી, વળી પુરુષને જ પ્રકૃતિનો સંયોગ થતાં જીવસંજ્ઞા થાય છે, તો જુદા-જુદા પુરુષ પ્રકૃતિ સહિત છે, તેમાં પાછળથી સાધન વડે કોઈ પુરુષ પ્રકૃતિ રહિત થાય છે એમ સિદ્ધ થયું, પુરુષ એક તો ન ઠર્યો. વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત્ જુદી જ છે? કે જે જીવને આવી વળગે છે? જો તેની ભૂલ છે, તો પ્રકૃતિથી ઇંદ્રિયાદિક વા સ્પર્શાદિક તત્ત્વ ઊપજ્યાં કેવી રીતે માનીએ? તથા જો જુદી છે, તો તે પણ એક વસ્તુ થઈ, સર્વ કર્તવ્ય તેનું ઠર્યું, પુરુષનું કાંઈ કર્તવ્ય જ રહ્યું નહિ, પછી ઉપદેશ શા માટે આપો છો ? એ પ્રમાણે મોક્ષમાર્ગપણું માનવું મિથ્યા છે. વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ કહે છે, પણ તેના સત્યઅસત્યનો નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો. એ સાંખ્યમતમાં કોઈ તો ઇશ્વરને માનતા નથી, કોઈ એક પુરુષને ઈશ્વર માને છે, કોઈ શિવને તથા કોઈ નારાયણને દેવ માને છે. એમ તેઓ પોતાની ઇચ્છાનુસાર કલ્પના કરે છે, કાંઈ નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે. તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે. ઇત્યાદિક અનેક પ્રકારના વેષધારી તત્ત્વજ્ઞાનના આશ્રયવડે પોતાને મહંત કહેવડાવે છે. તે પ્રમાણે સાંખ્યમત નિરૂપણ કર્યું. શિવમત શિવમતમાં તૈયાયિક અને વૈશેષિક એવા બે ભેદ છે. નૈયાયિકમત ત્યાં નૈયાયિકમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન-એ સોળ તત્ત્વ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૩૧ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમા એ ચાર પ્રકારના પ્રમાણ કહે છે; આત્મા, દેહ, અર્થ અને બુદ્ધિ ઇત્યાદિને પ્રમેય કહે છે: “આ છે તેનું નામ સંશય છે; જેના અર્થે પ્રવૃત્તિ થાય તે પ્રયોજન છે; જેને વાદી-પ્રતિવાદી માને તે દષ્ટાંત છે, દષ્ટાંત વડે જેને ઠરાવીએ તે સિદ્ધાંત છે; અનુમાનનાં પ્રતિજ્ઞા આદિ પાંચ અંગ તે અવયવ છે, સંશય દૂર થતાં કોઈ વિચારથી ઠીક થાય તે તર્ક છે, તે પછી પ્રતીતિરૂપ જાણવું થાય તે નિર્ણય છે, આચાર્ય-શિષ્યમાં પક્ષ-પ્રતિપક્ષ વડે અભ્યાસ તે વાદ છે, જાણવાની ઇચ્છારૂપ કથામાં જે છલ-જાતિ આદિ દૂષણ તે જલ્પ છે, પ્રતિપક્ષ રહિત વાદ તે વિતંડા છે, સાચા હેતુ નહિ એવા અસિદ્ધ આદિ ભેદ સહિત તે હેત્વાભાસ છે, છલપૂર્વક વચન તે છલ છે, ખરાં દૂષણ નથી એવા દૂષણાભાસ તે જાતિ છે, અને જેનાથી પરવાદીનો નિગ્રહ થાય તે નિગ્રહસ્થાન છે. એ પ્રમાણે સંશયાદિ તત્ત્વ કહે છે, પણ એ કોઈ વસ્તુસ્વરૂપ તત્ત્વ તો નથી-જ્ઞાનનો નિર્ણય કરવાને વા વાદ વડે પાંડિત્ય પ્રગટ કરવાના કારણભૂત વિચારોને તત્ત્વ કહે છે, પણ એનાથી પરમાર્થકાર્ય કેવી રીતે થાય ? કામ-ક્રોધાદિ ભાવોને મટાડી નિરાકુળ થવું એ કાર્ય છે. હવે એ પ્રયોજન તો અહીં કાંઈ પણ દેખાડયું જ નહિ. પાંડિત્યની અનેક યુક્તિઓ બનાવી, એ પણ એક ચાતુર્ય છે. તેથી એ તત્ત્વ તત્ત્વભૂત નથી. તમે કહેશો કે “એને જાણ્યા વિના પ્રયોજનભૂત તત્ત્વનો નિર્ણય કરી શકાતો નથી, માટે એને તત્ત્વ કહે છે.” હવે એવી પરંપરા તો વ્યાકરણવાળા પણ કહે છે કે-વ્યાકરણ ભણવાથી અર્થનો નિર્ણય થાય છે, તથા ભોજનાદિકના અધિકારી પણ કહે છે કે-ભોજન કરવાથી શરીરની સ્થિરતા થતાં તત્ત્વનિર્ણય કરવાને સમર્થ થાય, પણ એવી યુક્તિ કાર્યકારી નથી. અહીં જો એમ કહેશો કે “વ્યાકરણ-ભોજનાદિક તો અવશ્ય-તત્ત્વજ્ઞાનનાં કારણ નથી, એ તો લૌકિક કાર્ય સાધવાનાં કારણ છે.” તો જેમ એ છે તેમ કહેલાં તત્ત્વો પણ લૌકિક કાર્ય સાધવાનાં જ કારણો છે. જેમ ઇંદ્રિયાદિકથી જાણવાને પ્રત્યક્ષાદિ પ્રમાણ કહે છે વા સ્થાણુપુરુષાદિમાં સંશયાદિકનું નિરૂપણ કર્યું. તેથી જેને જાણવાથી કામ-ક્રોધાદિક અવશ્ય દૂર થાય, નિરાકુળતા ઊપજે તે જ તત્ત્વ કાર્યકારી છે. તમે કહેશો કે “પ્રમેય તત્ત્વમાં આત્માદિકનો નિર્ણય થાય છે, તેથી તે કાર્યકારી છે, પણ પ્રમેય તો બધીય વસ્તુઓ છે, પ્રમીતિનો વિષય નથી એવી કોઈ પણ વસ્તુ નથી, માટે પ્રમેયને તત્ત્વ શા માટે કહ્યું? આત્મા આદિ તત્ત્વ કહેવાં હતાં. વળી આત્માદિકનું સ્વરૂપપણું અન્યથા પ્રરૂપણ કર્યું છે, એમ પક્ષપાત રહિત વિચાર કરવાથી ભાસે છે. જેમ કે-આત્માના બે ભેદ તેઓ કહે છે:-પરમાત્મા અને જીવાત્મા. હવે પરમાત્માને સર્વનો કર્તા કહે છે, ત્યાં તેઓ એવું અનુમાન કરે છે કે “ આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ] મોક્ષમાર્ગ પ્રકાશક જગત કર્તા વડે નીપજ્યું છે, કારણ કે એ કાર્ય છે; જે કાર્ય છે તે કર્તા વડ નીપજે છે, જેમકેઘટાદિક.” પણ એ અનુમાનાભાસ છે. કારણ કે-અહીં અનુમાનાન્તર સંભવે છે. આ જગત સમસ્ત કર્તા વડ નીપજ્યું નથી, કારણ કે-એમાં કોઈ કાર્યરૂપ પદાર્થો પણ છે. અને જે અકાર્ય છે, તે કર્તા વડ નીપજ્યા નથી, જેમ કે સૂર્યબિંબાદિક. અનેક પદાર્થોના સમુદાયરૂપ જગતમાં કેટલાક પદાર્થો કૃત્રિમ છે, કે જે મનુષ્યાદિક વડે કરવામાં આવે છે. તથા કેટલાક અકૃત્રિમ છે, જેનો કોઈ કર્તા નથી. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર છે, તેથી ઈશ્વરને કર્તા માનવો મિથ્યા વળી તેઓ જીવાત્માને પ્રત્યેક ભિન્ન-ભિન્ન કહે છે, તે તો સત્ય છે, પરંતુ મોક્ષ ગયા પછી પણ તેમને ભિન્ન જ માનવા યોગ્ય છે. વિશેષ તો પ્રથમ કહ્યું જ છે. એ જ પ્રમાણે તેઓ અન્ય તત્ત્વોને પણ મિથ્યા પ્રરૂપે છે. પ્રમાણાદિકનું સ્વરૂપ પણ અન્યથા કહ્યું છે, તે જૈનગ્રંથોથી પરીક્ષા કરતાં ભાસે છે. એ પ્રમાણે નૈયાયિકમતમાં કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં. વૈશેષિકમત વૈશેષિકમતમાં-“દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-એ છ તત્ત્વો કહે છે. તેમાં દ્રવ્યતત્ત્વ-પૃથ્વી, જલ, અગ્નિ, પવન, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકારે છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના પરમાણુ ભિન્ન ભિન્ન છે અને તે નિત્ય છે, તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે તે અનિત્ય છે. પણ એમ કહેવું પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ છે, કારણ કે-ઇંધનરૂપ પૃથ્વી આદિના પરમાણુ અગ્નિરૂપ થતાં જોઈએ છીએ, અગ્નિનાં પરમાણુની રાખરૂપ પૃથ્વી થતી જોઈએ છીએ, તથા જળનાં પરમાણુ મુક્તાલ (મોતી) રૂપ પૃથ્વી થતાં જોઈએ છીએ. તું કહીશ કે “એ પરમાણુ જતાં રહે છે અને બીજાં જ પરમાણુ તે રૂપ થાય છે.” પણ પ્રત્યક્ષને તું અસત્ય ઠરાવે છે. કોઈ એવી પ્રબળ યુક્તિ કહે તો અમે એ જ પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહિ. તેથી કે-સર્વ પરમાણુઓની એક પુદ્ગલરૂપ મૂર્તિકજાતિ છે, તે પૃથ્વી આદિ અનેક અવસ્થારૂપે પરિણમે છે. વળી તેઓ એ પૃથ્વી આદિનું કોઈ ઠેકાણે જુદું શરીર ઠરાવે છે, તે પણ મિથ્યા જ છે, કારણ તેનું કોઈ પ્રમાણ નથી. પૃથ્વી આદિ તો પરમાણુપિંડ છે, એનું શરીર અન્ય ઠેકાણે, અને એ અન્ય ઠેકાણે એમ સંભવતું જ નથી, તેથી એ મિથ્યા છે. વળી જ્યાં પદાર્થ અટકે નહિ એવું જે પોલાણ, તેને તેઓ આકાશ કહે છે, તથા ક્ષણ-પળ આદિને કાળ કહે છે. હવે એ બંને અવસ્તુ જ છે. પણ સત્તારૂપ પદાર્થ નથી, માત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૩૩ પદાર્થોનાં ક્ષેત્ર-પરિણમન આદિકનો પૂર્વાપર વિચાર કરવા માટે એની કલ્પના કરે છે. વળી “ દિશા” એ પણ કાંઈ છે નહિ. આકાશમાં ખંડકલ્પના વડે દિશા માને છે. વળી આત્મા બે પ્રકારના કહે છે, પણ તેનું નિરૂપણ પહેલાં કર્યું છે. મન કોઈ જુદો પદાર્થ નથી. ભાવમન તો જ્ઞાનરૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે, તથા દ્રવ્યમન પરમાણુઓનો પિંડ છે અને તે શરીરનું અંગ છે. એ પ્રમાણે એ દ્રવ્યો કલ્પિત જાણવાં. વળી તેઓ ગુણ ચોવીસ કહે છે–સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, દ્રષ. સ્નિગ્ધ, ગુરુત્વ અને દ્રવ્યત્વ. હવે તેમાં સ્પર્શાદિક ગુણ તો પરમાણુઓમાં હોય છે, પરંતુ પૃથ્વીને ગંધવતી જ કહેવી, તથા જળને શીતસ્પર્શવાન કહેવું, ઇત્યાદિ મિથ્યા છે. કારણ કે-કોઈ પૃથ્વીમાં ગંધની મુખ્યતા ભાસતી નથી, તથા કોઈ જળ ઊષ્ણ પણ જોવામાં આવે છે.-ઇત્યાદિક પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ છે. વળી તેઓ શબ્દને આકાશનો ગુણ કહે છે, એ પણ મિથ્યા છે. કારણ કે-ભીંત ઇત્યાદિકથી શબ્દ રોકાય છે માટે તે મૂર્તિક છે, અને આકાશ તો અમૂર્તિક સર્વવ્યાપી છે; ભીંતમાં આકાશ રહે અને શબ્દગુણ તેમાં પ્રવેશ કરી શકે નહિ એ કેમ બને? વળી સંખ્યાદિક છે, કાંઈ વસ્તુમાં તો નથી, પણ અન્ય પદાર્થની અપેક્ષાએ અન્ય પદાર્થના હીનાધિકપણાને જાણવા માટે પોતાના જ્ઞાનમાં સંખ્યાદિકની કલ્પના વડે વિચાર કરીએ છીએ. વળી બુદ્ધિ આદિ છે તે આત્માનું પરિણમન છે. ત્યાં “બુદ્ધિ” નામ તો જ્ઞાનનું છે. અને તે આત્માનો જ ગુણ છે, તથા “મન” નામ છે, પણ તેને તો દ્રવ્યોમાં કહ્યું જ હતું, તો અહીં તેને ગુણ શા માટે કહ્યો? વળી સુખાદિક છે, તે આત્મામાં કદાચિત્ જ હોય છે, તેથી એ ગુણ આત્માના લક્ષણભૂત તો નથી, પણ અવ્યાપ્તપણાથી લક્ષણાભાસ છે. સ્નિગ્ધાદિ તો પુદ્ગલપરમાણમાં હોય છે, અને સ્નિગ્ધ, ગુરુત્વ ઇત્યાદિ તો સ્પર્શન-ઈદ્રિય વડે જાણીએ છીએ, તેથી એ સ્પર્શનગુણમાં ગર્ભિત થયાં, જુદાં શા માટે કહો છો ? વળી દ્રવ્યત્વગુણ જળમાં કહ્યો, પણ એમ તો અગ્નિ આદિમાં પણ ઊર્ધ્વગમનત્વ આદિ હોય છે, તો કાં તો એ બધા કહેવા હતા, અગર તો સામાન્યમાં ગર્ભિત કહેવા હતા? એ પ્રમાણે એ ગુણો કહ્યા તે પણ કલ્પિત છે. વળી તેઓ-ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ પ્રકારનાં કર્મ કહે છે. પણ એ તો શરીરની ચેષ્ટાઓ છે. તેને જુદાં કહેવાનો શો અર્થ ? વળી એટલી જ ચેષ્ટાઓ હોતી નથી, ચેષ્ટા તો ઘણા જ પ્રકારની થાય છે. વળી એમને જુદી તત્ત્વસંજ્ઞા કહી, પણ કાં તો જુદા પદાર્થ હોય તો તેને જુદાં તત્ત્વ કહેવાં હતાં, અગર કાં તો કામ-ક્રોધાદિ મટાડવામાં એ વિશેષ પ્રયોજનભૂત હોય, તો તત્ત્વ કહેવાં હતાં, પણ અહીં તો એ બંને નથી, જેમ તેમ કહેવું હોય તો પાષાણાદિકની પણ અનેક અવસ્થાઓ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક થાય છે, તો તેને પણ કહ્યા કરો, પણ તેથી કાંઈ સાધ્ય નથી. વળી “સામાન્ય બે પ્રકારે છે-પર અને અપર. ત્યાં “પર” તો સત્તારૂપ છે, તથા અપર” દ્રવ્યવાદિરૂપ છે. વળી નિત્યદ્રવ્યમાં જેની પ્રવૃત્તિ હોય તે વિશેષ છે. અયુતસિદ્ધિ સંબંધનું નામ સમવાય છે.” હવે એ સામાન્યાદિક તો ઘણાને એક પ્રકાર વડે એક વસ્તુમાં ભેદકલ્પના વડે, તથા ભેદકલ્પના અપેક્ષાએ સંબંધ માનવા વડે પોતાના વિચારોમાં જ થાય છે, પણ કોઈ જુદા પદાર્થો તો નથી. વળી એને જાણવાથી કામ-ક્રોધાદિક મટાડવારૂપ વિશેષ પ્રયોજનની પણ સિદ્ધિ થતી નથી, તેથી એને તત્ત્વ શા માટે કહો છો? જો એ જ પ્રમાણે તત્ત્વ કહેવાં હતાં તો પ્રમેયત્વાદિ વસ્તુના અનંત ધર્મો છે, વા સંબંધ-આધારાદિ કારકોના અનેક પ્રકાર વસ્તુમાં સંભવે છે, એટલે કાં તો એ બધા કહેવા હતા અથવા કાં તો પ્રયોજન જાણી કહેવા હતા. તેથી એ સામાન્યાદિક તત્ત્વ પણ તેઓ વૃથા જ કહે છે. એ પ્રમાણે વૈશેષિકો વડે કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં. વળી તેઓ બે જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ અને અનુમાન. પણ એના સત્ય-અસત્યનો નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો. વળી તૈયાયિકો તો કહે છે કે “વિષય, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, દુઃખ એ સર્વના અભાવથી આત્માની જે સ્થિતિ, તે મોક્ષ છે,” અને વૈશેષિકો કહે છે કે-ચોવીસ ગુણોમાંથી બુદ્ધિ આદિ નવ ગુણોનો અભાવ થવો તે મોક્ષ છે. અહીં બુદ્ધિનો અભાવ કહ્યો પણ બુદ્ધિ નામ તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણપણું એ આત્માનું લક્ષણ કહ્યું હતું. હવે જ્ઞાનનો અભાવ થતાં. લક્ષણનો અભાવ થવાથી લક્ષ્યનો પણ અભાવ થતાં, આત્માની સ્થિતિ કેવી રીતે રહી? તથા જો બુદ્ધિ નામ મનનું છે, તો ભાવમન જ્ઞાનરૂપ જ છે, અને દ્રવ્યમન શરીરરૂપ છે. હવે મોક્ષ થતાં દ્રવ્યમનનો સંબંધ અવશ્ય છૂટે છે, એટલે જડ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે હોય? વળી મનવત્ જ ઇન્દ્રિયો પણ જાણવી. તથા જ વિષયનો અભાવ થાય, વા સ્પર્ધાદિક વિષયોનું જાણવું મટે, તો જ્ઞાન કોનું નામ ઠરાવશો? તથા એ વિષયનો અભાવ થશે, તો લોકનો પણ અભાવ થશે. વળી ત્યાં સુખનો અભાવ કહ્યો; પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ તો તેનો જ્યાં અભાવ હોય, તે ઉપાદેય કેવી રીતે હોય? તથા આકુળતામય ઇન્દ્રિયજનિત સુખનો ત્યાં અભાવ કહો તો એ સત્ય છે, કારણ કે નિરાકુળતા-લક્ષણ અતીન્દ્રિયસુખ તો ત્યાં સંપૂર્ણ સંભવે છે, તેથી ત્યાં સુખનો અભાવ નથી. વળી ૧. આપ્તમીમાંસા (–દેવાગમ સ્તોત્ર), યુકત્પાનુશાસન, અષ્ટસહસ્ત્રી, ન્યાયવિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય, પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થસ્લોકવાર્તિક, રાજવાર્તિક, પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચંદ્રોદય આદિ દાર્શનિક ગ્રન્થોથી જાણવું જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૩૫ શરીર, દુઃખ અને દ્વેષાદિકનો ત્યાં અભાવ કહે છે, તે સત્ય છે. વળી શિવમતમાં કર્તા નિર્ગુણઈશ્વર શિવ છે, તેને દેવ માને છે. તેના સ્વરૂપનું અન્યથાપણું પૂર્વોક્ત પ્રકારથી જાણવું. તેમાં ભસ્મ, કોપીન, જટા, જનોઈ ઇત્યાદિ ચિત સહિત વેષ હોય છે, તેના આચારાદિભેદથી ચાર પ્રકાર છે:-શૈવ, પાશુપત, મહાવ્રતી અને કાલમુખ. એ બધા રાગાદિક સહિત છે, માટે તે સુલિંગ નથી. એ પ્રમાણે શિવમતનું નિરૂપણ કર્યુ. હવે મીમાંસકમતનું સ્વરૂપ કહીએ છીએ. મીમાંસકમત-નિરાકરણ મીમાંસકના બે પ્રકાર છે: બ્રહ્મવાદી અને કર્મવાદી. તેમાં બ્રહ્મવાદી તો “આ સર્વ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી”—એ પ્રમાણે વેદાંતમાં અદ્વૈત બ્રહ્મને નિરૂપણ કરે છે. તેઓ “આત્મામાં લીન થવું તે મુક્તિ” કહે છે. એનું મિથ્યાપણું પૂર્વે દર્શાવ્યું છે તે વિચારવું. તથા કર્મવાદી-ક્રિયા, આચાર અને યજ્ઞાદિક કાર્યોના કર્તવ્યપણાનું પ્રરૂપણ કરે છે પણ એ ક્રિયાઓમાં રાગાદિકનો સદ્ભાવ હોવાથી એ કાર્યો કોઈ કાર્યકારી નથી. વળી ત્યાં “ભટ્ટ” અને “પ્રભાકર” વડે કરેલી બે પદ્ધતિ છે. તેમાં ભટ્ટ તો પ્રત્યક્ષ, અનુમાન, વેદ, ઉપમા, અથપત્તિ અને અભાવ એ છ પ્રમાણ માને છે અને પ્રભાકર અભાવ વિના પાંચ જ પ્રમાણ માને છે, પણ તેનું સત્યાસત્યપણું જૈનશાસ્ત્રોથી જાણવું. વળી ત્યાં પકર્મ સહિત, બ્રહ્મસૂત્રના ધારક અને શૂદ્રઅન્નાદિકના ત્યાગી, ગૃહસ્થાશ્રમ છે નામ જેનું, એવા ભટ્ટ છે, તથા વેદાંતમાં યજ્ઞોપવીત રહિત, વિપ્રઅન્નાદિકના ગ્રાહક અને ભાગવત છે નામ જેમનું, તેમના ચાર પ્રકાર છે-કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ. હવે એ કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, પરંતુ જ્ઞાન-શ્રદ્ધાનનું મિથ્યાપણું અને રાગાદિકનો સદ્ભાવ તેમને હોય છે, તેથી એ વેષ કાર્યકારી નથી. જૈમિનીયમત-નિરાકરણ જૈમિનીયમતમાં એમ કહે છે કે “સર્વજ્ઞદેવ કોઈ છે નહિ; વેદવચન નિત્ય છે; તેનાથી યથાર્થ નિર્ણય થાય છે; માટે પહેલાં વેદપાઠ વડે ક્રિયામાં પ્રવર્તવું એવું “નોદના” (પ્રેરણા) છે લક્ષણ જેનું, એવા ધર્મનું સાધન કરવું. જેમ કહે છે કે-“સ્વ:વામોને ય-સ્વર્ગાભિલાષી અગ્નિને પૂજે,” ઇત્યાદિ તેઓ નિરૂપણ કરે છે. અહીં પૂછીએ છીએ કે-શૈવ, સાંખ્ય, નૈયાયિકાદિક બધા વેદને માને છે, અને તમે પણ માનો છો, તો તમારા અને તેઓ બધાના તત્ત્વાદિક નિરૂપણમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય છે, તેનું શું કારણ? વેદમાં જ કોઈ ઠેકાણે કંઈ અને કોઈ ઠેકાણે કંઈ નિરૂપણ કર્યું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક તો તેની પ્રમાણતા કેવી રીતે રહી ? તથા જો મતવાળા જ એવું નિરૂપણ કરે છે તો તમે પરસ્પર ઝઘડી, નિર્ણય કરી, એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. અમને તો એમ ભાસે છે કે–વેદમાં જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે, તેથી તેનો પોતપોતાની ઇચ્છાનુસાર અર્થ ગ્રહણ કરી જુદાજુદા મતના અધિકારી થયા છે. હવે એવા વેદને પ્રમાણ કેવી રીતે માનીએ? વળી અગ્નિ પૂજાવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. એ સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદવચન પણ પ્રમાણવિરુદ્ધ છે. વળી વેદમાં બ્રહ્મ કહ્યો છે, તો સર્વજ્ઞ કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિનીયમત કલ્પિત જાણવો. બૌદ્ધમત-નિરાકરણ બૌદ્ધમતમાં ચાર આર્યસત્ય પ્રરૂપણ કરે છે-દુઃખ, આયતન, સમુદાય અને માર્ગ. ત્યાં સંસારીને બંધરૂપ તે દુ:ખ છે. તેના પાંચ પ્રકાર છે-વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ. રૂપાદિકને જાણવું તે વિજ્ઞાન છે, સુખ-દુ:ખને અનુભવવું તે વેદના છે, સૂતેલાનું જાગવું તે સંજ્ઞા છે, ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે, તથા રૂપને ધારણ કરવું તે રૂપ છે. હવે અહીં વિજ્ઞાનાદિકને દુ:ખ કહ્યું તે મિથ્યા છે, કારણ કે-દુ:ખ તો કામ-ક્રોધાદિક છે, જ્ઞાન કાંઈ દુ:ખ નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કે-કોઈ ને જ્ઞાન થોડું છે, પણ ક્રોધ-લોભાદિક ઘણા છે, તો તે દુ:ખી છે, તથા કોઈને જ્ઞાન ઘણું છે પણ ક્રોધ-લોભાદિક અલ્પ છે, વા નથી, તો તે સુખી છે. તેથી વિજ્ઞાનાદિક દુ:ખ નથી. વળી આયતન બાર કહે છે-પાંચ ઇંદ્રિયો, તેના શબ્દાદિક પાંચ વિયો, એક મન અને એક ધર્માયતન. હવે એ આયતન શા માટે કહે છે? કારણ કે તેઓ સર્વને ક્ષણિક કહે છે. તો તેનું શું પ્રયોજન છે? વળી જેનાથી રાગાદિકનો સમૂહું નીપજે, એવો આત્મા અને આત્મીય એ છે નામ જેનું, તે સમુદાય છે. ત્યાં અહંરૂપ આત્મા અને મમરૂપ આત્મીય જાણવા. પણ તેને ક્ષણિક માને છે એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી. તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે. એવી જે વાસના તે માર્ગ છે. હવે ઘણા કાળ સુધી સ્થાયી હોય, એવી કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છીએ. તમે કહેશો કે-એક १. दुःखमायतनं चैव तत: समुदयो मतः। मार्गश्चेत्यस्य च व्याख्या क्रमेण श्रूयतामतः।। ३६ ।। २. दुखं संसारिणः स्कंधास्ते च पंञ्चप्रकीर्तिताः। विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च।। ३७ ।। वि. वि. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૩૭ અવસ્થા રહેતી નથી તે તો અમે પણ માનીએ છીએ. સૂક્ષ્મ પર્યાય ક્ષણસ્થાયી છે. વળી એ વસ્તુનો જ નાશ માનો, તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? કારણ કે-બાળ, વૃદ્ધાદિ અવસ્થામાં એક આત્માનું અસ્તિત્વ જણાય છે. જો તે એક નથી, તો પહેલાં અને પછીના કાર્યનો એક કર્તા કેમ માને છે? તું કહીશ કે-“ સંસ્કારથી એમ છે.” તો એ સંસ્કાર કોને છે? જેને (એ સંસ્કાર) છે તે નિત્ય છે કે ક્ષણિક? જો નિત્ય છે, તો સર્વ ક્ષણિક શાથી કહે છે? તથા જો ક્ષણિક છે. તો જેનો આધાર જ ક્ષણિક છે, તે સંસ્કારોની પરંપરા કેવી રીતે કહે છે? વળી સર્વ ક્ષણિક થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો, તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને પોતે તો પામતો જ નથી, તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે છે? વળી તારા મતમાં નિરર્થક શાસ્ત્ર શા માટે કર્યાં? કારણ કે-ઉપદેશ તો કાંઈ કર્તવ્ય વડે ફળ પામવા માટે આપીએ છીએ. એ પ્રમાણે આ માર્ગ પણ મિથ્યા છે. વળી રાગાદિક જ્ઞાનસંતાનવાસનાનો ઉચ્છેદ અર્થાત્ નિરોધ, તેને મોક્ષ કહે છે. પણ ક્ષણિક થયો ત્યારે મોક્ષ કોને કહે છે? રાગાદિકનો અભાવ થવો અમે પણ માનીએ છીએ, પણ પોતાના જ્ઞાનાદિક સ્વરૂપનો અભાવ થતાં તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ હોય ? હિતાતિનો વિચાર કરવાવાળું તો જ્ઞાન જ છે, તો પોતાના અભાવને જ્ઞાની હિત કેમ માને? બૌદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ માને છે. પણ તેના સત્યા-સત્યનું નિરૂપણ જૈનશાસ્ત્રોથી જાણવું. જો એ બે જ પ્રમાણ છે, તો તેમના શાસ્ત્ર અપ્રમાણ થયાં તો તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે-પ્રત્યક્ષ અનુમાન તો જીવ પોતે જ કરી લેશે, તમે શાસ્ત્ર શા માટે બનાવ્યાં? વળી તેઓ સુગતને દેવ માને છે, અને તેનું નગ્ન વા વિક્રિયારૂપ સ્વરૂપ સ્થાપે છે, જે વિટંબણારૂપ છે. કમંડળ અને રક્તાંબરના ધારક, પૂર્વાલકાળમાં ભોજન કરનાર, ઇત્યાદિ લિંગરૂપ બૌદ્ધમતના ભિક્ષુક હોય છે, પણ ક્ષણિકને વેષ ધારવાનું પ્રયોજન શું? પરંતુ મહંતતા માટે કલ્પિત નિરૂપણ કરવું વા વેષ ધારવું થાય છે. પ્રમાણે બૌદ્ધ છે, તેના ચાર પ્રકાર છે-વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક. તેમાં વૈભાષિક-જ્ઞાનસહિત પદાર્થ માને છે, સૌત્રાંતિક-પ્રત્યક્ષ દેખાય છે તે જ છે, એ સિવાય કંઈ નથી, એમ માને છે, યોગાચાર-આચારસહિત બુદ્ધિને માને છે, તથા માધ્યમપદાર્થના આશ્રય વિના જ્ઞાનને જ માને છે. તેઓ માત્ર પોતપોતાની કલ્પના કરે છે, પણ વિચાર કરતાં તેમાં કાંઈ ઠેકાણાની વાત નથી. એ પ્રમાણે બૌદ્ધમતનું નિરૂપણ કર્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક ચાર્વાકમત-નિરાકરણ “કોઈ સર્વજ્ઞદેવ, ધર્મ, અધર્મ, મોક્ષ, પરલોક અને પાપ-પુણ્યનું ફળ છે જ નહિ. આ ઇંદ્રિયગોચર જે કંઈ છે તે જ લોક છે”—એમ ચાર્વાક કહે છે. તેને પૂછીએ છીએ કે-સર્વજ્ઞદેવ આ કાળ-ક્ષેત્રમાં નથી કે સર્વકાળ-ક્ષેત્રમાં નથી? આ કાળ-ક્ષેત્રમાં તો અમે પણ માનતા નથી, પણ સર્વકાળ-ક્ષેત્રમાં નથી, એવું સર્વજ્ઞ વિના જાણવું કોને થયું? જે સર્વ કાળ ક્ષેત્રને જાણે તે જ સર્વજ્ઞ, તથા નથી જાણતો. તો નિષેધ કેવી રીતે કરે છે ? વળી ધર્મ-અધર્મ લોકમાં પ્રસિદ્ધ છે, જો એ કલ્પિત હોય તો સર્વજનસુપ્રસિદ્ધ કેવી રીતે હોય? ધર્મ-અધર્મરૂપ પરિણતિ થતી પણ જોઈએ છીએ, અને તેનાથી વર્તમાનમાં જ સુખીદુઃખી થતા જોઈએ છીએ, તો તેને કેમ ન માનીએ? મોક્ષનું હોવું અનુમાનમાં આવે છે, કારણ કે-ક્રોધાદિક દોષ કોઈમાં ઓછા છે, કોઈમાં વધારે છે, તેથી જાણીએ છીએ કે-કોઈમાં એની નાસ્તિ પણ થતી હશે. તથા જ્ઞાનાદિક ગુણો કોઈમાં ઓછા ને કોઈમાં વધારે દેખાય છે, તેથી જાણીએ છીએ કે-કોઈને સંપૂર્ણ પણ થતા હશે એ પ્રમાણે જેને સર્વ દોષોની હાનિ તથા ગુણોની પ્રાપ્તિ હોય તે જ મોક્ષ અવસ્થા છે. વળી પુણ્ય-પાપનું ફળ પણ જોઈએ છીએ, જુઓ-કોઈ ઉદ્યમ કરે તોપણ દરિદ્રી રહે છે, ત્યારે કોઈને સ્વયં લક્ષ્મી થાય છે. તથા કોઈ શરીરનો યત્ન કરે તોપણ રોગી રહે છે, ત્યારે કોઈને વિના યત્ન પણ રોગ મટી જાય છે-નીરોગતા રહે છે. ઇત્યાદિ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનું કારણ કોઈ તો હશે? જે એનું કારણ છે, તે જ પુણ્ય-પાપ છે. વળી પરલોક પ્રત્યક્ષ-અનુમાનથી ભાસે છે. વ્યંતરાદિક છે તે એવું કહેતા જોવામાં આવે છે, “હું અમુક હતો, તે દેવ થયો છું” તું કહીશ કે “એ તો પવન છે,” પણ અમે તો “હું છું” ઇત્યાદિ ચેતનાભાવ જેના આશ્રયે હોય, તેને જ આત્મા કહીએ છીએ. હવે તેનું નામ તું પવન કહે છે, પણ પવન તો ભીંત આદિવડ અટકે છે, પરંતુ આત્મા તો દાયો કે બંધ કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય ? તથા જેટલો ઇંદ્રિયગોચર છે તેટલો જ તું લોક કહે છે, પણ તારી ઇંદ્રિયગોચર તો થોડા જ યોજનના દૂરવર્તી ક્ષેત્ર અને થોડા સરખા અતીત-અનાગત કાલ અર્થાત્ એટલા પણ ક્ષેત્રકાળવર્તી પદાર્થો થઈ શકતા નથી, અને દૂરદેશની વા ઘણાકાળની વાતો પરંપરાગત સાંભળીએ છીએ. માટે સર્વનું જાણવું તને નથી, તો તું આટલો જ લોક કેવી રીતે કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૩૯ વળી ચાર્વાક મતમાં કહે છે કે “પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ મળતાં ચેતના થઈ આવે છે. હવે મર્યા પછી પૃથ્વી આદિ તો અહીં રહ્યાં, અને ચેતનાવાન પદાર્થ ગયો તે વ્યતરાદિક થયો, એટલે પ્રત્યક્ષ તે જાદા-જાદા જોઈએ છીએ. વળી એક શરીરમાં પૃથ્વી આદિ તો ભિન્ન-ભિન્ન ભાસે છે, અને ચેતના એક ભાસે છે. હવે જો પૃથ્વી આદિના આધારે ચેતના હોય તો હાડ, લોહી, ઉચ્છવાસાદિને પણ જુદી જુદી જ ચેતના ઠરે તથા હાથ વગેરે કાપતાં જેમ તેની સાથે વર્ણાદિક રહે છે, તેમ ચેતના પણ રહે. વળી અહંકારબુદ્ધિ તો ચેતનાને છે. હવે પૃથ્વી આદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાદિક પર્યાયમાં પૂર્વપર્યાયનું અહંપણું માનતાં જોઈએ છીએ તે કેવી રીતે હોય છે? તથા પૂર્વપર્યાયના ગુપ્ત સમાચાર પ્રગટ કરે છે, એ જાણવું કોની સાથે ગયું? જેની સાથે એ જાણવું ગયું, તે જ આત્મા છે. વળી ચાર્વાક મતમાં ખાન-પાન, ભોગ-વિલાસ ઇત્યાદિ સ્વચ્છેદ વૃત્તિનો ઉપદેશ છે. હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો ઉપદેશ આપ્યો? તું કહીશ કે “તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો છે.” પણ એ કાર્યોથી તો કપાય ઘટવાથી આકુળતા ઘટે છે, અને તેથી અહીં જ સુખી થવું થાય છે-યશ આદિ થાય છે. તું એને છોડાવી શું ભલું કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી. પોતાનું વા બીજાઓનું બૂરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની વિષયસેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે. એ પ્રમાણે ચાર્વાક મતનું નિરૂપણ કર્યું. અન્ય મત નિરાકરણ ઉપસાર એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષયાસક્ત-પાપઅભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી પ્રગટ કર્યા છે, તેના શ્રદ્ધાનાદિથી જીવોનું બૂરું થાય છે. એક જૈનમત છે, તે જ સત્ય અર્થનો પ્રરૂપક છે. શ્રીસર્વજ્ઞવીતરાગદેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિ વડે જ જીવોનું ભલું થાય છે. જૈનમતમાં જીવાદિતત્ત્વ નિરૂપણ કર્યા છે, પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણ કહ્યાં છે, સર્વજ્ઞવીતરાગઅહંત દેવ છે; બાહ્યાભ્યતરપરિગ્રહરહિત નિગ્રંથ ગુરુ છે. એ સર્વનું વર્ણન આ ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણવું. પ્રશ્ન- તમને રાગ-દ્વેષ છે, તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને સ્થાપન કરો છો? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઉત્તર:- વસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગ-દ્વેષ નથી, પણ કોઈ પોતાનું પ્રયોજન વિચારી અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગ-દ્વેષ નામ પામે. પ્રશ્ન- જો રાગ-દ્વેષ નથી, તો અન્ય મત બૂરા અને જૈનમત ભલો, એમ કેવી રીતે કહો છો? જો સામ્યભાવ હોય તો સર્વને સમાન જાણો, મતપક્ષ શા માટે કરો છો? ઉત્તર:- બૂરાને બૂરો કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગ-દ્વેષ શો કર્યો? બૂરાભલાને સમાન જાણવા, એ તો અજ્ઞાનભાવ છે, પણ કાઈ સામ્યભાવ નથી. પ્રશ્ન- સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, માટે સર્વને સમાન જાણવા? ઉત્તરઃ- પ્રયોજન જો એક જ હોય, તો જુદાજુદા મત શા માટે કહો છો? એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે? પરંતુ પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએ: અન્યમતથી જૈનધર્મની તુલના જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે. કથાઓમાં લોકાદિકના નિરૂપણમાં, આચરણમાં વા તત્ત્વમાં જ્યાં-ત્યાં વીતરાગતાને જ પોષણ કરી છે. પણ અન્ય મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી, કપાયભાવને જ પોષે છે. જેમ કે અતબ્રહ્મવાદી-સર્વને બ્રહ્મ માનવા-વડ, સાંખ્યમતી-સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધ-અકર્તા માનવાવડ, શિવમતી-તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ હોવી માનવાવડ, મીમાંસક-કષાયજનિત આચરણને ધર્મ માનવાવડ, બૌદ્ધ-ક્ષણિક માનવાવડે, તથા ચાર્વાક-પરલોકાદિક નહિ માનવાવડ, વિષય-ભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ પોષણ કરે છે. જોકે તેઓ કોઈ ઠેકાણે કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, તો એ છલવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું ઠરાવ્યું પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી. તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે છે. ત્યારે જૈનધર્મમાં દેવ-ગુરુ-ધર્માદિકનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરી કેવળ વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે. કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વ મતવાળા કહે છે. અને તે આગળ અન્યમતનાં જ શાસ્ત્રોની સાક્ષી વડે જૈનમતની સમીચીનતા અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું. અન્યમતી ભર્તુહરિએ પણ શૃંગાર પ્રકરણમાં એમ કહ્યું છે કે – Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૪૧ एको रागिषु राजते प्रिंयतमादेहार्द्धधारी हरो नीरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात् परः। दुर्वारस्मरबाणपन्नगविषव्यासक्तमुग्धो जनः शेष: कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षण: ।। १७ ।। આ શ્લોકમાં સરાગીઓમાં મહાદેવ તથા વીતરાગીઓમાં જિનદેવને પ્રધાન કહ્યા છે. વળી સરાગભાવમાં અને વીતરાગભાવમાં પરસ્પર પ્રતિપક્ષીપણું છે, તેથી એ બંને ભલા નથી; પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે, જેના હોવાથી તત્કાળ આકુળતા ઘટી આત્મ-સ્તુતિ યોગ્ય થાય છે, જેનાથી આગામી ભલું થવું કેવળ અમે જ નથી કહેતા પણ સર્વે મતવાળા કહે છે. તથા સરાગભાવ થતાં તત્કાળ આકુળતા થાય છે-નિંદનીક થાય છે, અને ભવિષ્યમાં પણ બૂરું થવું ભાસે છે. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રયોજન છે, એવો જૈનમત જ ઈષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય મતો અનિષ્ટ છે; તેને સમાન કેમ મનાય ? પ્રશ્ન- એ તો સાચું પરંતુ અન્ય મતોની નિંદા કરતાં અન્યમતી દુઃખ પામે, અને બીજાઓની સાથે વિરોધ થાય, તેથી નિંદા શા માટે કરો છો ? ઉત્તર- જો કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુઃખ ઉપજાવીએ તો અમે પાપી જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિવડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દઢ થાય, અને તેથી તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવવડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુ:ખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુ:ખ પામે તો તેમાં અમે શું કરીએ ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય? એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઉપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝઘડો કરતાં થાય; પણ અમે લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને તો અમારા પરિણામોનું જ ફળ થશે. * રાગીપુરુષોમાં તો એક મહાદેવ શોભે છે કે જેમણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધા શરીરમાં ધારણ કરી રાખી છે. તથા વિરાગીઓમાં જિનદેવ શોભે છે કે જેમના સમાન સ્ત્રીઓનો સંગ છોડવાવાળો બીજો કોઈ નથી. બાકીના લોકો તો દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂચ્છિત થયા છે. કે જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે-ન તો છોડી શકે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરતાં તો મિથ્યાદર્શનાદિક થાય છે, પણ અન્યમતોનું શ્રદ્ધાન કરતાં મિથ્યાદર્શનાદિક કેવી રીતે થાય? ઉત્તર- અન્યમતોમાં વિપરીત યુક્તિ પ્રરૂપી છે, જીવાદિતત્ત્વોનું સ્વરૂપ યથાર્થ ન ભાસે તેવા ઉપાય કર્યા છે, તે શા માટે કર્યા છે? જો જીવાદિતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ભાસે તો વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય, પણ જે જીવો વીતરાગી નથી, અને પોતાની મહંતતા ઇચ્છે છે, તેઓ સરાગભાવ હોવા છતાં, પોતાની મહંતતા મનાવવા માટે કલ્પિત યુક્તિ વડે અન્યથા નિરૂપણ કરે છે. અતબ્રહ્માદિકના નિરૂપણ વડે જીવ-અજીવનું, સ્વચ્છેદવૃત્તિ પોષવા વડ આસવ-સંવરાદિકનું, તથા સકષાયીવત્ વા અચેતનવત્ મોક્ષ કહીને એ વડે તેઓ મોક્ષનું અયથાર્થશ્રદ્ધાન પોષણ કરે છે. તેથી અહીં અન્ય મતોનું આયથાર્થપણું પ્રગટ કર્યું છે. જો એનું અન્યથાપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં સચિવાન થાય, અને તેઓની યુક્તિવર્ડ ભ્રમ ન થાય. એ પ્રમાણે અન્ય મતોનું નિરૂપણ કર્યું. અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા અને સમીચીનતા યોગવાસિષ્ઠ છત્રીસ હજાર શ્લોક પ્રમાણે છે, તેના પ્રથમ વૈરાગ્ય પ્રકરણમાં અહંકારનિષેધાધ્યાયમાં વસિષ્ઠ અને રામના સંવાદમાં કહ્યું છે કે : रामोवाच:-" नाहं रामो न मे वांछा भावेषु च न मे मनः।। શાંતિમ સ્થામિચ્છામિ સ્વાત્મચેવ fજનો યથા”'(સર્ગ ૧૫, પૃ. ૩૩) આ શ્લોકમાં રામચંદ્રજીએ જિન સમાન થવાની ઇચ્છા કરી, તેથી રામચંદ્રજી કરતાં જિનદેવનું ઉત્તમપણું અને પ્રાચીનપણું પ્રગટ થયું. વળી દક્ષિણામૂર્તિ સહસ્ર-નામમાં કહ્યું છે કે शिवोवाच:-" जैनमार्गरतो जैनो जिन क्रोधो जितामयः”।। અહીં ભગવતનું નામ જૈનમાર્ગમાં લીન તથા જૈન કહ્યું તેથી તેમાં જૈનમાર્ગની પ્રધાનતા વા પ્રાચીનતા પ્રગટ થઈ. વળી વૈશંપાયનસહસ્રનામમાં કહ્યું છે કેનિનિર્મદા વીર: શૂર: શર્લિનેશ્વર:” (મહાભારત અ. ૫ શ્લોક ૮૨ અ. ૧૪૯ ) અહીં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું, તેથી જિનેશ્વર ભગવાન છે. વળી દુર્વાસા ઋષિકૃત “મહિમ્નસ્તોત્ર”માં એમ કહ્યું છે કે “तत्तदर्शनमुख्यशक्तिरिति च त्वं ब्रह्मकर्मेश्वरी कर्तार्हन् पुरुषो हरिश्च सविता बुद्धः शिवस्त्वं गुरुः।" ૧. હું રામ નથી, મારી કોઈ ઇચ્છા નથી, અન્ય ભાવો વા પદાર્થોમાં મારું મન નથી, હું તો જિનદેવ સમાન મારા આત્મામાં શાંતિ સ્થાપન કરવા જ ઇચ્છું છું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૪૩ અહીં “અત તમે છો,” એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી, તેથી અરહંતમાં ભગવાનપણું પ્રગટ થયું. વળી હનુમન્નાટકમાં કહ્યું છે કે " यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरता कर्मेति मीमांसका: सोऽयं वो विदधातु वांछितफलं त्रैलोक्यनाथ प्रभुः ।। ३ ।। અહીં છયે મતમાં ઈશ્વર એક કહ્યો, તેમાં અરહંતદેવને પણ ઈશ્વરપણું પ્રગટ કર્યું. પ્રશ્ન:- જેમ અહીં સર્વ મતોમાં એક ઈશ્વર કહ્યો તેમ તમે પણ માનો? ઉત્તર- એમ તો તમે કહો છો પણ અમે કહ્યું નથી, તેથી તમારા મનમાં અરિહંતને ઈશ્વરપણું સિદ્ધ થયું. અમારા મતમાં પણ જો એમ જ કહીએ, તો અમે પણ શિવાદિકને ઇશ્વર માનીએ. જેમ કોઈ વ્યાપારી સાચાં રત્ન બતાવે તથા કોઈ જૂઠાં રત્ન બતાવે, હવે ત્યાં જૂઠાં રત્નવાળો તો સર્વ રત્નોનું સરખું મૂલ્ય લેવા માટે બધાને સમાન કહે, પણ સાચાં રત્નવાળો કેવી રીતે સમાન માને? તેમ જૈન સાચા દેવાદિકને પ્રરૂપે તથા અન્યમતી જૂઠા પ્રરૂપે, હવે ત્યાં અન્યમતી તો પોતાના માહાભ્ય માટે સર્વને સમાન કહે. પણ જૈન કેવી રીતે એમ કહે ? વળી “રુદ્રયામલતંત્રમાં ભવાનીસહસ્રનામમાં પૃ. ૯ માં એમ કહ્યું કે कुंडासना जगद्धात्री, बुद्धमात्रा जिनेश्वरी। जिनमाता जिनेन्द्रा च, शारदा हंसवाहिनी।।१३।। અહીં ભવાનીનાં નામ જિનેશ્વરી ઇત્યાદિક કહ્યાં તેથી જિનનું ઉત્તમપણું પ્રગટ થયું. વળી “ગણેશપુરાણમાં એમ કહ્યું છે કે “નૈનં પાશુપતું સાંડ્યું” તથા વ્યાસકૃત સૂત્રમાં પણ એમ કહ્યું છે કે નૈન સ્મિત્તેવ વસ્તુનિ ૩માં પ્રરુપત્તિ સ્થાનિ:” ઇત્યાદિક તેમનાં શાસ્ત્રોમાં જૈનમતનું નિરૂપણ છે, તથા જૈનમતનું પ્રાચીનપણું જણાય ૧. આ હનુમન્નાટકના મંગલાચરણનો શ્લોક છે તેનો અભિપ્રાય એ છે કે-જેની શિવમાર્મિઓ શિવ કહીને, વેદાંતિઓ બ્રહ્મ કહીને, બૌદ્ધો બુદ્ધદેવ કહીને, નૈયાયિકો કર્તા કહીને, જૈનો અર્હત્ કહીને, તથા મીમાંસકો કર્મ કહીને ઉપાસના કરે છે, તે ગૈલોકનાથ પ્રભુ તમારા મનોરથને સફળ કરો ! (હનુમાન નાટક મંગળાચરણ શ્લોક ૩). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી ભાગવતના પંચમસ્કંધમાં ઋષભાવતારનું વર્ણન છે, ત્યાં તેને કરુણામય, તૃષ્ણાદિરહિત, ધ્યાનમુદ્રાધારી તથા સર્વાશ્રમદ્વારા પૂજિત કહ્યો છે. તેના અનુસાર અરહંત-રાજાએ પ્રવૃત્તિ કરી, એમ કહે છે. તે જેમ રામકૃષ્ણાદિ અવતારો અનુસાર અન્યમત છે, તેમ ઋષભાવતાર અનુસાર જૈનમત છે, એમ તમારા મતવડે જ જૈનમત પ્રમાણ થયો. અહીં આટલો વિચાર વિશેષ કરવો કે કૃષ્ણાદિ અવતારો અનુસાર વિષય-કપાયોની પ્રવૃત્તિ હોય છે, તથા ઋષભાવતાર અનુસાર વીતરાગભાવ-સામ્યભાવની પ્રવૃત્તિ હોય છે. હવે અહીં બંને પ્રવૃત્તિ સમાન માનીએ તો ધર્મ-અધર્મની વિશેષતા ન રહે, તથા જો વિશેષતા માનીએ તો જે ભલી હોય તે અંગીકાર કરો. વળી દશાવતારચરિત્રમાં “ઉદ્ધવ પાસનું યો નયન યુનિવં ચર્ચાનાસાહેશે” ઇત્યાદિ બુદ્ધાવતારનું સ્વરૂપ અરિહંતદેવ જેવું લખ્યું છે. હવે જો એવું સ્વરૂપ પૂજ્ય છે, તો અરિહંતદેવ સહજ પૂજ્ય થયો. વળી કાશીખંડમાં દેવદાસરાજાને સંબોધી રાજ્ય છોડાવ્યું, ત્યાં નારાયણ તો વિનયકીર્તિ યતી થયો. લક્ષ્મીને તો વિનયશ્રી અજિંકા કરી, તથા ગરુડને શ્રાવક કર્યો, એવું કથન છે. હવે જો સંબોધન કરવા કાળે જૈનવેષ બનાવ્યો, તો જૈન હિતકારી અને પ્રાચીન પ્રતિભાસે છે. વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ भवस्य पश्चिमे भागे वामनेन तपःकृतम्। तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः।। पद्मासनसमासीन: श्याममूर्तिदिगम्बरः। नेमिनाथः शिवेत्येवं नाम चक्रेऽस्य वामन।। कलिकाले महाघोरे सर्व पापप्रणाशकः। दर्शनात् स्पर्शनादेव कोटियज्ञफलप्रद।। અહીં વામનને પદ્માસનસ્થદિગંબર નેમિનાથનું દર્શન થવાનું કહ્યું, તેનું જ નામ શિવ કહ્યું, તથા તેના દર્શનાદિકથી કોટિયજ્ઞનું ફળ કહ્યું. હવે એવા નેમિનાથનું સ્વરૂપ તો જૈનો પ્રત્યક્ષ માને છે, તે પ્રમાણ ઠર્યું. વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કે रेवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले। ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम्।। અહીં નેમિનાથને જિન કહ્યા, તેના સ્થાનને મોક્ષના કારણરૂપ ઋષિનો આશ્રમ કહ્યો, તથા યુગાદિના સ્થાનને પણ એવો જ કહ્યો, તેથી તે ઉત્તમ-પૂજ્ય ઠર્યા. ૧. ભાગવતસ્કંધ પ અધ્યાય ૫, –૨૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૪પ વળી નગરપુરાણમાં ભવાવતારરહસ્યમાં કહ્યું છે કે 'अकारादिहकारान्त मु‘धोरेफसंयुतम्। नादबिन्दुकलाक्रान्तं चंद्रमण्डलसन्निभम्।। एतद्देवि परं तत्त्वं यो विजानातितत्त्वतः। संसारबन्धनं छित्वा स गच्छेत् परम गतिम्।। અહીં “અહું” એ પદને પરમતત્ત્વ કહ્યું, અને તેને જે વસ્તુતઃ (ખરેખર) જાણે છે તેને પરમગતિની પ્રાપ્તિ કહી. આ “અહં” પદ તો જૈનમતોક્તિ છે. વળી નગરપુરાણમાં કહ્યું છે કે दशभिर्भोजितैर्विप्रैः यत् फलं जायते कृते। मुनेरर्हत्सुभक्तस्य तत्फलं जायते फलौ।। અહીં કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ કહ્યું, તેટલું કળિયુગમાં એક અહંતભક્ત મુનિને ભોજન કરાવવાનું કહ્યું છે. તેથી જૈનમુનિ ઉત્તમ ઠર્યા. વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કે कुलादिबीजं सर्वेषं प्रथमो विमलवाहनः। चक्षुष्मान यशस्वी वाभिचन्द्रोऽथ प्रसेनजित्।।१।। मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः।। अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः।।२।। दर्शयन् वर्क्स वीराणां सुगसुरनमस्कृतः। नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः।।३।। અહીં વિમલવાહનાદિક મનુ કહ્યા, પણ જૈનમાં કુલકરોનાં એ જ નામ કહ્યા છે, તથા યુગની આદિમાં પ્રથમ જિનને માર્ગદર્શક અને સુરાસુર દ્વારા પૂજિત કહ્યા. હવે જો એમ જ છે, તો જૈનમત યુગની આદિથી જ છે, તથા પ્રમાણભૂત છે, એમ કેમ ન કહેવું? વળી ઋગ્વદમાં પણ કહ્યું છે કે ॐ त्रैलोक्यप्रतिष्ठातान्, चतुर्विंशति तिर्थंकरान; ऋषभाद्यान् वर्द्धमानान्तान् , सिद्धान् ૧. હે દેવી ! અહં એવા આ પરમતત્ત્વને જે વસ્તુતઃ જાણે છે તે સંસારના બંધન કાપીને પરમધામને પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક शरणं प्रपद्ये.' पवित्रं नग्नमुपवि प्रसामहे एषां (नग्नये) जातियेषां वीरं। सुवीरं.... इत्यादि। યજુર્વેદમાં અ. ૨૫ મ. ૧૯માં પણ કહ્યું છે કે – ॐ नमोऽर्हतो ऋषभो।' ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं शत्रुजयंतं पशुरिंद्रमाहुतिरिति स्वाहा।।' त्रातारमिंद्रं ऋषभं वदन्ति। अमृतारमिंद्र हवे सुगतं सुपार्श्वमिंद्र हवे शक्रमर्जितं तद्वर्द्धमानपुरुहूतमिंद्रमाहुरिति स्वाहा।।' नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उपैमि वीरं पुरुषमहँतमादित्यवर्णं तमस: परस्तात् स्वाहाः।।' स्वस्तिन इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्ताक्ष्यो अरिष्टनेमि स्वस्तिन बृहस्पतिघातु।। दीर्घायुस्त्वायुबलायुर्वा शुभजातायु।' रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहा।। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽरमार्कं अरिष्टनेमिः स्वाहाः।। અહીં જે જૈનતીર્થકરોનાં નામ તથા પૂજન કહ્યાં, તેથી એમ ભાસે છે કે-વેદરચના તેના પછી થઈ છે. એ પ્રમાણે અન્યમતોની સાક્ષીથી પણ જૈનમતની ઉત્તમતા તથા પ્રાચીનતા દઢ થઈ. વળી જૈનમતને જોતાં પણ એ મતો કલ્પિત જ ભાસે છે, તેથી જે પોતાના હિતના ઇચ્છુક હોય, તેઓ પક્ષપાત છોડી સાચા જૈનધર્મ અંગીકાર કરે. અન્યમતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. પહેલા અવતારમાં વેદનો ઉદ્ધાર કર્યો, ત્યાં યજ્ઞાદિકમાં હિંસાદિકનું પોષણ કર્યું, ત્યારે બુદ્ધાવતારે યજ્ઞના નિંદક થઈ હિંસાદિ નિષેધ્યાં. વૃષભાવતારે વીતરાગ સંયમનો માર્ગ બતાવ્યો ત્યારે કૃષ્ણાવતારે પરસ્ત્રીરમણાદિ વિષયકષાયાદિકના માર્ગ બતાવ્યા. હવે એમાં આ સંસારી જીવ કોનું કહેલું કરે? કોના અનુસાર પ્રવર્તે? તથા એ બધા અવતારોને એક બતાવે છે. એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા કેવી રીતે કહે છે, વા પ્રવર્તે છે, તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે ? કોઈ ઠેકાણે ક્રોધાદિક કષાયો વા વિષયોનો નિષેધ કરે છે, ત્યારે કોઈ ઠેકાણે લડવાનો વા વિષય સેવવાનો ઉપદેશ આપે છે, અને ત્યાં પ્રારબ્ધ બતાવે છે. પણ ૧. શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વર્ધમાન સુધીના સિદ્ધો કે જેઓ ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામવાવાળા છે. તથા ચોવીસ તીર્થોને સ્થાપવાવાળા છે, તે સિદ્ધોના શરણને હું પ્રાપ્ત થાઉં છું. ૨. પવિત્ર, શુદ્ધ અને પાપથી બચાવવાવાળા નગ્ન ( દિગંબર) દેવોને અમે પ્રસન્ન કરીએ છીએ. જેમની જાતિ નગ્ન રહે છે, તથા જેઓ બળયુક્ત છે. ૩. ઋગ્વદ અષ્ટ ૧ અ. ૬ વર્ગ ૧૬. ૪. યજુર્વેદ અ, ૨૫ મંત્ર ૧૬, અષ્ટ ૯૧ અ ૬ વર્ગ-૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૪૭ ક્રોધાદિક થયા વિના જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતાં હોય તો એ અમે પણ માનીએ; પણ એમ તો થતાં નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતાં ક્રોધાદિક થયા ન માનીએ, તો એ જુદા ક્રોધાદિક કોણ છે? તેનો તો તમે નિષેધ કર્યો છે, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે. ગીતામાં વીતરાગતા બતાવી વળી લડવાનો ઉપદેશ કર્યો, એ પ્રત્યક્ષ વિરોધ દેખાય છે. ઋષીશ્વરાદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતાં નિંધપણું ન થયું? ઇત્યાદિ જાણવું. વળી “પુત્રસ્ય તિર્નાસ્તિ” એમ પણ તેઓ કહે છે, ત્યારે ભારતમાં એમ પણ કહ્યું अनेकानि सहस्राणि, कुमारब्रह्मचारिणाम्। दिवं गतानि राजेन्द्र, अकृत्वा कुलसन्ततिम्।। અહીં કુમારબ્રહ્મચારીઓને સ્વર્ગ ગયા બતાવ્યા, તેથી એ પરસ્પર વિરોધ છે. વળી ઋષીથરભારતમાં એમ કહ્યું છે કે मद्यमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम्। ये कुर्वन्ति वृथा तेषां तीर्थयात्रा जपस्तपः।।१।। वृथा एकादशी प्रोक्ता वृथा जागरणं हरेः। वृथा च पौष्करी यात्रा कृत्स्नं चान्द्रायणं वृथा।।२।। चातुर्मास्ये तु सम्प्राप्ते रात्रिभोज्यं करोति यः। तस्य शुद्धिर्न विद्येत चान्द्रायणशतैरपि।।३।। અહીં મધ-માંસ, રાત્રિભોજન, ચોમાસામાં તો વિશેષપણે રાત્રિભોજન અને કંદભક્ષણનો નિષેધ કર્યો, ત્યારે મોટા પુરુષોને મધ-માંસાદિકનું સેવન કરવું બતાવે છે, તથા વ્રતાદિકમાં રાત્રિભોજન વા કંદાદિભક્ષણનું સ્થાપન કરે છે. એ પ્રમાણે વિરુદ્ધ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્યમતના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરુદ્ધ અનેક વચનો છે. શું કરીએ? કોઈ ઠેકાણે તો પૂર્વ પરંપરા જાણી વિશ્વાસ અણાવવા માટે યથાર્થ કહ્યું, ત્યારે કોઈ ઠેકાણે વિષયકષાય પોષવા અર્થે અયથાર્થ કહ્યું. હવે જ્યાં પૂર્વાપરવિરોધ હોય, તેનાં વચન પ્રમાણ કેવી રીતે કરીએ ? અન્યમતોમાં ક્ષમાશીલ-સંતોષાદિકને પોષણ કરતાં વચનો છે તે તો જૈનમતમાં હોય છે, પણ વિપરીત વચનો છે તે તેમનાં કલ્પિત છે. જૈનમતાનુસાર વચનોના વિશ્વાસથી તેમના વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, માટે અન્યમતોનું કોઈ અંગ ભલે દેખીને પણ ત્યાં શ્રદ્ધાનાદિક ન કરવું, પણ જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી, તેમ અહીં જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક વળી કોઈ ઉત્તમધર્મનું અંગ જૈનમતમાં ન હોય અને અન્યમતમાં હોય; અથવા કોઈ નિષિદ્ધધર્મનું અંગ જૈનમતમાં હોય અને અન્યમતમાં ન હોય, તો અન્યમતને આદરો. પણ એમ તો સર્વથા હોય જ નહિ, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપું નથી, માટે અન્યમતોનું શ્રદ્ધાનાદિક છોડી જૈનમતનું દઢ શ્રદ્ધાનાદિક કરવું. વળી કાળદોષથી કષાયી જીવોએ જૈનમતમાં પણ કલ્પિત રચના કરી છે, તે અહીં દર્શાવીએ છીએ. શ્વેતાંબરમત-નિરાકરણ શ્વેતાંબરમતવાળા કોઈએ સૂત્ર બનાવ્યાં, તેને તેઓ ગણધરનાં કર્યા કહે છે. તેમને પૂછીએ છીએ કે-ગણધરે આચારાંગાદિક બનાવ્યાં, કે જે વર્તમાનમાં તમારે છે, તે એટલા પ્રમાણ સહિત જ કર્યા હતાં, કે ઘણા પ્રમાણ સહિત કર્યા હતાં? જો એટલા પ્રમાણ સહિત જ કર્યા હતાં, તો તમારાં શાસ્ત્રોમાં આચારાંગાદિકના પદોનું પ્રમાણ અઢાર હજાર આદિ કહ્યું છે, તેની વિધિ મેળવી આપો. પદનું પ્રમાણ કેટલું? જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેવા પ્રમાણથી ઘણાં પદ થઈ જશે, તથા જો પ્રમાણપદ કહેશો, તો એ એક પદના સાધિક (કંઈક અધિક) એકાવન કરોડ શ્લોક છે. હવે આ તો ઘણાં અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. આચારાંગાદિકથી દશવૈકાલિકાદિકનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને? તમે કહેશો કે “આચારાંગાદિક તો મોટાં હતાં, પણ કાળદોષ જાણી તેમાંથી જ કેટલાંક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યાં છે.” પણ પ્રથમ તો તૂટક ગ્રંથ પ્રમાણ નથી. વળી એવો પ્રબંધ છે કે જો કોઈ મોટો ગ્રંથ બનાવે, તો તેમાં સર્વ વર્ણન વિસ્તાર પૂર્વક કરે, તથા નાનો ગ્રંથ બનાવે, તો તેમાં સંક્ષેપ વર્ણન કરે, પરંતુ સંબંધ તૂટે નહિ. તથા કોઈ મોટા ગ્રંથમાંથી થોડું ઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહિ-કથનનો અનુક્રમ તૂટી જાય. પણ તમારાં સૂત્રોમાં તો કથાદિકનો પણ સંબંધ મળતો ભાસે છે-તૂટકપણું ભાસતું નથી. વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોવી જોઈએ. એટલે તેના કરેલા ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં ઘણો અર્થ હોવો જોઈએ. પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી પણ ગંભીરતા નથી. વળી જે ગ્રંથ બનાવે, તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે કે “અમુક કહે છે, ” પરંતુ “હું કહું છું” એમ કહે. હવે તમારાં સૂત્રોમાં “હે ગૌતમ” ના “ગૌતમ કહે છે” એવાં વચન છે. એવાં વચન તો ત્યારે જ સંભવે કે-જ્યારે અન્ય કોઈ કર્તા હોય. તેથી એ સૂત્રો ગણધરકૃત નથી, પણ અન્યનાં કરેલાં છે. માત્ર ગણધરના નામ વડ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર ૧૪૯ કલ્પિત રચનાને તેઓ પ્રમાણ કરાવવા ઇચ્છે છે, પણ વિવેકી તો પરીક્ષા વડે માને, કહેવા માત્રથી તો ન માને. વળી તેઓ એમ પણ કહે છે કે “કોઈ દશપૂર્વધારી થયા, તેણે ગણધરસૂત્રોના અનુસાર આ સૂત્રો બનાવ્યાં છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે- નવા ગ્રંથ બનાવ્યા હતા, તો નવાં નામ રાખવાં હતાં, અંગાદિકનાં નામ શા માટે રાખ્યાં? જેમ કોઈ મોટા શાહુકારની પેઢીના નામ વડે પોતાનું શાહુકારું પ્રગટ કરે, તેવું આ કાર્ય થયું. એ સાચા હોત તો (-જેમ દિગંબર આચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધરદેવ દ્વારા ભાષિત અંગ-પ્રકીર્ણક અનુસાર રચ્યા. તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતાનું જુદું જુદું રાખ્યું, તથા એ ગ્રંથોનાં નામ પણ જુદાં જુદાં રાખ્યાં. પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદિક ન રાખ્યું, વા ન એમ લખ્યું કે એ ગણધરદેવનાં રચેલાં છે.)-જેમ દિગંબરોમાં ગ્રંથોનાં નામ રાખ્યાં, તથા પૂર્વગ્રંથોનું અનુસારીપણું કહ્યું, તેમ કહેવું યોગ્ય હતું. પણ અંગાદિકનું નામ ધરી ગણધરદેવનો ભ્રમ શા માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીનાં વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ અણાવવા અર્થે જે જિનમતાનુસાર કથન છે તે તો સત્ય જ છે, દિગંબર પણ તેમ જ કહે છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે, તેમાં પૂર્વાપરવિરુદ્ધપણું વા પ્રત્યક્ષાદિ પ્રમાણમાં વિરુદ્ધપણું ભાસે છે, તે અહીં દર્શાવીએ છીએ અન્યલિંગથી મુક્તિનો નિષેધ અન્યલિંગીને, ગૃહસ્થને, સ્ત્રીને વા ચાંડાલાદિ શૂદ્રોને સાક્ષાત્ મોક્ષપ્રાપ્તિ હોવી માને છે, પણ એમ બને નહિ. કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા મોક્ષમાર્ગ છે. હવે તેઓ સમ્યગ્દર્શનનું સ્વરૂપ તો એવું કહે છે કે अरहंतो महादेवो जावज्जीवं सुसाहणो गुरुणो। जिणपण्णत्तं तत्तं ए सम्मत्तं मए गहियं ।।१।। હવે અન્યલિંગીને અરહંત દેવ, સાધુ, ગુરુ જિનપ્રણીત તત્ત્વની માન્યતા કેમ સંભવે? અને તેથી સમ્યકત્વ પણ ન હોય, તો મોક્ષ કેવી રીતે હોય? અહીં જો કહેશો કે- “અંતરંગ શ્રદ્ધાન હોવાથી તેમને સમ્યકત્વ હોય છે.” હવે વિપરીત લિંગધારકની પ્રશંસાદિક કરતાં પણ સમ્યકત્વને અતિચાર કહ્યો છે, તો સત્ય શ્રદ્ધાન થયા પછી પોતે વિપરીતલિંગનો ધારક કેવી રીતે રહે? સત્યશ્રદ્ધાન થયા પછી મહાવ્રતાદિ અંગીકાર કર્યો સમ્યક્રચારિત્ર હોય તે અન્યલિંગીમાં કયાંથી બને? જો અન્યલિંગમાં પણ સમ્યક્રચારિત્ર હોય, તો જૈનલિંગ અ લિંગ સમાન થયું. માટે અન્યલિંગીને મોક્ષ કહેવો મિથ્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક ગૃહસ્થમુક્તિ-નિષેધ વળી ગૃહસ્થને મોક્ષ કહે છે; પણ હિંસાદિક સર્વસાવધયોગનો ત્યાગ કરતાં સમ્યકચારિત્ર હોય છે. હવે સર્વસાવધયોગનો ત્યાગ કરતાં ગૃહસ્થપણું કેમ સંભવે? અહીં કહેશો કેઅંતરંગનો ત્યાગ થયો છે, પણ અહીં તો ત્રણે યોગ વડે ત્યાગ કરે છે, તો કાય વડ ત્યાગ કેવી રીતે થયો? વળી બાહ્ય પરિગ્રહાદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે તો મહાવ્રતોમાં બાહ્ય ત્યાગ કરવાની તો પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહિ, અને મહાવ્રત વિના છઠું, આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને મોક્ષ કહેવો એ મિથ્યાવચન છે. સ્ત્રીમુક્તિ-નિષેધ વળી સ્ત્રીને મોક્ષ કહે છે, પણ જેનાથી સાતમી નરકગમનયોગ્ય પાપ ન થઈ શકે, તેનાથી મોક્ષકારણરૂપ શુદ્ધભાવ કેવી રીતે થઈ શકે? કારણ કે જેના ભાવ દઢ હોય તે જ ઉત્કૃષ્ટ પાપ વા ધર્મ ઉપજાવી શકે છે. સ્ત્રીને નિઃશંક એકાંતમાં ધ્યાન ધરવું, તથા સર્વ પરિગ્રહાદિકનો ત્યાગ કરવો સંભવતો નથી. તમે કહેશો કે “એક સમયમાં પુરુષવેદી, સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધિ થવી સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ માનીએ છીએ.” પણ ત્યાં ભાવવેદી છે કે દ્રવ્યવેદી છે? જો ભાવવેદી છે, તો તે અમે પણ માનીએ છીએ, તથા દ્રવ્યવેદી છે, તો પુરુષ-સ્ત્રીવેદી લોકમાં ઘણા દેખાય છે, અને નપુંસક તો કોઈ વિરલા જ દેખાય છે, તો એક સમયમાં મોક્ષ જવાવાળા આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી. જો તમે કહેશો કે “નવમાં ગુણસ્થાન સુધી વેદ કહ્યો છે,” તો એ કથન પણ ભાવવંદની અપેક્ષાએ જ છે, જો દ્રવ્યવેદની અપેક્ષાએ હોય તો ચૌદમા ગુણસ્થાન સુધી વેદનો સદ્દભાવ સંભવે. માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મિથ્યા છે. શૂદ્રમુક્તિ-નિષેધ વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગૃહસ્થો સન્માનાદિક કરી દાનાદિક કેવી રીતે આપે? આપે તો લોકવિરુદ્ધ થાય. વળી નીચ કુળવાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહિ, તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો પાંચમાં ગુણસ્થાન સુધી જ છે, ઉપરનાં ગુણસ્થાન ચઢયા વિના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે “સંયમ ધાર્યા પછી તેને ઉચ્ચગોત્રનો ઉદય કહીએ છીએ”, તો સંયમ ધારવા, ન ધારવાની અપેક્ષાએ નીચ–ઉચ્ચગોત્રનો ઉદય ઠર્યો. એમ થતાં અસંયમી મનુષ્ય-તીર્થંકર-ક્ષત્રિયાદિકને પણ નીચગોત્રનો ઉદય ઠરશે. જો તેમને કુલ-અપેક્ષાએ ઉચ્ચગોત્રનો ઉદય કહેશો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૫૧ તો ચાંડાલાદિકને પણ કુલ-અપેક્ષાએ જ નીચગોત્રનો ઉદય કહો ! તમારાં સૂત્રોમાં પણ તેનો સભાવ પાંચમા ગુણસ્થાન સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય. માટે શૂદ્રોનો મોક્ષ કહેવો મિથ્યા છે. એ પ્રમાણે તેમણે સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી, તેનું પ્રયોજન એ છે કે સર્વને ભલું મનાવવું, મોક્ષની લાલચ આપવી, તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી; પરંતુ વિચાર કરતાં એ મિથ્યા ભાસે છે. આછેરાનો નિષેધ વળી તેમનાં શાસ્ત્રોમાં “અરા” કહે છે, અને કહે છે કે “હું ડાવસર્પિણીકાલના નિમિત્તથી એ થયાં છે, એને છેડવા નહિ.” પણ કાલદોષથી ઘણી ય વાતો થાય, પરંતુ પ્રમાણવિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણવિરુદ્ધ પણ થાય, તો આકાશમાં ફૂલ તથા ગધેડાને શીંગડાં ઇત્યાદિ થવું પણ બને, પણ તેમ થવું સંભવતું નથી. માટે તેઓ જે અજીરાં કહે છે, તે પ્રમાણવિરુદ્ધ છે. શા માટે તે અહીં કહીએ છીએ: “વર્ધમાનજિન કેટલો કાળ બ્રાહ્મણીના ગર્ભમાં રહી, પછી ક્ષત્રિયાણીના ગર્ભમાં વધ્યા” એમ તેઓ કહે છે. હવે કોઈનો ગર્ભ કોઈમાં મૂકયો પ્રત્યક્ષ ભાસતો નથી, તેમ અનુમાનાદિકમાં પણ આવતો નથી. તીર્થકરને થયો કહીએ, તો ગર્ભકલ્યાણક કોઈના ઘર થયું તથા જન્મકલ્યાણક કોઈ અન્યના ઘેર થયું, રત્નાવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘર થઈ, અને કેટલાક દિવસ કોઈ અન્યના ઘેર થઈ, સોળસ્વપ્ર કોઈને આવ્યાં ત્યારે પુત્ર કોઈને થયો; ઇત્યાદિક અસંભવિતતા ભાસે છે. વળી માતા તો બે થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો, અને જન્મકલ્યાણાદિકમાં તેનું સન્માન ન કર્યું, અન્ય કલ્પિત પિતાનું કર્યું, તથા તીર્થકરને બે પિતા કહેવા મહાવિપરીત ભાસે છે, સર્વોત્કૃષ્ટપદના ધારક માટે એવાં વચન સાંભળવા યોગ્ય નથી. વળી તીર્થકરની પણ એવી અવસ્થા થઈ, તો અન્ય સ્ત્રીનો ગર્ભ અન્ય સ્ત્રીમાં ધરી દેવો સર્વત્ર ઠરે. અને એમ થતાં વૈષ્ણવો જેમ અનેક પ્રકારથી પુત્ર-પુત્રીનું ઊપજવું બતાવે છે, તેવું આ કાર્ય પણ થયું. હવે આવા નિકૃષ્ટ કાળમાં પણ એ પ્રમાણે હોય જ નહિ, તો ચોથા કાળમાં એમ થવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે. વળી મલ્લિ તીર્થકરને તેઓ કન્યા કહે છે, પણ મુનિ-દેવાદિકની સભામાં સ્ત્રીની સ્થિતિ કરવી, ઉપદેશ આપવો સંભવતો નથી. વા સ્ત્રીપર્યાય હીન છે જે ઉત્કૃષ્ટ તીર્થંકર-પદધારકને હોય નહિ. વળી તેઓ તીર્થકરને નગ્નલિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહિ. ઇત્યાદિક વિચાર કરતાં અસંભવિત ભાસે છે. હરિક્ષેત્રના ભોગભૂમિઆને નરકમાં ગયો કહે છે, પણ બંધવર્ણનમાં તો ભોગ-ભૂમિઆને દેવગતિ-દેવાયુનો જ બંધ કહે છે, તો તે નરકમાં કેવી રીતે ગયો? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર] મોક્ષમાર્ગ પ્રકાશક સિદ્ધાંતમાં તો અનંત કાળમાં જે વાત હોય, તે પણ કહે છે. જેમ ત્રીજા નરક સુધી તીર્થંકરપ્રકૃતિનું સર્વા કહ્યું, તથા ભોગભૂમિઆને નરકાયુ-ગતિનો બંધ ન કહ્યો. હવે કેવલજ્ઞાની તો ભૂલે નહિ. માટે એ મિથ્યા છે. એ પ્રમાણે સર્વ અછરાં અસંભવિત જાણવા. વળી તેઓ કહે કે “એને છેડવાં નહિ.” પણ જાઠ કહેવાવાળો એમ જ કહે. અહીં જો કહેશો કે “દિગંબરમાં જેમ તીર્થકરને પુત્રી અને ચક્રવર્તીનું માનભંગ, ઇત્યાદિ કાર્ય કાળદોષથી થયાં કહે છે, તેમ આ પણ થયાં, પણ એ કાર્યો તો પ્રમાણ વિરુદ્ધ નથી, અન્યને થતાં હતાં. તે મહાનપુરુષોને થયાં, તેથી કાળદોષથી થયાં કહે છે. પણ ગર્ભહરણાદિ કાર્ય, કે જે પ્રત્યક્ષઅનુમાનાદિકથી વિરુદ્ધ છે, તે તેમને હોવાં કેમ સંભવે ? વળી અન્ય પણ ઘણાં કથનો પ્રમાણવિરુદ્ધ કહે છે. જેમ કહે છે કે સર્વાર્થસિદ્ધિનો દેવા મનથી જ પ્રશ્ન કરે છે, અને કેવલીભગવાન મનથી જ ઉત્તર આપે છે. હવે સામાન્ય જીવના ય મનની વાત મન:પર્યયજ્ઞાની વિના જાણી શકે નહિ, તો કેવળીના મનની વાત સર્વાર્થસિદ્ધિનો દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવમનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જડ છેઆકારમાત્ર છે, તો ઉત્તર કોણે આપ્યો? માટે એ મિથ્યા છે. એ પ્રમાણે અનેક પ્રમાણવિરુદ્ધ કથન કર્યા છે, માટે તેમનાં આગમ કલ્પિત જાણવાં. શ્વેતામ્બરમત કથિત દેવ-ગુરુ-ધર્મનું અન્યથા સ્વરૂપ શ્વેતાંબરમતવાળા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ પણ અન્યથા નિરૂપણ કરે છે. કેવળીને સુધાદિક દોષ કહે છે, એ દેવનું અન્યથા સ્વરૂપ છે. કારણ કે સુધાદિક દોષ હોતાં આકુલતા હોય, ત્યારે અનંત સુખ કેવી રીતે બને? અહીં જ કહેશો કે-“શરીરને સુધા લાગે છે, પણ આત્મા તરૂપ થતો નથી; તો સુધાદિકનો ઉપાય, આહારાદિક ગ્રહણ કર્યો શા માટે કહો છો? સુધાદિ વડે પીડિત થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો કે “ જેમ કર્મોદયથી વિહાર થાય છે, તે જ પ્રમાણે આહાર-ગ્રહણ થાય છે.” પણ વિહાર તો વિહાયોગતિપ્રકૃતિના ઉદયથી થાય છે, તથા એ પીડાનો ઉપાય નથી, ઇચ્છા વિના પણ કોઈ જીવને થતો જોઈએ છીએ, પરંતુ આહાર છે, તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતાં જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે જ તેનું ગળી જવું થાય છે, માટે વિહારવત્ આહાર નથી. જ કહેશો કે-“શાતાવેદનીયના ઉદયથી આહાર ગ્રહણ થાય છે,” તો એ પણ બનતું નથી. કારણ કે-જે જીવ સુધાવડ પીડિત હોય, અને પાછળથી આહારાદિ ગ્રહણથી સુખ માને, તેને આહારાદિક શાતાના ઉદયથી થયો કહેવાય. શતાવેદનીયના ઉદયથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૫૩ આહારાદિકનું ગ્રહણ સ્વયં થાય, એમ તો નથી. જો એમ હોય તો શાતાવેદનીયનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિક કરે છે તેમને શાતાનો ઉદય પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અશાતાનો ઉદય પણ સંભવે છે. માટે જેમ ઇચ્છાવિના પણ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઇચ્છાવિના કેવળ શાતાવેદનીયના જ ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ત્યારે તે કહે છે કે “સિદ્ધાંતમાં કેવળીને સુધાદિક અગિયાર પરિષહું કહ્યા છે, તેથી તેને સુધાનો સદ્દભાવ સંભવે છે. વળી આહારાદિક વિના તેની (સુધાની) ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક માનીએ છીએ. સમાધાન- કર્મપ્રકૃતિનો ઉદય મંદ–તીવ્ર ભેદસહિત હોય છે. ત્યાં અતિ મંદ ઉદય થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી, તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ, પણ તારતમ્યપણે તેનો સદ્દભાવ કહીએ છીએ. જેમ-નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો ઉદય મંદ છે, ત્યાં મૈથુનાદિ ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું, પણ તારતમ્યમાં ત્યાં મૈથુનાદિકનો સદ્ભાવ કહીએ છીએ. તેમ કેવળીને અશાતાનો ઉદય અતિમંદ છે, કારણ કે એક એક કાંડકમાં અનંતમાં ભાગ–અનુભાગ રહે છે, એવા ઘણા અનુભાગકાંડકો વડે વા ગુણસંક્રમણાદિક વડે સત્તામાં અશાતાવેદનીયનો અનુભાગ અત્યંત મંદ થયો છે, પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી કે જે શરીરને ક્ષીણ કરે, તથા મોહના અભાવથી સુધાજનિત દુ:ખ પણ નથી, તેથી કેવળીને સુધાદિકનો અભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદ્ભાવ કહીએ છીએ. વળી તેં કહ્યું કે “આહારાદિક વિના સુધાની ઉપશાંતતા કેવી રીતે થાય?” પણ આહારાદિક ઉપશાંતતા હોવા યોગ્ય ક્ષુધા લાગે તો મંદ ઉદય કયાં રહ્યો? દેવ-ભોગભૂમિયા આદિને કિંચિત્ મંદ ઉદય થતાં, ઘણાકાળ પછી કિંચિત્ આહારગ્રહણ હોય છે. તો કેવળીને અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમને આહારનો અભાવ સંભવે છે. ત્યારે તે કહે છે કે દેવ-ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે જેને તો ઘણા-કાળ પછી થોડી ભૂખ લાગે, પણ કેવળીનું શરીર તો કર્મભૂમિનું-ઔદારિક છે, તેથી તેનું શરીર આહારવિના ઉત્કૃષ્ટપણે દેશન્યૂનકોડપૂર્વસુધી કેવી રીતે રહે? સમાધાન- દેવાદિકનું શરીર પણ એવું છે, જે કર્મના જ નિમિત્તથી છે, અહીં કેવળજ્ઞાન થતાં એવા જ કર્મનો ઉદય થયો, જેથી શરીર એવું થયું કે જેને ભૂખ પ્રગટ થતી જ નથી. જેમ કેવળજ્ઞાન થયા પહેલાં કેશ નખ વધતા હતા તે હવે વધતા નથી, છાયા થતી હતી તે હવે થતી નથી, અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઘણા પ્રકારથી જેમ શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વિના પણ શરીર જેવું ને તેવું રહે, એવી પણ અવસ્થા થઈ. પ્રત્યક્ષ જુઓ! અન્યને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે, ત્યારે કેવલીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી, તેથી અન્ય મનુષ્યોનું શરીર અને કેવળીના શરીરની સમાનતા સંભવતી નથી. પ્રશ્ન:- “દેવાદિકને આહાર જ એવો છે કે જેથી ઘણાકાળની ભૂખ મટી જાય, પણ કેવળીને ભૂખ શાનાથી મટી, તથા શરીર કેવી રીતે પુષ્ટ રહ્યું?” ઉત્ત૨:- અશાતાનો ઉદય મંદ થવાથી ભૂખ મટી, તથા સમય સમય પરમ-ઔદારિક શરીર વર્ગણાનું ગ્રહણ થાય છે, એટલે હવે તો નોકર્મઆહાર છે, તેથી એવી નોકર્મવર્ગણાનું ગ્રહણ થાય છે કે જેથી ક્ષુધાદિક બાપે જ નહિ, વા શરીર શિથિલ થાય નહિ. અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવળીને આહાર કહ્યો છે. વળી અન્નાદિકનો આહાર કાંઈ શ૨ી૨પુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ! કોઈ થોડો આહાર કરે છે, છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે, કોઈ ઘણો આહાર કરે છે છતાં શરીર ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર પુષ્ટ રહ્યા કરે છે, તથા ઋદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ બન્યું રહે છે. તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી રીતે યાચે ? તેઓ આહાર અર્થે જાય, ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા કોઈ અન્યનું લાવી આપવું ઠરાવશો, તો કોણ લાવી આપે? તેમના મનની વાત કોણ જાણે ? પૂર્વે ઉપવાસાદિકની પ્રતિજ્ઞા કરી હતી, તેઓ નિર્વાહ કેવી રીતે થાય ? જીવ અનંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે આહારગ્રહણ કરે ? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે-“આહાર ગ્રહે છે, પરંતુ કોઈને દેખાતો નથી.” હવે આહારગ્રહણને નિંધ જાણ્યું ત્યારે તો ‘તેને ન દેખવું’ અતિશયમાં લખ્યું, પણ તેનું નિંધપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી વિરુદ્ધતા ઉપજે છે. વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે-“ કેવળીને નિહાર (શૌચ જવું ) કહે છે, રોગાદિ થયા કહે છે, કે તથા કહે છે કે, કોઈ એ તેજોલેશ્યા છોડી જે વડે વર્ધમાન-સ્વામીને પેઠુંગાનો ( પેચિસનો ) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.” પણ તીર્થંકર કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિ વડે પૂજ્યપણું કેમ શોભે ? વળી તેઓ નિહાર કેવી રીતે કરે ? કયાં કરે ? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા કરે છે. કયાં સુધી કહીએ ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રાગાદિકયુક્તિ છદ્મસ્થને ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૫૫ વર્ધમાનસ્વામીના ઉપદેશમાં ‘હૈ ગૌતમ ?’ એમ વારંવાર કહેવું ઠરાવે છે, પણ તેમને તો પોતાના કાળમાં દિવ્યધ્વનિ સહજ થાય છે, અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા ગૌતમને જ સંબોધન કેમ બને ? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગવિના વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી, તો એ કેમ બને? વળી તેઓ ‘હાટમાં સમવસરણ ઊતર્યું' કહે છે, પણ ઇંદ્રકૃત સમવસરણ હાટમાં કેવી રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? પ્રભુ હાટમાં શા માટે રહ્યા? શું હાટ જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડયો ? વળી કહે છે કે-“કેવળી ઉપદેશ દેવા ગયા,” ૫૨ ઘેર જઈ ઉપદેશ દેવો તો અતિરાગથી હોય છે, મુનિને પણ એમ સંભવે નહિ તો કેવળીને કેવી રીતે બને? એ જ પ્રમાણે અનેક વિપરીતતા ત્યા પ્રરૂપે છે. કેવળી શુદ્ધજ્ઞાન-દર્શનમય રાગાદિરહિત થયા છે, તેમને અઘાતિના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે, પણ મોહાદિકનો અભાવ થયો છે, તેથી ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે, તે ક્રિયા સંભવતી નથી. પાપપ્રકૃતિનો અનુભાગ અત્યંત મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને નથી, તેથી અન્ય જીવોને પાપઉદયથી જે ક્રિયા થતી જોવામાં આવે છે, તે કેવળીને હોય નહિ. એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદ્દભાવ કેવળી ભગવાનને પણ કહી તેઓ દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે. ગુરુનું અન્યથા સ્વરૂપ વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને વસ્ત્રાદિક ચૌદ ઉપકરણ કહે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિગ્રંથ કહે છે, તથા મુનિપદ લેતાં નવ-પ્રકારે સર્વપરિગ્રહના ત્યાગવડ મહાવ્રત અંગીકાર કરે છે, ત્યાં એ વસ્ત્રાદિક પરિગ્રહ છે કે નહિ? જો છે, તો ત્યાગ કર્યા પછી તેઓ શા માટે રાખે છે? તથા નથી, તો એ વસ્ત્રાદિક ગૃહસ્થ રાખે છે, તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો ! અહીં જો એમ કહેશો કે“જેમ ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ, તેમ શીતઉષ્ણાદિક અર્થે વસ્ત્રાદિક ગ્રહણ કરીએ છીએ,” પરંતુ મુનિપદ અંગીકાર કરતાં આહા૨નો તો ત્યાગ કર્યો નથી. પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ છે, પરંતુ ભોજન કરવા જાય, એ પરિગ્રહ નથી. વસ્ત્રાદિકનો ૧. પાત્ર-૧ બંધ-૨, પાત્ર કેસરીકર-૩ પાટલીયો-૪-૫, રજસ્ત્રાણ-૬, ગોચ્છક-૭, ૨જોહરણ ૮, મુખવસ્ત્રિકા-૯, બે સુતરાઉ કપડા-૧૦-૧૧, એક ઊનનું કપડું-૧૨, માત્રક (પેશાબનું પાત્ર)–૧૩, ચોલપટ્ટ–૧૪, (બૃ૦ કલ્પસૂત્ર ઉ ભાગ ૩ ગા. ૩૯૬૨ થી ૩૯૬૫ સુધી ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક સંગ્રહ કરવો વા પહેરવાં, એ સર્વ પરિગ્રહ જ છે. લોકમાં પણ પ્રસિદ્ધ છે. જો કહેશો કે “શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિક રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી તેને પરિગ્રહ કહેતા નથી.” પણ શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો, ત્યારથી જ સર્વ પદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહરહિત કહો ! તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિ ગ્રહણ-ધારણ જ્યારે છૂટશે, ત્યારે જ નિષ્પરિગ્રહી થશે. જો કહેશો કે “વસ્ત્રાદિક કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, સુધાદિક લાગતાં તેને વેચે નહિ, વા વસ્ત્રાદિક પહેરી પ્રમાદ કરે નહિ, પણ પરિણામોની સ્થિરતાવડે ધર્મ જ સાધે છે તેથી મમત્વ નથી.” હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શા માટે કરવામાં આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી વેચતા નથી, પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડ ધર્મ સાધવાથી જ પરિગ્રહ૫ણું ન થાય, તો કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાથે, તેને પણ નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ-મુનિધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિષહ સહવાની શક્તિ ન હોય, તે પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ ગૃહસ્થધર્મ, તથા જેના પરિણામ નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાથે તેનું નામ મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે. અહીં જ કહેશો કે શીતાદિકના પરિષહ વડે વ્યાકુળ કેમ ન થાય?” પણ વ્યાકુળતા તો મોહ ઉદયના નિમિત્તથી છે. હવે મુનિને છઠ્ઠીઆદિ ગુણસ્થાનોમાં ત્રણ ચોકડીનો* ઉદય નથી, તથા સંવલનના સર્વઘાતીસ્પદ્ધકોનો પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતીસ્પદ્ધકોનો ઉદય છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દષ્ટિને સમ્યગ્બોહનીયનો ઉદય છે, પણ તે સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે-સર્વને સર્વઘાતીનો ઉદય છે, ત્યારે મુનિને દેશ-ઘાતીનો ઉદય છે, તેથી અન્યના જેવા પરિણામ થાય તેવા તેમના કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે, તથા જેમને દેશઘાતીનો * અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી તથા પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણ ચોકડી. -અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૫૭ ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી. કદાપિ કહેશો કે “જૈનશાસ્ત્રોમાં ચૌદ ઉપકરણ મુનિ રાખે, એમ કહ્યું છે.” એ તમારા જ શાસ્ત્રોમાં કહ્યું છે, દિગંબર જૈનશાસ્ત્રોમાં નહિ, તેમાં તો લંગોટમાત્ર પરિગ્રહ રહેતાં પણ અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે. હવે અહીં વિચારો કે બંનેમાં કલ્પિત વચન કોનાં છે? પ્રથમ તો કષાયી હોય તે જ કલ્પિત રચના કરે, અને તે જ નીચાપદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. હવે, દિગંબરમાં વસ્ત્રાદિક રાખતાં ધર્મ હોય જ નહિ-એમ તો કહ્યું નથી, પરંતુ ત્યાં શ્રાવકધર્મ કહ્યો છે, ત્યારે શ્વેતાંબરમાં મુનિધર્મ કહ્યો. તેથી અહીં જેણે નીચી ક્રિયા હોવા છતાં પણ ઉચ્ચપદ પ્રગટ કર્યું, તે જ કષાયી છે. એમ કલ્પિત કહેવાથી વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને લોક મુનિ માનવા લાગે, તેથી એ માનકષાય પોપ્યો. તથા અન્યને સુગમક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી ઘણા લોક તેમાં જોડાઈ ગયા. જે કલ્પિતમત થયા છે તે એ જ પ્રમાણે થયા છે. માટે કષાયવાન થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તે પૂર્વોક્ત યુક્તિવડે વિરુદ્ધ ભાસે છે, તેથી એ કલ્પિતવચન છે; એમ જાણવું. અહીં કહેશો કે-દિગંબરમાં પણ શાસ્ત્ર-પીંછી આદિ મુનિને ઉપકરણ કહે છે, તેમ અમારે પણ ચૌદ ઉપકરણ કહે છે. સમાધાનઃ- જેનાથી ઉપકાર થાય, તેનું નામ ઉપકરણ છે. હવે અહીં શીતાદિક વેદના દૂર કરવાથી જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહસામગ્રી ઉપકરણ નામ પામે, પણ ધર્મમાં તેનું શું પ્રયોજન છે? એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય તેનું જ નામ ઉપકરણ છે. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું, તથા કમંડલ શૌચનું કારણ છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા, પણ વસ્ત્રાદિક કેવી રીતે ધર્મનાં ઉપકારી થાય ? એ તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ. હા, મુનિ જો શાસ્ત્ર રાખી મહંતતા બતાવે, પીંછીવડે વામીઠું કાઢે; તથા કમંડલવડે જલાદિ પીવે વા મેલ ઉતારે તો એ શાસ્ત્રાદિક પરિગ્રહ જ છે. પણ મુનિ એવાં કાર્ય કરે જ નહિ, માટે ધર્મના સાધનને પરિગ્રહસંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ-સંજ્ઞા હોય છે, એમ જાણવું. અહીં જ કહેશો કે “કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે” પણ મળ દૂર કરવાની ઇચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી, પરંતુ શાસ્ત્રવાંચનાદિ કાર્ય કરે, ત્યાં મલલિપ્ત હોય તો તેનો અવિનય થાય અને લોકનિંદ્ય થાય, તેથી એ ધર્મને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક અર્થે કમંડલ રાખે છે. એ જ પ્રમાણે પીંછી આદિ ઉપકરણ તો સંભવે છે પરંતુ વસ્ત્રાદિ ઉપકરણસંજ્ઞા સંભવતી નથી. કામ-અતિ આદિ મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય, તથા શીતાદિ સહ્યાં જાય નહિ, તેથી વિકારને ઢાંકવા માટે, વા શીતાદિક મટાડવા માટે, વસ્ત્રાદિક રાખી માનના ઉદયથી પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિતયુક્તિદ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે. વળી ઘર-ઘર યાચના કરી આહાર લાવવો તેઓ ઠરાવે છે, પણ પ્રથમ તો એ પૂછીએ છીએ કે“ યાચના ધર્મનું અંગ કે પાપનું અંગ છે?” જો ધર્મનું અંગ છે, તો માગવાવાળા બધાય ધર્માત્મા થયા. તથા જો પાપનું અંગ છે, તો મુનિને એ કેમ સંભવે ? તું કહીશ કે–“લોભ વડે કાંઈ ધનાદિક યાચે તો પાપ થાય, પણ અહીં તો ધર્મસાધન અર્થે શરીરની સ્થિરતા કરવા ઇચ્છે છે.” સમાધાનઃ- આહારાદિક વડે તો ધર્મ થતો નથી, પણ શી૨ના સુખને અર્થે અતિલોભ થતાં યાચના કરવામાં આવે છે. જો અતિલોભ ન હોય તો પોતે શા માટે માગે તે આપે, તો આપે, ન આપે તો ન આપે, અતિલોભ થયો ત્યાં જ પાપ થયું, અને મુનિધર્મ નષ્ટ થયો, તો બીજો ધર્મ શો સાધશે ? ત્યારે તે કહે છે કે-“મનમાં તો આહારની ઇચ્છા હોય, અને યાચે નહિ તો તે માયાકષાય થયો; તથા યાચનામાં હીનતા થાય છે, તેથી ગર્વવર્ડ યાચે નહિ, તો તે માનકષાય થયો; તેથી આહાર લેવો હતો તે માગી લીધો. એમાં વળી અતિલોભ શો થયો, તથા એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો ? તે કહો.” તેને કહીએ છીએ કે જેમ કોઈ વ્યાપારીને કમાવાની ઇચ્છા મંદ છે, તે દુકાન ઉપર તો બેસે છે, મનમાં વેપાર કરવાની ઇચ્છા પણ છે, પરંતુ તે વસ્તુ લેવાદેવા રૂપ વ્યાપાર માટે કોઈને પ્રાર્થના કરતો નથી, સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય, તો વ્યાપાર કરે, તો ત્યાં તેને લોભની મંદતા છે પણ માયા-માન નથી, માયા-માન કષાય તો ત્યારે થાય જ્યારે છલ કરવા અર્થે વા પોતાની મહંતતા અર્થે એવો સ્વાંગ તે કરે. પણ સારા વ્યાપારીને એવું પ્રયોજન હોતું નથી, તેથી તેને માયા-માન કહેતા નથી; તેમ મુનિને આહારાદિકની ઇચ્છા મંદ છે. હવે તેઓ આહાર લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઇચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા નથી. સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે તો આહાર લે; ત્યાં તેમને લોભની મંદતા છે પણ માયા વા માન નથી. માયા-માન તો ત્યારે હોય, કે જ્યારે છલ કરવા માટે વા મહંતતા માટે એવો સ્વાંગ કરે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર | [ ૧૫૯ પણ મુનિને એવાં પ્રયોજન તો નથી, તેથી તેમને માયા-માન નથી. જો એમ જ માયા-માન થઈ જાય, તો જે મન વડે જ પાપ કરે પણ વચન-કાયથી ન કરે, તે સર્વને માયા ઠરે તથા કોઈ ઉચ્ચપદના ધારક નીચવૃત્તિ અંગીકાર કરતા નથી, તે બધાને માન ઠરે એવો અનર્થ થાય. તેં કહ્યું કે “આહાર માગવામાં અતિ લોભ શો થયો?” પણ અતિ કપાય હોય, ત્યારે જ લોકનિંઘ કાર્ય અંગીકાર કરીને પણ, પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઇચ્છે, હવે માગવું એ લોકનિંઘ છે, તેને અંગીકાર કરીને પણ આહારની વાંછા પૂર્ણ કરવાની ઇચ્છા થઈ, તેથી ત્યાં અતિલોભ થયો. વળી તમે કહ્યું કે-“એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો?” પણ મુનિધર્મમાં એવો તીવ્રકષાય સંભવે નહિ, વળી કોઈને આહાર આપવાનો પરિણામ નહોતો, આણે તેના ઘરમાં જઈ યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો, વા ન આપવાથી લોકનિંધ થવાનો ભય થયો, તેથી તેણે આને આહાર આપ્યો, પણ તેના અંતરંગ પ્રાણ પડવાથી હિંસાનો જ સદ્ભાવ આવ્યો. જો પોતે તેના ઘરમાં ન ગયો હોત, અને તેને જ દેવાનો ઉપાય હોત, તો તે આપત, અને તેથી તેને હર્ષ જ થાત. પણ તેના મકાનમાં જઈ ભોજન માંગવું, એ તો તેને દબાણ કરી કાર્ય કરાવવા જેવું થયું, વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી ત્યાં અસત્ય વચન પણ થયું. તેને આપવાની ઇચ્છા નહોતી, છતાં આણે યાચના કરી, ત્યારે તેણે પોતાની ઇચ્છાથી તો આપ્યો નહિ પણ સંકોચ કરી આપ્યો, તેથી તે અદત્ત ગ્રહણ પણ થયું. ગ્રહસ્થના ઘરમાં સ્ત્રી જેમ તેમ બેઠી હતી અને આ ચાલ્યો ગયો, તેથી ત્યાં બ્રહ્મચર્યની વાડનો ભંગ થયો. આહાર લાવી કેટલોક વખત રાખ્યો, આહારાદિક રાખવા પાત્રાદિક રાખ્યાં, એટલે તે પરિગ્રહું પણ થયો. એ પ્રમાણે પાંચ મહાવ્રતનો ભંગ થવાથી ત્યાં મુનિધર્મ નષ્ટ થાય છે, તેથી યાચનાપૂર્વક આહાર લેવો મુનિને યુક્ત નથી. ત્યારે તે કહે છે કે “મુનિને બાવીસ પરિષહોમાં યાચના પરિષહ કહ્યો છે; હવે માગ્યા વિના એ પરિષહનું સહવું કેવી રીતે થાય?” સમાધાન:- યાચના કરવાનું નામ યાચનાપરિષહ નથી, પણ યાચના ન કરવી તેનું નામ યાચનાપરિષહ છે, જેમ અરતિ કરવાનું નામ અરતિપરિષહ નથી, પણ અરતિ ન કરવાનું નામ અરતિપરિષહ્યું છે, તેમ અહીં જાણવું. જો યાચના કરવી એ પરિષહ ઠરે, તો રંક આદિ ઘણી યાચના કરે છે, તો તેમને ઘણો ધર્મ હોય. જો કહેશો કે “માન ઘટાડવાથી તેને પરિષહ કહીએ છીએ.” પણ કોઈ કષાયી કાર્યના અર્થે કોઈ કષાય છોડે, તો પણ તે પાપી જ છે. જેમ કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦] મોક્ષમાર્ગ પ્રકાશક તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી, અને કોઈ સ્વયં અપમાન કરે, તો તે (સહન કરનારને) મહાધર્મ થાય છે. હવે અહીં તો ભોજનના લોભથી યાચના કરી અપમાન કરાવ્યું તેથી તે પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિક માટે પણ યાચના કરે છે, પણ વસ્ત્રાદિક કાંઈ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેનો પણ પૂર્વોક્ત રીતે નિષેધ જાણવો. પોતાના ધર્મસ્વરૂપ ઉચ્ચપદને યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની હીનતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિધર્મમાં યાચનાદિ સંભવતાં નથી, છતાં એવી અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ-ગુરુ કહે છે, તેથી તેઓ ગુરુનું સ્વરૂપ અન્યથા કહે છે. તથા ધર્મનું સ્વરૂપ પણ અન્યથા કહે છે તેથી એ વચન કલ્પિત છે. ધર્મનું અન્યથા સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, અને એ જ ધર્મ છે. હવે તેનું સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે, એ જ અહીં કહીએ છીએઃ તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અહંતદેવ-સાધુગુરુ-દયા-ધર્મને નિરૂપણ કરે છે, તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. હવે પ્રથમ તો અરહંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે. વળી તત્ત્વશ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ કેવી રીતે હોય? માટે તે મિથ્યા કહે છે. વળી તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે, પણ પ્રયોજન સહિત તત્ત્વોને શ્રદ્ધાન કહેતા નથી. ગુણસ્થાન-માર્ગણાદિરૂપ જીવનું, અણુસ્કંધારિરૂપ અજીવનું, પુણ્ય-પાપના સ્થાનોનું, અવિરતિ આદિ આગ્નવોનું, વ્રતાદિરૂપ સંવરનું, તપશ્ચરણાદિરૂપ નિર્જરાનું તથા સિદ્ધ થવાના લિંગાદિભેદોવડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે, તે પ્રમાણે શીખી લઈએ, અને કેવલીનું વચન પ્રમાણ છે. એવા જ તત્ત્વાર્થ શ્રદ્ધાનવડે સમ્યકત્વ થયું માને છે. અમે પૂછીએ છીએ કે-રૈવેયક જવાવાળા દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધાન હોય છે કે નહિ? જો હોય છે, તો તેને મિથ્યાદષ્ટિ શા માટે કહો છો ? તથા નથી, તો તેણે તો જૈનલિંગ ધર્મબુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્રાભ્યાસ છે. છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જાણ્યા? તથા અન્યમતનો લવલેશ પણ અભિપ્રાયમાં નથી, છતાં તેને અરહંતવચનની પ્રતીતિ કેમ ન થઈ ? તેને એવું શ્રદ્ધાન તો છે, પરંતુ સમ્યકત્વ ના થયું. વળી નારકી, ભોગભૂમિયા અને તિર્યંચાદિને એવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત નથી, છતાં તેમને ઘણાકાળ સુધી સમ્યકત્વ રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાન નથી હોતું. તોપણ સમ્યકત્વ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૬૧ તેથી સમ્યક્શ્રદ્ધાનનું સ્વરૂપ એવું નથી. સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું ત્યાંથી જાણવું. વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો, તેને તેઓ સમ્યજ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રાભ્યાસ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન કહ્યું, તથા અસંયતસમ્યગ્દષ્ટિના વિષયાદિક જાણવાને પણ સભ્યજ્ઞાન કહ્યું. તેથી એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આગળ કહીશું તે જાણવું. વળી તેમનાં નિરૂપણ કરેલાં અણુવ્રત-મહાવ્રતાદિરૂપ શ્રાવક-યતિનો ધર્મ ધારવા વડે સારિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, એ કંઈક પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક્ચારિત્ર હોતું નથી. વળી તેમના મતાનુસાર ગૃહસ્થાદિકને, મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના, પણ સમ્યક્ચારિત્ર થાય છે. પણ એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ અન્ય છે, જે આગળ કહીશું. અહીં તે કહે છે કે-“ દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોક્ત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય જ થયાં છે, તેથી તેમને સમ્યક્ત્વાદિક ન થયાં.” ઉત્તર:- જો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે, તો તે કપટથી ધારે છે. હવે તેને જો કપટ હોય તો ત્રૈવેયક કેવી રીતે જાય? તે તો નકાદિમાં જાય. બંધ તો અંતરંગ પરિણામોથી થાય છે, તેથી અંતરંગ જૈનધર્મરૂપ પરિણામ થયા વિના ત્રૈવેયક જવું સંભવે નહિ. વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી જ દેવગતિનો બંધ માને છે, તથા તેને જ પાછો મોક્ષમાર્ગ માને છે. એ તો બંધમાર્ગ અને મોક્ષમાર્ગને એક કર્યો, પણ એ મિથ્યા છે. વ્યવહા૨ધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે. ‘*નિંદકને મારવામાં પાપ નથી.' એમ કહે છે. હવે તીર્થંકરાદિના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા, તેમને ઇંદ્રાદિકે માર્યા નહિ, જો પાપ ન થતું હોય તો તેમને ઇંદ્રાદિક કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ બનાવે છે, પણ પ્રતિબિંબ તો વીતરાગભાવ વધારવા માટે સ્થાપન * શ્વેતામ્બરમાન્ય મહાનિશીથ શાસ્ત્રમાં લખ્યું છે કે- ‘વેવ-ગુરુ ધમળત્ને, યૂરિષ્નફ વળવટીसेणंजो। णवि कुणदि साहू तओ अनंत संसारी होइ । । १ । । संघस्स कारणेणं चूरिज्जइ ચવવટીસેળંપિ, નો ન વૂરિષ્નઽ તં અનંત સંસારી હો ।। ૨।। ભગવતી સૂત્રમાં સુમંગળાચાર્યનું દષ્ટાન્ત પણ છે. (નરહત્યા, પશુહત્યા કરી, પાપ ન લાગ્યું.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ] મોક્ષમાર્ગ પ્રકાશક કર્યું હતું? ત્યાં આભરણાદિ બનાવ્યાં, એટલે એ પણ અન્યમતની મૂર્તિવત્ થઈ, ઇત્યાદિક અનેક અન્યથા નિરૂપણ તેઓ કરે છે. અહીં કયાં સુધી કહીએ ? એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો. કારણ કે ત્યાં સમ્યગ્દર્શનાદિકનું અન્યથા નિરૂપણ હોવાથી મિથ્યાદર્શનાદિક જ પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધાનાદિક ન કરવું. ટૂંઢકમત-નિરાકરણ એ શ્વેતાંબરોમાં ટૂંઢિયા પ્રગટ થયા. તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ છે. શા માટે ? એ અહીં કહીએ છીએ. કોઈ તો વેષ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથાનુસાર પણ વ્રત-સમિતિગુતિ આદિનું સાધન ભાસતું નથી. મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદના વડે સર્વસાવધયોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી, પાછળથી પાળતા નથી. બાળકને, ભોળાને વા કોઈ શૂદ્રાદિકને પણ દીક્ષા આપે છે. એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળા કાંઈ વિચાર પણ ન કરે કે હું ત્યાગ કરું છું? પાછળથી પાળે પણ નહિ, છતાં તેને બધા સાધુ માને છે. વળી તે કહે છે કે “પાછળથી ધર્મબુદ્ધિ થઈ જાય, ત્યારે તો તેનું ભલું થાય ને?” પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞાભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞાભંગ કરાવી, તથા આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી, એ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી, યથાર્થ ન પાળે, તેને સાધુ માનવો કે ન માનવો? જો માનવો, તો જે સાધુ-મુનિ નામ ધરાવે છે, પણ ભ્રષ્ટ છે, તે સર્વને સાધુ માનો; તથા ન માનવો, તો તેને સાધુપણું ન રહ્યું. તમે જેવા આચરણથી સાધુ માનો છો, તેનું પાલન પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શા માટે માનો છો? અહીં કોઈ કહે કે “અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું, તેને જ સાધુ માનીશું, અન્યને નહિ.” તેને અમે પૂછીએ છીએ કે-“એક સંઘમાં ઘણા વેષધારી છે, ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો, તે બીજાઓને સાધુ માને છે કે નહિ? જો માને છે, તો તે તમારાથી પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો ? તથા નથી માનતો, તો તેની સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, એવું કપટ શા માટે કરે? વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે “આને સાધુ ન માનો.” તો એ પ્રમાણે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૬૩ ધર્મપદ્ધતિમાં વિરુદ્ધતા થાય. તથા જેને તમે સાધુ માનો છો, તેનાથી પણ તમારો વિરોધ થયો; કારણ કે-તે આને સાધુ માને છે. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો, ત્યાં વિચાર વડ જુઓ, તો તે પણ યથાર્થ મુનિધર્મ પાળતો નથી. અહીં કોઈ કહે “અન્ય વેષધારી કરતાં તો આ ઘણા સારા છે, તેથી અમે તેમને સાધુ માનીએ છીએ.” પણ અન્યમતિઓમાં તો નાના પ્રકારના વેષ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો નિષેધ નથી, પણ આ જૈનમતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતાં સાધુસંજ્ઞા હોય. અહીં કોઈ કહે કે “શીલ સંયમાદિ પાળે છે, તપશ્ચરણાદિ કરે છે, તેથી જેટલું કરે તેટલું તો ભલું છે?” સમાધાન - એ સત્ય છે. ધર્મ થોડો પણ પાળવો ભલો છે, પરંતુ પ્રતિજ્ઞા તો મહાન ધર્મની કરવામાં આવે અને પાળીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞાભંગથી મહાપાપ થાય છે. જેમ કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એક વાર ભોજન કરે, તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા છતાં પણ, પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. તેમ મુનિ-ધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત્ ધર્મ ના પાળે તો તેને શીલ-સંયમાદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય તથા જેમ કોઈ એકાસણની પ્રતિજ્ઞા કરી એક વાર ભોજન કરે તો તે ધર્માત્મા જ છે; તેમ પોતાનું શ્રાવકપદ ધારણ કરી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા જ છે. પણ અહીં તો ઉચ્ચ નામ ધરાવી, નીચી ક્રિયા કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું થાત નહિ. જેટલો ધર્મ સાથે તેટલો જ ભલો છે. અહીં કોઈ કહે કે-પંચમ કાળના અંત સુધી ચતુર્વિધસંઘનો સદ્ભાવ કહ્યો છે. તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ? ઉત્તર:- જેમ આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, તથા ગમ્યક્ષેત્રમાં હંસ દેખાતા નથી, તેથી કાંઈ બીજાઓને તો હંસ માન્યા જતા નથી, હંસ જેવું લક્ષણ મળતાં જ હંસ માન્યા જાય. તેમ આ કાળમાં સાધુનો સદ્દભાવ છે, તથા ગમ્યક્ષેત્રમાં સાધુ દેખાતા નથી, તેથી કોઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહિ, પણ સાધુનાં લક્ષણ મળતાં જ સાધુ માન્યા જાય. વળી એમનો પણ આ કાળમાં થોડાજ ક્ષેત્રમાં સદ્ભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં સાધુનો સદ્ભાવ કેવી રીતે માનશો? જો લક્ષણ મળતાં માનો, તો અહીં પણ એ જ પ્રમાણે માનો, તથા લક્ષણ વિના માનો, તો ત્યાં અન્ય કુલિંગી છે, તેને પણ સાધુ માનો; પણ એ પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે એમ પણ બનતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક કોઈ કહે “આ પંચમ કાળમાં આવું પણ સાધુપદ હોય છે, તો એવું સિદ્ધાંત-વચન બતાવો. સિદ્ધાંત સિવાય પણ તમે માનો છો, તો પાપી થશો. એ પ્રમાણે અનેક યુક્તિ વડે તેમને સાધુપણું બનતું નથી, તથા સાધુપણા વિના તેમને સાધુ-ગુરુ માનતાં મિથ્યાદર્શન થાય છે. કારણ કે-સાચા સાધુને જ ગુરુ માનતાં સમ્યગ્દર્શન હોય છે. વળી તેઓ શ્રાવકધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે. ત્રસહિંસા અને સ્કૂલમૃષાદિ હોવા છતાં પણ, જેનું કાંઈ પ્રયોજન નથી એવો કિંચિત્ ત્યાગ કરાવી, તેને દેશવ્રતી થયો કહે છે, અને તે ત્રસઘાતાદિ જેમાં થાય એવાં કાર્ય કરે છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ અગિયાર અવિરતિ કહે છે, તો ત્યાં ત્રસઘાત કેવી રીતે સંભવે ? શ્રાવકના અગિયાર પ્રતિમાભેદ છે, તેમાં દશમી-અગિયારમી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો નથી, અને સાધુ થાય છે. પૂછીએ છીએ ત્યારે કહે છે કે “પડિમાધારી શ્રાવક આ કાળમાં થઈ શકતો નથી.” જુઓ-શ્રાવક ધર્મ તો કઠણ તથા મુનિધર્મ સુગમ '! એ પ્રમાણે વિરુદ્ધ કહે છે. વળી અગિયારમી પ્રતિમાધારકને થોડો પરિગ્રહ, તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે છે, પણ એ સંભવિત વચન નથી. તેઓ કહે છે કે “એ પ્રતિમા તો થોડો જ કાળ પાળી છોડી દઈએ છીએ.” હવે એ ઉત્તમ કાર્ય છે, તો ધર્મબુદ્ધિ જીવ ઉચ્ચ ક્રિયાને શા માટે છોડે ? તથા નીચું કાર્ય છે, તો તેને શા માટે અંગીકાર કરે? તેથી એ સંભવતું જ નથી. વળી કુદેવ-કુગુરુને નમસ્કારાદિ કરતાં પણ શ્રાવકપણું બતાવે છે. તેઓ કહે છે કેધર્મબુદ્ધિ વડે અમે વંદતા નથી, પણ લૌકિક વ્યવહાર છે. પણ સિદ્ધાંતમાં તો તેમની પ્રશંસાસ્તવનને પણ સમ્યકત્વમાં અતિચાર દોષ કહ્યો છે. તો ગૃહસ્થોને ભલે મનાવવા અર્થે, વંદના કરવી કેમ સંભવે ? અહીં કહેશો કે “ભય-લજ્જા-કુતૂહલાદિ વડે જ અમે વંદીએ છીએ.” તો એ કારણો વડે કુશીલાદિક સેવતાં પણ પાપ ન કહો, માત્ર અંતરંગમાં તેને પાપ જાણવું જોઈએ, પણ એ પ્રમાણે તો સર્વ આચરણમાં વિરુદ્ધતા થશે. વળી ખેદનો વિષય છે કે-મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તો મુખ્યતા નથી, પણ પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડાવવાની મુખ્યતા જોવામાં આવે છે. પણ એ ક્રમભંગ ઉપદેશ છે. વળી ધર્મનાં અંગ ઘણાં છે, તેમાં એક પરજીવની દયાને જ મુખ્ય કહે છે, તેનો પણ વિવેક નથી. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષવસ્તુનું ભક્ષણ ન કરવું, તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવો, ઇત્યાદિ તેનાં અંગોની તો મુખ્યતા નથી, પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થોડું કરવું, ઇત્યાદિ કાર્યોની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર | [ ૧૬૫ તેઓ મુખ્યતા કરે છે, પણ મેલયુક્ત પટ્ટીમાં ઘૂંકના સંબંધથી જીવ ઊપજે, તેનો તો યત્ન નથી, પણ પવનની હિંસાનો યત્ન બતાવે છે, તો નાસિકા દ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ કરતા નથી ? વળી તેમના શાસ્ત્રાનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને (મુખપટ્ટીને) સર્વદા શા માટે રાખો છો? જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો! કહે છે કે “ભૂલી જઈએ છીએ.” હવે જો એટલું પણ યાદ રહેતું નથી. તો અન્ય ધર્મસાધન કેવી રીતે થશે? શૌચાદિક થોડાં કરો છો, પણ સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે. માટે ગૃહસ્થોએ પોતાના યોગ્ય શૌચ તો કરવો. કારણ કે સ્ત્રીસંગમાદિ કરી શૌચ કર્યા વિના સામાયિકાદિ ક્રિયા કરવાથી, અવિનયવિક્ષિતતાદિ વડે પાપ ઊપજે છે. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. તેઓ દયાનાં કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો અમે નિષેધ કરતા નથી. વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા. ચૈત્યાલય અને પૂજનાદિ ક્રિયાનું ઉત્થાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ છે, તેને આગ્રહથી લોપ કરે છે. ભગવતી સૂત્રમાં ઋદ્ધિધારી મુનિનું નિરૂપણ છે. ત્યાં મેરુગિરિ આદિમાં જઈ “તત્થ યાડું વંફ” એવો પાઠ છે. તેનો અર્થ “ત્યાં ચૈત્યોને વંદું છું.” હવે ચૈત્ય નામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે, છતાં તેઓ હઠ કરી કહે છે કે-“ચૈત્ય શબ્દના જ્ઞાનાદિક અનેક અર્થ થાય છે, ત્યાં બીજા અર્થ છે પણ પ્રતિમા અર્થ નથી.” હવે તેને પૂછીએ છીએ કે-મગિરિ અને નંદીશ્વરદ્વીપમાં જઈ ત્યાં ચૈત્યવંદના કરી. હવે ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાનો અર્થ કેવી રીતે સંભવે? જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે. પણ જે વંદનાયોગ્ય ચૈત્ય હોય ત્યાં જ સંભવે તથા સર્વત્ર ન સંભવે તેને, ત્યાં વંદના કરવાનો વિશેષ સંભવે. હવે એવો સંભવિત અર્થ પ્રતિમા જ છે, તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ છે. એ જ અર્થ વડે ચેત્યાલય નામ સંભવે છે. તેને હુઠ કરી શા માટે લોપો છે? વળી દેવાદિક નંદીશ્વરદ્વીપાદિમાં જઈ પૂજનાદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમનામાં જ્યાં-ત્યાં છે. તથા લોકમાં પણ જ્યાં-ત્યાં અકૃત્રિમપ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના અનાદિ છે, તે કાંઈ ભોગ કુતૂહલાદિ માટે તો નથી. તથા ઇંદ્રાદિકોનાં સ્થાનોમાં નિપ્રયોજન રચના સંભવે નહિ. હવે ઇંદ્રાદિક તેને જોઈ શું કરે છે? કાં તો પોતાના મંદિરોમાં એ નિપ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુઃખ થતું હશે. પણ એ સંભવતું નથી, અગર કાં તો સારી રચના જોઈ વિષય પોષતા હશે, પણ સમ્યગ્દષ્ટિ અર્વતમૂર્તિ વડે પોતાનો વિષય પોષે, એમ પણ સંભવતું નથી, પરંતુ ત્યાં તેની ભક્તિ આદિ જ કરે છે, એમ જ સંભવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે, ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે; તેને લોપવા માટે તેઓ કહે છે કે-“દેવનું એવું જ કર્તવ્ય છે.” એ સાચું, પરંતુ કર્તવ્યનું ફળ તો અવશ્ય હોય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જો ધર્મ થાય છે બીજે ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થયો, તો તેને અન્યની સદશ કેમ કહેવાય? કારણ કે-એ તો યોગ્યકાર્ય થયું. તથા પાપ થાય છે, તો ત્યાં “નમોહ્યુળ”નો પાઠ ભણ્યો, હવે પાપના ઠેકાણે એવો પાઠ શા માટે ભણ્યો ? 66 વળી એક વિચાર અહીં એ થાય છે કે-“ ળમોત્થળ”ના પાઠમાં તો અદ્વૈતની ભક્તિ છે. પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો, માટે જે અ૨હંતભક્તિની ક્રિયા છે તે પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ. વળી જો તે એમ કહે કે“દેવોને એવાં કાર્ય હોય છે, પણ મનુષ્યોને નહિ, કારણ કે પ્રતિમાદિ બનાવતાં મનુષ્યોને હિંસા થાય છે.” તો તેમનાં જ શાસ્ત્રોમાં એવું કથન છે કે-“ દ્રૌપદીરાણી સૂર્યાભદેવની માફક પ્રતિમાજીનું પૂજનાદિક કરવા લાગી, માટે મનુષ્યોને પણ એ કાર્ય કર્તવ્ય છે. અહીં એક એ વિચાર થાય છે કે-જો ચૈત્યાલય-પ્રતિમા બનાવવાની પ્રવૃત્તિ નહોતી, તો દ્રૌપદીએ પ્રતિમાનું પૂજન કેવી રીતે કર્યું? તથા એ પ્રવૃત્તિ જો હતી, તો બનાવવાવાળા ધર્માત્મા હતા કે પાપી ? જો તેઓ ધર્માત્મા હતા, તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય થયું. તથા પાપી હતા, તો ત્યાં ભોગાદિકનું પ્રયોજન તો હતું નહિ, પછી શા માટે બનાવ્યું? વળી દ્રૌપદીએ ત્યાં “ગનોત્સુખં ”નો પાઠ કર્યો, વા પૂજનાદિક કર્યું તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યો? જો કુતૂહલ કર્યું તો તે મહાપાપિણી થઈ, કારણ ધર્મથી કુતૂહલ શું? તથા ધર્મ કર્યો, તો બીજાઓએ પણ પ્રતિમાજીની સ્તુતિ-પૂજા કરવી યુક્ત છે. અહીં તેઓ એવી મિથ્યા યુક્તિ બનાવે છે કે-“ જેમ ઇંદ્રની સ્થાપનાથી ઇંદ્રની કાર્યસિદ્ધિ નથી, તેમ અરહંતપ્રતિમા વડે કાર્યસિદ્ધિ નથી.” પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા હોય તો એમ પણ માનીએ, પરંતુ તે તો વીતરાગી છે. આ જીવ ભક્તિરૂપ પોતાના ભાવોથી શુભળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ઠ-પાષાણની મૂર્તિ દેખી ત્યાં વિકારરૂપ થઈ અનુરાગ કરે, તો તેને પાપબંધ થાય, તેમ અરહંતના આકારરૂપ ધાતુ-કાષ્ઠ-પાષાણની મૂર્તિ દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તો શુભની પ્રાપ્તિ કેમ ન થાય? ત્યારે તે કહે છે કે-“ પ્રતિમા વિના જ અમે અરહંતમાં અનુરાગ વડે શુભ ઉપજાવીશું.” તેને કહીએ છીએ કે-આકાર દેખવાથી જેવો ભાવ થાય, તેવો પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લોકમાં પણ સ્ત્રીનો અનુરાગી એટલા જ માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલંબન વડે વિશેષ ભક્તિ થવાથી વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૬૭ અહીં કોઈ કહે કે “પ્રતિમાને જુઓ, પણ પૂજનાદિ કરવાનું શું પ્રયોજન છે?” ઉત્તર:- જેમ કોઈ, કોઈ જીવનો આકાર બનાવી રૌદ્રભાવોથી તેનો ઘાત કરે, તો તેને તે જીવની હિંસા કરવા સરખું પાપ લાગે છે; વા કોઇ, કોઇનો આકાર બતાવી દ્રષબુદ્ધિથી તેની બૂરી અવસ્થા કરે, તો જેનો આકાર બનાવ્યો છે, તેની બૂરી અવસ્થા કરવા સરખું ફળ નીપજે છે, તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગબુદ્ધિથી તેનું પૂજનાદિ કરે તો અરહંતનું પૂજનાદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે. તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ થતાં, પ્રત્યક્ષ દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજનાદિ કરીએ છીએ. અને એ ધર્માનુરાગથી મહાપુણ્ય ઊપજે છે. વળી તેઓ એવો કુતર્ક કરે છે કે જેને જે વસ્તુનો ત્યાગ હોય, તેની આગળ તે વસ્તુ ધરવી, એ હાસ્ય કરવા જેવું છે. માટે ચંદનાદિ વડે અરહંતનું પૂજન યુક્ત નથી. સમાધાનઃ-મુનિપદ લેતાં જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, હવે પાછળથી કેવળજ્ઞાન થતાં તીર્થકરદેવને ઈદ્ર સમવસરણાદિ બનાવ્યાં, છત્ર-ચામરાદિ કર્યા તે હાસ્ય કર્યું કે ભક્તિ કરી ? જો હાસ્ય કર્યું તો ઇદ્ર મહાપાપી થયો પણ એ તો બને નહિ; તથા ભક્તિ કરી, તો પૂજનાદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ. છાસ્થની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિતતા થઈ આવે છે, પણ કેવળી વા પ્રતિમાની આગળ અનુરાગ વડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી, કારણ કે-તેમને વિક્ષિપ્તતા થતી નથી, અને ધર્માનુરાગથી જીવનું ભલું થાય ત્યારે તે કહે છે કે પ્રતિમા બનાવવામાં, ચેત્યાલયાદિ કરાવવામાં અને પૂજનાદિ કરાવવામાં હિંસા થાય છે, અને ધર્મ તો અહિંસા છે; માટે હિંસા વડે ધર્મ માનવાથી મહાપાપ થાય છે, તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ. ઉત્તર- તેમનાં જ શાસ્ત્રોમાં એવું વચન છે કે सुच्चा जाणइ कल्लाणं, सुच्चा जाणइ पावगं। उभयं पि जाणये सुच्चा, जं सेयं तं समाचर।। અહીં “કલ્યાણ, પાપ અને ઉભય એ ત્રણને શાસ્ત્ર સાંભળીને જાણ,” એમ કહ્યું. હવે ઉભય તો પાપ અને કલ્યાણ મળતાં થાય, એવા કાર્યનું હોવું પણ ઠર્યું. ત્યાં १. श्रुत्वा जानीहि कल्याणं श्रुत्वा जानीहि पापम् , उभयपि जानीहि श्रुत्वा यत्सेव्यं तत्समाचर। અર્થ - કલ્યાણ (પુણ્ય) અને પાપને સાંભળીને જાણ, તથા એ બંનેને સાંભળીને જાણ, અને એમાંથી જે સેવવા યોગ્ય હોય તેનું સેવન કર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮] મોક્ષમાર્ગ પ્રકાશક અમે પૂછીએ છીએ કે-કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે, પરંતુ કેવળ પાપથી ઉભય બૂરું છે કે ભલું? જો બૂરું છે, તો એમાં તો કંઈક કલ્યાણનો અંશ મળેલો છે, તો તેને કેવળ પાપથી બૂરું કેમ કહેવાય? તથા જો ભલું છે, તો કેવળ પાપ છોડી એવાં કાર્ય કરવા યોગ્ય ઠર્યા, વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. કોઈ ત્યાગી મંદિરાદિ કરાવતો નથી, પણ સામાયિકાદિ નિરવધ કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેણે પ્રતિમાદિ કરાવવા-પૂજનાદિ કરવું ઉચિત નથી, પરંતુ કોઈ પોતાને રહેવા માટે મકાન બનાવે, તે કરતાં ચૈત્યાલયાદિ કરાવવાળો હીન નથી. હિંસા તો થઈ પણ પેલાને તો લોભ પાપાનુરાગની વૃદ્ધિ થઈ, ત્યારે આને લોભ છૂટયો અને ધર્માનુરાગ થયો. વળી કોઈ વ્યાપારાદિ કાર્ય કરે છે, તે જેમાં નુકશાન થોડું અને નફો ઘણો હોય તેવું જ કાર્ય છે, તેમ જ પૂજનાદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વ્યાપારાદિ કાર્ય કરે તો તેનાથી પૂજનાદિ કાર્ય કરવા હીણાં નથી, કારણ કે-ત્યાં તો હિંસાદિક ઘણી થાય છે, લોભાદિક વધે છે, તથા એ પાપની જ પ્રવૃત્તિ છે, અને અહીં હિંસાદિક કિંચિત્ થાય છે, લોભાદિક ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે. અથવા જે ત્યાગી ન હોય, પોતાના ધનને પાપમાં ખરચતા હોય, તેમણે તો ચૈત્સાલયાદિ કરાવવા યોગ્ય છે. તથા નિરવધ સામાયિકાદિ કાર્યોમાં ઉપયોગને ન લગાવી શકે, તેમને પૂજનાદિ કાર્ય કરવાનો નિષેધ નથી. અહીં તમે કહેશો કે-નિરવધ સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ, ધર્મમાં જ કાળ ગાળવો ત્યાં એવાં કાર્ય શા માટે કરીએ? ઉત્તર- જો શરીર વડે પાપ છોડવાથી જ નિરવધપણું થતું હોય તો એમ જ કરો, પણ તેમ તો થતું નથી, પરિણામોથી પાપ છૂટતાં જ નિરવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિકાદિકમાં જેના પરિણામ ન લાગે, તે પૂજનાદિ વડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે છે, અને ત્યાં નાના પ્રકારનાં અવલંબન વડે ઉપયોગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે, તો પાપકાર્યોમાં ઉપયોગ ભટકે, અને તેથી બૂરું થાય, માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે. તમે કહો છો કે “ધર્મના અર્થે હિંસા કરતાં તો મહાપાપ થાય છે, અને બીજા ઠેકાણે હિંસા કરતાં થોડું પાપ થાય છે” પણ પ્રથમ તો એ સિદ્ધાંતનું વચન નથી, અને યુક્તિથી પણ મળતું નથી. કારણ કે એમ માનતા તો ઇન્દ્ર જન્મકલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે છે, તથા સમવસરણમાં દેવો પુષ્પવૃષ્ટિ ચમર ઢાળવાં ઇત્યાદિ કાર્ય કરે છે, તો તે મહાપાપી થયો. તમે કહેશો કે તેમનો એવો જ વ્યવહાર છે.” પણ ક્રિયાનું ફળ તો થયા વિના રહેતું નથી. જો પાપ છે, તો ઇંદ્રાદિક તો સમ્યગ્દષ્ટિ છે, તેઓ એવું કાર્ય શા માટે કરે ? તથા જો ધર્મ છે, તો તેનો નિષેધ શા માટે કરો છો? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૬૯ વળી તમને જ પૂછીએ છીએ કે-તીર્થંકરની વંદના માટે રાજાઓ આદિ ગયા, સાધુવંદનાર્થે દૂર દૂર જઈએ છીએ, તથા સિદ્ધાંત સાંભળવા આદિ કાર્યો અર્થ ગમનાદિ કરીએ છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે. વળી સાધર્મી જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેનો સંસ્કાર કરીએ છીએ, સાધુ થતાં ઉત્સવ કરીએ છીએ. ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે. હવે ત્યાં પણ હિંસા તો થાય છે, પણ એ કાર્યો તો ધર્મના અર્થે જ છે. અન્ય કોઈ પ્રયોજન નથી. જો ત્યાં મહાપાપ ઊપજે છે, તો પૂર્વે એવાં કાર્ય કર્યા તેનો નિષેધ કરો, તથા આજે પણ ગૃહસ્થો એવાં કાર્ય કરે છે, તેનો પણ ત્યાગ કરો. અને જો ધર્મ ઊપજે છે, તો ધર્મને અર્થે હિંસામાં મહાપાપ બતાવી શા માટે ભમાવો છો ? માટે આ પ્રમાણે માનવું યુક્ત છે કે જેમ થોડું ધન ઠગાતાં જો ઘણા ઘનનો લાભ થતો હોય, તો તે કાર્ય કરવું ભલું છે, તેમ થોડી હિંસાદિક પાપ થતાં પણ જો ઘણો ધર્મ ઊપજતો હોય, તો તે કાર્ય કરવું યોગ્ય છે. જો થોડા ધનના લોભથી કાર્યને બગાડે તો તે મૂર્ખ છે, તેમ થોડી હિંસાના ભયથી મહાધર્મ છોડે તો તે પાપી જ થાય છે. વળી કોઈ ઘણું ધન ઠગાવે તથા થોડું ધન ઉપજાવે, વા ન ઉપજાવે તો તે મૂર્ખ છે; તેમ હિંસાદિવડે ઘણા પાપ ઉપજાવે, અને ભક્તિ આદિ ધર્મમાં થોડો પ્રવર્તે, વા ન પ્રવર્તે, તો તે પાપી જ થાય છે. વળી જેમ ઠગાયા વિના જ ધનનો લાભ હોવા છતાં પણ ઠગાય. તો તે મૂર્ખ છે; તેમ નિરવધધર્મરૂપ ઉપયોગ હોય, તો સાવધધર્મમાં ઉપયોગ લગાવવો યોગ્ય નથી. એ પ્રમાણે અનેક પરિણામો વડે પોતાની અવસ્થા જોઈ, જેથી ભલું થાય તે કરવું, પણ એકાંતપક્ષ કાર્યકારી નથી. બીજું, અહિંસા જ કેવળ ધર્મનું અંગ નથી, પણ રાગાદિકભાવ ઘટવા એ ધર્મનું મુખ્ય અંગ છે, માટે જેથી પરિણામોમાં રાગાદિ ઘટે તે કાર્ય કરવું. વળી ગૃહસ્થોને અણુવ્રતાદિનું સાધન થયા વિના જ સામાયિક, પ્રતિક્રમણ અને પ્રૌષધાદિ ક્રિયાઓનું આચરણ મુખ્ય કરાવે છે. હવે સામાયિક તો રાગ-દ્વેષરહિત સામ્યભાવ થતાં થાય છે, પણ પાઠમાત્ર ભણવાથી વા ઊઠ-બેસ કરવાથી તો થતું નથી. કદાચિત્ કહેશો કે અન્ય કાર્ય કરત, તે કરતાં તો ભલું છે!” એ સાચું, પરંતુ સામાયિકપાઠમાં પ્રતિજ્ઞા તો એવી કરે છે કે “મન-વચન-કાયાથી સાવધને કરીશ નહિ, કરાવીશ નહિ.” હવે મનમાં તો વિકલ્પ થયા જ કરે છે, તથા વચન-કાયામાં પણ કદાચિત્ અન્યથા પ્રવૃત્તિ થાય છે, ત્યાં પ્રતિજ્ઞા ભંગ થાય છે. હવે પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં તો ન કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહાપાપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦] મોક્ષમાર્ગ પ્રકાશક વળી અમે પૂછીએ છીએ કે-કોઈ પ્રતિજ્ઞા કરતો નથી પણ ભાષાપાઠ ભણે છે, અને તેનો અર્થ જાણી તેમાં ઉપયોગ રાખે છે; તથા કોઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતો નથી. પ્રાકૃતાદિના પાઠ ભણે છે પણ તેના અર્થનું પોતાને જ્ઞાન નથી, અને અર્થ જાણ્યા વિના ત્યાં ઉપયોગ રહે નહીં ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે, તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે; હવે એ બંનેમાં વિશેષ ધર્માત્મા કોણ ? જો પહેલાને કહેશો, તો તમે એવો જ ઉપદેશ કેમ કરતા નથી ? તથા બીજાને કહેશો, તો પ્રતિજ્ઞાભંગમાં પાપ ન થયું, અથવા પરિણામો અનુસાર ધર્માત્માપણું ન ઠર્યું, પણ પાઠાદિક કરવા અનુસાર ઠર્યું. માટે પોતાનો ઉપયોગ જેમ નિર્મળ થાય તે કાર્ય કરવું, સાધી શકાય તે પ્રતિજ્ઞા કરવી, તથા જેનો અર્થ જાણીએ તે પાઠ ભણવા, પણ પદ્ધતિવડે નામ ધરાવવામાં નફો નથી. વળી “પડિક્કમણ” નામ પૂર્વદોષ નિરાકરણ કરવાનું છે, હવે “મિચ્છામિ દુas” એટલું કહેવામાત્રથી તો દુષ્કૃત મિથ્યા થાય નહિ, પણ મિથ્યા થવા યોગ્ય પરિણામ થતાં જ દુષ્કૃત મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી. વળી પડિક્કમણના પાઠમાં તો એવો અર્થ છે કે બાર વ્રતાદિકમાં જે દુષ્કત લાગ્યાં હોય તે મિથ્યા થાઓ, પણ વ્રત ધાર્યા વિના જ તેનું પડિક્રમણ કરવું કેમ સંભવે? જેને ઉપવાસ ન હોય, તે ઉપવાસમાં લાગેલા દોષનું નિરાકરણપણું કરે તો તે અસંભવપણું જાણવું. તેથી એ પાઠ ભણવા કોઈ પ્રકારે બનતા નથી. વળી પોહમાં પણ સામાયિકવત્ પ્રતિજ્ઞા કરી પાળતા નથી, તેથી ત્યાં પણ પૂર્વોક્ત દોષ જ છે. “પોસહ” નામ તો પર્વનું છે. હવે પર્વના દિવસે પણ કેટલીક વખત પાપક્રિયા કરે છે, અને પાછળથી પોસહધારી થાય છે; હવે જેટલા કાળ બને તેટલા કાળ સાધન કરવામાં તો દોષ નથી, પણ ત્યાં પોસહુનું નામ રાખવું એ યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ પર્વમાં નિરવધ રહે તો જ પોસવું કહેવાય. જો થોડા કાળથી પણ “પોસહ” નામ થાય, તો સામાયિકને પણ પોસહુ કહો ! નહિ તો શાસ્ત્રમાં પ્રમાણ બતાવો કે જઘન્ય પોસહુનો આટલો કાળ છે, અમને તો મોટું નામ ધરાવી લોકોને ભમાવવા, એ પ્રયોજન ભાસે છે. વળી આખડી લેવાનો પાઠ તો કોઈ અન્ય ભણે, તથા અંગીકાર કોઈ અન્ય કરે. હવે પાઠમાં તો “મારે ત્યાગ છે” એવું વચન છે, માટે જે ત્યાગ કરે તે જ પાઠ ભણે, એમ જોઈએ. જો પાઠ ન આવડતો હોય તો ભાષામાં જ કહે. પરંતુ પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે. બીજું પ્રતિજ્ઞા ગ્રહણ કરવા-કરાવવાની મુખ્યતા છે, પણ તેને યથાવિધિ પાલન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર . [ ૧૭૧ કરવામાં શિથિલતા છે, અને ભાવ નિર્મળ થવાનો કાંઈ વિવેક નથી. આર્તપરિણામોવડ વા લોભાદિકવડ પણ ઉપવાસાદિક કરી ત્યાં ધર્મ માને છે, પણ ફળ તો પરિણામોવડે થાય છે. ઇત્યાદિક અને કલ્પિત વાતો તેઓ કહે છે, જે જૈનધર્મમાં સંભવે નહિ. એ પ્રમાણે જૈનમાં શ્વેતામ્બરમત છે, તે પણ દેવાદિક, તત્ત્વાદિક અને મોક્ષ-માર્ગાદિકનું અન્યથા નિરૂપણ કરે છે, માટે તે પણ મિથ્યાદર્શનાદિકના પોષક છે, તેથી ત્યાજ્ય છે. જૈનધર્મનું સત્યસ્વરૂપ આગળ કહીશું, જે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે. તેમાં પ્રવર્તવાથી તમારું કલ્યાણ થશે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રવિષે અન્યમતનિરૂપક પાંચમો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates - અધિકાર છઠ્ઠો કુદેવકુગુરુકુધર્મ-નિરાકરણ મિથ્યાદેવાદિક ભજે, થાયે મિથ્યાભાવ; તજી તેને સાચા ભજો, એ હિત હેતુ ઉપાય. અર્થ:- અનાદિકાળથી જીવોને મિથ્યાદર્શનાદિકભાવ છે, અને તેની પુષ્ટતાનું કારણ કુદેવ, કુગુરુ અને કુધર્મસેવન છે, તેનો ત્યાગ થતાં જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે, તેથી અહીં તેનું નિરૂપણ કરીએ છીએ: કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ જે હિતકર્તા નથી, તેને ભ્રમથી હિતકર્તા જાણી સેવન કરે, તે કુદેવ છે. તેનું સેવન ત્રણ પ્રકારના પ્રયોજન સહિત કરવામાં આવે છે. કોઈ ઠેકાણે મોક્ષનું પ્રયોજન છે. કોઈ ઠેકાણે પરલોકનું પ્રયોજન છે. તથા કોઈ ઠેકાણે આ લોકનું પ્રયોજન છે. હવે એમાંથી કોઈ પણ પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ કંઈક વિશેષ હાનિ થાય છે, તેથી તેનું સેવન મિથ્યાભાવ છે. તે અહીં દર્શાવીએ છીએ: અન્યમતમાં જેના સેવનથી મુક્તિ થવી કહી છે, તેને કોઈ જીવ મોક્ષને અર્થે સેવન કરે છે, પણ તેથી મોક્ષ થતો નથી. તેનું વર્ણન પૂર્વે અન્યમત અધિકારમાં જ કહ્યું છે. અન્યમતમાં કહેલા દેવને કોઈ “પરલોકમાં સુખ થાય-દુઃખ ન થાય” એવા પ્રયોજન અર્થે સેવે છે. હવે તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં, અને પાપ ન ઉપજાવતાં થાય છે; પણ પોતે તો પાપ ઉપજાવે, તથા કહે કે-“ઇશ્વર મારું ભલું કરશે,” પણ એ તો અન્યાય ઠર્યો. કારણ કે-ઇશ્વર કોઈને પાપનું ફળ આપે, કોઈને ન આપે, એવું તો છે નહિ. જેવો પોતાનો પરિણામ કરશે, તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું-બૂર કરવાવાળો ઇશ્વર કોઈ છે નહિ. વળી એ દેવોનું સેવન કરતાં, એ દેવોનું તો નામ દે, અને અન્ય જીવોની હિંસા કરે, તથા ભોજન-નૃત્યાદિ વડે પોતાના ઈદ્રિયવિષયોને પોષે, પણ પાપ-પરિણામોનું ફળ તો લાગ્યા વિના રહેતું નથી. હિંસા અને વિષય-કષાયોને સર્વ લોક પાપ કહે છે, તથા પાપનું ફળ પણ ખોટું જ છે, એમ સર્વ માને છે. વળી એ કુદેવોના સેવનમાં હિંસા અને વિષયાદિકનો જ અધિકાર છે, તેથી એ કુદેવોના સેવનથી પરલોકમાં ભલું થતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [૧૭૩ વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિનાશ, ધનાદિપ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુ:ખ મટાડવા, વા સુખ પામવાના અનેક પ્રયોજનપૂર્વક એ કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર-પેગંબરાદિકોને, ગાય-ઘોડાદિ તિર્યંચોને, અગ્નિ-જળાદિને તથા શાસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ! રોડાં ઇત્યાદિકને પણ પૂજે એવા કુદેવોનું સેવન મિથ્યાષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પનામાત્ર જ દેવ છે. એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય ? વળી કોઈ વ્યતરાદિક છે, પણ તે કોઈનું ભલું-બૂર કરવા સમર્થ નથી, જો તેઓ સમર્થ હોય, તો તેઓ જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી, તથા ઢષી થઈ બૂરું કરી શકતા નથી. અહીં કોઈ કહે કે-તેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, તથા તેમને માનતાં દુઃખ આપતા અટકી પણ જાય છે. ઉત્તર:- આને પાપનો ઉદય હોય, ત્યારે તેમને એવી જ કુતૂહલબુદ્ધિ થાય, જે વડે તેઓ ચેષ્ટા કરે છે; અને ચેષ્ટા કરતાં આ દુઃખી થાય છે. વળી કુતૂહલથી તે કંઈ કહે, અને આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કંઈ પણ કરી શકતા નથી. એ અહીં દર્શાવીએ છીએ-કોઈ જીવ તેમને પૂજે નહિ, અથવા તેમની નિંદા કરે, તો તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહિ. અથવા એમ પણ કહેતા જોવામાં આવે છે કે-“અમને ફ્લાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતરાદિક કાંઈ પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્ય-પાપથી જ સુખ-દુઃખ થાય છે. એટલે તેમને માનવાપૂજવાથી તો ઊલટો રોગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી. અહીં એમ જાણવું કે-જે કલ્પિત દેવ છે, તેમનો પણ કોઈ ઠેકાણે અતિશય-ચમત્કાર થતો જોવામાં આવે છે, પણ તે યંતરાદિવડે કરેલો હોય છે કોઈ પૂર્વપર્યાયમાં આનો સેવક હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ, ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ-જિન-પ્રતિમાદિકનો પણ અતિશય થતો સાંભળીએ જોઈએ છીએ, તે જિનકૃત નથી, પણ જૈની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક વ્યતરાદિકૃત થાય છે, તેમ કુદેવોનો કોઈ ચમત્કાર થાય છે તે તેમના અનુચર વ્યંતરાદિકો દ્વારા કર્યો હોય છે. વળી અન્યમતમાં “ભક્તોને પરમેશ્વરે સહાય કરી, વા પ્રત્યક્ષ દર્શન આપ્યાં,” ઇત્યાદિક કહે છે. ત્યાં કોઈ તો કલ્પિત વાતો કહે છે, તથા કોઈ તેમના અનુચર-વ્યંતરાદિક દ્વારા કરેલાં કાર્યોને પરમેશ્વરે કર્યા કહે છે. હવે જો પરમેશ્વરે કર્યા હોય તો પરમેશ્વર તો ત્રિકાલજ્ઞાની છે, સર્વ પ્રકારે સમર્થ છે, તો ભક્તોને દુ:ખ જ શામાટે થવા દે? પરંતુ આજે પણ જોઈએ છીએ કેપ્લેચ્છ આવીને ભક્તોને ઉપદ્રવ કરે છે, ધર્મ વિધ્વંસ કરે છે, ધર્મકાર્યમાં ઉપદ્રવ કરે છે, તથા મૂર્તિને વિન્ન કરે છે. હવે પરમેશ્વરને જ એ કાર્યોનું જ્ઞાન ન હોય, તો તેનામાં સર્વશપણું રહે નહિ. તથા જાણ્યા પછી જો તે સહાય ન કરે તો તેની ભક્તવત્સલતા ગઈ, વા તે સામર્થ્યહીન થયો. વળી જો તે સાક્ષીભૂત રહે છે, તો આગળ ભક્તોને સહાય કરી કહો છો, તે જૂઠ છે; કારણ તેની તો એકસમાન વૃત્તિ છે. વળી જો કહેશો કે-“એવી ભક્તિ નથી.” પણ મ્લેચ્છોથી તો આ ભલા છે! વા મૂર્તિ આદિ તો તેમની જ સ્થાપતિ હતી, તેને તો વિપ્ન ન થવા દેવું હતું? વળી મ્લેચ્છ–પાપીઓનો ઉદય થાય છે, તે પરમેશ્વરનો કર્યો થાય છે કે નહિ! જો પરમેશ્વરનો ર્યો થાય છે, તો તેઓ નિંદકોને સુખી કરે છે તથા ભક્તોને દુ:ખ દેવાવાળાઓને પેદા કરે છે. તો ત્યાં ભક્તવત્સલપણું કેવી રીતે રહ્યું? તથા જો પરમેશ્વરનો કર્યો નથી થતો, તો એ પરમેશ્વર સામર્થ્યહીન થયો; માટે એ પરમેશ્વરકૃત કાર્ય નથી, પણ કોઈ અનુચર-વ્યંતરાદિક જ એ ચમત્કારો બતાવે છે; એવો જ નિશ્ચય કરવો. પ્રશ્ન:- “કોઈ વ્યંતર પોતાનું પ્રભુત્વ કહે છે, અપ્રત્યક્ષને બતાવે છે, કોઈ કુસ્થાનનિવાસાદિ બતાવી પોતાની હીનતા કહે છે, પૂછવા છતાં બતાવતા નથી, ભ્રમ-રૂપ વચન કહે છે, અન્યને અન્યથા પરિસમાવે છે, તથા અન્યને દુઃખ આપે છે, ઇત્યાદિ વિચિત્રતા કેવી રીતે છે?” ઉત્તરઃ- વ્યંતરોમાં પ્રભુત્વની અધિકતા-હીનતા તો છે, પરંતુ કુસ્થાનમાં નિવાસાદિક બતાવી હીનતા દેખાડે છે, તે તો કુતૂહલથી વચન કહે છે. વ્યંતર બાળકની માફક કુતૂહલ કર્યા કરે છે, જેમ બાળક કુતૂહલથી પોતાને હીન દર્શાવે, ચિડાવે, ગાળ સાંભળે, રાડ પાડે, તથા પાછળથી હસવા લાગી જાય, તેમ ભંતર પણ ચેષ્ટા કરે છે. જો તેઓ કુસ્થાનવાસી હોય, તો ઉત્તમસ્થાનમાં આવે છે તે કોના લાવ્યા આવે છે? જો પોતાની મેળે જ આવે છે, તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્થાનમાં શામાટે રહે છે? માટે તેમનું ઠેકાણું તો તેઓ જ્યાં ઊપજે છે ત્યાં આ પૃથ્વીના નીચે વા ઉપર છે અને તે મનોજ્ઞ છે, પણ કુતૂહલ અર્થે તેઓ ઇચ્છાનુસાર કહે છે. વળી જો તેમને પીડા થતી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [૧૭૫ હોય, તો રોતા રોતા કેવી રીતે હસવા લાગી જાય? હા! એટલું છે કે-મંત્રાદિકની અચિંત્યશક્તિ છે. ત્યાં કોઈ સાચા મંત્રને નિમિત્તનૈમિત્તિક સંબંધ થાય, તો તેનાથી કિંચિત્ ગમનાદિ થઈ શકે નહિ, વા કિંચિત્ દુ:ખ ઊપજે છે, વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો તે અટકી જાય, વા પોતાની મેળે પણ અટકી જાય. ઇત્યાદિ મંત્રની શક્તિ છે. પરંતુ સળગાવવું આદિ થતું નથી; મંત્રવાળો જ સળગાવ્યું કહે છે. તે ફરી પ્રગટ થઈ જાય છે કારણ કે-વૈક્રિયક શરીરને સળગાવવું આદિ સંભવતું નથી. વળી વ્યંતરોને અવધિજ્ઞાન કોઈને અલ્પક્ષેત્ર-કાળ જાણવાનું છે, તથા કોઈને ઘણું છે; ત્યાં તેને જો ઇચ્છા હોય, અને ઘણું જ્ઞાન હોય, તો કોઈ અપ્રત્યક્ષને પૂછતાં તેનો ઉત્તર આપે, વા પોતાને અલ્પજ્ઞાન હોય, તો કોઈ અન્ય મહજ્ઞાનીને પૂછી આવી જવાબ આપે. વળી જો પોતાને અલ્પજ્ઞાન હોય, અને ઇચ્છા ન હોય, તો પૂછવા છતાં પણ તેનો ઉત્તર ન આપે, એમ સમજવું. વળી અલ્પજ્ઞાનવાળા વ્યંતરાદિકને ઊપજ્યા પછી કેટલાક કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન હોઈ શકે છે. પછી તેનું સ્મરણમાત્ર જ રહે છે. તેથી ત્યાં કોઈ ઇચ્છાવડ પોતે કાંઈ ચેષ્ટા કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે, તો તેને અવધિજ્ઞાન થોડું હોવાથી જાણ્યા વિના કેવી રીતે કહે? વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહિ, વા ઇચ્છા ન હોય, અથવા માનકુતૂહલાદિથી ઉત્તર ન આપે વા જૂઠ પણ બોલે; એમ સમજવું. દેવોમાં એવી શક્તિ છે કે–તેઓ પોતાના વા અન્યના શરીરને વા પુદ્ગલસ્કંધોને પોતાની ઇચ્છાનુસાર પરિણાવે છે, તેથી નાનાપ્રકારના આકારાદિરૂપ પોતે થાય. નાના-પ્રકારના ચરિત્ર બતાવે, વા અન્ય જીવના શરીરને રોગાદિયુક્ત કરે. અહીં એટલું સમજવું કે પોતાના શરીરનો, અન્ય પુદ્ગલસ્કંધોને, પોતાની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ તેઓ પરિણમાવી શકે છે, કારણ કે તેમનામાં સર્વ કાર્ય કરવાની શક્તિ નથી. વળી અન્ય જીવોના શરીરાદિકને તેના પુણ્ય-પાપાનુસાર પરિણમાવી શકે છે. જો તેને પુણ્યનો ઉદય હોય, તો પોતે રોગાદિરૂપ પરિણમાવી શકે નહિ, તથા પાપનો ઉદય હોય તો તેનું ઇષ્ટકાર્ય પણ કરી શકે નહિ. એ પ્રમાણે વ્યંતરાદિકની શક્તિ જાણવી. પ્રશ્ન:- એટલી જેની શક્તિ હોય, તેને માનવા-પૂજવામાં શો દોષ? ઉત્તરઃ- પોતાને પાપનો ઉદય જો હોય તો તેઓ સુખ આપી શકે નહિ, તથા પુણ્યનો ઉદય હોય તો દુ:ખ આપી શકે નહિ. વળી તેમને પૂજવાથી કાંઈ પુણ્યબંધ થતો નથી, પણ રાગાદિવૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે, તેથી તેમને માનવા-પૂજવા કાર્યકારી નથી, પણ બૂરું કરવાવાળા છે. વ્યંતરાદિક મનાવે-પૂજાવે છે, તે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક કુતૂહલાદિક જ કરે છે, પણ કોઈ વિશેષ પ્રયોજન રાખતાં નથી. જે તેમને માને-પૂજે તેનાથી કુતૂહલ કર્યા કરે, તથા જે ન માને-પૂજે તેને કાંઈ કહે નહિ. જો તેમને પ્રયોજન જ હોય, તો ન માનવા-પૂજવાવાળાને તેઓ ઘણા દુઃખી કરે, પણ જેને ન માનવા-પૂજવાનો નિશ્ચય છે, તેને તેઓ કાંઈ પણ કહેતા દેખાતા નથી. વળી પ્રયોજન તો સુધાદિકની પીડા હોય તો હોય, પણ તે તો તેમને વ્યક્ત થતી નથી, જો થતી હોય તો તેમના અર્થે નૈવેધાદિક આપીએ છીએ, તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી? અથવા બીજાઓને જમાડવા આદિ કરવાનું શા માટે કહે છે? તેથી તેમની ક્રિયા કુતૂહલમાત્ર છે. અને પોતાને તેમને કુતૂહલનું સ્થાન થતાં દુઃખ જ થાય, હીનતા થાય, માટે તેમને માનવા-પૂજવા યોગ્ય નથી. પ્રશ્ન:- એ વ્યંતરો એમ કહે છે કે “ગયા આદિમાં પિંડદાન કરો, તો અમારી ગતિ થાય, અમે ફરીથી આવીએ નહિ.” એ શું છે? ઉત્તરઃ- જીવોને પૂર્વભવના સંસ્કાર તો રહે જ છે, અને વ્યંતરોને પૂર્વભવના સ્મરણાદિથી વિશેષ સંસ્કાર છે, તેથી પૂર્વભવમાં તેને એવી જ વાસના હતી કે “ગયાદિકમાં પિંડદાનાદિ કરતાં ગતિ થાય છે, તેથી તેઓ એવાં કાર્ય કરવાનું કહે છે. મુસલમાન વગેરે મરીને વ્યંતર થાય છે, તેઓ એ પ્રમાણે કહેતા નથી. તેઓ પોતાના સંસ્કારરૂપ જ વાકય કહે છે. જો સર્વ શ્રેતરોની ગતિ એ જ પ્રમાણે થતી હોય, તો બધા સમાન પ્રાર્થના કરે, પણ એમ તો નથી, એમ સમજવું. એ પ્રમાણે વ્યંતરાદિનું સ્વરૂપ સમજવું. વળી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષીને પૂજે છે, તે પણ ભ્રમ છે. સૂર્યાદિકને પણ પરમેશ્વરનો અંશ માની પૂજે છે, પણ તેમનામાં તો એક પ્રકાશની જ અધિકતા ભાસે છે, હવે પ્રકાશમાન તો અન્ય રત્નાદિક પણ છે, તેનામાં અન્ય કોઈ એવું લક્ષણ નથી, કે જેથી તેને પરમેશ્વરનો અંશ માનીએ. ચંદ્રમાદિકને પણ ધનાદિની પ્રાપ્તિ અર્થે પૂજે છે. પણ તેને પૂજવાથી જ જો ધન થતું હોય, તો સર્વ દરિદ્રીએ કાર્ય કરે છે, તેથી એ પણ મિથ્યાભાવ છે. વળી જ્યોતિષના વિચારથી ખોટા ગ્રહાદિક આવતાં તેનું પૂજનાદિક કરે છે, તેના અર્થે દાનાદિક આપે છે, પણ તે તો જેમ હરણાદિક પોતાની મેળે ગમનાદિક કરે છે, હવે તે પુરુષને જમણી–ડાબી બાજુએ આવતાં આગામી સુખ-દુઃખના જ્ઞાનનું કારણ થાય છે, પણ કાંઈ સુખ-દુ:ખ આપવા તે સમર્થ નથી; તેમ ગ્રહાદિક સ્વયં ગમનાદિક કરે છે, અને તે પ્રાણીને યથાસંભવ યોગ પ્રાપ્ત થતાં; આગામી સુખ-દુ:ખ થવાના જ્ઞાનનું કારણ થાય છે. પણ કાંઈ સુખ-દુ:ખ આપવા નથી. કોઈ તેમનું પુજનાદિક કરે છે. તેને પણ ઇષ્ટ થતું નથી, તથા કોઈ નથી કરતાં. છતાં તેને ઇષ્ટ થાય છે, માટે તેમનું પૂજનાદિ કરવું તે મિથ્યાભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [ ૧૭૭ અહીં કોઈ કહે કે “આપવું, પૂજનાદિ કરવું એ તો પુણ્ય છે, તેથી તે ભલું જ છે.” તેનો ઉત્તર-ધર્મના અર્થે આપવું, પૂજનાદિ કરવું એ પુણ્ય છે, પણ અહીં તો દુઃખના ભયથી અને સુખના લોભથી આપે છે, પૂજે છે, તેથી તે પાપ જ છે. ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષીદેવોને પૂજે છે, તે મિથ્યા છે. વળી દેવી-દહાડી આદિ છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષિણી છે, તેનું અન્યથા સ્વરૂપ માની કોઈ પૂજનાદિક કરે છે, તથા કોઈ કલ્પિત છે, તેનું પણ કલ્પના વડે જ પૂજનાદિક કરે છે. એ પ્રમાણે વ્યંતરાદિકના પૂજનનો નિષેધ કર્યો. પ્રશ્ન:- ક્ષેત્રપાલ, દાડી અને પદ્માવતી આદિ દેવી, તથા યક્ષ-યક્ષિણી આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી? ઉત્તર:- જૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી. વળી તેમને સમ્યત્વી માની પૂજીએ છીએ; તો ભવનત્રિક દેવોમાં સમ્યકત્વની પણ મુખ્યતા નથી. તથા જો સમ્યકત્વ વડે જ પૂજીએ, તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? તમે કહેશો તે “આમને જિનભક્તિ વિશેષ છે,” પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂછો છો? તમે કહેશો કે “જેમ રાજાને પ્રતિહારાદિક છે, તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલાદિક છે, પણ સમવસરણાદિમાં તો તેમનો અધિકાર જ નથી. માટે એ જૂઠી માન્યતા છે. વળી જેમ પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે. તેમ એ તીર્થકરનો મેળાપ કરાવતા નથી. ત્યાં તો જેને ભક્તિ હોય, તે તીર્થંકરનાં દર્શનાદિક કરે છે, અને એ પણ કાંઈ કોઈને આધીન નથી. જુઓ તો ખરા આ અજ્ઞાનતા! આયુધાદિસહિત, અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાઈ ગાઈને ભક્તિ કરે છે. હવે જૈનમતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો એ પણ અન્યમતના સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા હોય એ પ્રમાણે ક્ષેત્રપાલાદિકને પણ પૂજવા યોગ્ય નથી. વળી ગાય-સર્પાદિક તિર્યંચ, કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ, તથા તેમની નિંદદશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ, જલાદિક સ્થાવર છે, તે તો તિર્યચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ. તથા શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઇએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮] મોક્ષમાર્ગ પ્રકાશક છીએ. તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી, તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ વા અનુમાનથી પણ કાંઈ ફલપ્રાતિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા એ યોગ્ય નથી. એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવા-માનવાનો નિષેધ છે. જુઓ તો ખરા મિથ્યાત્વની મહિમા ! લોકમાં તો પોતાનાથી નીચાને નમતાં પોતાને નિંદ્ય માને છે, પણ અહીં મોહિત બની રોડાંપર્યતને પૂજતાં પણ નિંઘતા માનતો નથી. લોકમાં પણ જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે, તેની જ સેવા કરે છે, પણ મોહિત બની “કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે” તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે. વળી આ કુદેવોનું સેવન કરતાં હજારો વિદ્ઘ થાય, તેને તો ગણે નહિ, અને કોઈ પુણ્યના ઉદયથી ઈષ્ટ કાર્ય થઈ જાય તેને કહે કે “આના સેવનથી આ કાર્ય થયું. કુદેવાદિકના સેવન કર્યા વિના જે ઇષ્ટકાર્યો થાય, તેને તો ગણે નહિ, પણ કોઈ અનિષ્ટ થાય, તેને કહે કે આનું સેવન કર્યું નહિ, તેથી અનિષ્ટ થયું.' એટલું પણ વિચારતો નથી કે-જો ઇષ્ટ-અનિષ્ટ કરવું તેમના જ આધીન હોય, તો જે તેમને પૂજે, તેને ઇષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે, તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી. કારણ કે-શીતલાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જઈએ છીએ. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી. પ્રશ્ન:- “કાર્યકારી ભલે ન હો! પણ તેને માનવાથી કાંઈ બિગાડ તો થતો નથી ?' ઉત્તર:- જો બિગાડ ન થતો હોય, તો અમે શા માટે નિષેધ કરીએ? પરંતુ તેમને માનવાથી એક તો મિથ્યાત્વાદિક દઢ થવાથી મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ મોટો બિગાડ છે. બીજું એનાથી પાપબંધ થાય છે, અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છીએ એ જ બિગાડ છે. પ્રશ્ન:- મિથ્યાત્વાદિ ભાવ તો અતત્ત્વશ્રદ્ધાનાદિક થતાં થાય, તથા પાપબંધ ખરાબ કાર્યો કરતાં થાય છે, પણ આમને માનવાથી મિથ્યાત્વાદિભાવ અને પાપબંધ કેવી રીતે થાય? ઉત્તર:- પ્રથમ તો પરદ્રવ્યોને ઈષ્ટ–અનિષ્ટ માનવાં, એ જ મિથ્યાત્વ છે, કારણ કે-કોઈ દ્રવ્ય કોઈનું મિત્ર-શત્રુ છે જ નહિ. વળી જે ઇષ્ટ–અનિષ્ટ પદાર્થ મળે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે, માટે જેમ પુણ્યબંધ થાય, પાપબંધ ન થાય તેમ કરો. જો કર્મના ઉદયનો પણ નિશ્ચય ન હોય, અને કેવળ ઇષ્ટ-અનિટ બાહ્યકારણોના સંયોગ-વિયોગનો ઉપાય કરે, તોપણ કુદેવને માનવાથી ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કાંઈ દૂર થતી નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [૧૭૯ પરંતુ કેવળ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, વળી તેથી પુણ્યબંધ પણ થતો નથી, પાપબંધ જ થાય છે. એ કુદેવો કોઈને ધનાદિક આપતા કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી એ બાહ્યકારણ પણ નથી, તો એની માન્યતા શા માટે કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમબુદ્ધિ થાય, જીવાદિતત્ત્વોના શ્રદ્ધાન-જ્ઞાનનો અંશ પણ ન હોય, તથા રાગ-દ્વેષની અત્યંત તીવ્રતા હોય ત્યારે જ જે કારણ નથી, તેને પણ ઇષ્ટ-અનિષ્ટનું કારણ માને છે ત્યારે કુદેવોની માન્યતા થાય છે. એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદિભાવ થતાં, મોક્ષમાર્ગ અતિ દુર્લભ થઈ જાય છે. હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએ: કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ જે જીવ વિષય-કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રયવડ પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે ધર્મપદ્ધતિમાં તો વિષય-કષાયાદિ છૂટતાં જેવો ધર્મ ધારે, તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધ ત્યાં કોઈ તો કુળવડે પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કેઅમારું કુળ જ ઉચ્ચ છે, તેથી અમે સર્વના ગુરુ છીએ.” પણ કુળની ઉચ્ચતા તો ધર્મસાધનથી છે. જો કોઈ ઉચ્ચકુળમાં ઊપજીને હીન આચરણ કરે, તો તેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો કુળમાં ઊપજવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો, પણ એમ બને નહિ. ભારતગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે, ત્યાં “જે બ્રાહ્મણ થઈ ચાંડાલકાર્ય કરે, તેને ચાંડાલબ્રાહ્મણ કહેવા,” એમ કહ્યું છે. જો કુળથી જ ઉચ્ચપણું રહે, તો એવી હીનસંજ્ઞા શા માટે આપી ? વળી વૈષ્ણવશાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે “વેદવ્યાસાદિક માછલી આદિથી ઊપજ્યાં.” તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે રહ્યો? તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે, તેથી સર્વનું એક જ કુળ છે, ભિન્ન કુળ કયાં રહ્યું? વળી ઉચ્ચકુળની સ્ત્રીને નીચકુળના પુરુષથી તથા નીચકુળની સ્ત્રીને ઉચ્ચકુળના પુરુષથી સંગમ થતાં સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ-નીચ કુળનું પ્રમાણ કયાં રહ્યું? પ્રશ્ન:- જો એમ છે, તો ઉચ્ચ-નીચ કુળનો વિભાગ શા માટે માનો છો ? ઉત્તર:- લૌકિક કાર્યમાં તો અસત્ય પ્રવૃત્તિ પણ સંભવે, પરંતુ ધર્મકાર્યમાં તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦] મોક્ષમાર્ગ પ્રકાશક અસત્યતા સંભવે નહિ. માટે ધર્મપદ્ધતિમાં તો કુળ અપેક્ષા મહંતપણું સંભવતું નથી, પણ ધર્મસાધનથી જ મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે, તે ધર્મપ્રવૃત્તિથી છે; ધર્મપ્રવૃત્તિ છોડી હિંસાદિક પાપપ્રવૃત્તિમાં પ્રવર્તતાં મહંતપણું કેવી રીતે રહે? વળી કોઈ કહે છે કે “અમારા પૂર્વવડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા છે, વા ધર્માત્મા થયા છે અને અમે તેની સંતતિ છીએ. માટે અમે ગુરુ છીએ.” પણ એ વડીલોના વડીલો તો એવા હતા નહિ, હવે તેમની સંતતિમાં આમને ઉત્તમ કાર્ય કરતાં જો ઉત્તમ માનો છો. તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને શા માટે ઉત્તમ માનો છો? શાસ્ત્રોમાં વા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે પિતા શુભ કાર્ય વડે ઉચ્ચપદ પામે છે, તથા પુત્ર અશુભ કાર્ય વડ નીચપદ પામે છે. વા પિતા અશુભ કાર્ય વડે નીચપદ પામે છે, ત્યારે પુત્ર શુભ કાર્ય વડે ઉચ્ચપદ પામે છે. માટે પૂર્વ-વડીલોની અપેક્ષાએ મહંતતા માનવી યોગ્ય નથી. એ પ્રમાણે કુળ વડે ગુરુપણું માનવું, એ મિથ્યાભાવ સમજવો. વળી કોઈ-પટ્ટા વડે ગુરુપણું માને છે. પૂર્વે કોઈ મહાન પુરુષ થયો હોય, તેની પાટે જે શિષ્ય-પ્રતિશિષ્ય ચાલ્યા આવતા હોય, તેમાં એ મહંતપુરુષ જેવા ગુણ ન હોય, તોપણ તેમાં ગુરુપણું માનવામાં આવે છે. જો એમ જ હોય, તો એ પાટમાં કોઈ ગાદીપતિ પરસ્ત્રીગમનાદિ મહાપાપકાર્ય કરશે, તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે, પણ એમ તો સંભવે નહિ. તથા જો તે મહાપાપી છે, તો તેને ગાદીનો અધિકાર જ કયાં રહ્યો? માટે જે ગુરુપદયોગ્ય કાર્ય કરે, તે જ ગુરુ છે. વળી કોઈ-પહેલાં તો સ્ત્રી આદિના ત્યાગી હતા, પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહાદિ કાર્ય કરી ગૃહસ્થ થયા, તેમની સંતતિ પણ પોતાને ગુરુ માને છે, પણ ભ્રષ્ટ થયા પછી ગુરુપણું કયાં રહ્યું? ગૃહસ્થવત્ એ પણ થયા. હા! એટલું વિશેષ થયું કે-આ ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થયા, તો તેમને મૂળગૃહસ્થધર્મી કેવી રીતે ગુરુ માને? વળી કોઈ અન્ય તો બધાં પાપકાર્ય કરે, પણ માત્ર એક સ્ત્રી પરણે નહિ, અને એ જ અંગ વડે પોતાનામાં ગુરુપણું માને છે. હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, પરંતુ હિંસાપરિગ્રહાદિક પણ પાપ છે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા-ગુરુ કેવી રીતે મનાય ? બીજું એ કાંઈ ધર્મબુદ્ધિથી વિવાહાદિકનો ત્યાગી થયો નથી, પણ કોઈ આજીવિકા વા લજ્જાદિ પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી. જો ધર્મબુદ્ધિ હોત, તો હિંસાદિક શા માટે વધારત? વળી જેનામાં ધર્મબુદ્ધિ નથી, તેને શીલની દઢતા પણ રહે નહિ, અને વિચાર્યું કરે નહિ ત્યારે તે પરસ્ત્રીગમનાદિ મહાપાપ ઉપજાવે, તેથી એવી ક્રિયા હોવા છતાં તેનામાં ગુપણું માનવું એ મહા ભ્રમબુદ્ધિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮૧ છઠ્ઠો અધિકાર વળી કોઈ-કોઈ પ્રકારના વેષ ધારવાથી ગુરુપણું માને છે. પણ માત્ર વેષ ધારવામાં શો ધર્મ થયો, કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? તેમાં કોઈ ટોપી પહેરે છે, કોઈ ગૂદરી (ગોદડી ) રાખે છે, કોઈ ચોળો પહેરે છે, કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલ વસ્ત્ર રાખે છે, કોઈ શ્વેતવસ્ત્ર રાખે છે, કોઈ ભગવાં રાખે છે, કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગછાલા પહેરે છે, તથા કોઈ રાખ લગાવે છે, ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. પણ જો શીત-ઉષ્ણાદિક સહન થતાં નથી, તથા લજા છૂટી નથી. તો પાઘડી અને અંગરખાદિ પ્રવૃત્તિરૂપ વસ્ત્રાદિકનો શામાટે ત્યાગ કર્યો ? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? પણ માત્ર ગૃહસ્થોને ઠગવા માટે જ એવા વેષો છે, એમ જાણવું. કારણ કે જો તેઓ ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ રાખે, તો ગૃહસ્થ કેવી રીતે ઠગાય? પણ તેમને આવા વેષ દ્વારા આ ગૃહસ્થો પાસેથી આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે, અને ભોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે, પણ એ ભ્રમ છે. “ઉપદેશ-સિદ્ધાંતરત્ન'માં કહ્યું છે કે जइ कुवि वेस्सारत्तो, मुसिज्जमाणो विमण्णए हरिसं, तह मिच्छवेसमुह्यिा गयं पि ण मुणंति धम्मणिहिं।। ५।। (ઉપદેશસિદ્ધાંતરત્નમાળા) અર્થ:- જેમ કોઈ વેશ્યાસક્ત પુરુષ ધનાદિ ઠગાવતો હોવા છતાં પણ હર્ષ માને છે, તેમ મિથ્યાવેષ વડે ઠગાતા જીવો, નાશ પામતા ધર્મધનને જાણતા નથી. ભાવાર્થ-એ મિથ્યાવેષવાળા જીવોની સુશ્રુષાદિથી પોતાનું ધર્મધન નાશ થાય છે, તેનો તો તેમને ખેદ નથી, પણ ઊલટા મિથ્થાબુદ્ધિથી હર્ષ કરે છે. ત્યાં કોઈ તો-મિથ્યાશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેષને ધારણ કરે છે; એ શાસ્ત્રોના રચવાવાળા પાપાશયીઓએ સુગમક્રિયાથી, ઉચ્ચપદપ્રાતિના પ્રરૂપણથી “અમારી માન્યતા થશે, વા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે,” એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. અને તેની પરંપરાવડે વિચારરહિત જીવો, એટલો પણ વિચાર કરતા નથી કે સુગમક્રિયાથી ઉચ્ચપદપ્રાતિ બતાવે છે, ત્યાં કંઈક દગો છે! પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે. વળી કોઈ–શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ, અને પોતાનું ઉચ્ચ નામ ધરાયા વિના લોક માને પણ નહિ, એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન, ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ તેવા આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે છે. અને એવા અનેક વેષ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે. પ્રશ્નઃ- વેષ તો ઘણા પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા-જૂઠા વેષની પિછાણ કેવી રીતે થાય ? ઉત્તર:- જે વેષમાં વિષય-કષાયનો કાંઈ પણ લગાવ નથી, તે વેષ સાચો છે. એ સાચો વેષ ત્રણ પ્રકારનો છે, બાકીના સર્વવેષ મિથ્યા છે. એ જ વાત પપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્ય કહી છે: एगं जिणस्स रूवं, वीयं उक्ट्ठिसावयाणं तु, अवरट्ठियाण तइयं, चउत्थ पुण लिंग दंसणंणत्थि।। १८ ।। (दर्शनपाहुड) અર્થ:- એક તો જિનસ્વરૂપ-નિગ્રંથ દિગંબર મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટશ્રાવકરૂપ-દશમીઅગિયારમી પ્રતિમાધારક શ્રાવકલિંગ, અને ત્રીજું આર્થિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ, એ પ્રમાણે એ ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે, ચોથું લિંગ સમ્યકદર્શનસ્વરૂપ કોઈ નથી. ભાવાર્થ-એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી. પણ મિથ્યાદષ્ટિ છે. વળી એ વેષોમાં કોઈ વેપી પોતાના વેષની પ્રતીતિ કરાવવા અર્થે કિંચિત ધર્મના અંગને પણ પાળે છે, જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવાવાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે, તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચપદ મનાવે છે. પ્રશ્ન:- જેટલું ધર્મસાધન કર્યું, તેનું તો ફળ થશે? ઉત્તરઃ- જેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી, કણમાત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી છે; પણ એકાશનનું નામ ધરાવી, કોઈ કિંચિયૂન ભોજન કરે, તોપણ તે ધર્માત્મા છે; તેમ કોઈ ઉચ્ચપદનું નામ ધરાવી, તેમાં કિંચિત્ પણ અન્યથા પ્રવર્તે, તો તે મહાપાપી છે, પણ નીચાપદનું નામ ધરાવી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા છે. માટે ધર્મસાધન તો જેટલું બને તેટલું કરો, એમાં કાંઈ દોષ નથી, પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં તો તે મહાપાપી જ થાય છે. પપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે जहजायरूवसरिसो, तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु , जइ लेइ अप्प बहुयं, तत्तो पुण जइ णिग्गोयं ।। १८ ।। ( सूत्रपाहुड) અર્થ - મુનિપદ છે તે યથાજાતરૂપ સદેશ છે; જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે. એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુસમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાપિ તેને થોડીઘણી પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદ જાય. જુઓ! ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી, કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [ ૧૮૩ મોક્ષનો અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. જાઓ! આ હુંડાવસર્પિણીકાળમાં આ કળિકાળ પ્રવર્તે છે, જેના દોષથી જૈનમતમાં પણ આજે વિષયકષાયાસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે. તેઓ સર્વસાવધના ત્યાગી થઈ પંચમહાવ્રતાદિ અંગીકાર કરે છે, છતાં શ્વેત-રક્તાદિ વસ્ત્રોને ગ્રહણ કરે છે. ભોજનાદિમાં લોલુપી હોય છે, પોતપોતાની પદ્ધતિ વધારવામાં ઉદ્યમી હોય છે. કોઈ ધનાદિક પણ રાખે છે, તથા હિંસાદિ નાના પ્રકારના આરંભ કરે છે. પણ અલ્પપરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ કહ્યું છે, તો આવા પાપોનું ફળ તો અનંત સંસાર અવશ્ય હોય. વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ! કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે, તેને તો તેઓ પાપી કહે છે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં તેને ગુરુ માને છે, મુનિ સમાન તેનું સન્માનાદિક કરે છે. શાસ્ત્રમાં કૃત-કારિત-અનુમોદનાનું ફળ એકસરખું કહ્યું છે, તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે. મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય અને તે પોતાની મેળે જ મુનિ થવા ઇચ્છે, ત્યારે શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે. આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્ત્વજ્ઞાનરહિત અને વિષયાસક્ત જીવને, માયાવડ વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન અન્યાય એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો. હવે એ કથનને દઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ. ઉપદેશસિદ્ધાંતરત્નમાળા'માં કહ્યું છે કે गुरुणो भट्टा जाय, सद्दे थुणिऊणलिंति दाणाइ; दोण्णवि अमुणिअसारा, दूसमिसमयम्मि बुड्ढति।। ३१ ।। અર્થ- કાળદોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા, ભાટ સમાન શબ્દોવડ દાતારની સ્તુતિ કરીને, દાનાદિ ગ્રહણ કરે છે. પણ તેથી આ દુષમકાળમાં દાતારે અને પાત્ર બંને સંસારસમુદ્રમાં ડૂબે છે. વળી ત્યાં કહ્યું છે કે सप्पे दिढे णासइ, लोओ णाहि कोवि किंपि अवखेई; નો વડુ ગુરુ સર્પ, ET! મૂઢા મા તં–હુકંપા રૂદ્ II અર્થ સર્પને દેખી કોઈ ભાગે, તેને તો લોક કાંઈ પણ કહે નહિ, પણ હાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] મોક્ષમાર્ગ પ્રકાશક હાય જુઓ તો ખરા ! કે આ કુગુરુસર્પને કોઈ છોડે, તેને મૂઢ લોકો દુષ્ટ અને બૂરો કહે છે! सप्पो इक्कं मरणं, कुगुरु अणंताइ देह मरणाइं, तो वर सप्पं गyि, मा कुगुरुसेवणं भट्ट ।। ३७।। અર્થ- સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે, પણ આ કુગુરુ અનંત મરણ આપે છે, અનંતવાર જન્મ-મરણ કરાવે છે. માટે હે ભદ્ર! સાપને ગ્રહણ કરવો તો ભલો છે, પરંતુ કુગુરુનું સેવન ભલું નથી. બીજી ગાથાઓ પણ ત્યાં આ શ્રદ્ધાન દઢ કરવા માટે ઘણી કહી છે, તે ગ્રંથમાંથી જોઈ લેવી. સંઘપટ્ટકમાં પણ કહ્યું છે કે क्षुत्क्षामः किल कोपि रंकशिशुकः प्रवृज्य चैत्ये क्वचित् , कृत्वा किंच न पक्षमक्षतकलिः प्राप्तस्तदाचार्यकम्; चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति, स्वं शक्रीयति बालिशीयति बुधान् विश्वं बराकीयति। અર્થ- જુઓ! સુધાવડે કૃશ કોઈ રંકનું બાળક, કોઈ ચેત્યાલયાદિમાં દીક્ષા ધારી, પાપરહિત ન હોવા છતાં, કોઈ પક્ષવડે આચાર્યપદને પ્રાપ્ત થયું હવે તે ચૈત્યાલયમાં પોતાના ઘરસમાન પ્રવર્તે છે. પોતાના ગચ્છમાં કુટુંબસમાન પ્રવર્તે છે, પોતાને ઇંદ્રસમાન મહાન માને છે, જ્ઞાનીજનોને બાળકસમાન અજ્ઞાની માને છે, તથા સર્વ ગૃહસ્થોને રંકસમાન માને છે. એ મહાન આશ્ચર્ય છે. વળી “વૈÍતો ન વર્જિતો ન ર ર રીતો” ઇત્યાદિ કાવ્ય છે. જેનાથી જન્મ થયો નથી, વધ્યો નથી, મૂલ્ય આપી દીધો નથી, તથા દેણદાર થયો નથી, ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ નથી, છતાં ગૃહસ્થોને બળદની માફક હાંકે છે, તથા જોરાવરીથી દાનાદિ લે છે, પણ હાય ! હાય! આ જગત રાજા વડ રહિત છે, અર્થાત્ કોઈ ન્યાય પૂછવાવાળો નથી. અહીં કોઈ કહે કે “એ તો શ્વેતાંબરરચિત ઉપદેશ છે, તેથી સાક્ષી શામાટે આપો છો?” ઉત્તરઃ- જેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે, તેનો ઉત્તમ પુરુષને તો સહજ નિષેધ થયો. તેમ જેને વસ્ત્રાદિ ઉપકરણ કહ્યાં છે, તેઓ પણ જેનો નિષેધ કરે, તો દિગંબર ધર્મમાં તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થયો. વળી દિગંબર ગ્રંથોમાં પણ એ શ્રદ્ધાનનાં પોષક વચનો છે. શ્રી કુંદકુંદાચાર્ય પપાહુડમાં (દર્શનપાહુમાં) પણ કહ્યું છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [ ૧૮૫ दसणमूलो धम्मो, उवइट्ठो जिणवरेहिं सिस्साणं, तं सोउण सकण्णे, दंसणहीणो ण वंदिव्वो।। २।। અર્થ- સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે કર્ણસહિત પુરુષો ! તમે એમ માનો કે સમ્યત્વરહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે. અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યગ્દષ્ટિ કયાંથી હોય? તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય? जे दंसणेसु भट्ठा; णाणे भट्ठा चरित्तभट्ठा य; एदे भट्ठविभट्ठा, सेसं पि जणं विणासंति।। ८ ।। ( दर्शनापाहुड) અર્થ - જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે, તથા ચારિત્રમાં ભ્રષ્ટ છે. તે જીવ ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે, અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ કરે છે-બૂરું કરે છે. વળી કહે છે કે जे दंसणेसु भट्ठा, पाए पाडंति दंसणधराणं; ते होंति लल्लमूआ , बोही पुण दुल्लहा तेसिं।। १२ ।। ( दर्शनपाहुड) અર્થ - જે પોતે તો સમ્યકત્વથી ભ્રષ્ટ છે, છતાં સમ્યકત્વધારકોને પોતાના પગે પડાવવા ઇચ્છે છે, તે લૂલા, ગંગા, વા સ્થાવર થઈ જાય છે, તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે. जे वी पडंति च तेसिं, जाणंता लज्जागारवभयेण; तेसिं पि णत्थि बोही, पावं अणमोअमाणाणं ।। १३ ।। (दर्शनपाहुड) અર્થ- જે જાણતો હોવા છતાં પણ, લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે, તેને પણ બોધિ અર્થાત્ સમ્યકત્વ નથી. કેવા છે એ જીવો? માત્ર પાપની અનુમોદના કરે છે. પાપીઓનું સન્માનાદિ કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે. વળી કહે છે કે जस्स परिग्गहगहणं, अप्पं बहुयं च हवइ लिंगस्स; सो गरहिउ जिणवयणे, परिगहररिओ णिरायारो।। १९ ।। ( सूत्रपाहुड) અર્થ:- જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે, તે લિંગ જિનવચનમાં નિંદા યોગ્ય છે. પરિગ્રહરહિત જ અણગાર હોય છે. કહે છે કે धम्मम्मि निप्पवासो दोसावासो य इच्छुफुल्लसमो; निष्फलनिग्गुणयारो, णडसवणो णग्गरूवेण।। ७१।। ( भावपाहुड) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક અર્થ:- જે ધર્મમાં નિરુધમી અને દોષોનું ઘર છે, તે ઈક્ષુફૂલ સમાન નિષ્ફળ છે; જે ગુણોના આચરણથી રહિત છે, તે માત્ર નગ્નરૂપ વડે નટશ્રમણ છે-ભાંડસમાન વેષધારી છે. હવે નગ્ન થતાં તો ભાંડનું દષ્ટાંત સંભવે છે, પણ પરિગ્રહ રાખે તો એ દષ્ટાંત પણ બને નહિ. કહ્યું છે કે जे पावमोहियमई, लिंगं घेत्तूण ण जिणवरिंदाणं; पावं कुणंति पावा, ते चत्ता मोक्खमग्गम्मि ।। ७८ ।। ( मोक्षपाहुड ) અર્થ: :- પાપ વડે મોહિત થઈ છે બુદ્ધિ જેની, એવા જે જીવો જિનવરનું લિંગ ધારી પાપ કરે છે, તે પાપમૂર્તિ મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા. વળી કહ્યું છે કે जे पंचचेलसत्ता, गंथग्गाहींय जायणासीला; आधाकम्मम्मिरया, ते चत्ता मोक्खमग्गम्मि ।। ७९ ।। ( मोक्षपाहुड) અર્થ:- જે પાંચ પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહને ગ્રહણ કરવાવાળા છે, યાચના સતિ છે, તથા આધાકર્માદિ દોષોમાં લીન છે, તે મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા. બીજી પણ ગાથા ત્યાં તે શ્રદ્ધાનને દઢ કરવા માટે કહેલ છે તે ત્યાંથી જાણવું. શ્રી કુંદકુંદાચાર્ય કૃત લિંગપાહુડમાં, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર-મંત્રાદિ કરે છે, તેનો ઘણો નિષેધ કર્યો છે. શ્રી ગુણભદ્રાચાર્યકૃત આત્માનુશાસનમાં પણ કહ્યું છે કેइतस्ततश्च त्रस्यन्तो, विभावर्य्या यथा मृगाः; वनाद्विशन्त्युपग्रामं, कलौ कष्ट तपस्विनः।। १९७।। અર્થ:- જેમ રાત્રિ વિષે મૃગ જ્યાંત્યાંથી ભયવાન બની વનમાંથી નગરની સમીપ આવીને વસે છે, તેમ આ કળિકાળમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાંત્યાંથી ભયભીત બની, વનમાંથી નગરની સમીપ આવી વસે છે, એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગરસમીપ જ રહેવું નિષેધ્યું તો નગ૨માં રહેવું તો સ્વયં નિષેધ થયું. વળી એ જ ગ્રંથમાં કહ્યું છે કે वरं गार्हस्थ्यमेवाद्य, तपसोभाविजन्मनः; सुस्त्रीकटाक्षलुण्टाकैर्लुप्तवैराग्य संपदः ।। २०० ।। અર્થ:- જેનાથી અનંત સંસાર થવા યોગ્ય છે, એવા તપ કરતાં તો ગૃહસ્થપણું જ ભલું છે, કેવું છે એ તપ ? પ્રભાત થતાં જ સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓ વડે જેની વૈરાગ્યસંપદા લુંટાઈ ગઈ છે. શ્રી યોગેન્દ્રદેવકૃત ૫૨માત્મપ્રકાશમાં કહ્યું છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [ ૧૮૭ चिल्लाचिल्ली पुत्थियहिं तूसइ मूदु णिभंतु, एयहिं लज्जइ णाणियउ, बंधहं हेउ मुणंतु।। २१५ ।। અર્થ - ચેલા-ચેલી અને પુસ્તકો વડે તો મૂઢ સંતુષ્ટ થાય છે, પણ ભ્રાંતિરહિત એવો જ્ઞાની, તેને બંધનું કારણ જાણી, તેનાથી લક્ઝાયમાન થાય છે. केणवि अप्पउ वंचियउ सिरुलूचिवि छारेण; सयलवि संग ण परिहरिय, जिणवरलिंगधरेण ।। २१७ ।। અર્થ- જે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, તે જીવ કયો? કે જે જીવે જિનવરનું લિંગ ધાર્યું, રાખ વડે માથાનો લોચ કર્યો, પણ સમસ્ત પરિગ્રહું છોડયો નહિ. जे जिणलिंगु धरेवि मुणि, इट्ठपरिग्गह लिंति; छद्दि करेविणु ते जि जिय, सा पुणु छद्दि गिलंति।। २१८ ।। અર્થ- હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટપરિગ્રહને ગ્રહણ કરે છે, તે ઊલટી કરીને તે જ ઊલટીને પાછો ભક્ષણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે; ઈત્યાદિ ત્યાં કહ્યું છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેનાં આચરણ, અને તેની સુશ્રુષાનો નિષેધ કર્યો છે, તે જાણવો. વળી જ્યાં મુનિને ધાત્રી-દૂત આદિ છેતાલીસ દોષ* આહારાદિમાં કહ્યાં છે, ત્યાં १. गृहस्थो मोक्षमार्गस्थो, निर्मोहो नैव मोहवान्। अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः।। અર્થ - દર્શનમોહવિનાનો ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, પણ મોહવાન એવો અણગાર અર્થાત ગૃહરહિત મુનિ મોક્ષમાર્ગી નથી, તેથી મોહિ મુનિ કરતાં દર્શનમોહરહિત ગૃહસ્થ સર્વોત્કૃષ્ટ છે. ભાવાર્થજેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી, એવો અવ્રતસમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગી છે. કારણ કે-સાત આઠ ભવ દેવમનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષ જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદષ્ટિ સાધુ થયો છે, તોપણ મરીને ભવનયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. (શ્રીરત્નહર્તુશ્રાવ|વીર) -સંગ્રાહક-અનુવાદક * એ છેતાલીસ દોષ આ પ્રમાણે છે:દાતાર આશ્રયી સોળ પ્રકારના ઉદ્ગમ દોષનું વર્ણન ૧. ઔદેશિકદોષ-અઠ્ઠાવીસ મૂલગુણોને ધારવાવાળા નિગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી જે આહાર બનાવવામાં આવે. તે ઔદેશિકદોષવાળો આહાર છે. એ ઔદેશિકદોષસહિત આહારના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮] મોક્ષમાર્ગ પ્રકાશક ગૃહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્ર-ઔષધિ-જ્યોતિષાદિ કાર્ય ચાર ભેદ છે-૧ સર્વ સાધારાણના ઉદ્દેશથી કરેલો આહાર. ૨. પાખંડીઓના ઉદ્દેશથી કરેલો આહાર. ૩. પાર્શ્વસ્થના ઉદ્દેશથી કરેલો આહાર તથા ૪. સાધુઓના ઉદ્દેશથી કરેલો આહાર. ૨. સાધિકદોષ-દાતાર પોતાના માટે પાકતા ભાત, દાળ, જળ, ઇંધનમાં, મુનિઓને દાન દેવાના અભિપ્રાયથી “આજ તો હું મુનિને આહાર આપીશ” એવો સંકલ્પ કરી તેમાં બીજા નવા ચોખા, દાળ, પાણી, ઇંધન વગેરે ઉમેરે; તે સાધિકદોષ આહાર છે. ૩. પૂતિદોષ-પ્રાસુક વસ્તુમાં અપ્રાસુક વસ્તુ મેળવી દે, તે પૂતિદોષ છે, અથવા આ પાત્રમાંનું વા આ પાત્રમાં બનાવેલું અન્ન જ્યાં સુધી મુનિને ન આપવામાં આવે ત્યાં સુધી તેનો કોઈએ ઉપયોગ કરવો નહિ, એવો સંકલ્પ કરવો. તે પણ પૂતિદોષસહિત આહાર છે. પહેલાને અપ્રાસુક-મિશ્રદોષ તથા બીજાને પૂતિકર્મકલ્પનાદોષ કહે છે. ૪. મિશ્રદોષ-પાખંડીઓ તથા ગૃહસ્થોની સાથે સાથે મુનિઓને આપવા માટે બનાવેલા અચિત્તભોજનને, મિશ્રદોષસહિત ભોજન કહે છે. ૫. પ્રાભૃતદોષ-જે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય છે, તે તે કાળમાં નહિ આપતાં અન્ય કાળમાં આપે, તે પ્રાભૂત દોષ છે. તેના બે ભેદ છે, ૧. સ્થલપ્રાભૂત, ૨. સુક્ષ્મ પ્રાભૂત. ૬. બલિદોષ-યક્ષ, નાગ, માતા, કુળદેવી તથા પિત્રાદિક માટે બનાવેલા ભોજનમાંથી સંયમી સાધુઓને જે ભોજન આપવામાં આવે, તે બલિદોષસહિત ભોજન છે. ૭. ન્યસ્તદોષ-એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવી, પોતાના ઘરમાં વા બીજાના ઘરમાં રાખી મૂકેલું ભોજન હોય, તે ચુસ્તદોષસહિત ભોજન છે. તે એટલા માટે દોષિત છે કે-કોઈ અન્ય મનુષ્ય સાધુને ભોજન દે, તો તેમાં ગરબડ ના ભૂલ થાપ થવા સંભવ છે. ૮. પ્રાદુષ્કારદોષ-તેના બે ભેદ છે. ૧. સંક્રમ, ૨. પ્રકાશ. સાધુના આવ્યા પછી ભોજનના વાસણ આદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાં, તે સંક્રમપ્રાદુષ્કારદોષ છે, તથા સાધુના આવ્યા પછી કમાડમંડપાદિ દૂર કરવાં, ભસ્મજલાદિથી વાસણ માંજવાં, દીવોદેવતા સળગાવવો, તે પ્રકાશપ્રાદુષ્કાર દોષ છે. ૯. કિતદોષ-ભિક્ષા અર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલામાં અન્ય સામગ્રી આપી ભોજન સામગ્રી લાવવી, તે કિતદોષ છે, તથા ગાય ધન, વિધા આદિ આપી ભોજન સામગ્રી લાવવી, તે પણ કિતદોષસહિત આહાર છે. ૧૦. પ્રામિત્યદોષ-મુનિદાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્યદોષસહિત આહાર કહે છે. જેથી અંતે દાતારને કલેશ પરિશ્રમ ઉઠાવવો પડે છે. કદર્શિત થવું પડે છે. તે દ્રવ્યભોજનના બે ભેદ છે-૧ વ્યાજવું ૨ ઉછીનું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર | [૧૮૯ બતાવવાં, અને કાર્યો-કરાવ્યો-અનુમોઘો આહાર લેવો, ઇત્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો છે. પણ આજે કાળદોષથી એ જ દોષો લગાવી આહારાદિ ગ્રહણ કરે છે. ૧૧. પરિવર્તિતદોષ-એક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે, તેવી ભોજનસામગ્રી પરિવર્તિત દોષરહિત છે. કારણ તેથી પણ દાતારને સંકલેશ, પરિશ્રમ અને સંકોચ થાય છે. ૧૨. નિષિદ્ધદોષ-કોઈએ મના કરેલી વસ્તુ પણ મુનિને આપવામાં આવે, તો તે નિષિદ્ધદોષસહિત આહાર છે. તેના બે ભેદ છે. ૧ માલિકની નિષેધ કરેલી તથા બીજી પોતે તે વસ્તુનો માલિક તો નથી, પણ પોતાને તે માલિક સમજે છે, તેવાએ નિષેધ કરેલી. ૧૩. અભિહતદોષ-એક સરલપંક્તિમાં આવેલ ત્રણ અથવા સાત મકાનો છોડીને બાકી સર્વજગ્યાએથી મુનિના ભોજન માટે લાવેલી અયોગ્ય અનાદિ ભોજનસામગ્રીને અભિહતદોષસહિત ભોજન કહે છે. ૧૪. ઉભિન્નદોષ-એવી કોઈ પણ ઘી, ખાંડ, ગોળ, આદિ વસ્તુ કે જે કર્દમ વ લાખ આદિથી ઢાંકેલી હોય. અથવા કોઈ પ્રકારની નામની સીલ-મહોર કરેલી હોય તેવી વસ્તુ ખોલીને સાધુને આપવામાં આવે, તો તે ઉભિન્નદોષરહિત છે. ૧૫. આડેધદોષ-રાજા વા મંત્રી આદિના ભયથી સાધુને ગૃહસ્થ જે આહાર આપે, તે આધદોષરહિત છે. ૧૬. માલારોહણદોષ-નીસરણી-દાદર આદિ ઉપર ચઢી, માળ પરથી ભોજન લાવી સાધુને આપવામાં આવે, તે માલારોહણદોષસહિત આહાર છે. એમ કરતાં દાતારને હરક્ત, મુશ્કેલી થાય છે, તેથી તે પણ સદોષ આહાર છે. હવે મુનિ આશ્રયે સોળ પ્રકારના ઉત્પાદન દોષ કહે છે: ૧. ધાત્રીદોષ-ધાત્રી પાંચ પ્રકારની છે : માર્જન, ખેલન, સ્થાપન, મંડન અને ક્ષીર. એમાંથી એક યા અનેક કાર્યોનો સંયમી સાધુ પ્રયોગ કરે, જેથી અનુરાગી થઈ ગૃહસ્થ ભોજન આપે, તેને સંયમી ગ્રહણ કરે, તે ધાત્રીદોષસહિત ભોજન છે. આ પાંચ પ્રકારનું ધાત્રીકર્મ સંયમી પોતે કરે, કરાવે વા ઉપદેશે, તેથી મેળવેલું ભોજન પણ સદોષ છે. ૨. દૂતદોષ-સંબંધીઓનાં વચનો, વૃત્તાન્તો, સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડી, દાતારને સંપુષ્ટઅનુરાગી કરી, તે દ્વારા નિપજાવેલા ભોજનને દૂતદોષસહિત ભોજન કર્યું છે. ૩. નિમિત્તદોષ-અષ્ટાંગનિમિત્ત (લાચ્છન, અંગ, સ્વર, છેદ, ભીમ, અંતરિક્ષ, લક્ષણ તથા સ્વપ્ન) દ્વારા ગૃહસ્થને સંતુષ્ટ કરી ભોજન કરે, તે નિમિત્તદોષસહિત ભોજન છે. ૪. વનિપકવચનદોષ-દાતારના અનુકુલવચન બોલી આહારાદિ ગ્રહણ કરે. તે વનિપકવચન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] Version 003: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ પ્રકાશક વળી પાર્શ્વસ્થ અને કુશીલાદિ ભ્રષ્ટચારી મુનિઓનો નિષેધ કર્યો છે, તેમનાં જ દોષસહિત ભોજન છે એમાં સાધુની દીનતા જ થાય છે. પોતાની સત્ય સમજ વિરુદ્ધ બોલાય છે, તે જ દીનતા. ૫. આજીવદોષ-હસ્તરેખા, શિલ્પશાસ્ત્રાદિજ્ઞાન વા (પોતાનાં) કુળ, જાતિ, ઐશ્વર્ય, તપ, અનુષ્ઠાન આદિ પ્રગટ કરી ભોજન ગ્રહણ કરવું. તે આજીવદોષસહિત ભોજન છે. ૬. ક્રોધદોષ-ક્રોધિત થઈ ભોજનાદિ ગ્રહણ કરવું, તે ક્રુદ્ધદોષસહિત ભોજન છે. ૭. માનદોષ-અભિમાનવશ થઈ ભોજન લેવું, તે માનદોષસહિત ભોજન છે. ૮. માયાદોષ–સમાનઆચાર-વેષ ધારણ કરી ભોજન ગ્રહણ કરવું, તે માયાદોષસહિત ભોજન છે. ૯. લોભદોષ-આસક્તતાપૂર્વક ભોજન ગ્રહણ કરવું, તે લોભદોષસહિત ભોજન છે. ૧૦. પૂર્વસ્તુતિદોષ-દાતારની પ્રશંસા કરી, વા તેના પિતા-પ્રપિતા આદિના દાન-ગુણોની દાતારની આગળ પ્રશંસા કરી, દાતારને દાનનું સ્મરણ કરાવી, પછી ભોજન કરવું. તે પુર્વસ્તુતિદોષ છે. ૧૧. પશ્ચાત્સ્તુતિદોષ-ભોજન લીધા પછી ઉ૫૨ પ્રમાણે દાતારની સ્તુતિ કરવી તે પશ્ચાત્સ્તુતિદોષ છે. ૧૨. ચિકિત્સાદોષ-રસાયણ, વિષ, ક્ષાર, બાળ, શરીર, ભૂત, શલ્ય તથા શલાકા એ ચિકિત્સાનાં આઠ અંગ છે. એ વડે દાતારની વ્યાધિ-બાધાનો પોતે જ પ્રતિકાર કરી, વા તેના નિરાકરણનો ઉપદેશ દઈ, દાતારને પ્રસન્ન કરી ભોજન કરવું, તે ચિકિત્સાદોષસહિત ભોજન છે. ૧૩. વિધાદોષ-જલ, સ્થલ, આકાશગામિની આદિ વિદ્યાઓનું માહાત્મ્ય બતાવી તે વિદ્યાઓ સિદ્ધ કરાવી આપી વા ‘અમુક વિદ્યાઓ હું આપીશ' એવું આશ્વાસન આપી, દાતારને પ્રસન્ન કરી ભોજન લેવું, તે વિધાદોષસહિત ભોજન છે. ૧૪. મંત્રદોષ-એ જ પ્રમાણે મંત્રનું મહાત્મ્યાદિ બતાવી, આપી વા આપવાનું આશ્વાસન આપી, ભોજન લેવું તે મંત્રદોષસહિત ભોજન છે. ૧૫. ચૂર્ણદોષ-ભૂસાચૂર્ણ, અંજનચૂર્ણ એ બે પ્રકારનાં ચૂર્ણ આપી, વા આપવાનું આશ્વાસન આપી ભોજન લેવું, તે ચૂર્ણદોષસહિત ભોજન છે. ૧૬. મૂલકર્મદોષ-કોઈને તાબે થવાનો ઉપાય બતાવી વા તેમ થવાની યોજના કરી, વિરહી સ્ત્રી-પુરુષનો મેળ કરાવી, વા તેનો ઉપાય બતાવી, ગૃહસ્થને પ્રસન્ન કરી ભોજન લેવું, તે મૂલકર્મદોષસહિત ભોજન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર લક્ષણોને ધારણ કરે છે. એટલું વિશેષ છે કે-એ દ્રવ્યથી તો નગ્ન રહે છે, ત્યારે આ [ ૧૯૧ હવે આહારના આશ્રયે રહેલા દશ પ્રકારના અશન દોષ કહે છે: ૧. શંકિતદોષ-આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય ? આમાં શું કહ્યું છે? એવી શંકાયુક્ત વસ્તુને ગ્રહણ કરવી, તે શંકિતદોષસહિત આહાર છે. ૨. પિહિતદોષ-અપ્રાસુક વસ્તુ વડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થ દ્વારા ઢાંકેલી ભોજ્યસામગ્રીને ઉઘાડી પછી તેમાંથી આપેલું ભોજન, તે પિહિતદોષસહિત ભોજન છે. ૩. કૃક્ષિપ્તદોષ-સચ્ચીકણ હાથ, ચમચો કડછી આદિ દ્વારા આપેલી ભોજનસામગ્રી ગ્રહણ કરવી, તે કૃક્ષિપ્તદોષસહિત છે. ૪. નિક્ષિપ્તદોષ-સચિત્તપૃથ્વી, જલ, અગ્નિ, બીજ, હરિતકાય એ પાંચ ઉપ૨, અથવા બે ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો ૫૨ રાખેલી ભોજનસામગ્રી હોય, તેને ગ્રહણ કરવી, તે નિક્ષિપ્તદોષસહિત ભોજન છે. ૫. છોટિતદોષ-ઘણી ભોજન સામગ્રી વેરી નાખી અથવા છોડી દઈ, થોડી ભોજનસામગ્રી ગ્રહણ કરવી તે, પીરસવાવાળાના હાથપર છોડી દીધેલી પરંતુ છાશ આદિ દ્વારા ઝરતી વસ્તુ ગ્રહણ કરવી તે, ભોજન સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરી ભોજન કરવું તે, તથા અનિષ્ટઆહાર છોડી ઇષ્ટ આહાર ગ્રહણ કરવો તે એ પાંચ પ્રકારનો આહાર છોટિતદોષસહિત આહાર છે. ૬. અપરિણતદોષ-જે આહારજળ ગરમ છતાં પાછળથી ઠંડા થઈ ગયાં હોય, કે જેનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શનું પરિવર્તન ન થયું હોય, તેવા આહારજળાદિ ગ્રહણ કરવાં, તે અપરિણત-દોષસહિત આહાર છે. ૭. સાધારણદોષ-આકુળતા વા ભયથી અથવા આદરપૂર્વક, વા વસ્ત્રાદિકનું સંકોચન કરી સારી રીતે પર્યાલોચન કર્યા વિના જ દાતારે આપેલાં આહાર-ઔષધાદિ ગ્રહણ કરવાં, તે સાધારણ-દોષસહિત આહાર છે. ૮. દાયકદોષ-રજસ્વતિ, ગર્ભવતી, આર્યિકા, રક્તપટીકાઆદિ સ્ત્રીઓ તથા સ્મશાનમાંથી મૃતકને અગ્નિદાહ કરી આવેલા, સુતયુક્ત, વ્યાધિયુક્ત, નપુંસકાદિપુરુષો, દાયાણી મધપાની, પ્રસુતા, રોગી, ભૂતપિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિસંસ્કારયુક્ત, અતિ નીચા વા ઊંચા સ્થાન પર ઊભેલી, અગ્નિને ટૂંકી, જલાવી, વધારી રાખમાં દબાવી, જળથી બૂઝાવી, વિખેરી નાંખી વા લાકડાં વગેરે કમ કરીને આવેલી હોય તેવી, વા ઘર, આગણું, દીવાલ લીંપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવી હોય, અતિશય બાલિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય, એવી સ્ત્રીઓ તથા ટટ્ટી-પેશાબ કરીને આવેલો હોય, આક્રાંત હોય, એવા પુરુષો દ્વારા આપેલો આહાર દાયકદોષ સહિત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨]. મોક્ષમાર્ગ પ્રકાશક નાનાપ્રકારના પરિગ્રહ રાખે છે. વળી ત્યાં મુનિઓને ભ્રામરીઆદિ* આહાર લેવાની વિધિ કહી છે, ત્યારે આ આસક્ત બની દાતારના પ્રાણ પીડી આહારાદિ ગ્રહણ કરે છે. ગૃહસ્થધર્મમાં પણ ઉચિત ન હોય એવા અન્યાય અને લોકનિંઘ કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. વળી જિનબિંબ-શાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ અવિનય કરે છે. પોતે તેનાથી પણ મહંતતા રાખી, ઉચ્ચ આસને બેસવું, ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે અનેક વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે, મૂલગુણાદિકના ધારક કહેવડાવે છે. એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે, અને ગૃહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિવડે ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા પાપને મોટો ધર્મ માનવો, એ મિથ્યાત્વનું ફળ અનંતસંસાર કેમ ન હોય? શાસ્ત્રમાં એક જિનવચનને અન્યથા માનતાં મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જિનવચનની કોઈ પણ વાત રાખી જ નથી, તો એ સમાન બીજાં પાપ કયું? હવે અહીં કુયુક્તિઓ વડે જેઓ એ કુગુરુઓનું સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીએ છીએ. ૯. લિપ્તદોષ-ગેરૂ, હુડતાલ, ખડી, કાચો આટો, લીલું શાક, અપ્રાસુક જળ આદિથી લિપ્ત થયેલો આહાર લેવો, તે લિસદોષસહિત આહાર છે. ૧૦. મિશ્રદોષ-સચિત્ત પૃથ્વી, જળ, બીજ (ઘઉં-જવ આદિ) હરિતકાય (ફલ-ફૂલ-પાત્રાદિ) ત્રસજેમાં બેઇઢિયાદિ જીવો સાક્ષાત્ દેખાતા હોય એવા સચિત્ત-અચિત્ત અન્નને મિશ્રદોષયુક્ત માન્યું છે તેનો બનાવેલો આહાર મિશ્રદોષરહિત છે. હવે ભોજનક્રિયા સંબંધી ચાર દોષ કહીએ છીએ ૧. અંગારદોષ-આ વસ્તુ બહુ સુંદર અને રૂચિકર છે, મને ઇષ્ટ છે, કંઈક વધારે મળે તો ઠીક, એ પ્રમાણે આહારમાં અતિ લંપટતાસહિત ભોજન કરવું. તે અંગારદોષયુક્ત ભોજન છે. ૨. ધૂમદોષ-આ વસ્તુ બહુ જ ખરાબ બની છે, મને બિલકુલ સારી લાગતી નથી, એ પ્રમાણે આહારમાં, જાગુપ્તા-સહિત ભોજન કરવું તે ધૂમદોષસહિત ભોજન છે. ૩. સંયોજનદોષ-ગરમના ભેગું ઠંડું, ઠંડાના ભેગું ગરમ, ચીકણાના ભેગું રૂનું અને રૂખાના ભેગું ચીકણું, એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પદાર્થોને એકબીજામાં મેળવી ગ્રહણ કરવા, તે સંયોજનદોષ છે. ૪. અતિમાત્રાહારદોષ-બે ભાગ આહાર તથા એક ભાગ જલથી ઉદર ભરવું એ જ ઉચિત છે. છતાં એ ક્રમનું ઉલ્લંઘન કરી જે સાધુ પેટ ઠાંસીને આહાર લે, તે અતિમાત્રાહરદોષસહિત ભોજન છે. એ પ્રમાણે છેતાલીસ દોષ છે. * ગોચરીવૃત્તિ, ભ્રામરીવૃત્તિ, અક્ષમૃક્ષણવૃત્તિ, ગર્તપૂરણવૃત્તિ અને અગ્નિપ્રશમનવૃત્તિ એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર શિથિલાચા૨ની પોષક યુક્તિ અને તેમનું નિરાક૨ણ પ્રશ્ન:- ગુરુ વિના તો નગુરા કહેવાય. હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા નથી તેથી આમને જ ગુરુ માનવા જોઈએ ? [ ૧૯૩ ઉત્ત૨:- નગુરો તો એનું નામ કે જે ગુરુ જ માને નહિ. હવે જે ગુરુને તો માને છે, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી. કોઈને ગુરુ ન માને, તો તે શ્રદ્ધાનથી તો નગુરો થતો નથી. જેમ-નાસ્તિક તો તેનું નામ, કે જે પરમેશ્વરને માને જ નહિ. હવે જે પરમેશ્વરને તો માને છે, પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ન માને, તો નાસ્તિક થતો નથી. એ જ પ્રમાણે અહીં જાણવું. તેથી કાંઈ પાંચ પ્રકારની વૃત્તિપૂર્વક સાધુઓએ ગૃહસ્થના ઘેર આહાર લેવો ઘટે છે, તે પાંચેનું સ્વરૂપ નીચે પ્રમાણે ૧. ગાય જંગલમાં ચારો ચરે છે, પણ તેનો લક્ષ જંગલની શોભા નિહાળવા તરફથી નથી, તેમ સાધુ ગૃહસ્થના ઘે૨ ૪૬ દોષ, ૩૨ અંતરાય અને ૧૪ મળદોષ ટાળી શુદ્ધ ભોજન અનાસક્ત ભાવે લે પણ તેનો લક્ષ ગૃહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાનાદિની શોભા કે સ્ત્રી આદિ તરફ ન રાખે તે ગોચરીવૃત્તિ છે. ૨. ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદિક ઉપર બેસી એ કોમળપુષ્પના રસને ચૂસી એકઠો કરે, પણ તે પુષ્પને કિંચિત્માત્ર પણ હરકત કે દુ:ખ ન પહોંચવા દે. (જોકે શક્તિ તો પાટડાને પણ કોચી નાખવાની છે.) તેમ સાધુ, ગૃહસ્થના ઘેર આહાર લે, પણ પોતાના નિમિત્તે ગૃહસ્થના આખા કુટુંબને કિંચિત્ પણ દુ:ખ પહોંચવા દે નહિ. એવી તેની દયામય કોમળ વૃત્તિને ભ્રામરીવૃત્તિ કહે છે. ૩. ખેડૂત, ગાડાની ધરીમાં દીવેલ ભરેલાં ચીંથરાં પ્રમાણસર–પ્રયોજન પૂરતાં ઘાલે, પણ તેનો લક્ષ બીજો કોઈ ન હોય તેમ સાધુ પોતાનાં હાડકાં આદિ આપસમાં ન ઘસાય એટલા જ પ્રયોજન પૂરતો ગૃહસ્થના ઘેર આહાર લે. તેને અક્ષમૃક્ષણવૃત્તિ કહે છે. ૪. જેમ એક ખાડો, માટી-પથ્થર-રોડાં-ધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં આવે છે. પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી; તેમ સાધુ પોતાનો ઉદરૂપ ખાડો નિર્દોષ રસ કે નિરસ ભોજન વડે પૂરે. પરંતુ તે ઉદરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂરણવૃત્તિ છે. ૫. જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય, તો તેને બુઝાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા નથી, પણ જેવું અને જ્યાંનું પાણી મળે, તેથી તેને બુઝાવવામાં આવે છે; તેમ સાધુ પોતાની ઉદારાગ્નિને ખોરાકના રસાદિ તરફ લક્ષ નહિ રાખતાં જે નિર્દોષ રસનિરસ પ્રાસુકઆહાર મળે, તેથી શમાવી, ગુણરૂપ રત્નભંડારની રક્ષા કરે તેને અગ્નિપ્રશમનવૃત્તિ કહે છે. –એ પ્રમાણે પાંચ ભ્રામરી આદિ વૃત્તિપૂર્વક સાધુ દાતારને કાંઈ પણ હરકત પહોંચાડયા સિવાય આહાર લે. -સંગ્રાહક-અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- જૈનશાસ્ત્રોમાં આ કાળમાં કેવળીનો તો અભાવ કહ્યો છે, પણ કાંઈ મુનિનો અભાવ કહ્યો નથી ? ઉત્તર:- એવું તો કહ્યું નથી કે-આ દેશમાં સદ્ભાવ રહેશે, પણ ભરતક્ષેત્રમાં રહેશે, એમ કહ્યું છે. હવે ભરતક્ષેત્ર તો ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદ્દભાવ હશે, તેથી તેનો અભાવે કહ્યો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદ્દભાવ માનશો, તો જ્યાં આવા પણ ગુરુ (મુનિ ) નહિ દેખો ત્યાં તમે જશો, ત્યારે કોને ગુરુ માનશો? વળી જેમ આ કાળમાં હંસોનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ દેખાતા નથી, તો તેથી અન્ય પક્ષીઓમાં (કાગાદિમાં) કાંઈ હંસપણું મનાતું નથી, તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે, હવે મુનિ દેખાતા નથી, તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહિ. પ્રશ્ન:- એક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે, તો જે શાસ્ત્ર શિખવાડે, સંભળાવે તેમને ગુરુ કેમ ન માનીએ ? ઉત્તર:- ગુરુનામ મહાનનું છે, હવે જેનામાં જે પ્રકારની મહંતતા સંભવ હોય તેને તે પ્રકારથી ગુરુસંજ્ઞા સંભવે. જેમ કુળઅપેક્ષાએ માતાપિતાને ગુરુસંજ્ઞા છે, તેમ વિઘા ભણાવવાવાળાને પણ વિધા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે, પરંતુ અહીં તો ધર્મનો અધિકાર છે, તેથી જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. હવે ધર્મ નામ ચારિત્રનું છે, યથા-* ‘ ચરિત્ત વસ્તુ ધો' એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચારિત્રધારકને જ ગુરુસંજ્ઞા છે. વળી જેમ ભૂતાદિનું નામ પણ દેવ છે, તોપણ અહીં દેવના શ્રદ્ધાનમાં અરહંતદેવનું જ ગ્રહણ છે, તેમ અન્યનું નામ પણ ગુરુ છે, તોપણ અહીં ગુરુના શ્રદ્ધાનમાં નિગ્રંથ ગુરુનું જ ગ્રહણ છે. જૈનધર્મમાં તો અ૨હંતદેવ, નિગ્રંથગુરુ એવું પ્રસિદ્ધ વચન છે. પ્રશ્ન:- ‘નિગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા’ તેનું શું કારણ ? ઉત્ત૨:- નિગ્રંથ વિના અન્ય જીવ સર્વ પ્રકારથી મહંતતા ધારતો નથી. જેમ કોઈ લોભી શાસ્ત્રવ્યાખ્યાન કરે, ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહંત થયો, અને આ તેને ધનવસ્ત્રાદિ આપવાથી મહંત થયો. જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાવાળો મહંત રહે છે, તોપણ અંતરંગમાં લોભી હોય તેથી (દાતારને ઉચ્ચ માને, તથા દાતાર લોભીને નીચો જ માને, માટે) તેનામાં સર્વથા (બિલકુલ ) મતતા ન થઈ. પ્રશ્ન:- નિગ્રંથ પણ આહાર તો લે છે? ઉત્તર:- લોભી બની દાતારની સુશ્રુષા કરી, દીનતા પૂર્વક તે આહાર લેતા નથી, * શ્રી પ્રવચનસાર ગાથા ૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [૧૯૫ તેથી તેમની મહંતતા ઘટતી નથી. જે લોભી હોય તે જ હીનતા પામે છે. એ જ પ્રમાણે અન્ય જીવ જાણવા, માટે નિગ્રંથ જ સર્વપ્રકારથી મહંતતાયુક્ત છે, પણ નિગ્રંથ વિના અન્ય જીવ સર્વપ્રકારથી ગુણવાન નથી. ગુણોની અપેક્ષાએ મહંતતા, તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે છે, તેથી તેની નિઃશંક સ્તુતિ પણ કરી શકાય નહિ. વળી નિગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મસાધન કરે છે, તેવું વા તેનાથી અધિક ધર્મસાધન ગૃહસ્થ પણ કરી શકે છે, તો ત્યાં ગુરુસંજ્ઞા કોને હોય? માટે બાહ્યાભ્યતર પરિગ્રહરહિત નિગ્રંથમુનિ છે તે જ ગુરુ છે. પ્રશ્ન:- આ કાળમાં એવા ગુરુ તો અહીં નથી, તેથી જેમ અરહંતની સ્થાપના પ્રતિમા છે, તેમ ગુરુની સ્થાપના આ વેષધારીઓ છે? ઉત્તર:- જેમ ચિત્રાદિવડે રાજાની સ્થાપના કરીએ, તો ત્યાં પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને રાજા મનાવે, તો તે રાજાનો પ્રતિપક્ષી થાય છે. તેમ પાષાણાદિમાં અરહંતાદિની સ્થાપના બનાવે, તો ત્યાં તેનો કોઈ પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને મુનિ મનાવે, તો તે મુનિજનોનો પ્રતિપક્ષી થયો. એ પ્રમાણે જ જો સ્થાપના થતી હોય તો પોતાને અરહંત પણ મનાવો! પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં તો એ પ્રમાણે જ હોવી જોઈએ; પરંતુ તે નિગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે, ત્યાં એમ કેવી રીતે બને? પ્રશ્ન:- આ કાળમાં શ્રાવક પણ જેવા સંભવે તેવા નથી, તેથી જેવા શ્રાવક તેવા મુનિ? ઉત્તર:- શાસ્ત્રમાં શ્રાવકસંજ્ઞા તો સર્વ ગૃહસ્થ જૈનોને છે. શ્રેણિક પણ અસંયમી હતો છતાં તેને ઉત્તરપુરાણમાં શ્રાવકોત્તમ કહ્યો. બારસભામાં શ્રાવક કહ્યા ત્યાં તેઓ બધા વ્રતધારી નહોતા, જો તેઓ સર્વ વ્રતધારી હોત તો અસંયમી મનુષ્યોની જુદી સંખ્યા કહેત, પણ તેમ કહી નથી; માટે ગૃહસ્થ જૈન તો શ્રાવક નામ પામે છે. પરંતુ મુનિસંજ્ઞા તો નિગ્રંથ વિના કોઈ પણ ઠેકાણે કહી નથી. વળી મધ-માંસ-મધુ અને પંચ ઉદંબરાદિ ફળોનું ભક્ષણ શ્રાવકોને નથી, તેથી શ્રાવકને તો આઠ મૂળગુણ કહે છે, માટે તેનામાં કોઈ પ્રકાર વડે પણ શ્રાવકપણું તો સંભવે છે, પણ મુનિને અક્વીસ મૂળગુણ છે, તે આ વેષધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ પ્રકારથી પણ મુનિપણું સંભવતું નથી. વળી ગૃહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકમારાદિકે ઘણાં હિંસાદિ કાર્ય કર્યા સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈએ હિંસાદિ કાર્ય કર્યા નથી, પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી. જુઓ! શ્રી આદિનાથજીની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ પાછળથી ભ્રષ્ટ થયા, ત્યારે દેવો તેમને કહેવા લાગ્યા કે-“જિનલિંગી બની અન્યથા પ્રવર્તશો તો અમે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬] મોક્ષમાર્ગ પ્રકાશક તમને દંડ આપીશું; જિનલિંગ છોડી તમારી ઇચ્છા હોય તેમ કરો.' માટે જિનલિંગી કહેવડાવી જો અન્યથા પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય? ઘણું શું કહીએ! જે જૈનમતમાં કુવેષ ધારણ કરે છે, તે મહાપાપ ઉપજાવે છે. તથા જે અન્ય જીવો તેમની સેવાદિ કરે છે, તે પણ પાપી થાય છે, પદ્મપુરાણમાં એક કથા છે કે-કોઈ શ્રેષ્ઠીધર્માત્માએ ચારણમુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો આ પ્રત્યક્ષ ભ્રષ્ટને દાનાદિક આપવા કેમ સંભવે ? પ્રશ્ન:- અમારા અંતરંગમાં શ્રદ્ધાન તો સત્ય છે, પરંતુ બાહ્ય લજ્જાદિ વડે માત્ર શિષ્ટાચાર કરીએ છીએ, ફળ તો અંતરંગનું થશે? ઉત્તર- પાહુડગ્રર્થમાં લજાદિ વડ પણ વંદનાદિકનો નિષેધ બતાવ્યો છે, જે અમે પહેલાં જ કહી ગયા. વળી કોઈ બળાત્કારથી મસ્તક નમાવી હાથ જોડાવતો હોય ત્યારે તો એમ સંભવે કે અમારું અંતરંગ નહોતું,” પણ પોતે જ જ્યાં માનાદિ વડે નમસ્કારાદિ કરે, ત્યાં અંતરંગશ્રદ્ધા કેમ ન કહેવાય? જેમ કોઈ પોતાના અંતરંગમાં તો માંસને બૂરું જાણે છે, પણ રાજાદિકને ભલે મનાવવા અર્થે માંસ ભક્ષણ કરે, તો તેને વ્રતી કેવી રીતે મનાય ? તેમ કોઈ પોતાના અંતરંગમાં તો કુગુરુ સેવનને બૂરું જાણે છે, પણ તેને વા લોકોને ભલે મનાવવા અર્થે તેનું સેવન કરે, તો તેને સાચો શ્રદ્ધાની કેવી રીતે મનાય? માટે બાહ્યથી તેનો ત્યાગ કરતાં જ અંતરંગ ત્યાગ સંભવે છે, તેથી જે શ્રદ્ધાનસહિત જીવ છે તેમણે તો કોઈ પ્રકારથી પણ એ કુગુરુઓની સેવા-સુશ્રુષાદિ કરવી યોગ્ય નથી. એ પ્રમાણે કુગુરુ સેવનનો અહીં નિષેધ કર્યો. પ્રશ્નઃ- કોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુસેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું? ઉત્તર:- જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ. કારણ કે-તે જીવાદિતત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા १. भयाशास्नेहलोभाश्च कुदेवागमलिंगिनाम्; પ્રણામ વિનાં ચૈવ ન કર્યું. શુદ્ધદયા (શ્રી રત્નકરંડશ્રાવકાચાર-૩૮) અર્થ - શુદ્ધદષ્ટિવાન જીવે ભય-આશા-સ્નેહ અને લોભથી પણ કુદેવ, કુઆગમ અને કુલિંગીને પ્રણામ-વિનયાદિ કરવા યોગ્ય નથી. -સંગ્રાહક-અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [૧૯૭ હોય, એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર કદી પણ કરે નહિ. પ્રશ્ન:- જેમ રાજાદિકને (નમસ્કારાદિ) કરીએ છીએ, તેમ આમને પણ કરીએ છીએ? ઉત્તર:- રાજાદિક કાંઈ ધર્મપદ્ધતિમાં નથી, અને ગુરુનું સેવન તો ધર્મપદ્ધતિમાં છે, રાજાદિકનું સેવન તો લોભાદિકથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહનો જ ઉદય સંભવે છે, પણ ગુરુઓના ઠેકાણે કુગુરુઓને સેવ્યા, ત્યાં તત્ત્વશ્રદ્ધાનના કારણરૂપ તો ગુરુ હતા, તેમનાથી આ પ્રતિકૂળ થયો. હવે લજ્જાદિકથી પણ જેણે કારણમાં વિપરીતતા ઉપજાવી, તેના કાર્યભૂત તત્ત્વશ્રદ્ધાનમાં દઢતા કયાંથી હોય? માટે ત્યાં તો દર્શનમોહનો જ ઉદય સંભવે છે. એ પ્રમાણે કુગુરુઓનું નિરૂપણ કર્યું. હવે કુધર્મનું નિરૂપણ કરીએ છીએ કુધર્મનું નિરૂપણ અને તેની શ્રદ્ધા આદિનો નિષેધ જ્યાં હિંસાદિક પાપ ઊપજે વા વિષય-કષાયોની વૃદ્ધિ થાય, ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ જાણવો. યજ્ઞાદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે, મોટા જીવોનો ઘાત કરે, ત્યાં ઇન્દ્રિયોના વિષય પોષણ કરે, તે જીવો પ્રત્યે દુષ્ટબુદ્ધિ કરી રૌદ્રધ્યાની થાય, તીવ્રલોભથી અન્યનું બૂરું કરી, પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઇચ્છે, અને વળી એવાં કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ કુધર્મ છે. વળી તીર્થોમાં વા અન્ય ઠેકાણે સ્નાનાદિ કાર્ય કરે, ત્યાં નાના-મોટા ઘણા જીવોની હિંસા થાય, પોતાના શરીરને સુખ ઊપજે, તેથી વિષય પોષણ થાય છે, તથા કામાદિક વધે છે. કુતૂહલાદિ વડે ત્યાં કષાયભાવ વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે. સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાતાદિમાં દાન આપે છે, ખોટા ગ્રાદિ અર્થે દાન આપે છે, પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે, દાનમાં સોનું, હાથી-ઘોડા અને તલ આદિ વસ્તુઓ આપે છે, પણ સંક્રાંતિ આદિ પર્વ ધર્મરૂપ નથી, જ્યોતિષીના સંચારાદિ વડે (ગમનાગમન વડે) સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટગ્રાદિ અર્થે આપ્યું ત્યાં ભય, લોભાદિકની અધિકતા થઈ, તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. વળી લોભી પુરુષ આપવાયોગ્ય પાત્ર પણ નથી, કારણ કેલોભી નાનાપ્રકારની અસત્ય-યુક્તિઓ વડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું તો ત્યારે થાય કે જ્યારે આના દાનની સહાય વડે તે ધર્મ સાધે; પરંતુ તે તો ઊલટો પાપરૂપ પ્રવર્તે છે. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] Version 003: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ પ્રકાશક શ્રી ૨યણસારશાસ્ત્રમાં પણ કહ્યું છે કે કુધર્મ છે. सप्पुरिसाणं दाणं, कप्पतरुणं फलाण सोहं वा; लोहीणं दाणं जइ, विमाणसोहा सवस्स जाणेह ।। २६ ।। અર્થ:- સત્પુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના લની શોભા જેવું તથા સુખદાયક છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન જાણવું. શોભા તો થાય. પરંતુ ધણીને પરમ દુ:ખદાયક થાય છે, માટે લોભી પુરુષને દાન આપવામાં ધર્મ નથી. વળી દ્રવ્ય તો એવું આપીએ કે જેનાથી તેનો ધર્મ વધે, પણ સુવર્ણ, હાથી વગેરે આપવાથી એ વડે હિંસાદિ ઊપજે વા માન-લોભાદિ વધે, અને તેથી મહાપાપ થાય; તેથી એવી વસ્તુઓ આપવાવાળાને પુણ્ય કયાંથી થાય? વળી વિષયાસક્ત જીવ રતિદાનાદિમાં પુણ્ય ઠરાવે છે. પણ પ્રત્યક્ષ કુશીલાદિ પાપ જ્યાં થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? તથા યુક્તિ મેળવવા તે કહે છે કે-“તે સ્ત્રી સંતોષ પામે છે. પણ સ્ત્રી વિષયસેવન કરવાથી સુખ અવશ્ય પામે, તો પછી શીલનો ઉપદેશ શામાટે આપ્યો ? રતિસમય વિના પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો તે દુ:ખ પામે છે; માત્ર એવી અસત્ યુક્તિ બનાવી તેઓ વિષય પોષવાનો ઉપદેશ આપે છે. એ પ્રમાણે દયા દાન અને પાત્રદાન વિના અન્ય દાન આપી ત્યાં ધર્મ માનવો, તે સર્વ વળી કોઈ, વ્રતાદિ કરીને ત્યાં હિંસાદિક વા વિષયાદિક વધારે છે; પણ વ્રતાદિક તો એ હિંસા-વિષયાદિ ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં અન્નનો તો ત્યાગ કરે પણ કંદમૂળાદિકોનું ભક્ષણ કરે, તો ત્યાં હિંસા વિશેષ થઈ, તથા સ્વાદાદિ વિષયની વિશેષતા થઈ. વળી કોઈ, દિવસમાં તો ભોજન કરે નહિ, પણ રાત્રિમાં ભોજન કરે છે; હવે ત્યાં દિવસભોજનથી રાત્રિભોજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે, તથા પ્રમાદ વિશેષ થાય છે. વળી કોઈ, વ્રતાદિક કરીને નાનાપ્રકારના શૃંગાર બનાવે છે, કુતૂહલ કરે છે, તથા જુગાર આદિરૂપ પ્રવર્તે છે, ઇત્યાદિ પાપક્રિયા કરે છે. તથા કોઈ, વ્રતાદિકના ફળમાં લૌકિક ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ ઇચ્છે, પણ ત્યાં તો કષાયની તીવ્રતા વિશેષ થઈ. એ પ્રમાણે વ્રતાદિક વડે ધર્મ માને, તે કુધર્મ છે. વળી કોઈ, ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે ગીત-નૃત્ય-ગાનાદિ, વા ઇષ્ટ ભોજનાદિક વા અન્ય સામગ્રીઓ વડે વિષયોને પોષણ કરે છે-કુતૂહલ-પ્રમાદાદિરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર [ ૧૯૯ પ્રવર્તે છે, ત્યાં તે પાપ તો ઘણું ઉપજાવે પણ ધર્મનું કિંચિત્ સાધન નથી, છતાં ત્યાં ધર્મ માને તે સર્વ કુધર્મ છે. વળી કોઈ, શરીરને તો કલેશ ઉપજાવે, હિંસાદિક નિપજાવે વા કષાયાદિરૂપ પ્રવર્તે છે. જેમ કોઈ પંચાગ્નિ તાપે છે, પણ ત્યાં અગ્નિ વડે નાના મોટા જીવો સળગી જઈ હિંસાદિક વધે છે, એમાં ધર્મ શો થયો? કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઊર્ધ્વબાહુ રાખે, ઇત્યાદિ સાધનથી તો ત્યાં કલેશ જ થાય; તેથી એ કાંઈ ધર્મનાં અંગ નથી. વળી કોઈ, પવનસાધન કરે છે. ત્યાં નેતી-ધોતી આદિ કાર્યોમાં જલાદિ વડે હિંસાદિ ઊપજે છે, કોઈ ચમત્કાર ત્યાં ઊપજે તો તેથી માનાદિક વધે છે, પણ ત્યાં કિંચિત્ ધર્મસાધના નથી; ઇત્યાદિક કલેશ તો કરે છે, પણ વિષય-કષાય ઘટાડવાનું કાંઈ સાધન કરતો નથી, અંતરંગ ક્રોધ-માન-માયા-લોભનો અભિપ્રાય છે, છતાં નિરર્થક કલેશ કરી ત્યાં ધર્મ માને છે, પણ એ કુધર્મ છે. વળી કોઈ, આ લોકનાં દુ:ખ સહન ન થવાથી, પરલોકમાં ઇષ્ટની ઇચ્છાથી, તથા પોતાની પૂજા વધારવા અર્થે પ્રવર્તે છે, વા કોઈ ક્રોધાદિકથી આપઘાત કરે છે; જેમ કોઈ પતિવિયોગથી અગ્નિમાં બળી સતી કહેવડાવે છે, કોઈ હિમાલયમાં ગળી જાય છે, કોઈ કાશીમાં જઈ કરવત લે છે, તથા કોઈ જીવતાં મરણ લે છે, -ઇત્યાદિ કાર્ય કરી ત્યાં ધર્મ માને છે, પણ આપઘાત એ તો મહાન પાપ છે. જો શરીરાદિથી અનુરાગ ઘટયો હતો, તો તપશ્ચરણાદિ કરવું હતું પણ મરણ પામવામાં કયું ધર્મનું અંગ થયું? કારણ કે-આપઘાત કરવો એ કુધર્મ છે. એ જ પ્રમાણે અન્ય પણ ઘણાં કુધર્મનાં અંગ છે. અહીં કયાં સુધી કહીએ? ટૂંકામાં જ્યાં વિષય-કષાય વધવા છતાં ધર્મ માનવામાં આવે છે, તે સર્વ કુધર્મ જાણવા. જુઓ! કાળદોષથી જૈનધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે. જૈનમતમાં જે ધર્મપર્વ કહ્યાં છે, તેમાં તો વિષય-કષાય છોડી સંયમરૂપ પ્રવર્તવું યોગ્ય છે, છતાં સંયમને તો આદરતા નથી, અને વ્રતાદિ નામ ધરાવી ત્યાં નાના પ્રકારનાં શૃંગાર બનાવે છે. ઈષ્ટ ભોજનાદિક કરે છે, કુતૂહલાદિ કરે છે, તથા કષાય વધારવાનાં કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપરૂપ પ્રવર્તે છે. વળી પૂજનાદિ કાર્યોમાં ઉપદેશ તો એ હતો કે “સાવદ્યશો વહુપુષ્યરશો તોષાય નાનં -ઘણાં પુણ્યસમૂહમાં પાપનો અંશ દોષના અર્થ નથી.” પણ એ છલ વડે પૂજા १-पूज्यं जिनं त्वाऽर्चयतो जनस्य, सावद्यलेशो बहुपुण्यराशौ। दोषाय नालं कणिका विषस्य न दूषिका शीत शिवाम्बु राशौ।। ५८।। (વૃ૦ સ્વયંભૂસ્તોત્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રભાવનાદિ કાર્યોમાં રાત્રિમાં દીપકાદિ વડે, વા અનંતકાયાદિના સંગ્રહ વડે, વા યત્નાચારપ્રવૃત્તિ વડે, હિંસાદિરૂપ પાપ તો ઘણું ઉપજાવે, પણ સ્તુતિ-ભક્તિ આદિ શુભ પરિણામોમાં પ્રવર્તે નહિ, વા થોડો પ્રવર્તે તો ત્યાં તોટો તો ઘણો અને નફો થોડો વા કાંઈ નહિ. એટલે એવાં કાર્ય કરવામાં તો બૂરું જ દેખાય છે. વળી જિનમંદિરમાં તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાનાપ્રકારની કુકથાઓ કરવી, શયન કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ પ્રવર્તે છે, વળી ત્યાં બાગબગીચાદિ બનાવી, પોતાના વિષય-કષાય પોષે છે, લોભી પુરુષને ગુરુ માની દાનાદિ આપી તેમની અસત્ય સ્તુતિ વડે પોતાનું મહંતપણું માને છે, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કષાયને તો વધારે છે, અને ધર્મ માને છે, પણ જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ જોવામાં આવે છે. એ પ્રમાણે કુધર્મસેવનનો નિષેધ કર્યો. હવે તેમાં મિથ્યાત્વભાવ કેવી રીતે છે, તે અહીં કહીએ છીએ તત્ત્વશ્રદ્ધાનમાં પ્રયોજનભૂત તો એક એ છે કે-“રાગાદિક છોડવા,’ એ જ ભાવનું નામ ધર્મ છે. જો રાગાદિભાવો વધારીને ધર્મ માને, તો ત્યાં તત્ત્વશ્રદ્ધાન ક્યાં રહ્યું? ત્યાં તો તે જિનઆજ્ઞાથી પ્રતિકૂલ થયો. રાગાદિભાવ તો પાપ છે, તેને ધર્મ માન્યો એ જ જાઠ શ્રદ્ધાન થયું. માટે કુધર્મસેવનમાં મિથ્યાત્વભાવ છે. એ પ્રમાણે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વભાવની પુષ્ટતા થતી જાણી, અહીં તેનું નિરૂપણ કર્યું. શ્રી પટપાહુડમાં પણ કહ્યું છે કે कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु; । નનામયTRવો, મિચ્છાદ્દિી હવે સો દુI ૧૨ (મોક્ષપાહુડ) અર્થ:- જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત્ દેવ-ધર્મ-લિંગને વંદન કરે છે; તે મિથ્યાદષ્ટિ છે. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમ જ કુદેવ-કુગુરુકુધર્મનો ત્યાગી થાય, સમ્યકત્વના પચ્ચીસ મળદોષોના ત્યાગમાં પણ અમૂઢદષ્ટિ વા છ આયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. વળી એ કુવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિપાપોથી પણ મહાપાપ છે, કારણ કે એના ફળથી નિગોદ-નરકાદિ પર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંત-કાળ સુધી મહાસંકટ પામે છે, તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates છઠ્ઠો અધિકાર | [ ર૦૧ શ્રી પાહુડમાં (ભાવપાહુડમાં) પણ કહ્યું છે કે कुच्छियधम्मम्मिरओ, कुच्छियपाखंडिभत्तिसंजुत्तो; कुच्छियतवं कुणतो, कुच्छियगइभायणो होइ।। १४०।। અર્થ:- જે કુત્સિતધર્મમાં લીન છે, કુત્સિત્ પાખંડીઓની ભક્તિ વડે સંયુક્ત છે, તથા કુત્સિત્ તપ કરે છે, તે જીવ કુત્સિત્ અર્થાત્ માઠીંગતિ ભોગવવાવાળો થાય છે. હે ભવ્ય! કિંચિત્માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર! કારણ કે તેનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય નથી. જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો, નિંદા-પ્રશંસાદિના વિચારથી શિથિલ થવું યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मी: समाविशतु गच्छतु वा यथेष्टम्; अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, ન્યાયાત્પથ: પ્રવિન્તિ પર્વ ન ધીરT: (નીતિશતક-૮૪) કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા ગમે ત્યાં જાઓ, તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ! પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એવો ન્યાય વિચારી, નિંદા-પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અહો ! દેવ-ગુરુ-ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું, સર્વથા પ્રકારે એ કુદેવ-કુગુરુ-કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કુદેવાદિનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરો ! એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના શાસ્ત્રમાં કુદેવ-કુગુરુ કુધર્મ નિષેધ વર્ણનરૂપ છઠ્ઠો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ; તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય. હવે જે જીવો જૈન છે તથા જિનઆજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ-કારણ કે એ મિથ્યાત્વશત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ છીએ. નિશ્ચયાભાસી મિથ્યાદ્દષ્ટિ કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે, પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને, એ જ મિથ્યાદષ્ટિ છે. શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધસમાન કહ્યો છે, તે દ્રવ્યદષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય-અપેક્ષા સિદ્ધસમાન નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી; તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી, છતાં આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે, એ પર્યાય અપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યાદષ્ટિ છે. વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્દભાવ માને છે. પોતાને ક્ષયોપશમરૂપ મતિશ્રુતાદિજ્ઞાનનો સદ્ભાવ છે, અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે; તે પણ મિથ્યાદષ્ટિ છે. શાસ્ત્રોમાં સર્વ જીવોનો કેવળજ્ઞાનસ્વભાવ કહ્યો છે, પણ તે શક્તિ અપેક્ષાએ કહ્યો છે, કારણ કે–સર્વ જીવોમાં કેવળજ્ઞાનાદિરૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત થતાં જ કહી છે. કોઈ એમ માને છે કે-“ આત્માના પ્રદેશોમાં તો કેવળજ્ઞાન જ છે, ઉપ૨ આવરણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર | [ ૨૦૩ હોવાથી તે પ્રગટ થતું નથી.” પણ એ ભ્રમ છે. જો કેવળજ્ઞાન હોય તો વજપટલાદિ આડા હોય છતાં પણ વસ્તુને જાણે છે, તે કર્મ આડાં આવતાં કેમ અટકે? માટે કર્મના નિમિત્તથી કેવળજ્ઞાનનો અભાવ જ છે. જો તેનો નિરંતર સદભાવ રહે, તો તેને પરિણામિકભાવ કહેત, પણ તે તો ક્ષાયિકભાવ છે, સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ, તે જ પારિણામિકભાવ છે, પણ તેની મતિજ્ઞાનાદિરૂપ વા કેવળજ્ઞાનાદિરૂપ અનેક અવસ્થા છે, તે પારિણામિકભાવ નથી, તેથી કેવળજ્ઞાનનો સદ્દભાવ સર્વદા માનવો યોગ્ય નથી. વળી શાસ્ત્રોમાં જે સૂર્યનું દષ્ટાન્ન આપ્યું છે, તેનો એટલો જ પરમાર્થ સમજવો કે જેમ મેઘપટલ દૂર થતાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, તેમ કર્મોદય દૂર થતાં કેવળજ્ઞાન થાય છે. તથા જેમ મેઘપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી, તેમ કર્મ ઉદય થતાં કેવળજ્ઞાન થતું નથી; પણ એવો ભાવ ન લેવો કે-જેમ સૂર્યમાં પ્રકાશ રહે છે, તેમ આત્મામાં કેવળજ્ઞાન રહે છે, કારણ કેદષ્ટાંત સર્વપ્રકારે મળતું આવે નહિ. જેમ પુદ્ગલમાં વર્ણગુણ છે, તેની લીલી, પીળી આદિ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે, તેમ આત્મામાં ચૈતન્યગુણ છે, તેની મતિજ્ઞાનાદિરૂપ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે. પ્રશ્ન:- આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે, હવે જ કેવળજ્ઞાનનો સદ્ભાવ નથી, તો કેવળજ્ઞાનાવરણ શા માટે કહો છો? ઉત્તર:- અહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે, તે અપેક્ષાએ આવરણ કહ્યું છે, જેમ દેશચારિત્રનો અભાવ હોતાં શક્તિ ઘાતવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણકષાય કહ્યો છે, તેમ અહીં જાણવું. અહીં એમ સમજવું કે–વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિકભાવ છે, તથા પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવભાવ છે. જેમ જળને અગ્નિનું નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું, ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, પરંતુ અગ્નિનું નિમિત્ત મટતાં તે શીતળ જ થઈ જાય છે, તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે, કારણ કેએવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે પ્રગટ થતાં જ “સ્વભાવ વ્યક્ત થયો” કહેવામાં આવે છે. કોઈ વેળા તે વ્યક્તરૂપ થાય છે; તેમ આત્માને કર્મનું નિમિત્ત થતાં અન્યરૂપ થયું, ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ છે, પરંતુ કર્મનું નિમિત્ત મટતાં સર્વદા કેવળજ્ઞાન થઈ જાય છે, તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે વ્યક્ત થતાં જ “સ્વભાવ વ્યક્ત થયો ” કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] મોક્ષમાર્ગ પ્રકાશક વળી જેમ શીતળ સ્વભાવના કારણે ઉષ્ણ જળને શીતળ માની તેનું પાનાદિ કરીએ, તો તેથી દાઝવું જ થાય, તેમ કેવળજ્ઞાનસ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળજ્ઞાની માની અનુભવવામાં આવે, તો તેથી દુ:ખી જ થાય. એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે, તે મિથ્યાદષ્ટિ છે. વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદિ-રહિત માને છે. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે, તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? જો શરીર વા કર્મરૂપ પુગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતન વા મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિકભાવ જણાય છે, માટે એ ભાવો આત્માના જ છે. શ્રી સમયસાર-કળશમાં પણ કહ્યું છે કે कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योद्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुगभावानुषंगात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।। २०३।। એ રાગાદિરૂપ ભાવકર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી, કેમકે એ કાર્યભૂત છે, તથા જીવ અને કર્મપ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી, કારણ-જો એમ હોય તો અચેતન કર્મપ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ સુખ-દુ:ખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ છે; તથા એકલી કર્મપ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી, કારણ કે–તેને અચેતનપણું પ્રગટ છે, માટે એ રાગાદિકનો કર્તા જીવ જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે, કારણ કે-ભાવકર્મ તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી. એ પ્રમાણે રાગાદિકભાવ જીવના અસ્તિત્વમાં છે. જે રાગાદિકભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે, તે કર્તા તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્યમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે. શ્રી સમયસાર-કળશમાં પણ એમ જ કહ્યું છે કે रागजन्मनि निमित्तत्तां परद्रव्यमेव कलयंति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २२१ ।। જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણે માને છે, તે જીવ પણ શુદ્ધજ્ઞાનથી રહિત છે અંધબુદ્ધિ જેની, એવો બની મોહનદીની પાર ઊતરતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૦૫ શ્રી સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં જે આત્માને અકર્તા માને છે, અને એમ કહે છે કે-કર્મ જ જગાડે છે, સુવાડે છે. પરઘાતકર્મથી હિંસા છે, વેદકર્મથી અબ્રહ્મ છે, માટે કર્મ જ કર્તા છે, એમ માનનાર જૈનીને સાંખ્યમતી કહ્યો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની સ્વચ્છંદી થાય છે, તેમ જ આ પણ થયો. એવા શ્રદ્ધાનથી આ દોષ થયો કે-રાગાદિકને પોતાના ન જાણ્યા અને પોતાને તેનો અકર્તા માન્યો, એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહિ, અથવા રાગાદિક મટાડવાનો ઉપાય કરવાનો પણ રહ્યો નહિ, એટલે સ્વચ્છંદી બની ખોટાં કર્મ બાંધી અનંતસંસારમાં ભટકે છે. પ્રશ્ન:- શ્રી સમયસારકળશમાં જ એમ કહ્યું છે કે वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात्।। ३७।। અર્થ - વર્ણાદિક વા રાગાદિકભાવ છે, તે બધાય આ આત્માથી ભિન્ન છે. વળી ત્યાં જ રાગાદિકને પુદ્ગલમય કહ્યા છે, તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને રાગાદિકથી ભિન્ન કહ્યો છે, તે કેવી રીતે છે? ઉત્તર:- રાગાદિકભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિકભાવ થાય છે, અને આ જીવ તેને સ્વભાવ જાણે છે. જેને સ્વભાવ જાણે તેને બૂરો કેમ માને? વા તેના નાશનો ઉધમ શામાટે કરે? હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે, તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ એ રાગાદિકને ભિન્ન કહ્યા છે, તથા નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય કહ્યા છે. જેમ વૈધ રોગને મટાડવા ઇચ્છે છે, જો શીતની અધિકતા દેખે, તો તેને ઉષ્ણ ઔષધિ બતાવે, તથા ઉષ્ણતાની અધિકતા દેખે, તો તેને શીતલ ઔષધિ બતાવે, તેમ શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને પરના માની સ્વચ્છંદી બની નિરુધમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી “રાગાદિક આત્માના છે” એવું શ્રદ્ધાન કરાવ્યું તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉધમ કરતો નથી, તેને નિમિત્ત-કારણની મુખ્યતાથી “રાગાદિક પરભાવ છે” એવું શ્રદ્ધાન કરાવ્યું. એ બને વિપરીતશ્રદ્ધાનથી રહિત થતાં સત્યશ્રદ્ધાન થાય ત્યારે તે એમ માને કે આ રાગાદિકભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ કર્મના નિમિત્તથી આત્માના અસ્તિત્વમાં વિભાવપર્યાય ઊપજે છે, નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવ રહી જાય છે, માટે તેના નાશનો ઉધમ કરવો. પ્રશ્ન:- જો કર્મના નિમિત્તથી એ થાય છે, તો જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉદ્યમ કરવો તો નિરર્થક છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક કારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રને અર્થી વિવાહાદિકનો તો ઉધમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા અબુદ્ધિપૂર્વક મોહકર્મનો ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા મોહકર્મનો ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય. પ્રશ્ન:- જેમ વિવાહાદિક પણ ભવિતવ્ય આધીન છે, તેમ તત્ત્વવિચારાદિક પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નિરર્થક છે? ઉત્તર:- તત્ત્વવિચારાદિ કરવાયોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તેને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ, અસલી જીવોનો ક્ષયોપશમ નથી. તેથી તેમને શામાટે ઉપદેશ આપીએ ? પ્રશ્ન:- હોનહાર (ભાવીભાવ) હોય, તો ત્યાં ઉપયોગ લાગે; હોનહાર સિવાય કેવી રીતે લાગે ? ઉત્તર:- જો એવું શ્રદ્ધાન છે, તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું ખાનપાન અને વ્યાપારાદિકનો તો ઉદ્યમ કરે છે, અને અહીં હોનહાર બતાવે છે, તેથી જાણીએ છીએ કે તારો અનુરાગ જ અહીં નથી; માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે. એ પ્રમાણે રાગાદિક હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે, તે મિથ્યાષ્ટિ જાણવા. વળી તું કર્મ-નોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિબંધ માને છે, પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ. જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ, શરીર વડ તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉધમ શામાટે કરે ? પ્રશ્ન:- તો શાસ્ત્રોમાં આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધસ્કૃષ્ટ કેવી રીતે કહ્યો છે? ઉત્તર:- સંબંધ અનેક પ્રકારના છે, ત્યાં તાદાભ્યસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન કહ્યો છે. કારણ કે દ્રવ્ય પલટી જઈ, એક થઈ જતું નથી, એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૦૭ જ અપેક્ષાએ આત્માને અબદ્ધસ્પષ્ટ કહ્યો છે, તથા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ; તેના નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે. તેથી પોતાને સર્વથા નિબંધ માનવો, એ મિથ્યાષ્ટિ છે. પ્રશ્ન:- અમારે બંધ-મોક્ષનો વિકલ્પ કરવો નથી, કારણ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે “ નો વંથલ મુઠ્ઠાં મુડું , સો વંશ નમંતિો અર્થ-જે જીવ બંધાયો તથા મુક્ત થયો માને છે, તે નિઃસંદેહ બંધાય છે.” ઉત્તર:- જે જીવ કેવળ પર્યાયદષ્ટિ થઈ બંધ-મુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કે-દ્રવ્યસ્વભાવને નહિ જાણતો એવો જીવ બંધાયો-મુક્ત થયો માને છે, તે બંધાય છે. જો સર્વથા જ બંધ-મોક્ષ ન હોય તો એ જીવ “બંધાય છે” એવું શામાટે કહે છે? બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે કરવામાં આવે છે? અને આત્માનુભવ પણ શામાટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદષ્ટિ વડે તો એક દશા છે. તથા પર્યાયદષ્ટિ વડે અનેક અવસ્થા થાય છે. એમ માનવું યોગ્ય છે. એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયનયના અભિપ્રાયથી વિરુદ્ધ-શ્રદ્ધાનાદિક કરે જિનવાણીમાં તો અનેક નયોની અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હોય, તેને જ ગ્રહણ કરી મિથ્યાષ્ટિને ધારણ કરે છે. જિનવાણીમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં મોક્ષમાર્ગ કહ્યો છે; હવે તેને સમ્યગ્દર્શન-જ્ઞાનમાં તો સાત તત્ત્વોનું શ્રદ્ધાન-શાન થવું જોઈએ, તેનો આને વિચાર નથી; તથા સમ્યક્રચારિત્રમાં રાગાદિક દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે. વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં એવું ચિંતવન કર્યા કરે છે કે હું સિદ્ધ-સમાન શુદ્ધ છું. કેવલજ્ઞાનાદિસહિત છું, દ્રવ્યકર્મનોકર્મરહિત છું, પરમાનંદમય છું, તથા જન્મ-મરણાદિ દુઃખ મને નથી, ઇત્યાદિ ચિંતવન કરે હવે અહીં પૂછીએ છીએ કે-એ ચિંતવન જો દ્રવ્યદૃષ્ટિથી કરો છો, તો દ્રવ્ય તો શુદ્ધઅશુદ્ધ સર્વ પર્યાયોનો સમુદાય છે, તમે શુદ્ધ જ અનુભવ શામાટે કરે છો? તથા પર્યાયદષ્ટિથી કરો છો, તો તમારે તો વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પોતાને શુદ્ધ કેવી રીતે માનો છો ? જો શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો “હું આવો હોવા યોગ્ય છું” એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮] મોક્ષમાર્ગ પ્રકાશક માનો, પણ “હું આવો છું”—એમ શામાટે માનો છો? માટે પોતાને શુદ્ધરૂપ ચિંતવન કરવો એ ભ્રમ છે, કારણ કે તમે પોતાને સિદ્ધસમાન માન્યો તો આ સંસારઅવસ્થા કોની છે? તથા તમને કેવલજ્ઞાનાદિ છે, તો આ મતિજ્ઞાનાદિ કોને છે? તમે દ્રવ્યકર્મ-નોકર્મ રહિત છો, તો જ્ઞાનાદિકની વ્યક્તતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો, તો હવે કર્તવ્ય શું રહ્યું છે? તથા જન્મ મરણાદિ દુઃખ નથી, તો દુઃખી શામાટે થાઓ છો? માટે અન્ય અવસ્થામાં અન્ય અવસ્થા માનવી એ ભ્રમ છે. પ્રશ્ન:- તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? ઉત્તર:- એક દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું છે, તથા એક પર્યાયઅપેક્ષાએ શુદ્ધપણું છે, ત્યાં દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિનપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું તેનું નામ શુદ્ધપણું છે, તથા પર્યાયઅપેક્ષાએ પાધિકભાવોનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે શુદ્ધચિંતવનમાં તો દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. શ્રી સમયસાર વ્યાખ્યામાં પણ એ જ કહ્યું છે: प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्येत्' (ગાથા ૬ ની ટીકા) અર્થ - “આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી; એ જ સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણા વડે સેવતાં “શુદ્ધ' એવો કહીએ છીએ.” વળી ત્યાં જ એમ કહ્યું છે કે-સમસ્તવIRવપ્રઝિયોત્તીર્ણનિર્મનાનુભૂતિમા–વાચ્છુદ્ધ: (ગાથા ૭૩ ની ટીકા) અર્થ - સમસ્ત જ કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી છે નિર્મળ અનુભૂતિ, અભેદજ્ઞાનતનાત્ર છે, તેથી શુદ્ધ છે.” માટે શુદ્ધ શબ્દનો અર્થ એ પ્રમાણે જાણવો. કેવળશબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે “પરભાવથી ભિન્ન નિ કેવળ પોતે જ' તેનું નામ કેવળ છે. એ જ પ્રમાણે અન્ય પણ યથાર્થ અર્થ અવધારવા. પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી વા પોતાને કેવળી માનવાથી મહાવિપરીતતા થાય છે, માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્યસ્વરૂપ અવલોકવું, તથા પર્યાયથી અવસ્થાવિશેષ અવધારવી. એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે, કારણ કે સત્ય અવલોકયા વિના સમ્યગ્દષ્ટિ નામ કેવી રીતે પામે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૦૯ નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો નિષેધ વળી મોક્ષમાર્ગમાં તો રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ કરવાનું હોય છે, તેનો તો વિચાર જ નથી, પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યગ્દષ્ટિ માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. શાસ્ત્રાભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, દ્રવ્યાદિકના, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના, અને ત્રિલોકાદિકના વિચારોને વિકલ્પ ઠરાવે છે, તપશ્ચરણ કરવાને વૃથાકલેશ કરવો માને છે, વ્રતાદિક ધારણ કરવાં તેને બંધનમાં પડવું ઠરાવે છે તથા પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી ત્યાગવારૂપ પ્રરૂપે છે, ઇત્યાદિ સર્વ સાધનોને ઉઠાવી પ્રમાદી બની પરિણમે છે. જો શાસ્ત્રાભ્યાસ નિરર્થક હોય તો મુનિઓને પણ ધ્યાન-અધ્યયન એ બે જ કાર્ય મુખ્ય છે. ધ્યાનમાં ઉપયોગ ન જોડાય ત્યારે અધ્યયનમાં જ ઉપયોગને લગાવે છે, પણ વચમાં અન્ય ઠેકાણે ઉપયોગ લગાવવા યોગ્ય નથી. શાસ્ત્ર વડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શનજ્ઞાન નિર્મળ થાય છે, તથા જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે, ત્યાં સુધી કષાય મંદ રહે છે, અને ભાવી વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે, તો એવાં કાર્યોને નિરર્થક કેમ મનાય? પ્રશ્ન:- જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મ ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, અન્ય શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી? ઉત્તર:- જો તારી દષ્ટિ સાચી થઈ છે, તો બધાય જૈનશાસ્ત્રો કાર્યકારી છે. તેમાં પણ મુખ્યપણે અધ્યાત્મશાસ્ત્રોમાં તો આત્મસ્વરૂપનું કથન મુખ્ય છે. હવે સમ્યગ્દષ્ટિ થતાં આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂકયા પછી, જ્ઞાનની નિર્મળતા માટે વા ઉપયોગને મંદકપાયરૂપ રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય જરૂરનો છે, તથા આત્મ-સ્વરૂપનો નિર્ણય થયો છે, તેને સ્પષ્ટ રાખવા માટે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરનો છે. પરંતુ અન્ય શાસ્ત્રોમાં અરુચિ તો ન હોવી જોઈએ. જેને અન્ય શાસ્ત્રોની અરૂચિ છે તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી. જેમ કે-જેનામાં વિષયાસક્તપણું હોય તે વિષયાસક્ત પુરુષોની કથા પણ રુચિથી સાંભળે, વિષયના વિશેષોને પણ જાણે, વિષયાચરણમાં જે સાધનો હોય તેને પણ હિતરૂપ જાણે, તથા વિષયના સ્વરૂપને પણ ઓળખે; તેમ જેને આત્મરુચિ થઈ હોય, તે આત્મરુચિના ધારક તીર્થંકરાદિનાં પુરાણને પણ જાણે, આત્માના વિશેષો જાણવા માટે ગુણસ્થાનાદિકને પણ જાણે, આત્મઆચરણમાં જે વ્રતાદિક સાધન છે તેને પણ હિતરૂપ માને તથા આત્માના સ્વરૂપને પણ ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક તેનું યથાર્થ જ્ઞાન થવા અર્થે શબ્દન્યાયશાસ્ત્રાદિક પણ જાણવાં જોઈએ, એટલે તેનો પણ પોતાની શક્તિ અનુસાર થોડો અથવા ઘણો અભ્યાસ કરવો યોગ્ય છે. પ્રશ્ન:- પદ્મનંદિપંચવિંશતિમાં એમ કહ્યું છે કે-જે બુદ્ધિ આત્મસ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે? ઉત્તર:- એ સત્ય કહ્યું છે, કારણ કે-બુદ્ધિ તો આત્માની છે, તે તેને છોડી પરદ્રવ્યશાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારિણી જ કહીએ છીએ. પરંતુ જેમ સ્ત્રી શીલવતી રહે તો યોગ્ય જ છે, અને તેનાથી ન રહી શકાય તો ઉત્તમ પુરુષને છોડી ચાંડાલાદિકનું સેવન કરવાથી તો તે અત્યંત નિંદનીક થાય, તેમ બુદ્ધિ આત્મસ્વરૂપમાં પ્રવર્તે તો તે યોગ્ય જ છે, પરંતુ ન રહી શકાય તો પ્રશસ્ત-શાસ્ત્રાદિક પદ્રવ્યને છોડી અપ્રશસ્તવિષયાદિકમાં લાગે તો તે મહાનિંદનીક જ થાય. હવે મુનિજનોને પણ સ્વરૂપમાં ઘણો કાળ બુદ્ધિ રહેતી નથી, તો તારી કેવી રીતે રહે છે? માટે શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ લગાવવો યોગ્ય છે. વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે, હવે એ વિકલ્પ તો છે, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે, અને આ વિકલ્પોને ન કરે તો અન્ય વિકલ્પ થાય છે, અને તે ઘણા રાગાદિગર્ભિત હોય છે, વળી નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી, કારણ કેછદ્મસ્થનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુહૂર્ત જ રહે છે. તું કહીશ કે–‘હું આત્મસ્વરૂપનું જ ચિંતવન અનેક પ્રકારે કર્યા કરીશ.' પણ સામાન્ય ચિંતવનમાં તો અનેક પ્રકાર બનતા નથી, તથા વિશેષ કરીશ, તો દ્રવ્ય, ગુણ, પર્યાય, ગુણસ્થાન અને માર્ગણાદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા ઇત્યાદિના વિચાર થશે. વળી સાંભળ, કેવળ આત્મજ્ઞાનથી જ તો મોક્ષમાર્ગ થાય નહિ, પણ સાત તત્ત્વોનું શ્રદ્ધાન–જ્ઞાન થતાં તથા રાગાદિક દૂર કરતાં મોક્ષમાર્ગ થશે. હવે સાત તત્ત્વોના વિશેષો જાણવા માટે જીવ–અજીવના વિશેષો વા કર્મના આસ્રવ-બંધાદિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે, જેથી સમ્યગ્દર્શન-જ્ઞાનની પ્રાપ્તિ થાય. ત્યાર પછી રાગાદિક દૂર કરવા માટે જે રાગાદિક વધારવાનાં કારણો હોય, તેને છોડી જે રાગાદિક ઘટાડવાનાં કારણો હોય ત્યાં ઉપયોગને લગાવવો હવે વ્યાદિકના વા ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદિક ઘટાડવાનાં કારણો છે, કારણ કે એમાં કોઈ રાગાદિકનું નિમિત્ત નથી, માટે સમ્યગ્દષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાડવો. પ્રશ્ન:- રાગાદિક મટાડવાનાં કારણો જે હોય તેમાં તો ઉપયોગ લગાવવો ઠીક છે, પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો, કર્મોના બંધ-ઉદય-સત્તાદિકના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૧૧ ઘણા વિશેષ જાણવા તથા ત્રિલોકના આકાર-પ્રમાણાદિકને જાણવા, ઇત્યાદિ વિચાર શું કાર્યકારી છે? ઉત્તર:- એને વિચારતાં પણ રાગાદિક વધતા નથી, કારણ કે-એ શેયો ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી, તેથી વર્તમાન રાગાદિકના કારણ નથી, તથા એને વિશેષ જાણતાં તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે, તેથી એ ભાવી રાગાદિક ઘટાડવાનાં જ કારણ છે, માટે એ કાર્યકારી છે. પ્રશ્ન:- સ્વર્ગ-નરકાદિને જાણવાથી તો ત્યાં રાગ-દ્વેષ થાય છે? ઉત્તર:- જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહિ, અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી પુણ્યકાર્યમાં લાગે, ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે. પ્રશ્ન- શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે પ્રયોજનભૂત થોડું જ જાણવું કાર્યકારી છે, માટે ઘણા વિકલ્પ શામાટે કરીએ? ઉત્તર:- જે જીવ અન્ય ઘણું જાણે પણ પ્રયોજનભૂતને ન જાણે, અથવા જેની ઘણું જાણવાની શક્તિ નથી, તેને એ ઉપદેશ આપ્યો છે; પણ જેને ઘણું જાણવાની શક્તિ હોય, તેને તો એ કહ્યું નથી કે-“ઘણું જાણવાથી બૂરું થશે.” તેને તો જેટલું ઘણું જાણશે તેટલું પ્રયોજનભૂત જાણવું નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે “ सामान्यशास्त्रतो नूनं विशेषो बलवान् भवेत् અર્થ:- સામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે,” વિશેષથી જ સારી રીતે નિર્ણય થાય છે, માટે વિશેષ જાણવા યોગ્ય છે. વળી તે તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે. પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવોથી ઊલટી પરિણતિ જોઈએ. સંસારી જીવોને ઇષ્ટ–અનિષ્ટ સામગ્રીથી રાગ-દ્વેષ હોય છે, ત્યારે આને રાગ-દ્વેષ ન હોય. હવે ત્યાં રાગ છોડવા અર્થે તો ભોજનાદિક સામગ્રીનો તે ત્યાગી થાય છે તથા વૈષ છોડવા અર્થે અનિષ્ટસામગ્રી અનશનાદિકને અંગીકાર કરે છે, જો સ્વાધીનપણે એવું સાધન થાય, તો પરાધીનપણે ઇષ્ટ–અનિષ્ટ સામગ્રી મળતાં પણ રાગ-દ્વેષ ન થાય. હવે જોઈએ તો એ પ્રમાણે, પણ તને અનશનાદિકથી વૈષ થયો છે, તેથી તેને તું કલેશ ઠરાવે છે. જ્યારે એ કલેશ થયો, ત્યારે ભોજનાદિ કરવાં સ્વયમેવ સુખ ઠર્યા, અને ત્યાં રાગ આવ્યો, પણ એવી પરિણતિ તો સંસારીઓને હોય જ છે, તો તે મોક્ષમાર્ગી થઈ શું કર્યું? પ્રશ્ન:- કોઈ સમ્યગ્દષ્ટિ પણ તપશ્ચરણ નથી કરતા? ઉત્તર:- કોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી, પરંતુ શ્રદ્ધાનમાં તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૧ર ] મોક્ષમાર્ગ પ્રકાશક તપને તે ભલું જાણે છે, અને તેના સાધનનો ઉદ્યમ રાખે છે; પણ તારું તો શ્રદ્ધાન જ એવું છે. કે-“તપ કરવો કલેશ છે,” તથા તપનો તને ઉદ્યમ પણ નથી, તો તને સમ્યગ્દર્શન કયાંથી હોય? પ્રશ્ન:- તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે–તપ આદિ કલેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી, તેનું શું કારણ? ઉત્તરઃ- જે જીવો તત્ત્વજ્ઞાનથી પરાભુખ છે, તથા તપથી જ મોક્ષ માને છે, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે “તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય.” પણ તત્ત્વજ્ઞાન થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તો ગણધરાદિક શા માટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે. વળી તું વ્રતાદિકને બંધન માને છે, પણ સ્વચ્છેદવૃત્તિ તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી જ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે, તથા એ પરિણતિ રોકવા માટે બાહ્યહિંસાદિકના કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ. પ્રશ્ન:- અમારા પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો? ઉત્તર:- જો એ હિંસાદિ કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતાં હોય તો અમે એમ જ માનીએ, પણ તું પોતાના પરિણામ વડે કાર્ય કરે છે, તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે કહીએ? વિષયસેવનાદિક ક્રિયા વા પ્રમાદગમનાદિક ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? એ ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિંસાદિક થાય છે તેને તો તું ગણતો નથી. અને પરિણામ શુદ્ધ માને છે, પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે. પ્રશ્ન:- પરિણામોને રોકવા, બાહ્યહિંસાદિક પણ ઘટાડવાં, પરંતુ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવાં નહિ ? ઉત્તર:- જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે. તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે, વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રુપપરિણામ અવશ્ય થઈ જાય, વા પ્રયોજન પડયા વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. પ્રશ્ન:- પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે અને તેથી પાછળથી પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૧૩ ઉત્તર:- પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે, પણ પ્રતિજ્ઞા લેતાં જ એવો અભિપ્રાય રહે કે-“પ્રયોજન પડતાં છોડી દઈશ.” તો એવી પ્રતિજ્ઞા શું કાર્યકારી થઈ ? પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં તો એવો પરિણામ હોય કે-મરણાંત થતાં પણ પ્રતિજ્ઞા નહિ છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના અવિરત સંબંધી બંધ મટે નહિ. વળી જો ભવિષ્યના ઉદયના ભયથી પ્રતિજ્ઞા ન લેવામાં આવે તો, ઉદયને વિચારતાં તો બધાય કર્તવ્યનો નાશ જ થાય. જેમ-પોતાને જેટલું પચતું જાણે તેટલું ભોજન કરે, પણ કદાચિત્ કોઈને ભોજનથી અજીર્ણ થયું હોય અને તે ભયથી પોતે ભોજન છોડે, તો મરણ જ થાય; તેમ પોતાનાથી નિર્વાહ થવો જાણે તેટલી પ્રતિજ્ઞા કરે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો અસંયમ જ થાય, માટે જે બની શકે તે જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. વળી પ્રારબ્ધાનુસાર કાર્ય તો બને જ છે, પણ તું ઉદ્યમી બની ભોજનાદિક શામાટે કરે છે? જો ત્યાં ઉધમ કરે છે, તો ત્યાગ કરવાનો પણ ઉધમ કરવો યોગ્ય જ છે. જ્યારે પ્રતિમાવત તારી દશા થઈ જશે. ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ. માટે સ્વચ્છેદી થવાની યુક્તિ શામાટે બનાવે છે? બની શકે તે પ્રતિજ્ઞા કરીને વ્રત ધારણ કરવા યોગ્ય જ છે. વળી તું પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી હેય માને છે એ સત્ય છે, પણ જો એ કાર્યોને છોડી તું શુદ્ધોપયોગરૂપ થાય તો તો ભલું જ છે, પરંતુ વિષયકષાયરૂપ-અશુભરૂપ પ્રવર્તે તો તે તારું પોતાનું બૂરું જ કર્યું. શુભોપયોગથી સ્વર્ગાદિક થાય, વા ભલી વાસનાથી અથવા ભલાં નિમિત્તોથી કર્મના સ્થિતિ-અનુભાગ ઘટી જાય તો સમ્યકત્વાદિકની પણ પ્રાપ્તિ થઈ જાય, અને અશુભોપયોગથી તો નરક-નિગોદાદિક થાય, વા બૂરી વાસના અને બૂરાં નિમિત્તાથી કર્મનો સ્થિતિ-અનુભાગ વધી જાય તો સમ્યકત્વાદિક મહાદુર્લભ થઈ જાય. વળી શુભોપયોગથી કપાય મંદ થાય છે, ત્યારે અશુભોપયોગથી તીવ્ર થાય છે. હવે મંદકષાયનાં કાર્યો છોડી તીવ્રકષાયનાં કાર્ય કરવાં તો એવાં છે કે જેમ-“કડવી વસ્તુ ન ખાવી અને વિષ ખાવું,” પણ એ અજ્ઞાનતા છે. પ્રશ્ન:- શાસ્ત્રમાં શુભ-અશુભને સમાન કહ્યા છે, માટે અમારે તો વિશેષ જાણવું યોગ્ય નથી ? ઉત્તરઃ- જે જીવ શુભોપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે, તથા શુદ્ધોપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષા વા બંધકારણની અપેક્ષા શુભ-અશુભ બંનેને સમાન બતાવ્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪] મોક્ષમાર્ગ પ્રકાશક તથા શુભ-અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભભાવોમાં કષાય મંદ થાય છે, તેથી બંધ હીન થાય છે, તથા અશુભભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય છે, - એ પ્રમાણે વિચાર કરતાં સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. જેમ-રોગ તો થોડો વા ઘણો બૂરો જ છે, પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો પણ કહીએ છીએ. માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી. પ્રશ્ન:- કામાદિક વા સુધાદિક મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી, તથા શુભપ્રવૃત્તિ ઇચ્છા કરીને કરવી પડે છે. જ્ઞાનીને ઇચ્છા કરવી નથી, માટે શુભનો ઉધમ ન કરવો? ઉત્તરઃ- શુભપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે; સુધાદિકમાં પણ સંકલેશ થોડો થાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ કરવો. ઉધમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે, તો તેના અર્થ જેથી થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી. વળી તું કહે છે કે “જ્ઞાનીને ઇચ્છા નથી, અને શુભોપયોગ ઇચ્છા કરવાથી થાય છે;” પણ જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું ધન જતું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઇચ્છા કરીને અલ્પ કપાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે. એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે જ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે. એ પ્રમાણે જે અનેક વ્યવહારકાર્યોને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે, તેનો નિષેધ કર્યો. કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ હવે એ કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ દર્શાવીએ છીએ. એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી એવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૧૫ જાણી કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી “હું સર્વકર્મઉપાધિરહિત સિદ્ધ-સમાન આત્મા છું.” ઇત્યાદિ વિચાર વડે તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર નથી. અથવા અચલ, અખંડિત અને અનુપમાદિ વિશેષણોવડ આત્માને ધ્યાવે છે; પણ એ વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર નથી. કોઈ વેળા સૂતા-બેસતાં જે-તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને જ્ઞાનીને આસ્રવ-બંધ નથી,'—એમ આગમમાં કહ્યું છે. તેથી કોઈ વેળા વિષય-કપાયરૂપ થાય છે ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છંદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે. સ્વ-પરને જાણ્યાનું ચિહ્ન તો વૈરાગ્યભાવ છે. શ્રી સમયસાર નિર્જરા અધિકાર કળશમાં પણ કહ્યું છે કે-સભ્યપદDર્મવતિ નિયતં જ્ઞાનવૈરાગ્યશ$િ: (કળશ-૧૩૬ ) અર્થ – સમ્યગ્દષ્ટિને નિશ્ચયથી જ્ઞાન-વૈરાગ્યશક્તિ હોય છે. તથા ત્યાં એમ પણ કહ્યું છે કે सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा, आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। १६७।। અર્થ:- પોતાની મેળે જ “હું સમ્યગ્દષ્ટિ છું, મને કદીપણ બંધ નથી” એ પ્રમાણે ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી, વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો, તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજુ પણ તે પાપી જ છે; એ બંને આત્મા-અનાત્માના જ્ઞાન-રહિતપણાથી સમ્યકત્વરહિત જ છે. વળી અમે પૂછીએ છીએ કે-પરને પણ જાણ્યું, તો પરદ્રવ્યમાં રાગાદિ કરવાનું શું પ્રયોજન રહ્યું? મોહના ઉદયથી રાગાદિ થાય છે, પૂર્વે ભરતાદિ જ્ઞાની થયા તેમને પણ વિષયકષાયરૂપ કાર્ય થયાં સાંભળીએ છીએ ? ઉત્તર:- જ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાદિક થાય છે એ સત્ય છે, પરંતુ બુદ્ધિપૂર્વક રાગાદિક થતાં નથી, તેનું વિશેષ વર્ણન આગળ કરીશું. જેને રાગાદિ થવાનો કંઈપણ ખેદ નથી–તેના નાશનો ઉપાય નથી, તેને “રાગાદિક બૂરા છે” એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના સમ્યગ્દષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬] મોક્ષમાર્ગ પ્રકાશક કેવી રીતે હોય? જીવ-અજીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એ એટલું જ શ્રદ્ધાન છે. વળી ભરતાદિ સમ્યગ્દષ્ટિઓને વિષય-કષાયોની પ્રવૃત્તિ જેવી રીતે હોય છે, તે પણ આગળ વિશેષરૂપ કહીશું; તું તેમના ઉદાહરણ વડે સ્વચ્છંદી થઈશ તો તને તીવ્ર આસ્રવ-બંધ થશે. શ્રી સમયસારકળશમાં પણ એ જ કહ્યું છે કે-“મના જ્ઞાનનયેષિoોગવિ પતિત્ત્વછમન્વોન: (સમયસાર કળશ-૧૧૧) અર્થ:- જ્ઞાનનયને અવલોકવાવાળા પણ જે સ્વચ્છંદી અને મંદ ઉધમી થાય છે તે પણ સંસારમાં બૂડે છે. તથા ત્યાં અન્ય પણ “જ્ઞાનિન વર્મ ન નીતુ છÇ મુતિ” (સમયસાર કળશ-૧૫૧) ઇત્યાદિ કળશમાં વા “તથાપિ ન નિરતં ચરિતુષ્યિતે જ્ઞાનિના” (સમયસાર કળશ-૧૬૬ ) ઇત્યાદિ કળશમાં સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. ઇચ્છા વિના જે કાર્ય થાય તે કર્મબંધનું કારણ નથી પણ પોતાના અભિપ્રાયથી કર્તા થઈ કરે, અને જ્ઞાતા રહે એમ તો બને નહિ, ઇત્યાદિ નિરૂપણ કર્યું છે. માટે રાગાદિકને બૂરા-અહિતકારી જાણી તેના નાશને અર્થે ઉધમ રાખવો. તેના અનુક્રમમાં પહેલાં તીવ્રરાગાદિ પણ છોડવા અર્થે અનેક અશુભકાર્યો છોડી શુભકાર્યમાં લાગવું, પછી મંદરાગાદિ પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગરૂપ થવું. વળી કેટલાક જીવો અશુભમાં કલેશ માનીને વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને પણ ઘટાડે છે તથા શુભને હેય જાણી શાસ્ત્રાભ્યાસાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગભાવરૂપ શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી તેથી તે જીવો ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ-નિરૂધમી થાય છે. તેની નિંદા પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દષ્ટાંત આપ્યું છે કે “જેમ १. येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलितविलोचनपुटाः किमपि स्वबुद्धयावलोक्य यथासुखमासते; ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल ऐव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसाहित्या इव, समुल्बणबलसञ्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोह इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरुपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्द्रा अरमागतकर्मफलचेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव વનન્તિ– Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૧૭ ઘણી ખીર-ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુધમી છે, તેમ તે જીવો આળસુ-નિરુદ્યમી થયા છે.” હવે તમને પૂછીએ છીએ કે તમે બાહ્ય તો શુભ-અશુભ કાર્યોને ઘટાડ્યાં, પણ ઉપયોગ તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ કયાં રહે છે? તે કહો. જો તે કહે કે “આત્માનું ચિંતવન કરીએ છીએ,” તો શાસ્ત્રાદિ વડે અનેક પ્રકારના આત્માના વિચારોને તો તે વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહિ. કારણ કે-વારંવાર એકરૂપ ચિંતવનમાં છદ્મસ્થનો ઉપયોગ લાગતો નથી. શ્રી ગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી, તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં પ્રવર્તે છે, તો તારો ઉપયોગ શ્રી ગણધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારું કહેવું પ્રમાણ નથી. જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, તેમ તું ધર્મમાં નિરુદ્યમી થઈ પ્રમાદસહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. કોઈ વેળા અર્થ:- જે જીવો કેવલ નિશ્ચયનયના અવલંબી છે, વ્યવહારરૂપ સ્વસમયમય ક્રિયાકર્મકાંડને આડંબર જાણી વ્રતાદિકમાં વિરાગી બની રહ્યા છે, તેઓ અર્ધ-ઉન્મીલિત લોચનથી ઊર્ધ્વમુખી બની સ્વચ્છેદવૃત્તિને ધારણ કરે છે. કોઈ કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે કે “ અમે સ્વરૂપને અનુભવીએ છીએ” એવી સમજણથી સુખરૂપ પ્રવર્તે છે, તેઓ ભિન્ન સાધ્યસાધનભાવરૂપ વ્યવહારને તો માનતા નથી પણ નિશ્ચયરૂપ અભિન્ન સાધ્ય-સાધનને પોતાનામાં માનતા છતા એમ જ બ્રેકી રહ્યા છે, વસ્તુતત્ત્વને પામતા નથી. એવા જીવો ન નિશ્ચયપદને પ્રાપ્ત થાય છે કે ન વ્યવહારપદને પ્રાપ્ત થાય છે, પરંતુ ડુતોશ્રણ હતોશ્રણ બની અધવયમાં જ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલા બની મૂચ્છિત જેવા થઈ રહ્યા છે જેમ કોઈ ઘણાં ઘી-સાકર-દૂધ આદિ ગરિષ્ટ (ભારે) વસ્તુના ભોજન-પાનથી સુથિર-આળસુ બની રહે છે, અર્થાત્ પોતાની ઉત્કૃષ્ટ દેહના બળથી જડ જેવા બની રહે છે તેમ તેઓ મહા ભયાનક ભાવથી સમજો કે-મનની ભ્રષ્ટતાથી મોહિત-વિક્ષિપ્ત થઈ રહ્યા છે, ચૈતન્યભાવથી રહિત જાણે વનસ્પતિ જ છે. મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાને પુણ્યબંધના ભયથી અવલંબન કરતા નથી તથા પરમ નિષ્ફર્મદશારૂપ જ્ઞાનચેતનાને પણ અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળભાવોને ધારી રહ્યા છે, પ્રગટ અને અપ્રગટરૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે; એવા જીવો મહા અશુદ્ધોપયોગથી આગામીકાળમાં કર્મફળચેતનાથી પ્રધાન થતા થકા વનસ્પતિ સમાન જડ બની કેવળ પાપને જ બાંધવાવાળા છે. કહ્યું છે કે “णिच्छयमालम्बता णिच्छयदो णिच्छयं अयाणंता; णसंति चरणकरणं बाहरिचरणालसा केई।" (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭ર ની વ્યાખ્યામાંથી) અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] મોક્ષમાર્ગ પ્રકાશક કાંઈ ચિંતવન જેવું કરે છે, કોઈ વેળા વાતો બનાવે છે, તથા કોઈ વેળા ભોજનાદિ કરે છે; પણ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે તું શાસ્ત્રાભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી; માત્ર શુન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી, ત્યાં કલેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડયા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને છે. અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી સિદ્ધસમાન શુદ્ધ માની પોતાની મેળે જ આનંદિત થાય છે, અથવા જેમ કોઈ ઠેકાણે રતિ માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય તેને તે અનુભવજનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરતિ માની ઉદાસ થાય છે, તેમ વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે તેને તું વૈરાગ્ય માને છે; પણ એવા જ્ઞાનવૈરાગ્ય તો કષાયગર્ભિત છે. વીતરાગરૂપ ઉદાસીનદશામાં તો જે નિરાકુળતા થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્રમોહની હીનતા થતાં પ્રગટ થાય છે. વળી તે વ્યાપારાદિ કલેશ છોડી ઇચ્છાનુસાર ભોજનાદિ વડે સુખી થતો પ્રવર્તે છે, અને પોતાને ત્યાં કષાયરહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન હોય છે, અને જ્યાં સુખસામગ્રી છોડી દુખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ-દ્વેષ ન ઊપજે ત્યાં નિષ્કપાયભાવ હોય છે. એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે. એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદષ્ટિ જાણવા. જેમ વેદાંતી વા સાંખ્યમતવાળા જીવ કેવળશુદ્ધાત્માના શ્રદ્ધાની છે, તેમ આ પણ જાણવા; કારણ કેશ્રદ્ધાનની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઇષ્ટ લાગે છે, અને આનો ઉપદેશ તેમને ઈષ્ટ લાગે વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કે-કેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવર-નિર્જરા થાય છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું અને પોતાના સિવાય અન્ય જીવ-પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આગ્નવ-બંધ થાય છે, માટે તે અન્ય વિચારથી પરાભુખ રહે છે. એ પણ સત્ય શ્રદ્ધાન નથી; કારણ કે-શુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતવન કરો અથવા અન્ય ચિંતવન કરો, પણ જો વીતરાગસહિત ભાવ હોય, તો ત્યાં સંવર-નિર્જરા જ છે અને જ્યાં રાગાદિરૂપ ભાવ હોય, ત્યાં આસ્રવ-બંધ જ છે, જો પરદ્રવ્યને જાણવાથી જ આસવ-બંધ થાય તો કેવળીભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે તેથી તેમને પણ આસ્રવ-બંધ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૧૯ પ્રશ્ન:- છમસ્થને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવ-બંધ થાય છે? ઉત્તર:- એમ પણ નથી. કારણ કે શુકલધ્યાનમાં પણ મુનિઓને છએ દ્રવ્યોનાં દ્રવ્યગુણ-પર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિ-મન:પર્યયાદિમાં પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે, વળી ચોથાગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને પણ આસ્રવ-બંધ વધારે છે. તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનમાં આહારવિહારાદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસ્રવ-બંધ થોડો છે, અને ગુણશ્રેણીનિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્યના-પરદ્રવ્યના ચિંતવનથી નિર્જરા–બંધ નથી, પણ રાગાદિક ઘટતાં નિર્જરા છે. તથા રાગાદિક થતાં બંધ છે, તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. તેથી અન્યથા માને છે. પ્રશ્ન:- જો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નય-પ્રમાણ- નિપાદિનો વા દર્શન જ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ? ઉત્તર:- જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી, માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે સામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન રહ્યા કરે, ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે. પણ તે વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે. પ્રશ્ન- ત્યાં તો ઘણા વિકલ્પ થયા. તો નિર્વિકલ્પદશા કેવી રીતે સંભવે? ઉત્તર:- નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમકે છદ્મસ્થનું જાણવું વિચાર સહિત હોય છે, તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું, પણ આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિ-એમ કહીએ, તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી. અહીં જો એમ કહીએ કે પોતાનો જ વિચાર રહે છે, પરનો નહિ.” પણ પરમાં પરબુદ્ધિ થયા વિના, નિજમાં નિજબુદ્ધિ કેવી રીતે આવે ? ત્યારે તે કહે છે કે “શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે भावयेत् भेदविज्ञानमिदमच्छिन्नधारयाः તાવવFરવુવા જ્ઞાનું જ્ઞાને પ્રતિષતે ! (કળશ-૧૩૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦] મોક્ષમાર્ગ પ્રકાશક અર્થ:- આ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે જ્યાં સુધી પરથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય, માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જ જાણ્યા કરે છે.” હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ-પરને એક જાણતો હતો, પછી એ બંને જુદાં જાણવા માટે ભેદવિજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં સુધી જ્ઞાન પરરૂપને ભિન્ન જાણી પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ નિશ્ચિત થાય, પણ તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી; પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે; પણ અહીં એમ નથી કેપરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. કારણ કે-પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. તો કેવી રીતે છે? તો કહીએ છીએ-રાગ-દ્વષવશથી કોઈ જ્ઞયને જાણવામાં ઉપયોગ લગાવવો, વા કોઈ જ્ઞયને જાણતાં ઉપયોગને છોડાવવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય અન્ય જ્ઞયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પદશા જાણવી. પ્રશ્ન:- છમસ્થનો ઉપયોગ તો નાના શેયમાં અવશ્ય ભમે, તો ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? ઉત્તર:- જેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે, સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે. પુણાવિંતાનિરોધો ધ્યાનમ (મોક્ષશાસ્ત્ર અ. ૮ સૂત્ર-૨૭) એકનું મુખ્ય ચિંતવન હોય તથા અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે. સૂત્રની સર્વાર્થસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે “જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય.” વળી એવી પણ વિવિક્ષા છે કે સંતાન અપેક્ષા નાના શયનું પણ જાણવું થાય છે, પરંતુ જ્યાંસુધી વીતરાગતા રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહિ ત્યાંસુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ. પ્રશ્ન:- જો એમ છે, તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? ઉત્તર:- જે શુભ-અશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે, તેમાં ઉપયોગ લાગતાં જેને રાગ-દ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપચિંતવન કરે તો જેને રાગ-દ્વેષ ઘટે છે, એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વોક્ત ઉપદેશ છે. જેમ-કોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘરે જતી હતી, તેને મનાઈ કરી કે પરઘરે ન જા, ઘરમાં બેસી રહે; તથા જે સ્ત્રી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૨૧ નિર્વિકારભાવથી કોઈના ઘરે જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી; તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગ-દ્વેષભાવથી પરદ્રવ્યોમાં પ્રવર્તતી હતી, તેને મના કરી કહ્યું કે “પદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે; પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી. પ્રશ્ન:- જો એમ છે, તો મહામુનિ પરિગ્રાદિના ચિંતવનનો ત્યાગ શામાટે કરે છે? ઉત્તર:- જેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરોનો ત્યાગ કરે છે, તેમ વીતરાગ પરિણતિ રાગ-દ્વેષના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે; પણ જે વ્યભિચારનાં કારણ નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગ-દ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય જાણવાનો ત્યાગ નથી. ત્યારે તે કહે છે કે જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય પણ પ્રયોજન વિના જેના–તેના ઘરે જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે, પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય નથી. સમાધાન:- જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, તેમ પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. અહીં એમ જાણવું કે-જેમ શીલવતી સ્ત્રી ઉધમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ પરવશતાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે, તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી શ્રી આદિનો પરિષહું મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે એમ માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી. એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું. પ્રશ્ન:- જો એમ છે, તો શાસ્ત્રમાં એક શામાટે કહ્યું છે કે-આત્માનું શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે? ઉત્તર:- અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતારૂપે શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ હતું તેને છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થવાથી પરદ્રવ્યમાં રાગદ્વષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન-જ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય છે; પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય, જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨] મોક્ષમાર્ગ પ્રકાશક તથા નિજદ્રવ્યને ભલું જાણવું થાય ત્યાં તો રાગ-દ્વેષ સહજ જ થયા; પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તન કરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક થાય છે એમ જાણવું. માટે ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યજ્ઞાન છે, તથા જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્મચારિત્ર છે અને એવો જ મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે. એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંતપક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કર્યું. વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે. અહીં એમ જાણવું કે-વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપ-પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ. આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે, અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપચ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે, તો તે નરકાદિ દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિ છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો જ જાણવો. એવા અભિપ્રાયથી અહીં નિરૂપણ કરીએ છીએ. [ કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી ] કોઈ જીવ તો કુળક્રમવડે જ જૈની છે પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી, માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૨૩ પોતાના કુળધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણે શું રહ્યું? કહ્યું છે કે लोयम्मि रायणीई णायं ण कुलकम्म कइयावि। किं पुण तिलोयपहुणो जिणंदधम्मादिगारम्मि।। (ઉપ. સિ. ૨. માળા, ગા. ૭) અર્થ:- લોકમાં એવી રાજનીતિ છે કે-કુળક્રમ વડે કદી તેનો ન્યાય થતો નથી. જેનું કુળ ચોર છે, તેને ચોરી કરતાં પકડી લે તો તેનો કુળક્રમ છે એમ માનીને છોડતા નથી પણ દંડ જ આપે છે, તો ત્રિલોકપ્રભુ જિનેન્દ્રદેવના ધર્માધિકારમાં શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે? વળી જો પિતા દરિદ્રી હોય અને પોતે ધનવાન થાય તો ત્યાં કુળક્રમ વિચારી પોતે દરિદ્રી રહેતો જ નથી, તો ધર્મમાં કુળનું શું પ્રયોજન છે? પિતા નરકમાં જાય અને પુત્ર મોક્ષ જાય છે ત્યાં કુળક્રમ કયાં રહ્યો? જો કુળ ઉપર જ દષ્ટિ હોય તો પુત્ર પણ નરકગામી થવો જોઈએ, માટે ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી. શાસ્ત્રોના અર્થને વિચારીને જો કાળદોષથી જૈનધર્મમાં પણ પાપી પુરુષોએ કુદેવ-કુગુરુકુધર્મ સેવનાદિરૂપ તથા વિષય-કષાય પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ કરી જિનઆજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે. પ્રશ્ન:- પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી? ઉત્તર:- જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. જે પરંપરા અનાદિનિધન જૈનધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રરૂપણ કર્યું છે, તેની પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? તથા તેને છોડી પુરાતન જૈનશાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય? બીજાં, કુળમાં જેવી જિનદેવની આજ્ઞા છે તેવી જ ધર્મની પ્રવૃત્તિ હોય તો પોતે પણ તે જ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે, પરંતુ તેને કુળાચરણ ન જાણી, ધર્મ જાણી તેના સ્વરૂપ-ફળાદિનો નિશ્ચય કરી અંગીકાર કરવો. જે સાચા ધર્મને પણ કુળાચાર જાણી પ્રવર્તે છે તેને ધર્માત્મા કહી શકાય નહિ, કારણ કે-કુળના સર્વ તે આચરણને છોડે તો પોતે પણ છોડી દેશે. વળી તે જે આચરણ કરે છે તે કુળના ભયથી કરે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] મોક્ષમાર્ગ પ્રકાશક પણ કાંઈ ધર્મબુદ્ધિથી કરતો નથી, માટે તે ધર્માત્મા નથી. તેથી કુળસંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મ-સંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમ જ પ્રવર્તવું યોગ્ય છે. [ પરીક્ષારહિત આજ્ઞાનુસારી ઘર્મધારક વ્યવહારાભાસી] વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ અજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી જિનઆજ્ઞા માનવી યોગ્ય છે. પરીક્ષા કર્યા વિના સત્ય-અસત્યનો નિર્ણય કેવી રીતે થાય? અને નિર્ણય કર્યા વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ આણે જૈનશાસ્ત્રની આજ્ઞા માની, એ તો પક્ષ વડ જ આજ્ઞા માનવા બરાબર છે. પ્રશ્ન:- તો શાસ્ત્રમાં દશ પ્રકારના સમ્યકત્વમાં આજ્ઞાસમ્યકત્વ કહ્યું છે, આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિઃશંકિતઅંગમાં જિનવચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે? ઉત્તરઃ- શાસ્ત્રમાં કોઈ કથન તો એવાં છે કે જેની પ્રત્યક્ષ અનુમાનઆદિ વડે પરીક્ષા કરી શકાય છે, તથા કોઈ કથન એવાં છે કે જે પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર નથી, તેથી તે આજ્ઞા વડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદાજુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષઅનુમાનાદિગોચર હોય તેની તો પરીક્ષા કરવી, તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે, તે શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર નથી એવાં કથન કર્યા હોય તેની પણ પ્રમાણતા કરવી, તથા જે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, તેના સર્વ કથનની અપ્રમાણતા માનવી. પ્રશ્ન:- પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે, તો શું કરવું? ઉત્તર:- જે આખંભાષિત શાસ્ત્ર છે, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણવિરુદ્ધ હોય નહિ, કારણ કે-જેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગ-દ્વેષ હોય, તે જ અસત્ય કહે; હવે આમ એવા હોય નહિ. તે પરીક્ષા બરાબર કરી નથી, માટે ભ્રમ છે. પ્રશ્ન:- છદ્મસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫ ઉત્તર:- સત્ય-અસત્ય બંને વસ્તુઓને કસવામાં તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં આવે તો સાચી જ પરીક્ષા થાય; પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે, ત્યાં જ અન્યથા પરીક્ષા થાય છે. પ્રશ્ન:- શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણાં છે, તો કોની કોની પરીક્ષા કરીએ? ઉત્તર:- મોક્ષમાર્ગમાં દેવ-ગુરુ-ધર્મ, જીવાદિ તત્ત્વ તથા બંધ-મોક્ષમાર્ગ પ્રયોજનભૂત છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યાં હોય તેની સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યા હોય તેની આજ્ઞા ન માનવી. જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠ બોલતો નથી તે પ્રયોજનરહિત કાર્યમાં કેવી રીતે જૂઠ બોલશે? તેમ જે શાસ્ત્રોમાં પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ અન્યથા કહ્યું નથી, તેમાં પ્રયોજનરહિત દ્વીપસમુદ્રાદિનું કથન અન્યથા કેવી રીતે હોય? કારણ કે-દેવાદિકનું કથન અન્યથા કરતાં તો વક્તાના વિષય-કષાય પોષાય છે. પ્રશ્ન:- વિષય-કપાયવશ દેવાદિકનું કથન તો અન્યથા કર્યું, પણ તે જ શાસ્ત્રોમાં બીજાં કથન અન્યથા શા માટે કર્યા? ઉત્તર:- જો એક જ કથન અન્યથા કરે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ જાય, તથા જુદી પદ્ધતિ ઠરે નહિ તે માટે ઘણાં કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ ઠરે. ત્યાં તુચ્છબુદ્ધિ ભ્રમમાં પડી જાય છે કે આ પણ મત છે આ પણ મત છે. એટલા માટે પ્રયોજનભૂતનું અન્યથાપણું ભેળવવા અર્થે અપ્રયોજનભૂત પણ અન્યથા કથન ઘણા કર્યા, તથા પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચાં કથન પણ કર્યા, પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહિ, પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાસે તે મતની સર્વ આજ્ઞા માને. એવી પરીક્ષા કરતાં એક જૈનમત જ સત્ય ભાસે છે-અન્ય નહિ, કારણ કે-એના વક્તા શ્રી સર્વજ્ઞવીતરાગ છે, તેઓ જૂઠ શામાટે કહે? એ પ્રમાણે જિનઆજ્ઞા માનવાથી જે સત્યશ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞાસમ્યકત્વ છે. તથા ત્યાં એકાગ્રચિંતવન હોવાથી તેનું જ નામ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યકત્વ વા ધર્મધ્યાન થઈ જાય તો જે દ્રવ્યલિંગી આજ્ઞા માની મુનિ થયો છે, તથા આજ્ઞાનુસાર સાધનવડે રૈવેયક સુધી જાય છે, તેને મિથ્યાદષ્ટિપણે કેવી રીતે રહ્યું? માટે કંઈક પરીક્ષા કરી, આજ્ઞા માનવાથી જ સમ્યકત્વ વા ધર્મધ્યાન થાય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને જ પુરુષની પ્રતીતિ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬] મોક્ષમાર્ગ પ્રકાશક વળી તે કહ્યું કે જિનવચનમાં સંશય કરવાથી સમ્યકત્વમાં શંકા નામનો દોષ થાય છે, પણ “ન માલૂમ આ કેમ હશે? એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ થાય, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતાં જ સમ્યકત્વમાં દોષ લાગે તો અસહસ્ત્રીમાં આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનને ઉત્તમ શામાટે કહ્યો? પૃચ્છના આદિને સ્વાધ્યાયનાં અંગ કેવી રીતે કહ્યાં? પ્રમાણ-નય વડ પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ શામાટે આપ્યો? માટે પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે. પણ કેટલાક પાપી પુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જિનવચન ઠરાવ્યું છે તેને જૈનમતનાં શાસ્ત્ર જાણી પ્રમાણ ન કરવું, ત્યાં પણ પ્રમાણાદિથી પરીક્ષા કરી વા પરસ્પર શાસ્ત્રોથી તેની વિધિ મેળવી, વા “આ પ્રમાણે સંભવિત છે કે નહિ ?” એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને મિથ્યા જ જાણવો. જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળાની જગ્યાએ કોઈ શાહુકારનું નામ લખ્યું હોય, ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય; તેમ કોઈ દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાષ્ટિ જ થાય. પ્રશ્ન:- તો ગોમ્મસાર ગાથા ર૭માં એમ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યગ્દષ્ટિ જ છે”—એ કથન કેવી રીતે કર્યું છે? ઉત્તરઃ- જે પ્રત્યક્ષ અનુમાનાદિગોચર નથી, તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ શકે તેની અપેક્ષાએ એ કથન છે, પણ મૂળભૂત દેવ-ગુરુ-ધર્માદિક વા તત્ત્વાદિકનું અન્યથા શ્રદ્ધાન થતાં તો સમ્યગ્દર્શન સર્વથા રહે જ નહિ–એવો જ નિશ્ચય કરવો. માટે પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જ જે જૈની છે, તે પણ મિથ્યાષ્ટિ જાણવા. વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી, માત્ર દયા-શીલ-તપ-સંયમાદિ ક્રિયાઓ વડે, પૂજા-પ્રભાવનાદિ કાર્યો વડે, અતિશય-ચમત્કારાદિ વડે વા જૈનધર્મથી “ઇષ્ટપ્રાપ્તિ થવાના કારણે જૈનમતને ઉત્તમ જાણી પ્રીતિવાન થઈ જૈની થાય છે. પરંતુ અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાતિ દોષ હોય છે. १ सम्माइट्ठी जीवो उवइ8 पवयणं तु सद्दहदि। સદ્દરિ મનભાવે નાળાસો ગુરુળિયો TT TT ર૭ | (જીવકાંડ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૨૭ પ્રશ્ન:- એ કાર્યો જૈનધર્મમાં જેવાં છે, તેવાં અન્યમતમાં હોતાં નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી? ઉત્તર:- એ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવાં તું દયાદિક માને છે, તેવાં તો તેઓ પણ નિરૂપણ કરે છે. પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં. ત્યારે તે કહે છે કે-તેમનામાં એ બરાબર નથી, કેમકે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે. ઉત્તર:- ત્યાં દયાદિકનો અંશમાત્ર તો આવ્યો ! માટે એ લક્ષણોને અતિવ્યાપ્તિ-પણું હોય છે, તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહિ. તો કેવી રીતે થાય? જૈનધર્મમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યાં સત્ય દેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતાં સમ્યજ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્મચારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, તેવું કોઈપણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી, તથા જૈન વિના અન્યમતીઓ એવાં કાર્યો કરી શકતા નથી. માટે એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે છે, તે મિથ્યાદષ્ટિ જ રહે છે. વળી કેટલાક સંગતિ વડે જૈનધર્મ ધારે છે, કેટલાક મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા દેખી પોતે પણ તેમાં પ્રવર્તે છે, તથા કોઈ દેખાદેખી જૈનધર્મની શુદ્ધ અશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, -ઇત્યાદિ અનેક પ્રકારના જીવો પોતે તો વિચારપૂર્વક જૈનધર્મનાં રહસ્યને પિછાણતા નથી, અને જૈન નામ ધરાવે છે, તે સર્વ મિથ્યાદષ્ટિ જ જાણવાં. હા, એટલું ખરું કે જૈનમતમાં પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી અને પુણ્યનાં નિમિત્ત ઘણાં છે, તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે, તેથી જે કુળાદિકથી પણ જેની છે તેઓ બીજાઓ કરતાં તો ભલા જ છે. [ સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહારાભાસી] જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષય-કપાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈન થાય છે તે તો પાપી જ છે; કારણ કે-અતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય છે; તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઇચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યાષ્ટિ જ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- હિંસાદિક વડે જે કાર્યો કરીએ, તે કાર્યો ધર્મસાધન વડે સિદ્ધ કરીએ તો તેમાં બૂરું શું થયું? એથી તો બંને પ્રયોજન સધાય છે? ઉત્તર:- પાપકાર્ય અને ધર્મકાર્યનું એકસાધન કરતાં તો પાપ જ થાય. જેમ કોઈ ધર્મના સાધનરૂપ ચૈત્યાલય બનાવી, તેને જ સ્ત્રીસેવનાદિ પાપોનું પણ સાધન કરે તો તેથી પાપ જ થાય. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જાદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ ચેત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી; તેમ પૂજા-શાસ્ત્રાદિક કે જે ધર્મનાં સાધનરૂપ કાર્યો છે, તેને જ આજીવિકાદિ પાપનાં પણ સાધન બનાવે તો પાપી જ થાય. આજીવિકાદિક અર્થે હિંસાદિક વડે વ્યાપારાદિક કરે તો કરો, પરંતુ પૂજનાદિ કાર્યોમાં તો આજીવિકાદિનું પ્રયોજન વિચારવું યોગ્ય નથી. પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન કરીને પરવર ભોજન કરે છે, તથા સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે-કરાવે છે, તે કેમ બને? ઉત્તર:- તેઓ પોતે કાંઈ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન-ઉપકારાદિક કરે છે તો તેમાં કાંઈ દોષ નથી; પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે. જે વૈરાગ્યવાન થઈ મુનિપણું અંગીકાર કરે છે, તેને ભોજનાદિકનું પ્રયોજન હોતું નથી, કોઈ સ્વયં ભોજનાદિક આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહિ તો સમતા રાખે છે – સંકલેશ રૂપ થતા નથી, વળી તેઓ પોતાના હિત અર્થે ધર્મ સાધે છે, તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો તેથી પોતાને કાંઈ સંકલેશ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિનું પ્રયોજન વિચારી બાહ્યધર્મસાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો સંકલેશ કરે, યાચના કરે, ઉપાય કરે વા ધર્મસાધનમાં શિથિલ થઈ જાય, તો તેને પાપી જ જાણવો. એ પ્રમાણે સાંસારિક પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે પાપી પણ છે અને મિથ્યાદષ્ટિ તો છે જ. એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદષ્ટિ જાણવા. [ વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ] હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ: જે જીવો કુળપ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [૨૨૯ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો કયાંય છે, દષ્ટિ ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે?” એ આદિનું કાંઈ ભાન નથી. કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી. વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ પરિણામોની પિછાણ નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિકભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. વળી પૂજા-પ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય ના વિષયકષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક ઉપજાવે છે. પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે-અહીં અપરાધ કેટલો થાય છે, અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી. વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી. કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થધર્મને સાધે છે. વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦ ] તથા કંઈક આગમમાં કહ્યું તેમનામાં મિશ્રપણું હોય છે. મોક્ષમાર્ગ પ્રકાશક તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે [ધર્મબુદ્ધિથી ધર્મધા૨ક વ્યવહા૨ાભાસી ] વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, અર્થાત્ માત્ર વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે. સમ્યગ્દર્શનનું અન્યથારૂપ શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની અરહંતદેવ, નિગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે, પરંતુ તેના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્યલક્ષણો વડે પરીક્ષા કરે છે, અને એવી પ્રતીતિ વડે તેઓ સુદેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ દેવભક્તિનું અન્યથારૂપ અદ્ભુતદેવ ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિદોષ રહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે. સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે. તથા જેણે કામ-ક્રોધાદિ નાશ કર્યા છે-ઇત્યાદિ વિશેષણ કહે છે; તેમાં કેટલાંક વિશેષણ તો પુદ્દગલાશ્રિત છે તથા કેટલાંક વિશેષણ જીવાશ્રિત છે, તેને ભિન્નભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અરહંતપર્યાયમાં જીવ-પુદ્દગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું ધા૨ણ કરે છે. વળી બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અર ંતદેવનું મહાનપણું આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા માને છે. જો જીવનાં યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ રહે નહિ. વળી તે અરહંતોને સ્વર્ગ-મોક્ષદાતા દીનદયાળ, અધમોદ્ધારક અને પતિત-પાવન માને છે, તે તો જેમ અન્યમતીઓ કર્તૃત્વબુદ્ધિથી ઇશ્વરને માને છે, તેમ આ પણ અરહંતને માને છે, પણ એમ નથી જાણતો કે-ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. તેને અરહંત તો નિમિત્તમાત્ર છે, તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે. પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ-મોક્ષાદિ દાતા નથી. વળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર અરહંતાદિકના નામાદિકથી શ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે, પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો કયાંથી થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે. ૨૩૧ વળી અ૨હંતાદિના નામ-પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ કરે છે. પણ ઇષ્ટ-અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી, અ૨હંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો. કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ. વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે, પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય એટલા માટે અશુભરાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી પણ શુદ્ધોપયોગનો ઉધમી રહે છે. તે જ શ્રી પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬ ની ) વ્યાખ્યામાં પણ કહ્યું છે કે-અયં હિ स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्य ज्ञानिनो भवति। उपरितनभूमिकायालब्धास्पदस्यानस्थानरागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति । અર્થ:- આ ભક્તિ, કેવળભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવાને અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. પ્રશ્ન:- જો એમ છે, તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે ? ઉત્તર:- યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહિ, તથા રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે; જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત્ અજ્ઞાનીને પણ હોય છે–એમ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૩ર] મોક્ષમાર્ગ પ્રકાશક એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું. ગુરુભક્તિનું અન્યથારૂપ હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએઃ કેટલાક જીવ આજ્ઞાનુસારી છે તેઓ તો “આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી ' એમ વિચારી તેમની ભક્તિ કરે છે, તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે તો ત્યાં “આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ કરે છે, સુધાદિપરિષહુ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે -ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈનીમિથ્યાષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં અતિવ્યાયિપણું છે, એ વડ સાચી પરીક્ષા થાય નહિ; વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિઓનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી. જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદષ્ટિ રહે નહિ. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? માત્ર પુણ્યબંધના કારણભૂત શુભક્રિયારૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે. શાસ્ત્રભક્તિનું અન્યથાપણું હવે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએ: કેટલાક જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે માટે કેવળીના પૂજ્યપણાથી આ પણ પુજ્ય છે–એમ જાણી ભક્તિ કરે છે, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે કે-આ શાસ્ત્રોમાં વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિકનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે. એમ જાણી તેની ભક્તિ કરે છે, પણ એવાં કથન તો અન્ય શાસ્ત્ર-વેદાન્તાદિકમાં પણ હોય છે. વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણી ભક્તિ કરે છે; પરંતુ અહીં અનુમાનાદિકનો તો પ્રવેશ નથી તેથી સત્ય-અસત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે ? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. અહીં તો અનેકાન્તરૂપ સાચા જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી. કેમકે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યાષ્ટિ રહે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [૨૩૩ એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહાર-સમ્યકત્વ થયું માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી પ્રતીતિ વિના સમ્યકત્વની પ્રાપ્તિ નથી તેથી મિથ્યાદષ્ટિ જ છે. સાતતત્ત્વનું અન્યથારૂપ વળી શાસ્ત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનં સભ્ય વર્ણનમ્' (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન કયાંથી હોય? ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂઈના, રાગનું સ્વરૂપ અને તાલ–તાનના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી, અને સ્વરૂપ ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યકત્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી, અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય સ્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યકત્વ થતું નથી. વળી જેમ કોઈ સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે કે “આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,” એ પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે. શિવભૂતિમુનિ જીવાદિકનાં નામ જાણતા નહોતા અને * તુષHTષમિન્ન' (ભાવપાહુડ ગા. પ૩) એમ રટન લાગ્યા. હવે એ સિદ્ધાંતનો શબ્દ નહોતો પરંતુ સ્વપરના ભાવરૂપ ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાની થયા; અને અગીઆર અંગનો પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે મિથ્યાષ્ટિ જ રહે છે. - तुषमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य। નામે ય શિવમૂઠું વનાળી તું નાનો ફરૂા. (ભાવપાહુડ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૩૪] મોક્ષમાર્ગ પ્રકાશક હવે તેને તત્ત્વશ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે તે અહીં કહીએ છીએ જીવ-અજીવતત્ત્વનું અન્યથારૂપ જૈનશાસ્ત્રોથી જીવના ત્ર-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે. અજીવના પગલાદિ ભેદોને તથા તેના વર્ણાદિ ભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મ-શાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય. ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો-એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાષ્ટિ, નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દષ્ટિ કહેતા નથી. વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ આત્માનું કથન કરે છે, પરંતુ આ આત્મા હું છું –એવો ભાવ ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું—એવો ભાવ ભાસતો નથી. વળી પર્યાયમાં જીવ-પુગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે-એમ ભિન્ન-ભિન્ન ભાવ ભાસતો નથી. ઇત્યાદિ ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણ કે જીવ-અજીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે થયું નહિ. આસ્રવતવનું અન્યથારૂપ વળી આસ્રવતત્ત્વમાં-જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને હેય જાણે છે તથા અહિંસાદિ-રૂપ પુણાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૩૫ * સર્વજીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં અન્ય જીવ અન્ય જીવના એ કાર્યોનો કર્તા થાય, એ જ મિથ્યાઅધ્યવસાય બંધનું કારણ છે. ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તો પુણ્યબંધનું કારણ છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય પાપબંધનું કારણ છે. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્યબંધનાં કારણ છે તથા હિંસાની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે; એ સર્વ મિથ્યાઅધ્યવસાય છે તે ત્યાજ્ય છે, માટે હિંસાદિની માફક અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી તૈયરૂપ જ માનવાં. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુપૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુ અવશેષ વિના તે જીવે નહિ, આ પોતાની પ્રશસ્તરાગપરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે-એ પ્રમાણે એ બંને હૈય છે, જ્યાં વીતરાગ થઈ દુષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિબંધ છે, તે ઉપાદેય છે. હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે-આ પણ બંધનું કારણ છે-ય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો મિથ્યાદષ્ટિ જ થાય છે. વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ આસવના ભેદ છે, તેને બાહ્યરૂપથી તો માને પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહિ. ત્યાં અન્ય દેવાદિકના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે, પણ અનાદિ અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે. બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇંદ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ માને, પણ હિંસામાં પ્રમાદપરિણણત મૂળ તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નિહ. બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલા છે તેને ઓળખતો નથી. * સમયસાર ગા. ૨૫૪ થી ૨૫૬ તથા સમયસાર કળશ બંધ અધિકાર सर्वं सदैव नियतं भवति स्वकीय, कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान् मरणंजीवितदुःखसौख्यम्।। ६।। अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।। ७।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક તથા બાહ્યચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે. એ પ્રમાણે તે આગ્નવોનું સ્વરૂપ અન્યથા જાણે છે. વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આગ્નવભાવ છે, તેનો તો નાશ કરવાની ચિંતા નથી, અને બાહ્યક્રિયા વા બાહ્યનિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટવાથી કાંઈ આસ્રવ મટતા નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્યદેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી, તથા મન-વચન-કાયાને રોકે છે, તો પણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ હોય છે, બીજું એ કાર્યો તેઓ કપટ વડ પણ કરતા નથી, જો કપટથી કરે તો તે રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે. તેને ઓળખતો નથી તેથી તેને આસ્રવતત્ત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી. બંધતત્ત્વનું અન્યથારૂપ વળી બંધતત્ત્વમાં જે અશુભભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે અને શુભભાવ વડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં વૈષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે, તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું. જેવો આ પર્યાયસંબંધી સુખ-દુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો, તેવો જ ભાવી પર્યાયસંબંધી સુખ-દુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો. વળી શુભાશુભભાવો વડે પુણ્ય-પાપનાં વિશેષો તો અઘાતિકર્મોમાં થાય છે, પણ અઘાતિકર્મો આત્મગુણનાં ઘાતક નથી. બીજું શુભાશુભભાવોમાં ઘાતિકર્મોનો તો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપરૂપ જ છે અને એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ (શુભાશુભ ) ભાવો વડે કર્મબંધ થાય છે તેમાં ભલો-બૂરો જાણવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે. એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાન નથી. સંવરતવનું અન્યથારૂપ વળી સંવરતત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસૂવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ. પ્રશ્ન:- મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર-નિર્જરા પણ થાય છે, તે કેવી રીતે? ઉત્તર - એ ભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે તથા કંઈક સરાગ રહેલ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [૨૩૭ છે. જે અંશ વીતરાગ થયો તે વડે તો સંવર છે, તથા જે અંશ સરાગ રહ્યો તે વડે બંધ છે. હવે (મિશ્ર એવા) એક ભાવથી તો બે કાર્ય બને છે, પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્રભાવમાં પણ આ સરાગતા છે, આ વિરાગતા છે-એવી ઓળખાણ સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગભાવને હેયરૂપ શ્રદ્ધા છે. મિથ્યાષ્ટિને એવી ઓળખાણ નથી, તેથી તે સરાગભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેય શ્રદ્ધા છે. વળી સિદ્ધાંતમાં ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય તથા ચારિત્ર-તે વડે સંવર થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી. કેવી રીતે તે અહીં કહીએ છીએ: ગુસિ:- બાહ્ય મન-વચન-કાયાની ચેષ્ટા મટાડ, પાપચિંતવન ન કરે, મૌન ધારે, ગમનાદિ ન કરે, તેને તે ગુતિ માને છે; હવે મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્તરાગાદિ નાનાપ્રકારના વિકલ્પો થાય છે, અને વચન-કાયાની ચેષ્ટા પોતે રોકી રાખે છે પણ એ તો શુભપ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિમાં તો ગુણિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચનકાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુમિ છે. સમિતિઃ- વળી પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે. પણ હિંસાના પરિણામોથી તો પાપ થાય છે તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધનું કારણ કોણ ઠરશે? એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી. તો સમિતિ કેવી રીતે હોય છે?-મુનિઓને કિંચિત્ રાગ થતાં ગમનાદિકિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુ:ખી કરી પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી સ્વયમેવ જ દયા પળાય છે; એ પ્રમાણે સાચી સમિતિ છે. ધર્મ - વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી, પણ ત્યાં કોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાનાં લોભથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ, તે જ પ્રમાણે આ ક્રોધાદિનો ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિક થાય છે, જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિક ઊપજતા નથી, ત્યારે સાચો ધર્મ થાય છે. અનુપ્રેક્ષા:- વળી અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિકને બૂરાં જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો; તેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮] મોક્ષમાર્ગ પ્રકાશક શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યસ્વાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી ઉદાસીનતા તો વૈષરૂપ છે; જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વષ ન કરવો એવી સાચી ઉદાસીનતા અર્થે યથાર્થ અનિત્યતાદિકનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. પરીષહજય:- વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો, તેને તે પરિષહુસહુનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો અને અંતરંગમાં સુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દ:ખી થયો તથા રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, એ તો દુઃખ-સુખરૂપ પરિણામ છે, અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખનાં કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખનાં કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે, એ જ સાચો પરિષહજય છે. ચારિત્ર:- વળી હિંસાદિ સાવધ (પાપકારી) યોગના ત્યાગને ચારિત્ર માને છે, ત્યાં મહાવ્રતાદિરૂપ શુભયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવપદાર્થનું નિરૂપણ કરતાં મહાવ્રત-અણુવ્રતને પણ આસવરૂપ કહ્યાં છે તો એ ઉપાદેય કેવી રીતે હોય? તથા આસવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધન છે, તેથી મહાવ્રતાદિરૂપ આસવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; સર્વ કષાયરહિત જે ઉદાસીનભાવ તેનું જ નામ ચારિત્ર છે. જે ચારિત્રમોહના દેશઘાતિ સ્પદ્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્તરાગ થાય છે તે તો ચારિત્રનો મળ છે, એને નહિ છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધ-યોગનો જ ત્યાગ કરે છે; પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે તથા કેટલાક હરિતકાયોનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી, તેમ મુનિ હિંસાદિ તીવ્રકષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કેટલાક મંદકષાયરૂપ મહાવ્રતાદિનું પાલન કરે છે પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી. પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં મહાવ્રતાદિક કેમ કહ્યાં છે? ઉત્તર - ત્યાં તેને વ્યવહારચારિત્ર કહ્યું છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રતાદિ થતાં જ વીતરાગચારિત્ર થાય છે એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે; નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે. એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતો હોવાથી સંવરતત્ત્વનો પણ એ સાચો શ્રદ્ધાની થતો નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર | [૨૩૯ નિર્જરાતત્ત્વનું અન્યથારૂપ વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્યતપ જ કરવાથી તો નિર્જરા થાય નહિ. બાહ્યત: તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્યદુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ-તરસાદિ સહન કરે છે. પ્રશ્ન:- એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ તપ કરે તેને નિર્જરા થાય છે. ઉત્તરઃ- ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ, શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણ-પરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ? વળી અહીં જો એમ કહેશો કે “જેવો અશુભ-શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે.” તો ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ કયાં રહ્યું? ત્યાં તો અશુભ-શુભ પરિણામ બંધના કારણે ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યો. પ્રશ્ન:- તો તત્વાર્થસૂત્રમાં “તપસી નિર્નર ૨' (અ. ૯ સૂ. ૩) એમ શા માટે કહ્યું છે? ઉત્તર:- શાસ્ત્રમાં “પુચ્છાનિરોધસ્તપ:' એમ કહ્યું છે અર્થાત્ ઇચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ-અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપ વડે નિર્જરા કહી છે. પ્રશ્ન:- આહારાદિરૂપ અશુભની ઇચ્છા તો દૂર થતાં જ તપ થાય પરંતુ ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે? ઉત્તર:- જ્ઞાની પુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઇચ્છા છે, હવે ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે તેથી તેઓ ઉપવાસાદિક કરે છે, પણ જો ઉપવાસાદિથી શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ તીર્થકરો દીક્ષા લઈ બે ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થાય તેવાં બાહ્યસાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- જો એમ છે તો અનશનાદિકને તપસંજ્ઞા કેવી રીતે કહી ? ઉત્તર:- એને બાહ્યતપ કહ્યાં છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કેઆ તપસ્વી છે,” પણ પોતે તો જેવો અંતરંગપરિણામ થશે તેવું જ ફળ પામશે. કારણ કેપરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. પ્રશ્ન:- શાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે, ત્યાં ઇચ્છા વિના ભૂખ-તૃષાદિ સહન કરતાં નિર્જરા થાય છે તો ઉપવાસાદિ વડે કષ્ટ સહતાં નિર્જરા કેમ ન થાય? ઉત્તર:- અકામનિર્જરામાં પણ બાહ્યનિમિત્ત તો ઇચ્છારહિત ભૂખ-તૃષા સહન કરવી એ થયું છે તથા ત્યાં જો મંદકષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય-દેવાદિ પુણ્યનો બંધ થાય; પરંતુ જો તીવ્રકષાય થતાં પણ કષ્ટ સહન કરતાં પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય, પણ એમ બને નહિ. એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્યનિમિત્ત છે પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે, જેમ અન્નને પ્રાણ કહ્યો છે તેમ. એ પ્રમાણે બાહ્યસાધન થતાં અંતરંગતપની વૃદ્ધિ થાય છે તેથી ઉપચારથી તેને તપ કહે છે; પણ જે બાહ્યતપ તો કરે અને અંતરંગતા ન હોય તો ઉપચારથી તેને પણ તપસંજ્ઞા નથી. કહ્યું છે કે कषायविषयाहारस्त्यागो यत्र विधीयते। ઉપવાસ: સ વિશ્લેય: શેષ નંદનવ વિ: (સુભાષિતરત્નસંદોહ) અર્થાત-જ્યાં કપાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો; બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે. અહીં કોઈ કહે કે-જો એમ છે તો અમે ઉપવાસાદિ નહિ કરીએ? તેને કહીએ છીએ-ઉપદેશ તો ઊંચે ચઢવા અર્થે આપવામાં આવે છે, પણ તું ઊલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ ? જો તું માનાદિકથી ઉપવાસાદિક કરે છે તો કર વા ન કર. પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, પણ જો ધર્મબુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડ છે તો જેટલો રાગ છૂટયો તેટલો જ છૂટયો, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા! પણ અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. જેવી અનશનાદિ બાહ્યક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્યસાધન પણ અંતરંગતા નથીપરંતુ એવું બાહ્યપ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગતપ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૪૧ ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતાં શુદ્ધોપયોગરૂપ પરિણતિ થાય છે, ત્યાં તો નિર્જરા જ છે, બંધ થતો નથી. અને થોડી શુદ્ધતા થતાં શુભોપયોગનો પણ અંશ રહે છે, તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો શુભભાવ છે તેનાથી બંધ છે. અને એવો મિશ્રભાવ જ્યાં યુગપતું હોય છે ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે. પ્રશ્ન:- શુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે પરંતુ શુદ્ધ ભાવોથી બંનેની નિર્જરા થાય છે એમ કેમ ન કહો? ઉત્તર:- મોક્ષમાર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે, ત્યાં પુણ્ય-પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. ઉપર ઉપર પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ-ઉદય થાય છે તથા પાપપ્રકૃતિઓના પરમાણુ પલટી શુભપ્રકૃતિરૂપ થાય છે-એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતાં થાય છે, માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના જ અનુસાર નિયમ સંભવે છે. જાઓ! ચોથા ગુણસ્થાનવાળો શાસ્ત્રાભ્યાસ. આત્મચિંતવન આદિ કાર્ય કરે-ત્યાં પણ તેને (ગુણશ્રેણી) નિર્જરા નથી, બંધ પણ ઘણો થાય છે, અને પાંચમા ગુણસ્થાનવાળો વિષય સેવનાદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણશ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે તથા પાંચમા ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહારાદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે. માટે બાહ્યપ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કપાયશક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. તેનું પ્રગટસ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી જાણવું. એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને વ્યવહારતપ કહ્યું છે, વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી જે વીતરાગભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું. દષ્ટાંત-જેમ ધન વા અન્નને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા છે. કોઈ ઇઢિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે, તેમ અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતાનું પોષણ કરવામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક આવે છે, તેથી એ અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે. ઘણું શું કહીએ ! આટલું જ સમજી લેવું કે-નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી. મોક્ષતત્ત્વનું અન્યથારૂપ વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુ:ખ દૂર થયાં છે, અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેને જાણવું થયું છે, ત્રૈલોકયપૂજ્યપણું થયું છે-ઇત્યાદિરૂપથી તેનો મહિમા જાણે છે, પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, શેયને જાણવાની તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે; જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શી થઈ? વળી તેને એવો પણ અભિપ્રાય છે કે–સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે છે; સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનિત સુખ હોય છે તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે તેથી પોતે પણ વખાણે છે, એ પ્રમાણે આ મોક્ષને ઉત્તમ માને છે. પ્રશ્ન:- શાસ્ત્રમાં પણ ઇંદ્રાદિકથી અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે, તેનું શું કારણ ? ઉત્ત૨:- જેમ તીર્થંકરના શરીરની પ્રભાને સૂર્યપ્રભાથી ક્રોડગુણી કહી ત્યાં તેની એક જાતિ નથી પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ; તેમ સિદ્ધસુખને ઇંદ્રાદિસુખથી અનંતગણું કહ્યું છે ત્યાં તેની એક જાતિ નથી; પરંતુ લોકમાં ઇંદ્રાદિસુખનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ. પ્રશ્ન:- સિદ્ધસુખ અને ઇંદ્રાદિસુખની તે એક જાતિ જાણે છે-એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [૨૪૩ ઉત્તરઃ- જે ધર્મસાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મસાધનનું ફળ તે મોક્ષ માને છે. કોઈ જીવ ઈંદ્રાદિપદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એકજાતિના ધર્મનું ફળ થયું માને છે. એવું તો માને છે કે-જેને થોડું સાધન હોય છે તે ઇંદ્રાદિપદ પ્રાપ્ત કરે છે તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે, પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે છે, હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય. કારણ કે-કારણવિશેષતા થતાં જ કાર્યવિશેષતા થાય છે, તેથી અમે નિશ્ચય કર્યો કે તેના અભિપ્રાયમાં ઇંદ્રાદિસુખ અને સિદ્ધસુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે. વળી કર્મનિમિત્તથી આત્માને પાધિ ભાવ હતા તેનો અભાવ થતાં પોતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયો; જેમ પરમાણુ સ્કંધથી છૂટતાં શુદ્ધ થાય છે તેમ આ કર્માદિકથી ભિન્ન થઈને શુદ્ધ થાય છે પણ તેમાં વિશેષતા એટલી છે કે-તે (પરમાણુ) બંને અવસ્થામાં દુઃખી-સુખી નથી, પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી નિરાકુળલક્ષણ અનંતસુખની પ્રાપ્તિ થઈ. ઇંદ્રાદિકોને જે સુખ છે તે તો કપાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી દુઃખ જ છે; એટલા માટે તેની અને આની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્તરાગ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે; પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી. તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. એ પ્રમાણે તેને સાચું તત્ત્વશ્રદ્ધાન નથી, તેથી શ્રી સમયસાર ગાથા ર૭૬-૭૭ ની ટીકામાં પણ કહ્યું છે કે-“અભવ્યને તત્ત્વશ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યાદર્શન જ રહે છે, X x अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते नित्यमेव भेदविज्ञानहत्वात्। ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थं धर्मं न श्रद्धत्ते भोगनिमित्तं शुभकर्ममात्रमभूतार्थमेव श्रद्धत्ते।। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमारकंदन्न पुनः कदाचनापि विमुच्यते, ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति। एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव।। અર્થ- અભવ્ય જીવ નિત્યકર્મફલચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુનું શ્રદ્ધાન કરતો જ નથી; કારણ અભવ્ય જીવ સદાય સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય જ નથી તેથી તે અભવ્ય જીવ જ્ઞાનમાત્ર સત્યાર્થધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી પરંતુ શુભ કર્મમાત્ર અસત્યાર્થધર્મ કે જે ભોગનો હેતુ છે તેનું જ શ્રદ્ધાન કરે છે તેથી તે અભવ્ય જીવ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન-પ્રતીતિ-રુચિ અને સ્પર્શન એ વડે અંતિમરૈવેયક સુધીના ભોગમાત્રને પ્રાપ્ત થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] મોક્ષમાર્ગ પ્રકાશક તથા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે-આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કાર્યકારી નથી * વળી વ્યવહારદષ્ટિથી સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહ્યો છે તેને તે પાળે છે, પચીસ દોષ કહ્યા છે તેને ટાળે છે, તથા સંવેગાદિગુણ કહ્યા છે તેને ધારે છે, પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીનાં બધાં સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી તેમ સત્ય તત્ત્વશ્રદ્ધાન થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે. એ પ્રમાણે તેને સમ્યગ્દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યજ્ઞાનનું અન્યથારૂપ શાસ્ત્રમાં સમ્યજ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. ત્યાં શીખવું, શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇત્યાદિ ક્રિયામાં તો ઉપયોગને રમાવે છે પરંતુ તેના પ્રયોજન ઉપર દષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે?' તે અભિપ્રાય નથી, સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના અર્થે કરવામાં આવે છે તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું કરે; તથા કોઈ ઉપદેશ ન સાંભળે, તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રાર્થનો ભાવ જાણી પોતાનું ભલું કરવું. વળી શાસ્ત્રાભ્યાસમાં પણ કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરે છે, પણ એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાનાં કારણ છે. એમ આત્મહિતનું નિરૂપણ તો નથી, એનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમશાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, પરંતુ એ વ્યાકરણાદિનો જ અભ્યાસ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું. પરંતુ કર્મથી કદી પણ છૂટતો નથી તેથી તેને સત્યાર્થધર્મની શ્રદ્ધાનનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી. એમ હોવાથી નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે. (શ્રી સમયસાર ગા. ૧૭૫ ની વ્યાખ્યા.) -અનુવાદક * अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वयौगपद्यमप्यकिंचित्करमेव અર્થ:- આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવોની એકતા પણ કાર્યકારી નથી. (શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૩૯ની વ્યાખ્યામાંથી.) -અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૪૫ પ્રશ્ન:- એવું છે તો વ્યાકરણાદિનો અભ્યાસ ન કરવો જોઈએ? ઉત્તર:- એના અભ્યાસ વિના મહાન ગ્રંથોનો અર્થ ખુલતો નથી, તેથી એનો પણ અભ્યાસ કરવો યોગ્ય છે. પ્રશ્ન:- મહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા છે જેનો અર્થ વ્યાકરણાદિ વિના ન ખુલે? ભાષા વડે સુગમરૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? તેમને કાંઈ પ્રયોજન તો હતું નહિ? ઉત્તર:- ભાષામાં પણ પ્રાકૃત-સંસ્કૃતાદિકના જ શબ્દો છે, પરંતુ તે અપભ્રંશ-સહિત છે, વળી જુદાજુદા દેશોમાં જુદા જાદા પ્રકારની ભાષા છે, હવે મહાનપુરુષ શાસ્ત્રોમાં અપભ્રંશ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો ન બોલે; વળી એક દેશનાં ભાષારૂપ શાસ્ત્ર બીજા દેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાસએટલા માટે પ્રાકૃત-સંસ્કૃતાદિ શુદ્ધ શબ્દરૂપ ગ્રંથ રચ્યા. તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષાદિ યથાયોગ્ય થઈ શકે નહિ, ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપનિર્ણય વ્યાકરણાદિ વિના બરાબર ન થતો જાણી તેની આમ્નાયાનુસાર કથન કર્યું છે. ભાષામાં પણ તેની થોડીઘણી આમ્નાય મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેથી ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે. પ્રશ્ન- એમ છે તો હવે ભાષારૂપ ગ્રંથ શા માટે બનાવો છો? ઉત્તર:- કાળદોષથી જીવોની મંદબુદ્ધિ જાણી કોઈ કોઈ જીવોને જેટલું જ્ઞાન થશે તેટલું તો થશે, એવો અભિપ્રાય વિચારી ભાષાગ્રંથ કરીએ છીએ. માટે ત્યાં જે જીવ વ્યાકરણાદિનો અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો. પરંતુ જે જીવ નાનાપ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, વાદાદિક વડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે, તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય અવગાહે છે, ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો બને તેટલો થોડોઘણો અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત સમજવો. વળી કેટલાક જીવ પુણ્ય-પાપાદિ ફળનાં નિરૂપક પુરાણાદિ શાસ્ત્ર, પુણ્ય-પાપક્રિયાનાં નિરૂપક આચારાદિ શાસ્ત્ર, તથા ગુણસ્થાન, માર્ગણા, કર્મપ્રકૃતિ અને ત્રિલોકાદિકનાં નિરૂપક કરણાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહિ તો એ પોપટ જેવો જ અભ્યાસ થયો. અને જો તેનું પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બૂર જાણવું, પુણ્યનું ભલું જાણવું, ગુણસ્થાનાદિક સ્વરૂપ જાણી લેવું. તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક તેનો જેટલો અભ્યાસ કરીશું તેટલું અમારું ભલું થશે-ઇત્યાદિ પ્રયોજન વિચાર્યું છે, તેનાથી નરકાદિનો છેદ અને સ્વર્ગાદિની પ્રાપ્તિ એટલું તો થશે પરંતુ તેનાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો થાય નહિ. પહેલાં સાચું તત્ત્વજ્ઞાન થાય તો પછી તે પુણ્ય-પાપના ફળને સંસાર જાણે, શુદ્ધોપયોગથી મોક્ષ માને, ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહારનિરૂપણ જાણે, -ઇત્યાદિ જેમ છે તેમ શ્રદ્ધાન કરી તેનો અભ્યાસ કરે તો સમ્યજ્ઞાન થાય. હવે તત્ત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે; અને કેટલાક જીવ એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતો નથી. કદાપિ મુખથી તો યથાવત્ નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય; જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે પરંતુ પોતે અનુભવ કરતો નથી, જો પોતાને તેનું શ્રદ્ધાન થયું હોત તો અન્યતત્ત્વનો અંશ અન્યતત્ત્વમાં ન મેળવત પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્યજ્ઞાન થતું નથી. એ પ્રમાણે તો તે અગીઆર અંગ સુધી ભણે તો પણ તેની સિદ્ધિ થતી નથી. શ્રી સમયસારાદિમાં મિથ્યાદષ્ટિને અગીઆર અંગનું જ્ઞાન થવું લખ્યું છે.' પ્રશ્ન – જ્ઞાન તો એટલું હોય છે, પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન થયું તેમ હોય છે ? ઉત્તરઃ- એ તો પાપી હતો જેને હિંસાદિની પ્રવૃત્તિનો ભય નથી, પરંતુ જે જીવ રૈવેયકાદિમાં જાય છે તેને એવું જ્ઞાન હોય છે તે તો શ્રદ્ધાનરહિત નથી. તેને તો એવું તો શ્રદ્ધાના છે જ કે-“આ ગ્રંથ સાચા છે પરંતુ તત્ત્વશ્રદ્ધાન સાચું ન થયું. શ્રી સમયસારમાં એક જ જીવને ધર્મનું શ્રદ્ધાન, અગિયાર અંગનું જ્ઞાન તથા મહાવ્રતાદિનું १. मोक्षं हि न तावदभव्यः श्रद्धते शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात्। ततो ज्ञानमपि नासै श्रद्धते, ज्ञानमश्रद्धानश्चाचाराद्येकादशांगं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्नज्ञानी स्यात् स किल गुण: श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्धानस्यभव्यस्य श्रुताध्ययनेन न विधातु शक्येत ततस्तस्य तद्गुणाभावाः ततश्च ज्ञानश्रद्धाना-भावात् सोऽज्ञानीति प्रतिनियतः। અર્થ:- અભવ્ય જીવ પ્રથમ તો નિશ્ચયથી મોક્ષનું જ શ્રદ્ધાન કરતો નથી. કારણ શુદ્ધજ્ઞાનમય આત્મતત્ત્વનું જ્ઞાન જ અભવ્યને નથી. તેથી અભવ્ય જીવ જ્ઞાનને પણ શ્રદ્ધાનરૂપ કરતો નથી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૪૭ પાલન લખ્યું છે. શ્રી પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે-xજેને આગમજ્ઞાન એવું થયું છે કેજે વડે સર્વ પદાર્થોને હસ્તામલકવતું જાણે છે, તથા એમ પણ જાણે છે કે- આનો જાણવાવાળો હું છું પરંતુ “હું જ્ઞાનસ્વરૂપ છું”—એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી, માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી. જ્ઞાનનું શ્રદ્ધાન નહિ કરવાવાળો અભવ્ય આચારાંગાદિથી માંડીને અગિયાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભણતો હોવા છતાં પણ શાસ્ત્ર ભણવાના ફળના અભાવથી જ્ઞાની થતો નથી. શાસ્ત્રાધ્યયનનો ગુણ (ફળ) તો એ છે કે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય. એટલે તે ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધાન કરવાવાળો અભવ્ય શાસ્ત્ર ભણવાથી પણ આત્મજ્ઞાન કરવાને સમર્થ થતો નથી (અર્થાત્ શાસ્ત્રભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી.) તેથી તેને શાસ્ત્ર ભણવાનું ફળ જે ભિન્ન આત્માને જાણવો તે તેને નથી અર્થાત્ સત્યાર્થ જ્ઞાનશ્રદ્ધાનના અભાવથી તે અભવ્ય અજ્ઞાની જ છે એવો નિયમ છે. (શ્રી સમયસાર ગા. ર૭૪ ની વ્યાખ્યા-અનુવાદક.) x यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्धानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां योगपद्येऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा शरीरादिमुर्छापरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्ककीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्धयति। अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वयौगपद्यमप्यकिंचित्करमेव।। અર્થ - જેમ હાથમાં રાખેલા નિર્મળ સ્ફટિકમણિનું અંતર બહારથી સારી રીતે દેખાય છે તેમ જે પુરુષ સર્વ આગમનું રહસ્ય જાણે છે તથા આગમ અનુસાર ત્રિકાળવર્તી સર્વ પર્યાયો સહિત સંપૂર્ણ દ્રવ્યોને જાણવાવાળા આત્માને જાણે છે-શ્રદ્ધાન કરે છે, આચરણ કરે છે, એમ જે પુરુષને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમરૂપ રત્નત્રયની એકતા પણ થઈ છે, પરંતુ જો તે કોઈ કાળમાં શરીરાદિ પરદ્રવ્યોમાં રાગભાવરૂપ મળથી મલીન થયો થકો જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને વીતરાગ ઉપયોગભાવરૂપ અનુભવ કરતો નથી તો તે એટલા માત્ર સૂક્ષ્મ મોહકલંકથી કિલિત કર્મોથી છૂટતો નથી–મુક્ત થતો નથી. તેથી આ વાત સિદ્ધ થાય છે કેવીતરાગ નિર્વિકલ્પસમાધિરૂપ આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષની આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કિંચિત્ કાર્યકારી નથી. (શ્રી પ્રવચનસાર અ૦ ૩ ગા) ૩૯ ની વ્યાખ્યા.) –અનુo Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮] મોક્ષમાર્ગ પ્રકાશક સમ્મચારિત્રનું અન્યથારૂપ હવે તેને સમ્યફચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ બાહ્યક્રિયા ઉપર તો તેને દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે. એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉદ્યમ છે. ત્યાં કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખી વા ક્રોધ-માન-માયા-લોભાદિથી આચરણ આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યફચારિત્ર તો કયાંથી હોય? એ જીવોમાં કોઈ તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જ્યાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યક્રચારિત્ર હોતું જ નથી. કોઈ જીવ એવું માને છે કે-જાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે એવું વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉધમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયત સમ્યગ્દષ્ટિ નામ પામે છે; માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. શ્રી યોગેન્દ્રદેવકૃત શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે दसणभूमिह बाहिरा, जिय वयरुक्ख ण होति। અર્થ:- હે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય. અર્થાત-જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી. એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષયકષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે, ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુઃખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુઃખી થતો રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? દુઃખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું કયાંથી આવશે ? અથવા એ પ્રતિજ્ઞાનું દુ:ખ ન સહન થાય ત્યારે તેની અવેજ (અવેજીમાં-બદલામાં) વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે, જેમકે–તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધવસ્તુ ઉપાય કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૪૯ હવે જો પરીષહ સહ્યા જતા નથી તથા વિષયવાસના છૂટી નથી તો એવી પ્રતિજ્ઞા શામાટે કરી કે સુગમ વિષય છોડી વિષમ વિષયના ઉપાય કરવા પડે! એવું કાર્ય શામાટે કો છો ? ત્યાં તો ઊલટો રાગભાવ તીવ્ર થાય છે. અથવા પ્રતિજ્ઞામાં દુ:ખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન બિચારે છે; જેમ કોઈ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈ પણ પ્રકારથી વખત પૂરો કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું. અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુઃખી થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે. એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી એવી દશા થાય. જૈનધર્મમાં પ્રતિજ્ઞા ન લેવા બદલ દંડ તો છે નહિ, જૈનધર્મમાં તો એવો ઉપદેશ છે કેપહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષ ઓળખે; ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે અને પોતાના પરિણામોનો વિચાર કરે; વર્તમાન પરિણામોના જ ભરોંસે પ્રતિજ્ઞા ન કરી બેસે પરંતુ ભવિષ્યમાં તેનો નિર્વાહ થતો જાણે તો પ્રતિજ્ઞા કરે, વળી શરીરની શક્તિ વા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનો પણ વિચાર કરે, આ પ્રમાણે વિચાર કર્યા પછી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે; તે પણ એવી પ્રતિજ્ઞા કરવી કે જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્રાય છે. પ્રશ્ન:- ચાંડાળાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર કયાં હોય છે? ઉત્તર:- “મરણપર્યંત કષ્ટ થાઓ તો ભલે થાઓ, પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી ”–એવા વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ્રતિજ્ઞામાં નિરાદ૨૫ણું નથી. તથા સમ્યગ્દષ્ટિ જે પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વજ્ઞાનાદિપૂર્વક જ કરે છે. પણ જેને અંતરંગવિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞાની પહેલાં વા પાછળ જેની તે પ્રતિજ્ઞા કરે છે તેમાં અતિ આસક્ત થઈ લાગે છે; જેમ ઉપવાસના ધારણા-પારણાનાં ભોજનમાં અતિ લોભી થઈ ગરિષ્ટાદિ ભોજન કરે છે, ઉતાવળ ઘણી કરે છે; જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટયું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો, તેમ આણે પ્રતિજ્ઞાથી વિષયપ્રવૃત્તિ રોકી, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ અત્યંત વિષયપ્રવૃત્તિ થવા લાગી, એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના મટી નથી તથા આગળ-પાછળ તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦] મોક્ષમાર્ગ પ્રકાશક અવેજ ઉપર (અવેજી અર્થાત્ બદલા ઉપર) અધિક રાગ કર્યો, પણ ફળ તો રાગભાવ મટતાં જ થશે; માટે જેટલી વિરક્તતા થઈ હોય તેટલી જ પ્રતિજ્ઞા કરવી. મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઉછટિ (ઓછપ-ઘટાડો) કરે છે, તથા મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારી કરે છે પણ જેમ પરિણામ ચઢતા રહે તેમ કરે છે, માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી છે, એમ સમજવું. વળી જેને ધર્મ ઉપર દષ્ટિ નથી તે પણ કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે ત્યારે કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ કોઈ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિક કરે છે ત્યારે કોઈ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; હવે જો તેને ધર્મબુદ્ધિ હોય તો સર્વ ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિક ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે ત્યારે કોઈ વેળા કોઈ ધર્મકાર્ય આવી પ્રાપ્ત થયું હોય તોપણ ત્યાં થોડું પણ ધન ન ખર્ચે જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ ધર્મકાર્યોમાં જ યથાયોગ્ય ધન ખર્ચા કરે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવું. વળી જેને સાચું ધર્મસાધન નથી તે કોઈ ક્રિયા તો ઘણી મોટી અંગીકાર કરે છે. ત્યારે કોઈ હીન ક્રિયા કરે છે; જેમ ધનાદિકનો તો ત્યાગ કર્યો અને સારાં ભોજન, સારાં વસ્ત્ર ઈત્યાદિ વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસેવન કરવું ઇત્યાદિ કાર્યોનો ત્યાગ કરી ધર્માત્માપણું પ્રગટ કરે છે અને પછી ખોટા વ્યાપારાદિ કાર્ય કરે છે તથા ત્યાં લોકનિંઘ પાપક્રિયામાં પણ પ્રવર્તે છે; એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ અતિ નીચી કરે છે ત્યાં લોકનિંધ થઈને ધર્મની હાંસી કરાવે છે કે “જુઓ, અમુક ધર્માત્મા આવાં કાર્ય કરે છે!” જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ પહેરે તથા એક વસ્ત્ર અતિ હીન પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય, તેમ આ પણ હાંસી જ પામે છે. સાચા ધર્મની તો આ આશ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટયા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે. પ્રશ્ન:- સ્ત્રીસેપનાદિનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો તેનો ત્યાગ કરે કે ન કરે ? ઉત્તર:- નીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે છે તેથી ઉપરનો પ્રતિમામાં તેનો ત્યાગ કહ્યો છે, પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થાવાળો પણ કરે, પરંતુ જે નીચલી અવસ્થામાં જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૧ કાર્ય સંભવે જ નહિ તેવો ત્યાગ કરવો તો કષાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, તોપણ પહેલાં સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય પણ સમજવું. વળી સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતા એવા કેટલાક જીવો, કોઈ ધર્મના અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવદયા ધર્મને મુખ્ય કરી પૂજાપ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે, કોઈ પૂજા-પ્રભાવનાદિ ધર્મને મુખ્ય કરી હિંસાદિકનો ભય રાખતા નથી, કેટલાક તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે વા પોતાને તપસ્વી માની નિઃશંક ક્રોધાદિક કરે છે, કેટલાક દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, કેટલાક આરંભ-ત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરી જળ વડે સ્નાન-શૌચાદિક કરતા નથી વા લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડીને પણ ત્યાં લાગી જાય છે, ઇત્યાદિ પ્રકારથી કોઈ ધર્મને મુખ્ય કરી અન્ય ધર્મને ગણતા નથી વા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટે થાય છે તેવું આ કાર્ય થયું. જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો ઘણો થાય તેમ કરે; તેમ જ્ઞાનીનું પ્રયોજન વીતરાગભાવ છે, તેથી તે સર્વ વિચાર કરી જેમ વીતરાગભાવ ઘણો થાય તેમ કરે, કારણ કે મૂળધર્મ વીતરાગભાવ છે. એ પ્રમાણે અવિવેકી જીવ અન્યથા ધર્મ અંગીકાર કરે છે તેથી તેમને તો સમ્મચારિત્રનો આભાસ પણ હોતો નથી. વળી કોઈ જીવ અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર જ પરિણામ છે, કોઈ માયા-લોભાદિકનો અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે “હું મોક્ષનું સાધન કરું છું” પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન કરે છે તેવું જ ફળ લાગે છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે-ચારિત્રમાં જે “સભ્ય પદ છે, તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ અર્થે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યફચારિત્ર નામ પામે છે. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.Atma Dharma.com for updates २५२ ] મોક્ષમાર્ગ પ્રકાશક કરે તો તેને અન્ન પ્રાપ્તિ કયાંથી થાય ? ઘાસફૂસ જ થાય; તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ કયાંથી થાય ? દેવપદાદિક જ થાય. તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્ત્વાદિકનાં નામ પણ બરાબર જાણતા નથી અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, તથા કેટલાક જીવ એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે સમ્યગ્દર્શન-જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે; જોકે તેઓ વ્રતાદિક યથાર્થ આચરે છે તોપણ યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે. શ્રી સમયસાર–કળશમાં પણ કહ્યું છે કે क्लिश्यंतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि ।। १४२ ।। અર્થ-કોઈ મોક્ષથી પરાભુખ એવા અતિ દુસ્તર પંચાગ્નિતપનાદિ કાર્યવડે પોતે જ લેશ કરે છે તો કરો, તથા અન્ય કેટલાક જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણા કાળ સુધી ક્ષીણ થઈને કલેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપોઆપ અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈપણ પ્રકારથી પામવાને સમર્થ નથી. વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં વ્યવહારાભાસવાળાઓનું કથન કર્યું છે, ત્યાં १. ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाधनभावाऽवलोकनेनाऽनवरतं नितरां खिद्यमाना मुहुर्महुर्धर्मादि श्रद्धानरुपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुतसंस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषितचैतन्यवृत्तयः समस्तयतिवृत्तसमुदायरूपतपःप्रवृत्तिरुपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः, कदाचित्किंचिद्विकल्पयन्तः कदाचित्किञ्चिदाचरन्तः दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः कदाचित्संविजमानः ( वैराग्यमानाः) कदाचिदनुकम्प्यमानाः कदाचिदास्तिक्यमुद्वहन्तः शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानांव्युत्थापननिरोधाय नित्पबद्धपरिकराः उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना, वारंवारमभिवर्धितोत्साहा, ज्ञानाचरणाय स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपंचयन्त, प्रविहितदुर्द्धरोपधानाः सुष्ठुबहुमानमातन्वन्तो, निन्हवापत्तिं नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधाना, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पंचमहाव्रतेषु तन्निष्ठवृत्तयः सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा, ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरुपासु - " Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૩ તેર પ્રકારનું ચારિત્ર હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે. समितिध्वत्यन्तानिवेशितप्रयत्नास्तपआचरणायानशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशैयाशन कायक्लेशेष्वभीक्ष्णामुत्सहमाना, प्रायश्चितविनयवैयावृत्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरांकुशितस्वान्ता वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याग्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वदूरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि समुपात्तशुभकर्मप्रवृत्तयः सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञानचेतनांमनागप्यसंभावयन्तः प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तियः सुरलोकादिक्लेशप्राप्तिपरम्परयासुचिरं संसार-सागरेभ्रमंतीति અર્થ:- જે જીવો કેવલ-માત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જીવોને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધ્ય-સાધન ભાવની દષ્ટિ છે. પણ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય-સાધન ભાવ નથી, તેથી તેઓ એકલા વ્યવહારથી જ ભેદખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂપ ધર્માદિક પદાર્થોમાં શ્રદ્ધાનાદિક અનેક પ્રકારની બુદ્ધિ કરે છે, ઘણા દ્રવ્યશ્રતના પઠનપાઠનાદિ સંસ્કારોથી નાના પ્રકારના વિકલ્પજાલોથી કલંક્તિ અંતરંગ વૃત્તિને ધારણ કરે છે, અનેક પ્રકાર યતિનું દ્રવ્યલિંગ કે જે બાહ્યવ્રત-તપશ્ચર્યાદિક કર્મકાંડો દ્વારા હોય છે તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે, દર્શનમોહના ઉદયથી વ્યવહારધર્મરાગના અંશથી તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રૂચિ કરે છે, કોઈ કાળમાં દયાવંત થાય છે, કોઈ કાળમાં અનેક વિકલ્પો ઉપજાવે છે, કોઈ કાળમાં કાંઈક આચરણ કરે છે, કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ ધરે છે, કોઈ કાળમાં વૈરાગ્યદશાને ધારણ કરે છે, કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં ધર્મ પ્રત્યે આસ્તિકયભાવ ધારણ કરે છે, શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિ આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈ પ્રવર્તે છે, કેવલ વ્યવહારનયરૂપ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાદિ અંગોની ભાવના ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનભાવના અર્થે પઠન-પાઠનનો કાળ પણ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે ઘણો આરંભ પણ કરે છે, રૂડા પ્રકારે શાસ્ત્રનું બહુમાન કરે છે, ગુરુ આદિમાં ઉપકાર પ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ અક્ષર તથા અર્થ અક્ષરની એક કાળમાં એક્તાની શુદ્ધતામાં સાવધાન કહે છે, ચારિત્ર ધારણ કરવા અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીસેવન અને પરિગ્રહુ એ પાંચ અધર્મોના સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં સ્થિરવૃત્તિ ધારણ કરે છે, મન-વચન-કાયાનો નિરોધ છે જેમાં એવી ત્રણ ગુપ્તિઓ વડે નિરંતર યોગનું અવલંબન કરે છે. ઈર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત છે, તપ આચરણ અર્થે અનશન-અવમૌદર્યવૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગ-વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ છ પ્રકારના બાહ્યતપોમાં નિરંતર ઉત્સાહુ કરે છે, પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત-બુત્સર્ગ-સ્વાધ્યાય અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો અર્થે ચિત્તને વશ કરે છે. વીર્યાચાર અર્થે કર્મકાંડમાં પોતાની સર્વ-શક્તિપૂર્વક પ્રવર્તે છે, કર્મચેતનાની પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ જેણે તે જ શુભકર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪] મોક્ષમાર્ગ પ્રકાશક તથા શ્રી પ્રવચનસારમાં પણ આત્મજ્ઞાનશૂન્ય સંયમભાવ અકાર્યકારી કહ્યો છે. વળી એ જ ગ્રંથોમાં વા અન્ય પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામ ઠામ નિરૂપણ છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે. અહીં કોઈ એમ જાણે કે એ બાહ્યથી તો અણુવ્રત મહાવ્રતાદિ સાધે છે? પણ જ્યાં અંતરંગપરિણામ નથી વા સ્વર્ગાદિની વાંચ્છાથી સાધે છે એવી સાધના કરતાં તો પાપબંધ થાય; દ્રવ્યલિંગી મુનિ અંતિમ રૈવેયક સુધી જાય છે તથા પંચપરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવી લખી છે, હવે એવાં ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જ્યારે અંતરંગ પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદકષાયી હોય, આ લોક-પરલોકના ભોગાદિની ઇચ્છારહિત હોય, તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે. એટલા માટે દ્રવ્યલિંગીને સ્થૂલ અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે. હવે તેને ધર્મસાધન કેવાં છે તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે. તે અહીં કહીએ છીએ: પ્રથમ તો સંસારમાં નરકાદિકનાં દુઃખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ-મરણાદિનાં દુ:ખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઇચ્છે છે. હવે એ દુઃખોને તો બધાય દુઃખ જાણે છે, પણ ઇંદ્ર-અહમિંદ્રાદિક વિષયાનુરાગથી ઇંદ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુ:ખ જાણી નિરાકુળ સુખઅવસ્થાને ઓળખીને જે મોક્ષને ચાહે છે તે જ સમ્યગ્દષ્ટિ જાણવો. વળી વિષયસુખાદિનાં ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી, તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે, ઇત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર જીવો છે તેઓ જ્ઞાનદર્શનચારિત્રગર્ભિત જ્ઞાનચેતનાને કોઈપણ કાળમાં પામતા નથી. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને જ ધારી રહ્યા છે. એવા જે કેવલ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાષ્ટિ જેવા સ્વર્ગલોકાદિક કલેશપ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાના અભાવથી દીર્ધકાળ સુધી માત્ર સંસારપરિભ્રમણ કરતા રહેશે યથાઃ चरणकरणप्पहाणा सुसमयपरमत्थमुक्कवावारा चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति। (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭ર ની વ્યાખ્યામાંથી) સંગ્રાહક-અનુવાદક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૫ અવિનાશી ફળના આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે. ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલા જાણી ઈષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે; હવે પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે. વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે-કોઈને બૂરાં જાણવા તેનું જ નામ હૈષ છે. પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણીને ત્યાગ કરે છે? ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યોને બૂરા જાણતો નથી પણ પોતાના રાગભાવને બૂરો જાણે છે, પોતે રાગભાવને છોડે છે તેથી તેના કારણોનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પદ્રવ્ય તો ભલાં-બૂરાં છે જ નહિ. પ્રશ્ન:- નિમિત્તમાત્ર તો છે? ઉત્તર:- પરદ્રવ્ય કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે; વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પરદ્રવ્યોનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બૂરા છે પણ એવી તેને સમજણ નથી, તે તો પરદ્રવ્યોના દોષ જોઈ તેમાં દ્વેષરૂપ ઉદાસીનતા કરે છે. સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે-કોઈ પણ પરદ્રવ્યોના ગુણ વા દોષ ભાસે નહિ અને તેથી તે કોઈને પણ બૂરાં-ભલા જાણે નહિ, પોતાને પોતારૂપ જાણે તથા પરને પરરૂપ જાણે, પર સાથે મારું કાંઈ પણ પ્રયોજન નથી એવું માની સાક્ષીભૂત રહે હવે એવી ઉદાસીનતા જ્ઞાનીને જ હોય વળી તે ઉદાસીન થઈ શાસ્ત્રમાં જે અણુવ્રત-મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર કહેલ છે તેને અંગીકાર કરે છે, એકદેશ વા સર્વદશ હિંસાદિ પાપોને છોડે છે અને તેની જગાએ અહિંસાદિ પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. વળી જેમ પહેલાં પર્યાયાશ્રિત પાપકાર્યોમાં પોતાનું ર્તાપણું માનતો હતો, તે જ પ્રમાણે હવે પર્યાયાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું ર્તાપણું માનવા લાગ્યો; એ પ્રમાણે તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ. જેમ કે-હું જીવને મારું છું, હું પરિગ્રહધારી છું, ઇત્યાદિરૂપ માન્યતા હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું. હું નગ્નપરિગ્રહરહિત છું એવી માન્યતા થઈ; હવે જેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ છે તે જ મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે. યથા ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसावृताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम्।। १९९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક અર્થ:- જે જીવ મિથ્યાઅંધકારથી વ્યાસ બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો ર્તા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યોનો મોક્ષ થતો નથી તેમ તેને મોક્ષ થતો નથી; કારણ કે ર્તાપણાના શ્રદ્ધાનની (બંનેમાં ) સમાનતા છે. વળી એ રીતે પોતે ર્તા બની શ્રાવકધર્મ વા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મન-વચનકાયની પ્રવૃત્તિ રાખે છે, જેમ તે ક્રિયાઓમાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ તો સરાગ છે, અને ચારિત્ર તો વીતરાગભાવરૂપ છે, માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો એ મિથ્યાબુદ્ધિ છે. પ્રશ્ન:- ત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, તે કેવી રીતે ? ઉત્તર:- જેમ ચાવલ બે પ્રકારે છે-એક તો ફોતરાં રહિત અને બીજા ફોતરાં સહિત. હવે ત્યાં એમ જાણવું કે–ફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં દોષ છે. હવે કોઈ ડાહ્યો માણસ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય ફોતરાંને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેખિન્ન જ થાય; તેમ ચારિત્ર બે પ્રકારથી છે-એક તો સરાગ છે તથા એક વીતરાગ છે, ત્યાં એમ જાણવું કે-રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી પણ ચારિત્રમાં દોષ છે. હવે કેટલાક જ્ઞાની પ્રશસ્ત રાગસહિત ચારિત્ર ધારે છે તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય. શંકા:- પાપક્રિયા કરતાં તીવ્રરાગાદિક થતા હતા, હવે આ ક્રિયાઓ કરતાં મંદરાગ થયો, તેથી જેટલા અંશ રાગભાવ ઘટયો તેટલો અંશ તો ચારિત્ર કહો, તથા જેટલા અંશ રાગ રહ્યો છે તેટલા અંશ રાગ કહો! એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે. સમાધાનઃ- જો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહો છો તેમ જ છે, પરંતુ તત્ત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ નામ જ પામે છે, કારણ કે-રાગભાવ કરવાનો અભિપ્રાય મટતો નથી એ જ અહીં દર્શાવીએ છીએ દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિગ્રંથ થાય છે, અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે, ઉગ્ર ઉગ્ર અનશનાદિ ઘણું તપ કરે છે, ક્ષુધાદિક બાવીસ પરિષહોને સહન કરે છે, શરીરના ખંડખંડ થતાં પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગનાં અનેક કારણો મળે તોપણ દઢ રહે છે, કોઈથી ક્રોધ કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, તથા એ સાધનવડે આ લોક-પરલોકના વિષયસુખને તે ઇચ્છતો પણ નથી, એવી તેની દશા થઈ છે. જો એવી દશા ન હોય તો તે ત્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? છતાં તેને શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિઅસંયમી જ કહ્યો છે, તેનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૭ કારણ એ છે કે તેને તત્ત્વોને શ્રદ્ધાન-જ્ઞાન સારું થયું નથી, પણ પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્ત્વોનું શ્રદ્ધાન-જ્ઞાન થયું છે, અને એ જ અભિપ્રાયથી સર્વ સાધન કરે છે. હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો તેને કષાયોનો અભિપ્રાય આવે છે કેવી રીતે તે સાંભળો તે પાપનાં કારણ રાગાદિકને તો ય જાણી છોડે છે પરંતુ પુણ્યનાં કારણે પ્રશસ્ત-રાગને ઉપાદેય માને છે તથા તેને વધવાનો ઉપાય પણ કરે છે. હવે પ્રશસ્તરાગ પણ કષાય છે, કષાયનો ઉપાદેય માન્યો ત્યારે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું; અપ્રશસ્ત પરદ્રવ્યોથી દ્વેષ કરી પ્રશસ્ત પરદ્રવ્યોમાં રાગ કરવાનો અભિપ્રાય થયો પણ કોઈ પણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય ન થયો. પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ પણ પ્રશસ્તરાગનો ઉપાય રાખે છે? ઉત્તરઃ- જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ માને છે; તેમ સમ્યગ્દષ્ટિને પણ પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્તરાગનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ માને છે.-એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિને તો દંડસમાન તથા મિથ્યાષ્ટિને વ્યાપારસમાન શ્રદ્ધાન હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો. વળી તેને પરીષહું તપશ્ચરણાદિના નિમિત્તથી દુ:ખ થાય તેનો ઇલાજ તો કરતો નથી પરંતુ દુઃખ વેદે છે; હવે દુઃખ વેદવું એ કપાય જ છે; જ્યાં વીતરાગતા હોય છે ત્યાં તો જેમ અન્ય જ્ઞયને જાણે છે તે જ પ્રમાણે દુ:ખના કારણ શેયને પણ જાણે છે, –એવી દશા તેને થતી નથી; બીજું તેને સહન કરે છે તે પણ કષાયના અભિપ્રાયરૂપ વિચારથી સહન કરે છે. એ વિચાર આ પ્રમાણે હોય છે કે-“મેં પરવશપણે નરકાદિ ગતિમાં ઘણા દુઃખ સહ્યાં છે, આ પરીષહાદિકનું દુઃખ તો થોડું છે, તેને જો અવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ-મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, જે તેને ન સહન કરીએ અને વિષયસુખ સેવીએ તો નરકાદિની પ્રાપ્તિ થઈ ત્યાં ઘણું દુઃખ થશે”-ઇત્યાદિ વિચારોથી પરીષહોમાં તેને અનિષ્ટબુદ્ધિ રહે છે, માત્ર નરકાદિકના ભયથી તથા સુખના લોભથી તેને સહન કરે છે, પણ એ બધો કષાયભાવ જ છે. વળી તેને એવો વિચાર હોય છે કે “જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી માટે સહન કરવાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] મોક્ષમાર્ગ પ્રકાશક જોઈએ,’ એવા વિચારથી તે કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. વળી પર્યાયદષ્ટિથી જે પરિષહાદિ-રૂપ અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે પણ દ્રવ્યદૃષ્ટિથી પોતાની અને શરીરાદિકની અવસ્થાને ભિન્ન ઓળખતો નથી. એ જ પ્રમાણે તે નાના પ્રકારના વ્યવહાર વિચારોથી પરીષહાદિક સહન કરે છે. વળી તેણે રાજ્યાદિ વિષયસામગ્રીનો ત્યાગ કર્યો છે તથા ઇષ્ટ ભોજનાદિકનો ત્યાગ કર્યા કરે છે, તે તો જેમ કોઈ દાહરૂરવાળો વાયુ થવાના ભયથી શીતળ વસ્તુના સેવનનો ત્યાગ કરે છે, પરંતુ જ્યાં સુધી તેને શીતળ વસ્તુનું સેવન રુચે છે ત્યાં સુધી તેને દાહનો અભાવ કહેતા નથી; તેમ રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે, પરંતુ જ્યાંસુધી તેને વિષયસેવન રુચે છે ત્યાંસુધી તેને રાગનો અભાવ કહેતા નથી. જેમ અમૃતના આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેમ જ તેને નિજરસના આસ્વાદથી વિષયસેવનની અરુચિ થઈ નથી. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષાએ પરીષહ-સહુનાદિકને તે સુખનાં કારણ જાણે છે તથા વિષયસેવનાદિકને દુઃખનાં કારણ જાણે છે. વળી વર્તમાનમાં પરીષહસહુનાદિથી દુ:ખ થવું માને છે તથા વિષયસેવનાદિકથી સુખ માને છે; હવે જેનાથી સુખ-દુ:ખ થવું માનવામાં આવે તેમાં ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થતો નથી, અને જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં ચારિત્ર હોય નહિ, તેથી આ દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિક કરે છે તોપણ તે અસંયમી જ છે. સિદ્ધાંતમાં અસંયત અને દેશસંયત-સમ્યગ્દષ્ટિ કરતાં પણ તેને હીન કહ્યો છે કેમકે તેને તો ચોથું-પાંચમું ગુણસ્થાન છે ત્યારે આને પહેલું જ ગુણસ્થાન છે. શંકા- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે તેથી અસંયત વા દેશસંયત સમ્યગ્દષ્ટિ તો સોલમાં સ્વર્ગ સુધી જ જાય છે, ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમરૈવેયક સુધી જાય છે, માટે ભાવલિંગીમુનિથી તો આ દ્રવ્યલિંગીને હીન કહો, પણ અસંયત-દેશસંયતસમ્યગ્દષ્ટિથી તેને હીન કેમ કહેવાય? સમાધાનઃ- અસંયત-દેશસંતસમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈપણ કષાય કરવાનો અભિપ્રાય નથી. અને દ્રવ્યલિંગીને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંતસમ્યગ્દષ્ટિથી પણ તેને અધિક કષાય છે. વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતિકર્મોમાં પુણ્યપાપબંધનો ભેદ શુભ-અશુભયોગોના અનુસારે છે માટે તે અંતિમરૈવેયક સુધી પહોંચે છે પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે-અઘાતિકર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા-નીચાં પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્યસંયોગમાત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૯ સંસારદશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે માટે આત્મગુણનાં ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કપાયશક્તિ અનુસાર છે, તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોનો બંધ થોડો છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ-અનુભાગસહિત હોય છે ત્યારે અસંયતદેશસંતસમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ-અનુભાગસહિત હોય છે. દ્રવ્યલિંગીને ગુણશ્રેણીનિર્જરા કદી પણ થતી નથી ત્યારે સમ્યગ્દષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ-સકલસંયમ થતાં નિરંતર થાય છે, માટે તે મોક્ષમાર્ગી થયો છે, એટલા માટે દ્રવ્યલિંગીમુનિને શાસ્ત્રમાં અસંયત-દેશસંતસમ્યગ્દષ્ટિથી હીન કહ્યો છે. શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહારપંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ* કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતા નથી. એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું. * ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्यमेव तत्त्वमिति निश्चयमाचरयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति ते खलु समयस्थिताअप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभवान्तपरावर्तेरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्। અર્થ:- તે અજ્ઞાની મુનિ મિથ્થાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ વડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જોકે તે દ્રવ્યલિંગ ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો મુનિ અનંતકાળ સુધી અનંતપરાવર્તન વડે ભયાનક કર્મફળને ભોગવતો ભટકયા કરે છે તેથી એવા શ્રમણાભાસ મુનિને સંસારતત્ત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યાબુદ્ધિસહિત છે તે જીવ પોતે જ સંસાર છે. (શ્રી પ્રવચનસાર અ૦ ૩. ગા) ૭૧ ની વ્યાખ્યા-અનુવાદક.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦] મોક્ષમાર્ગ પ્રકાશક ઉભયાભાસી મિથ્યાદષ્ટિ હવે નિશ્ચય-વ્યવહાર બંને નયોના આભાસને અવલંબે છે એ એવા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ જે જીવ એમ માને છે કે-જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે એ બંને નયોને અંગીકાર કરવા જોઈએ, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે. જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું! કારણ બંને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડયો પણ જતો નથી તેથી ભ્રમસહિત બંને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા. હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએ અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી, પણ જિનઆજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય-વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે. શ્રી સમયસાર (ગાથા ૧૧)માં પણ એમ કહ્યું છે કે ववहारोऽभूयत्थो, भूयत्थो देसिदो दु सुद्धणओ અર્થ:- વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે. કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર એ પ્રમાણે એ બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતાસહિત છે. વળી તું એમ માને છે કે-સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વ્રતશીલ-સંયમાદિકરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એમ માનવું ઠીક નથી; કારણ કે-કોઈ દ્રવ્યભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી; પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહારનય છે, જેમ માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા ધૃત સંયોગના ઉપચારથી તેને જ ધૃતનો ઘડો કહીએ તે વ્યવહારનય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. માટે તું કોઈને નિશ્ચય માને તથા કોઈને વ્યવહાર માને એ ભ્રમ છે. વળી તારા માનવામાં પણ નિશ્ચય-વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો, જો તું પોતાને સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદિક શામાટે છે? તથા વ્રતાદિકના સાધન વડે સિદ્ધ થવા ઇચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો. એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે, માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું નથી. [ ૨૬૧ પ્રશ્ન:- શ્રી સમયસારાદિમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત-તપસંયમાદિકને વ્યવહાર કહ્યો છે અને અમે પણ એમ જ માનીએ છીએ? ઉત્તર:- શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો છે. હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો. વળી વ્રત-તપાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો; એ પ્રમાણે ભૂતાર્થ-અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય-વ્યવહાર કહ્યા છે, એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને એ બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યાબુદ્ધિ જ છે. પ્રશ્ન:- શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ, એ પ્રમાણે એ બંને નયોને અમે અંગીકાર કરીએ છીએ? ઉત્ત૨:- એમ પણ બનતું નથી, કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંતમિથ્યાત્વ ૧. સમયસાર ગા. ૫૬ ની ટીકા ઉપરથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર ] મોક્ષમાર્ગ પ્રકાશક થાય છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન ન નથી. કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે, ત્યાં 'જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય-એ પ્રમાણે અભિપ્રાયાનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બંને નય બને છે પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ છે નહિ. તેથી એ પ્રમાણે પણ બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે. પ્રશ્ન:- તો શું કરીએ? ઉત્તર:- નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. શ્રી સમયસાર-કળશમાં પણ એ જ કહ્યું છે કે सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यगनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नति संतो धृतिम्।। १७३।। અર્થ:- જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવાએવું શ્રી જિનદેવે કહ્યું છે, તેથી હું એમ માનું છું કે-જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો જ છોડાવ્યો છે તો પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્ફમ્પપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિનામાં સ્થિતિ કેમ કરતા નથી? ભાવાર્થ- અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે; માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી પાહુડમાં પણ કહ્યું છે કે जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि; નો નારિ વવદારે સો સુત્તો ગપ્પા વષ્ના રૂપા (મોક્ષપાહુડ) અર્થ - જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ ૧. સમયસાર ગા. પ૬ ની ટીકા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ર૬૩ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. પ્રશ્ન:- જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ? ઉત્તર:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું? ઉત્તર:- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ।। ८ ।। અર્થ:- જેમ અનાર્ય-પ્લેચ્છને સ્વેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-વં સ્વેચ્છમષારસ્થાનીયત્વેના परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयोऽथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुसतव्यः। એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્રશ્ન:- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ ન હોઈ શકે? તથા વ્યવહારનય કેમ અંગીકાર ન કરવો? તે કહો. ઉત્તર:- નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યાં કરીએ તો તે સમજે નહિ ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પદ્રવ્યોની સાપેક્ષતા વડ નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ. અથવા અભેદવસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪] મોક્ષમાર્ગ પ્રકાશક ત્યારે આ જાણવાવાળો જીવ છે, દેખવાવાળો જીવ છે, ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી વીતરાગભાવ મોક્ષમાર્ગ છે, તેને જે ન ઓળખે તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહિ, ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી, તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પદ્રવ્યનાં નિમિત્ત મટવાની સાપેક્ષતા વડ વ્રત, શીલ, સંયમદિરૂપ વીતરાગભાવના વિશેષ બતાવવામાં આવ્યા ત્યારે તેને વીતરાગભાવની ઓળખાણ થઈ. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી એમ સમજવું. બીજું, અહીં વ્યવહારથી નર-નારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો પણ ત્યાં પર્યાયને જ જીવ ન માની લેવો, પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે; ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય ભિન્ન છે, તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યો છે પણ એ કહેવામાત્ર જ છે, પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ થતા નથી, એવું જ શ્રદ્ધાન કરવું. વળી અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા, કેમકે ભેદ તો સમજાવવા માટે કર્યા છે, નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા–સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે તો કહેવામાત્ર જ છે. પરમાર્થથી તે જુદાજુદા નથી એવું જ શ્રદ્ધાન કરવું. તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો ર્તા-હર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે જ નહિ, તેથી આત્મા પોતાના ભાવ જે રાગાદિક છે તેને છોડી વીતરાગ થાય છે તેથી નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને તથા વ્રતાદિકોને કદાચિત્ કાર્ય-કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યો, તે કહેવામાત્ર જ છે; પરમાર્થથી બાહ્યક્રિયા મોક્ષમાર્ગ નથી-એવું જ શ્રદ્ધાન કરવું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયનો અંગીકાર ન કરવો એમ જાણી લેવું. પ્રશ્ન:- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાથે છે? ઉત્તર:- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ર૬૫ કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે ત્યારે તો કાર્યકારી થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની “વસ્તુ આમ જ છે,' એવું શ્રદ્ધાન કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. એ જ વાત શ્રી પુરુષાર્થ-સિદ્ધયુપાયમાં કહી છે. યથા अबद्धस्य बोधनार्थं मुनिश्वरा देशयन्त्यभतार्थम; व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।। ५।। माणवक एव सिंहो यथा भवत्यनवगीतसिंहस्य; व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयस्य।। ७।। અર્થ:- મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર્થ જે વ્યવહારનય તેનો ઉપદેશ દે છે, જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી; વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. અહીં કોઈ નિર્વિચાર પુરુષ એમ પ્રશ્ન કરે કે પ્રશ્ન:- તમે વ્યવહારને અસત્યાર્થ અને હેય કહો છો તો અમે વ્રત, શીલ, સંયમાદિ વ્યવહારકાર્ય શા માટે કરીએ? સર્વ છોડી દઈશું. ઉત્તર:- કાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી પણ તેને મોક્ષમાર્ગ માનવો તેને વ્યવહાર છે, એ છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે, એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ-હેય સમજવો; પણ વ્રતાદિકને છોડવાથી તો કાંઈ વ્યવહારનું હેયપણું થતું નથી. વળી અમે પૂછીએ છીએ કે-વ્રતાદિકને છોડી તું શું કરીશ? જો હિંસાદિરૂપ પ્રવર્તીશ તો ત્યાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ સંભવતો નથી. ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? નરકાદિક પામીશ, માટે એમ કરવું એ તો નિર્વિચારપણું છે. જો વ્રતાદિરૂપ પરિણતિને મટાડીને કેવળ વીતરાગ ઉદાસીનભાવરૂપ થવું બને તો ભલું જ છે, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ, માટે વ્રતાદિસાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી. એ પ્રમાણે શ્રદ્ધાનમાં નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં વ્યવહારને ઉપાદેય માનવો તે પણ મિથ્યાભાવ જ છે. હવે તે જીવ બંને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધસમાન, રાગાદિરહિત અને કેવળજ્ઞાનાદિસહિત આત્મા અનુભવે છે, તથા ધ્યાનમુદ્રા ધારણ કરી એવા વિચારોમાં લાગે છે, પોતે એવો નથી છતાં ભ્રમથી નિશ્ચયથી “હું આવો જ છું” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬] મોક્ષમાર્ગ પ્રકાશક એમ માની સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચનદ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, પણ પ્રત્યક્ષ પોતે જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચય નામ કેવી રીતે પામે? કારણ કેવસ્તુને યથાવત્ પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં કહ્યું હતું, તેમ જ આને પણ જાણવું. અથવા તે એમ માને છે કે “આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો છે,' પણ આત્મા તો જેવો છે તેવો જ છે, પરંતુ ત્યાં નય વડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય છે તેને આ ઓળખાતો નથી. જેમ આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મરહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મનોકર્મ-ભાવકર્મસહિત છે, એમ તે માને છે. હવે એક આત્માને એવા બે સ્વરૂપ તો હોય નહિ, કારણ કે-જે ભાવનું સહિતપણું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે ? માટે એમ માનવું એ ભ્રમ છે. તો કેવી રીતે છે? જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે, તેમ સિદ્ધ અને સંસારી એ બંને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિની અપેક્ષાએ સમાનતા માનીએ, પણ તેમ તો છે નહિ; કારણ કે-સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કે-સંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના નિમિત્તથી છે તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીમાં કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી; જેમ રકમનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે તેમ આ શક્તિ જાણવી. વળી દ્રવ્યકર્મ-નોકર્મ તો પુદ્ગલથી નીપજે છે તેથી નિશ્ચયથી સંસારીને પણ તેનું ભિન્નપણું છે, પરંતુ સિદ્ધની માફક તેનો કારણ-કાર્ય અપેક્ષા સંબંધ પણ ન માને તો તે ભ્રમ જ છે, તથા ભાવકર્મ એ આત્માનો ભાવ છે, અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. બીજાં સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા અને કર્મના જ માનવા, એ પણ ભ્રમ જ છે. એ પ્રમાણે બંને નયથી એક જ વસ્તુને એક ભાવ અપેક્ષાએ “આમ પણ માનવી તથા આમ પણ માનવી” એ તો મિથ્યાબુદ્ધિ છે, પણ જુદા જુદા ભાવો અપેક્ષાએ નયોની પ્રરૂપણા છે એમ માની વસ્તુને યથાસંભવ માનવીએ જ સાચું શ્રદ્ધાન છે, એ પ્રમાણે મિથ્યાષ્ટિ અનેકાન્તરૂપ વસ્તુને માને છે પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શક્તો નથી એમ જાણવું. વળી આ જીવને વ્રત-શીલ-સંયમાદિકનો અંગીકાર હોય છે તેને વ્યવહારથી “આ પણ મોક્ષમાર્ગનું કારણ છે” એવું માની તેને ઉપાદેય માને છે. એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર | [ ૨૬૭ વળી તે આમ પણ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું.” હવે જેનો પોતે ર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જો પોતે ક્ત નથી તો “મારે કરવી યોગ્ય છે” એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે છે તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્મસંબંધ સ્વયં સિદ્ધ થયો, હવે એવી માન્યતા તો ભ્રમ છે. તો કેવી રીતે છે? બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો પોતે ક્ત નથી. માટે તેમાં ક્નત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું એ વ્રતાદિકમાં ગ્રહણ-ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેનો પોતે í છે, માટે તેમાં ક્નત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું, કારણ કે-બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે. તેથી વ્રત-અવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે; નીચલી દશામાં કેટલાક જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. કેમ કે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગઅશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે-શુભોપયોગની અપેક્ષાએ અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિક્તા છે. શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે, કારણ કેઅશુદ્ધોપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે, તેથી પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી કમપરિપાટી છે. વળી કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે, હવે ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ જો કારણ-કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ ઠરે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮] મોક્ષમાર્ગ પ્રકાશક અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે તેમને કારણ-કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પરોગ રહ્યો ત્યાં એ અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે-અલ્પરોગ રહે ત્યારે નીરોગ થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ જો અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે-શુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય, પણ જો શુભોપયોગને જ ભલો જાણી તેનું સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ કયાંથી થાય? માટે મિથ્યાષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને શુદ્ધોપયોગનું કારણ પણ કહીએ છીએ-એમ સમજવું. વળી આ જીવ પોતાને નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યજ્ઞાન થયું, તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્યો તે સમ્યકચારિત્ર થયું. એ પ્રમાણે તો પોતાને નિશ્ચયરત્નત્રય થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું-જાણું-વિચારું છું? ઇત્યાદિ વિવેકરહિત ભ્રમથી સંતુષ્ટ થાય છે. વળી અહંતાદિક વિના અન્ય દેવાદિકને માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના ભેદ શીખી લીધા છે તેને જ માને છે, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું, જૈનશાસ્ત્રોના અભ્યાસમાં ઘણો પ્રવર્તે છે તે સમ્યજ્ઞાન થયું, તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્તે છે તે સમ્યક્રચારિત્ર થયું, –એ પ્રમાણે પોતાને વ્યવહારરત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના કારણાદિક થાય, અર્થાત્ જેમ નિશ્ચયરત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું પણ સંભવે. પણ આને તો સત્યભૂત નિશ્ચયરત્નત્રયની પિછાણ જ થઈ નથી તો આ એ પ્રમાણે કેવી રીતે સાધી શકે ? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેથી તેને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ થયો નહિ. નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ આગળ કરીશું તેનું સાધન થતાં જ મોક્ષમાર્ગ થશે. એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને માને—જાણે છે, પરંતુ વ્યવહારસાધનને પણ ભલાં જાણે છે તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી પણ વ્રતાદિ શુભોપયોગરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૬૯ પ્રવર્તે છે તેથી અંતિમ રૈવેયકસુધીનાં પદ પ્રાપ્ત કરે છે, તથા જો નિશ્ચયભાસની પ્રબળતાથી અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો કુગતિમાં પણ ગમન થાય છે. પરિણામોનુસાર ફળ પામે છે, પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના સિદ્ધપદ પામી શક્તો નથી. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારાભાસ બંને નયાવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું. સખ્યત્વસમ્મુખ મિથ્યાદષ્ટિ હવે સમ્યકત્વસમ્મુખ જે મિથ્યાદષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ કોઈ મંદકપાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થયો, તેથી તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તથા મોહ મંદ થયો તેથી તત્વવિચારમાં ઉધમી થયો, અને બાહ્યનિમિત્ત દેવ-ગુરુ-શાસ્ત્રાદિકનું થતાં એ વડે સત્ય ઉપદેશનો લાભ થયો. ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષમાર્ગના દેવ-ગુરુ-ધર્માદિકના, જીવાદિતત્ત્વોના, સ્વ-પરના વા પોતાને અહિતકારી-હિતકારી ભાવોના, ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈ એવો વિચાર કર્યો કે અહો ! મને તો આ વાતની ખબર જ નથી. હું ભ્રમથી ભલી પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે, અહીં મને સર્વ નિમિત્તો મળ્યાં છે માટે મારે આ વાતનો બરાબર નિર્ણય કરવો જોઈએ કારણ કે, આમાં તો મારું જ પ્રયોજન ભાસે છે; એમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો. ત્યાં ઉદ્દેશ, લક્ષણનિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય છે માટે પ્રથમ તો તેના નામ શીખે તે ઉદ્દેશ, પછી તેના લક્ષણ જાણે, પછી આમ સંભવે છે કે નહિ? એવા વિચારપૂર્વક પરીક્ષા કરવા લાગે. હવે ત્યાં નામ શીખી લેવાં તથા લક્ષણ જાણી લેવા એ બને તો ઉપદેશાનુસાર થાય છે; જેવો ઉપદેશ મળ્યો હોય તેવો યાદ કરી લેવો, તથા પરીક્ષા કરવામાં પોતાનો વિવેક જોઈએ, એટલે વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે- જેમ ઉપદેશ આપ્યો તેમ જ છે કે અન્યથા છે” તેનો અનુમાનાદિ પ્રમાણ વડે યથાર્થ નિર્ણય કરે, વા “ઉપદેશ તો આમ છે, તથા આમ ન માનીએ તો આમ થાય,” હવે તેમાં પ્રબળયુક્તિ કઈ છે તથા નિર્બળયુક્તિ કઈ છે? જે પ્રબળ ભાસે તેને સત્ય જાણે; વળી જો એ ઉપદેશથી અન્યથા સત્ય ભાસે વા તેમાં સંદેહ રહે, નિર્ધાર ન થાય તો જે કોઈ વિશેષ જ્ઞાની હોય તેને પૂછે, અને તે જે ઉત્તર આપે તેનો વિચાર કરે. એ પ્રમાણે જ્યાંસુધી નિર્ધાર ન થાય ત્યાંસુધી પ્રશ્ન-ઉત્તર કરે અથવા સમાનબુદ્ધિના ધારક હોય તેમને પોતાનો જેવો વિચાર થયો હોય તેવો કહે, તેમની સાથે પ્રશ્ન-ઉત્તર દ્વારા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦] મોક્ષમાર્ગ પ્રકાશક પરસ્પર ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેનો એકાંતમાં વિચાર કરે, એ પ્રમાણે જ્યાંસુધી પોતાના અંતરંગમાં જેવો ઉપદેશ આપ્યો હતો તેવો જ નિર્ણય થઈ તેનો ભાવ ન ભાસે ત્યાંસુધી એવો જ ઉદ્યમ કર્યા કરે. વળી અન્યમતીઓ દ્વારા જે કલ્પિત તત્ત્વોનો ઉપદેશ આપ્યો છે તે વડે જૈન ઉપદેશ અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તોપણ ઉપ૨ કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે. એ પ્રમાણે ઉદ્યમ કરતાં, ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે, મને પણ એમ જ ભાસે છે' એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી. પ્રશ્ન:- જો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શા માટે કરીએ ? ઉત્તર:- પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે-જિનદેવે આ પ્રમાણે કહ્યું છે તે સત્ય છે,' પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાન નિર્મળ થાય નહિ, કારણ કે–જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વડે અન્યથા પણ પ્રતીતિ થઈ જાય તેથી વચન વડે કરેલી પ્રતીતિ શક્તિ અપેક્ષાએ અપ્રતીતિ સમાન જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકાર વડે પણ અન્યથા માને નહિ, માટે ભાવભાસનસહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે. અહીં કહેશો કે-‘પુરુષની પ્રમાણતાથી વચનની પ્રમાણતા કરીએ છીએ,' પરંતુ પુરુષની પ્રમાણતા પણ સ્વયં તો થતી નથી, પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ ત્યારે પુરુષની પ્રમાણતા થાય છે. પ્રશ્ન:- ઉપદેશ તો અનેક પ્રકારના છે, ત્યાં કોની કોની પરીક્ષા કરીએ ? ઉત્તર:- ઉપદેશમાં કોઈ ઉપાદેય કોઈ હેય તથા કોઈ શૈયતત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે, ત્યાં એ ઉપાદેય-યતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી કારણ કે–તેમાં અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે, અર્થાત્ જો ઉપાદેયને હૈય માની લે તો બૂરું થાય, અગર મને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય. પ્રશ્ન:- પોતે પરીક્ષા ન કરે અને જિનવચનથી જ ઉપાદેયને ઉપાદેય જાણે તથા હેયને હેય જાણે તો તેમાં કેવી રીતે બૂરું થાય ? ઉત્ત૨:- અર્થનો ભાવ ભાસ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો માની લે કે હું ‘જિનવચન અનુસાર માનું છું,' પરંતુ ભાવ ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય. લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને જાણે તો એ કાર્ય સુધા૨ે, પણ જો એ નોકરને તેનો ભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૭૧ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી જ જાય; માટે ભાવ ભાસવા અર્થે હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા અવશ્ય કરવી. પ્રશ્ન:- જો પરીક્ષા અન્યથા થઈ જાય તો શું કરવું ? ઉત્ત૨:- જિનવચન અને પોતાની પરીક્ષા એ બંનેની સમાનતા થાય ત્યારે તો જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાંસુધી તેમ ન થાય, ત્યાંસુધી જેમ કોઈ હિસાબ કરે છે ને તેની વિધિ ન મળે ત્યાંસુધી પોતાની ભૂલ ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર કર્યા કરે. તથા જે શેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે; નહિ તો તે અનુમાન કરે કેજેણે હૈય-ઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે જ્ઞેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ પ્રયોજનરૂપ કાર્યોમાં પણ જૂઠ ન બોલે તે અપ્રયોજન જજૂઠ શા માટે બોલે? માટે શેયતત્ત્વોનું સ્વરૂપ પરીક્ષા વડે વા આજ્ઞા વડે પણ જાણવું, છતાં તેનો યથાર્થ ભાવ ન ભાસે તોપણ દોષ નથી. એટલા જ માટે જૈનશાસ્ત્રોમાં જ્યાં તત્ત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તો હેતુ-યુક્તિ આદિ વડે જેમ તેને અનુમાનાદિ વડે પ્રતીતિ થાય તેમ ન કર્યું. તથા ત્રિલોક, ગુણસ્થાન, માર્ગણા અને પુરાણાદિનું કથન આજ્ઞાનુસાર કર્યું એટલા માટે હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી યોગ્ય છે. ત્યાં જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને તથા સ્વ-૫૨ને પીછાણવાં, ત્યાગવાયોગ્ય મિથ્યાત્વરાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્તનૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવાં, ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તેને અવશ્ય જાણવાં, તેની તો પરીક્ષા કરવી, સામાન્યપણે કોઈ હેતુ-યુક્તિ વડે તેને જાણવાં; પ્રમાણનયો વડે જાણવાં, વા નિર્દેશ-સ્વામિત્વાદિ વડે વા સત્-સંખ્યાદિ વડે તેના વિશેષો જાણવા, અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે તેને સામાન્ય-વિશેષરૂપ ઓળખવા. તથા એ જાણવાના ઉપકારી ગુણસ્થાન-માર્ગણાદિક, પુરાણાદિક વા વ્રતાદિક ક્રિયાદિકનું પણ જાણવું યોગ્ય છે. ત્યાં જેની પરીક્ષા થઈ શકે તેની પરીક્ષા કરવી, ન થઈ શકે તેનું આજ્ઞાનુસાર જાણપણું કરવું. એ પ્રમાણે તેને જાણવા અર્થે કોઈ વખત પોતે જ વિચાર કરે છે, કોઈ વખત શાસ્ત્ર વાંચે છે, કોઈ વખત સાંભળે છે, કોઈ વખત અભ્યાસ કરે છે તથા કોઈ વખત પ્રશ્નોત્તર કરે છે, ઇત્યાદિરૂપ પ્રવર્તે છે, પોતાનું કાર્ય કરવાનો તેને ઘણો હર્ષ છે તેથી અંતરંગ પ્રીતિથી તેનું સાધન કરે છે. એ પ્રમાણે સાધન કરતાં જ્યાંસુધી સાચું તત્ત્વજ્ઞાન ન થાય, ૧. ‘ આ આમ જ છે’ એવી પ્રતીતિસહિત જીવાદિતત્ત્વોનું સ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨] મોક્ષમાર્ગ પ્રકાશક પોતાને ન ભાસે, ૨. જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તેવી કેવળ આત્મામાં અહંબુદ્ધિ ન થાય, ૩. અને હિત-અહિતરૂપ પોતાના ભાવો છે, તેને ન ઓળખે ત્યાંસુધી તે સમ્યકત્વસમ્મુખ મિથ્યાદષ્ટિ છે. આવો જીવ થોડા જ કાળમાં સમ્યકત્વને પ્રાપ્ત થશે, આ જ ભાવમાં વા અન્ય પર્યાયમાં સમ્યકત્વને પામશે. આ ભવમાં અભ્યાસ વડે પરલોકમાં તિર્યંચાદિ ગતિમાં પણ જાય તો ત્યાં આ સંસ્કારના બળથી દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્ત વિના પણ તેને સમ્યકત્વ થઈ જાય છે. કારણ કે-એના અભ્યાસના બળથી મિથ્યાત્વ કર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે. જ્યાં તેનો ઉદય ન થાય ત્યાં જ સમ્યકત્વ થઈ જાય છે. એવો અભ્યાસ જ મૂળ કારણ છે. દેવાદિકનું તો બાહ્યનિમિત્ત છે. હવે મુખ્યપણે તો તેના નિમિત્તથી જ સમ્યકત્વ થાય છે અને તારતમ્યતાથી પૂર્વ અભ્યાસના સંસ્કારથી વર્તમાનમાં તેનું નિમિત્ત ન હોય તોપણ સમ્યકત્વ થઈ શકે છે. સિદ્ધાંતમાં એવું સૂત્ર છે કે‘તન્નિધિમાક્' (મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૩) અર્થાત્-એ સમ્યગ્દર્શન નિસર્ગ વા અધિગમથી થાય છે, ત્યાં દેવાદિ બાહ્યનિમિત્ત વિના થાય તેને તો નિસર્ગથી થયું કહીએ છીએ, દેવાદિના નિમિત્તથી થાય તેને અધિગમથી થયું કહીએ છીએ. જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે. વળી કોઈને તત્ત્વવિચાર થયા પછી તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું અને વ્યવહારધર્મની પ્રતીતિ-રુચિ થઈ ગઈ તેથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રત-તપને અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે તથા વ્રત-તપ સમ્યકત્વની સાથે પણ હોય અથવા પહેલાં પછી પણ હોય, પરંતુ દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે, એ વિના સમ્યકત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો પહેલાં સમ્યકત્વ થાય પછી જ વ્રતાદિક ધારણ કરે છે. કોઈને એકસાથે પણ થઈ જાય છે. એ પ્રમાણે આ તત્ત્વવિચારવાળો જીવ સમ્યકત્વનો અધિકારી છે; પરંતુ તેને સમ્યકત્વ થાય જ એવો નિયમ નથી, કારણ કે શાસ્ત્રમાં સમ્યકત્વ હોવા પહેલાં પાંચ લબ્ધિ હોવી કહી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૭૩ પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિ. ત્યાં ૧. જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેથી જે પ્રાપ્તિ તે ક્ષયોપશમલબ્ધિ છે. ૨. મોહનો મંદ ઉદય આવવાથી મંદકપાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ શકે, તે વિશુદ્ધિલબ્ધિ છે. ૩. શ્રી જિનેન્દ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે. ૪. કર્મોની પૂર્વસત્તા ઘટી અંત:કોડાકોડીસાગર પ્રમાણે રહી જાય તથા નવીનબંધ પણ અંત:કોડાકોડીસાગર પ્રમાણે સંખ્યાતમા ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને કમથી ઘટતો જ જાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ કમથી મટતો જાય; ઇત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય અને અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી *લબ્ધિસાર ગાથા ૩ માં કહ્યું છે. માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા આપી. તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે” એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રી ગુરુએ તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે-આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને આમ જ છે” એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. ( નિમિત્ત કારણોમાં) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે તેનો ઉદય મટે તો પ્રતીતિ થઈ જાય, ન મટે તો ન થાય એવો નિયમ છે, પણ તેનો ઉધમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે. ૫. પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યકત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪] મોક્ષમાર્ગ પ્રકાશક એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉધમ હોય છે કે તે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે. એ કરણલબ્ધિના ત્રણ ભેદ છે-અધ:કરણ, અપુર્વકરણ અને અનિવૃત્તિકરણ; તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ છીએ ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં કરણનામ તો પરિણામનું છે. અધ:કરણ:- જ્યાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે અધ:કરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પવિશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા-ત્રીજા આદિ સમયોમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં જ થાય તેને તેનાથી સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતા વડ વધતા હોય એ પ્રમાણે અધ:પ્રવૃત્તકરણ જાણવું.” અપૂર્વકરણ:- જેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય તે અપૂર્વકરણ છે. જેમકે-તે કરણના પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવાં કોઈ પણ જીવને દ્વિતીયાદિ સમયોમાં ન હોય પણ વધતા જ હોય, તથા અહીં અધ:કરણવત્ જે જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય છે તથા અધિક-હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે, પરંતુ અહીં એટલું વિશેષ થયું કે તેની ઉત્કૃષ્ટતાથી પણ દ્વિતીયાદિ સમયગાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડયે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના પરિણામ તો પરસ્પર સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયગાળાના પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહિ પણ અપૂર્વ જ હોય છે. એ અપૂર્વકરણ જાણવું. * લબ્ધિસાર ગા૩૫. १. समए समए भिण्ण भावा तम्हा अपुव्वकरणो हु।। लब्धसार–३६ ।। जम्हा उवरिमभावा हेडिमभावेहिं णत्थि सरिसत्तं। तम्हा बिदियं करणं अपुव्वकरणेत्ति णिद्दिढ़।। लब्धि०।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૭૫ અનિવૃત્તિકરણ - વળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય, નિવૃત્તિ અર્થાત્ પરસ્પર ભેદ તેનાથી રહિત હોય છે. જેમ કે કરણના પહેલા સમયમાં સર્વ જીવોના પરિણામ પરસ્પર સમાન જ હોય છે એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર સમાનતા જાણવી. તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓને અનંતગુણી વિશુદ્ધતાસહિત હોય છે, એ પ્રમાણે અનિવૃત્તિકરણ જાણવું. એ પ્રમાણે એ ત્રણ કરણ જાણવાં. તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળપર્યત અધ:કરણ થાય છે ત્યાં ચાર આવશ્યક થાય છે-૧સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય, ર-નવીનબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય છે તે સ્થિતિબંધાપસરણ છે. ૩-સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંતગુણો વધે, ૪-સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય-એ પ્રમાણે ચાર આવશ્યક થાય છે. તે પછી અપૂર્વકરણ થાય છે, તેનો કાળ અધઃકરણના કાળના સંખ્યામાં ભાગ છે. તેમાં આ આવશ્યક બીજા થાય છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવી સ્થિતિકાંડકઘાત થાય, (૨) તેનાથી અલ્પ એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગને ઘટાડે તેવો અનુભાગકાંડકઘાત થાય, (૩) ગુણશ્રેણિના કાળમાં કમથી અસંખ્યાતગુણા પ્રમાણસહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય, તથા ગુણસંક્રમણ અહીં થતું નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે. એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે તેનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યામાં ભાગ છે, તેમાં પૂર્વોક્ત આવશ્યકસહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવાં करणं परिणामो अपुव्वाणि च ताणि करणाणि च अपुव्वकरणाणि, असमाणपरिणामा ત્તિ નં ૩ત્ત હોાિા થવના ૬-૧-૮-૪TI १. एगसमए वढ्ताणं जीवाणं परिणामेहि ण विज्जदे णियट्टी णिव्वत्ती जत्थ ते अणियट्टीपरिणामा। धवला १-९-८-४। एक्कम्हि कालसमये संठाणादीहिं जह णिवट्ठति। ण णिवतॄति तहा परिणामेहिं मिहो નેહિં ગોત્ર નીવે કદ્દ ! २. किमंतरकरणं णाम ? विवक्खियकम्माणं हेट्ठिमोवरिमट्ठिदीओ मोत्तूण मज्झे अन्तोमुहुत्तमेत्ताणं द्विदीणं परिणामविसेसेण णिसेगाणमभावीकरण मंतरकरणमिदि भण्णदे।। (जयधवला , अ० प० ९५३) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક મિથ્યાત્વકર્મનાં મુહૂર્તમાત્ર નિષેક તેનો અભાવ કરે છે; અને તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે. (તેને અંતરકરણ કહેવાય છે.) તે અંતરકરણ પછી ઉપશમ-કરણ કરે છે, અર્થાત્ અંત:કરણ વડ અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય કરે છે, ઇત્યાદિ ક્રિયા વડે અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિષકોને અભાવ કર્યો હતો તેનો ઉદય કાળ આવતાં તે કાળે નિષેકો વિના ઉદય કોનો આવે ? તેથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમોપશમ-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યાષ્ટિને સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરી ઉપશમસમ્યગ્દષ્ટિ થાય છે, તથા કોઈ જીવ સમ્યકત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યાષ્ટિ જેવી થઈ જાય છે. પ્રશ્ન:- પ્રથમ પરીક્ષા વડે તત્ત્વશ્રદ્ધાન કર્યું હતું છતાં તેનો અભાવ કેવી રીતે થાય? ઉત્તર:- જેમ કોઈ પુરુષને શિક્ષા આપી. તેની પરીક્ષા વડે તેને “આમ જ છે' એવી પ્રતીતિ પણ આવી હતી, પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો. તેથી એ શિક્ષામાં તેને સંદેહ થયો કે આમ છે કે આમ છે?” અથવા “ન માલૂમ કેમ હશે ?' અથવા તે શિક્ષાને જાક જાણી તેનાથી વિપરીતતા થઈ ત્યારે તેને અપ્રતીતિ થઈ અને તેથી તે શિક્ષાની પ્રતીતિનો તેને અભાવ થયો, અથવા પહેલાં તો અન્યથા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ થઈ હતી પણ તે શિક્ષાનો વિચાર કર્યો ઘણો કાળ થઈ ગયો ત્યારે તેને ભૂલી, જેવી પહેલાં અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ, ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય છે, અથવા પહેલાં તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો કે ન ઘણો કાળ ગયો પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ તે પ્રતીતિનો અભાવ થઈ અન્યથાપણું થયું. એ પ્રમાણે અનેક પ્રકારથી તે શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ થાય છે, તેમ જીવને શ્રીજિનદેવનો તત્ત્વાદિરૂપ ઉપદેશ થયો, તેની પરીક્ષા વડે તેને આ “આમ જ છે ' એવું શ્રદ્ધાન થયું પણ પાછળથી પહેલાં જેમ કહ્યું હતું તેમ અનેક પ્રકારથી अर्थः- अन्तरकरणका क्या स्वरूप है? उत्तर:- विवक्षितकर्मोंकी अधस्तन और उपरिम स्थितियोंको छोड़कर मध्यवर्ती अन्तर्मुहूर्तमात्र स्थितियों के निषेकोंका परिणाम विशेषके द्वारा अभाव करनेको अन्तरकरण कहते हैं। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૭૭ તે યથાર્થશ્રદ્ધાનનો અભાવ થાય છે. આ કથન સ્થળપણાથી બતાવ્યું છે પરંતુ તારતમ્યતાથી તો કેવળજ્ઞાનમાં ભાસે છે કે-“આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી, કારણ કે–અહીં (નિમિત્તમાં તો) મૂળ કારણ મિથ્યાત્વકર્મ છે, તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદિ કારણો મળો વા ન મળો, સ્વયમેવ સમ્યક-શ્રદ્ધાનનો અભાવ થાય છે, તથા તેનો ઉદય ન હોય ત્યારે અન્ય કારણ મળો વા ન મળો, સભ્યશ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ સમય સમય સંબંધી સૂક્ષ્મદશાનું જાણવું છદ્મસ્થને હોતું નથી તેથી તેને પોતાની મિથ્યા-સમ્યફશ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શક્તો નથી પણ કેવળજ્ઞાનમાં ભાસે છે, એ અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે. એ પ્રમાણે જે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તેને સાદિમિથ્યાદૃષ્ટિ કહીએ છીએ, તેને પણ ફરી સમ્યકત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત પાંચ લબ્ધિઓ થાય છે, વિશેષ એટલે કે અહીં કોઈ જીવને દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તે ત્રણેનો ઉપશમ કરી તે પ્રથમોપશમસમ્યકત્વી થાય છે, અથવા કોઈને સમ્યક્રમોહનીયનો ઉદય આવે છે. અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે ક્ષયોપશમસમ્યકત્વી થાય છે. તેને ગુણશ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતાં નથી; કોઈને મિશ્રમોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિમિથ્યાષ્ટિને મિથ્યાત્વ છૂટતાં દશા થાય છે. ક્ષાયિકસમ્યકત્વને વેદકસમ્યગ્દષ્ટિ જ પામે છે, તેથી તેનું કથન અહીં કર્યું નથી. એ પ્રમાણે સાદિમિથ્યાદષ્ટિનો જઘન્ય (કાળ) તો મધ્યમ અંતર્મુહૂર્તમાત્ર તથા ઉત્કૃષ્ટ કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર (કાળ) જાણવો. જાઓ, પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી પાછો મિથ્યાષ્ટિ બની કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. વળી એ સાદિમિથ્યાદષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે, તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮] મોક્ષમાર્ગ પ્રકાશક ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યાષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે, ગૃહીતમિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ રખડે છે, એનું કાંઈ પ્રમાણ નથી. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જઘન્ય એકસમય તથા ઉત્કૃષ્ટ છે આવલી પ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગષ્મ પરિણામ હોય છે, ત્યાં અનંતાનુબંધીનો ઉદય તો હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે ત્યાં મિશ્રમોનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમઅંતર્મુહૂર્તમાત્ર છે. તેનો કાળ પણ થોડો છે એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે-જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્ત્વોને શ્રદ્ધાનઅશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે. પ્રશ્ન:- “અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે.' ઇત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે? ઉત્તર:- ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે ત્યારે આને તો દેવ-કુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ જાણવો. એ પ્રમાણે સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિઓનું કથન કર્યું પ્રસંગોપાત અન્ય પણ કથન એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાદષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યકશ્રદ્ધાન-યુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ જોઈને કષાયી ન થવું. કારણ કે-પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી છે; જો અન્યને સચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૭૯ પ્રકારના મિથ્યાત્વભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી (કષાય)નો અભાવ થતાં એક્તાલીસ પ્રકૃતિઓનો બંધ તો મટી જાય છે, ન તથા સ્થિતિ અંત:કોડાકોડીસાગરની રહી જાય છે અને અનુભાગ થોડો જ રહી જાય છે, શીધ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે; પણ મિથ્યાત્વનો સદ્દભાવ રહેતાં અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષમાર્ગ થતો નથી, માટે હરકોઈ ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રમાં જૈનમતવાળા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો અધિકાર સમાસ ૧. એ એક્તાલીસ પ્રકૃતિઓનાં નામ-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, અસંપ્રાપ્તાસૃપાટિકા સહુનન, એકેન્દ્રિય, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, બેઇન્દ્રિય, રૅન્દ્રિય, ચૌરિન્દ્રિય, નર્કગતિ, નર્કગત્યાનુપૂર્વિ, નકયુ.-એ સોળ પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ જ છે, તે મિથ્યાત્વગુણસ્થાનના અંતસમયમાં એ સોળ પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે; તથા અનંતાનુબંધી કષાયના કારણે પચીસ કર્મપ્રકૃતિ તેમાં-અનંતાનુબંધીની ચાર, સ્યાનગૃદ્ધિ-નિદ્રાનિદ્રાપ્રચલાપ્રચલા-એ ત્રણ નિદ્રા, દુર્ભગ, દુસ્વર, અનાદય, જોધપરિમંડલ-સ્વાતિ-કુન્જ અને વામન એ ચાર સંસ્થાન, વજનારાચ-નારાચ-અર્ધનારાચ અને કીલિત એ ચાર સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વિ, તિર્યંચાયુ અને ઉદ્યોત એ ૨૫ પ્રકૃતિઓની બુચ્છિતી બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે. (ગોમ્મદસાર કર્મકાંડ ગાથા ૯૫-૬૯) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર આઠમો છે ઉપદેશનું સ્વરૂપ હવે મિથ્યાદષ્ટિ જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે, શ્રી તીર્થકર-ગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ. ત્યાં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કંઈક વ્યાખ્યાન કરીએ છીએ, કારણ કે જો ઉપદેશને યથાવત્ ન પિછાણે તો તે અન્યથા માની વિપરીત પ્રવર્તે, માટે અહીં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ છીએ જૈનમતમાં ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આપ્યો છે-પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ; એ ચાર અનુયોગ છે. ત્યાં તીર્થંકર-ચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તે પ્રથમાનુયોગ છે; ગુણસ્થાન-માર્ગણાદિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે કરણાનુયોગ છે; ગૃહસ્થ-મુનિના ધર્મઆચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે તથા છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વપરભેદવિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યાનુયોગ અનુયોગનું પ્રયોજન હવે તેનું પ્રયોજન કહીએ છીએ પ્રથમાનુયોગનું પ્રયોજન પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છબુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મસન્મુખ થાય છે, કારણ કે તે જીવ સૂક્ષ્મનિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લૌકિકપ્રવૃત્તિરૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપનું પોષણ થાય છે, પણ અહીં પ્રથમાનુયોગમાં મહાપુરુષો જે રાજાદિક તેની કથાઓ તો છે પરંતુ પ્રયોજન તો જ્યાં-ત્યાંથી પાપને છોડાવી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે, તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચ-સાંભળે છે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો જાણી ધર્મમાં સચિવાન થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર | [ ૨૮૧ એ પ્રમાણે તુચ્છબુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે. પ્રથમ' અર્થાત્ અવ્યુત્પન્નમિથ્યાષ્ટિ” તેમના માટે જે અનુયોગ છે તે પ્રથમાનુયોગ છે, એવો અર્થ ગોમ્મસારની ટીકામાં કર્યો છે.' વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચ-સાંભળે તો તેમને આ તેના ઉદાહરણરૂપ ભાસે છે; જેમકે-જીવ અનાદિનિધન છે, શરીરાદિ સંયોગી પદાર્થ છે, એમ આ જાણતો હતો, હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાંતનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું, વળી આ શુભ-અશુભ-શુદ્ધ-પયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો, હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું એ જ પ્રમાણે અન્ય પણ જાણવું. અહીં ઉદાહરણનો અર્થ એ છે કે-જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા થઈ તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ. વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણપુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણપુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું. કરણાનુયોગનું પ્રયોજન કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે જીવોના ગુણસ્થાનમાર્ગણાદિ ભેદ તથા કર્મોના કારણ-અવસ્થા-ફળ કોને કોને કેવી કેવી રીતે હોય છે ઇત્યાદિ ભેદ તથા ત્રણલોકમાં નરક-સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઊપજે છે, તથા તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાતિ શીધ્ર થાય છે. વળી આવું સુક્ષ્મ અને યથાર્થ કથન જૈનમતમાં જ છે, અન્ય ઠેકાણે નથી–એવો તેનો મહિમા જાણી તે જૈનમતનો શ્રદ્ધાની થાય છે. १. प्रथमानुयोगः प्रथमं मिथ्यादृष्टिमवतिकमव्युत्पन्नं वा प्रतिपाद्यमाश्रित्य प्रवृत्तोऽनुયોગોગાર: પ્રથમાનુયો:ા અર્થ:- પ્રથમ અર્થાત્ મિથ્યાદષ્ટિ-અવ્રતી વિશેષજ્ઞાનરહિતને ઉપદેશ આપવા અર્થે જે પ્રવૃત થયેલો અધિકાર અર્થાત્ અનુયોગ તેને પ્રથમાનુયોગ કહે છે. (ગોમ્મસાર જીવકાંડ ગાથા ૩૬૧-૩૬ર ની ટીકા ) –અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨] મોક્ષમાર્ગ પ્રકાશક બીજું, જે જીવ તત્ત્વજ્ઞાની થઈને આ કરણાનુયોગનો અભ્યાસ કરે તેને આ તેના વિશેષણરૂપ ભાસે છે. જેમ જીવાદિક તત્ત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ (ભેદ) કરણાનુયોગમાં કર્યા છે, તેમાં કેટલાંક વિશેષણ તો યથાવત્ નિશ્ચયરૂપ છે તથા કેટલાંક ઉપચારસહિત વ્યવહારરૂપ છે, કેટલાંક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિરૂપ છે તથા કેટલાંક નિમિત્ત-આશ્રયાદિની અપેક્ષા સહિત છે; ઇત્યાદિ અનેક પ્રકારનાં વિશેષણ નિરૂપણ કર્યા છે, તેને જેમ છે તેમ માનીને આ કરણાનુયોગનો અભ્યાસ કરે છે. એ અભ્યાસથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે. જેમ કોઈ એમ તો જાણતો હતો કે આ રત્ન છે, પરંતુ એ રત્નોના ઘણા વિશેષણ (ભેદો ) જાણતાં તે નિર્મળ રત્નનો પરીક્ષક થાય છે, તેમ આ તત્ત્વોને જાણતો તો હતો કે “આ જીવાદિક છે,” પરંતુ એ તત્ત્વોના ઘણા ભેદો જાણે તો તેને તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે, અને તત્ત્વજ્ઞાન નિર્મળ થતાં પોતે જ વિશેષ ધર્માત્મા થાય છે. વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય છે અને છદ્મસ્થનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહિ, માટે જ્ઞાની આ કરણાનુયોગના અભ્યાસમાં પોતાના ઉપયોગને લગાવે છે, જે વડે કેવળજ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. ભેદમાત્ર ત્યાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો જ છે પણ ભાસવામાં વિરુદ્ધતા નથી. એ પ્રમાણે આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું. કરણ' એટલે ગણિતકાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં “અનુયોગ' અર્થાત અધિકાર હોય તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં ગણિતવર્ણનની મુખ્યતા છે, એમ સમજવું. ચરણાનુયોગનું પ્રયોજન ચરણાનુયોગમાં નાનાપ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત-અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે, તેને જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ-મુનિધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવા ધર્મસાધનમાં લાગે છે. એવા સાધનથી કષાય મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં દુ:ખ ન પામતાં સુગતિનાં સુખ પ્રાપ્ત કરે છે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત બન્યાં રહે છે. ત્યાં તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય. બીજાં, જે જીવ તત્ત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને એ બધાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૮૩ આચરણ પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવકદશા-મુનિદશા થાય છે, કારણ કે (એ એકદેશ-સર્વદેશ વીતરાગતા અને આ શ્રાવકમુનિદશાને ) તેને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક-મુનિધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. ત્યાં જેટલા અંશે વીતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને ૫૨મધર્મ માને છે. એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે. દ્રવ્યાનુયોગનું પ્રયોજન દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ, જીવ-અજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ-૫૨ને ભિન્ન જાણતો નથી તેને હેતુ-દષ્ટાંત-યુક્તિદ્વા૨ા અને પ્રમાણ-નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય; અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે. અન્યમતનાં કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ થાય, તથા જો તેના ભાવને ઓળખવાનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. વળી જેને તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાનાનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ કોઈ વિધા શીખી લીધી હોય પણ જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય; તેમ આને તત્ત્વજ્ઞાન તો થયું છે પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી જાય. અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ-હેતુ-દષ્ટાંતાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું. અનુયોગોમાં વ્યાખ્યાનનું વિધાન હવે એ અનુયોગોમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન પ્રથમાનુયોગમાં જે મૂળકથાઓ છે તે તો જેવી છે તેવી જ નિરૂપવામાં આવે છે તથા તેમાં પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેવું ને તેવું હોય છે તથા કોઈ ગ્રંથર્તાના વિચારાનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪] મોક્ષમાર્ગ પ્રકાશક ઉદાહરણ-જેમ, તીર્થંકરદેવોના કલ્યાણકોમાં ઇન્દ્રો આવ્યા એ કથા તો સત્ય છે, પરંતુ ત્યાં ઇન્દ્ર સ્તુતિ કરી તેનું જે અહીં વ્યાખ્યાન કર્યું, ત્યાં ઇન્દ્ર તો અન્યપ્રકારથી જ સ્તુતિ કરી હતી અને અહીં ગ્રંથર્તાઓ અન્ય પ્રકારથી જ સ્તુતિ કરવી લખી, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્યપ્રકારે અક્ષરો નીકળ્યા હતા અને અહીં ગ્રંથíએ અન્ય પ્રકારે કહ્યા, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે. નગર-વન-સંગ્રામાદિકનાં નામાદિક તો જેમ છે તેમ જ લખ્યાં, પરંતુ ત્યાં વર્ણન હીનાધિક પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું. વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથક્ત પોતાના વિચારાનુસાર કહે છે. જેમ ધર્મ-પરીક્ષામાં મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ણપણાને પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. પ્રશ્ન:- અયથાર્થ કહેવું તો જૈનશાસ્ત્રોમાં સંભવે નહિ ? ઉત્તર:- અન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં આવે. જેમ-કોઈને કહ્યું કે તું ફલાણાને “આ પ્રમાણે” કહેજે, હવે તેણે તે જ અક્ષર તો ન કહ્યા પરંતુ તે જ પ્રયોજન સહિત કહ્યા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું કે જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્યચિંતવન કર્યું હતું તેનું સર્વ વર્ણન લખતાં ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ ભાસે નહિ, માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચારાનુસાર થોડું ઘણું વૈરાગ્ય પોષક જ કથન કરે પણ સરાગપોષક ન કરે તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને અયથાર્થ કહેતા નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મપરિણતિની વિશેષતા થવાથી ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું જ ફળ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દઢ રાખી વા નમસ્કારમંત્રનું સ્મરણ કર્યું વા અન્ય ધર્મસાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયાં-અતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ નથી થયું પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવાં કાર્ય થયાં, તોપણ તેને તે શીલાદિકના જ ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપકાર્ય કર્યું, તેને તેનું જ તેવું ફળ તો નથી થયું પણ અન્ય કર્મના ઉદયથી નીચ ગતિ પ્રાપ્ત થઈ વા કષ્ટાદિક થયાં, છતાં તેને તે જ પાપના ફળરૂપે નિરૂપણ કરે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૮૫ પ્રશ્ન:- એમ જૂઠાં ફળ દર્શાવવાં તો યોગ્ય નથી, એવાં કથનને પ્રમાણ કેમ કરીએ? ઉત્તર:- જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી ન ડરે, તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે વર્ણન કરીએ છીએ. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે ધર્મના ફળને પાપનું ફળ બતાવે તથા પાપના ફળને ધર્મનું ફળ બતાવે, પણ એમ તો છે જ નહિ. જેમ દશ પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું પણ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા જેના પિતાદિકે કોઈ કાર્ય કર્યું હોય તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી પુત્રાદિકે કર્યું કહીએ તો ત્યાં દોષ નથી, તેમ ઘણા શુભ વા અશુભ કાર્યોનું એક ફળ થયું, તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા કોઈ અન્ય શુભ વા અશુભકાર્યનું ફળ જે થયું હોય, તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ અન્ય જ શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે, એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે પણ તેને તારતમ્ય (સૂક્ષ્મ) ન માની લેવું, તારતમ્યનું તો કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે ત્યાંથી જાણવું. વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ; જેમ જીવોને શંકા-કાંક્ષાદિ ન કરતાં તેને સમ્યકત્વ ન થયું કહીએ છીએ; પણ કોઈ એક કાર્યમાં શંકા-કાંક્ષા ન કરવામાત્રથી તો સમ્યકત્વ ન થાય. સમ્યકત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યકત્વનો તો વ્યવહારસમ્યકત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યકત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યકત્વનો ઉપચાર કર્યો એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યકત્વ થયું કહીએ છીએ. વળી જૈનશાસ્ત્રનું કોઈ એક અંગ જાણતાં સમ્યજ્ઞાન થયું કહીએ છીએ, હવે સમ્યજ્ઞાન તો સંશયાદિરહિત તત્ત્વજ્ઞાન થતાં જ થાય, પરંતુ અહીં પૂર્વવત્ ઉપચારથી સમ્યજ્ઞાન કહીએ છીએ. તથા કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્રચારિત્ર થયું કહીએ છીએ, ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની-મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ છીએ, હવે શ્રાવક તો પંચમગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે. ઉત્તરપુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યો પણ તે તો અસંયમી હતો, પરંતુ જૈન હતો માટે કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ સમ્યકત્વરહિત મુનિલિંગ ધારણ કરે વા દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને પણ અહીં મુનિ કહીએ છીએ, હવે મુનિ તો છઠ્ઠ આદિ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને મુનિ કહ્યો છે. સમવસરણસભામાં મુનિઓની સંખ્યા કહી ત્યાં કાંઈ બધાય શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા પરંતુ નિલિંગ ધારવાથી ત્યાં બધાને મુનિ કહ્યા; એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૮૬] મોક્ષમાર્ગ પ્રકાશક વળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે, જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું, કારણ કે એવું કાર્ય તો ગૃહસ્થધર્મમાં સંભવે છે, હવે ગૃહસ્થધર્મથી તો મુનિધર્મ શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કર્યો તે તો અયોગ્ય છે, પરંતુ વાત્સલ્યસંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી; પણ એ છળ વડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ ગોવાળિયાએ મુનિને અગ્નિ વડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને દૂર કરતાં તો સહજ અવસ્થામાં જે શીતાદિકનો પરિષહ થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં તો ઊલટો ઉપસર્ગ થાય છે એટલા માટે વિવેકી તો ત્યાં શીતાદિકનો ઉપચાર કરતા નથી, પરંતુ ગોવાળિયો અવિવેકી હતો અને કરુણા વડ તેણે આ કાર્ય કર્યું તેથી તેની અહીં પ્રશંસા કરી, પણ તેથી છળ વડે બીજાઓએ ધર્મપદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. વળી જેમ વજકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહિ પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી. હવે મોટા મોટા સમ્યગ્દષ્ટિઓ રાજાદિકને નમન કરે છે તેમાં દોષ નથી, તથા મુદ્રિકામાં પ્રતિમાં રાખવાથી અવિનય થાય-યથાવત્ વિધિથી એવી પ્રતિમા હોય નહિ તેથી એ કાર્યમાં દોષ છે, પરંતુ તેને એવું જ્ઞાન નહોતું, તેને તો ધર્માનુરાગથી હું બીજાઓને નમું નહિ” એવી બુદ્ધિ થઈ માટે તેની પ્રશંસા કરી, પણ એ છળથી બીજાઓએ એવાં કાર્ય કરવા યોગ્ય નથી. વળી કોઈ પુરુષોએ પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ-કટાદિક દૂર કરવા અર્થે ચેત્યાલય-પૂજનાદિ કાર્ય કર્યા, સ્તોત્રાદિ કર્યા, વા નમસ્કારમંત્ર સ્મરણ કર્યો હુવે એ પ્રમાણે કરતાં તો નિઃકાંક્ષિતગુણનો અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે, તથા અંતરંગમાં પાપનું જ પ્રયોજન છે તેથી પાપનો જ બંધ થાય છે; પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ કુવાદિનું તો પૂજનાદિ તેણે ન કર્યું! એટલો જ તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા કરીએ છીએ, પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મસાધન કરવું યોગ્ય નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ હોય તેને યથા-સંભવ સમજવાં, પરંતુ ભ્રમરૂપ થવું નહિ. હવે કરણાનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન જેમ કેવળજ્ઞાન વડે જાયું તેમ કરણાનુયોગમાં વ્યાખ્યાન છે. તથા કેવળજ્ઞાન વડે તો ઘણું જાણ્યું પરંતુ આત્માને કાર્યકારી જીવ-કર્માદિકનું વા ત્રિલોકાદિકનું જ આમાં નિરૂપણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૮૭ હોય છે, તેનું પણ સર્વ સ્વરૂપ નિરૂપણ થઈ શક્યું નથી માટે જેમ વચનગોચર થાય અને છદ્મસ્થના જ્ઞાનમાં તેનો કંઈક ભાવ ભાસે, એ પ્રમાણે અહીં સંકોચ પૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. અહીં ઉદાહરણ-જેમ, જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે પણ તે ભાવ અનંતસ્વરૂપસહિત હોવાથી વચનગોચર નથી, તેથી ત્યાં ઘણા ભાવોની એકજાતિ કરી ચૌદ ગુણસ્થાન કહ્યાં, જીવ જાણવાના અનેક પ્રકાર છે છતાં ત્યાં મુખ્ય ચૌદ માર્ગણાઓનું નિરૂપણ કર્યું; કર્મપરમાણુ અનંત પ્રકારની શક્તિસહિત છે છતાં તેમાં ઘણાની એકજાતિ કરી આઠ વા એકસો અડતાલીસ પ્રકૃતિ કહી, ત્રણ લોકમાં અનેક રચના છે છતાં ત્યાં મુખ્ય રચનાઓનું નિરૂપણ કરે છે, તથા પ્રમાણના અનંત ભેદ છે છતાં ત્યાં સંખ્યાતાદિ ત્રણ ભેદ વા તેના એકવીસ ભેદ નિરૂપણ કર્યા, -એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કરણાનુયોગમાં જોકે વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિક અખંડિત છે તોપણ છબસ્થને તેનું હીનાધિક જ્ઞાન થવા અર્થે પ્રદેશ, સમય અને અવિભાગ-પ્રતિચ્છેદાદિકની કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. એક વસ્તુમાં જુદા જુદા ગુણો વા પર્યાયોનો ભેદ કરી નિરૂપણ કરીએ છીએ તથા જીવ-પુદગલાદિક જોકે ભિન્ન ભિન્ન છે તોપણ સંબંધાદિકવડે વા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિ-જાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે છે. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહારનયની પ્રધાનતા સહિત સમજવું. કારણ કે-વ્યવહાર વિના વિશેષ જાણી શકાય નહિ. વળી કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે, જેમ કે-જીવાદિક દ્રવ્યોનું પ્રમાણ નિરૂપણ કર્યું ત્યાં જુદાં જુદાં એટલાં જ દ્રવ્ય છે, તે યથાસંભવ જાણી લેવાં. વળી કરણાનુયોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્થને પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર થાય છે, પણ જે ન થાય તેને આજ્ઞા-પ્રમાણ વડે જ માનવાં. જેમ જીવ-પુદ્ગલના સ્થૂળ ઘણા કાળસ્થાયી મનુષ્યાદિ પર્યાય વા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા તેનાં તો પ્રત્યક્ષ-અનુમાનાદિક થઈ શકે છે પરંતુ સમયે સમયે થતાં સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધરુક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. કરણાનુયોગમાં છદ્મસ્થોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી પણ કેવળજ્ઞાનગમ્ય પદાર્થોનું નિરૂપણ છે. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિક પાળે છે પરંતુ તેને અંતરંગ સમ્યકત્વ-ચારિત્રશક્તિ નહિ હોવાથી તેને મિથ્યાષ્ટિ-અવ્રતી કહીએ છીએ; તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના વા વ્રતાદિકના વિચાર રહિત છે, અન્ય કાર્યોમાં પ્રવર્તે છે વા નિદ્રાદિ વડે નિર્વિચાર થઈ રહ્યા છે તો પણ તેને સમ્યકત્વાદિ શક્તિનો સદભાવ હોવાથી સમ્યગ્દષ્ટિ વા વતી કહીએ છીએ. વળી કોઈ જીવને કષાયોની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રવૃત્તિ તો ઘણી છે પણ જો તેને અંતરંગ કપાયશક્તિ થોડી છે તો તેને મંદકષાયી કહીએ છીએ, તથા કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો થોડી છે પણ જો તેને અંતરંગ કષાયશક્તિ ઘણી છે તો તેને તીવ્રકષાયી કહીએ છીએ. જેમ ભંતરાદિ દેવો કષાયોથી નગર નાશાદિ કાર્ય કરે છે તોપણ તેમને થોડી કષાયશક્તિ હોવાથી પીતલેશ્યા કહી, તથા એકેંદ્રિયાદિ જીવો કષાયકાર્ય કરતા જણાતા નથી તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી કૃષ્ણાદિ લેશ્યાઓ કહી. વળી સર્વાર્થસિદ્ધિના દેવો કષાયરૂપ થોડા પ્રવર્તે છે તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી અસંયમી કહ્યા, તથા પંચમગુણસ્થાનવર્તી જીવ વ્યાપાર અને અબ્રહ્મચર્યાદિ કષાયકાર્યરૂપ ઘણો પ્રવર્તે છે. તોપણ તેને મંદકષાયશક્તિ હોવાથી દેશ-સંયમી કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ જીવને મન-વચન-કાયાની ચેષ્ટા થોડી થતી દેખાય છે તોપણ કર્મઆકર્ષણશક્તિની અધિક્તાની અપેક્ષાએ તેને ઘણો યોગ્ય કહ્યો તથા કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તોપણ એ કર્માકર્ષણ શક્તિની હીનતાથી અલ્પયોગ કહ્યો. જેમ કેવળજ્ઞાની ગમનાદિકિયારહિત થયા હોય તો પણ તેમને ઘણો યોગ કહ્યો, ત્યારે બે ઇંદ્રિયાદિ જીવો ગમનાદિક્રિયા કરે છે તોપણ તેમને અલ્પયોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કાંઈ ભાસતી નથી તોપણ સૂક્ષ્મશક્તિના સભાવથી તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું; જેમ મુનિને અબ્રહ્મકાર્ય તો કાંઈ નથી તોપણ નવમા ગુણસ્થાન સુધી તેમને મૈથુનસંજ્ઞા કહી; અહમિન્દ્રોને દુઃખનું કારણ વ્યક્ત નથી તોપણ તેમને કદાચિત અશાતાનો ઉદય કહ્યો છે; નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી તોપણ કદાચિત્ શાતાનો ઉદય કહ્યો, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. કરણાનુયોગમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાદિને ધર્મનું નિરૂપણ કર્મપ્રકૃતિઓના ઉપશમાદિકની અપેક્ષા સહિત સૂક્ષ્મશક્તિ જેવી હોય તેમ ગુણસ્થાનાદિકમાં નિરૂપણ કરે છે, અથવા સમ્યગ્દર્શનાદિકના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મભેદાદિ સહિત કરે છે, અહીં કોઈ કરણાનુયોગ અનુસાર સ્વયં ઉધમ કરે તો તેમ થઈ શકે નહિ, કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ જણાવવાનું પ્રયોજન મુખ્ય છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી. માટે પોતે તો ચરણાનુયોગ અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે; જેમ પોતે કર્મોનો ઉપશમાદિ કરવા ઇચ્છે તો કેવી રીતે થાય? પોતે તો તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉધમ કરે, તેનાથી ઉપશમાદિસમ્યકત્વ સ્વયં જ થાય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. એક અંતર્મુહૂર્તમાં અગિયારમાં ગુણસ્થાનથી પડીને ક્રમથી મિથ્યાષ્ટિ થઈ વળી પાછો ચઢી કેવળજ્ઞાન ઉપજાવે છે, હવે એવા સમ્યકત્વાદિના સૂક્ષ્મભાવ બુદ્ધિગોચર થતા નથી માટે તેને કરણાનુયોગ અનુસાર જેમ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૮૯ તેમ જાણી તો લે પરંતુ પ્રવૃત્તિ તો બુદ્ધિગોચર જેમ ભલું થાય તેમ કરે. વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતાપૂર્વક વ્યાખ્યાન હોય છે તેને સર્વથા તેમ જ ન માનવું. જેમ હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું છે, અન્ય-મતાદિકના શાસ્ત્રાભ્યાસને કુશ્રુતજ્ઞાન કહ્યું છે, બૂરું દેખાય-ભલું ન દેખાય તેને વિર્ભાગજ્ઞાન કહ્યું છે, હવે તે તો તેને છોડાવવા માટે ઉપદેશરૂપે એમ કહ્યું છે પણ તારતમ્યથી મિથ્યાષ્ટિનું બધુંય જ્ઞાન કુશાન છે, સમ્યગ્દષ્ટિનું બધુંય જ્ઞાન સુજ્ઞાન છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઇ ઠેકાણે સ્થૂળ કથન કર્યું હોય તેને તારતમ્યરૂપ ન જાણવું; જેમ વ્યાસથી ત્રણગુણી પરિધિ કહીએ છીએ, પણ સૂક્ષ્મપણાથી ત્રણગુણીથી કંઈક અધિક હોય છે. એમ જ અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વપ્રકારરૂપ ન જાણવું. જેમ મિથ્યાષ્ટિ અને સાસાદન-ગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા તથા અસંયતાદિ ગુણસ્થાનવાળા જીવોને પુણજીવ કહ્યા, એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી તો બંનેમાં યથાસંભવ પાપ-પુણ્ય હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે અન્ય પણ નાના પ્રકાર હોય છે તે યથાસંભવ સમજવા. એ પ્રમાણે કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન દર્શાવ્યું. હવે ચરણાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે, તેનાં સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહારનયની પ્રધાનતાથી નાનાપ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે; કારણ કે નિશ્ચયધર્મમાં તો કાંઈ ગ્રહણ-ત્યાગનો વિકલ્પ નથી, તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છુટતો નથી તેથી આ જીવને ધર્મવિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરાવવાનો આમાં ઉપદેશ છે. એ ઉપદેશ બે પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ તથા એક નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન નથી વા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યાષ્ટિ જીવો કંઈક ધર્મ-સન્મુખ થતાં તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ, તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન છે વા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થતું જણાય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવોને વા સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિ જીવોને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે શ્રીગુરુ તો સર્વ જીવોના ઉપકારી છે. હવે અસંગી જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી તેથી તેમનો તો એટલો જ ઉપકાર કર્યો કે અન્ય જીવોને તેમની દયા કરવાનો ઉપદેશ આપ્યો, તથા જે જીવ કર્મની પ્રબળતાથી નિશ્ચયમોક્ષમાર્ગને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રાપ્ત થઈ શક્તા નથી તેમનો એટલો જ ઉપકાર કર્યો કે–તેમને વ્યવહારધર્મનો ઉપદેશ આપી કુગતિનાં દુઃખોના કારણરૂપ પાપકર્યો છોડાવી સુગતિનાં ઇન્દ્રિયજનિત કારણરૂપ પુણ્યકાર્યોમાં લગાવ્યા. ત્યાં જેટલું દુઃખ મટયું તેટલો તો ઉપકાર થયો. વળી પાપીને તો પાપવાસના જ રહે છે અને એ કુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત નહિ હોવાથી તે પરંપરાએ દુઃખ જ પામ્યા કરે છે; તથા પુણવાનને ધર્મવાસના રહે છે અને સુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત પ્રાપ્ત થાય છે તેથી પરંપરાએ સુખને પામે છે, અથવા કર્મ શક્તિહીન થઈ જાય તો તે મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થઈ જાય છે, માટે તેમને વ્યવહારના ઉપદેશ વડે હિંસાદિ પાપથી છોડાવી પુણ્યકાર્યમાં લગાવે છે. વળી જે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત થયા છે વા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે–તેમને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપી મોક્ષમાર્ગમાં પ્રવર્તાવ્યા. એમ શ્રીગુરુ તો સર્વનો એવો જ ઉપકાર કરે છે, પરંતુ જે જીવોને એવો ઉપકાર ન થાય તો ત્યાં શ્રીગુરુ શું કરે? તેમણે તો જેવો બન્યો તેવો ઉપકાર જ કર્યો. એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ. હવે, વ્યવહાર ઉપદેશમાં તો બાહ્યક્રિયાઓની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી જીવ પાપક્રિયા છોડી પુણ્યક્રિયાઓમાં પ્રવર્તે છે તથા ત્યાં ક્રિયા અનુસાર પરિણામ પણ તીવ્રકષાય છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્ય-ક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે વા વૈરાગ્યભાવના વડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્ય ક્રિયા પણ સુધરી જાય છે. પરિણામ સુધરતાં બાહ્ય ક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ-નિગ્રંથગુરુ-દયાધર્મને જ માનવા પણ અન્યને ન માનવા, જીવાદિતત્ત્વોનું જે વ્યવહારસ્વરૂપ કહ્યું છે તેનું શ્રદ્ધાન કરવું. શંકાદિક પચ્ચીસ દોષ ન લગાવવા તથા નિઃશંક્તિાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. સમ્યજ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ-વ્યંજનાદિ અંગોનું સાધન કરવું, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. તથા સમ્યફચારિત્રના માટે એકદેશ વા સર્વદશ હિંસાદિ પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ, જેમ-ભીલને કાગડાનું માંસ છોડાવ્યું, ગોવાળને નમસ્કારમંત્ર જપવાનો ઉપદેશ આપ્યો તથા ગૃહસ્થને ચૈયાલય-પૂજા-પ્રભાવનાદિ કાર્યોનો ઉપદેશ દે છે, ઇત્યાદિ જેવો જીવ હોય તેને તેવો ઉપદેશ દે વળી જ્યાં નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે યથાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૯૧ તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ, તેનું જે નિશ્ચયસ્વરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહાર સ્વરૂપ છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ-પરના ભેદવિજ્ઞાનાદિ વડ પરદ્રવ્યમાં રાગાદિ છોડવાના પ્રયોજન સહિત તે તત્ત્વોને શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ, એવા શ્રદ્ધાનથી અરહંતાદિક વિના અન્ય દેવાદિક જાક ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ નિરૂપણ કરીએ છીએ. સમ્યજ્ઞાનના અર્થ સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્રચારિત્ર અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદશ તીવ્રરાગાદિકનો અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી મંદરાગથી શ્રાવક-મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે તથા મંદરાગાદિકનો પણ અભાવ થતાં શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ; તથા યથાર્થશ્રદ્ધાનસહિત સમ્યગ્દષ્ટિઓને જેવાં કોઈ યથાર્થ આખડી, ભક્તિ, પૂજા-પ્રભાવનાદિ કાર્ય હોય છે વા ધ્યાનાદિ હોય છે તેનો ઉપદેશ આપીએ છીએ. અહીં જૈનમતમાં જેવો સાચો પરંપરા માર્ગ છે તેવો ઉપદેશ આપવામાં આવે છે. એ પ્રમાણે ચરણાનુયોગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું. વળી ચરણાનુયોગમાં તીવ્રકષાયોનાં કાર્યો છોડાવી મંદકષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છીએ. જોકે કષાય કરવો બૂરો જ છે તોપણ સર્વ કષાય ન છૂટતો જાણી જેટલો કપાય ઘટે તેટલું તો ભલું થશે! એવું ત્યાં પ્રયોજન જાણવું. જેમ-જે જીવોને આરંભાદિ કરવાની, મંદિરાદિ બનાવવાની, વિષય સેવવાની વા ક્રોધાદિક કરવાની ઇચ્છા સર્વથા દૂર ન થતી જાણે તેને પૂજા-પ્રભાવનાદિક કરવાનો, ચેત્યાલયાદિ બનાવવાનો, જિનદેવાદિકની આગળ શોભાદિક અને નૃત્ય-ગાનાદિક કરવાનો વા ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે તેમાં પરંપરા કષાયોનું પોષણ થતું નથી અને પાપકાર્યોમાં તો પરંપરા કષાયોનું પોષણ થાય છે તેથી પાપકાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ; થોડાં ઘણાં જેટલાં છૂટતાં જાણે તેટલાં પાપકાર્યોથી છોડાવી સમ્યકત્વ વા અણુવ્રતાદિ પાળવાનો તેને ઉપદેશ આપીએ છીએ તથા જે જીવોને આરંભાદિકની ઇચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત પૂજનાદિ કાર્યો વા સર્વ પાપકર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા જેમને કિંચિત્ રાગાદિક છૂટતાં જાણે તેમને દયા, ધર્મોપદેશ અને પ્રતિક્રમણાદિ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છીએ; પણ જ્યાં સર્વ રાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું જ નથી તેથી તેમને કાંઈ ઉપદેશ જ નથી, એવો કમ જાણવો. વળી ચરણાનુયોગમાં કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવી ધર્મમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક લગાવીએ છીએ. જેમ-પાપનાં ફળ નરકાદિકનાં દુ:ખ બતાવી ત્યાં ભયકષાય ઉપજાવી તેને પાપકાર્ય છોડાવીએ છીએ, તથા પુણ્યના ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભકષાય ઉપજાવી તેને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઈદ્રિયવિષય, શરીર, પુત્ર અને ધનાદિના અનુરાગથી પાપ કરે છે–ધર્મથી પરામુખ રહે છે માટે ઇંદ્રિયવિષયોને મરણ-કલેશાદિનાં કારણ દર્શાવી તેમાં અરતિકષાય કરાવીએ છીએ; શરીરાદિને અશુચિરૂપ બતાવી ત્યાં જુગુપ્સાકષાય કરાવીએ છીએ; પુત્રાદિને ધનાદિકનાં ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ તથા ધનાદિકને મરણ-કલેશાદિનાં કારણ બતાવી ત્યાં અનિષ્ટબુદ્ધિ કરાવીએ છીએ; ઇત્યાદિ ઉપાયોથી વિષયાદિમાં તીવ્રરાગ દૂર થવાથી તેને પાપક્રિયા છૂટી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. નામસ્મરણ, સ્તુતિકરણ, પૂજા, દાન-શીળાદિકથી આ લોકમાં દરિદ્ર-કષ્ટ દૂર થાય છે, પુત્ર-ધનાદિની પ્રાપ્તિ થાય છે એમ નિરૂપણ કરી તેને લોભ ઉપજાવી તે ધર્મકાર્યોમાં લગાવીએ છીએ, એ જ પ્રમાણે અન્ય ઉદાહરણ પણ જાણવાં. પ્રશ્ન:- કોઈ કષાય છોડાવી વળી કોઈ અન્ય કષાય કરાવવાનું શું પ્રયોજન? ઉત્તર:- જેમ રોગ તો શીતાંગ પણ છે તથા જ્વર પણ છે, પરંતુ કોઈને શીતાંગથી મરણ થતું જાણે તો ત્યાં વૈધ તેને જ્વર થવાનો ઉપાય કરે છે અને જ્વર પણ થયા પછી તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે. તેમ કષાય તો બધાય હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું. વળી ચરણાનુયોગમાં જેમ જીવ પાપને છોડી ધર્મમાં જોડાય તેવી અનેક યુક્તિથી વર્ણન કરીએ છીએ. ત્યાં લૌકિક દષ્ટાંત યુક્તિ, ઉદાહરણ, ન્યાયપદ્ધતિથી સમજાવીએ છીએ તથા કોઈ ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તામુક્તાવલિમાં લક્ષ્મીને કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે-અહીં જાઠનો દોષ તો લાગે છે? તેનું સમાધાન-જો જૂઠ પણ છે, પરંતુ જો તે સાચા પ્રયોજનને પોષે છે તો તેને જૂઠ કહેતા નથી તથા સત્ય પણ છે પરંતુ જે તે જૂઠા પ્રયોજનને પોષે છે તો તે જૂઠ જ છે. એ પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચન-અપેક્ષાએ સાચ-જૂઠ નથી પણ પ્રયોજન અપેક્ષાએ સાચ-જૂઠ છે, જેમ તુચ્છ શોભાસહિત નગરને ઇંદ્રપુરી સમાન કહીએ છીએ તે જોકે જૂઠ છે પરંતુ શોભાના પ્રયોજનને પોષે છે માટે જpઠ નથી. વળી આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે નથી.” એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૯૩ કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે અન્ય ઠેકાણે પણ દંડ થતો જોવામાં આવે છે, પરંતુ ત્યાં અન્યાયવાન થોડા છે અને ન્યાયવાન ઘણા છે તથા ન્યાયવાનને દંડ થતો નથી, એવા પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ સુરગુરુ” લખ્યું વા મંગળનું નામ “કુજ' લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં ઉદાહરણાદિ આપીએ છીએ તે જાઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિકનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી, શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી. વળી ચરણાનુયોગમાં છદ્મસ્થની બુદ્ધિગોચર સ્થળપણાની અપેક્ષાએ લોકપ્રવૃત્તિની મુખ્યતાસહિત ઉપદેશ આપીએ છીએ, પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ આપતા નથી, કારણ કે તેનું આચરણ થઈ શક્યું નથી અને અહીં તો આચરણ કરાવવાનું પ્રયોજન છે. જેમ અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો, હવે આને સ્ત્રીસેવનાદિ કાર્યોમાં ત્રસહિંસા થાય છે, વળી આ જાણે પણ છે કે-જિનવાણીમાં અહીં ત્રસજીવ કહ્યા છે, પરંતુ આને ત્રસજીવ મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને આ કરતો નથી તેથી એ અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે મુનિ, પૃથ્વીજળાદિકમાં ગમનાદિક કરે છે ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે-ત્રસ જીવોની પણ એવી સૂક્ષ્મ અવગાહના હોય છે કે જે દૃષ્ટિગોચર થતી નથી તથા તેથી સ્થિતિ પૃથ્વી-જળાદિમાં જ છે એ આ મુનિ જિનવાણીથી જાણે છે વા કોઈ વેળા અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે, પરંતુ આને પ્રમાદથી સ્થાવર-ત્રસહિંસાનો અભિપ્રાય નથી. લોકમાં ભૂમિ ખોદવી તથા અપ્રાસુક જળથી ક્રિયા કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે, તેને આ કરતો નથી તેથી મુનિને હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો તેમને ત્યાગ કહ્યો છે, પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્તકર્મપરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ તેરમાં ગુણસ્થાન સુધી છે, વેદનો ઉદય નવમાં ગુણસ્થાન સુધી છે, અંતરંગપરિગ્રહ દશમા ગુણસ્થાન સુધી છે, તથા બાહ્યપરિગ્રહ સમવસરણાદિ કેવળીભગવાનને પણ હોય છે પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ અભિપ્રાય નથી, લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે, તથા પરિગ્રહ રાખે છે”—એવું નામ પામે છે તે ક્રિયાઓ આને નથી, તેથી તેને અસત્યાદિકનો ત્યાગ કહીએ છીએ. વળી જેમ મુનિને મૂળગુણોમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો, પણ ઇન્દ્રિયોનું જાણવું તો મટતું નથી તથા જ વિષયોમાં રાગ-દ્વેષ સર્વથા દૂર થયો હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે અહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૯૪] મોક્ષમાર્ગ પ્રકાશક થયું નથી પરંતુ સ્થૂળપણે વિષય ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને ઇન્દ્રિયવિષયનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતી જીવ ત્યાગ ના આચરણ કરે છે તે ચરણાનુયોગની પદ્ધતિ અનુસાર વા લોકપ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે છે. જેમ કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો છે, ત્યાં ચરણાનુયોગમાં વા લોકમાં જેને ત્રસહિંસા કહીએ છીએ તેનો તેણે ત્યાગ કર્યો છે પણ કેવળજ્ઞાન વડે જે ત્રસ જીવો દેખાય છે તેની હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે તથા કાયાથી ન પ્રવર્તવું તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગ વા ગ્રહણ હોય છે તે એવી પદ્ધતિ સહિત જ હોય છે એમ જાણવું. પ્રશ્ન:- કરણાનુયોગમાં તો કેવળજ્ઞાનની અપેક્ષાએ તારતમ્ય કથન છે, તો ત્યાં છઠ્ઠી ગુણસ્થાનવાળાને બાર અવિરતિઓનો સર્વથા અભાવ કહ્યો તે કેવી રીતે કહ્યો? ઉત્તર- અવિરતિ પણ યોગકષાયમાં ગર્ભિત હતી પરંતુ ત્યાં પણ ચરણાનુયોગની અપેક્ષાએ ત્યાગનો અભાવ, તેનું જ નામ અવિરતિ કહ્યું છે માટે ત્યાં તેનો અભાવ છે. મનઅવિરતિનો અભાવ કહ્યો, પણ મુનિને મનના વિકલ્પો તો થાય છે પરંતુ મનની સ્વેચ્છાચારી પાપરૂપ પ્રવૃત્તિના અભાવથી ત્યાં મનઅવિરતિનો અભાવ કહ્યો. વળી ચરણાનુયોગમાં વ્યવહાર-લોકપ્રવૃત્તિની અપેક્ષાએ જ નામાદિક કહીએ છીએ. જેમ સમ્યગ્દષ્ટિને પાત્ર તથા મિથ્યાષ્ટિને અપાત્ર કહ્યા, ત્યાં જેને જિનદેવાદિકનું શ્રદ્ધાન છે તે તો સમ્યગ્દષ્ટિ છે તથા જેને તેનું શ્રદ્ધાન નથી તે મિથ્યાદષ્ટિ જાણવો. કારણ કે દાન આપવું ચરણાનુયોગમાં કહ્યું છે ત્યાં ચરણાનુયોગની અપેક્ષાએ જ સમ્યકત્વ-મિથ્યાત્વ ગ્રહણ કરીએ છીએ, જો ત્યાં કરણાનુયોગની અપેક્ષાએ સમ્યકત્વ-મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો જે જીવ અગિયારમાં ગુણસ્થાનમાં છે તે જ પાછો અંતર્મુહૂર્તમાં પ્રથમ ગુણસ્થાનમાં આવે, તો ત્યાં દાતાર પાત્ર-અપાત્રનો નિર્ણય કેવી રીતે કરી શકે? તથા જે દ્રવ્યાનુયોગની અપેક્ષાએ ત્યાં સમ્યકત્વમિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો મુનિસંઘમાં દ્રવ્યલિંગી પણ છે અને ભાવલિંગી પણ છે, હવે પ્રથમ તો તેનો બરાબર નિર્ણય થવો કઠણ છે કારણ કે–બાહ્યપ્રવૃત્તિ બંનેની સમાન છે, તથા જો કદાચિત્ સમ્યગ્દષ્ટિને કોઈ બાહ્યચિહ્ન વડે તેનો નિર્ણય થઈ જાય અને તે આની ભક્તિ ન કરે તો બીજાઓને સંશય થાય કે-“આની ભક્તિ કેમ ન કરી?” એ પ્રમાણે જો તેનું મિથ્યાષ્ટિપણું પ્રગટ થાય તો સંઘમાં વિરોધ ઉત્પન્ન થાય, માટે ત્યાં વ્યવહારસમ્યકત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ કથન જાણવાં. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ તો દ્રયલિંગીને પોતાનાથી હીનગુણવાન માને છે તો તે તેની ભક્તિ કેવી રીતે કરે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ર૯૫ ઉત્તર:- વ્યવહારધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે તથા ભક્તિ કરવી એ પણ વ્યવહાર જ છે, માટે જેમ કોઈ ધનવાન ન હોય પરંતુ જો કુળમાં મોટો હોય તો તેને કુળ અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરવામાં આવે છે. તેમ પોતે સમ્યકત્વ-ગુણસહિત છે, પરંતુ જો કોઈ વ્યવહારધર્મમાં પ્રધાન હોય તેને વ્યવહારધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભક્તિ કરે છે, એમ સમજવું. એ જ પ્રમાણે જે જીવ ઘણા ઉપવાસાદિ કરે છે તેને તપસ્વી કહીએ છીએ, જોકે કોઈ ધ્યાન-અધ્યયનાદિ વિશેષ કરે છે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે તોપણ અહીં ચરણાનુયોગમાં બાહ્ય તપની જ પ્રધાનતા છે, માટે તેને જ તપસ્વી કહીએ છીએ. એ પ્રમાણે અન્ય નામાદિક સમજવાં. એ જ પ્રમાણે અન્ય અનેક પ્રકાર સહિત ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન જાણવું. દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન હવે દ્રવ્યાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ. જીવને જીવાદિ દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન જેમ થાય તેમ ભેદ, યુક્તિ, હેતુ અને દષ્ટાંતાદિકનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે આ અનુયોગમાં યથાર્થ શ્રદ્ધાન કરવાનું પ્રયોજન છે. જોકે જીવાદિ વસ્તુ અભેદ છે તો પણ તેમાં ભેદકલ્પના વડે વ્યવહારથી દ્રવ્ય-ગુણ-પર્યાયાદિના ભેદ નિરૂપણ કરીએ છીએ, વળી પ્રતીતિ અણાવવા અર્થે અનેક યુક્તિ વડે અથવા પ્રમાણ નય વડે ઉપદેશ આપીએ છીએ તે પણ યુક્ત છે, તથા વસ્તુના અનુમાન-પ્રત્યભિજ્ઞાનાદિક કરાવવા માટે હેતુ-દષ્ટાંતાદિક આપીએ છીએ, એ રીતે અહીં વસ્તુની પ્રતીતિ કરાવવા માટે ઉપદેશ આપે છે. તથા અહીં મોક્ષમાર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે જીવાદિ તત્ત્વોના ભેદ-યુક્તિ-હેતુદષ્ટાંતાદિક વડે નિરૂપણ કરીએ છીએ, જેમ સ્વ-પરભેદ-વિજ્ઞાનાદિક થાય તેમ અહીં જીવઅજીવનો નિર્ણય કરીએ છીએ, તથા જેમ વીતરાગભાવ થાય તેમ આગ્નવાદિકનું સ્વરૂપ દર્શાવીએ છીએ અને ત્યાં મુખ્યપણે જ્ઞાન-વૈરાગ્યનાં કારણ કે આત્માનુભવનાદિક તેનું માહાભ્ય ગાઈએ છીએ. દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે, ત્યાં વ્યવહારધર્મનો પણ નિષેધ કરીએ છીએ. જે જીવ, આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્યક્રિયાકાંડમાં મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત-શીલ-સંયમાદિનું હીનપણું પ્રગટ કરીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે એને (વ્રત-શીલ-સંયમાદિને) છોડી પાપમાં લાગી જવું, કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ અશુભમાં જોડવાનું નથી પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ર૯૬] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- અધ્યાત્મશાસ્ત્રોમાં પુણ્ય-પાપને સમાન કહ્યાં છે માટે શુદ્ધોપયોગ થાય તો ભલું જ છે, ન થાય તો પુણ્યમાં લાગો વા પાપમાં લાગો? ઉત્તર:- જેમ શૂદ્ર જાતિની અપેક્ષાએ જાટ અને ચાંડાળને સમાન કહ્યા છે, પરંતુ ચાંડાળથી જાટ કાંઈક ઉત્તમ છે, એ અસ્પૃશ્ય છે ત્યારે આ સ્પૃશ્ય છે. તેમ બંધારણની અપેક્ષાએ પુણ્ય અને પાપ સમાન છે, પરંતુ પાપથી પુણ્ય કાંઈક ભલું છે, એ તીવ્રકષાય-રૂપ છે ત્યારે આ મંદકષાયરૂપ છે; માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું. વળી જે જીવ, જિનબિમ્બ ભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે “દેહમાં દેવ છે દેરામાં નથી.' ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ; ત્યાં એમ ન સમજી લેવું કે-ભક્તિ છોડી ભોજનાદિથી પોતાને સુખી કરવો. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ એવું નથી. એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી ન થવું, એમ સમજવું. જે કેવળ વ્યવહારસાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચયચિ કરાવવા અર્થે ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે. વળી એ જ શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણરૂપ કહ્યા. ત્યાં ભોગોનું ઉપાદેયપણું ન સમજી લેવું. ત્યાં સમ્યગ્દષ્ટિનું માહાભ્ય બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધના કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગયો નહિ. અને તે જ બળથી નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ નિર્જરાનું કારણ હોય તો તેને છોડી સમ્યગ્દષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન છે કે-જુઓ સમ્યકત્વનું માહાભ્ય! કે જેના બળથી ભોગ પણ પોતાના ગુણનું ફળ આપી શક્તા નથી. એ પ્રમાણે અન્ય કથન પણ હોય તો ત્યાં તેનું યથાર્થપણું સમજી લેવું. વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ-ત્યાગ કરવાનું પ્રયોજન છે. તેથી છદ્મસ્થની બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ જ ત્યાં કથન કરવામાં આવે છે. એટલું વિશેષ છે કે ચરણાનુયોગમાં તો બાહ્યક્રિયાની મુખ્યતાથી વર્ણન કરીએ, છીએ, દ્રવ્યાનુયોગમાં આત્મપરિણામોની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ, પણ કરણાનુયોગની માફક સૂક્ષ્મવર્ણન કરતા નથી. તેના ઉદાહરણ ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કહ્યા છે, તેમાં ધર્માનુરાગરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૯૭ પરિણામ એ શુભોપયોગ છે, પાપાનુરાગરૂપ વા દ્વેષરૂપ પરિણામ એ અશુભોપયોગ છે તથા રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે સંકલેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી. કરણાનુયોગમાં તો રાગાદિરતિ શુદ્ધોપયોગ યથાખ્યાતચારિત્ર થતાં જ થાય છે અને તે મોહનો નાશ થતાં સ્વયં થાય છે, ત્યાં નીચલી અવસ્થાવાળા એ શુદ્ધોપયોગનું સાધન કેવી રીતે કરે ? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રર્વતે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની બુદ્ધિગોચર રાગાદિક છોડયો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે. એ જ પ્રમાણે સ્વ-૫૨ શ્રદ્ધાનાદિ થતાં સમ્યક્ત્વાદિ હ્યાં તે બુદ્ધિગોચર અપેક્ષાએ નિરૂપણ છે, સૂક્ષ્મભાવોની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં સમ્યક્ત્વાદિનું નિરૂપણ કરણાનુયોગમાં હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. જો દ્રવ્યાનુયોગના ક્શનની વિધિ કરણાનુયોગથી મેળવવા જઈએ તો તે કોઈ ઠેકાણે તો મળે તથા કોઈ ઠેકાણે ન મળે; જેમ-યથાખ્યાતચારિત્ર થતાં તો બંને અપેક્ષાએ શુદ્ધોપયોગ છે પરંતુ નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત્ શુદ્ધોપયોગ હોય છે પણ કરણાનુયોગ અપેક્ષાએ નિરંતર કષાય અંશના સદ્ભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય કથન પણ સમજવાં. વળી દ્રવ્યાનુયોગમાં ૫રમતમાં કહેલાં તત્ત્વાદિકને અસત્યરૂપ દર્શાવવા માટે તેનો નિષેધ કરીએ છીએ ત્યાં દ્વેષબુદ્ધિ છે એમ ન સમજવું, પણ તેને અસત્યરૂપ દર્શાવી સત્યશ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન છે એમ જાણવું. એ પ્રમાણે તથા અન્ય પણ અનેક પ્રકારથી દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન કહ્યું છે. એ પ્રમાણે ચારે અનુયોગના વ્યાખ્યાનનું વિધાન કહ્યું ત્યાં કોઈ ગ્રંથમાં એક અનુયોગની, કોઈમાં બેની, કોઈમાં ત્રણની તથા કોઈમાં ચારે અનુયોગની પ્રધાનતાસહિત વ્યાખ્યાન હોય છે, ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું. અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ હવે એ અનુયોગમાં કેવી પદ્ધતિની મુખ્યતા હોય છે તે અહીં કહીએ છીએ:પ્રથમાનુયોગમાં તો અલંકારશાસ્ત્રો વા કાવ્ય આદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮] મોક્ષમાર્ગ પ્રકાશક કારણ કે અલંકારાદિથી મન રંજાયમાન થાય છે, સીધી વાત કહેતા એવો ઉપયોગ જોડાતો નથી કે જેવો ઉપયોગ અલંકારાદિ યુક્તિસહિત કથનથી જોડાય. બીજું, પરોક્ષ વાતને કંઈક અધિક્તાપૂર્વક નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે. કરણાનુયોગમાં ગણિતાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના પ્રમાણાદિનું નિરૂપણ કરીએ છીએ, અને ગણિતગ્રંથોની આજ્ઞાથી તેનું સુગમપણે જાણપણું થાય છે. ચરણાનુયોગમાં સુભાષિત નીતિશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં આચરણ કરાવવું છે તેથી લોકપ્રવૃત્તિ અનુસાર નીતિમાર્ગ દર્શાવતાં તે આચરણ કરે છે. તથા દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં નિર્ણય કરાવવાનું પ્રયોજન છે, તથા ન્યાયશાસ્ત્રોમાં નિર્ણય કરવાનો માર્ગ દર્શાવ્યો છે. એ પ્રમાણે એ અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે, તથા અન્ય પણ અનેક પદ્ધતિ સહિત વ્યાખ્યાન તેમાં હોય છે. પ્રશ્ન:- અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે, તુચ્છબુદ્ધિ જીવો તે સમજી શક્તા નથી, માટે સીધું કથન કેમ ન કર્યું? ઉત્તરઃ- શાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય છે. જો અલંકારાદિ આમ્નાયસહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય, તથા જે તુચ્છબુદ્ધિ છે તેને પંડિતપુરુષ સમજાવી દે પણ જે ન સમજી શકે તો તેને મુખથી જ સીધું કથન કહે, પરંતુ ગ્રંથોમાં સીધાં કથન લખવાથી વિશેષબુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહિ માટે અલંકારાદિ આમ્નાયસહિત કથન કરીએ છીએ. એ પ્રમાણે એ ચારે અનુયોગનું નિરૂપણ કર્યું. જૈનમતમાં ઘણાં શાસ્ત્ર તો એ ચારે અનુયોગમાં ગર્ભિત છે. વળી વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈધક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈનમતમાં હોય છે તેનું શું પ્રયોજન છે? તે સાંભળો વ્યાકરણ, ન્યાયાદિ શાસ્ત્રોનું પ્રયોજન વ્યાકરણ-ન્યાયાદિકનો અભ્યાસ થતાં અનુયોગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ થઈ શકે છે માટે વ્યાકરણાદિ શાસ્ત્રો કહ્યાં છે. કોઈ કહે-ભાષારૂપ સીધું નિરૂપણ કર્યું હોત તો વ્યાકરણાદિનું શું પ્રયોજન રહેત? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૨૯૯ ઉત્તર:- ભાષા તો અપભ્રંશરૂપ અશુદ્ધવાણી છે, દેશ દેશમાં અન્ય અન્ય છે, ત્યાં મહાનપુરુષ શાસ્ત્રોમાં એવી રચના કેવી રીતે કરે? વળી વ્યાકરણ-ન્યાયાદિ વડે જેવો યથાર્થ સૂક્ષ્મ અર્થ નિરૂપણ થાય છે તેવો સીધી (સરલ) ભાષામાં થઈ શક્તો નથી માટે વ્યાકરણાદિ આમ્નાયથી વર્ણન કર્યું છે, તેનો પોતાની બુદ્ધિ અનુસાર થોડો ઘણો અભ્યાસ કરી અનુયોગરૂપ પ્રયોજનભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો. આઠમો અધિકાર વળી વૈધકાદિ ચમત્કારથી જૈનમતની પ્રભાવના થાય, ઔષધાદિથી ઉપકાર પણ બને તથા જે જીવ લૌકિક કાર્યોમાં અનુરક્ત છે તે વૈધકાદિ ચમત્કારથી જૈની થાય અને પાછળથી સત્યધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, ઇત્યાદિ પ્રયોજનસહિત વૈધકાદિ શાસ્ત્રો કહ્યાં છે. અહીં એટલું છે કે-આ પણ જૈનશાસ્ત્ર છે એમ જાણી તેના અભ્યાસમાં ઘણું લાગવું નહિ; જો ઘણી બુદ્ધિથી તેનુ સહજ જાણવું થાય તથા તેને જાણતાં પોતાને રાગાદિ વિકારો વધતા ન જાણે તો તેનું પણ જાણવું ભલે થાય, પરંતુ અનુયોગશાસ્ત્રવત્ એ શાસ્ત્રો ઘણાં કાર્યકારી નથી માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ કરવો યોગ્ય નથી. પ્રશ્ન:- જો એમ છે તો ગણધરાદિ પુરુષોએ તેની શા માટે રચના કરી ? ઉત્તર:- પૂર્વોક્ત કિંચિત્ પ્રયોજન જાણી તેની રચના કરી છે. જેમ ઘણો ધનવાન કોઈ વેળા અલ્પકાર્યકારી વસ્તુનો પણ સંચય કરે છે પણ જો અલ્પ ધનવાન એ વસ્તુનો સંચય કરે તો ધન તો ત્યાં જ ખર્ચાઈ જાય, પછી તે ઘણી કાર્યકારી વસ્તુનો સંગ્રહ શા વડે કરે ? તેમ ઘણા બુદ્ધિમાન ગણધરાદિક કોઈ પ્રકારે અલ્પકાર્યકારી વૈધકાદિ શાસ્ત્રોનો પણ સંચય કરે છે પણ જો અલ્પબુદ્ધિમાન તેના અભ્યાસમાં જોડાય તો બુદ્ધિ તો ત્યાં લાગી જાય, પછી ઉત્કૃષ્ટ કાર્યકારી શાસ્ત્રોનો અભ્યાસ તે કેવી રીતે કરે? વળી જેમ મંદરાગી તો પુરાણાદિમાં શ્રૃંગારાદિનું નિરૂપણ કરે તોપણ તે વિકારી થતો નથી, પણ જો તીવ્રરાગી એ પ્રમાણે શ્રૃંગારાદિ નિરૂપણ કરે તો તે પાપ જ બાંધે; તેમ મંદરાગી ગણધરાદિ છે તેઓ વૈધકાદિ શાસ્ત્રોનું નિરૂપણ કરે તોપણ તેઓ વિકારી થતા નથી પણ જો તીવ્રરાગી તેના અભ્યાસમાં લાગી જાય તો તે રાગાદિક વધારી પાપકર્મને બાંધશે એમ સમજવું. એ પ્રમાણે જૈનમતના ઉપદેશનું સ્વરૂપ જાણવું. અનુયોગોમાં દોષ-કલ્પનાનું નિરાકરણ હવે તેમાં કોઈ દોષકલ્પના કરે છે તેનું નિરાકરણ કરીએ છીએ: પ્રથમાનુયોગમાં દોષકલ્પનાનું નિરાક૨ણ કેટલાક જીવ કહે છે કે-પ્રથમાનુયોગમાં શ્રૃંગારાદિ વા સંગ્રામાદિનું ઘણું કથન કરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૦] મોક્ષમાર્ગ પ્રકાશક છે તેના નિમિત્તથી રાગાદિક વધી જાય, માટે એવું કથન કરવું ઠીક નથી; વા એવું કથન સાંભળવું નહિ. તેને કહીએ છીએ કે કથા કહેવી હોય ત્યારે તો બધીય અવસ્થાનું કથન કરવું જોઈએ, વળી જે અલંકારાદિ વડે વધારીને કથન કરે છે તે તો પંડિતોનાં વચન યુક્તિસહિત જ નીકળે. પ્રશ્ન:- સંબંધ મેળવવા માટે સામાન્ય કથન કરવું હતું પણ વધારીને કથન શા માટે કર્યું? ઉત્તર - પરોક્ષ કથનને વધારીને કહ્યા વિના તેનું સ્વરૂપ ભાસે નહિ કે-“પહેલાં તો આવા આવા ભોગ-સંગ્રામાદિ કર્યા પણ પછી સર્વનો ત્યાગ કરી મુનિ થયા,' ઇત્યાદિ ચમત્કાર તો ત્યારે જ ભાસે કે જ્યારે વધારીને કથન કરવામાં આવે. તું કહે છે કે એના નિમિત્તથી રાગાદિક વધી જાય છે, પણ જેમ કોઈ ચૈત્યાલય બનાવે છે ત્યાં તેનું પ્રયોજન તો ધર્મકાર્ય કરાવવાનું છે, છતાં કોઈ પાપી ત્યાં પાપકાર્ય કરે તો ત્યાં ચૈત્યાલય બનાવવાવાળાનો તો દોષ નથી; તેમ શ્રી ગુરુએ પુરાણાદિમાં શૃંગારાદિનું વર્ણન કર્યું ત્યાં તેમનું પ્રયોજન રાગાદિક કરાવવાનું તો નથી પણ ધર્મમાં લગાવવાનું છે; છતાં કોઈ પાપી ધર્મ ન કરે અને રાગાદિક જ વધારે તો તેમાં શ્રી ગુરુનો શો દોષ? પ્રશ્ન:- જે રાગાદિકના નિમિત્ત હોય તે કથન જ કરવાં નહોતાં? ઉત્તર:- સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્યકથનમાં જોડાય નહિ, તેથી જેમ બાળકને પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગીને ભોગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ કરાવીએ છીએ. પ્રશ્ન:- જો એમ છે, તો વૈરાગી પુરુષોએ તો એવા ગ્રંથોનો અભ્યાસ કરવો યોગ્ય નથી ? ઉત્તર:- જેના અંતરંગમાં રાગભાવ નથી તેને તો શૃંગારાદિ કથન સાંભળવા છતાં પણ રાગાદિભાવ ઊપજતા જ નથી; એ તો જાણે છે કે આ પ્રમાણે જ અહીં કથન કરવાની પદ્ધતિ છે. પ્રશ્ન:- તો જેને શૃંગારાદિ કથન સાંભળતાં રાગાદિભાવ થઈ આવે છે, તેણે તો એવા કથન સાંભળવા યોગ્ય નથી ? ઉત્તરઃ- જ્યાં ધર્મનું જ પ્રયોજન છે તથા જ્યાં-ત્યાં ધર્મને જ પોષણ કરવામાં આવ્યો છે એવાં જૈનપુરાણાદિકોમાં પ્રસંગોપાત શૃંગારાદિકનું કથન કર્યું હોય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૦૧ સાંભળતાં પણ જે ઘણો રાગી થયો તો તે અન્ય કયા ઠેકાણે વિરાગી થશે? તે તો પુરાણ સાંભળવાં છોડીને અન્ય પણ એવાં જ કાર્ય કરશે કે જ્યાં ઘણા રાગાદિ થાય! માટે તેને પણ પુરાણ સાંભળતાં થોડીઘણી ધર્મબુદ્ધિ થાય તો થાય ? બીજાં કાર્યોથી તો આ કાર્ય ભલું જ છે. પ્રશ્ન:- પ્રથમાનુયોગમાં તો અન્ય જીવોની કથાઓ છે તો તેથી પોતાનું પ્રયોજન શું સધાય છે? ઉત્તર:- જેમ કામી પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ કામ્યપ્રેમ વધે છે તેમ ધર્માત્મા પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ ધર્મમાં વિશેષ પ્રીતિ થાય છે. માટે પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે. કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ કેટલાક જીવ કહે છે કે-કરણાનુયોગમાં ગુણસ્થાનનું, માર્ગણાદિકનું, કર્મપ્રકૃતિઓનું વા ત્રિલોકાદિનું કથન કર્યું છે, હવે તેને જાણી લીધું કે આ “આમ છે અને આ આમ છે.” પણ તેમાં પોતાનું કાર્ય શું સિદ્ધ થયું? કાં તો ભક્તિ કરીએ, કાં તો વ્રત-દાનાદિ કરીએ અગર કાં તો આત્માનુભવ કરીએ તો તેથી પોતાનું ભલું થાય. સમાધાન:- પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદકષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમફળ થાય છે, હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત-દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત સાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટક્તો નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે. એ વિચારો વર્તમાન રાગાદિક પણ ઘટાડે છે તથા ભાવી રાગાદિક ઘટાડવાનાં કારણ છે. માટે અહીં (કરણાનુયોગમાં) ઉપયોગને જોડવો. જીવ-કર્માદિકના નાના પ્રકારના ભેદ જાણે તેમાં રાગાદિ કરવાનું પ્રયોજન નથી તેથી રાગાદિક વધતા નથી, અને વીતરાગ થવાનું પ્રયોજન તેમાં ઠામ ઠામ પ્રગટ છે તેથી રાગાદિ મટાડવાનું એ કારણ છે. પ્રશ્ન:- કોઈ કથન તો એમ છે, પરંતુ દીપ-સમુદ્રાદિ અને તેના યોજનાદિનું તેમાં નિરૂપણ કર્યું છે તેથી શું સિદ્ધિ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨] મોક્ષમાર્ગ પ્રકાશક ઉત્તરઃ- તેને જાણતાં પણ કાંઈ તેમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થતી નથી તેથી પૂર્વોક્ત સિદ્ધિ થાય છે. પ્રશ્ન:- જો એમ છે, તો જેનાથી કાંઈ પ્રયોજન નથી એવા પાષાણાદિને પણ જાણતાં ત્યાં ઇષ્ટ-અનિષ્ટપણે માનતા નથી એટલે તે પણ કાર્યકારી થયું? ઉત્તર:- સરાગી જીવ રાગાદિ પ્રયોજન વિના કોઈને જાણવાનો ઉધમ કરે નહિ જો સ્વયમેવ તેનું જાણવું થાય તો અંતરંગ રાગાદિકના અભિપ્રાયવશ ત્યાંથી ઉપયોગને છોડાવવા જ ઇચ્છે છે. અહીં ઉધમપૂર્વક દ્વીપ-સમુદ્રાદિકને જાણે છે, ત્યાં ઉપયોગ લગાવે છે તેથી રાગાદિ ઘટતાં એવું કાર્ય થાય છે. વળી પાષાણાદિકમાં જો આ લોકનું કોઈ પ્રયોજન ભાસી જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ-સમુદ્રાદિકમાં આ લોક સંબંધી કોઈ કાર્ય નથી તેથી તે રાગાદિકનું કારણ નથી. જો સ્વર્ગાદિકની રચના સાંભળી ત્યાં રાગ થાય તો પરલોક સંબંધી થાય અને તેનું કારણ પુણ્યને જાણે એટલે તે પાપને છોડી પુણ્યમાં પ્રવર્તે એટલો જ લાભ થાય, વળી દ્વિીપાદિકને જાણતાં યથાવત્ રચના ભાસે ત્યારે અન્યમતાદિનું કહ્યું જૂઠ ભાસી તે સત્ય શ્રદ્ધાની થાય અને એ યથાવત્ રચના જાણવાથી ભ્રમ મટી ઉપયોગની નિર્મળતા થાય છે માટે આ (કરણાનુયોગનો ) અભ્યાસ કાર્યકારી છે. પ્રશ્ન:- કરણાનુયોગમાં ઘણી કઠણતા હોવાથી તેના અભ્યાસમાં ખેદ થાય છે. ઉત્તરઃ- જો વસ્તુને શીધ્ર જાણવામાં આવે તો ત્યાં ઉપયોગમાં ઉલઝતો નથી તથા જાણેલી વસ્તુને વારંવાર જાણવાનો ઉત્સાહ પણ થાય નહિ એટલે ઉપયોગ પાપકાર્યોમાં લાગી જાય છે, માટે પોતાની બુદ્ધિ અનુસાર જેનો અભ્યાસ થતો જણાય તેનો કઠણતા છતાં પણ અભ્યાસ કરવો, તથા જેનો અભ્યાસ થઈ જ શકે નહિ તેનો તો કેવી રીતે કરે! વળી તું કહે છે કે “અહીં ખેદ થાય છે પણ પ્રમાદી રહેવામાં તો ધર્મ છે નહિ! પ્રમાદથી સુખશીલિયા રહેવામાં આવે તો પાપ થાય છે માટે ધર્મ અર્થે તો ઉદ્યમ કરવો જ યોગ્ય છે. એમ વિચારી કરણાનુયોગમાં અભ્યાસ કરવો યોગ્ય છે. ચરણાનુયોગમાં દોષ-કલ્પનાનું નિરાકરણ કેટલાક જીવ કહે છે કે-“ચરણાનુયોગમાં બાહ્ય વ્રતાદિ સાધનનો ઉપદેશ છે એટલે તેનાથી કોઈ સિદ્ધિ નથી, પોતાના પરિણામ નિર્મળ જોઈએ પછી બાહ્ય તો ઇચ્છાનુસાર પ્રવર્તે, એમ વિચારી તે આ ઉપદેશથી પરામુખ રહે છે. તેને કહીએ છીએ કે આત્મપરિણામોને અને બાહ્યપ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૦૩ સંબંધ છે, કારણ કે છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે, તથા કોઈ વેળા પરિણામ વિના કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં આવે અને ‘પરિણામ એ રૂપ નથી' એમ કહે તો તે ભ્રમ છે. અથવા બાહ્યપદાર્થોનો આશ્રય પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ શ્રી સમયસારાદિમાં કહ્યો છે. માટે રાગાદિભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવા શ્રાવક-મુનિધર્મ હોય છે, અથવા એ પ્રમાણે શ્રાવક-મુનિધર્મ અંગીકાર કરતાં પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ ચરણાનુયોગમાં કર્યું છે. વળી જો બાહ્યસંયમથી કાંઈ પણ સિદ્ધિ ન હોય તો સર્વાર્થસિદ્ધિવાસી દેવો સમ્યગ્દષ્ટિ અને ઘણા જ્ઞાની છે તેમને તો ચોથું ગુણસ્થાન છે ત્યારે ગૃહસ્થ શ્રાવક-મનુષ્યોને પાંચમું ગુણસ્થાન હોય છે તેનું કારણ શું? તથા શ્રી તીર્થંકરાદિ ગૃહસ્થપદ છોડી શા માટે સંયમ ગ્રહણ કરે ? માટે આ નિયમ છે કે-બાહ્યસંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શક્તા નથી; માટે બાહ્યસાધનનું વિધાન જાણવા અર્થે ચરણાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે. દ્રવ્યાનુયોગમાં દોષ-કલ્પનાનું નિરાકરણ કોઈ જીવ કહે છે કે-દ્રવ્યાનુયોગમાં વ્રત-સંયમાદિ વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે. ઇત્યાદિ કથન સાંભળી જીવ સ્વછંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ છીએ કે જેમ સાકર ખાઈને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઈ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે-જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઈ એકાદ વાત સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. વળી જો જૂઠી દોષકલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષ-માર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મઉપદેશ થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ ઊલટો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪] મોક્ષમાર્ગ પ્રકાશક પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો. બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાષ્ટિ હતો અને આજે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કેતેને સુગતિ ન થતાં કુગતિ થાય. પરંતુ અધ્યાત્મઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મઉપદેશનો નિષેધ કરવો નહીં. શંકા - દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચદશાને પ્રાપ્ત હોય તેને કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત-સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે. સમાધાન- જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય છે, અને તે સમ્યકત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન વડે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે, માટે ઉચ્ચદશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે. એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાભુખ થવું યોગ્ય નથી. શંકા - ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ. સમાધાનઃ- અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ણપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરવાથી સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાનું પોષણ કરીએ એ તો જિનમાર્ગના હૃષી થવું છે. શંકા - આ કાળ નિકૃષ્ટ (હલકો ) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા ન કરવી. સમાધાનઃ- આ કાળ સાક્ષાત્ મોક્ષ નહિ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે પણ આત્માનુભવનાદિક સમ્યકત્વાદિક હોવાની આ કાળમાં મના નથી, માટે આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. પપાહુડમાં (મોક્ષપાહુડમાં) કહ્યું છે કે अज्ज वि तिरयणसुद्धा अप्पा झाऊण जति सुरलोए। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वदिं जंति।। ७६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૦૫ અર્થ - આજ પણ ત્રિરત્ન વડે શુદ્ધ જીવ આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પ્રાપ્ત કરે છે, અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ ) મોક્ષ જાય છે, તથા*..માટે આ કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે. શંકા - દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મશાસ્ત્રો છે ત્યાં સ્વપરભેદવિજ્ઞાનાદિકનો ઉપદેશ આપ્યો છે એ તો કાર્યકારી પણ ઘણો છે તથા સમજવામાં પણ જલદી આવે છે, પરંતુ ત્યાં દ્રવ્ય-ગુણપર્યાયાદિકનું, પ્રમાણનયાદિકનું અને અન્યમતપ્રરૂપિત તત્ત્વાદિકનું નિરાકરણ કરી જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે, અને વળી તે ઘણો પ્રયાસ કરતાં જાણવામાં આવે છે માટે તેનો અભ્યાસ ન કરવો. સમાધાનઃ- સામાન્ય જાણવા કરતાં વિશેષ જાણવું બળવાન છે. જેમ જેમ વિશેષ જાણે છે તેમ તેમ વસ્તુસ્વભાવ નિર્મળ ભાસે છે, શ્રદ્ધાન દઢ થાય છે, રાગાદિક ઘટે છે માટે એ અભ્યાસમાં પ્રવર્તવું યોગ્ય છે. એ પ્રમાણે દોષ-કલ્પના કરી ચારે અનુયોગના અભ્યાસથી પરામુખ થવું યોગ્ય નથી. વ્યાકરણ-ન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા વળી વ્યાકરણ-ન્યાયાદિક શાસ્ત્રોનો પણ થોડોઘણો અભ્યાસ કરવો, કારણ કે એના જ્ઞાન વિના મહાન શાસ્ત્રોનો અર્થ ભાસે નહિ તથા વસ્તુનું સ્વરૂપ પણ એની પદ્ધતિ જાણતાં જેવું ભાસે તેવું ભાષાદિકથી ભાસે નહિ, માટે પરંપરા કાર્યકારી જાણી એનો પણ અભ્યાસ કરવો, પરંતુ એમાં જ ફસાઈ રહેવું નહિ, પણ એનો કંઈક અભ્યાસ કરી પ્રયોજનભૂત શાસ્ત્રોના અભ્યાસમાં પ્રવર્તવું. બીજા, વૈદ્યકાદિ શાસ્ત્ર છે તેની સાથે મોક્ષમાર્ગમાં કાંઈ પ્રયોજન જ નથી તેથી કોઈ વ્યવહારધર્મના અભિપ્રાયથી ખેદરહિતપણે એનો અભ્યાસ બની જાય તો ઉપકારાદિ કરવો પણ પાપરૂપ પ્રવર્તવું નહિ. તથા જો એનો અભ્યાસ ન થાય તો ભલે ન થાઓ, એની કાંઈ બગાડ નથી. એ પ્રમાણે જિનમતનાં શાસ્ત્રો નિર્દોષ જાણી તેનો ઉપદેશ માનવો. અપેક્ષાજ્ઞાનના અભાવે આગમમાં દેખાતા પરસ્પર વિરોધનું નિરાકરણ હવે શાસ્ત્રોમાં અપેક્ષાદિકને નહિ જાણવાથી પરસ્પર વિરોધ ભાસે છે તેનું નિરાકરણ કરીએ છીએ * તથા...અહીં ૩-૪ લીટી જેટલી જગ્યા મૂળ પ્રતિમાં ખાલી રાખેલ છે, તેથી જણાય છે કે પંડિતજી ત્યાં કાંઈક બીજું પણ લખવા ઇચ્છતા હતા, પણ લખી શકયા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રથમાદિ અનુયોગોની આમ્રાય અનુસાર જ્યાં જેમ કથન કર્યું હોય ત્યાં તેમ જાણી લેવું; અન્ય અનુયોગના કથનને અન્ય અનુયોગના કથનથી અન્યથા જાણી ત્યાં સંદેહ ન કરવો. જેમ કે–કોઈ ઠેકાણે તો નિર્મળ સમ્યગ્દષ્ટિને જ શંકા, કાંક્ષા, વિચિકિત્સાનો અભાવ કહ્યો ત્યારે કોઈ ઠેકાણે ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દશમા સુધી અને જુગુપ્સાનો આઠમા સુધી ઉદય કહ્યો, ત્યાં વિરોધ ન જાણવો. કારણ કે-શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યગ્દષ્ટિને અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દષ્ટિ શંકાદિક કરે નહિ એ અપેક્ષાએ ચરણાનુયોગમાં સમ્યગ્દષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો પણ સૂક્ષ્મશક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમા આદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી તેનો સદ્ભાવ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું. પૂર્વે અનુયોગોના ઉપદેશવિધાનમાં કેટલાંક ઉદાહરણ કહ્યાં છે તે જાણવાં અથવા પોતાની બુદ્ધિથી સમજી લેવાં. વળી એક જ અનુયોગમાં વિવક્ષાવશ અનેકરૂપ કથન કરવામાં આવે છે. જેમ કેકરણાનુયોગમાં પ્રમાદોનો સાતમા ગુણસ્થાનમાં અભાવ કહ્યો ત્યાં કષાયાદિકને પ્રમાદના ભેદ કહ્યા; તથા ત્યાં જ કષાયાદિકનો સદ્દભાવ દશમાદિ ગુણસ્થાન સુધી કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-અહીં પ્રમાદોમાં તો જે શુભાશુભ ભાવોના અભિપ્રાયપૂર્વક કષાયાદિક થાય છે તેનું ગ્રહણ છે, અને સાતમા ગુણસ્થાનમાં એવો અભિપ્રાય દૂર થયો છે તેથી તેનો ત્યાં અભાવ કહ્યો છે પણ સૂક્ષ્મ આદિ ભાવોની અપેક્ષાએ તેનો જ દશમા આદિ ગુણસ્થાન સુધી સદ્ભાવ કહ્યો છે. વળી ચરણાનુયોગમાં ચોરી, પરસ્ત્રી આદિ સાત વ્યસનનો ત્યાગ પ્રથમ પ્રતિમામાં કહ્યો ત્યારે ત્યાં જ તેનો ત્યાગ બીજી પ્રતિમામાં પણ કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે સાત વ્યસનમાં તો એવાં ચોરી આદિ કાર્ય ગ્રહણ કર્યાં છે કે જેથી દંડાદિક પ્રાપ્ત થાય, લોકમાં ઘણી નિંદા થાય. તથા વ્રતોમાં એવાં ચોરી આદિ ત્યાગ કરવા યોગ્ય કહ્યાં છે કે જે ગૃહસ્થધર્મથી વિરુદ્ધ હોય વા કિંચિત્ લોકનિંધ હોય, એવો અર્થ સમજવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું. વળી નાના ભાવોની સાપેક્ષતાથી એક જ ભાવને અન્ય અન્ય પ્રકારથી નિરૂપણ કરવામાં આવે છે. જેમ કે-કોઈ ઠેકાણે તો મહાવ્રતાદિકને ચારિત્રના ભેદ કહ્યા ત્યારે કોઈ ઠેકાણે મહાવ્રતાદિક હોવા છતાં પણ દ્રવ્યલિંગીને અસંયમી કહ્યા, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કેસમ્યજ્ઞાનસહિત મહાવ્રતાદિક તો ચારિત્ર છે પણ અજ્ઞાનપૂર્વક વ્રતાદિક હોવા છતાં પણ તે અસંયમી જ છે. વળી જેમ પાંચ મિથ્યાત્વોમાં પણ વિનય કહ્યો તથા બાર પ્રકારના તપોમાં પણ વિનય કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-જે વિનય કરવા યોગ્ય ન હોય તેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૦૭ પણ વિનય કરી ધર્મ માનવો તે તો વિનયમિથ્યાત્વ છે તથા ધર્મપદ્ધતિથી જે વિનય કરવા યોગ્ય હોય તેનો યથાયોગ્ય વિનય કરવો તે વિનયતા છે. વળી જેમ કોઈ ઠેકાણે તો અભિમાનની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-માન-કષાયથી પોતાને ઉચ્ચ મનાવવા અર્થે વિનયાદિ ન કરવાં એવો અભિમાન તો નિંધ જ છે, પણ નિર્લોભપણાથી દીનતા આદિ ન કરવામાં આવે એવું અભિમાન પ્રશંસા યોગ્ય છે. વળી જેમ કોઈ ઠેકાણે ચતુરાઈની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-માયાકષાયથી કોઈને ઠગવા અર્થે ચતુરાઈ કરવામાં આવે તે તો નિંદ્ય જ છે પણ વિવેકપૂર્વક યથાસંભવ કાર્ય કરવામાં જે ચતુરાઈ છે તે પ્રશંસા યોગ્ય જ છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી એક જ ભાવની તેનાથી ઉત્કૃષ્ટભાવની અપેક્ષાએ કોઈ ઠેકાણે નિંદા કરી હોય તથા કોઈ ઠેકાણે તેનાથી હીનભાવની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં વિરોધ ન સમજવો, જેમ કે કોઈ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભકિયા વા શુદ્ધભાવની અપેક્ષા છે એમ સમજવું. તથા જ્યાં પ્રશંસા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું. બીજું, એ જ પ્રમાણે ઉચ્ચ જીવની અપેક્ષાએ કોઈ જીવની નિંદા કરી હોય ત્યાં તેની સર્વથા નિંદા છે એમ ન જાણવું તથા કોઈની તેથી નીચા જીવોની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં સર્વથા પ્રશંસા ન જાણવી, પણ યથાસંભવ તેના ગુણદોષ જાણી લેવા. એ જ પ્રમાણે અન્ય વ્યાખ્યાન જે અપેક્ષા સહિત કર્યું હોય તે અપેક્ષાએ તેનો અર્થ સમજવો. વળી શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે કોઈ અર્થ થાય છે, ત્યાં પ્રકરણ ઓળખી તેનો સંભવિત અર્થ સમજવો. જેમ કે-મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન' શબ્દ કહ્યો ત્યાં દર્શન' શબ્દનો અર્થ શ્રદ્ધાન છે, ઉપયોગ વર્ણનમાં “દર્શન' શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય સ્વરૂપગ્રહણમાત્ર છે, તથા ઇન્દ્રિય વર્ણનમાં “દર્શન’ શબ્દનો અર્થ નેત્ર વડે દેખવામાત્ર છે. વળી સૂક્ષ્મ અને બાદરનો અર્થ-વસ્તુઓના પ્રમાણાદિક કથનમાં સૂક્ષ્મ પ્રમાણસહિત હોય તેનું નામ સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રમાણસહિત હોય તેનું નામ બાદર, એવો અર્થ થાય છે; પુદ્ગલ સ્કંધાદિકના કથનમાં ઇંદ્રિયગમ્ય ન હોય તે સૂક્ષ્મ તથા ઇદ્રિયગમ્ય હોય તે બાદર, એવો અર્થ થાય છે; જીવાદિકના કથનમાં ઋદ્ધિ આદિના નિમિત્ત વિના સ્વયં રોકાય નહિ તેનું નામ સૂક્ષ્મ તથા રોકાય તેનું નામ બાદર, એવો અર્થ થાય છે; વસ્ત્રાદિકના કથનમાં પાતળાપણાનું નામ સૂક્ષ્મ તથા જાડાપણાનું નામ બાદર, એવો અર્થ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૮] મોક્ષમાર્ગ પ્રકાશક વળી પ્રત્યક્ષ શબ્દનો અર્થ લોકવ્યવહારમાં તો ઇંદ્રિયો વડે જાણવાનું નામ પ્રત્યક્ષ છે, પ્રમાણ ભેદોમાં સ્પષ્ટ વ્યવહારપ્રતિભાસનું નામ પ્રત્યક્ષ છે તથા આત્માનુ-ભવનાદિમાં પોતાનામાં જે અવસ્થા થાય તેનું નામ પ્રત્યક્ષ છે. વળી મિથ્યાષ્ટિને અજ્ઞાન કહ્યું ત્યાં તેનામાં સર્વથા જ્ઞાનનો અભાવ ન જાણવો પણ સમ્યજ્ઞાનના અભાવથી તેને અજ્ઞાન કહ્યું છે, ઉદીરણા શબ્દનો અર્થ-દેવાદિકને જ્યાં ઉદીરણા ન કહી ત્યાં તો અન્ય નિમિત્તથી મરણ થાય તેનું નામ ઉદીરણા છે, તથા દશ કરણોના કથનમાં ઉદીરણાકરણ દેવાયુને પણ કહ્યું ત્યાં ઉપરના નિષેકોનું દ્રવ્ય ઉદયાવલીમાં નાખીને તેનું નામ ઉદીરણા છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે યથાસંભવ અર્થ જાણવો. બીજું, એક જ શબ્દના પૂર્વશબ્દ જોડતાં અનેક પ્રકારના અર્થ થાય છે વા તે જ શબ્દના અનેક અર્થ છે, ત્યાં જેવો સંભવે તેવો અર્થ સમજવો. જેમકે-“જીતે તેનું નામ જિન છે; પરંતુ ધર્મપદ્ધતિમાં કર્મશત્રુને જીતે તેનું નામ “જિન” સમજવું. અહીં કર્મશત્રુ શબ્દને પ્રથમ જોડતાં જે અર્થ થાય તે ગ્રહણ કર્યો, અન્ય ન કર્યો. વળી પ્રાણ ધારણ કરે તેનું નામ “જીવ' છે; જ્યાં જીવન-મરણના વ્યવહાર અપેક્ષાએ કથન હોય ત્યાં ઇંદ્રિયાદિ પ્રાણ ધારણ કરે તે “જીવ ” છે, દ્રવ્યાદિકના નિશ્ચયની અપેક્ષાએ નિરૂપણ હોય ત્યાં ચૈતન્યપ્રાણને ધારણ કરે તે “જીવ” છે. વળી “સમય” શબ્દના અનેક અર્થ છે–આત્માનું નામ સમય છે, સર્વ પદાર્થોનું નામ સમય છે, કાળનું નામ સમય છે, સમયમાત્ર કાળનું નામ સમય છે, શાસ્ત્રનું નામ સમય છે તથા મતનું નામ પણ સમય છે. એ પ્રમાણે અને અર્થોમાં જ્યાં જેવો સંભવે ત્યાં તેનો અર્થ સમજવો. વળી કોઈ ઠેકાણે તો અર્થ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે તથા કોઈ ઠેકાણે રૂઢિ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે. ત્યાં જ્યાં રૂઢિઅપેક્ષાએ નામ લખ્યાં હોય ત્યાં તેનો શબ્દાર્થ ગ્રહણ કરવો નહિ પણ તેનો રૂઢિરૂપ જે અર્થ હોય તે જ ગ્રહણ કરવો. જેમકેસમ્યકત્વાદિકને ધર્મ કહ્યો ત્યાં તો આ જીવને ઉત્તમસ્થાનમાં ધારણ કરે છે તેથી તેનું “ધર્મ' નામ સાર્થક છે પણ જ્યાં ધર્મદ્રવ્યનું નામ ધર્મ કહ્યું હોય ત્યાં તો રૂઢિનામ છે, અક્ષરાર્થ ગ્રહણ કરવો નહિ, એ નામની ધારક એક વસ્તુ છે એવો અર્થ ગ્રહણ કરવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે શબ્દનો જે અર્થ થતો હોય તે તો ન ગ્રહણ કરવો પણ ત્યાં જે પ્રયોજનભૂત અર્થ હોય તે ગ્રહણ કરવો. જેમ-કોઈ ઠેકાણે કોઈનો અભાવ કહ્યો હોય તથા ત્યાં કિંચિત્ સદભાવ હોય તો ત્યાં સર્વથા અભાવ ન ગ્રહણ કરવો પણ કિંચિત સદભાવને નહિ ગણતાં અહીં અભાવ કહ્યો છે, એવો અર્થ સમજવો. સમ્યગ્દષ્ટિને રાગાદિકનો અભાવ કહ્યો ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. વળી નોકષાયનો અર્થ તો એ છે કે “કષાયનો નિષેધ,” પણ અહીં એ અર્થ ગ્રહણ ન કરવો, અહીં તો ક્રોધાદિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૮૯ જેવા એ કષાય નથી, કિંચિત કષાય છે, માટે એ નોકષાય છે એવો અર્થ ગ્રહણ કરવો. એમ અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે કોઈ યુક્તિ વડે કથન કર્યું હોય ત્યાં તેનું પ્રયોજન ગ્રહણ કરવું. જેમશ્રી સમયસાર કળશ નં. ૨૯ માં એમ કહ્યું કે ધોબીના દષ્ટાંતવત્ પરભાવના ત્યાગની દૃષ્ટિ જ્યાં સુધી પ્રવૃત્તિને પ્રાપ્ત ન થઈ તેટલામાં તો આ અનુભૂતિ પ્રગટ થઈ; હવે ત્યાં આ પ્રયોજન છે કે-પરભાવનો ત્યાગ થતાં જ અનુભૂતિ પ્રગટ થાય છે. લોકમાં પણ કોઈના આવતાની સાથે જ કોઈ કાર્ય થયું હોય તો ત્યાં એમ કહેવામાં આવે છે કે “એ આવ્યો જ નથી એટલામાં તો આ કાર્ય થઈ ગયું.' એવું જ પ્રયોજન અહીં ગ્રહણ કરવું. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે પ્રમાણાદિક કાંઈ કહ્યા હોય તે જ પ્રમાણાદિ ન માની લેવાં પણ ત્યાં જે પ્રયોજન હોય તે જાણવું. જેમ જ્ઞાનાવર્ણવમાં કહ્યું કે આ કાળમાં બે-ત્રણ સત્પષ છે, હવે નિયમપૂર્વક કાંઈ એટલા જ નથી અહીં “થોડા છે” એવું પ્રયોજન જાણવું, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પદ્ધતિપૂર્વક તથા અન્ય પણ અનેક પ્રકારથી શબ્દોના અર્થ થાય છે તેને યથાસંભવ જાણવા પણ વિપરીત અર્થ ન જાણવા. વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રોમાં અનેક ઔષધિ કહી છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે; તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે. અહીં ઉદાહરણ-જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચપોષક ઉપદેશ છે તથા કોઈ ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિક્તા હોય તો નિશ્ચય-પોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિક્તા હોય તો વ્યવહારપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે. વળી પહેલાં તો વ્યવહારશ્રદ્ધાન વડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી १. दुःप्रज्ञाबललुप्तवस्तु निचया विज्ञान शून्याशयाः, विद्यते प्रतिमंदिरं निजनिज स्वार्थोद्यता देहिनः । Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦] મોક્ષમાર્ગ પ્રકાશક આત્મજ્ઞાનનો ઉધમ ન કરે અથવા પહેલાં તો નિશ્ચયશ્રદ્ધાનવડે વૈરાગ્યભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય ઉપદેશની જ મુખ્યતા કરી વિષય-કષાયને પોષણ કરે, એમ વિપરીત ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય. વળી આત્માનુશાસનમાં એમ કહ્યું છે કે “તું ગુણવાન થઈ દોષ કેમ લગાવે છે? દોષવાન થયું હતું તો દોષમય જ કેમ ન થયો?" હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો પરંતુ પોતે દાપવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરુ જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ ભલો છે! વળી અહીં એમ કહ્યું કે-“દોષમય જ કેમ ન થયો?' એ તો તર્ક કર્યો છે, પણ કાંઈ સર્વદોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજુ, જો ગુણવાન પુરુષને કિંચિત્ દોષ થવા છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ અને કોઈ દોષ જ હોય. પ્રશ્ન:- જો એમ છે તો “મુનિલિંગ ધારણ કરી કિંચિત્ પરિગ્રહ રાખે તો તે પણ નિગોદમાં જાય' એમ પપાહુડમાં શા માટે કહ્યું છે? ઉત્તરઃ- ઉચ્ચપદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા-ભંગાદિ થવાથી મહાદોષ લાગે છે પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ-દોષ હોય તો ત્યાં તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી. વળી ઉપદેશસિદ્ધાંતરત્નમાળામાં કહ્યું છે કે “આજ્ઞાનુસાર ઉપદેશ આપવાવાળાનો ક્રોધ પણ ક્ષમાનો ભંડાર છેહવે એ ઉપદેશ વક્તાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બૂરું જ થાય; એ ઉપદેશ તો શ્રોતાઓએ १. आनंदामृतसिन्धशिकरचयैर्निर्वाप्य जन्मज्वरं, ये मुक्तेर्वदनेन्दु विक्षणपरास्ते सन्ति द्वित्रा यदि। (ज्ञानार्णव-३३) हे चंद्रमः किमिति लांच्छनवान भूस्त्वं, तद्वान् भवे किमिति तन्मय एव नाभू। किंज्योत्स्नयामलमलं तव घोषयन्त्या, स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः।। १४०।। २. जह जायरूव सरिसो, तिलतुसमत्तं ण गहदि अथेसु; Mઉં તેડું ગપ્પ વહુ, તત્તો ન નાડું flોયા ૨૮ (સૂત્રપાહુડ) ३. रोसोवि खमाकोसो, सुत्तं भासंत जस्सघण्णस्स , उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૧૧ ગ્રહણ કરવા યોગ્ય છે કે-કદાચિત વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કહી છે, પણ જેને દાણું હોય વા અલ્પશીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુ:ખ જ પામે; તેમ કોઈને કોઈ કાર્યની અતિ મુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પ મુખ્યતા હોય તે એ ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય. અહીં ઉદાહરણ-જેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો તેને ઉધમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય. વળી જેમ કોઈને યજ્ઞસ્નાનાદિ વડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યતા છે તેના અર્થે-“જો પૃથ્વી ઊલટી જાય તોપણ હિંસા કરવાથી પુણ્યફળ થાય નહિ' એવો ઉપદેશ આપ્યો, પણ જે જીવ પૂજનાદિ કાર્યો વડે કિંચિત્ હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય નહિ એટલે તેનું તો બૂરું જ થાય. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે પરંતુ જ્યાં સુધી તે ઔષધિથી પોતાને હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરે છે, જો શીત મટવા છતાં પણ ઉષ્ણ ઔષધિનું સેવન કર્યા જ કરે તો ઊલટો રોગ થાય; તેમ કોઈ ધર્મકાર્ય તો છે પરંતુ પોતાને જ્યાં સુધી તે ધર્મકાર્યથી હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરવું. પણ જો ઊંચી દશા થતાં નીચીદશા સંબંધી ધર્મના સેવનમાં લાગ્યો જ રહે તો ઊલટો બગાડ જ થાય. અહીં ઉદાહરણ-જેમ પાપ મટાડવા અર્થે પ્રતિકમણાદિ ધર્મકાર્ય કહ્યાં છે, પણ આત્માનુભવ થતાં પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ કર્યા કરે તો ઊલટો વિકાર વધે અને એટલા માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતીને કરવા યોગ્ય પ્રભાવનાદિ ધર્મકાર્ય કહ્યાં છે તેને વ્રતી થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને! એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી જેમ પાકાદિક ઔષધિ પૌષ્ટિક તો છે પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે, તેમ ઊંચો ધર્મ ઘણો ભલો છે પરંતુ પોતાને વિકારભાવ દૂર ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે. અહીં ઉદાહરણ-જેમ પોતાને અશુભ વિકાર પણ છૂટયો નથી અને જો નિર્વિકલ્પદશાને અંગીકાર કરે તો ઊલટો વિકાર વધે; જેમ-ભોજનાદિ વિષયોમાં આસક્ત હોય અને આરંભ-ત્યાગાદિ ધર્મને અંગીકાર કરે તો દોષ જ ઉત્પન્ન થશે તથા જેમ વ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટયો નથી અને જો ત્યાગના વેષરૂપધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. એ જ પ્રમાણે અન્ય પણ ઉપદેશને સાચા વિચારથી યથાર્થ જાણી અંગીકાર કરવો. અહીં તેનો વિસ્તાર કયાં સુધી કરીએ ? સમ્યજ્ઞાન થતાં પોતાને જ યથાર્થ ભાસે છે. ઉપદેશ તો વચનાત્મક છે અને વચન દ્વારા અનેક અર્થ એકસાથ કહ્યા જતા નથી, માટે ઉપદેશ તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે. જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે, જો બીજા અર્થની ત્યાં જ મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દઢ ન થાય, તેથી ઉપદેશમાં એક અર્થને દઢ કરવામાં આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદવાદ છે, ‘સ્યાત્ ’ પદનો અર્થ ‘કચિત્’ છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો કે આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજન-સહિત છે અને કયા જીવને કાર્યકારી છે' ઇત્યાદિ વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો, પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે. પ્રશ્નઃ- જો અલ્પબુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે ? ઉત્તર:- જેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો વ્યાપાર કરે પરંતુ નફા-તોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ; તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ ‘મને આ કાર્યકારી છે, આ કાર્યકારી નથી' એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે કાર્ય તો એટલું છે કેયથાર્થ શ્રદ્ધાનજ્ઞાન વડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તોપણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી. એ પ્રમાણે સ્યાદ્વાદદ્દષ્ટિસહિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૧૩ પ્રશ્ન:- જ્યાં અન્ય અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદ્વાદ સંભવે પણ એક જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ ? જેમ પ્રથમાનુયોગમાં એક તીર્થકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે. પ્રથમાનુયોગમાં એવું કથન કર્યું કે-દેવદેવાંગના ઊપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્યાદિ પર્યાયમાં ઊપજે છે, ત્યારે કરણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરોપ્રમાણ અને દેવાંગનાનું આયુ પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે? ઉત્તર:- કરણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્યસહિત છે પણ અન્ય અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે; માટે કરણાનુયોગનાં કથનો તો જેમ કર્યો છે તેમ જ છે પણ બીજા અનુયોગનાં કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ તીર્થંકરની સાથે મોક્ષ ગયા બતાવ્યા ત્યાં એમ જાણવું કે-એક જ કાળમાં એટલા મુનિ મોક્ષ ગયા નથી પણ જ્યાં તીર્થકર ગમનાદિ ક્રિયા મટી સ્થિર થયા ત્યાં તેમની સાથે આટલા મુનિ બેઠા અને મોક્ષ તો આગળ પાછળ ગયો. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કરણાનુયોગના કથનોનો વિરોધ દૂર થાય છે. વળી દેવદેવાંગના સાથે ઊપજી, પાછળથી દેવાંગનાએ તે શરીર તજી વચમાં અન્ય શરીર ધર્યા; તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે સાથે મનુષ્યપર્યાયમાં ઊપજ્યાં. એ પ્રમાણે વિધિ મેળવતાં વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી. પ્રશ્ન:- એવાં કથનોમાં કોઈ પ્રકારે વિધિ મળે છે પરંતુ અન્ય વિરોધ પણ ત્યાં જોવામાં આવે છે, જેમ કે-નેમિનાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરીમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતિમાં કહ્યો, રામચંદ્રાદિકની કથા જુદા-જુદા પ્રકારથી લખી તથા એકંદ્રિયાદિને કોઈ ઠેકાણે સાસાદનગુણસ્થાન હોવું લખ્યું અને ઠેકાણે ન લખ્યું, ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે ? ઉત્તર:- એવાં વિરોધસહિત કથનો કાળદોષથી થયાં છે. આ કાળમાં પ્રત્યક્ષ-જ્ઞાનની વા બહુશ્રુતિ પુરુષોનો તો અભાવ થયો અને અલ્પબુદ્ધિ ગ્રંથ કરવાના અધિકારી થયા, તેમને ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાસે તો તેને તેવી રીતે લખે, અથવા આ કાળમાં જૈનમતમાં પણ કેટલાક કષાયી થયા છે તેમણે કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યાં છે, એ પ્રમાણે અન્યથા કથન થયાં તેથી જૈનશાસ્ત્રોમાં પણ વિરોધ ભાસવા લાગ્યો. હવે જ્યાં વિરોધ ભાસે ત્યાં આટલું કરવું કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે? એવો વિચાર કરી મહાન આચાર્યાદિકોનાં કહેલાં કથનને પ્રમાણ કરવાં, વળી જિનમતનાં ઘણાં શાસ્ત્રો છે તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક આમ્રાય મેળવવી અને જો પરંપરા આમ્રાયથી મળે તો તે કથન પ્રમાણ કરવાં. એટલો વિચાર કરવા છતાં પણ સત્ય-અસત્યનો નિર્ણય ન થઈ શકે તો “જેમ કેવળીને ભાસ્યું તેમ પ્રમાણ છે? એમ માની લેવું. કારણ કે-દેવાદિકનો વા તત્ત્વોનો નિર્ધાર થયા વિના તો મોક્ષમાર્ગ થાય નહિ, તેનો તો નિર્ધાર પણ થઈ શકે છે, જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધરૂપ કહે તો પોતાને જ તે ભાસી જાય છે. પણ અન્ય કથનનો નિર્ધાર ન થાય, સંશયાદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય, અને જો, “કેવળીનું કહ્યું પ્રમાણ છે' એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષમાર્ગમાં વિઘ્ર નથી, એમ સમજવું. શંકા - જેમ જિનમતમાં નાના પ્રકારનાં કથન કહ્યાં તેમ અન્યમતમાં પણ કથન હોય છે, હવે તમારા મતનાં કથનને તો તમે જે-તે પ્રકારથી સ્થાપન કર્યા અને અન્ય મતનાં એવાં કથનને તમે દોષ લગાવો છો એ તમને રાગ-દ્વેષ છે. સમાધાન- કથન તો નાનાપ્રકારના હોય પણ જો તે એક જ પ્રયોજનને પોષતાં હોય તો કાંઈ દોષ નથી, પરંતુ જો કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન તથા કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન પોષે તો ત્યાં દોષ જ છે. હવે જિનમતમાં તો રાગાદિક મટાડવાનું એક પ્રયોજન છે તેથી તેમાં કોઈ ઠેકાણે સર્વરાગાદિ છોડાવી અલ્પરાગાદિ કરાવવાનું પ્રયોજન પોપ્યું છે તથા કોઈ ઠેકાણે સર્વ રાગાદિ છોડાવવાનું પ્રયોજન પોપ્યું છે, પરંતુ રાગાદિ વધારવાનું પ્રયોજન કોઈ પણ ઠેકાણે નથી માટે જિનમતનાં સર્વ કથન નિર્દોષ છે. તથા અન્યમતમાં કોઈ ઠેકાણે રાગાદિ મટાડવાના પ્રયોજન સહિત કથન કરે છે ત્યારે કોઈ ઠેકાણે રાગાદિ વધારવાના પ્રયોજન હિત કથન કરે છે, એ જ પ્રમાણે અન્ય પણ પ્રયોજનની વિરુદ્ધતાપૂર્વક કથન કરે છે, તેથી અન્યમતના કથન સદોષ છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતાં જુદાં જુદાં વચન કહે તેને પ્રામાણિક કહીએ છીએ, પણ જે અન્ય અન્ય પ્રયોજન પોષતી વાત કરે તેને મૂર્ખ કહીએ છીએ. જિનમતમાં નાનાપ્રકારનાં કથન છે તે જુદી જુદી અપેક્ષા સહિત છે, ત્યાં દોષ નથી પણ અન્યમતમાં એક જ અપેક્ષાપૂર્વક અન્ય અન્ય કથન કરે છે ત્યાં દોષ છે. જેમ કે જિનદેવને વીતરાગભાવ છે તથા સમવસરણાદિ વિભૂતિ પણ હોય છે ત્યાં વિરોધ નથી; કારણ કેસમવસરણાદિ વિભૂતિની રચના ઇંદ્રાદિક કરે છે અને તીર્થકરને તેમાં રાગાદિક નથી તેથી એ બંને વાતો તો સંભવે છે, પણ અન્યમતમાં ઇશ્વરને સાક્ષીભૂત-વીતરાગ પણ કહે છે તથા તેના જ વડે કરેલા કામ-ક્રોધાદિભાવ નિરૂપણ કરે છે; હવે એક આત્માને વીતરાગપણું તથા કામક્રોધાદિભાવ કેમ સંભવે? એ જ પ્રમાણે અન્ય પણ સમજવું. કાળદોષથી જિનમતમાં એક જ પ્રકારે કોઈ કથન વિરુદ્ધ લખ્યાં છે તે તો તુચ્છબુદ્ધિવાનોની ભૂલ છે, કાંઈ મતમાં દોષ નથી. ત્યાં પણ જિનમતનો એટલો તો અતિશય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૩૧૫ છે કે-પ્રમાણવિરુદ્ધ કથન કોઈ કરી શકે નહિ. શ્રી નેમિનાથસ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતીમાં લખ્યો છે તે ગમે ત્યાં થયો હોય પણ નગરમાં જન્મ હોવો પ્રમાણવિરુદ્ધ નથી, આજ પણ થતો દેખાય છે. અન્યમતમાં સર્વજ્ઞાદિ યથાર્થ જ્ઞાનીના કરેલા ગ્રંથ બતાવે છે, તેમાં પરસ્પર વિરુદ્ધતા ભાસે છે. ત્યાં કોઈ ઠેકાણે તો બાળબ્રહ્મચારીની પ્રશંસા કરે છે ત્યારે કોઈ ઠેકાણે કહે છે કે પુત્રવિના ગતિ થાય નહિ.' હવે એ બંને વિરુદ્ધ કથન સાચાં કેમ હોય? એવાં કથન ત્યાં ઘણાં જોવામાં આવે છે. વળી પ્રમાણ કથન પણ તેમાં હોય છે. જેમ કે-“મુખમાં વીર્ય પડવાથી માછલીને પુત્ર થયો.” હવે આ કાળમાં પણ એમ થતું કોઈને દેખાતું નથી અને અનુમાનથી પણ એ મળતું નથી; એવાં કથન પણ તેમાં ઘણાં જોવામાં આવે છે. અહીં કદાચિત્ સર્વજ્ઞાદિકની ભુલ માનીએ પણ તે કેમ ભૂલે ! અને વિરુદ્ધ કથન માનવામાં પણ આવે નહિ, માટે તેમના મતમાં દોષ ઠરાવીએ છીએ. એમ જાણી એક જિનમતનો જ ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. બીજું, પ્રથમાનુયોગાદિનો અભ્યાસ કરવો કહ્યો ત્યાં પહેલાં આનો અભ્યાસ કરવો પછી આનો અભ્યાસ કરવો, એવો કોઈ નિયમ નથી, પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો. અથવા કોઈ વખત કોઈ શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો જ્યાં-ત્યાં લખી છે તેની તે તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણ-દેણાનો નિશ્ચય થાય; તેમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાં-ત્યાં આપ્યો છે પણ તેને સમ્યજ્ઞાનમાં યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખે તો હિત-અહિતનો નિશ્ચય થાય. માટે સ્યાપદની સાપેક્ષતાસહિત સમ્યજ્ઞાન વડે જે જીવ જિનવચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યો છે, આગમજ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહિ, માટે તમારે પણ યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રમાં ઉપદેશનું સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળો આઠમો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર નવમો છે મોક્ષમાર્ગનું સ્વરૂપ શિવ ઉપાય કરતાં પ્રથમ, કારણ મંગળરૂપ; વિઘન વિનાશક સુખકરણ, નમો શુદ્ધ શિવભૂત પ્રથમ મોક્ષમાર્ગના પ્રતિપક્ષી મિથ્યાદર્શનાદિકનું સ્વરૂપ દર્શાવ્યું તેને તો દુઃખરૂપ અને દુઃખના કારણ જાણી હેયરૂપ માની તેનો ત્યાગ કરવો, વચમાં ઉપદેશનું સ્વરૂપ દર્શાવ્યું તેને જાણી ઉપદેશને યથાર્થ સમજવો તથા હવે મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનાદિક તેનું સ્વરૂપ દર્શાવીએ છીએ, તેને સુખરૂપ અને સુખનાં કારણ જાણી ઉપાદેયરૂપ માની અંગીકાર કરવાં, કારણ કે આત્માનું હિત મોક્ષ જ છે તેથી તેનો જ ઉપાય આત્માને ર્તવ્ય છે, માટે તેનો જ ઉપદેશ અહીં આપીએ છીએ. આત્માનું હિત એક મોક્ષ જ છે ત્યાં આત્માનું હિત મોક્ષ જ છે અન્ય નથી, એવો નિશ્ચય કેવી રીતે થાય તે કહીએ છીએ: આત્માને અનેક પ્રકારની ગુણ-પર્યાયરૂપ અવસ્થા થાય છે તેમાં અન્ય તો ગમે તે અવસ્થા થાઓ પણ તેથી આત્માનો કાંઈ બગાડ-સુધાર નથી, પરંતુ એક દુઃખ-સુખ અવસ્થાથી તેનો બગાડ-સુધાર છે. અહીં કોઈ હેતુ-દષ્ટાંતની જરૂર નથી, પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે. લોકમાં જેટલા આત્માઓ છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે-“દુ:ખ ન થાય-સુખ જ થાય;' તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે તે બધાય એક એ જ પ્રયોજનહિત કરે છે. બીજાં કાંઈ પ્રયોજન નથી. જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય કરે છે, તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. વળી સંકોચ-વિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે વા પરદ્રવ્યનો પણ સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખ-દુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો વા હોવાનો કાંઈ પણ ઉપાય કોઈ કરતું નથી. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે પરંતુ એક દુઃખને સહન કરી શક્તો નથી. પરવશપણે દુઃખ થાય તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૧૭ આ શું કરે, તેને ભોગવે; તેને પણ સ્વવશપણે તો કિંચિત્ પણ દુ:ખને સહન કરી શક્તો નથી. તથા સંકોચ-વિસ્તારાદિ અવસ્થા જેવી થાય તેવી થાઓ, તેને અવશપણાથી પણ ભોગવે છે, ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો એવો જ સ્વભાવ છે એમ સમજવું. જુઓ! દુઃખ થાય ત્યારે સૂવા ઇચ્છે છે, જોકે સૂવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય છે પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઇચ્છે છે વા મરવા ઇચ્છે છે; હવે મરવામાં પોતાનો નાશ માને છે પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઇચ્છે છે. માટે એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો એ જ તેનું ર્તવ્ય છે. હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણ કે-આકુળતાલક્ષણ સહિત દુઃખ છે, તેનો જે અભાવ થવો એ જ નિરાકુળલક્ષણ સુખ છે. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કે-બાહ્ય કોઈ પણ સામગ્રીનો સંયોગ મળતાં જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે તે રાગાદિક કષાય-ભાવ થતાં થાય છે, કારણ કેરાગાદિભાવો વડે આ જીવ તો દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણાવવા ઇચ્છે છે અને તે દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય અથવા પોતાની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે, પરંતુ સર્વ દ્રવ્યો તો આને આધીન નથી. કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઇચ્છા હોય તેમ જ પરિણમે તોપણ આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય ત્યારે જ આ નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શક્યું નથી. કારણ કે-કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી માટે પોતાના રાગાદિભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે, અને તે કાર્ય બની શકે એમ છે. કારણ કે રાગાદિભાવો આત્માના સ્વભાવભાવ તો છે નહિ પણ ઔપાધિકભાવ છે, પરનિમિત્તથી થયા છે અને એમાં નિમિત્ત મોહુ-કર્મનો ઉદય છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો નાશ થતાં દુઃખ દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહકર્મનો નાશ હિતકારી છે. વળી તે આકુળતાને સહકારી કારણ જ્ઞાનાવરણાદિકનો ઉદય છે, જ્ઞાનાવરણદર્શનાવરણના ઉદયથી જ્ઞાન-દર્શન સંપૂર્ણ પ્રગટ થતાં નથી અને તેથી આને દેખવા-જાણવાની આકુળતા થાય છે; અથવા વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શક્તો નથી ત્યારે રાગાદિરૂપ થઈ પ્રવર્તે છે ત્યાં આકુળતા થાય છે. વળી અંતરાયના ઉદયથી ઇચ્છાનુસાર દાનાદિ કાર્ય ન બને ત્યારે આકુળતા થાય છે, એનો ઉદય છે તે મોહનો ઉદય થતાં આકુળતાને સહકારી કારણ છે, મોહના ઉદયનો નાશ થતાં એનું બળ નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે. અને સહકારી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક કારણ પણ દૂર થઈ જાય ત્યારે પ્રગટરૂપ નિરાકુળદશા ભાસે ત્યાં કેવળજ્ઞાની ભગવાન અનંતસુખરૂપ દશાને પ્રાપ્ત કહીએ છીએ. અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે; મોહકર્મનો ઉદય થતાં શરીરાદિકનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારીકારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ તે કાંઈપણ આકુળતા ઉપજાવી શક્તો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં પણ કાંઈ દુ:ખ નથી માટે તેના નાશનો ઉધમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે. એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે. અને સર્વ કર્મોના નાશનું જ નામ મોક્ષ છે માટે આત્માનું હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો. પ્રશ્ન:- સંસારદશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે, તો ‘કેવળ મોક્ષ જ હિત છે’ એમ શામાટે કહો છો? ઉત્ત૨:- સંસારદશામાં સુખ તો સર્વથા છે જ નહિ, દુઃખ જ છે; પરંતુ કોઈને કોઈ વેળા ઘણું દુ:ખ હોય છે તથા કોઈને કોઈ વેળા થોડું દુ:ખ હોય છે. હવે પૂર્વે ઘણું દુઃખ હતું વા અન્ય જીવોને ઘણું દુ:ખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ, તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ નથી. વળી એ થોડું દુ:ખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાંસુધી જ થોડું દુ:ખ થાય છે પણ પાછળથી ઘણું દુ:ખ થઈ જાય છે. માટે સંસાર-અવસ્થા હિતરૂપ નથી. જેમ કોઈને વિષમજ્વર છે તેને કોઈ વેળા ઘણી અશાતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે, થોડી અશાતા હોય ત્યારે તે પોતાને ઠીક માને છે; લોક પણ કહે છે કે ઠીક છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વ૨નો સદ્દભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી મોહનો સદ્દભાવ છે ત્યાંસુધી સુખ નથી. તથા સાંભળો, સંસારદશામાં પણ આકુળતા ઘટતાં સુખ નામ પામે છે તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૧૯ આકુળતા વધતાં દુઃખ નામ પામે છે, કયાંય બાહ્ય સામગ્રીથી સુખ-દુ:ખ નથી. જેમ કોઈ દરિદ્રીને કિંચિત ધનની પ્રાપ્તિ થઈ, ત્યાં કંઈક આકુળતા ઘટવાથી તેને સુખી કહીએ છીએ અને તે પણ પોતાને સુખી માને છે, તથા કોઈ ઘણા ધનવાનને કિંચિત્ ધનની હાનિ થઈ ત્યાં કંઈક આકુળતા વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુ:ખી માને છે. એ જ પ્રમાણે સર્વત્ર જાણવું. વળી એ આકુળતાનું ઘટવું-વધવું પણ બાહ્યસામગ્રી અનુસાર નથી પણ કષાય-ભાવો ઘટવા-વધવાના અનસારે છે. જેમ કોઈને થોડું ધન છે પણ જો સંતોષ છે તો તેને આકુળતા ઘણી થોડી છે, તથા કોઈને ઘણું ધન છે પણ તૃષ્ણા છે તો તેને આકુળતા ઘણી છે. બીજું કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થયો તો તેને આકુળતા થતી નથી તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે એમ જાણવું કે-સંસારઅવસ્થામાં પણ આકુળતા ઘટવા-વધવાથી જ સુખ-દુઃખ માનવામાં આવે છે, અને આકુળતાનું ઘટવું-વધવું રાગાદિ કષાયો ઘટવા-વધવાના અનુસારે છે. વળી પારદ્રવ્યરૂપ બાહ્યસામગ્રી અનુસાર સુખ-દુઃખ નથી. કષાયથી ઇચ્છા ઉત્પન્ન થાય તથા તેની ઇચ્છાનુસાર બાહ્યસામગ્રી મળે અને તે કાળે તેને કંઈક કષાયનું ઉપશમન થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કપાય વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું જાણે છે કે-મને પદ્રવ્યના નિમિત્તથી સુખ-દુઃખ થાય છે; પણ એમ જાણવું એ ભ્રમ જ છે. માટે અહીં આવો વિચાર કરવો કે-સંસારઅવસ્થામાં કિંચિત્ કષાય ઘટવાથી સુખ માને છે અને તેને હિતરૂપ જાણે છે, તો જ્યાં સર્વથા કષાય દૂર થતાં વા કષાયનાં કારણો દૂર થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે–એવી મોક્ષ અવસ્થાને હિતરૂપ કેમ ન માને ? વળી સંસારઅવસ્થામાં ઉચ્ચપદ પામે તોપણ કાં તો વિષયસામગ્રી મેળવવાની આકુળતા થાય છે, કાં તો વિષયસેવનની આકુળતા થાય છે, અગર કાં તો પોતાને ક્રોધાદિ કષાયથી કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા નિરાકુળ થઈ શક્તો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક બની જ રહે છે. વળી કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્યસિદ્ધ થાય નહિ, કદાચિત્ જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો એવી આકુળતા ન રહે તો નવા નવા વિષય-સેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે સંસારઅવસ્થામાં પુણ્યના ઉદયથી ઇન્દ્ર-અહમિન્દ્રાદિ પદ પામે તોપણ તેને નિરાકુળતા થતી નથી પણ દુઃખી જ રહે છે; માટે સંસારઅવસ્થા હિતકારી નથી. બીજાં, મોક્ષ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આકુળતા રહી નથી, માટે ત્યાં આકુળતા મટાડવાના ઉપાય કરવાનું પણ પ્રયોજન નથી અને સદાકાળ શાંતરસ વડે તે સુખી રહે છે માટે મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલાં પણ સંસાર-અવસ્થાના દુ:ખનું તથા મોક્ષ અવસ્થાના સુખનું વિશેષ વર્ણન કર્યું છે તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે, તેને પણ વિચારી મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ પ્રશ્ન:- મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો. જો પહેલાં બેઉ કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શામાટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય કરી શકે છે તથા કોઈ નથી કરી શક્તા તેનું શું કારણ? ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ વા હોનહાર (ભવિતવ્ય) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. તથા જે કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો ર્તા-હર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે. હવે આ આત્મા જ કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૨૧ હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રીજિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મનાં ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથી–એવો નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. વળી તું કહે છે કે–‘ઉપદેશ તો બધાય સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શક્તા, તેનું શું કારણ ?’ તેનું કારણ આ છે કે-જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શક્તો નથી. ઉપદેશ તો શિક્ષામાત્ર છે પણ ફ્ળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. પ્રશ્ન:- દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી ? ઉત્તર:- અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય ! તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે. પ્રશ્ન:- એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે ? ઉત્તર:- સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે-નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહનાં સ્થિતિ-અનુભાગ ઘટે છે. પ્રશ્ન:- નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને ? ઉત્ત૨:- એકેંદ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું તો કાંઈ પ્રયોજન નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩રર ] મોક્ષમાર્ગ પ્રકાશક પ્રશ્ન:- સમ્યકત્વ-ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? ઉત્તરઃ- તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે. પુરુષાર્થ વડે જ તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં સમ્યકત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી મુખ્યપણે તો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયમેવ થશે. વળી તત્ત્વનિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે! પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષયકષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે ? સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તોપણ ત્યાં પુરુષાર્થ વડે ઉધમ કર્યા કરે છે, અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે, તેથી જણાય છે કે-તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે, પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણી જેનો ઉધમ બને તે ન કરે, એ અસંભવિત છે. પ્રશ્ન:- તમે કહ્યું તે સત્ય છે, પરંતુ દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે, વળી પાછાં તેના ઉદયથી ભાવકર્મ થાય છે, એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે? ઉત્તર:- કર્મનો બંધ વા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો તો એમ જ છે, પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલાં કર્મોનું પણ ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણાદિ થતાં તેની શક્તિ હીન-અધિક થાય છે, તેથી તેનો ઉદય પણ મંદ-તીવ્ર થાય છે, તેના નિમિત્તથી નવીન બંધ પણ મંદ-તીવ્ર થાય છે, તેથી સંસારી જીવોને કર્મોદયના નિમિત્તથી કોઈ વેળા જ્ઞાનાદિક ઘણાં પ્રગટ થાય છે, કોઈ વેળા થોડાં પ્રગટ થાય છે; કોઈ વેળા રાગાદિ મંદ થાય છે, કોઈ વેળા તીવ્ર થાય છે, એ પ્રમાણે પલટના થયા કરે છે. ત્યાં કદાચિત્ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તપર્યાય પામ્યો ત્યારે મન વડે વિચાર કરવાની તેને શક્તિ પ્રગટ થઈ. વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય છે તથા કોઈ વેળા મંદ થાય છે, હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં તો વિષયકષાયાદિનાં કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય છે તથા રાગાદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને તે ઉપદેશાદિકમાં ઉપયોગને જોડે તો ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩ર૩ તથી નિમિત્ત ન બને વા પોતે પુરુષાર્થ ન કરે તો અન્ય કાર્યોમાં જ પ્રવર્તે પરંતુ મંદરાગાદિ સહિત પ્રવર્તે, એવા અવસરમાં ઉપદેશ કાર્યકારી છે. વિચારશક્તિ રહિત જે એકંદ્રિયાદિક છે તેને તો ઉપદેશ સમજવાનું જ્ઞાન જ નથી તથા તીવ્રરાગાદિ સહિત જીવોનો ઉપયોગ ઉપદેશમાં જોડાતો નથી, માટે જે જીવ વિચારશક્તિ સહિત હોય તથા જેમને રાગાદિક મંદ હોય તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ જાય તો તેનું ભલું થાય, અને એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે. એકેન્દ્રિયાદિક તો ધર્મકાર્ય કરવાને સમર્થ જ નથી એટલે તેઓ કેવી રીતે પુરુષાર્થ કરે ? તથા તીવ્રકષાયી પુરુષાર્થ કરે તો તે પાપકાર્યનો જ કરે પણ ધર્મકાર્યનો પુરુષાર્થ થઈ શકે નહિ. માટે જે વિચારશક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્ત્વનિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે, ત્યારે તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષય-કષાયોનાં કાર્યોમાં જ પ્રવર્તે વા કાં તો વ્યવહારધર્મકાર્યોમાં પ્રવર્તે તો અવસર તો ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે. બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડ તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિ હીન થાય છે, તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વોમાં યથાવત્ પ્રતીતિ આવે છે. હવે આનું ર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ તો સ્વયં જ થાય છે. એમાં જીવનું ર્તવ્ય કાંઈ નથી. વળી એ (દર્શનમોહનો ઉપશમ) થતાં જીવને સમ્યગ્દર્શન તો સ્વયં થાય છે, અને સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન તો આવું થયું કે-“હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા; ' પરંતુ ચારિત્રમોહના ઉદયથી રાગાદિક થાય છે, ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે છે અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં વા વૈરાગ્યાદિ ભાવનામાં ઉપયોગને લગાવે છે, તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે થતાં દેશચારિત્ર વા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. વળી ચારિત્ર ધારણ કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે, ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિ હીન થાય છે તેથી વિશુદ્ધતા વધે છે ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી મોહનો નાશ કરે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે, તે વડ જ્ઞાનાવરણાદિનો નાશ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અધાતિકર્મોનો પણ નાશ કરીને શુદ્ધ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે. વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શક્તો નથી, ઉપરના ગુણસ્થાનેથી પણ પડી જાય છે, ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે, પરંતુ જ્યાં મંદ ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડયો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે તો તેને પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, તથા પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઇચ્છે તો તે નીકળી શકે છે, અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે (પ્રવાહે પ્રવાહી વહે, અને પાછળથી પાણીનું જોર થતાં વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કોઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, અને કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. તથા તે મોક્ષમાર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત્ વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે. માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવો કઠણ છે, તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. મોક્ષમાર્ગનું સ્વરૂપ હવે મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીએ છીએ: જેના નિમિત્તથી આત્મા અશુદ્ધદશા ધારણ કરી દુઃખી થયો છે એવાં જે મોહાદિકર્મ તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે, તથા તેનો જે ઉપાય અર્થાત્ કારણ તે મોક્ષમાર્ગ જાણવો. હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમ-મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય. તથા કેટલાંક કારણ એવાં છે કે-મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે પરંતુ કોઈને તે હોવા વિના પણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કે-મુખ્યપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૨૫ તો અનશનાદિ બાહ્યતાનું સાધન કરતાં મોક્ષ થાય છે, પરંતુ ભરતાદિને બાહ્યતપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. તથા કેટલાક કારણ એવાં છે કે-જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા ન થાય; જેમ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તા થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય.-એ પ્રમાણે એ કારણો કહ્યાં તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો સાધક જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઐયભાવ તે મોક્ષમાર્ગ જાણવો. એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ થાય નહિ. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ એ જ કહ્યું છે, યથા-સગનજ્ઞાનવારિત્રાળ મોક્ષમ:' (અ. ૧ સૂત્ર ૧.) આ સૂત્રની ટીકામાં કહ્યું છે કે-અહીં “મોક્ષમા' એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ આ છે કે એ ત્રણે મળીને એક મોક્ષમાર્ગ છે; જુદા જુદા ત્રણ માર્ગ નથી. પ્રશ્ન:- અસંયત સમ્યગ્દષ્ટિને તો ચારિત્ર નથી; તો તેને મોક્ષમાર્ગ થયો છે કે નથી થયો? ઉત્તર:- મોક્ષમાર્ગ તેને થશે એ તો નિયમ થયો; અને તેથી ઉપચારથી તેને મોક્ષમાર્ગ થયો પણ કહીએ છીએ; પરમાર્થથી સમ્યક્રચારિત્ર થતાં જ મોક્ષમાર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે-“આ અમુક નગર જાય છે, પણ પરમાર્થથી માર્ગમાં ગમન કરતાં જ ચાલવું થશે; તેમ અસંયત સમ્યગ્દષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગી કહીએ છીએ, પણ પરમાર્થથી વીતરાગભાવરૂપ પરિણમતાં જ મોક્ષમાર્ગ થશે. શ્રી પ્રવચનસારમાં પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે-તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્ત્વશ્રદ્ધાન-શાનથી પણ મોક્ષમાર્ગ નથી; એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે. હવે તેનું નિર્દેશ તથા લક્ષણનિર્દેશ અને પરીક્ષા દ્વારા નિરૂપણ કરીએ છીએ. ત્યાં “સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર મોક્ષનો માર્ગ છે” એવું નામમાત્ર કથન કરવું તે તો “નિર્દેશ” જાણવો. તથા જે અતિવ્યાતિ, અવ્યાતિ અને અસંભવપણા વડે રહિત હોય કે જેથી તેને ઓળખવામાં આવે તે “લક્ષણ” જાણવું; તેનો જે નિર્દેશ અર્થાત્ નિરૂપણ તે “લક્ષણ-નિર્દેશ” જાણવો. ત્યાં જેને ઓળખવાનું હોય તેનું નામ લક્ષ્ય છે અને તે સિવાય અન્યનું નામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક અલક્ષ્ય છે. હવે જે લક્ષ્ય વા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાતિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ” કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ લક્ષ્ય જે આત્મા છે તેમાં પણ હોય છે તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિદોષ સહિત લક્ષણ છે. કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિ પણ આત્મા થઈ જાય, એ દોષ આવે તથાઃ જે કોઈ લક્ષ્યમાં તો હોય તથા કોઈમાં ન હોય, એ પ્રમાણે લક્ષ્યના એકદેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં આવ્યાપ્તિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ કેવળજ્ઞાનાદિક કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું માટે એ લક્ષણ અવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્મા ઓળખતા અલ્પજ્ઞાની આત્મા ન ઠરે, એ દોષ આવે. તથા જે લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ છે કારણ કે એ અસંભવ લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતાં પુદગલાદિ આત્મા થઈ જાય અને આત્મા છે તે અનાત્મા થઈ જાય-એ દોષ આવે. એ પ્રમાણે જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવિત લક્ષણ હોય તે લક્ષણાભાસ છે, પરંતુ જે લક્ષણ લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ પણ ઠેકાણે ન હોય તે જ સાચું લક્ષણ છે; જેમ કે-આત્માનું સ્વરૂપ (લક્ષણ) ચૈતન્ય. હવે એ લક્ષણ બધાય આત્મામાં તો હોય છે અને અનાત્મામાં કોઈ પણ ઠેકાણે હોતું નથી માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા માનવાથી આત્મા અને અનાત્માનું યથાર્થજ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. એ પ્રમાણે લક્ષણનું સ્વરૂપ ઉદાહરણમાત્ર કહ્યું. હવે સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ કહીએ છીએ: સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે, એનું જે શ્રદ્ધાન અર્થાત્ “આમ જ છે અન્યથા નથી” એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે. અહીં વિપરીતાભિનિવેશના નિરાકરણ અર્થે ‘સભ્ય' પદ કહ્યું છે, કારણ “સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે, એમ જાણવું. પ્રશ્ન:- અહીં “તત્ત્વ અને અર્થ” એ બે પદ કહ્યાં તેનું શું પ્રયોજન? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૨૭ ઉત્તર:- “તત” શબ્દ છે તે “યત” શબ્દની અપેક્ષા સહિત છે તેથી જેનું પ્રકરણ હોય તેને “તત” કહીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું; કારણ કે તચમાવસ્તત્ત્વ' એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે, તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણ-પર્યાય છે તેનું નામ અર્થ છે. વળી “તત્ત્વન અર્થસ્તત્ત્વાર્થ.” તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ, એ વડ સહિત પદાર્થ તેનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. અહીં જો “તત્ત્વશ્રદ્ધાન” જ કહીએ તો જેનો આ ભાવ (તત્ત્વ) છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો “અર્થશ્રદ્ધાન” જ કહીએ તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થશ્રદ્ધાન પણ કાર્યકારી નથી. જેમ કોઈને જ્ઞાન-દર્શનાદિક વા વર્ણાદિકનું તો શ્રદ્ધાન હોય કે “આ જાણપણું છે, આ શ્વેતવર્ણ છે' ઇત્યાદિ પ્રતીતિ તો હોય પરંતુ જ્ઞાન-દર્શન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું, તથા વર્ણાદિક પુદ્ગલનો સ્વભાવ છે અને પુદ્ગલ મારાથી ભિન્ન-જુદો પદાર્થ છે-એ પ્રમાણે પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો ભાવનું શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી “હું આત્મા છું' એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન કર્યું તો ભાવના શ્રદ્ધાન વિના પદાર્થનું શ્રદ્ધાન પણ કાર્યકારી નથી. માટે તત્ત્વહિત અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. અથવા જીવાદિકને તત્ત્વસંજ્ઞા પણ છે તથા અર્થસંજ્ઞા પણ છે તેથી “તત્વમેવાર્થસ્તવીર્થ:' જે તત્ત્વ છે તે જ અર્થ છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એ અર્થ વડે કોઈ ઠેકાણે તત્ત્વશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, વા કોઈ ઠેકાણે પદાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે. ત્યાં વિરોધ ન જાણવો. એ પ્રમાણે “તત્ત્વ” અને “અર્થ ” એ બે પદ કહેવાનું પ્રયોજન છે. તત્વ સાત જ કેમ? પ્રશ્ન:- તત્ત્વાર્થ તો અનંત છે અને તે બધાં સામાન્ય અપેક્ષાએ જીવ-અજીવમાં ગર્ભિત થાય છે માટે બે જ કહેવાં હતાં અથવા અનંત કહેવાં હતાં; આસ્રવાદિ તો જીવ-અજીવનાં જ વિશેષો છે, તો તેમને જુદાં જુદાં કહેવાનું શું પ્રયોજન? ઉત્તર:- જો અહીં પદાર્થશ્રદ્ધાન કરવાનું જ પ્રયોજન હોત તો સામાન્યપણે વા વિશેષપણે જેમ સર્વ પદાર્થોનું જાણવું થાય તેમ જ કથન કરત, પણ એ પ્રયોજન તો અહીં છે નહિ. અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતાં મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું. જીવ-અજીવ એ બે તો ઘણાં દ્રવ્યોની એકજાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ કહ્યાં, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ બંને જાતિ જાણતાં આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પ૨ને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ રાગાદિક છોડી મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય; પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ-૫૨નું શ્રદ્ધાન ન થવાથી પર્યાયબુદ્ધિથી તે સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે, અને પરદ્રવ્યોમાં રાગ-દ્વેષરૂપ થઈ પ્રવર્તતાં તે મોક્ષમાર્ગમાં કેવી રીતે પ્રવર્તે? માટે એ બંને જાતિનું શ્રદ્ધાન ન થતાં મોક્ષ પણ ન થાય. એ પ્રમાણે એ બે સામાન્ય તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કહ્યાં. બીજું, આસ્રવાદિ પાંચ તત્ત્વો કહ્યાં તે જીવ-પુદ્ગલના જ પર્યાય છે તેથી એ વિશેષરૂપ તત્ત્વો છે. એ પાંચ પર્યાયોને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય. તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું. મોક્ષનો ઉપાય સંવ-નિર્જરા છે તેને ઓળખે તો જેમ સંવ-નિર્જરા થાય તેમ પ્રવર્તે માટે સંવ૨-નિર્જરાનું શ્રદ્ધાન કરવું. વળી સંવ-નિર્જરા તો અભાવલક્ષણસહિત છે તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને ઓળખવો જોઈએ. જેમકે-ક્રોધનો અભાવ થતાં ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો અભાવ કરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આ ભવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસવ-બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવરનિર્જરારૂપ પ્રવર્તે, માટે આસ્રવ-બંધનું પણ શ્રદ્ધાન કરવું. એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય. એને ઓળખે તો તે મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે એ કરે ? સંવર–નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આસવ-બંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષમાર્ગ ન થાય. એવી રીતે જોકે તત્ત્વાર્થ અનંત છે, તેનું સામાન્ય-વિશેષ વડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય છે પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્ત્વ તથા પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં. કારણ કે-એના યથાર્થશ્રદ્ધાનને આધીન મોક્ષમાર્ગ છે, એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષમાર્ગ નથી-એમ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૨૯ વળી કોઈ ઠેકાણે પુણ્ય-પાપ સહિત નવ પદાર્થ કહ્યા છે, એ પુણ્ય-પાપ આસ્રવાદિકના જ ભેદો છે માટે એ સાત તત્ત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્ય-પાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને મોક્ષમાર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે તેથી મોક્ષમાર્ગમાં એનું શ્રદ્ધાન પણ ઉપકારી જાણી એ બે તત્ત્વો આસવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં એને નવ તત્ત્વ પણ કહ્યાં છે. પ્રશ્ન:- એનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકનમાત્ર છે તથા શ્રદ્ધાન પ્રતીતિમાત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે ? ઉત્તર:- પ્રકરણના વશથી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષમાર્ગનું પ્રકરણ છે તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકનમાત્ર ગ્રહણ કરવો નહિ; કારણ કે ચક્ષુ-અચક્ષુદર્શન વડે સામાન્ય અવલોકન તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિને સમાન હોય છે, તેથી એ વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ થતી નથી. તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યગ્દષ્ટિને જ હોય છે અને એ વડે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો. પ્રશ્ન:- અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન કરવું કહ્યું તેનું શું પ્રયોજન ? ઉત્તર:- અભિનિવેશ નામ અભિપ્રાયનું છે. જેવો તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો નહિ હોતાં અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીતાભિનિવેશ છે. તત્ત્વાર્થ-શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પણ ત્યાં અભિપ્રાય એવો છે કે જીવ–અજીવને ઓળખી પોતાને વા ૫૨ને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને હૈય માનવો, બંધને ઓળખી તેને અતિ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને પોતાનું ૫૨મતિ માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીતાભિનિવેશ છે. સત્ય તત્ત્વાર્થશ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશરહિત છે, એમ અહીં કહ્યું છે. અથવા કોઈને આભાસમાત્ર તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીતપણું છૂટતું નથી. કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરંગમાં હોય તો તેને સમ્યગ્દર્શન થાય નહિ, જેમ કે-દ્રવ્યલિંગી મુનિ જિનવચનથી તત્ત્વોની પ્રતીતિ તો કરે છે પરંતુ શરીરાશ્રિત ક્રિયાઓમાં અહંકાર વા પુણ્યાસવમાં ઉપાદેયપણું આદિ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યાદષ્ટિ જ રહે છે. માટે જે તત્ત્વાર્થ-શ્રદ્ધાન વિપરીતાભિનિવેશરહિત છે તે જ સમ્યગ્દર્શન છે. એ પ્રમાણે વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે તથા સમ્યગ્દર્શન લક્ષ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) ] મોક્ષમાર્ગ પ્રકાશક તત્ત્વાર્થસૂત્રમાં પણ એ જ કહ્યું છે યથાઃ “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સચQર્શનમ્' (અ. ૧, સૂત્ર ૨) અર્થાત્ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે. સર્વાર્થસિદ્ધિ નામની તત્વાર્થસૂત્રની ટીકામાં તત્ત્વાદિક પદોનો અર્થ પ્રગટ લખ્યો છે વા સાત જ તત્ત્વ કેમ કહ્યાં?” તેનું પ્રયોજન લખ્યું છે તે અનુસાર અહીં કંઈક કથન કર્યું છે, એમ જાણવું. વળી પુરુષાર્થસિદ્ધયુપાયમાં પણ એમ જ કહ્યું છે, યથા जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यम्। श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत्।। २२।। અર્થ:- વિપરીતાભિનિવેશથી રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, દર્શનમોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે માટે આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધઅવસ્થામાં પણ સદાકાળ તેનો સભાવ રહે છે-એમ જાણવું. તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાં અવ્યાતિ-અતિવ્યામિ-અસંભવ દોષનો પરિહાર પ્રશ્ન:- તિર્યંચાદિ (પશુ આદિ) તુચ્છજ્ઞાની કેટલાક જીવો સાત તત્ત્વનાં નામ પણ જાણી શક્તા નથી છતાં તેમને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાનપણું સમ્યકત્વનું લક્ષણ તમે કહ્યું તેમાં અવ્યાપ્તિદૂષણ લાગે છે? ઉત્તર:- જીવ-અજીવાદિકનાં નામાદિક જાણો, ન જાણો વા અન્યથા જાણો પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતાં સમ્યકત્વ થાય છે. ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, માટે જે તિર્યંચાદિ તુચ્છજ્ઞાની સમ્યગ્દષ્ટિ છે તે જીવાદિકનાં નામ પણ જાણતા નથી તોપણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તેથી તેમને સમ્યકત્વની પ્રાપ્તિ હોય છે. જેમ કોઈ તિર્યંચ પોતાનું વા બીજાઓનું નામાદિક તો ન જાણે પરંતુ પોતાનામાં જ પોતાપણું માને છે તથા અન્યને પર માને છે; તેમ તુચ્છજ્ઞાની જીવ-અજીવનાં નામ ન જાણે પણ જે જ્ઞાનાદિસ્વરૂપ આત્મા છે તેમાં તો તે સ્વપણું માને છે તથા જે શરીરાદિક છે તેને પર માને છે, એવું શ્રદ્ધાન તેને હોય છે એ જ જીવ-અજીવનું શ્રદ્ધાન છે, વળી જેમ તે જ તિર્યંચ સુખાદિનાં નામાદિક તો ન જાણે તોપણ સુખઅવસ્થાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૩૧ ઓળખી તેના અર્થે ભાવિદુઃખનાં કારણોને પિછાણી તેનો ત્યાગ કરવા ઇચ્છે છે તથા (વર્તમાન) જે દુઃખનાં કારણો બની રહ્યાં છે તેના અભાવનો ઉપાય કરે છે; તેમ તુચ્છ-જ્ઞાની મોક્ષાદિકનાં નામ જાણતો નથી તોપણ સર્વથા સુખરૂપ મોક્ષઅવસ્થાનું શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિબંધના કારણે જે રાગાદિ આસ્રવ તેના ત્યાગરૂપ સંવરને કરવા ઇચ્છે છે, તથા જે સંસારદુઃખનું કારણ છે તેની શુદ્ધભાવ દ્વારા નિર્જરા કરવા ઇચ્છે છે. એ રીતે આસ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે. એ પ્રકારે તેને પણ સાત તત્ત્વોને શ્રદ્ધાન હોય છે. જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગાદિક છોડી શુદ્ધભાવ કરવાની ઇચ્છા ન થાય. એ જ અહીં કહીએ છીએ. જો જીવની જાતિ ન જાણે-સ્વરૂપને ન ઓળખે તો તે પરમાં રાગાદિક કેમ ન કરે? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ કરવો તે કેમ ઇચ્છે? અને તે રાગાદિક જ આસ્રવ છે, રાગાદિકનું ફળ બૂરું છે એમ ન જાણે તો તે રાગાદિક છોડવા શા માટે ઇચ્છે? તે રાગાદિકનું ફળ તે જ બંધ છે તથા રાગાદિ રહિત પરિણામોને ઓળખે છે તો તે રૂપ થવા ઇચ્છે છે, તે રાગાદિરહિત પરિણામનું નામ જ સંવર છે. વળી પૂર્વ સંસારઅવસ્થાના કારણની હાનિને તે ઓળખે છે તેથી તેના અર્થે તપશ્ચરણાદિ વડે શુદ્ધભાવ કરવા ઇચ્છે છે. તે પૂર્વ સંસારઅવસ્થાનું કારણ કર્મ છે, તેની હાનિ તે જ નિર્જરા છે. જો સંસારઅવસ્થાના અભાવને ના ઓળખે તો તે સંવર-નિર્જરારૂપ શા માટે પ્રવર્તે? તે સંસારઅવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. તેથી સાતે તત્ત્વોને શ્રદ્ધાન થતાં જ રાગાદિક છોડી શુદ્ધ ભાવ થવાની ઇચ્છા ઊપજે છે. જો એમાંના એક પણ તત્ત્વનું શ્રદ્ધાન ન હોય તો એવી ઇચ્છા ન થાય. એવી ઇચ્છા તુચ્છજ્ઞાની તિર્યંચાદિ સમ્યગ્દષ્ટિને હોય છે જ, તેથી તેને સાત તત્ત્વોને શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે તત્ત્વોનું જ્ઞાન ન હોય તોપણ દર્શનમોહના ઉપશમાદિક સામાન્યપણે તત્ત્વશ્રદ્ધાનની શક્તિ પ્રગટ હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાસિદૂષણ નથી. પ્રશ્ન:- જે કાળમાં સમ્યગ્દષ્ટિ વિષય-કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્ત્વોનો વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યકત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાસિદૂષણ આવે છે. ઉત્તર:- વિચાર છે તે તો ઉપયોગને આધીન છે. જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય, પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે માટે અન્ય યનો વિચાર થતાં વા શયનાદિક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી, તેથી તેને સમ્યકત્વનો સદ્દભાવ છે. જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે “હું મનુષ્ય છું, તિર્યંચાદિ નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ર ] મોક્ષમાર્ગ પ્રકાશક મને આ કારણથી રોગ થયો છે, અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નીરોગી થવું જોઈએ;” હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે, ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ છે કે હું આત્મા છું-પુદગલાદિ નથી, મને આગ્નવથી બંધ થયો છે પણ હવે સંવર વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું.' હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે. પ્રશ્ન:- જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાનાં કારણોમાં કેમ પ્રવર્તે છે? ઉત્તર:- જેમ તે જ મનુષ્ય કોઈ કારણવશ રોગ વધવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વ્યાપારાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તોપણ તે શ્રદ્ધાનનો તેને નાશ થતો નથી, તેમ તે જ આત્મા કર્મોદયનિમિત્તવશ બંધ થવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વિષય-સેવનાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તો પણ તેને એ શ્રદ્ધાનનો નાશ થતો નથી. આનો વિશેષ નિર્ણય આગળ કરીશું. એ પ્રમાણે સાત તત્ત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનનો સદ્દભાવ છે તેથી ત્યાં આવ્યાતિપણું નથી. પ્રશ્ન:- ઉચ્ચદશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનુભવ હોય છે ત્યાં તો સાત તત્ત્વાદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. હવે સમ્યકત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે? અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાતિપણું આવ્યું? ઉત્તર:- નીચેની દશામાં સાત તત્ત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો તેથી પ્રતીતિને દઢ કરી તથા વિષયાદિથી ઉપયોગને છોડાવી રાગાદિક ઘટાડ્યા, હવે એ કાર્ય સિદ્ધ થતાં એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દઢ થઈ તથા રાગાદિ દૂર થયા ત્યાં ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. વળી સમ્યકત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે, એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય, પણ એમ તો નથી. સાતેય તત્ત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે, માટે અહીં આવ્યાપ્તિપણું નથી. પ્રશ્ન:- છબસ્થને તો પ્રતીતિ-અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિને સમ્યકત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી-સિદ્ધભગવાનને તો સર્વનું જાણપણું સમાનરૂપ છે તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી અને તેમને સમ્યકત્વગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૩૩ ઉત્તર:- જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી–સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં બરાબર નિર્મીત કર્યું હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું. તેથી જ ત્યાં પરમાવગાઢસમ્યકત્વ કહ્યું છે. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત; પરંતુ જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન છમને થયું હતું તેવું જ કેવળીસિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા-અધિક્તા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી–સિદ્ધ ભગવાનને સમ્યકત્વગુણ તો સમાન જ કહ્યો. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે “સંવર-નિર્જરા વડે મોક્ષનો ઉપાય કરવો,” હવે મુક્તઅવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે “સંવર-નિર્જરા વડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.' પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના સર્વ ભેદો જાણે છે, પરંતુ મૂળભૂત જીવાદિકનાં સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી-સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યકત્વ-ગુણમાં સાત તત્ત્વોને શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું બળ જાણવું. પ્રશ્ન:- સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્ભાવ કેવી રીતે કહો છો? ઉત્તરઃ- કોઈ કારણો એવા પણ હોય છે કે-કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખાથી અનેક શાખાયુક્ત અવસ્થા થઈ, તેના હોવા છતાં તે એક શાખા નષ્ટ થતી નથી, તેમ કોઈ આત્માને સમ્યકત્વ ગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષઅવસ્થા થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યકત્વ ગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાણે કેવળી-સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ જ સમ્યકત્વ હોય છે, માટે ત્યાં આવ્યાતિપણું નથી. પ્રશ્ન:- મિથ્યાષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે માટે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તેમાં અતિવ્યાતિદૂષણ લાગે છે? ઉત્તર:- મિથ્યાષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે. જેમાં તત્ત્વશ્રદ્ધાનનો ગુણ નથી અને વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદષ્ટિને હોય છે, અથવા આગમદ્રનિક્ષેપથી હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનાં પ્રતિપાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું; અને અહીં જે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે, એવા ગુણસહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ જાણવો; કારણ કે જેને જીવ-અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિદૂષણ લાગતું નથી. વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે સમ્યકત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે, તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે. એ પ્રમાણે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ સમ્યગ્દષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાષ્ટિઓને હોતું નથી, તેથી સમ્યગ્દર્શનનું સાચું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે. સમ્યકત્વના વિભિન્ન લક્ષણોનો મેળ પ્રશ્ન:- અહીં સાતેય તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહો છો પણ તે બનતો નથી, કારણ કેકોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને જ સમ્યકત્વ કહે છે. શ્રી સમયસાર કળશમાં “ત્વે નિયતસ્ય ઇત્યાદિ કળશ છે, તેમાં એમ કહ્યું છે કે આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. તેથી નવ તત્ત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ. વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યકત્વ કહે છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં “ર્શનમાત્મવિનિશ્ચિતિ:* એવું પદ છે તેનો પણ એવો જ અર્થ છે, માટે જીવઅજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યકત્વ હોય છે. જે સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ હોય તો આમ શા માટે લખત? ઉત્તરઃ- પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિ શ્રદ્ધાનથી રહિત एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्ण ज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यकदर्शनमेतदेव नियमादात्मा च तावानयम् તનુpIનવતત્વરસન્તતિામામ ત્માયમેડરતુ ન. (સમયસાર કળશ-૬ ) दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधસ્થિતિરાત્મનિ વારિત્ર વુકત સ્તંભ્યો ભવતિ વન્ય: (પુરુષાર્થસિદ્ધિ-૨૧૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૩૫ હોય છે કે સહિત હોય છે? જો રહિત હોય છે તો મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે છે? સંવર-નિર્જરાના શ્રદ્ધાન વિના રાગાદિ રહિત થઈ સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? આસ્રવ-બંધના શ્રદ્ધાન વિના તે પૂર્વઅવસ્થાને શા માટે છોડ છે? માટે આસ્રવાદિના શ્રદ્ધાનરહિત સ્વ-પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી; અને જો આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ થયો. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહિ માટે અજીવનું શ્રદ્ધાન થતાં જ જીવનું શ્રદ્ધાન થાય છે; અને પ્રથમ કહ્યા પ્રમાણે આસ્રવાદિકનું શ્રદ્ધાના પણ ત્યાં અવશ્ય હોય જ છે તેથી અહીં પણ સાતે તત્ત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો. બીજુ આગ્નવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાના વા કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું હોતું નથી કારણ કે-આત્મા દ્રવ્ય છે તે તો શુદ્ધ-અશુદ્ધ પર્યાય સહિત છે. જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય તેમ શુદ્ધ-અશુદ્ધ પર્યાય ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન ન થાય. તે શુદ્ધ-અશુદ્ધ અવસ્થાની ઓળખાણ આસ્રવાદિની ઓળખાણથી થાય છે. આસ્રવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાના કાર્યકારી પણ નથી કારણ કે-(એવું ) શ્રદ્ધાન કરો વા ન કરો “પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર છે.' વળી આસ્રવાદિનું શ્રદ્ધાન હોય તો આગ્નવ-બંધનો અભાવ કરી સંવર-નિર્જરારૂપ ઉપાયથી મોક્ષપદને પ્રાપ્ત કરે, તથા સ્વ-પરનું પણ શ્રદ્ધાન કરાવીએ છીએ તે એ જ પ્રયોજન અર્થે કરાવીએ છીએ; માટે આગ્નવાદિકના શ્રદ્ધાનસહિત સ્વ-પરનું જાણવું વા અને જાણવું કાર્યકારી છે. પ્રશ્ન:- જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વ-પરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને જ સમ્યકત્વ કહ્યું વા કાર્યકારી કહ્યું તથા નવ તત્ત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાઓ, એમ કેમ કહ્યું છે? ઉત્તર:- જેને સ્વ-પરનું વા આત્માનું સત્ય શ્રદ્ધાન હોય તેને સાતે તત્ત્વોને શ્રદ્ધાન અવશ્ય હોય જ, તથા જેને સાતે તત્ત્વોનું સત્યશ્રદ્ધાન હોય તેને સ્વ-પરનું વા આત્માનું શ્રદ્ધાન અવશ્ય હોય જ, એવું પરસ્પર અવિનાભાવપણું જાણી સ્વ-પરના શ્રદ્ધાનને વા આત્મશ્રદ્ધાનને જ સમ્યકત્વ કહ્યું છે. પણ એ છળથી કોઈ સામાન્યપણે સ્વ-પરને જાણી વા આત્માને જાણી કૃતકૃત્યપણું માને તો તેને ભ્રમ છે. કારણ કે એમ કહ્યું છે કે નિર્વિશેષો દિ સામાન્ય “મવેરવિષાણવન્ત' એનો અર્થ-વિશેષરહિત સામાન્ય છે તે ગધેડાના શીંગડા સમાન છે. માટે પ્રયોજનભૂત આસ્રવાદિ વિશેષો સહિત સ્વ-પરનું વા આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે; અથવા સાતે તત્ત્વાર્થોના શ્રદ્ધાનથી જે રાગાદિક મટાડવા અર્થે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે, વા પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક આત્માને જ ચિંતવે છે તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે, તેથી મુખ્યપણે ભેદવિજ્ઞાનને વા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે. વળી તત્ત્વાર્થશ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે પ્રયોજન તો રાગાદિ મટાડવાનું છે. હવે આસ્રવાદિના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી ત્યારે કેવળ જાણવાથી જ માનને વધારે છે, રાગાદિ છોડે નહિ, તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય ? બીજાં જ્યાં નવ તત્ત્વની સંતતિને છોડવાનું કહ્યું છે, ત્યાં પૂર્વે નવ તત્ત્વના વિચાર વડે સમ્યગ્દર્શન થયું અને પાછળથી નિર્વિકલ્પદશા થવા અર્થે નવ તત્ત્વોનો પણ વિકલ્પ છોડવાની ઈચ્છા કરી; પણ જેને પહેલાં જ નવ તત્ત્વોનો વિચાર નથી તેને તે વિકલ્પો છોડવાનું શું પ્રયોજન છે? અન્ય અનેક વિકલ્પો પોતાને થાય છે તેનો જ ત્યાગ કરો. એ પ્રમાણે સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં સાત તત્ત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા હોય છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ છે. પ્રશ્ન:- ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અતદેવ, નિગ્રંથગુરુ અને હિંસાદિરહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તે કેવી રીતે? ઉત્તર:- અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદિનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે એ અપેક્ષાએ તેને સમ્યગ્દષ્ટિ કહ્યો છે, પણ સમ્યકત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહારધર્મના ધારક મિથ્યા-દષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન તો હોય છે. અથવા જેમ અણુવ્રત, મહાવ્રત હોય છતાં દેશચારિત્ર, સકલચારિત્ર હોય વા ન હોય, પરંતુ અણુવ્રત થયા વિના દેશચારિત્ર, તથા મહાવ્રત થયા વિના સકલચારિત્ર કદી પણ હોય નહિ, માટે એ વ્રતોને અવયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે; તેમ અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યકત્વ હોય વા ન હોય પરંતુ અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ કદી પણ હોય નહિ, માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અવયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે, અને એટલા જ માટે તેનું નામ વ્યવહારસમ્યકત્વ છે. અથવા જેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તોપણ યથાવત્ સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહિ, તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ-અજીવઆસ્રવાદિની ઓળખાણ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૩૭ એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરતાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. પ્રશ્ન:- નારકાદિ જીવોને દેવ-કુદેવાદિનો વ્યવહાર નથી છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે; માટે સમ્યક્ત્વ થતાં અરહંતાદિનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી ? ઉત્ત૨:- સાત તત્ત્વોના શ્રદ્ધાનમાં અ૨હંતાદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કેતત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષતત્ત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે, હવે મોક્ષતત્ત્વ તો અરહંતસિદ્ધનું જ લક્ષણ છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે, તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ; તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ માન્યા પણ અન્યને ન માન્યા એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. વળી મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે અને સંવ-નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે, પણ અન્યને ઉત્તમ માનતો નથી, એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું રાગાદિરહિત ભાવનું નામ અહિંસા છે, તેને તે ઉપાદેય માને છે, પણ અન્યને માનતો નથી, એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અ૨હંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે, તે નિમિત્તથી અરહંત-દેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે. પ્રશ્ન:- કેટલાક જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોતું નથી, માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ સંભવતો નથી ? ઉત્તર:- તત્ત્વશ્રદ્ધાન વિના અહંતાદિકના છેતાલીસ આદિ ગુણો તે જાણે છે તે પર્યાયાશ્રિત ગુણો જાણે છે, પણ જુદા જુદા જીવ-પુદ્દગલમાં જેમ એ સંભવે છે તેમ યથાર્થ ઓળખતો નથી તેથી સાચું શ્રદ્ધાન પણ થતું નથી. કારણ કે જીવ-અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત ગુણો અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી; જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। ८० ।। અર્થ:- જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે, તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિતત્ત્વોનું શ્રદ્ધાન નથી, તેને અ૨હંતાદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્ત્વોના શ્રદ્ધાન વિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક અરહંતાદિનું માહાભ્ય પણ યથાર્થ જાણતો નથી, (માત્ર) લૌકિક અતિશયાદિને અરહંતનું, તપશ્ચરણાદિવડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિવડે ધર્મનું માહાભ્ય જાણે છે, પણ એ તો પરાશિતભાવ છે અને અરહંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવોવડ તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો. એ પ્રમાણે સમ્યકત્વનું લક્ષણનિર્દેશ કર્યું. પ્રશ્ન:- સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન, વા સ્વ-પરનું શ્રદ્ધાન, વા આત્મશ્રદ્ધાન, વા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે જાણી, પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કહેવાનું શું પ્રયોજન? ઉત્તરઃ- એ ચાર લક્ષણો કહ્યો તેમાં સાચી દષ્ટિવડ (કોઈ) એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે, તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે. જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા પોતાના હિત-અહિતનું શ્રદ્ધાન કરે ત્યારે મોક્ષમાર્ગમાં પ્રવર્તે. જ્યાં સ્વ-પરની ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવાં એ છે, અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે; એટલે સ્વ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણને કહ્યું છે. તથા જ્યાં આત્મશ્રદ્ધાના લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી. એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. તથા જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્યસાધનની પ્રધાનતા કરી છે, કારણ કે-અરહંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત તત્ત્વશ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ-ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનની મુખ્યતા વડે જુદાં જુદાં લક્ષણ કહ્યાં છે. પ્રશ્ન:- એ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે ? [ ૩૩૯ ઉત્તર:- જ્યાં મિથ્યાત્વકર્મનો ઉપશમાદિક થતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં એ ચારે લક્ષણો એકસાથ હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર હોય છે, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ-તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાયસહિત કરે છે, તથા ભેવિજ્ઞાન કરે છે તો તત્ત્વ-વિચાર આદિના અભિપ્રાયસહિત કરે છે; એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં ચારે લક્ષણોનો અંગીકાર છે. પણ જેને મિથ્યાત્વનો ઉદય તેને વિપરીતાભિનિવેશ હોય છે, તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતાં નથી. તે જિનમતનાં જીવાદિતત્ત્વોને માને છે અન્યને માનતો નથી તથા તેનાં નામ-ભેદાદિને શીખે છે; એ પ્રમાણે તેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે; પરંતુ તેને યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. વળી એ સ્વ-૫૨ના ભિન્નપણાની વાતો કરે, ચિંતવન કરે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા વસ્ત્રાદિમાં ૫૨બુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીર આદિમાં પરબુદ્ધિ તેને હોતી નથી. તથા તે આત્માનું જિનવચનાનુસાર ચિંતવન કરે છે, પરંતુ પ્રતીતિપણે સ્વને સ્વ-રૂપ શ્રદ્ધાન કરતો નથી. તથા અરહંતદેવાદિક વિના અન્ય કુદેવાદિકોને માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય, ત્યાં તેને ભિન્નપણું પણ સંભવે છે. બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે-પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે; એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી કોઈ જીવ સિદ્ધપદને પણ પ્રાસ કરી લે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરીને જેને દેવાદિકની માન્યતાનું તો કાંઈ ઠેકાણું નથી તથા બુદ્ધિની તીવ્રતાથી તત્ત્વવિચારાદિમાં પ્રવર્તે છે અને તેથી પોતાને જ્ઞાની માને છે અથવા તત્ત્વવિચારમાં પણ ઉપયોગ લગાવતો નથી, પોતાને સ્વ-૫૨નો ભેદવિજ્ઞાની થયો વિચારે છે, અથવા સ્વ-૫૨નો પણ યથાર્થ નિર્ણય કરતો નથી છતાં પોતાને આત્મજ્ઞાની માને છે, પણ એ બધી ચતુરાઈની વાતો છે, માનાદિ કષાયનાં સાધન છે, કાંઈ પણ કાર્યકારી નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે તેણે તો જ્યાંસુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી એને પણ અનુક્રમથી જ અંગીકાર કરવાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ જ અહીં કહીએ છીએ-પ્રથમ આજ્ઞાદિવડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અ૨હંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહીત-મિથ્યાત્વનો તો અભાવ થાય છે તથા મોક્ષમાર્ગમાં વિશ્ર્વ કરવાવાળા કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષમાર્ગને સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી જિનમતમાં કહેલાં જીવાદિતત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણ કે-એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવાં, કારણ કે–એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે-એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે, અને કદાચિત્ સત્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, પરંતુ થાય જ એવો નિયમ તો નથી; કોઈ જીવને કોઈ પ્રબળ વિપરીત કારણ વચ્ચે આવી જાય તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન પણ થાય, પરંતુ મુખ્યપણે ઘણા જીવોને તો એ અનુક્રમથી કાર્યસિદ્ધિ થાય છે. માટે તેને એ જ પ્રમાણે અંગીકાર કરવાં. જેમ-પુત્રનો અર્થી વિવાહાદિ કારણોને તો મેળવે, તેમાં ઘણા પુરુષોને પુત્રની પ્રાપ્તિ થાય જ, છતાં કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો ઉપાય કરવો; તેમ સમ્યક્ત્વનો અર્થી એ કારણોને મેળવે, તેમાં ઘણા જીવોને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ, કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો પોતાનાથી બને તે ઉપાય કરવો. એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણનિર્દેશ કર્યું. પ્રશ્ન:- સમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં તમે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ ? ઉત્તર:- તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. એ અહીં દર્શાવીએ છીએ દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે અરતદેવાદિકને માનવા, અન્યને ન માનવા-એટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવ-અજીવનું વા બંધ-મોક્ષના કારણકાર્યનું સ્વરૂપ ભાસે નહિ તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; વા જીવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માને, વા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૪૧ કુદેવાદિ પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે. વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે સ્વ-પરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આગ્નવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે. તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક આત્માનો જ વિચાર કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે, પણ ત્યાં જીવ-અજીવાદિના વિશેષો વા આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો ભ્રમ ઊપજે છે. એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યા નહિ. અને તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં જીવ-અજીવાદિ વા આગ્નવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, તથા એ શ્રદ્ધાન થતાં સમ્યકત્વી થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉધમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણમાં તો દેવાદિનું શ્રદ્ધાના વા સ્વ-પરનું શ્રદ્ધાન વા આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તો તુચ્છબુદ્ધિવાનને પણ ભાસે છે પણ અન્ય લક્ષણોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છબુદ્ધિવાનને ભાસતું નથી, માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા મિથ્યાષ્ટિને એ આભાસમાત્ર હોય છે ત્યાં તત્ત્વાર્થોનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીધ્ર કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીઘ કારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશનાં પણ કારણ થઈ જાય છે. તેથી અહીં સર્વપ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન તે જ સમ્યકત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એ પ્રમાણે લક્ષણનિર્દેશનું નિરૂપણ કર્યું. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દષ્ટિ જાણવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] Version 003: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ પ્રકાશક સમ્યક્ત્વના ભેદ હવે એ સમ્યક્ત્વના ભેદ દર્શાવીએ છીએ. પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ-વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે, તથા એ વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે, કારણ કે–અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિકનું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે તથા દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્વાન તે વ્યવહારસમ્યક્ત્વ છે. એ પ્રમાણે એક જ કાળમાં બંને સમ્યક્ત્વ હોય છે. તથા મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિકનું શ્રદ્ધાન આભાસમાત્ર હોય છે અને તેના શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તેને નિશ્ચયસમ્યક્ત્વ તો છે નહિ તથા વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસમાત્ર છે, કારણ કે તેને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશના અભાવને સાક્ષાત્ કારણ થયું નહિ અને કારણ થયા વિના તેમાં ઉપચાર પણ સંભવતો નથી. માટે સાક્ષાત્ કારણની અપેક્ષાએ તેને વ્યવહાર-સમ્યક્ત્વ પણ સંભવતું નથી. અથવા તેને દેવ-ગુરુ-ધર્માદિકનું શ્રદ્ધાન નિયમરૂપ હોય છે તે વિપરીતાભિનિવેશ-રહિત શ્રદ્ધાનને પરંપરા કારણભૂત છે, જોકે તે નિયમરૂપ કારણ નથી તોપણ મુખ્યપણે કારણ છે અને કારણમાં કાર્યનો ઉપચાર સંભવે છે તેથી મુખ્યરૂપ પરંપરા કારણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ વ્યવહારસમ્યકત્વ કહીએ છીએ. પ્રશ્ન:- કેટલાંક શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને વા તત્ત્વશ્રદ્ધાનને તો વ્યવહારસમ્યક્ત્વ કહ્યું છે તથા સ્વ-૫૨ના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને નિશ્ચય-સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે ? ઉત્તર:- દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે; જે પ્રવૃત્તિમાં અરહંતાદિને દેવાદિક માને અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહીએ છીએ. તથા તત્ત્વશ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા છે; જે જ્ઞાનમાં જીવાદિતત્ત્વોને વિચારે છે તેને તત્ત્વશ્રદ્ધાની કહીએ છીએ. એ પ્રમાણે ત્યાં મુખ્યતા હોય છે. એ બંને કોઈ જીવને તો સમ્યક્ત્વનાં કારણ થાય છે પરંતુ તેનો સદ્દભાવ મિથ્યાદષ્ટિને પણ સંભવે છે તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૪૩ તેને વ્યવહારસમ્યકત્વ કહ્યાં છે. વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશરહિતપણાની મુખ્યતા છે. અર્થાત્ જે સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે વા પોતાના આત્માને અનુભવે તેને મુખ્યપણે વિપરીતાભિનિવેશ હોય નહિ, તેથી ભેદવિજ્ઞાનીને વા આત્મજ્ઞાનીને સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. એ પ્રમાણે સ્વ-પરનું શ્રદ્ધાના વા આત્મશ્રદ્ધાન સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તેને નિશ્ચયસમ્યત્વ કહ્યું. આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે પણ તારતમ્યપણે એ ચારે લક્ષણ મિથ્યાષ્ટિને આભાસમાત્ર હોય છે તથા સમ્યગ્દષ્ટિને સાચાં હોય છે. ત્યાં આભાસમાત્ર છે તે તો નિયમરહિત સમ્યકત્વનાં પરંપરા કારણ છે તથા સાચાં છે તે નિયમરૂપ સાક્ષાત્ કારણ છે તેથી તેને વ્યવહારરૂપ કહીએ છીએ. એના નિમિત્તથી જે વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે નિશ્ચયસમ્યકત્વ છે, એમ જાણવું. પ્રશ્ન:- કેટલાંક શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે તે જ નિશ્ચયસમ્યકત્વ છે, અન્ય બધો વ્યવહાર છે –તે કેવી રીતે? ઉત્તર:- વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે. ત્યાં અભેદબુદ્ધિથી આત્મા અને સમ્યકત્વમાં ભિન્નતા નથી તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યકત્વ કહ્યું, અન્ય સર્વ સમ્યકત્વ તો નિમિત્તમાત્ર છે. અથવા ભેદકલ્પના કરતાં આત્મા અને સમ્યકત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કહ્યો છે, એમ જાણવું. આ પ્રકારે નિશ્ચયસમ્યકત્વ તથા વ્યવહારસમ્યકત્વ દ્વારા સમ્યત્વના બે ભેદ થાય છે. વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ આજ્ઞાસમ્યકત્વાદિ દશ ભેદ પણ કહ્યા છે, તે આત્માનુશાસનમાં કહ્યા છે. યથા आज्ञामार्गसमुद्भवमुपदेशात्सूत्रबीजसंक्षेपात्। विस्तारार्थाभ्यां भवमवगाढपरमावगाढे च।। ११।। અર્થ - જિનઆજ્ઞાથી તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે અજ્ઞાનસમ્યકત્વ છે. અહીં એટલું જાણવું કે મારે જિનઆજ્ઞા પ્રમાણ છે' એટલું જ શ્રદ્ધાન કાંઈ સમ્યકત્વ નથી, આજ્ઞા માનવી એ તો કારણભૂત છે તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે, માટે પ્રથમ જિનઆજ્ઞા માનવા પછી જે તત્ત્વશ્રદ્ધાન થયું તે આજ્ઞાસમ્યકત્વ છે. (૨) એ જ પ્રમાણે નિગ્રંથમાના અવલોકનથી જે તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે માર્ગસમ્યકત્વ છે. (૩) તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા સમ્યજ્ઞાન વડે અર્થાત્ આગમસમુદ્રમાં પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશદષ્ટિ તે ઉપદેશસમ્યકત્વ છે. (૪) મુનિજનોના આચરણવિધાનને પ્રતિપાદન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક કરતા એવા આચારસૂત્રોને સાંભળી જે શ્રદ્ધાન કરવું થાય તેને ભલા પ્રકારથી સૂત્રદષ્ટિ કહી છે, અને તે સૂત્રસમ્યક્ત્વ છે. (૫) બીજ જે ગણિતજ્ઞાનનું કારણ તેના વડે દર્શન-મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે જાણવાની ગતિ જેની એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ અર્થાત્ શ્રદ્ધારૂપ પરિણતિ જેને-એવા જે કરણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજષ્ટિ થાય છે બીજસમ્યક્ત્વ જાણવું (૬) પદાર્થોના સંક્ષેપપણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભલી સંક્ષેપષ્ટિ છે અને તેને સંક્ષેપસમ્યક્ત્વ જાણવું. (૭) દ્વાદશાંગવાણીને સાંભળી કરેલી જે રુચિ અર્થાત્ શ્રદ્ધાન તેને હું ભવ્ય! તું વિસ્તારદષ્ટિ જાણ, અને તે વિસ્તારસમ્યક્ત્વ છે. (૮) જૈનશાસ્ત્રોના વચન વિના કોઈ અર્થના નિમિત્તથી થયેલી જે અર્થદષ્ટિ, તેને અર્થ સમ્યક્ત્વ જાણવું. એ આઠ ભેદ તો કારણોની અપેક્ષાએ કર્યા છે તથા (૯) શ્રુતકેવળી જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ. (૧૦) કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને ૫૨માવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ. એ છેલ્લા બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કર્યા છે. એ પ્રમાણે સમ્યકત્વના દશા ભેદ કહ્યા. ત્યાં સર્વ ઠેકાણે સમ્યક્ત્વનું સ્વરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન જ જાણવું. વળી સમ્યક્ત્વના ત્રણ ભેદ પણ કર્યા છે–૧ ઔપમિક, ૨ ક્ષાયોપમિક અને ૩ ક્ષાયિક. એ ત્રણ ભેદ દર્શનમોહની અપેક્ષાએ કર્યા છે. તેમાં ઔપમિક સમ્યક્ત્વના બે ભેદ છે, એક પ્રથમોપશમસમ્યક્ત્વ તથા બીજું દ્વિતીયોપશમસમ્યક્ત્વ, ત્યાં મિથ્યાત્વગુણસ્થાનમાં કરણવડે દર્શનમોહને ઉપશમાવી જે સમ્યક્ત્વ ઉપજે તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહીએ છીએ. ત્યાં એટલું વિશેષ છે કે-અનાદિમિથ્યાદષ્ટિને તો એક મિથ્યાત્વપ્રકૃતિનો જ ઉપશમ હોય છે, કારણ કે–તેને મિશ્રમોહનીય તથા સમ્યક્ત્વમોહનીયની સત્તા નથી, પણ જ્યારે જીવ ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમોહનીયરૂપે વા સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમાવે છે, ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય છે, માટે અનાદિ મિથ્યાદષ્ટિને એક મિથ્યાત્વપ્રકૃતિની સત્તા છે, અને તેનો જ ઉપશમ થાય છે. વળી સાદિમિથ્યાદષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા તથા કોઈને એકની જ સત્તા છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તો ત્રણની સત્તા છે, તથા જેને મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની ઉઢેલના થઈ ગઈ હોય અર્થાત્ તેના ૫રમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયાં હોય તેને એક મિથ્યાત્વની જ સત્તા છે; માટે સાદિમિથ્યાદષ્ટિને ત્રણ પ્રકૃતિઓનો વા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૪૫ પ્રશ્ન:- ઉપશમ એટલે શું? ઉત્તરઃ- અનિવૃત્તિકરણમાં કરેલાં અંતરકરણવિધાનથી સમ્યકત્વના કાળમાં જે ઉદય આવવા યોગ્ય નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો, અર્થાત્ તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ-વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી શકે એવા કર્યા. એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે. એમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમોપશમસમ્યકત્વ છે તે ચતુર્થાદિથી માંડી સાતમા ગુણસ્થાન સુધી હોય છે. તથા પ્રથમ શ્રેણી સન્મુખ થતાં સાતમાં ગુણસ્થાનમાં ક્ષયોપશમસમ્યકત્વથી જે ઉપશમસમ્યકત્વ થાય તેનું નામ દ્વિતીયોપશમસમ્યકત્વ છે. અહીં કરણવડ ત્રણ જ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે. અહીં પણ અંતરકરણવિધાનથી વા ઉપશમવિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે એ જ ઉપશમ છે. તે આ દ્વિતીયોપશમસમ્યકત્વ સાતમા આદિથી માંડી અગીઆરમાં ગુણસ્થાન સુધી હોય છે તથા ત્યાંથી પડતાં કોઈને છઠ્ઠ, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ રહે છે એમ જાણવું. એમ ઉપશમસમ્યત્વે બે પ્રકારથી છે. એ સમ્યકત્વ વર્તમાનકાળમાં ક્ષાયિકવત્ નિર્મળ છે; તેને પ્રતિપક્ષીકર્મની સત્તા હોય છે તેથી આ સમ્યકત્વ અંતર્મુહૂર્તકાળમાત્ર રહે છે. પછી દર્શનમોહનો ઉદય આવે છે એમ જાણવું. એ પ્રમાણે ઉપશમસમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. તથા જ્યાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓમાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય. અન્ય બેનો ઉદય ન હોય, ત્યાં ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. ઉપશમસમ્યત્વનો કાળ પૂર્ણ થતાં આ સમ્યકત્વ હોય છે અથવા સાદિમિથ્યાષ્ટિને મિથ્યાત્વગુણસ્થાનથી વા મિશ્ર ગુણસ્થાનથી પણ આની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન:- ક્ષયોપશમ એટલે શું? ઉત્તરઃ- દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વનો અનુભાગ છે તેના અનંતમાં ભાગે મિશ્રમોહનીયનો છે, તેના અનંતમા ભાગે સમ્યકત્વમોહનીયનો અનુભાગ છે, તેમાં સમ્યત્વમોહનીયપ્રકૃતિ દેશઘાતિ છે, તેનો ઉદય હોવા છતાં પણ સમ્યકત્વનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક ઘાત થતો નથી, કિંચિત્ મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરી શકે, તેનું જ નામ દેશઘાતિ છે. હવે જ્યાં મિથ્યાત્વ વા સમ્યકમિથ્યાત્વના વર્તમાનકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય એ તો ક્ષય જાણવો તથા તેના જ ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોની સત્તા હોય તે જ ઉપશમ છે અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય વર્તે છે, એવી દશા જ્યાં હોય તે ક્ષયોપશમ છે; તેથી સમળતત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે ક્ષયોપશમસમ્યક્ત્વ છે. અહીં જે મળ લાગે છે તેનું તારતમ્ય સ્વરૂપ તો કેવળજ્ઞાની જાણે છે. ઉદાહરણ દર્શાવવા અર્થ ચલ, મલિન અને અગાઢપણું કહ્યું છે. ત્યાં વ્યવહારમાત્ર દેવાદિકની પ્રતીતિ તો હોય પરંતુ અ૨હંતદેવાદિમાં ‘ આ મારા છે, આ અન્યના છે' –ઇત્યાદિ ભાવ તે ચલપણું છે, શંકાદિ મળ લાગે તે મલિનપણું છે તથા આ ‘શાંતિનાથ શાંતિના કર્તા છે' ઇત્યાદિ ભાવ તે અગાઢપણું છે. એવા ઉદાહરણ વ્યવહારમાત્ર દર્શાવ્યાં છે, પરંતુ નિયમરૂપ નથી. ક્ષયોપશમસમ્યક્ત્વમાં જે નિયમરૂપ કોઈ મળ લાગે છે તે તો કેવળજ્ઞાની જાણે છે, આટલું સમજવું કે–તેને તત્ત્વાર્થશ્રદ્ધાનમાં કોઈ પ્રકારથી સમળપણું હોય છે તેથી એ સમ્યક્ત્વ નિર્મળ નથી. આ ક્ષયોપશમસમ્યક્ત્વનો એક જ પ્રકાર છે, એમાં કોઈ ભેદ નથી. વિશેષ એટલું છે કે-ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતાં અંતર્મુહૂર્તકાળમાત્ર જ્યાં મિથ્યાત્વપ્રકૃતિનો ક્ષય કરે છે ત્યાં બે જ પ્રકૃતિઓની સત્તા રહે છે, પછી મિશ્રમોહનીયનો પણ ક્ષય કરે છે ત્યાં એક સમ્યક્ત્વમોહનીયની જ સત્તા રહે છે, ત્યારપછી સમ્યક્ત્વ-મોહનીયની કાંડકઘાતાદિક્રિયા કરતો નથી ત્યાં તે કૃતકૃત્ય વેદકસમ્યગ્દષ્ટિ નામ પામે છે, –એમ જાણવું. એ ક્ષયોપશમસમ્યક્ત્વનું જ નામ વેદકસમ્યકત્વ છે. જ્યાં મિથ્યાત્વમિશ્રમોહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં ક્ષયોપશમ નામ પામે છે તથા જ્યાં સમ્યક્ત્વમોહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં વેદક નામ પામે છે પણ એ કહેવામાત્ર બે નામ છે, સ્વરૂપમાં ભેદ નથી. તથા આ ક્ષયોપશમસમ્યક્ત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે. પ્રમાણે ક્ષયોપશમસમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું. વળી એ ત્રણે પ્રકૃતિઓના સર્વ નિષેકોનો સર્વથા નાશ થતાં જે અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિકસમ્યક્ત્વ છે. તે ચતુર્થાદિ ચાર ગુણસ્થાનોમાં કોઈ ઠેકાણે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને તેની પ્રાપ્તિ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૪૭ કેવી રીતે થાય છે તે અહીં કહીએ છીએ-પ્રથમ ત્રણ કરણવડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમોહનીયરૂપે વા સમ્યકત્વમોહનીયરૂપે પરિણમાવે અથવા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે, તથા મિશ્રમોનીયના પરમાણુઓને સમ્યકત્વમોહનીયરૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિશ્રમોહનીયનો નાશ કરે. વળી સમ્યકત્વમોહનીયના નિષેકો ઉદયમાં આવી ખરી જાય, જો તેની સ્થિતિ આદિ ઘણી હોય તો તેને સ્થિતિકાંડકાદિક વડે ઘટાડે, જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ રહે ત્યારે તે કૃતકૃત્ય વેદકસમ્યગ્દષ્ટિ થાય છે, અને અનુક્રમથી એ નિષેકોનો નાશ કરી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થાય છે. પ્રતિપક્ષીકર્મના અભાવથી આ સમ્યકત્વ નિર્મળ છે વા મિથ્યાત્વરૂપી રંજનાના અભાવથી વીતરાગ છે. વળી એનો નાશ થતો નથી પણ જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી સિદ્ધ અવસ્થા સુધી તેનો સદ્દભાવ રહે છે. એ પ્રમાણે ક્ષાયિકસમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે સમ્યકત્વના ત્રણ ભેદો છે. વળી અનંતાનુબંધી કષાયની સમ્યકત્વ થતાં બે અવસ્થાઓ થાય છે-કાં તો અપ્રશસ્ત ઉપશમ થાય છે અગર વિસંયોજન થાય છે. ત્યાં જે કરણવડે ઉપશમવિધાનથી ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. હવે અનંતાનુબંધીનો પ્રશસ્ત ઉપશમ તો થાય જ નહિ પણ મોહનીયની અન્ય પ્રકૃતિઓનો થાય છે. અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ થાય છે. વળી જે ત્રણ કરણવડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. તેમાં પ્રથમોપશમસમ્યકત્વમાં તો અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ જ છે તથા દ્વિતીયોપશમસમ્યકત્વની પ્રાપ્તિ તો પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજના થયા પછી જ થાય એવો નિયમ કોઈ આચાર્ય લખે છે અને કોઈ નથી લખતા. બીજું ક્ષયોપશમ-સમ્યકત્વમાં કોઈ જીવને અપ્રશસ્ત ઉપશમ થાય છે વા કોઈને વિસંયોજન થાય છે, તથા ક્ષાયિકસમ્યકત્વ છે તે પહેલાં અનંતાનુબંધીનું વિસંયોજન થયા પછી જ થાય છે એમ જાણવું. અહીં આટલું વિશેષ કે ઉપશમ અને ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને તો અનંતાનુબંધીના વિસંયોજનથી સત્તાનો નાશ થયો હતો પણ જો તે ફરીને મિથ્યાત્વમાં આવે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક અનંતાનુબંધીનો બંધ કરે ત્યાં ફરીથી તેની સત્તાનો સદ્ભાવ થાય છે, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વમાં આવતો જ નથી તેથી તેને અનંતાનુબંધીની સત્તા કદી પણ હોતી નથી. પ્રશ્ન:- અનંતાનુબંધી તો ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે, તે ચારિત્રનો ઘાત કરે; પણ એ વડે સમ્યકત્વનો ઘાત કેવી રીતે સંભવે? ઉત્તર:- અનંતાનુબંધીના ઉદયથી ક્રોધાદિરૂપ પરિણામ થાય છે પણ કાંઈ અતત્ત્વશ્રદ્ધાન થતું નથી, માટે અનંતાનુબંધી ચારિત્રનો જ ઘાત કરે છે પણ સમ્યકત્વને ઘાતતી નથી; પરમાર્થથી તો એમ જ છે, પરંતુ અનંતાનુબંધીના ઉદયથી જેવા ક્રોધાદિક થાય છે તેવા ક્રોધાદિક સમ્યકત્વના સદ્દભાવમાં થતા નથી એવું તેમાં નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. જેમ-ત્રપણાની ઘાતક તો સ્થાવરપ્રકૃતિ જ છે પરંતુ ત્રસપણાના અભાવમાં એકેન્દ્રિયજાતિ પ્રકૃતિનો પણ ઉદય થતો નથી તેથી ઉપચારથી એકેન્દ્રિયપ્રકૃતિને પણ ત્રપણાની ઘાતક કહીએ તો ત્યાં દોષ નથી; તેમ સમ્યકત્વનો ઘાતક તો દર્શનમોહ છે, પરંતુ સમ્યકત્વના સદ્દભાવમાં અનંતાનુબંધી કષાયોનો પણ ઉદય થતો નથી તેથી ઉપચારથી અનંતાનુબંધીને પણ સમ્યકત્વનું ઘાતકપણું કહીએ તો દોષ નથી. પ્રશ્ન:- જો અનંતાનુબંધી પણ ચારિત્રને જ ઘાતે છે તો તેનો અભાવ થતાં કંઈક ચારિત્ર થયું કહો, પણ અસંયતગુણસ્થાનમાં અસંયમ શા માટે કહો છો? ઉત્તર- અનંતાનુબંધી આદિ ભેદ છે તે કષાયોની તીવ્ર-મંદતાની અપેક્ષાએ નથી, કારણ કે-મિથ્યાષ્ટિને તીવ્રકષાય થતાં વા મંદકષાય થતાં પણ અનંતાનુબંધી આદિ ચારે કષાયોનો ઉદય યુગપતું હોય છે, અને ત્યાં ચારેયના ઉત્કૃષ્ટ સ્પર્ધક સમાન કહ્યા છે. એટલું વિશેષ છે કે-અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણાદિ જેવો તીવ્ર ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણની સાથે પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો જેવો ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા પ્રત્યાખ્યાનની સાથે જેવો સંજ્વલનનો ઉદય હોય છે તેવો એકલા સંજ્વલનનો ઉદય હોતો નથી, માટે અનંતાનુબંધી ગયા પછી કંઈક કષાયોની મંદતા તો થાય છે પરંતુ એવી મંદતા થતી નથી કે જેથી કોઇ ચારિત્ર નામ પામે, કારણ કે કષાયોનાં અસંખ્યાત લોકપ્રમાણ સ્થાન છે, તેમાં સર્વત્ર પૂર્વસ્થાનથી ઉત્તરસ્થાનમાં મંદતા હોય છે પરંતુ વ્યવહારથી તે સ્થાનોમાં ત્રણ મર્યાદા કરી; પ્રથમનાં ઘણાં સ્થાન તો અસંયમરૂપ કહ્યાં, પછી કેટલાંક દેશસંયમરૂપ કહ્યાં અને પછી કેટલાંક સકળસંયમરૂપ કહ્યાં; તેમાં પ્રથમ ગુણસ્થાનથી માંડી ચોથા ગુણસ્થાન સુધી કષાયનાં જે સ્થાન હોય છે તે બધાં અસંયમના જ હોય છે તેથી ત્યાં કષાયોની મંદતા હોવા છતાં પણ ચારિત્ર નામ પામતાં નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકા૨ [ ૩૪૯ જોકે ૫૨માર્થથી કષાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તોપણ વ્યવહારથી જ્યાં કષાયોનું એવું ઘટવું થાય કે જેથી શ્રાવકધર્મ વા મુનિધર્મનો અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે છે. હવે અસંયતગુણસ્થાનમાં એવા કષાય ઘટતાં નથી તેથી ત્યાં અસંયમ કહ્યો છે. વળી કષાયોની અધિકતા-હીનતા હોવા છતાં પણ જેમ પ્રમત્તાદિ ગુણસ્થાનોમાં સર્વત્ર સકળસંયમ જ નામ પામે છે તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે પણ સર્વ ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી. પ્રશ્ન:- જો અનંતાનુબંધીપ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ઉદય થતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે? ઉત્ત૨:- જેમ કોઈ મનુષ્યને મનુષ્યપર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્રરોગ પ્રગટ થયો હોય તેને મનુષ્યપર્યાય છોડવાવાળો કહીએ છીએ પણ મનુષ્યપણું દૂર થતાં દેવાદિ-પર્યાય થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી, અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે; તેમ સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય તેને સમ્યક્ત્વનો વિરાધક સાસાદની કહ્યો, પણ સમ્યક્ત્વનો અભાવ થતાં મિથ્યાત્વ થાય છે તે અભાવ તો આ સાસાદનમાં થયો નથી, અહીં તો ઉપશમસમ્યક્ત્વનો જ કાળ છે –એમ જાણવું. એ પ્રમાણે સમ્યક્ત્વના સદ્દભાવમાં અનંતાનુબંધી ચોકડીની અવસ્થા થાય છે માટે સાત પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કહીએ છીએ. પ્રશ્ન:- તો સમ્યક્ત્વમાર્ગણાના છ ભેદ કર્યા તે કેવી રીતે? ઉત્તર:- સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, પરંતુ સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ, એ બંનેનો મિશ્રભાવ તે મિશ્ર, તથા સમ્યક્ત્વનો ઘાતકભાવ તે સાસાદન. એ પ્રમાણે સમ્યક્ત્વમાર્ગણાથી જીવનો વિચાર કરતાં છ ભેદ કહ્યા છે. અહીં કોઈ કહે કે–‘સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વસમ્યક્ત્વ કહેવાય ’ એમ કહેવું એ તો અસત્ય છે, કારણ કે-અભવ્યને પણ તેનો સદ્ભાવ હોય છે. વળી મિથ્યાત્વસમ્યકત્વ કહેવું એ જ અશુદ્ધ છે. જેમ સંયમમાર્ગણામાં અસંયમ કહ્યા છે તથા ભવ્યમાર્ગણામાં અભવ્ય કહ્યા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્ત્વ-માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે, પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ ન સમજવો. સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરતાં કેટલાક જીવોને સમ્યક્ત્વના અભાવથી મિથ્યાત્વ હોય છે એવો અર્થ પ્રગટ કરવા અર્થે સમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. એ જ પ્રમાણે સાસાદન અને મિશ્ર પણ સમ્યક્ત્વના ભેદ નથી, સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, એમ સમજવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક અહીં કર્મના ઉપશમાદિકથી ઉપશમાદિસમ્યકત્વ કહ્યાં પણ કર્મનાં ઉપશમાદિક કાંઈ આનાં કર્યા થતાં નથી, માટે આ જીવ તો તત્ત્વશ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે અને તેના નિમિત્તથી કર્મનાં ઉપશમાદિક તો સ્વયમેવ થાય છે ત્યારે તેને તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, એમ સમજવું. એ પ્રકારથી સમ્યકત્વના ભેદ જાણવા. એ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહ્યું. હવે સમ્યગ્દર્શનના આઠ અંગ કહીએ છીએ. સમ્યગ્દર્શનનાં આઠ અંગ નિઃશંકિતત્વ, નિઃકાંક્ષિતત્વ, નિઃવિચિકિત્સત્વ, અમૂઢદષ્ટિત, ઉપવૃંહણ, સ્થિતિકરણ, પ્રભાવના અને વાત્સલ્ય-એ સમ્યકત્વનાં આઠ અંગ છે. ૧-ભયનો અભાવ અથવા તત્ત્વોમાં સંશયનો અભાવ તે નિઃશંક્તિત્વ છે. ર-પદ્રવ્ય આદિમાં રાગરૂપ વાંછાનો અભાવ તે નિઃકાંક્ષિતત્વ છે. ૩-પરદ્રવ્ય આદિમાં દ્વષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. ૪તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢદષ્ઠિત્વ છે. પ-આત્મધર્મ વા જિનધર્મને વધારવો તેનું નામ ઉપબૃહણ છે, તથા એ જ અંગનું નામ ઉપગૂહન પણ કહીએ છીએ, ત્યાં ધર્માત્મા જીવોના દોષને ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ સમજવો. ૬-પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરનું સ્થાપન કરવો તે સ્થિતિકરણ અંગ છે. ૭-પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાભ્ય પ્રગટ કરવું, તે પ્રભાવના છે. ૮-પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મા જીવોમાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે. એ પ્રમાણે આઠ અંગ જાણવાં. જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગ છે તેમ આ પણ સમ્યકત્વનાં અંગ છે. પ્રશ્ન:- કેટલાક સમ્યગ્દષ્ટિ જીવોને પણ ભય, ઇચ્છા અને ગ્લાનિ આદિ હોય છે તથા કોઈ મિથ્યાદષ્ટિને તે નથી હોતાં, તેથી એ નિઃશંકિતાદિને સમ્યકત્વનાં અંગ કેમ કહો છો? ઉત્તર:- જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેમને હાથ-પગ આદિ કોઈ અંગ હોતાં નથી છતાં તેને મનુષ્ય-શરીર તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી; તેમ સમ્યકત્વના નિઃશંકિતાદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ સમ્યગ્દષ્ટિ એવા પણ હોય છે કે જેમને નિઃશંકિતત્વાદિમાંનાં કોઈ અંગ ન હોય છતાં તેમને સમ્યકત્વ તો કહેવામાં આવે છે. પરંતુ એ અંગો વિના તે સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. વળી જેમ વાંદરાને પણ હાથ-પગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર ૩૫૧ હોય છે તેવાં હોતાં નથી; તેમ મિથ્યાષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી. સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ તથા સમ્યકત્વમાં પચીસ મળ કહે છે-શંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છે અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે છે પણ સમ્યકત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યકત્વ મલિન જ થાય છે -એમ સમજવું. વળી....... એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્રમાં “મોક્ષમાર્ગનું સ્વરૂપ” એ નામનો નવમો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પંડિત પ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી અર્થાત્ આધ્યાત્મિક પ્રશ્નોત્તર-પત્રિકા ભૂમિકા सर्वमंगलनिधौ हृदि यस्मिन् सङ्गते निरुपमं सुखमेति। मुक्तिशर्म च वशीभवति द्राक् तं बुद्धा भजत शांतरसेन्द्रम्।। અર્થ:- હે બુદ્ધિમાન પુરુષો! જે અનુભવ હૃદયમાં પ્રાપ્ત થવાથી અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે અને મુક્તિલક્ષ્મી શીઘ્ર વશમાં આવે છે તે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. કોઈપણ વિદ્યાને શીખી જે પોતાના પ્રત્યેક સાધારણ યા વિશેષ કાર્યોમાં તેનો નિરંતર ઉપયોગ કરતો રહે છે અથવા તો વ્યાવહારિક કાર્યોમાં જેમની વિદ્યાની ઝળક ઝળકે છે તે જ સપુરુષો વાસ્તવ અને આદર્શ વિદ્વાન કહેવાય છે. જેઓએ પોતાના સતત પ્રયત્નો દ્વારા આત્માની અનંત શક્તિઓનું ઉદ્ઘાટન કરીને શાન્તિ-સુખનું તત્ત્વ નિચોવ્યું છે, જેઓએ આત્માનાં ગૂઢ રહસ્યોનો તાગ લીધો છે અને તેને હંમેશાં સાંભળવામાં તથા શંકાઓના સમાધાન કરવામાં પોતાના સમયનો સદવ્યય કર્યો છે તેવા આદર્શ વિદ્વાનો પાસે, જેમ મંત્રવેત્તાના આહાન પર દેવતા ઉપસ્થિત થાય છે તેમ, પ્રત્યેક દેશના મહાન પુરુષો હાથ જોડી ખડા રહે છે. આવા આદર્શ વિદ્વાનોમાં પંડિતપ્રવર ટોડરમલજી પણ આદર્શ વિદ્વાન થઈ ગયા છે. તેઓ અધ્યાત્મરસના રસિક અને જ્ઞાની હતા. જેમણે ગોમટસાર, લબ્ધિસાર, સમયસાર, પ્રવચનસાર, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, આત્માનુશાસન આદિ પૂર્ણ પાંડિત્યપ્રદર્શક મહાન ગ્રંથોની ટીકાઓનું અવલોકન કર્યું છે તેમનાથી તેમની વિદ્વત્તા છાની નથી. આજે તેમના બનાવેલા મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથનો જૈનસમાજમાં બહુ પ્રચાર છે. જૈનધર્મનો થોડો પણ મર્મ સમજનાર પ્રત્યેક જિજ્ઞાસુ તેમના બનાવેલા મોક્ષમાર્ગપ્રકાશકનું નિત્ય અધ્યયન કરીને તેમાંથી પોતાના આત્માને મળતા શાન્તરસના આસ્વાદનથી પોતાને કૃતકૃત્ય માની સહસ્રમુખે ૫. ટોડરમલજીની પ્રશંસા કરવામાં પોતાનું સૌભાગ્ય સમજે છે. યથાર્થપણે તેમનું નામ આચાર્યોની શ્રેણીમાં લખવા યોગ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૫૩ તેવા પંડિતપ્રવરના આ અધ્યાત્મના ગૂઢ રહસ્યોથી પૂર્ણ ચિઠ્ઠીને અમે નાનું સરખું શાસ્ત્ર પણ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી. તે એક પ્રાચીન ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે; તે તેમણે પોતાના મુલતાન નિવાસી શિષ્યોના પ્રશ્નોના ઉત્તરરૂપે લખી છે. પંડિત ટોડરમલજીએ તે પ્રશ્નોના ઉત્તરો કેટલી ખૂબીથી આપ્યા છે તે વિષયમાં અમારે કાંઈ કહેવાની આવશ્યકતા નથી; કારણ કે તે તો પાઠકોની સમક્ષ જ છે. પરંતુ આ આપણા પૂર્વ વિદ્વાન અધ્યાત્મરસના રસિક હોવા છતાં પણ વ્યવહારમાં કેટલા દક્ષ હતા તે આ ચિઠ્ઠીના શીર્ષક વ્યવહારથી જ્ઞાત થાય છે. દેટલા “તમને સહજાનંદની પ્રાપ્તિ હો’ –કેવું શિષ્ટાચારપૂર્ણ આધ્યાત્મિક આનંદદાયક વાકય છે! પાઠકગણ પોતે જ આ વાકયપર થોડો પણ વિચાર કરે તો માલમ પડશે કે ૨ મહત્વપૂર્ણ છે! એ પ્રમાણે ચિઠ્ઠીના સંપૂર્ણ વાકયોમાં અનુભવની ઝલક દેખાઈ આવે છે. જોકે વર્તમાન શૈલીની હિન્દી ભાષામાં તેને પ્રકાશિત કરવાથી તેના વિષયો જનસાધારણને વિશેષ સુંદરતાથી સમજી શકાત પરંતુ જૈનસમાજના એક પ્રસિદ્ધ વિદ્વાનની કીર્તિરક્ષા તથા જે ભાવ વા આનંદ તેમની ભાષામાં વાંચવાથી આવે તે નવીન ભાષામાં ઉતારવાથી આવે કે કેમ તે સંદેહ છે, એમ વિચારી શ્રી છોટાલાલ જૈને તેમની જ ભાષામાં તે પ્રગટ કરેલ છે. આ જૂની હિન્દી ભાષાને નહિ સમજનાર ગુજરાત-સૌરાષ્ટ્રના જૈન સમાજને તે આધ્યાત્મિક ચિઠ્ઠીના મધુરરસનું આસ્વાદન કરાવવાને યથામતિ, તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે. પરંતુ મૂળ વિષયની ભાષા અને આશયને વળગી રહેવા માટે રાજકોટનિવાસી ધર્મસ્નેહી ભાઈશ્રી રામજીભાઈ માણેકચંદ વકીલે મારા ભાષાંતરમાં યોગ્ય ફેરફાર કર્યો છે તે જાણી આનંદ થાય છે. આ ભાષાંતરમાં કાંઈ સ્કૂલના રહી હોય તે મૂળ સંપાદકની અને વાચકોની ક્ષમા યાચી તથા ભૂલો સૂચવવા વિનંતી કરી વિરમું છું. -અનુવાદક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પંડિતપ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી સિદ્ધ શ્રી મુલતાન નગર મહાશુભસ્થાનવિષે સ્વધર્મી ભાઈ અનેક ઉપમાયોગ્ય અધ્યાત્મરસરોચક ભાઈશ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધારથદાસજી આદિ સર્વ સ્વધર્મી યોગ્ય. લિ. ટોડરમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. અહીં યથાસંભવ આનંદ છે. તમને ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામસિંઘજી ભવાનીદાસજીને આવ્યો હતો. તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. ભાઈશ્રી ! આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. એ જ વાત કહે છે तत्प्रति प्रीतिचितेन, येन वार्त्तापि हि श्रुता। निश्चितं सः भवेदव्यो, भाविनिर्वाणभाजनम्।। पद्मनन्दिपंचविंशतिका (एकत्वशीतिः २३) અર્થ:- જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્યપુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાત્ તે જરૂર મોક્ષમાં જાય છે. ભાઈશ્રી! તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચાગર્ભિત પત્ર તે શીધ્ર શીધ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે, અને નિરંતર સ્વરૂપાનુભવનો અભ્યાસ રાખશોજી. શ્રીરસ્તુ. હવે, સ્વાનુભવદશા વિષે પ્રત્યક્ષ-પરોક્ષાદિક પ્રશ્નોના ઉત્તર સ્વ-બુદ્ધિ અનુસાર લખું છું તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ, જાણવા અર્થે લખું છું : જીવ [ નામનો ચેતન] પદાર્થ અનાદિ [ કાળ] થી મિથ્યાદષ્ટિ છે; ત્યાં સ્વ-પરના યથાર્થરૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શન-મોહના ઉપશમ-ક્ષય-ક્ષયોપશમથી સ્વ-પરના યથાર્થશ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી [ ૩૫૫ તે જીવ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ-પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે. વળી જો સ્વ-૫૨નું શ્રદ્ધાન નથી અને જૈનમતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા સાત તત્ત્વોને માને છે, અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માનતો નથી તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વવડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ-૫૨ ભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. વળી એવા સમ્યક્ત્વી થતાંની સાથે, જે જ્ઞાન [પૂર્વે] પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ, કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન થયું. સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. એ [સમ્યગ્દષ્ટિ ] જો કદાચિત્ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવ૨ણનિત ઔયિક અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યજ્ઞાન જ છે, કેમકે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યજ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (–વાદળ ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિ-શ્રુતરૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ થાય છે, તેથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે. વળી એ સમ્યગ્દષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય-કષાયાદિરૂપ વા પૂજા-દાન-શાસ્ત્રાભ્યાસાદિકરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પરૂપ જાણવા. પ્રશ્ન:- જ્યાં શુભ-અશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય ? સમાધાનઃ- જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ-વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ મારું કામ નથી.' એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે; પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચો૨ જ કહેવાય; તેને કર્મોદય-જનિત શુભાશુભરૂપ કાર્યનો કર્તા થઈ તદ્રુપ પરિણમે, તોપણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ કાર્ય મારાં નથી.' જો દેહાશ્રિત વ્રતસંયમને પણ પોતાનાં માને (અર્થાત્ પોતાને તેનો કર્તા માને) તો તે મિથ્યાદષ્ટિ થાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક હવે સવિકલ્પદ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ: તે સમ્યગ્દષ્ટિ કદાચિત્ સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે ત્યાં પ્રથમ સ્વ-પરનું ભેદવિજ્ઞાન (વિવેક ) કરે; નોકર્મ, ભાવકર્મરહિત કેવળ ચૈતન્યચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પ૨નો વિચાર પણ છૂટી જાય, અને કેવલ સ્વાત્મવિચાર જ રહે છે; ત્યાં નિજસ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું,' ઇત્યાદિ વિચાર થતાં સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ (ઉલ્લસિત ) થાય છે, ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, કેવલ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે; ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે છે. દર્શન-જ્ઞાનાદિકના વા નય-પ્રમાણાદિકના વિચાર (વિકલ્પ ) પણ વિલય થઈ જાય. સવિકલ્પ વડે જે ચૈતન્યસ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા-ધ્યેયપણું દૂર થઈ જાય. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છેઃ तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण । णो आराहणसमये पच्चक्खो अणुहवो जह्मा । । २६६ ।। અર્થ:- તત્ત્વના અવલોકન (અન્વેષણ ) સમયે અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નયપ્રમાણવડે પહેલાં જાણે, પછી આરાધન સમય જે અનુભવકાળ છે તેમાં નય-પ્રમાણ છે નહિ, કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે. જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું; કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે, જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્ય ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી.-એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. એવું વર્ણન સમયસારની ટીકા-આત્મખ્યાતિમાં છે તથા આત્મઅવલોકનાદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇંદ્રિયોનો ધર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી [ ૩૫૭ તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણે, તે અહીં નથી અને મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇંદ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ. વળી આ સ્વાનુભવને મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ કેમકે આ અનુભવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી. મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય તથા મનના અવલંબન વિના હોતું નથી પણ અહીં ઇન્દ્રિયનો તો અભાવ જ છે, કારણ કે ઇન્દ્રિયનો વિષય મૂર્તિક પદાર્થ જ છે. વળી અહીં મનશાન છે, કારણ મનનો વિષય અમૂર્તિક પદાર્થ પણ છે, તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિન્તાનો વિરોધ કરે છે તેથી તેને મન દ્વારા થયું એમ કહીએ છીએ, “વાવિન્તનિરોધો ધ્યાનમ્' (મોક્ષશાસ્ત્ર અ. ૮, સૂત્ર ર૭) એવું ધ્યાનનું પણ લક્ષણ એવી અનુભવદશામાં સંભવે છે. વળી સમયસાર-નાટકના કવિતમાં કહ્યું છે કે वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम। रस स्वादत सुख ऊपजै, अनुभव याकौ नाम।। એ પ્રમાણે મન વિના જુદા જ પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી, તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ, તેથી તેને અતીન્દ્રિય કહેવામાં અને મનજનિત કહેવામાં કાંઈ વિરોધ નથી; વિવક્ષાભેદ છે. વળી તમે લખ્યું કે “આત્મા અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિયવડે જ ગ્રાહ્ય થઈ શકે', તો ભાઈશ્રી ! મન અમૂર્તિક (પદાર્થ)ને પણ ગ્રહણ કરે છે કારણ કે મતિ-શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કહ્યાં છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું કે मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु।। १-२६ ।। વળી તમે પ્રત્યક્ષ-પરોક્ષનો પ્રશ્ન લખ્યો. પણ ભાઈશ્રી ! સમ્યકત્વમાં તો પ્રત્યક્ષ-પરોક્ષના ભેદ નથી. ચોથા ગુણસ્થાને સિદ્ધ સમાન ક્ષાયિકસમ્યકત્વ થઈ જાય છે, તેથી સમ્યકત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાનરૂપ જ છે તે (જીવ) શુભ-અશુભ કાર્ય કરતો પણ રહે છે. (તેથી કાંઈ યથાર્થ પદાર્થશ્રદ્ધાન ન હોય એમ હોતું નથી;) તેથી તમે જે લખ્યું હતું કે “નિશ્ચયસમ્યકત્વ પ્રત્યક્ષ છે અને વ્યવહારસમ્યકત્વ પરોક્ષ છે,' તે એમ નથી. સમ્યકત્વના તો ત્રણ ભેદ છે. તેમાં ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વ તો નિર્મળ છે કેમકે તે મિથ્યાત્વના ઉદય રહિત છે, તથા ક્ષયોપશમસમ્યકત્વ સમળ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક કેમકે સમ્યકત્વમોહનીયના ઉદય સહિત છે, પણ આ સમ્યકત્વમાં પ્રત્યક્ષ-પરોક્ષના કોઈ ભેદ તો છે નહિ. શુભાશુભરૂપ પ્રવર્તતા વા સ્વાનુભવરૂપ પ્રવર્તતા ક્ષાયિક સમ્યકત્વને સમ્યકત્વગુણ તો સમાન જ છે, તેથી સમ્યકત્વના તો પ્રત્યક્ષ-પરોક્ષ ભેદ ન માનવા. પણ પ્રમાણના પ્રત્યક્ષ-પરોક્ષરૂપ બે ભેદ છે. તે પ્રમાણ સમ્યજ્ઞાન છે, તેથી મતિજ્ઞાનશ્રુતજ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે; અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. યથા :- “ ગદ્ય પરોક્ષ, પ્રત્યક્ષ ન્ય” (તત્ત્વાર્થ સૂત્ર 1. ૨, સૂ. ૧૨–૨૨) એવું સૂત્રનું વચન છે. તેમ જ તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ-પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે:- “સ્પષ્ટપ્રતિમાસાત્મષ્ઠ પ્રત્યક્ષ સ્પષ્ટ પરોક્ષ...” જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળરૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે; ત્યાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના વિષય તો ઘણા છે પરંતુ એક પણ શેયને સંપૂર્ણ જાણી શકતાં નથી તેથી તે પરોક્ષ છે. અવધિ-મન:પર્યયજ્ઞાનનો વિષય થોડો છે તથાપિ તે પોતાના વિષયને સ્પષ્ટ સારી રીતે જાણે છે તેથી તે એકદેશપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન સર્વ જ્ઞયને પોતે સ્પષ્ટ જાણે છે તેથી સર્વપ્રત્યક્ષ છે. વળી પ્રત્યક્ષના બે ભેદ છે–એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજો સાંવ્યવહારિક પ્રત્યક્ષ. અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે જ તેથી પરમાર્થિક પ્રત્યક્ષ છે, અને નેત્રાદિવડે વર્ણાદિને જાણે છે, ત્યાં વ્યવહારથી એવું કહેવામાં આવે છે કે “તેણે વર્ણાદિક પ્રત્યક્ષ જાણ્યા,” એકદેશ નિર્મળતા પણ હોય છે તેથી તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે; પરંતુ જો એક વસ્તુમાં અનેક મિશ્ર વર્ણ છે તે નેત્ર દ્વારા સારી રીતે ગ્રહ્યા જાતા નથી તેથી તેને પરમાર્થ પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી. વળી પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છે – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. તેનું સ્વરૂપ – ૧. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે, ૨. દાંતવડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહે છે, ૩. હેતુના વિચાયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે, ૪. હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અનુમાન કહે છે, તથા ૫. આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહે છે. એ પ્રમાણે પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણના ભેદ કહ્યા છે. ત્યાં આ સ્વાનુભવદશામાં આત્માને જાણીએ તે શ્રુતજ્ઞાનવડે જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ છે, તે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પરોક્ષ કહેલ છે તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. વળી અવધિ-મન:પર્યયનો વિષય રૂપી પદાર્થો જ છે; તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી [ ૩૫૯ કેવળજ્ઞાન છદ્મસ્થને છે નહિ, તેથી અનુભવમાં કેવળજ્ઞાન વા અવધિ-મન:પર્યયવડે આત્માનું જાણવું નથી. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી. તથા જેમ નેત્રાદિવડે વર્ણાદિક જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતાસહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી તેથી સાંવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. અહીં તો આગમ-અનુમાનાદિક પરોક્ષ જ્ઞાનવર્ડ આત્માનો અનુભવ હોય છે. જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ પરોક્ષપ્રમાણ કહીએ, અથવા “હું આત્મા જ છું કેમકે મારામાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે, જેમ કેઃ- સિદ્ધાદિક. વળી જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન પણ નહિ જેમ કે :મૃતક લેવાદિક.” એ પ્રમાણે અનુમાનવડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મન્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષપ્રમાણ કહીએ, અથવા આગમ-અનુમાનાદિવડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મન્ન કરે છે તેથી તેને સ્મૃતિ કહીએ, ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ–પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે, ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, પરિણામ મગ્ન થતાં કંઈ વિશેષ જાણપણું હોતું નથી. થાય? પ્રશ્ન:- જો સવિકલ્પ-નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ સમાધાનઃ- સવિકલ્પદશામાં જ્ઞાન અનેક શેયોને જાણવારૂપે પ્રવર્તતું હતું, નિર્વિકલ્પદશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, એક તો એ વિશેષતા છે; બીજી એ વિશેષતા છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્યરૂપ થઈ પ્રવર્ત્ય, બીજી એ વિશેષતા થઈ. એવી વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. તેથી એ આનંદને અતીન્દ્રિય કહે છે. પ્રશ્ન:- અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ કહ્યું છે કે :- “ પથ્થો અખુદવો ખન્ના” તે કેમ છે? k સમાધાનઃ- અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦ ] મોક્ષમાર્ગ પ્રકાશક સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ–અનુમાનાદિક પરોક્ષ પ્રમાણાદિવડે જણાતો નથી. પોતે જ અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરનાં આકારાદિ તો પરોક્ષ છે, પણ જીભવડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે, એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે, જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે-એમ જાણવું. અથવા જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકોમાં કહીએ છીએ કે-“અમે સ્વપ્નામાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો;” ત્યાં તેને પ્રત્યક્ષ દીઠો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક પ્રત્યક્ષવત્ (તે પુરુષને) યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ; તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. કથન તો અનેક પ્રકારનાં હોય છેતે સર્વ આગમઅધ્યાત્મશાસ્ત્રથી જેમ વિરોધ ન આવે તેમ વિપક્ષા-ભેદવડ જાણવાં. પ્રશ્ન:- એવો અનુભવ કયા ગુણસ્થાનમાં થાય છે? સમાધાન- ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથામાં તો ઘણા કાળનાં અંતરાલથી થાય છે અને ઉપરના ગુણસ્થાનોમાં શીધ્ર શીધ્ર થાય છે. પ્રશ્ન:- અનુભવ તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોમાં ભેદ શો? ઉત્તર- પરિણામોની મન્નતામાં વિશેષ છે; જેમ બે પુરુષ નામ લે છે અને બંનેના પરિણામ નામ વિષે છે, ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ આમાં પણ જાણવું. પ્રશ્ન:- જો નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુકલધ્યાનનો પ્રથમ ભેદ (જે) પૃથકત્વવિતર્કવીચાર કહ્યો છે, તેમાં પૃથ7વિતર્ક' -નાનાપ્રકારના શ્રુતનો વીચાર'–અર્થવ્યંજન-યોગ-સંક્રમણ-એમ કેમ કહ્યું? ઉત્તર:- કથન બે પ્રકારે હોય છે : એક ધૂળરૂપ છે અને બીજાં સૂક્ષ્મરૂપ છે. જેમ સ્થૂળરૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું, પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન સુધી મૈથુનસંજ્ઞા કહી; તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળરૂપે કહી છે. તથા સૂક્ષ્મતાથી પૃથકત્વવિતર્કવીચારાદિ ભેદ વા કષાયાદિક દશમાં ગુણસ્થાન સુધી કહ્યાં છે ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થળ જાણવું, અને જે પોતે પણ ન જાણી શકે, (માત્ર) કેવળી ભગવાન જ જાણી શકે એવા ભાવોનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી [ ૩૬૧ ન સૂક્ષ્મ જાણવું. ચરણાનુયોગઆદિમાં સ્થૂળ ક્શનની મુખ્યતા છે અને કરણાનુયોગમાં સૂક્ષ્મ થનની મુખ્યતા છે, એવા ભેદ અન્ય ઠેકાણે પણ જાણવા. એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું. વળી ભાઈશ્રી! તમે ત્રણ દૃષ્ટાંત લખ્યાં અથવા દષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચન્દ્ર, જળબિન્દુ, અગ્નિકણ-એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચન્દ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ –એ સર્વદેશ છે, એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એદેશ પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે અને જેમ દૃષ્ટાંતોની એક જાતિ છે તેમ જ જેટલા ગુણ અવ્રત સમ્યગ્દષ્ટિને પ્રગટ થયા છે તેની અને તેરમા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે. પ્રશ્ન:- જો એક જાતિ તો જેમ કેવળી સર્વ શેયને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાનવાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે ? ઉત્ત૨:- ભાઈશ્રી! પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે. ચોથા ગુણસ્થાનવાળાને મતિ-શ્રુતરૂપ સમ્યગ્નાન છે, અને તેરમા ગુણસ્થાનવાળાને કેવળરૂપ સમ્યજ્ઞાન છે. વળી એકદેશ સર્વદેશનું અંતર તો એટલું જ છે કે મતિ-શ્રુતજ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ વા અપ્રત્યક્ષ, કિંચિત, અનુક્રમથી જાણે છે તથા કેવળજ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપત્ જાણે છે. પ્રથમનો પરોક્ષરૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષરૂપે જાણે છે, એટલો જ તેમાં વિશેષ (ભેદ) છે, વળી જો સર્વથા ( એ બન્ને જ્ઞાનની) એક જ જાતિ કહીએ તો જેમ કેવળજ્ઞાની યુગપત્ પ્રત્યક્ષ અપ્રયોજનરૂપ શેયને નિર્વિકલ્પરૂપે જાણે છે તેમ એ (મતિ-શ્રુત સમ્યજ્ઞાની) પણ જાણે, પણ એમ તો નથી, તેથી પ્રત્યક્ષ-પરોક્ષનો વિશેષ (ભેદ) જાણવો. કહ્યું છે કે : स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने। भेदः साक्षादसाक्षाच्च ह्यवस्त्वन्यतमं भवेत् ।। (દસહસ્રી-વશમ:પરિચ્છેદ્દ-૬૦% ) અર્થ:- સ્યાદ્વાદ અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન-એ બન્ને સર્વ તત્ત્વોને પ્રકાશનારાં છે, ભેદ એટલો જ કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરંતુ વસ્તુ છે તે અન્યરૂપે નથી. વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ ] મોક્ષમાર્ગ પ્રકાશક પરંતુ એટલું જાણવું કે સમ્યકત્વીને વ્યવહારસમ્યકત્વમાં વા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચયસમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમન (પરિણમન) રૂપ રહે છે. વળી તમે લખ્યું કે કોઈ સાધર્મી કહે છે કે - આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મવર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે ? એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, કર્મવર્ગણાને અવધિજ્ઞાન પણ જાણે છે. વળી તમે લખ્યું છે કે “બીજના ચંદ્રની જેમ આત્માના પ્રદેશ થોડા ખુલ્લા છે એમ કહો.” ઉત્તરઃ- એ દષ્ટાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે. એ પ્રમાણે સમ્યકત્વી સંબંધી તથા અનુભવ સંબંધી પ્રત્યક્ષ-અપ્રત્યક્ષાદિકના જે પ્રશ્નો તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે. તમે પણ જિનવાણીથી તથા પોતાની પરિણતિથી મેળવી લેશો. અને ભાઈ શ્રી, વિશેષ કયાં સુધી લખીએ? જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહિ. મળ્યથી કંઈક કહી શકાય, પરંતુ મળવું કર્માધીન છે. માટે સારું તો એ છે કે ચૈતન્યસ્વરૂપના અનુભવના ઉદ્યમી રહેવું. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મખ્યાતિ-સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત સંસ્કૃત ટીકામાં છે અને આગમની ચર્ચા ગોમ્મસારમાં છે તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં છે. જે જાણી છે તે સર્વ લખવામાં આવે નહિ; તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વરૂપાનંદમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો; સ્વધર્મીને તો પરસ્પર (ધર્મ) ચર્ચા જ જોઈએ; વળી મારી તો એટલી બુદ્ધિ છે નહિ, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે, તે મોટી વાત છે. જ્યાં સુધી મળવું થાય નહિ ત્યાં સુધી પત્ર તો અવશ્ય લખ્યા કરો. મિતિ ફાગણ વદ ૫ સંવત ૧૮૧૧. -ટોડરમલ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવચનિકા [ કવિવર પં. બનારસીદાસજી રચિત ]. એક જીવ દ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય, એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ, એક એક પ્રદેશવિષે અનંત કર્મવર્ગણા, એક એક કર્મવર્ગણાવિષે અનંત-અનંત પુદ્ગલપરમાણુ, એક એક પુદ્ગલપરમાણુ અનંત ગુણ, અનંત પર્યાયસહિત વિરાજમાન છે. આ પ્રમાણે એક સંસારાવસ્થિત જીવપિંડની અવસ્થા છે; એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય સપિંડરૂપ જાણવા. એક જીવદ્રવ્ય અનંત અનંત પુદ્ગલ દ્રવ્યથી સંયોગિત (સંયુક્ત) માનવું. તેનું વિવરણ – જુદા જુદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા રૂપે પુદ્ગલદ્રવ્યની પરિણતિ છે. તેનું વિવરણ:- એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થાસહિત નાના આકારરૂપ પરિણમે તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહિ; તેનો બીજો પ્રકાર છે( અર્થાત્ અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય.) એ પ્રમાણે અનંતાનંતસ્વરૂપ જીવદ્રવ્ય અનંતાનંતસ્વરૂપ અવસ્થાસહિત વર્તી રહ્યાં છે. કોઇ જીવદ્રવ્યના પરિણામ કોઇપણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે નહિ. એ જ પ્રમાણે એક પુદ્ગલપરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદ્ગલપરમાણુ દ્રવ્યથી મળતી આવે નહિ. તેથી પુદ્ગલ (પરમાણુ ) દ્રવ્યની પણ અન્યઅન્યતા જાણવી. હવે જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય એકક્ષેત્રાવગાહી અનાદિકાળથી છે; તેમાં વિશેષ એટલે કે જીવદ્રવ્ય એક અને પુદ્ગલપરમાણુ દ્રવ્ય અનંતાનંત, ચલાચલરૂપ, આગમનગમનરૂપ, અનંતાકાર પરિણમનરૂપ, બંધ-મુક્તિશક્તિસહિત વર્તે છે. હવે જીવદ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મુખ્ય સ્થાપી. એક અશુદ્ધઅવસ્થા, બીજી શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રઅવસ્થા તથા ત્રીજી શુદ્ધઅવસ્થા. એ ત્રણે અવસ્થા સંસારી જીવદ્રવ્યની જાણવી. સંસારાતીત સિદ્ધને અનવસ્થિતરૂપ કહીએ છીએ. -હવે ત્રણે અવસ્થા સંબંધી વિચાર:- એક અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય, બીજાં મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્ય અને ત્રીજો શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય છે. અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે; મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર છે; તથા શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક નિશ્ચય અને વ્યવહારનું વિવરણ નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય તથા વ્યવહાર દ્રવ્યના યથાસ્થિત ભાવ છે. પરંતુ વિશેષ એટલું કે-જ્યાંસુધી સંસારાવસ્થા છે ત્યાંસુધી વ્યવહાર કહેવાય. સિદ્ધને વ્યવહારાતીત કહેવાય. તેથી સંસાર, વ્યવહાર એ બન્ને એકરૂપ કહ્યા અર્થાત્ સંસારી તે વ્યવહારી, વ્યવહારી તે સંસારી. હવે એ ત્રણે અવસ્થાનું વિતરણ જ્યાંસુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાંસુધી અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધવ્યવહારી છે. સમ્યગ્દષ્ટિ થતાં જ માત્ર ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી મિશ્રનિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે; અને કેવલજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધવ્યવહારી છે. નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર સંસારાવસ્થિત ભાવ, તેનું વિવરણ મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી તેથી પરસ્વરૂપવિષે મગ્ન બની પરકાર્યને તથા પરસ્વરૂપને પોતાનાં માને છે, તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધવ્યવહારી કહેવાય. સમ્યગ્દષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષપ્રમાણવડ અનુભવે છે, પરસત્તા અને પરસ્વરૂપને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગદારવડે પોતાના સ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે, તે કાર્ય કરતાં તે મિશ્રવ્યવહારી કહેવાય. કેવળજ્ઞાની(જીવ) યથાખ્યાતચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે તેથી તે શુદ્ધવ્યવહારી કહેવાય. તેનામાં યોગારૂઢ અવસ્થા વિધમાન છે તેથી તેને વ્યવહારી નામ કહ્યો. શુદ્ધવ્યવહારની મર્યાદા તેરમા ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાન સુધી જાણવી. યથા असिद्धत्वपरिणमनत्वात् व्यवहारः। હવે ત્રણે વ્યવહારનું સ્વરૂપ શુભોપયોગમિશ્રિત અશુદ્ધવ્યવહાર શુભાશુભાચારરૂપ છે, શુદ્ધાશુદ્ધવ્યવહાર સ્વરૂપાચરણરૂપ છે, અને શુદ્ધવ્યવહાર શુદ્ધસ્વરૂપાચરણરૂપ છે. પરંતુ વિશેષ તેનું એટલું છે:- કોઇ કહે કે શુદ્ધસ્વરૂપાચરણાત્મ તો સિદ્ધમાં પણ વિદ્યમાન છે, તેથી ત્યાં પણ વ્યવહાર સંજ્ઞા કહેવી જોઈએ; તે તેમ નથી કેમકે સંસાર અવસ્થા સુધી વ્યવહાર કહીએ છીએ, સંસારાવસ્થા મટતાં વ્યવહાર પણ મટયો કહેવાય, અહીં એ સ્થાપના કરી છે તેથી સિદ્ધ વ્યવહારાતીત કહેવાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવનિકા | [ ૩૬૫ એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત. આગમ-અધ્યાત્મનું સ્વરૂપ વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ. આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. તે બન્ને ભાવ સંસારઅવસ્થાવિષે ત્રિકાલવર્તી માનવા. તેનું વિવરણ:- આગમરૂપ કર્યપદ્ધતિ છે; અધ્યાત્મસ્વરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. તેનું વિવેચનઃ- કર્યપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે, ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે; તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા. હવે શુદ્ધચેતના પદ્ધતિ-શુદ્ધાત્મપરિણામ, તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વપરિણામ છે; તથા ભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણપરિણામ છે. એ બન્ને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા. એ આગમ તથા અધ્યાત્મ અને પદ્ધતિમાં અનંતતા માનવી. અનંતતા કહી તેનો વિચાર અનંતતાનું સ્વરૂપ દષ્ટાંત વડે દર્શાવે છે, જેમકે:- વડના ઝાડનું એક બીજા હાથમાં લેવું, તે ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરે તો તે વડના બીજમાં એક વડનું ઝાડ છે, ભાવિકાળમાં જેવું થનાર છે તેવા વિસ્તારસહિત તે વૃક્ષનું વાસ્તવ્ય સ્વરૂપ વિધમાન બીજમાં છતું છે. અનેક શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળયુક્ત છે. તેના પ્રત્યેક ફળમાં એવાં અનેક બીજ છે. એ પ્રકારની અવસ્થા એક વડના બીજ સંબંધી વિચારીએ. વળી ફરી સૂક્ષ્મદષ્ટિથી જોઇએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજો છે તે તે બીજો (એવાં બીજાં) અંતર્ગર્ભિત વડવૃક્ષસંયુક્ત હોય છે. એ જ રીતે એક વડમાં અનેક અનેક બીજ અને એકેક બીજમાં એકેક વડવૃક્ષ છે. તેનો (દીર્ઘ) વિચાર કરીએ તો ભાવિનયપ્રમાણથી ન વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય. એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાની પુરુષ પણ અનંત જ દેખે, જાણે, કહે; અનંતનો બીજો અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં (અંતરૂપે) ભાસે. તેથી અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ] મોક્ષમાર્ગ પ્રકાશક એ પ્રમાણે આગમ, અધ્યાત્મની અનંતતા જાણવી. તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંતરૂપ છે. કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત, અને આગમ અનંતાનંત પુદ્દગલદ્રવ્યાશ્રિત છે. તે બન્નેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળજ્ઞાનગોચર છે; અંશમાત્ર મતિ-શ્રુતજ્ઞાન ગાહ્ય છે. તેથી સર્વથા પ્રકારે આગમી, અધ્યાત્મી તો કેવળજ્ઞાની, અંશમાત્ર મતિ-શ્રુતજ્ઞાની, તથા દેશમાત્રજ્ઞાતા અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની છે; એ ત્રણે ( સર્વથા, અંશમાત્ર, દેશમાત્ર ) યથાવસ્થિત જ્ઞાનપ્રમાણ ન્યુનાધિકરૂપ જાણવા. મિથ્યાદષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે, કારણ કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ-અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશમાત્ર કહે છે પરંતુ તે આગમ-અધ્યાત્મના સ્વરૂપને સમ્યકપ્રકારે જાણતો નથી. તેથી મૂઢજીવ ન આગમી કે ન અધ્યાત્મી છે. (કારણ કે તેને તે ભાવનું વેદન જ નથી ) યથા-નિર્દેવત્વાત્ા હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શામાટે ? તે સાંભળોઃ- મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમઅંગને એકાન્તપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહા૨થી પણ જાણે નહિ એ મૂઢષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે સૂજે છે. શાથી ? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષપ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણઅંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ; તેથી મિથ્યાદષ્ટિ જીવ (ગમે તેટલી બાહ્યક્રિયા કરતો છતો પણ) મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે. હવે: સમ્યગ્દષ્ટિનો વિચાર સાંભળો સમ્યગ્દષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ- સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે જીવ સમ્યગ્દષ્ટિ. સંશય, વિમોહ અને વિભ્રમ શું? તેનું સ્વરૂપ દષ્ટાંતવડે દર્શાવે છે તે શ્રવણ કરો:- જેમકે ચાર પુરુષ કોઇ એક સ્થાનમાં ઊભા હતા. ત્યાં કોઇ અન્ય પુરુષે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવચનિકા [ ૩૬૭ ચારે પાસે એક છીપનો ખંડ લાવી બતાવ્યો, અને પ્રત્યેકને પ્રશ્ન કર્યો કે આ શું છે? છીપ છે કે રૂપું? પ્રથમ સંશયવાળો પુરુષ બોલ્યો કે કાંઇ સમજ પડતી નથી કે આ તે છીપ છે કે રૂપું! મારી દષ્ટિમાં તેનો નિર્ધાર થતો નથી. પછી બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઇ સમજણ નથી કે તમે છીપ કોને કહો છો તથા રૂપું કોને કહો છો? મારી દષ્ટિમાં કાંઇ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો? અથવા તે ચુપ રહે. ઘેલછાથી બોલે નહિ. હવે ત્રીજો વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આતો પ્રત્યક્ષપ્રમાણ રૂપે છે, આને છીપ કોણ કહે છે? મારી દ્રષ્ટિમાં તો રૂપે સૂજે છે, તેથી સર્વથા પ્રકારે તે રૂપું છે. તે ત્રણે પુરુષોએ તે છીપના સ્વરૂપને જાણું નહિ, તેથી તે ત્રણે મિથ્યાવાદી છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે-આ તો પ્રત્યક્ષપ્રમાણ છીપના ખંડ છે તેમાં સંશય શો ? છીપ, છીપ, છીપ, નિર્ધાર છીપ. જો આને કોઇ અન્ય વસ્તુ કહે તો તે પ્રત્યક્ષપ્રમાણ ભ્રમિત વા અંધ. તેવી રીતે સમ્યગ્દષ્ટિને સ્વ-પર સ્વરૂપમાં સંશય, વિમોહ, વિભ્રમ નથી, યથાર્થ દષ્ટિ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્ત તો નાનાપ્રકારનાં છે એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન(સંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ. મૂઢ જીવ બંધપદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહિ. કેમકે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય નહિ. જ્ઞાતા જ્યારે કદાચિત્ બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ પદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિનું બંધરૂપ ચાલ્યું છે, હવે એ પદ્ધતિથી મોહ તોડી વર્તુ; આ પદ્ધતિનો રાગ પૂર્વની જેમ હે નર! તું શા માટે કરે છે? તે ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિમાં મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભક્તિ, તપ ક્રિયા પોતાના શુદ્ધસ્વરૂપસન્મુખ થઇને કરે, એ જ્ઞાતાનો આચાર છે. એનું નામ મિશ્રવ્યવહાર છે. હવે હેય-શેય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર હેય-ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, શેય-વિચારરૂપ અન્ય પદ્રવ્ય સ્વરૂપ ઉપાદેય-આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચનઃ- ગુણસ્થાનકના પ્રમાણમાં હેય-જ્ઞયઉપાદેયરૂપ શક્તિ જ્ઞાતાની હોય. જેમ જેમ જ્ઞાતાની હેય-શય-ઉપાદેયરૂપ શક્તિ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ ] મોક્ષમાર્ગ પ્રકાશક ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. તેમાં વિશેષ એટલે કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવ હોય તો (તેમને) અનેકરૂપનું જ્ઞાન તથા અનેકરૂપની ક્રિયા કહેવામાં આવે છે. કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી ( જ્ઞાન-ક્રિયામાં) એકતા મળે નહિ. એકેક જીવદ્રવ્યમાં અન્યાખ્યરૂપ ઔદયિકભાવ હોય, તે ઔદયિકભાવાનુસાર જ્ઞાનની પણ અન્ય-અન્યતા જાણવી. પરંતુ વિશેષ એટલે કે (એ સર્વ આત્મામાં) કોઇ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે ! કેમકે અવસ્થા(દશા) ના પ્રમાણમાં પરસત્તાવલંબક છે (પણ તેને તે મોક્ષમાર્ગ કહેતો નથી) તે આત્મા પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ નાનાપ્રકારના ઔદયિકભાવ હોય છે. તે ઔદયિકભાવનો જ્ઞાતા, તમાશગીર છે પણ તેનો કર્તા, ભોક્તા કે અવલંબી નથી; તેથી કોઇ એમ કહે કે આ પ્રકારના ઔદયિકભાવ સર્વથા હોય તો તેને અમુક (ફલાણું ) ગુણસ્થાન કહીએ '-એમ કહેવું એ જpઠ છે. એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી. કારણ-અન્ય ગુણસ્થાનની તો વાત શું કહેવી ? કેવળીઓને પણ ઔદયિકભાવોનું અનેકપ્રકારપણું જાણવું. કેવળીઓને પણ ઔદયિકભાવ એકસરખા હોય નહિ, કોઇ કેવળીને દંડકપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઇ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેકરૂપતા છે તો અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી? માટે ઔદયિકભાવોના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાનની શક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર યથાનુભવપ્રમાણ-એ જ્ઞાતાનું સામર્થ્ય છે. એ વાતનું વિવેચન કયાં સુધી લખીએ, કયાં સુધી કહીએ? (તત્ત્વ)વચનાતીત, ઇંદ્રિયાતીત, જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વચનિકા જેમ છે તેમ-(યથાયોગ્ય)-સુમતિ પ્રમાણ કેવળીવચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે-ભાગ્ય પ્રમાણ. ઈતિ પરમાર્થ વચનિકા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates કવિવર શ્રી બનારસીદાસ લિખિત ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી હિન્દી ઉપરથી ગુજરાતી અનુવાદ પ્રથમ જ કોઈ પૂછે કે નિમિત્ત શું? ઉપાદાન શું? તેનું વિવરણ:નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજશક્તિ; તેનું વિવરણ: એક દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, બીજાં પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન, તેનું વિવેચનઃ દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) ગુણભેદ કલ્પનારૂપ છે. પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) પરયોગ કલ્પનારૂપ છે. તેની ચૌભંગી. તેમાં પ્રથમ ગુણભેદ કલ્પનારૂપ ચૌભંગીનો વિસ્તાર કહીએ છીએ તે શ્રવણ કરો: જીવદ્રવ્યના અનંત ગુણ સર્વગુણ અસહાય, સ્વાધીન અને સદાકાળ શાશ્વત છે. તેમાં મુખ્ય બે ગુણ પ્રધાન સ્થાપ્યા, તે પર ચૌભંગીનો વિચાર. એક તો જીવનો જ્ઞાનગુણ અને બીજો જીવનો ચારિત્રગુણ. એ બન્ને ગુણ શુદ્ધરૂપભાવ જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા અને યથાયોગ્ય સ્થાનકે (ગુણસ્થાને) માનવા. તેનું વિવરણ:- એ બન્ને ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી, અને સત્તા જારી ન્યારી; તેનું વિવેચનઃ જ્ઞાનગુણની તો જ્ઞાન-અજ્ઞાનરૂપ ગતિ, સ્વપરપ્રકાશક શક્તિ, જ્ઞાન (સમ્યજ્ઞાન )રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ. તથા દ્રવ્યપ્રમાણ સત્તા છે; પરંતુ વિશેષ એટલું કે જ્ઞાનરૂપ જાતિનો કદિ નાશ થતો નથી; અને મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતાં સુધી થતો નથી, આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો. હવે ચારિત્રગુણનું વિવેચન કહે છે- ચારિત્રગુણની સંકલેશ-વિશુદ્ધરૂપ ગતિ, સ્થિરતાઅસ્થિરતારૂપ શક્તિ, મંદતીવ્રરૂપ જાતિ, અને દ્રવ્યપ્રમાણ સત્તા છે. તેમાં એટલું વિશેષ કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યત હોય છે, અને તીવ્રતાની સ્થિતિ પાંચમા ગુણસ્થાનસુધી હોય છે. આ તો જ્ઞાન-ચારિત્ર બન્નેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા. હવે તેની વ્યવસ્થા – જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બન્ને અસહાયરૂપ છે. એવી તો મર્યાદા છે. હવે ચૌભંગીનો વિચાર-જ્ઞાનગુણ નિમિત્ત અને ચારિત્રગુણ ઉપાદાનરૂપ. તેનું વિવેચન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭) ] મોક્ષમાર્ગ પ્રકાશક ૧ અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૨ અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. ૩ શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૪ શુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. તેનું વિવેચન-સૂક્ષ્મદષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી, સમુચ્ચયરૂપ મિથ્યાત્વ-સમ્યકત્વની વાત ન લેવી. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કે- ૧, જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપચારિત્ર. ૨ કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર. ૩. કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. ૪. કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. જે સમયે જ્ઞાનની અજાણરૂપ ગતિ અને ચારિત્રની સંકલેશરૂપ ગતિ, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બન્ને અશુદ્ધ. જે સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર, તે સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. જે સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, તે સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બન્ને શુદ્ધ. એ પ્રમાણે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિકાળથી છે. તેનું વિવેચનઃ જાણરૂપ એ જ્ઞાનની શુદ્ધતા કહેવાય; વિશુદ્ધરૂપ એ ચારિત્રની શુદ્ધતા કહેવાય, અજ્ઞાનરૂપ એ જ્ઞાનની અશુદ્ધતા કહેવાય તથા સંકલેશરૂપ એ ચારિત્રની અશુદ્ધતા કહેવાય. હવે તે સંબંધી વિચાર સાંભળોઃ મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાનગુણ જાણરૂપ હોય ત્યારે તે કેવું જાણે છે? તે એવું જાણે છે કે-લક્ષ્મી, પુત્ર, કલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષ-પ્રમાણરૂપ મારાથી ન્યારાં છે; હું મરીશ અને એ સૌ અહીં જ પડ્યાં રહેશે; અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ; કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે, એવું જાણપણું મિથ્યાષ્ટિને થાય છે તે તો શુદ્ધતા કહેવાય; પરંતુ એ શુદ્ધતા સમ્યકશુદ્ધતા નથી, પણ ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યફશુદ્ધતા છે; તેવી શુદ્ધતા ગ્રંથિભેદ વિના હોય નહિ. પરંતુ ગર્ભિતશુદ્ધતા પણ અકામનિર્જરા છે. વળી કોઈ સમયે તે જીવનો જ્ઞાનગુણ અજાણરૂપ છે તે ઘેલછારૂપ હોય છે તેથી કેવળ બંધ છે. એ પ્રમાણે મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે ચારિત્રગુણ વિશુદ્ધરૂપ હોય છે; તેથી ચારિત્રાવણકર્મ મંદ થાય છે, તે મંદતાને લીધે નિર્જરા થાય છે. તથા કોઈ સમયે ચારિત્રગુણ સંકલેશરૂપ હોય છે જેથી કેવળ તીવ્રબંધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી [ ૩૭૧ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે તેમાં વિશેષ એટલે કે અલ્પ નિર્જરા અને ઘણો બંધ થાય છે; તેથી એ અલ્પની અપેક્ષાએ મિથ્યાત્વઅવસ્થાવિષે કેવળ બંધ કહ્યો. જેમકે-કોઈ પુરુષને નફો થોડો અને નુકશાની ઘણી તો તે પુરુષ ટોટાવાળો જ કહેવાય. પરંતુ બંધ-નિર્જરા વિના જીવ કોઈ અવસ્થામાં હોતો નથી. દષ્ટાંત - જો વિશુદ્ધતાવડે નિર્જરા ન થતી હોય તો એકેન્દ્રિયજીવ નિગોદ અવસ્થાથી વ્યવહારરાશિમાં કોના બળથી આવે છે? ત્યાં તો જ્ઞાનગુણ અજાણરૂપ, ઘેલછારૂપ અબુદ્ધરૂપ છે. તેથી જ્ઞાનગુણના બળથી નહિ પણ વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહારરાશિમાં ચઢે છે. જીવદ્રવ્યમાં કષાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે, એ મંદતાના પ્રમાણમાં (ચારિત્ર ગુણની) શુદ્ધતા જાણવી હવે બીજો પણ વિસ્તાર સાંભળોઃ જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા બન્ને મોક્ષમાર્ગાનુસારી છે; તેથી બન્નેમાં વિશુદ્ધતા માનવી પરંતુ વિશેષ એટલે કે ગર્ભિતશુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી. એ બન્ને ગુણની ગર્ભિતશુદ્ધતા જ્યાંસુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવ) ઊર્ધ્વતા અવશ્ય કરે જ (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય.) એ બન્ને ગુણોની ગર્ભિતશુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શીખા ફુટે અને ત્યારે એ બન્ને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે. જ્ઞાનગુણની શુદ્ધતાવડે જ્ઞાનગુણ નિર્મળ થાય તથા ચારિત્રગુણની શુદ્ધતાવડે ચારિત્રગુણ નિર્મળ થાય, અને તે કેવળજ્ઞાનનો તથા યથાખ્યાતચારિત્રનો અંકુર છે. પ્રશ્ન- તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બન્નેથી નિર્જરા થાય છે. ત્યાં જ્ઞાનના જાણપણાથી તો નિર્જરા થાય એ તો હું માનું છું પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય? એ હું સમજતો નથી. તેનું સમાધાનઃ સમાધાન - ભાઈ ! સાંભળ, સ્થિરતારૂપ પરિણામને વિશુદ્ધતા કહીએ છીએ. એ સ્થિરતા યથાખ્યાતચારિત્રનો અંશ છે એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી. પ્રશ્ન- તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી પણ હું કહું છું કે વિશુદ્ધતાથી નિર્જરા નથી પણ શુભબંધ છે. સમાધાન- ભાઈ ! સાંભળ, એ તો તારું કહેવું ખરું છે કે-વિશુદ્ધતાથી શુભબંધ અને સંકલેશતાથી અશુભ બંધ એ તો હું પણ માનું છું. પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર ] . મોક્ષમાર્ગ પ્રકાશક અશુભપદ્ધતિ એ અધોગતિનું પરિણમન છે તથા શુભપદ્ધતિ એ ઊર્ધ્વગતિનું પરિણમન છે. તેથી અધોરૂપ સંસાર અને ઊર્ધ્વરૂપ મોક્ષસ્થાન છે એમ સ્વીકારી તેમાં શુદ્ધતા આવી એમ માન્યું, એમાં વાંધો નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી ને! જેમ કોઈ પુરુષ નદીમાં ડૂબકી મારે, જ્યારે ફરી ઉછળે ત્યારે દૈવયોગાત્ ઉપર તે પુરુષને નૌકા મળી જાય પરંતુ (ઉપર આવ્યા વિના) જોકે તે તારક (તા) છે તો પણ કેવી રીતે નીકળે? કારણ કે તેનું કાંઈ જોર ચાલતું નથી, ઘણો કળ-બળ કરે પણ તેને વશ કાંઈ પણ નથી. તેમ વિશુદ્ધતાનીપણ ઉર્ધ્વતા જાણવી; માટે ગર્ભિતશુદ્ધતા કહી. ગ્રંથિભેદ થતાં એ ગર્ભિતશુદ્ધતા મોક્ષમાર્ગ તરફ ચાલી પોતાના સ્વભાવવડે વર્તમાનરૂપ થઈ ત્યારે તે પૂર્ણ યથાખ્યાતરૂપ પ્રગટ કહેવાઈ. વિશુદ્ધતાની જે ઉર્ધ્વતા એજ તેની શુદ્ધતા. જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે “સમ્યગ્દર્શનજ્ઞાનચારિળણિ મોક્ષમાર્ગ: તથા એમ પણ કહ્યું કે- “જ્ઞાનકિક્રયાભ્યામ્ મોક્ષ' તે સંબંધી વિચાર:- ચોથા (અવિરતસમ્યકત્વ) ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાનપર્યત મોક્ષમાર્ગ કહ્યો તેનું વિવરણ સમ્યકરૂપ જ્ઞાનધારા, વિશુદ્ધરૂપ ચારિત્રધારા એ બન્ને ધારા મોક્ષમાર્ગ તરફ ચાલી. ત્યાં જ્ઞાનવડ જ્ઞાનની શુદ્ધતા અને ક્રિયાવડ ક્રિયાની (ચારિત્રની) શુદ્ધતા થવા લાગી. (અહીં પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવી) વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે તે (ક્રમશ:) યથાખ્યાતચારિત્રરૂપ થાય છે; જો વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોત તો જ્ઞાનગુણ શુદ્ધ હોય અને ક્રિયા (પરિણતિ ) અશુદ્ધ રહેત, પણ કેવળીભગવાનમાં એમ તો હોતું નથી. (તેથી સિદ્ધ થાય છે કે, તેમાં ( વિશુદ્ધતામાં) શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતાવડે ક્રિયા શુદ્ધ થઈ; પણ એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણને આશ્રયે નથી, સર્વ અસહાયરૂપ છે. વળી સાંભળ! જો ક્રિયાપદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ તો નથી કે તે મોક્ષમાર્ગ તરફ ગતિ કરે. વિશુદ્ધતામાં યથાખ્યાતચારિત્રનો અંશ છે તેથી તે અંશ ક્રમશઃ પુર્ણ થયો. હે ભાઈ ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તે માની છે તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી, જો તે નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે ત્યાં અમે શું કરીએ ? જો માને તો તને શાબાશી. એ દ્રવ્યાર્થિકની ચૌભંગી પૂર્ણ થઈ. નિમિત્ત-ઉપાદાનનો શુદ્ધ-અશુદ્ધરૂપ વિચાર:હવે પર્યાયાર્થિકની ચૌભંગી સાંભળ!—૧ વક્તા અને શ્રોતા બન્ને અજ્ઞાની, તે નિમિત્ત અને ઉપાદાન બન્ને અશુદ્ધ. ૨ વક્તા અજ્ઞાની અને શ્રોતા જ્ઞાની, તે નિમિત્ત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ ૩ વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની, તે નિમિત્ત શુદ્ધ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates | [ 373 ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ઉપાદાન અશુદ્ધ. 4 વક્તા જ્ઞાની અને શ્રોતા જ્ઞાની, તે નિમિત્ત અને ઉપાદાન બન્ને શુદ્ધ. એ પ્રમાણે પર્યાયાર્થિક ચૌભંગી કહી. ઇતિ નિમિત્ત-ઉપાદાન શુદ્ધાશુદ્ધરૂપવિચારવચનિકા. અનુ. સોમચંદ અમથાલાલ શાહ કલોલ. * અહીં વિશુદ્ધતા એટલે મંદકષાય તથા શુદ્ધતા એટલે કપાયરહિતપણું સમજવું. ગ્રંથિભેદ થયા વિનાની વિશુદ્ધતા ગમે તેટલી થઈ હોય તોપણ તે મોક્ષમાર્ગ ભણી જતીજ નથી; તેથી જ તે દ્રવ્યચારિત્ર નામ કહેવાય છે. દ્રવ્યલિંગીમુનિને પણ એ જ અપેક્ષાએ મિથ્યાષ્ટિ કહ્યા છે, અને ચોથા અવિરતસમ્યગ્દષ્ટિને મોક્ષમાર્ગી કહ્યો તેનું પણ એ જ કારણ છે. અનુવાદક) Please inform us of any errors on rajesh@AtmaDharma.com