________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૬૧
તેથી સમ્યક્શ્રદ્ધાનનું સ્વરૂપ એવું નથી. સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું ત્યાંથી
જાણવું.
વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો, તેને તેઓ સમ્યજ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રાભ્યાસ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન કહ્યું, તથા અસંયતસમ્યગ્દષ્ટિના વિષયાદિક જાણવાને પણ સભ્યજ્ઞાન કહ્યું.
તેથી એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આગળ કહીશું તે જાણવું.
વળી તેમનાં નિરૂપણ કરેલાં અણુવ્રત-મહાવ્રતાદિરૂપ શ્રાવક-યતિનો ધર્મ ધારવા વડે સારિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, એ કંઈક પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક્ચારિત્ર હોતું નથી. વળી તેમના મતાનુસાર ગૃહસ્થાદિકને, મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના, પણ સમ્યક્ચારિત્ર થાય છે.
પણ એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ અન્ય છે, જે આગળ કહીશું.
અહીં તે કહે છે કે-“ દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોક્ત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય જ થયાં છે, તેથી તેમને સમ્યક્ત્વાદિક ન થયાં.”
ઉત્તર:- જો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે, તો તે કપટથી ધારે છે. હવે તેને જો કપટ હોય તો ત્રૈવેયક કેવી રીતે જાય? તે તો નકાદિમાં જાય. બંધ તો અંતરંગ પરિણામોથી થાય છે, તેથી અંતરંગ જૈનધર્મરૂપ પરિણામ થયા વિના ત્રૈવેયક જવું સંભવે નહિ.
વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી જ દેવગતિનો બંધ માને છે, તથા તેને જ પાછો મોક્ષમાર્ગ માને છે. એ તો બંધમાર્ગ અને મોક્ષમાર્ગને એક કર્યો, પણ એ મિથ્યા છે.
વ્યવહા૨ધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે. ‘*નિંદકને મારવામાં પાપ નથી.' એમ કહે છે. હવે તીર્થંકરાદિના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા, તેમને ઇંદ્રાદિકે માર્યા નહિ, જો પાપ ન થતું હોય તો તેમને ઇંદ્રાદિક કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ બનાવે છે, પણ પ્રતિબિંબ તો વીતરાગભાવ વધારવા માટે સ્થાપન
* શ્વેતામ્બરમાન્ય મહાનિશીથ શાસ્ત્રમાં લખ્યું છે કે- ‘વેવ-ગુરુ ધમળત્ને, યૂરિષ્નફ વળવટીसेणंजो। णवि कुणदि साहू तओ अनंत संसारी होइ । । १ । । संघस्स कारणेणं चूरिज्जइ ચવવટીસેળંપિ, નો ન વૂરિષ્નઽ તં અનંત સંસારી હો ।। ૨।। ભગવતી સૂત્રમાં સુમંગળાચાર્યનું દષ્ટાન્ત પણ છે. (નરહત્યા, પશુહત્યા કરી, પાપ ન લાગ્યું.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com