________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી, અને કોઈ સ્વયં અપમાન કરે, તો તે (સહન કરનારને) મહાધર્મ થાય છે. હવે અહીં તો ભોજનના લોભથી યાચના કરી અપમાન કરાવ્યું તેથી તે પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિક માટે પણ યાચના કરે છે, પણ વસ્ત્રાદિક કાંઈ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેનો પણ પૂર્વોક્ત રીતે નિષેધ જાણવો. પોતાના ધર્મસ્વરૂપ ઉચ્ચપદને યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની હીનતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિધર્મમાં યાચનાદિ સંભવતાં નથી, છતાં એવી અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ-ગુરુ કહે છે, તેથી તેઓ ગુરુનું સ્વરૂપ અન્યથા કહે છે. તથા ધર્મનું સ્વરૂપ પણ અન્યથા કહે છે તેથી એ વચન કલ્પિત છે.
ધર્મનું અન્યથા સ્વરૂપ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, અને એ જ ધર્મ છે. હવે તેનું સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે, એ જ અહીં કહીએ છીએઃ
તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અહંતદેવ-સાધુગુરુ-દયા-ધર્મને નિરૂપણ કરે છે, તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. હવે પ્રથમ તો અરહંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે. વળી તત્ત્વશ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ કેવી રીતે હોય? માટે તે મિથ્યા કહે છે.
વળી તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે, પણ પ્રયોજન સહિત તત્ત્વોને શ્રદ્ધાન કહેતા નથી. ગુણસ્થાન-માર્ગણાદિરૂપ જીવનું, અણુસ્કંધારિરૂપ અજીવનું, પુણ્ય-પાપના સ્થાનોનું, અવિરતિ આદિ આગ્નવોનું, વ્રતાદિરૂપ સંવરનું, તપશ્ચરણાદિરૂપ નિર્જરાનું તથા સિદ્ધ થવાના લિંગાદિભેદોવડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે, તે પ્રમાણે શીખી લઈએ, અને કેવલીનું વચન પ્રમાણ છે. એવા જ તત્ત્વાર્થ શ્રદ્ધાનવડે સમ્યકત્વ થયું માને છે.
અમે પૂછીએ છીએ કે-રૈવેયક જવાવાળા દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધાન હોય છે કે નહિ? જો હોય છે, તો તેને મિથ્યાદષ્ટિ શા માટે કહો છો ? તથા નથી, તો તેણે તો જૈનલિંગ ધર્મબુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્રાભ્યાસ છે. છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જાણ્યા? તથા અન્યમતનો લવલેશ પણ અભિપ્રાયમાં નથી, છતાં તેને અરહંતવચનની પ્રતીતિ કેમ ન થઈ ? તેને એવું શ્રદ્ધાન તો છે, પરંતુ સમ્યકત્વ ના થયું. વળી નારકી, ભોગભૂમિયા અને તિર્યંચાદિને એવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત નથી, છતાં તેમને ઘણાકાળ સુધી સમ્યકત્વ રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાન નથી હોતું. તોપણ સમ્યકત્વ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com