________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૩૩
ઉત્તર:- જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી–સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં બરાબર નિર્મીત કર્યું હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું. તેથી જ ત્યાં પરમાવગાઢસમ્યકત્વ કહ્યું છે. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત; પરંતુ જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન છમને થયું હતું તેવું જ કેવળીસિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા-અધિક્તા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી–સિદ્ધ ભગવાનને સમ્યકત્વગુણ તો સમાન જ કહ્યો.
વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે “સંવર-નિર્જરા વડે મોક્ષનો ઉપાય કરવો,” હવે મુક્તઅવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે “સંવર-નિર્જરા વડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.' પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના સર્વ ભેદો જાણે છે, પરંતુ મૂળભૂત જીવાદિકનાં સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી-સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યકત્વ-ગુણમાં સાત તત્ત્વોને શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું બળ જાણવું.
પ્રશ્ન:- સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્ભાવ કેવી રીતે કહો છો?
ઉત્તરઃ- કોઈ કારણો એવા પણ હોય છે કે-કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખાથી અનેક શાખાયુક્ત અવસ્થા થઈ, તેના હોવા છતાં તે એક શાખા નષ્ટ થતી નથી, તેમ કોઈ આત્માને સમ્યકત્વ ગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષઅવસ્થા થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યકત્વ ગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાણે કેવળી-સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ જ સમ્યકત્વ હોય છે, માટે ત્યાં આવ્યાતિપણું નથી.
પ્રશ્ન:- મિથ્યાષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે માટે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તેમાં અતિવ્યાતિદૂષણ લાગે છે?
ઉત્તર:- મિથ્યાષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે. જેમાં તત્ત્વશ્રદ્ધાનનો ગુણ નથી અને વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદષ્ટિને હોય છે, અથવા આગમદ્રનિક્ષેપથી હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનાં પ્રતિપાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com