________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૬૯
પ્રવર્તે છે તેથી અંતિમ રૈવેયકસુધીનાં પદ પ્રાપ્ત કરે છે, તથા જો નિશ્ચયભાસની પ્રબળતાથી અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો કુગતિમાં પણ ગમન થાય છે. પરિણામોનુસાર ફળ પામે છે, પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના સિદ્ધપદ પામી શક્તો નથી.
એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારાભાસ બંને નયાવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું.
સખ્યત્વસમ્મુખ મિથ્યાદષ્ટિ
હવે સમ્યકત્વસમ્મુખ જે મિથ્યાદષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ
કોઈ મંદકપાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થયો, તેથી તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તથા મોહ મંદ થયો તેથી તત્વવિચારમાં ઉધમી થયો, અને બાહ્યનિમિત્ત દેવ-ગુરુ-શાસ્ત્રાદિકનું થતાં એ વડે સત્ય ઉપદેશનો લાભ થયો.
ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષમાર્ગના દેવ-ગુરુ-ધર્માદિકના, જીવાદિતત્ત્વોના, સ્વ-પરના વા પોતાને અહિતકારી-હિતકારી ભાવોના, ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈ એવો વિચાર કર્યો કે અહો ! મને તો આ વાતની ખબર જ નથી. હું ભ્રમથી ભલી પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે, અહીં મને સર્વ નિમિત્તો મળ્યાં છે માટે મારે આ વાતનો બરાબર નિર્ણય કરવો જોઈએ કારણ કે, આમાં તો મારું જ પ્રયોજન ભાસે છે; એમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો.
ત્યાં ઉદ્દેશ, લક્ષણનિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય છે માટે પ્રથમ તો તેના નામ શીખે તે ઉદ્દેશ, પછી તેના લક્ષણ જાણે, પછી આમ સંભવે છે કે નહિ? એવા વિચારપૂર્વક પરીક્ષા કરવા લાગે.
હવે ત્યાં નામ શીખી લેવાં તથા લક્ષણ જાણી લેવા એ બને તો ઉપદેશાનુસાર થાય છે; જેવો ઉપદેશ મળ્યો હોય તેવો યાદ કરી લેવો, તથા પરીક્ષા કરવામાં પોતાનો વિવેક જોઈએ, એટલે વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે- જેમ ઉપદેશ આપ્યો તેમ જ છે કે અન્યથા છે” તેનો અનુમાનાદિ પ્રમાણ વડે યથાર્થ નિર્ણય કરે, વા “ઉપદેશ તો આમ છે, તથા આમ ન માનીએ તો આમ થાય,” હવે તેમાં પ્રબળયુક્તિ કઈ છે તથા નિર્બળયુક્તિ કઈ છે? જે પ્રબળ ભાસે તેને સત્ય જાણે; વળી જો એ ઉપદેશથી અન્યથા સત્ય ભાસે વા તેમાં સંદેહ રહે, નિર્ધાર ન થાય તો જે કોઈ વિશેષ જ્ઞાની હોય તેને પૂછે, અને તે જે ઉત્તર આપે તેનો વિચાર કરે. એ પ્રમાણે જ્યાંસુધી નિર્ધાર ન થાય ત્યાંસુધી પ્રશ્ન-ઉત્તર કરે અથવા સમાનબુદ્ધિના ધારક હોય તેમને પોતાનો જેવો વિચાર થયો હોય તેવો કહે, તેમની સાથે પ્રશ્ન-ઉત્તર દ્વારા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com