________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી ભાગવતના પંચમસ્કંધમાં ઋષભાવતારનું વર્ણન છે, ત્યાં તેને કરુણામય, તૃષ્ણાદિરહિત, ધ્યાનમુદ્રાધારી તથા સર્વાશ્રમદ્વારા પૂજિત કહ્યો છે. તેના અનુસાર અરહંત-રાજાએ પ્રવૃત્તિ કરી, એમ કહે છે. તે જેમ રામકૃષ્ણાદિ અવતારો અનુસાર અન્યમત છે, તેમ ઋષભાવતાર અનુસાર જૈનમત છે, એમ તમારા મતવડે જ જૈનમત પ્રમાણ થયો.
અહીં આટલો વિચાર વિશેષ કરવો કે કૃષ્ણાદિ અવતારો અનુસાર વિષય-કપાયોની પ્રવૃત્તિ હોય છે, તથા ઋષભાવતાર અનુસાર વીતરાગભાવ-સામ્યભાવની પ્રવૃત્તિ હોય છે. હવે અહીં બંને પ્રવૃત્તિ સમાન માનીએ તો ધર્મ-અધર્મની વિશેષતા ન રહે, તથા જો વિશેષતા માનીએ તો જે ભલી હોય તે અંગીકાર કરો.
વળી દશાવતારચરિત્રમાં “ઉદ્ધવ પાસનું યો નયન યુનિવં ચર્ચાનાસાહેશે” ઇત્યાદિ બુદ્ધાવતારનું સ્વરૂપ અરિહંતદેવ જેવું લખ્યું છે. હવે જો એવું સ્વરૂપ પૂજ્ય છે, તો અરિહંતદેવ સહજ પૂજ્ય થયો.
વળી કાશીખંડમાં દેવદાસરાજાને સંબોધી રાજ્ય છોડાવ્યું, ત્યાં નારાયણ તો વિનયકીર્તિ યતી થયો. લક્ષ્મીને તો વિનયશ્રી અજિંકા કરી, તથા ગરુડને શ્રાવક કર્યો, એવું કથન છે. હવે જો સંબોધન કરવા કાળે જૈનવેષ બનાવ્યો, તો જૈન હિતકારી અને પ્રાચીન પ્રતિભાસે છે. વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ
भवस्य पश्चिमे भागे वामनेन तपःकृतम्। तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः।। पद्मासनसमासीन: श्याममूर्तिदिगम्बरः। नेमिनाथः शिवेत्येवं नाम चक्रेऽस्य वामन।। कलिकाले महाघोरे सर्व पापप्रणाशकः।
दर्शनात् स्पर्शनादेव कोटियज्ञफलप्रद।। અહીં વામનને પદ્માસનસ્થદિગંબર નેમિનાથનું દર્શન થવાનું કહ્યું, તેનું જ નામ શિવ કહ્યું, તથા તેના દર્શનાદિકથી કોટિયજ્ઞનું ફળ કહ્યું. હવે એવા નેમિનાથનું સ્વરૂપ તો જૈનો પ્રત્યક્ષ માને છે, તે પ્રમાણ ઠર્યું. વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કે
रेवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले।
ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम्।। અહીં નેમિનાથને જિન કહ્યા, તેના સ્થાનને મોક્ષના કારણરૂપ ઋષિનો આશ્રમ કહ્યો, તથા યુગાદિના સ્થાનને પણ એવો જ કહ્યો, તેથી તે ઉત્તમ-પૂજ્ય ઠર્યા.
૧. ભાગવતસ્કંધ પ અધ્યાય ૫, –૨૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com