SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates સાતમો અધિકાર [ ૨૫૩ તેર પ્રકારનું ચારિત્ર હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે. समितिध्वत्यन्तानिवेशितप्रयत्नास्तपआचरणायानशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशैयाशन कायक्लेशेष्वभीक्ष्णामुत्सहमाना, प्रायश्चितविनयवैयावृत्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरांकुशितस्वान्ता वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याग्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वदूरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि समुपात्तशुभकर्मप्रवृत्तयः सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञानचेतनांमनागप्यसंभावयन्तः प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तियः सुरलोकादिक्लेशप्राप्तिपरम्परयासुचिरं संसार-सागरेभ्रमंतीति અર્થ:- જે જીવો કેવલ-માત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જીવોને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધ્ય-સાધન ભાવની દષ્ટિ છે. પણ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય-સાધન ભાવ નથી, તેથી તેઓ એકલા વ્યવહારથી જ ભેદખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂપ ધર્માદિક પદાર્થોમાં શ્રદ્ધાનાદિક અનેક પ્રકારની બુદ્ધિ કરે છે, ઘણા દ્રવ્યશ્રતના પઠનપાઠનાદિ સંસ્કારોથી નાના પ્રકારના વિકલ્પજાલોથી કલંક્તિ અંતરંગ વૃત્તિને ધારણ કરે છે, અનેક પ્રકાર યતિનું દ્રવ્યલિંગ કે જે બાહ્યવ્રત-તપશ્ચર્યાદિક કર્મકાંડો દ્વારા હોય છે તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે, દર્શનમોહના ઉદયથી વ્યવહારધર્મરાગના અંશથી તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રૂચિ કરે છે, કોઈ કાળમાં દયાવંત થાય છે, કોઈ કાળમાં અનેક વિકલ્પો ઉપજાવે છે, કોઈ કાળમાં કાંઈક આચરણ કરે છે, કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ ધરે છે, કોઈ કાળમાં વૈરાગ્યદશાને ધારણ કરે છે, કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં ધર્મ પ્રત્યે આસ્તિકયભાવ ધારણ કરે છે, શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિ આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈ પ્રવર્તે છે, કેવલ વ્યવહારનયરૂપ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાદિ અંગોની ભાવના ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનભાવના અર્થે પઠન-પાઠનનો કાળ પણ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે ઘણો આરંભ પણ કરે છે, રૂડા પ્રકારે શાસ્ત્રનું બહુમાન કરે છે, ગુરુ આદિમાં ઉપકાર પ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ અક્ષર તથા અર્થ અક્ષરની એક કાળમાં એક્તાની શુદ્ધતામાં સાવધાન કહે છે, ચારિત્ર ધારણ કરવા અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીસેવન અને પરિગ્રહુ એ પાંચ અધર્મોના સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં સ્થિરવૃત્તિ ધારણ કરે છે, મન-વચન-કાયાનો નિરોધ છે જેમાં એવી ત્રણ ગુપ્તિઓ વડે નિરંતર યોગનું અવલંબન કરે છે. ઈર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત છે, તપ આચરણ અર્થે અનશન-અવમૌદર્યવૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગ-વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ છ પ્રકારના બાહ્યતપોમાં નિરંતર ઉત્સાહુ કરે છે, પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત-બુત્સર્ગ-સ્વાધ્યાય અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો અર્થે ચિત્તને વશ કરે છે. વીર્યાચાર અર્થે કર્મકાંડમાં પોતાની સર્વ-શક્તિપૂર્વક પ્રવર્તે છે, કર્મચેતનાની પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ જેણે તે જ શુભકર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy