________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૭
નામ પંચપરમેષ્ઠી* જાણવું.
વળી શ્રી વૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્થ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એ નામના ધારક ચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાન ધર્મતીર્થના નાયક થયા, ગર્ભ-જન્મ-તપ-જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો વિષે ઇંદ્રાદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો.
વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઇશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશ અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરૂ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થકર હાલ કેવળજ્ઞાન સહિત બિરાજમાન છે. તેમને અમારા નમસ્કાર હો. જો કે પરમેષ્ઠીપદમાં તેમનું ગર્ભિતપણું છે તોપણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણી અહીં જુદા નમસ્કાર કર્યા છે.
વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જિનબિંબ બિરાજે છે, જેમના દર્શનાદિકથી એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થકર કેવળીના દર્શનાદિકથી થાય છે તેવી જ અહીં થાય છે, તે સર્વ જિનબિંબોને અમારા નમસ્કાર હો.
વળી કેવળી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રીગણધરદેવ દ્વારા રચિત અંગ-પ્રકીર્ણક અનુસાર અન્ય આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જિનવચન છે. સ્યાદ્વાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ન્યાયમાર્ગથી અવિરુદ્ધ છે માટે પ્રામાણિક છે તથા જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે તેને અમારા નમસ્કાર હો.
વળી ચૈત્યાલય, આર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય, તીર્થક્ષેત્રાદિ ક્ષેત્ર, કલ્યાણકાળ આદિ કાળ તથા રત્નત્રયાદિ ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર કરું છું તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથાયોગ્ય વિનય કરું છું. એ પ્રમાણે પોતાના ઇષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. હવે એ અરહંતાદિક ઇષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ.
જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્યસુખની
* “પરમે તિતિ તિ પરમેડી” આ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થ થાય છે. અનુવાદક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com