________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ પ્રમાણે આ જીવને મિથ્યાદર્શનાદિક ભાવ અનાદિથી હોય છે-નવીન ગ્રહેલા નથી. જુઓ તો ખરા એનો મહિમા કે-જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શિખવાડે પણ મોહના ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાનાં કારણો મળવા છતાં પણ સમ્યપરિણમન થતું નથી. શ્રીગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ:
મરણ થતાં શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે, એક શરીરને છોડી આત્મા અન્ય શરીર ધારણ કરે છે, તે વ્યંતરાદિક પોતાના પૂર્વ ભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ, તોપણ આ જીવને શરીરથી ભિન્નબુદ્ધિ થઈ શકતી નથી. સ્ત્રી-પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગાં જોઈએ છીએ, તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતાં જઈએ છીએ, છતાં આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદિમાં જવાના કારણરૂપ નાના પ્રકારનાં પાપ ઉપજાવે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને પોતાની માને છે. વળી શરીરની અવસ્થા વા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી-વિણસતી જઈએ છીએ, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કર્તા થાય છે. ત્યાં જ પોતાની ઇચ્છાનુસાર કાર્ય થાય તેને તો કહે કે “આ મેં કર્યું,” અને તેથી અન્યથા થાય તો કહે કે “હું શું કરું? આમ જ થવા યોગ્ય હતું, વા આમ કેમ થયું?” એમ માને છે. પણ કાં તો સર્વના કર્તા જ રહેવું હતું અગર કાં તો અકર્તા જ રહેવું હતું! પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી.
મરણ અવશ્ય થશે એમ તો જાણે. પણ મરણના નિશ્ચયવડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહિ, માત્ર વર્તમાન પર્યાય સંબંધી જ જતન કર્યા કરે છે. એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે કે “હું મરીશ અને શરીરને બાળી મૂકશે,” ત્યારે કોઈ વેળા કહે કે “મને બાળી મૂકશે,” કોઈ વેળા કહે કે “જશ રહ્યો તો હું જીવતો જ છું,” ત્યારે કોઈ વેળા કહે-“પુત્રાદિક રહેશે તો હું જ જીવું છું,” એ પ્રમાણે માત્ર બહાવરાની માફક બકે છે પણ કાંઈ સાવધાનતા નથી. પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છતાં એ સંબંધી તો કાંઈ પણ ઇષ્ટ-અનિષ્ટનો ઉપાય કરતો નથી, પણ અહીં પુત્ર-પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઇષ્ટ રહ્યા કરે, અનિષ્ટ ન થાય એવા અનેક ઉપાય કરે. કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રીવડે ઉપકાર થયો જોયો નથી, પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની સામગ્રીનું જ જતન રહે છે. વળી વિષય-કષાયની પ્રવૃત્તિવડે વા હિંસાદિ કાર્યવડે પોતે દુઃખી થાય, ખેદખિન્ના થાય, અન્યનો વેરી થાય, આ લોકમાં નિંદાપાત્ર બને તથા પરલોકમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com