________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[૨૩૩
એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહાર-સમ્યકત્વ થયું માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી પ્રતીતિ વિના સમ્યકત્વની પ્રાપ્તિ નથી તેથી મિથ્યાદષ્ટિ જ છે.
સાતતત્ત્વનું અન્યથારૂપ
વળી શાસ્ત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનં સભ્ય વર્ણનમ્' (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન કયાંથી હોય? ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ
જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂઈના, રાગનું સ્વરૂપ અને તાલ–તાનના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી, અને સ્વરૂપ ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યકત્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી, અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય સ્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યકત્વ થતું નથી. વળી જેમ કોઈ સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે કે “આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,” એ પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે. શિવભૂતિમુનિ જીવાદિકનાં નામ જાણતા નહોતા અને * તુષHTષમિન્ન' (ભાવપાહુડ ગા. પ૩) એમ રટન લાગ્યા. હવે એ સિદ્ધાંતનો શબ્દ નહોતો પરંતુ સ્વપરના ભાવરૂપ ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાની થયા; અને અગીઆર અંગનો પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે મિથ્યાષ્ટિ જ રહે છે.
- तुषमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य। નામે ય શિવમૂઠું વનાળી તું નાનો ફરૂા. (ભાવપાહુડ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com