________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ગૃહસ્થમુક્તિ-નિષેધ
વળી ગૃહસ્થને મોક્ષ કહે છે; પણ હિંસાદિક સર્વસાવધયોગનો ત્યાગ કરતાં સમ્યકચારિત્ર હોય છે. હવે સર્વસાવધયોગનો ત્યાગ કરતાં ગૃહસ્થપણું કેમ સંભવે? અહીં કહેશો કેઅંતરંગનો ત્યાગ થયો છે, પણ અહીં તો ત્રણે યોગ વડે ત્યાગ કરે છે, તો કાય વડ ત્યાગ કેવી રીતે થયો? વળી બાહ્ય પરિગ્રહાદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે તો મહાવ્રતોમાં બાહ્ય ત્યાગ કરવાની તો પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહિ, અને મહાવ્રત વિના છઠું, આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને મોક્ષ કહેવો એ મિથ્યાવચન છે. સ્ત્રીમુક્તિ-નિષેધ
વળી સ્ત્રીને મોક્ષ કહે છે, પણ જેનાથી સાતમી નરકગમનયોગ્ય પાપ ન થઈ શકે, તેનાથી મોક્ષકારણરૂપ શુદ્ધભાવ કેવી રીતે થઈ શકે? કારણ કે જેના ભાવ દઢ હોય તે જ ઉત્કૃષ્ટ પાપ વા ધર્મ ઉપજાવી શકે છે. સ્ત્રીને નિઃશંક એકાંતમાં ધ્યાન ધરવું, તથા સર્વ પરિગ્રહાદિકનો ત્યાગ કરવો સંભવતો નથી.
તમે કહેશો કે “એક સમયમાં પુરુષવેદી, સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધિ થવી સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ માનીએ છીએ.” પણ ત્યાં ભાવવેદી છે કે દ્રવ્યવેદી છે? જો ભાવવેદી છે, તો તે અમે પણ માનીએ છીએ, તથા દ્રવ્યવેદી છે, તો પુરુષ-સ્ત્રીવેદી લોકમાં ઘણા દેખાય છે, અને નપુંસક તો કોઈ વિરલા જ દેખાય છે, તો એક સમયમાં મોક્ષ જવાવાળા આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી.
જો તમે કહેશો કે “નવમાં ગુણસ્થાન સુધી વેદ કહ્યો છે,” તો એ કથન પણ ભાવવંદની અપેક્ષાએ જ છે, જો દ્રવ્યવેદની અપેક્ષાએ હોય તો ચૌદમા ગુણસ્થાન સુધી વેદનો સદ્દભાવ સંભવે.
માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મિથ્યા છે. શૂદ્રમુક્તિ-નિષેધ
વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગૃહસ્થો સન્માનાદિક કરી દાનાદિક કેવી રીતે આપે? આપે તો લોકવિરુદ્ધ થાય. વળી નીચ કુળવાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહિ, તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો પાંચમાં ગુણસ્થાન સુધી જ છે, ઉપરનાં ગુણસ્થાન ચઢયા વિના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે “સંયમ ધાર્યા પછી તેને ઉચ્ચગોત્રનો ઉદય કહીએ છીએ”, તો સંયમ ધારવા, ન ધારવાની અપેક્ષાએ નીચ–ઉચ્ચગોત્રનો ઉદય ઠર્યો. એમ થતાં અસંયમી મનુષ્ય-તીર્થંકર-ક્ષત્રિયાદિકને પણ નીચગોત્રનો ઉદય ઠરશે. જો તેમને કુલ-અપેક્ષાએ ઉચ્ચગોત્રનો ઉદય કહેશો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com