________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[૧૫૧
તો ચાંડાલાદિકને પણ કુલ-અપેક્ષાએ જ નીચગોત્રનો ઉદય કહો ! તમારાં સૂત્રોમાં પણ તેનો સભાવ પાંચમા ગુણસ્થાન સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય. માટે શૂદ્રોનો મોક્ષ કહેવો મિથ્યા છે.
એ પ્રમાણે તેમણે સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી, તેનું પ્રયોજન એ છે કે સર્વને ભલું મનાવવું, મોક્ષની લાલચ આપવી, તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી; પરંતુ વિચાર કરતાં એ મિથ્યા ભાસે છે.
આછેરાનો નિષેધ
વળી તેમનાં શાસ્ત્રોમાં “અરા” કહે છે, અને કહે છે કે “હું ડાવસર્પિણીકાલના નિમિત્તથી એ થયાં છે, એને છેડવા નહિ.” પણ કાલદોષથી ઘણી ય વાતો થાય, પરંતુ પ્રમાણવિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણવિરુદ્ધ પણ થાય, તો આકાશમાં ફૂલ તથા ગધેડાને શીંગડાં ઇત્યાદિ થવું પણ બને, પણ તેમ થવું સંભવતું નથી. માટે તેઓ જે અજીરાં કહે છે, તે પ્રમાણવિરુદ્ધ છે. શા માટે તે અહીં કહીએ છીએ:
“વર્ધમાનજિન કેટલો કાળ બ્રાહ્મણીના ગર્ભમાં રહી, પછી ક્ષત્રિયાણીના ગર્ભમાં વધ્યા” એમ તેઓ કહે છે. હવે કોઈનો ગર્ભ કોઈમાં મૂકયો પ્રત્યક્ષ ભાસતો નથી, તેમ અનુમાનાદિકમાં પણ આવતો નથી. તીર્થકરને થયો કહીએ, તો ગર્ભકલ્યાણક કોઈના ઘર થયું તથા જન્મકલ્યાણક કોઈ અન્યના ઘેર થયું, રત્નાવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘર થઈ, અને કેટલાક દિવસ કોઈ અન્યના ઘેર થઈ, સોળસ્વપ્ર કોઈને આવ્યાં ત્યારે પુત્ર કોઈને થયો; ઇત્યાદિક અસંભવિતતા ભાસે છે. વળી માતા તો બે થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો, અને જન્મકલ્યાણાદિકમાં તેનું સન્માન ન કર્યું, અન્ય કલ્પિત પિતાનું કર્યું, તથા તીર્થકરને બે પિતા કહેવા મહાવિપરીત ભાસે છે, સર્વોત્કૃષ્ટપદના ધારક માટે એવાં વચન સાંભળવા યોગ્ય નથી.
વળી તીર્થકરની પણ એવી અવસ્થા થઈ, તો અન્ય સ્ત્રીનો ગર્ભ અન્ય સ્ત્રીમાં ધરી દેવો સર્વત્ર ઠરે. અને એમ થતાં વૈષ્ણવો જેમ અનેક પ્રકારથી પુત્ર-પુત્રીનું ઊપજવું બતાવે છે, તેવું આ કાર્ય પણ થયું. હવે આવા નિકૃષ્ટ કાળમાં પણ એ પ્રમાણે હોય જ નહિ, તો ચોથા કાળમાં એમ થવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે.
વળી મલ્લિ તીર્થકરને તેઓ કન્યા કહે છે, પણ મુનિ-દેવાદિકની સભામાં સ્ત્રીની સ્થિતિ કરવી, ઉપદેશ આપવો સંભવતો નથી. વા સ્ત્રીપર્યાય હીન છે જે ઉત્કૃષ્ટ તીર્થંકર-પદધારકને હોય નહિ. વળી તેઓ તીર્થકરને નગ્નલિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહિ. ઇત્યાદિક વિચાર કરતાં અસંભવિત ભાસે છે.
હરિક્ષેત્રના ભોગભૂમિઆને નરકમાં ગયો કહે છે, પણ બંધવર્ણનમાં તો ભોગ-ભૂમિઆને દેવગતિ-દેવાયુનો જ બંધ કહે છે, તો તે નરકમાં કેવી રીતે ગયો?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com