________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૭૩
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ
ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિ. ત્યાં
૧. જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેથી જે પ્રાપ્તિ તે ક્ષયોપશમલબ્ધિ છે.
૨. મોહનો મંદ ઉદય આવવાથી મંદકપાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ શકે, તે વિશુદ્ધિલબ્ધિ છે.
૩. શ્રી જિનેન્દ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.
૪. કર્મોની પૂર્વસત્તા ઘટી અંત:કોડાકોડીસાગર પ્રમાણે રહી જાય તથા નવીનબંધ પણ અંત:કોડાકોડીસાગર પ્રમાણે સંખ્યાતમા ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને કમથી ઘટતો જ જાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ કમથી મટતો જાય; ઇત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
એ ચારે લબ્ધિ ભવ્ય અને અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી *લબ્ધિસાર ગાથા ૩ માં કહ્યું છે. માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા આપી. તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે” એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રી ગુરુએ તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે-આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને
આમ જ છે” એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. ( નિમિત્ત કારણોમાં) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે તેનો ઉદય મટે તો પ્રતીતિ થઈ જાય, ન મટે તો ન થાય એવો નિયમ છે, પણ તેનો ઉધમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.
૫. પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યકત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com