________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭) ]
મોક્ષમાર્ગ પ્રકાશક ૧ અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૨ અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. ૩ શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૪ શુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. તેનું વિવેચન-સૂક્ષ્મદષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી, સમુચ્ચયરૂપ મિથ્યાત્વ-સમ્યકત્વની વાત ન લેવી. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કે- ૧, જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપચારિત્ર. ૨ કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર. ૩. કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. ૪. કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર.
જે સમયે જ્ઞાનની અજાણરૂપ ગતિ અને ચારિત્રની સંકલેશરૂપ ગતિ, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બન્ને અશુદ્ધ.
જે સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર, તે સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન.
જે સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, તે સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન.
જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બન્ને શુદ્ધ.
એ પ્રમાણે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિકાળથી છે. તેનું વિવેચનઃ
જાણરૂપ એ જ્ઞાનની શુદ્ધતા કહેવાય; વિશુદ્ધરૂપ એ ચારિત્રની શુદ્ધતા કહેવાય, અજ્ઞાનરૂપ એ જ્ઞાનની અશુદ્ધતા કહેવાય તથા સંકલેશરૂપ એ ચારિત્રની અશુદ્ધતા કહેવાય. હવે તે સંબંધી વિચાર સાંભળોઃ
મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાનગુણ જાણરૂપ હોય ત્યારે તે કેવું જાણે છે? તે એવું જાણે છે કે-લક્ષ્મી, પુત્ર, કલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષ-પ્રમાણરૂપ મારાથી
ન્યારાં છે; હું મરીશ અને એ સૌ અહીં જ પડ્યાં રહેશે; અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ; કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે, એવું જાણપણું મિથ્યાષ્ટિને થાય છે તે તો શુદ્ધતા કહેવાય; પરંતુ એ શુદ્ધતા સમ્યકશુદ્ધતા નથી, પણ ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યફશુદ્ધતા છે; તેવી શુદ્ધતા ગ્રંથિભેદ વિના હોય નહિ. પરંતુ ગર્ભિતશુદ્ધતા પણ અકામનિર્જરા છે. વળી કોઈ સમયે તે જીવનો જ્ઞાનગુણ અજાણરૂપ છે તે ઘેલછારૂપ હોય છે તેથી કેવળ બંધ છે. એ પ્રમાણે મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે ચારિત્રગુણ વિશુદ્ધરૂપ હોય છે; તેથી ચારિત્રાવણકર્મ મંદ થાય છે, તે મંદતાને લીધે નિર્જરા થાય છે. તથા કોઈ સમયે ચારિત્રગુણ સંકલેશરૂપ હોય છે જેથી કેવળ તીવ્રબંધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com