________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૦૩
સંબંધ છે, કારણ કે છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે, તથા કોઈ વેળા પરિણામ વિના કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં આવે અને ‘પરિણામ એ રૂપ નથી' એમ કહે તો તે ભ્રમ છે. અથવા બાહ્યપદાર્થોનો આશ્રય પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ શ્રી સમયસારાદિમાં કહ્યો છે. માટે રાગાદિભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવા શ્રાવક-મુનિધર્મ હોય છે, અથવા એ પ્રમાણે શ્રાવક-મુનિધર્મ અંગીકાર કરતાં પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ ચરણાનુયોગમાં કર્યું છે.
વળી જો બાહ્યસંયમથી કાંઈ પણ સિદ્ધિ ન હોય તો સર્વાર્થસિદ્ધિવાસી દેવો સમ્યગ્દષ્ટિ અને ઘણા જ્ઞાની છે તેમને તો ચોથું ગુણસ્થાન છે ત્યારે ગૃહસ્થ શ્રાવક-મનુષ્યોને પાંચમું ગુણસ્થાન હોય છે તેનું કારણ શું? તથા શ્રી તીર્થંકરાદિ ગૃહસ્થપદ છોડી શા માટે સંયમ ગ્રહણ કરે ? માટે આ નિયમ છે કે-બાહ્યસંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શક્તા નથી; માટે બાહ્યસાધનનું વિધાન જાણવા અર્થે ચરણાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે.
દ્રવ્યાનુયોગમાં દોષ-કલ્પનાનું નિરાકરણ
કોઈ જીવ કહે છે કે-દ્રવ્યાનુયોગમાં વ્રત-સંયમાદિ વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે. ઇત્યાદિ કથન સાંભળી જીવ સ્વછંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ છીએ કે
જેમ સાકર ખાઈને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઈ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે-જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઈ એકાદ વાત સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો જ દોષ
છે.
વળી જો જૂઠી દોષકલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષ-માર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મઉપદેશ થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ ઊલટો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com