________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૨૯૯
ઉત્તર:- ભાષા તો અપભ્રંશરૂપ અશુદ્ધવાણી છે, દેશ દેશમાં અન્ય અન્ય છે, ત્યાં મહાનપુરુષ શાસ્ત્રોમાં એવી રચના કેવી રીતે કરે? વળી વ્યાકરણ-ન્યાયાદિ વડે જેવો યથાર્થ સૂક્ષ્મ અર્થ નિરૂપણ થાય છે તેવો સીધી (સરલ) ભાષામાં થઈ શક્તો નથી માટે વ્યાકરણાદિ આમ્નાયથી વર્ણન કર્યું છે, તેનો પોતાની બુદ્ધિ અનુસાર થોડો ઘણો અભ્યાસ કરી અનુયોગરૂપ પ્રયોજનભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
આઠમો અધિકાર
વળી વૈધકાદિ ચમત્કારથી જૈનમતની પ્રભાવના થાય, ઔષધાદિથી ઉપકાર પણ બને તથા જે જીવ લૌકિક કાર્યોમાં અનુરક્ત છે તે વૈધકાદિ ચમત્કારથી જૈની થાય અને પાછળથી સત્યધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, ઇત્યાદિ પ્રયોજનસહિત વૈધકાદિ શાસ્ત્રો કહ્યાં છે.
અહીં એટલું છે કે-આ પણ જૈનશાસ્ત્ર છે એમ જાણી તેના અભ્યાસમાં ઘણું લાગવું નહિ; જો ઘણી બુદ્ધિથી તેનુ સહજ જાણવું થાય તથા તેને જાણતાં પોતાને રાગાદિ વિકારો વધતા ન જાણે તો તેનું પણ જાણવું ભલે થાય, પરંતુ અનુયોગશાસ્ત્રવત્ એ શાસ્ત્રો ઘણાં કાર્યકારી
નથી માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ કરવો યોગ્ય નથી.
પ્રશ્ન:- જો એમ છે તો ગણધરાદિ પુરુષોએ તેની શા માટે રચના કરી ?
ઉત્તર:- પૂર્વોક્ત કિંચિત્ પ્રયોજન જાણી તેની રચના કરી છે. જેમ ઘણો ધનવાન કોઈ વેળા અલ્પકાર્યકારી વસ્તુનો પણ સંચય કરે છે પણ જો અલ્પ ધનવાન એ વસ્તુનો સંચય કરે તો ધન તો ત્યાં જ ખર્ચાઈ જાય, પછી તે ઘણી કાર્યકારી વસ્તુનો સંગ્રહ શા વડે કરે ? તેમ ઘણા બુદ્ધિમાન ગણધરાદિક કોઈ પ્રકારે અલ્પકાર્યકારી વૈધકાદિ શાસ્ત્રોનો પણ સંચય કરે છે પણ જો અલ્પબુદ્ધિમાન તેના અભ્યાસમાં જોડાય તો બુદ્ધિ તો ત્યાં લાગી જાય, પછી ઉત્કૃષ્ટ કાર્યકારી શાસ્ત્રોનો અભ્યાસ તે કેવી રીતે કરે?
વળી જેમ મંદરાગી તો પુરાણાદિમાં શ્રૃંગારાદિનું નિરૂપણ કરે તોપણ તે વિકારી થતો નથી, પણ જો તીવ્રરાગી એ પ્રમાણે શ્રૃંગારાદિ નિરૂપણ કરે તો તે પાપ જ બાંધે; તેમ મંદરાગી ગણધરાદિ છે તેઓ વૈધકાદિ શાસ્ત્રોનું નિરૂપણ કરે તોપણ તેઓ વિકારી થતા નથી પણ જો તીવ્રરાગી તેના અભ્યાસમાં લાગી જાય તો તે રાગાદિક વધારી પાપકર્મને બાંધશે એમ સમજવું.
એ પ્રમાણે જૈનમતના ઉપદેશનું સ્વરૂપ જાણવું.
અનુયોગોમાં દોષ-કલ્પનાનું નિરાકરણ
હવે તેમાં કોઈ દોષકલ્પના કરે છે તેનું નિરાકરણ કરીએ છીએ:
પ્રથમાનુયોગમાં દોષકલ્પનાનું નિરાક૨ણ
કેટલાક જીવ કહે છે કે-પ્રથમાનુયોગમાં શ્રૃંગારાદિ વા સંગ્રામાદિનું ઘણું કથન કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com