________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઘણા પ્રકારથી જેમ શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વિના પણ શરીર જેવું ને તેવું રહે, એવી પણ અવસ્થા થઈ. પ્રત્યક્ષ જુઓ! અન્યને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે, ત્યારે કેવલીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી, તેથી અન્ય મનુષ્યોનું શરીર અને કેવળીના શરીરની સમાનતા સંભવતી નથી.
પ્રશ્ન:- “દેવાદિકને આહાર જ એવો છે કે જેથી ઘણાકાળની ભૂખ મટી જાય, પણ કેવળીને ભૂખ શાનાથી મટી, તથા શરીર કેવી રીતે પુષ્ટ રહ્યું?”
ઉત્ત૨:- અશાતાનો ઉદય મંદ થવાથી ભૂખ મટી, તથા સમય સમય પરમ-ઔદારિક શરીર વર્ગણાનું ગ્રહણ થાય છે, એટલે હવે તો નોકર્મઆહાર છે, તેથી એવી નોકર્મવર્ગણાનું ગ્રહણ થાય છે કે જેથી ક્ષુધાદિક બાપે જ નહિ, વા શરીર શિથિલ થાય નહિ. અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવળીને આહાર કહ્યો છે.
વળી અન્નાદિકનો આહાર કાંઈ શ૨ી૨પુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ! કોઈ થોડો આહાર કરે છે, છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે, કોઈ ઘણો આહાર કરે છે છતાં શરીર ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર પુષ્ટ રહ્યા કરે છે, તથા ઋદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ બન્યું રહે છે. તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી રીતે યાચે ?
તેઓ આહાર અર્થે જાય, ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા કોઈ અન્યનું લાવી આપવું ઠરાવશો, તો કોણ લાવી આપે? તેમના મનની વાત કોણ જાણે ? પૂર્વે ઉપવાસાદિકની પ્રતિજ્ઞા કરી હતી, તેઓ નિર્વાહ કેવી રીતે થાય ? જીવ અનંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે આહારગ્રહણ કરે ? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે-“આહાર ગ્રહે છે, પરંતુ કોઈને દેખાતો નથી.” હવે આહારગ્રહણને નિંધ જાણ્યું ત્યારે તો ‘તેને ન દેખવું’ અતિશયમાં લખ્યું, પણ તેનું નિંધપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી વિરુદ્ધતા ઉપજે છે.
વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે-“ કેવળીને નિહાર (શૌચ જવું ) કહે છે, રોગાદિ થયા કહે છે, કે તથા કહે છે કે, કોઈ એ તેજોલેશ્યા છોડી જે વડે વર્ધમાન-સ્વામીને પેઠુંગાનો ( પેચિસનો ) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.” પણ તીર્થંકર કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિ વડે પૂજ્યપણું કેમ શોભે ? વળી તેઓ નિહાર કેવી રીતે કરે ? કયાં કરે ? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા કરે છે. કયાં સુધી કહીએ ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રાગાદિકયુક્તિ છદ્મસ્થને ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com