________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[૧૫૫
વર્ધમાનસ્વામીના ઉપદેશમાં ‘હૈ ગૌતમ ?’ એમ વારંવાર કહેવું ઠરાવે છે, પણ તેમને તો પોતાના કાળમાં દિવ્યધ્વનિ સહજ થાય છે, અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા ગૌતમને જ સંબોધન કેમ બને ? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગવિના વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી, તો એ કેમ બને?
વળી તેઓ ‘હાટમાં સમવસરણ ઊતર્યું' કહે છે, પણ ઇંદ્રકૃત સમવસરણ હાટમાં કેવી રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? પ્રભુ હાટમાં શા માટે રહ્યા? શું હાટ જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડયો ?
વળી કહે છે કે-“કેવળી ઉપદેશ દેવા ગયા,” ૫૨ ઘેર જઈ ઉપદેશ દેવો તો અતિરાગથી હોય છે, મુનિને પણ એમ સંભવે નહિ તો કેવળીને કેવી રીતે બને? એ જ પ્રમાણે અનેક વિપરીતતા ત્યા પ્રરૂપે છે. કેવળી શુદ્ધજ્ઞાન-દર્શનમય રાગાદિરહિત થયા છે, તેમને અઘાતિના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે, પણ મોહાદિકનો અભાવ થયો છે, તેથી ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે, તે ક્રિયા સંભવતી નથી. પાપપ્રકૃતિનો અનુભાગ અત્યંત મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને નથી, તેથી અન્ય જીવોને પાપઉદયથી જે ક્રિયા થતી જોવામાં આવે છે, તે કેવળીને હોય નહિ.
એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદ્દભાવ કેવળી ભગવાનને પણ કહી તેઓ દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે.
ગુરુનું અન્યથા સ્વરૂપ
વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને વસ્ત્રાદિક ચૌદ ઉપકરણ કહે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિગ્રંથ કહે છે, તથા મુનિપદ લેતાં નવ-પ્રકારે સર્વપરિગ્રહના ત્યાગવડ મહાવ્રત અંગીકાર કરે છે, ત્યાં એ વસ્ત્રાદિક પરિગ્રહ છે કે નહિ? જો છે, તો ત્યાગ કર્યા પછી તેઓ શા માટે રાખે છે? તથા નથી, તો એ વસ્ત્રાદિક ગૃહસ્થ રાખે છે, તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો !
અહીં જો એમ કહેશો કે“જેમ ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ, તેમ શીતઉષ્ણાદિક અર્થે વસ્ત્રાદિક ગ્રહણ કરીએ છીએ,” પરંતુ મુનિપદ અંગીકાર કરતાં આહા૨નો તો ત્યાગ કર્યો નથી. પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ છે, પરંતુ ભોજન કરવા જાય, એ પરિગ્રહ નથી. વસ્ત્રાદિકનો
૧. પાત્ર-૧ બંધ-૨, પાત્ર કેસરીકર-૩ પાટલીયો-૪-૫, રજસ્ત્રાણ-૬, ગોચ્છક-૭, ૨જોહરણ ૮, મુખવસ્ત્રિકા-૯, બે સુતરાઉ કપડા-૧૦-૧૧, એક ઊનનું કપડું-૧૨, માત્રક (પેશાબનું પાત્ર)–૧૩, ચોલપટ્ટ–૧૪, (બૃ૦ કલ્પસૂત્ર ઉ ભાગ ૩ ગા. ૩૯૬૨ થી ૩૯૬૫ સુધી )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com