________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સંગ્રહ કરવો વા પહેરવાં, એ સર્વ પરિગ્રહ જ છે. લોકમાં પણ પ્રસિદ્ધ છે.
જો કહેશો કે “શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિક રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી તેને પરિગ્રહ કહેતા નથી.” પણ શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો, ત્યારથી જ સર્વ પદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહરહિત કહો ! તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિ ગ્રહણ-ધારણ જ્યારે છૂટશે, ત્યારે જ નિષ્પરિગ્રહી થશે.
જો કહેશો કે “વસ્ત્રાદિક કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, સુધાદિક લાગતાં તેને વેચે નહિ, વા વસ્ત્રાદિક પહેરી પ્રમાદ કરે નહિ, પણ પરિણામોની સ્થિરતાવડે ધર્મ જ સાધે છે તેથી મમત્વ નથી.” હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શા માટે કરવામાં આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી વેચતા નથી, પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડ ધર્મ સાધવાથી જ પરિગ્રહ૫ણું ન થાય, તો કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાથે, તેને પણ નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ-મુનિધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિષહ સહવાની શક્તિ ન હોય, તે પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ ગૃહસ્થધર્મ, તથા જેના પરિણામ નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાથે તેનું નામ મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે.
અહીં જ કહેશો કે શીતાદિકના પરિષહ વડે વ્યાકુળ કેમ ન થાય?” પણ વ્યાકુળતા તો મોહ ઉદયના નિમિત્તથી છે. હવે મુનિને છઠ્ઠીઆદિ ગુણસ્થાનોમાં ત્રણ ચોકડીનો* ઉદય નથી, તથા સંવલનના સર્વઘાતીસ્પદ્ધકોનો પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતીસ્પદ્ધકોનો ઉદય છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દષ્ટિને સમ્યગ્બોહનીયનો ઉદય છે, પણ તે સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે-સર્વને સર્વઘાતીનો ઉદય છે, ત્યારે મુનિને દેશ-ઘાતીનો ઉદય છે, તેથી અન્યના જેવા પરિણામ થાય તેવા તેમના કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે, તથા જેમને દેશઘાતીનો
* અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી તથા પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણ ચોકડી. -અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com