________________
૩૪૨ ]
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ પ્રકાશક
સમ્યક્ત્વના ભેદ
હવે એ સમ્યક્ત્વના ભેદ દર્શાવીએ છીએ.
પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ-વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે, તથા એ વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે, કારણ કે–અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, અને ઉપચારનું નામ જ વ્યવહાર છે.
ત્યાં સમ્યગ્દષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિકનું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે તથા દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્વાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.
એ પ્રમાણે એક જ કાળમાં બંને સમ્યક્ત્વ હોય છે.
તથા મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિકનું શ્રદ્ધાન આભાસમાત્ર હોય છે અને તેના શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તેને નિશ્ચયસમ્યક્ત્વ તો છે નહિ તથા વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસમાત્ર છે, કારણ કે તેને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશના અભાવને સાક્ષાત્ કારણ થયું નહિ અને કારણ થયા વિના તેમાં ઉપચાર પણ સંભવતો નથી. માટે સાક્ષાત્ કારણની અપેક્ષાએ તેને વ્યવહાર-સમ્યક્ત્વ પણ સંભવતું નથી.
અથવા તેને દેવ-ગુરુ-ધર્માદિકનું શ્રદ્ધાન નિયમરૂપ હોય છે તે વિપરીતાભિનિવેશ-રહિત શ્રદ્ધાનને પરંપરા કારણભૂત છે, જોકે તે નિયમરૂપ કારણ નથી તોપણ મુખ્યપણે કારણ છે અને કારણમાં કાર્યનો ઉપચાર સંભવે છે તેથી મુખ્યરૂપ પરંપરા કારણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ વ્યવહારસમ્યકત્વ કહીએ છીએ.
પ્રશ્ન:- કેટલાંક શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને વા તત્ત્વશ્રદ્ધાનને તો વ્યવહારસમ્યક્ત્વ કહ્યું છે તથા સ્વ-૫૨ના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને નિશ્ચય-સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે ?
ઉત્તર:- દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે; જે પ્રવૃત્તિમાં અરહંતાદિને દેવાદિક માને અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહીએ છીએ. તથા તત્ત્વશ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા છે; જે જ્ઞાનમાં જીવાદિતત્ત્વોને વિચારે છે તેને તત્ત્વશ્રદ્ધાની કહીએ છીએ. એ પ્રમાણે ત્યાં મુખ્યતા હોય છે. એ બંને કોઈ જીવને તો સમ્યક્ત્વનાં કારણ થાય છે પરંતુ તેનો સદ્દભાવ મિથ્યાદષ્ટિને પણ સંભવે છે તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com