________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૩૫
હોય છે કે સહિત હોય છે? જો રહિત હોય છે તો મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે છે? સંવર-નિર્જરાના શ્રદ્ધાન વિના રાગાદિ રહિત થઈ સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? આસ્રવ-બંધના શ્રદ્ધાન વિના તે પૂર્વઅવસ્થાને શા માટે છોડ છે? માટે આસ્રવાદિના શ્રદ્ધાનરહિત સ્વ-પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી; અને જો આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ થયો. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહિ માટે અજીવનું શ્રદ્ધાન થતાં જ જીવનું શ્રદ્ધાન થાય છે; અને પ્રથમ કહ્યા પ્રમાણે આસ્રવાદિકનું શ્રદ્ધાના પણ ત્યાં અવશ્ય હોય જ છે તેથી અહીં પણ સાતે તત્ત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો.
બીજુ આગ્નવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાના વા કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું હોતું નથી કારણ કે-આત્મા દ્રવ્ય છે તે તો શુદ્ધ-અશુદ્ધ પર્યાય સહિત છે. જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય તેમ શુદ્ધ-અશુદ્ધ પર્યાય ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન ન થાય. તે શુદ્ધ-અશુદ્ધ અવસ્થાની ઓળખાણ આસ્રવાદિની ઓળખાણથી થાય છે. આસ્રવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાના કાર્યકારી પણ નથી કારણ કે-(એવું ) શ્રદ્ધાન કરો વા ન કરો “પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર છે.' વળી આસ્રવાદિનું શ્રદ્ધાન હોય તો આગ્નવ-બંધનો અભાવ કરી સંવર-નિર્જરારૂપ ઉપાયથી મોક્ષપદને પ્રાપ્ત કરે, તથા સ્વ-પરનું પણ શ્રદ્ધાન કરાવીએ છીએ તે એ જ પ્રયોજન અર્થે કરાવીએ છીએ; માટે આગ્નવાદિકના શ્રદ્ધાનસહિત સ્વ-પરનું જાણવું વા અને જાણવું કાર્યકારી છે.
પ્રશ્ન:- જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વ-પરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને જ સમ્યકત્વ કહ્યું વા કાર્યકારી કહ્યું તથા નવ તત્ત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાઓ, એમ કેમ કહ્યું છે?
ઉત્તર:- જેને સ્વ-પરનું વા આત્માનું સત્ય શ્રદ્ધાન હોય તેને સાતે તત્ત્વોને શ્રદ્ધાન અવશ્ય હોય જ, તથા જેને સાતે તત્ત્વોનું સત્યશ્રદ્ધાન હોય તેને સ્વ-પરનું વા આત્માનું શ્રદ્ધાન અવશ્ય હોય જ, એવું પરસ્પર અવિનાભાવપણું જાણી સ્વ-પરના શ્રદ્ધાનને વા આત્મશ્રદ્ધાનને જ સમ્યકત્વ કહ્યું છે.
પણ એ છળથી કોઈ સામાન્યપણે સ્વ-પરને જાણી વા આત્માને જાણી કૃતકૃત્યપણું માને તો તેને ભ્રમ છે. કારણ કે એમ કહ્યું છે કે નિર્વિશેષો દિ સામાન્ય “મવેરવિષાણવન્ત' એનો અર્થ-વિશેષરહિત સામાન્ય છે તે ગધેડાના શીંગડા સમાન છે. માટે પ્રયોજનભૂત આસ્રવાદિ વિશેષો સહિત સ્વ-પરનું વા આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે; અથવા સાતે તત્ત્વાર્થોના શ્રદ્ધાનથી જે રાગાદિક મટાડવા અર્થે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે, વા પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com