________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ].
મોક્ષમાર્ગ પ્રકાશક
કેવલીનો દિવ્ય ધ્વનિ ઉપદેશ સાંભળે છે, જેના અતિશય વડ તેમને સત્યાર્થ જ ભાસે છે, તે અનુસાર તેઓ ગ્રંથ રચના કરે છે. હવે એ ગ્રંથોમાં તો અસત્યાર્થ પદ કેવી રીતે ગૂંથી શકાય? તથા અન્ય આચાર્યાદિક ગ્રંથ રચના કરે છે તેઓ પણ યથાયોગ્ય સમ્યજ્ઞાનના ધારક છે વળી તેઓ મૂળ ગ્રંથોની પરંપરા દ્વારા ગ્રંથ-રચના કરે છે, જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો તેઓ રચના કરતા નથી, પણ જે પદોનું જ્ઞાન હોય તેને જ સમ્યજ્ઞાન પ્રમાણપૂર્વક બરાબર ગૂંથે છે; હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાર્થ પદ ગૂંથ્યાં જાય નહિ તથાપિ કદાચિત્ પોતાને પૂર્વ ગ્રંથોનાં પદોનો અર્થ અન્યથા જ ભાસે અને પોતાની પ્રમાણતામાં પણ તે જ પ્રમાણે બેસી જાય તો તેનું કાંઈ તેને વશ નથી. પરંતુ એમ કોઈકને જ ભાસે, સર્વને નહિ. માટે જેને સત્યાર્થ ભાસ્યો હોય તે તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહિ. વળી આટલું વિશેષ જાણવું કે-જેને અન્યથા જાણવાથી જીવનું બુરૂ થાય એવા દેવ-ગુરુ-ધર્માદિક વા જીવ-અજીવાદિક તત્ત્વોને તો શ્રદ્ધાળુ જૈની અન્યથા જાણે જ નહિ, એનું તો જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ, તેને જિનની આજ્ઞા માનવાથી જીવનું બુરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તોપણ તેનો વિશેષ દોષ નથી. શ્રીગોમ્મસારમાં પણ કહ્યું છે કે
सम्माइट्ठी जीवो उवइटुं पवयणं तु सद्दहदि। સદ્દતિ અભાવ નાણમાણો ગુરુશિયો ITIો ૨૭ જીવકાંડ
અર્થ - “સમ્યગ્નેષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને શ્રદ્ધાન કરે છે તથા અજાણમાન ગુરુના યોગથી અસત્યને પણ શ્રદ્ધાન કરે છે”. વળી મને પણ વિશેષજ્ઞાન નથી તથા જિનઆજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે, પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. તેથી આ ગ્રન્થમાં જેવું પૂર્વ ગ્રન્થોમાં વર્ણન છે તેવું જ વર્ણન કરીશ, અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રન્થોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો વિશેષભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો. હવે કેવાં શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તા-શ્રોતા કેવા જોઈએ તે અહીં કહું છું.
કેવાં શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે
જે આગમ મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ આગમ વાંચવા-સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્ર-રૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com