SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates આઠમો અધિકાર [ ૨૯૧ તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ, તેનું જે નિશ્ચયસ્વરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહાર સ્વરૂપ છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ-પરના ભેદવિજ્ઞાનાદિ વડ પરદ્રવ્યમાં રાગાદિ છોડવાના પ્રયોજન સહિત તે તત્ત્વોને શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ, એવા શ્રદ્ધાનથી અરહંતાદિક વિના અન્ય દેવાદિક જાક ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ નિરૂપણ કરીએ છીએ. સમ્યજ્ઞાનના અર્થ સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્રચારિત્ર અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદશ તીવ્રરાગાદિકનો અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી મંદરાગથી શ્રાવક-મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે તથા મંદરાગાદિકનો પણ અભાવ થતાં શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ; તથા યથાર્થશ્રદ્ધાનસહિત સમ્યગ્દષ્ટિઓને જેવાં કોઈ યથાર્થ આખડી, ભક્તિ, પૂજા-પ્રભાવનાદિ કાર્ય હોય છે વા ધ્યાનાદિ હોય છે તેનો ઉપદેશ આપીએ છીએ. અહીં જૈનમતમાં જેવો સાચો પરંપરા માર્ગ છે તેવો ઉપદેશ આપવામાં આવે છે. એ પ્રમાણે ચરણાનુયોગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું. વળી ચરણાનુયોગમાં તીવ્રકષાયોનાં કાર્યો છોડાવી મંદકષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છીએ. જોકે કષાય કરવો બૂરો જ છે તોપણ સર્વ કષાય ન છૂટતો જાણી જેટલો કપાય ઘટે તેટલું તો ભલું થશે! એવું ત્યાં પ્રયોજન જાણવું. જેમ-જે જીવોને આરંભાદિ કરવાની, મંદિરાદિ બનાવવાની, વિષય સેવવાની વા ક્રોધાદિક કરવાની ઇચ્છા સર્વથા દૂર ન થતી જાણે તેને પૂજા-પ્રભાવનાદિક કરવાનો, ચેત્યાલયાદિ બનાવવાનો, જિનદેવાદિકની આગળ શોભાદિક અને નૃત્ય-ગાનાદિક કરવાનો વા ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે તેમાં પરંપરા કષાયોનું પોષણ થતું નથી અને પાપકાર્યોમાં તો પરંપરા કષાયોનું પોષણ થાય છે તેથી પાપકાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ; થોડાં ઘણાં જેટલાં છૂટતાં જાણે તેટલાં પાપકાર્યોથી છોડાવી સમ્યકત્વ વા અણુવ્રતાદિ પાળવાનો તેને ઉપદેશ આપીએ છીએ તથા જે જીવોને આરંભાદિકની ઇચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત પૂજનાદિ કાર્યો વા સર્વ પાપકર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા જેમને કિંચિત્ રાગાદિક છૂટતાં જાણે તેમને દયા, ધર્મોપદેશ અને પ્રતિક્રમણાદિ કાર્યો કરવાનો ઉપદેશ આપીએ છીએ; પણ જ્યાં સર્વ રાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું જ નથી તેથી તેમને કાંઈ ઉપદેશ જ નથી, એવો કમ જાણવો. વળી ચરણાનુયોગમાં કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવી ધર્મમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy