________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કૃષ્ણાવતારે પહેલાં ગોવાળ થઈ પરસ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત સિંઘ ચેષ્ટા કરી, પછી જરાસંઘ આદિને મારી રાજ્ય કર્યું. પણ એવાં કાર્યો કરવાથી શું સિદ્ધિ થઈ ?
રામકૃષ્ણાદિકનું તેઓ એક સ્વરૂપ કહે છે, તો વચ્ચેના એટલા કાળ સુધી તેઓ કયાં રહ્યા? જો બ્રહ્મમાં રહ્યા તો ત્યાં જુદા રહ્યા કે એક રહ્યા? જો જુદા રહ્યા તો જણાય છે કે-તેઓ બ્રહ્મથી જુદા જ ઠર્યા, તથા એક રહે છે તો રામ પોતે જ કૃષ્ણ થયા અને સીતા પોતે જ રુકિમણી થઈ ઇત્યાદિ કેવી રીતે કહો છો?
વળી તેઓ રામાવતારમાં તો સીતાને મુખ્ય કહે છે, તથા કૃષ્ણાવતારમાં એ જ સીતાને રુકિમણી થઈ કહે છે. હવે તેને તો પ્રધાનરૂપ ન કહેતાં રાધિકાકુમારીને મુખ્ય કહે છે. ત્યાં પૂછીએ છીએ ત્યારે કહે છે કે “રાધિકા ભક્ત હતી.” પણ પોતાની સ્ત્રીને છોડી એક દાસીને મુખ્ય કરવી કેમ બને? વળી કૃષ્ણને તો રાધિકા સહિત પરસ્ત્રીસેવનનાં સર્વવિધાન થયાં, પણ એ ભક્તિ કેવી? એવાં કાર્ય તો મહાનિંધ છે. વળી રુકિમણીને છોડી રાધિકાને મુખ્ય કરી તે શું પરસ્ત્રીસંવનને ભલું જાણી કરી હશે ? તથા એ કૃષ્ણ એક રાધા જ વિષે આસક્ત ન થયા પરંતુ અન્ય ગોપીઓ-* કુન્જા આદિ અનેક પરસ્ત્રીઓમાં પણ આસક્ત થયા. એ અવતાર એવાં જ કાર્યોનો અધિકારી થયો.
વળી તેઓ કહે છે કે “લક્ષ્મી તેની સ્ત્રી છે”, અને ધનાદિકને લક્ષ્મી કહે છે; પણ તે તો પૃથ્વી આદિમાં જેમ પાષાણ અને ધૂળ આદિ છે તેમ રત્ન-સુવર્ણાદિકને જોઈએ છીએ. એથી જુદી લક્ષ્મી કોણ છે કે જેનો ભરથાર નારાયણ છે? વળી તેઓ સીતાદિકને માયાનું સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય? બહુ કયાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે.
એ પ્રમાણે તેઓ અવતાર કહે છે, અને તેને બ્રહ્મસ્વરૂપ કહે છે. તથા અન્ય જીવોને પણ બ્રહ્મસ્વરૂપ કહે છે. એક તો મહાદેવને તેઓ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેને વળી યોગી કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલાં અને ભસ્મ ધારણ કરે છે તે શા માટે ધારણ કરે છે? તે રુંડમાળા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંધ છે તો તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો–ધતૂરો ખાય છે તેમાં શું મોટાઈ કે ભલાઈ છે? ત્રિશૂલાદિ તે રાખે છે પણ તેને કોનો ભય છે? પાર્વતીના સંગસહિત છે પણ યોગી બની જોડ સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું
* ભાગવત સ્કંધ ૧૦, અ. ૬૮, ૧-૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com