________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
અવેજ ઉપર (અવેજી અર્થાત્ બદલા ઉપર) અધિક રાગ કર્યો, પણ ફળ તો રાગભાવ મટતાં જ થશે; માટે જેટલી વિરક્તતા થઈ હોય તેટલી જ પ્રતિજ્ઞા કરવી. મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઉછટિ (ઓછપ-ઘટાડો) કરે છે, તથા મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારી કરે છે પણ જેમ પરિણામ ચઢતા રહે તેમ કરે છે, માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી છે, એમ સમજવું.
વળી જેને ધર્મ ઉપર દષ્ટિ નથી તે પણ કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે ત્યારે કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ કોઈ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિક કરે છે ત્યારે કોઈ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; હવે જો તેને ધર્મબુદ્ધિ હોય તો સર્વ ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિક ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે ત્યારે કોઈ વેળા કોઈ ધર્મકાર્ય આવી પ્રાપ્ત થયું હોય તોપણ ત્યાં થોડું પણ ધન ન ખર્ચે જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ ધર્મકાર્યોમાં જ યથાયોગ્ય ધન ખર્ચા કરે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવું.
વળી જેને સાચું ધર્મસાધન નથી તે કોઈ ક્રિયા તો ઘણી મોટી અંગીકાર કરે છે. ત્યારે કોઈ હીન ક્રિયા કરે છે; જેમ ધનાદિકનો તો ત્યાગ કર્યો અને સારાં ભોજન, સારાં વસ્ત્ર ઈત્યાદિ વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસેવન કરવું ઇત્યાદિ કાર્યોનો ત્યાગ કરી ધર્માત્માપણું પ્રગટ કરે છે અને પછી ખોટા વ્યાપારાદિ કાર્ય કરે છે તથા ત્યાં લોકનિંઘ પાપક્રિયામાં પણ પ્રવર્તે છે; એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ અતિ નીચી કરે છે ત્યાં લોકનિંધ થઈને ધર્મની હાંસી કરાવે છે કે “જુઓ, અમુક ધર્માત્મા આવાં કાર્ય કરે છે!” જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ પહેરે તથા એક વસ્ત્ર અતિ હીન પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય, તેમ આ પણ હાંસી જ પામે છે.
સાચા ધર્મની તો આ આશ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટયા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.
પ્રશ્ન:- સ્ત્રીસેપનાદિનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો તેનો ત્યાગ કરે કે ન કરે ?
ઉત્તર:- નીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે છે તેથી ઉપરનો પ્રતિમામાં તેનો ત્યાગ કહ્યો છે, પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થાવાળો પણ કરે, પરંતુ જે નીચલી અવસ્થામાં જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com