________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬ 1
મોક્ષમાર્ગ પ્રકાશક
અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા
કેટલાક મોક્ષસ્વરૂપનું પણ અન્યથા પ્રરૂપણ કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે છે :
એક તો મોક્ષ એવો કહે છે કે “વૈકુંઠધામમાં ઠાકોરજી ઠકુરાણીસહિત નાના ભોગવિલાસ કરે છે, ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ (સેવા) કર્યા કરે તે મોક્ષ છે.” પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યા કરે, તો જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે “ત્યાં ઇશ્વરની સમાન પોતે થાય છે.” એ પણ મિથ્યા છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદાં હોય તો ઘણા ઈશ્વર થતાં લોકનો કર્તા-હર્તા કોણ ઠરશે ? બધાય ઠરશે તો તેમાં જુદી-જુદી ઇચ્છા થતાં પરસ્પર વિરોધ થાય. તથા ઈશ્વર એક જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાથી ઉચ્ચતા પામવાની વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના-મોટા રાજાઓ હોય છે, તેમ મોક્ષમાં પણ નાના-મોટા ઈશ્વર થયા. એમ પણ બને નહિ.
એક મોક્ષ એવો કહે છે કે “વૈકુંઠમાં દીપકની જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં જ્યોત જઈ મળે છે,” એ પણ મિથ્યા છે. કારણ કે-દીપકની જ્યોતિ તો મૂર્તિક-અચેતન છે એવી
જ્યોતિ ત્યાં કેમ સંભવે ? વળી જ્યોતમાં જ્યોત મળતાં આ જ્યોત રહે છે કે નાશ પામે છે? જો રહે છે તો જ્યોત વધતી જશે, અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે-“આત્મા બ્રહ્મ જ છે, માયાનું આવરણ મટતાં મુક્તિ જ છે.” એ પણ મિથ્યા છે. કારણ કે તે માયાના આવરણસહિત હતો, ત્યારે બ્રહ્મથી એક હતો કે જુદો? જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, તથા જો જુદો હતો તો માયા દૂર થતાં એ બ્રહ્મમાં મળે છે, ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહિ? જ રહે તો સર્વજ્ઞને તો તેનું અસ્તિત્વ જાદું ભાસે. એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા નથી. તથા જો અસ્તિત્વ નથી રહેતું, તો પોતાનો જ અભાવ થવો કોણ ઇચ્છે ? માટે એમ પણ બનતું નથી.
વળી એક પ્રકારે કોઈ મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે પણ કહે છે કે:-“બુદ્ધિ આદિનો નાશ થતાં મોક્ષ થાય છે. પણ “શરીરના અંગભૂત મન-ઇંદ્રિયને આધીન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com