________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધન-કુટુંબાદિકનો સંબંધ થાય છે; અને તે પોતાને આધીન પરિણમતા નથી તોપણ તેમાં આ જીવ મમકાર કરે છે કે “આ બધાં મારાં છે,” પણ એ કોઈ પણ પ્રકારથી પોતાનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાનાં માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્ત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે દર્શનમોહના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે. તથા જ્યારે મંદ ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય છે.
ચારિત્રમોહરૂપ જીવની અવસ્થા
ચારિત્રમોહના ઉદયથી આ જીવને કપાયભાવ થાય છે ત્યારે પોતે દેખતો-જાણતો છતાં પણ પરપદાર્થોમાં ઈષ્ટ–અનિષ્ટપણે માની ક્રોધાદિ કરે છે.
ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બુરું થવું ઇચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બૂરાં લાગતાં તેને તોડવા-ફોડવા આદિ રૂપથી તેનું બૂર ઇચ્છે છે તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધ-બંધનાદિ વા પ્રહારાદિવડ દુ:ખ ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતન-અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂર લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે કરીને તે પરિણમનનું બૂરું ઈચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરું થવાની ઇચ્છા તો કરે, પણ બૂરું થવું તે ભવિતવ્યઆધીન છે.
માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણે માની તેને નીચો પાડવા અને પોતે ઉંચો થવા ઈચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા વા નિરાદરાદિવડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઇચ્છે છે. તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા વા પોતાને આધીન કરવા ઇચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. લોકમાં પોતે જેમ ઉંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચ. બીજો કોઈ પોતાનાથી –ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માનવડે પોતાની મહંતતાની ઈચ્છા તો ઘણી કરે, પણ મહંતતા થવી ભવિતવ્યઆધીન છે.
માયા કષાયનો ઉદય થતાં કોઈ પદાર્થને ઈષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ છળપ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઇચ્છે. રત્ન-સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com