________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન:- પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરતાં તો મિથ્યાદર્શનાદિક થાય છે, પણ અન્યમતોનું શ્રદ્ધાન કરતાં મિથ્યાદર્શનાદિક કેવી રીતે થાય?
ઉત્તર- અન્યમતોમાં વિપરીત યુક્તિ પ્રરૂપી છે, જીવાદિતત્ત્વોનું સ્વરૂપ યથાર્થ ન ભાસે તેવા ઉપાય કર્યા છે, તે શા માટે કર્યા છે? જો જીવાદિતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ભાસે તો વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય, પણ જે જીવો વીતરાગી નથી, અને પોતાની મહંતતા ઇચ્છે છે, તેઓ સરાગભાવ હોવા છતાં, પોતાની મહંતતા મનાવવા માટે કલ્પિત યુક્તિ વડે અન્યથા નિરૂપણ કરે છે. અતબ્રહ્માદિકના નિરૂપણ વડે જીવ-અજીવનું, સ્વચ્છેદવૃત્તિ પોષવા વડ આસવ-સંવરાદિકનું, તથા સકષાયીવત્ વા અચેતનવત્ મોક્ષ કહીને એ વડે તેઓ મોક્ષનું અયથાર્થશ્રદ્ધાન પોષણ કરે છે. તેથી અહીં અન્ય મતોનું આયથાર્થપણું પ્રગટ કર્યું છે. જો એનું અન્યથાપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં સચિવાન થાય, અને તેઓની યુક્તિવર્ડ ભ્રમ ન થાય. એ પ્રમાણે અન્ય મતોનું નિરૂપણ કર્યું.
અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા અને સમીચીનતા યોગવાસિષ્ઠ છત્રીસ હજાર શ્લોક પ્રમાણે છે, તેના પ્રથમ વૈરાગ્ય પ્રકરણમાં અહંકારનિષેધાધ્યાયમાં વસિષ્ઠ અને રામના સંવાદમાં કહ્યું છે કે :
रामोवाच:-" नाहं रामो न मे वांछा भावेषु च न मे मनः।।
શાંતિમ સ્થામિચ્છામિ સ્વાત્મચેવ fજનો યથા”'(સર્ગ ૧૫, પૃ. ૩૩) આ શ્લોકમાં રામચંદ્રજીએ જિન સમાન થવાની ઇચ્છા કરી, તેથી રામચંદ્રજી કરતાં જિનદેવનું ઉત્તમપણું અને પ્રાચીનપણું પ્રગટ થયું. વળી દક્ષિણામૂર્તિ સહસ્ર-નામમાં કહ્યું છે કે
शिवोवाच:-" जैनमार्गरतो जैनो जिन क्रोधो जितामयः”।। અહીં ભગવતનું નામ જૈનમાર્ગમાં લીન તથા જૈન કહ્યું તેથી તેમાં જૈનમાર્ગની પ્રધાનતા વા પ્રાચીનતા પ્રગટ થઈ. વળી વૈશંપાયનસહસ્રનામમાં કહ્યું છે કેનિનિર્મદા વીર: શૂર: શર્લિનેશ્વર:” (મહાભારત અ. ૫ શ્લોક ૮૨ અ. ૧૪૯ )
અહીં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું, તેથી જિનેશ્વર ભગવાન છે. વળી દુર્વાસા ઋષિકૃત “મહિમ્નસ્તોત્ર”માં એમ કહ્યું છે કે
“तत्तदर्शनमुख्यशक्तिरिति च त्वं ब्रह्मकर्मेश्वरी कर्तार्हन् पुरुषो हरिश्च सविता बुद्धः शिवस्त्वं गुरुः।"
૧. હું રામ નથી, મારી કોઈ ઇચ્છા નથી, અન્ય ભાવો વા પદાર્થોમાં મારું મન નથી, હું તો જિનદેવ
સમાન મારા આત્મામાં શાંતિ સ્થાપન કરવા જ ઇચ્છું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com