________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ર૬૩
કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન:- જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તર:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું? ઉત્તર:- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે
जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं।
तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ।। ८ ।। અર્થ:- જેમ અનાર્ય-પ્લેચ્છને સ્વેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-વં સ્વેચ્છમષારસ્થાનીયત્વેના परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयोऽथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुसतव्यः।
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
પ્રશ્ન:- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ ન હોઈ શકે? તથા વ્યવહારનય કેમ અંગીકાર ન કરવો? તે કહો.
ઉત્તર:- નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યાં કરીએ તો તે સમજે નહિ ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પદ્રવ્યોની સાપેક્ષતા વડ નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ.
અથવા અભેદવસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com