________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧૧
એવું કાર્ય કરે તેને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના કર્તવ્યનું ફળ છે તો “ કરશે તે પામશે ” એમાં વિષ્ણુએ શું રક્ષા કરી?
ત્યારે તે કહે છે કે–“જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે.” ત્યાં અમે કહીએ છીએ કે–જો એમ છે તો કીડી-કુંજરાદિ તેમનાં ભક્ત નથી છતાં તેમને અન્નાદિક પહોંચાડવામાં, સંકટ વેળા સહાય થવામાં તથા મરણ ન થવામાં વિષ્ણુનું કર્તવ્ય માની તેને સર્વનો રક્ષક શા માટે માને છે? માત્ર ભક્ત ભક્ત જે હોય તેમનો જ રક્ષક માન. પરંતુ ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા જોઈએ છીએ.
ત્યારે તે કહે છે કે-“ ઘણીય જગાએ પ્રહ્લાદિકને સહાય તેણે કરી છે.” તેને અમે કહીએ છીએ કે–જ્યાં સહાય કરી ત્યાં તો તું એમ માન, પરંતુ મ્લેચ્છ-મુસલમાન આદિ અભક્ત પુરુષોથી ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડિત થવા વા મંદિરાદિકને વિશ્ર્વ કરતા દેખી અમે પૂછીએ છીએ કે–ત્યાં તે સહાય નથી કરતો, તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી કે તેને આ વાતની ખબર નથી ? જો શક્તિ નથી તો તેમનાથી પણ તે (વિષ્ણુ) હીનશક્તિનો ધા૨ક થયો, તથા જો તેને
ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો.
તું કહીશ કે-“તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ ઇચ્છા થઈ,” તો પછી તેને ભક્તવત્સલ તું શા માટે કહે છે?
એ પ્રમાણે વિષ્ણુને લોકનો રક્ષક માનવો સાબિત થતું નથી માટે મિથ્યા છે.
વળી તે કહે છે કે–“ મહેશ સંહાર કરે છે,” એ કહેવું પણ મિથ્યા છે. કારણ કે પ્રથમ તો
મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે? જો સદા કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર કરવાપણાથી નિંદા કર! કારણ કે–રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિપક્ષી છે.
વળી તે સંહાર કેવી રીતે કરે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિક વડે કોઈને મારે વા કોઈ પાસે મરાવે, તેમ એ મહેશ પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી મરાવે છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે, તો એ કેવા કેવા અંગો વડે વા કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે સંહાર કરે છે? તું કહીશ કે–“મહેશ તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર તેમનો સંહાર સ્વયં થાય છે. તો તેને સદાકાળ મારવારૂપ દુષ્ટ પરિણામ જ રહ્યા કરતાં હશે ? તથા અનેક જીવોને એકસાથ મારવાની ઇચ્છા કેવી રીતે થતી હશે ? વળી તે મહાપ્રલય થતાં સંહાર કરે છે તો પરમબ્રહ્મની ઇચ્છા થતાં કરે છે કે તેની ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા થતાં
22
Please inform us of any errors on rajesh@AtmaDharma.com