________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી થયો કે-સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ? કારણ કે-કોઈ કારણ વિના નાશ કરવાની તો ઇચ્છા થાય નહિ. અને નાશ કરવાની ઇચ્છા તેનું જ નામ ક્રોધ છે. તો એ કારણ બતાવ! તથા જો કારણ વિના પણ ઇચ્છા થાય છે તો એ બહાવરા જેવી ઇચ્છા થઈ.
તું કહીશ કે “પરબ્રહ્મ આ ખેલ બનાવ્યો હતો અને વળી તે દૂર કર્યો, એમાં કારણ કાંઈ પણ નથી.” તો ખેલ બનાવવાવાળો પણ ખેલ ઇષ્ટ લાગે છે ત્યારે બનાવે છે તથા અનિષ્ટ લાગે છે ત્યારે દૂર કરે છે. હવે જો તેને આ લોક ઇષ્ટ-અનિષ્ટ લાગે છે તો તેને લોકની સાથે રાગ-દ્વેષ થયો. તો પરમબ્રહ્મનું સ્વરૂપ સાક્ષીરૂપ શા માટે કહે છે? સાક્ષીભૂત તો તેનું નામ છે કે જે સ્વયં જેમ હોય તેમ જ દેખ્યા-જાણ્યા કરે. પણ જે ઇષ્ટ-અનિષ્ટ માની ઉત્પન્ન-નાશ કરે તેને સાક્ષીભૂત કેવી રીતે કહીએ? કારણ કે-સાક્ષીભૂત રહેવું અને કર્તા-હર્તા થવું એ બંને પરસ્પર વિરોધી છે, એકને એ બંને સંભવતા નથી.
વળી પરમબ્રહ્મને પહેલાં તો એવી ઇચ્છા થઈ હતી કે “હું એક છું તે ઘણો થાઉં.” જ્યારે તે ઘણો થયો ત્યારે વળી એવી ઇચ્છા થઈ હશે કે-“હું ઘણો છું તે એક થાઉં.” તે તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાઈ તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેમ પરમબ્રહ્મ પણ ઘણો થઈ એક થવાની ઇચ્છા કરી; તો જાણી શકાય છે કે પોતે પહેલાં ઘણા થવાનું કાર્ય કર્યું તે ભોળપણથી જ કર્યું હતું. જે ભાવિજ્ઞાન-પૂર્વક કાર્ય કર્યું હોત તો તેને દૂર કરવાની ઇચ્છા શા માટે થાત?
વળી જો પરમબ્રહ્મની ઇચ્છા વિના જ મહેશ સંહાર કરે છે, તો તે પરમબ્રહ્મનો વા બ્રહ્મનો વિરોધી થયો.
તથા અમે પૂછીએ છીએ કે-મહેશ લોકનો સંહાર કેવી રીતે કરે છે? પોતાનાં અંગો વડે સંહાર કરે છે, કે તેને ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે, તો તે સર્વનો યુગપત્ (એકસાથે) સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે, તો ઇચ્છા તો પરબ્રહ્મ કરી હતી, મહેશે સંહાર શો કર્યો?
વળી અમે પૂછીએ છીએ કે એ સંહાર થતાં સર્વ લોકમાં જે જીવ-અજીવ હતા તે ક્યાં ગયા? ત્યારે તે કહે છે કે-“જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા તથા અન્ય માયામાં મળ્યા.”
હવે તેને અમે પૂછીએ છીએ કે-માયા બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય છે? જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ તેથી અદ્વૈત બ્રહ્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com