________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પર્વતાદિક કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીક પણ નથી તથા દુ:ખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તો જેમ તેમ જ હોય તથા બનાવવાવાળો બનાવે તે તો પ્રયોજન સહિત જ બનાવે. માટે બ્રહ્મા સૃષ્ટિનો કર્તા છે” એ મિથ્યા વચન છે.
વળી તે વિષ્ણુને લોકનો રક્ષક કહે છે તે પણ મિથ્યા છે. કારણ કે રક્ષક હોય તે તો બે જ કાર્ય કરે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણ ન થવા દે તથા બીજું સુખનો નાશ કરનારાં કારણો ન થવા દે. પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારાં કારણ ઠામ ઠામ જોવામાં આવે છે અને તેનાથી જીવોને દુ:ખ જ થતું દેખાય છે. ભૂખ-તરસ આદિ લાગી રહ્યાં છે, શીત-ઉષ્ણાદિક વડ દુ:ખ થાય છે, જીવ એકબીજાને દુ:ખ ઉપજાવે છે તથા શસ્ત્રાદિ દુ:ખનાં કારણો બની રહ્યાં છે. વળી વિનાશનાં કારણ પણ અનેક બની રહ્યાં છે. જેમ કે-રોગાદિક વા અગ્નિ-વિષ-શસ્ત્રાદિક પર્યાયનાશનાં કારણો જીવોને જોવામાં આવે છે, તથા જીવોને પરસ્પર વિનાશનાં કારણો પણ જોઈએ છીએ. એ પ્રમાણે બંને પ્રકારથી રક્ષા કરી નહિ તો એ વિષ્ણુએ રક્ષક થઈને શું કર્યું?
ત્યારે તે કહે છે કે “વિષ્ણુ રક્ષક જ છે. જુઓ, ક્ષુધા-તૃષાદિક મટાડવા અર્થે અન્નજલાદિક બનાવ્યાં છે, કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે અને મરણનાં કારણ બનતાં પણ ટિટોડીની માફક બચાવે છે, ઇત્યાદિ પ્રકારથી વિષ્ણુ રક્ષા કરે છે.” તેને અમે પૂછીએ છીએ કે જો એમ છે તો જ્યાં જીવોને સુધા-તૃષાદિક ઘણાં પીડ છે, અન્નજલાદિક તેમને મળતાં નથી, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી તથા કિંચિત્ કારણ પામતાં તેમનું મરણ થઈ જાય છે, ત્યાં એ વિષ્ણુની શક્તિ જ નહોતી કે તેને જ્ઞાન નહોતું? તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે-મરણ પામે છે તો તેમની રક્ષા વિષ્ણુએ કેમ ન કરી?
ત્યારે તે કહે છે કે “એ જીવોના પોતાના કર્તવ્યનું ફળ છે.” તેને અમે કહીએ છીએ કેજેમ લોભી જૂઠો શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તેને તો કહે કે “મારું કર્યું થયું” તથા
જ્યાં બૂરું થાય-મરણ થાય ત્યારે કહે કે-એનું એમ જ થવા યોગ્ય હતું.” તેમ તું કહે છે કેભલું થયું ત્યાં તો વિષ્ણુનું કર્યું થયું તથા ત્યાં જીવોના કર્તવ્યનું ફળ થયું.” પણ એવી જૂઠી કલ્પના શા માટે કરે છે? કાં તો બૂરું-ભલું બંને વિષ્ણુનું કર્યું કહે અગર કાં તો પોતાના કર્તવ્યનું ફળ કહે. જો વિષ્ણુનું કર્યું થયું હોય તો ઘણા જીવો દુઃખ અને શીવ્ર મરણ પામતા જોઈએ છીએ. હવે
૧. એક પ્રકારનું પક્ષી (ટીટોડી) એક સમુદ્રના કિનારે રહેતી હતી. તેના ઇંડાં સમુદ્ર વહેવડાવી લઈ
જતો હતો, તેથી દુઃખી થઈ તેણે ગરુડપક્ષીની મારફત વિષ્ણુને અરજ કરી એટલે વિષ્ણુએ સમુદ્રની પાસેથી તેના ઇંડાં પાછાં અપાવ્યાં. આવી કથા પુરાણોમાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com