________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[ ૧૮૩
મોક્ષનો અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
જાઓ! આ હુંડાવસર્પિણીકાળમાં આ કળિકાળ પ્રવર્તે છે, જેના દોષથી જૈનમતમાં પણ આજે વિષયકષાયાસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે. તેઓ સર્વસાવધના ત્યાગી થઈ પંચમહાવ્રતાદિ અંગીકાર કરે છે, છતાં શ્વેત-રક્તાદિ વસ્ત્રોને ગ્રહણ કરે છે. ભોજનાદિમાં લોલુપી હોય છે, પોતપોતાની પદ્ધતિ વધારવામાં ઉદ્યમી હોય છે. કોઈ ધનાદિક પણ રાખે છે, તથા હિંસાદિ નાના પ્રકારના આરંભ કરે છે. પણ અલ્પપરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ કહ્યું છે, તો આવા પાપોનું ફળ તો અનંત સંસાર અવશ્ય હોય.
વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ! કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે, તેને તો તેઓ પાપી કહે છે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં તેને ગુરુ માને છે, મુનિ સમાન તેનું સન્માનાદિક કરે છે. શાસ્ત્રમાં કૃત-કારિત-અનુમોદનાનું ફળ એકસરખું કહ્યું છે, તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે.
મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય અને તે પોતાની મેળે જ મુનિ થવા ઇચ્છે, ત્યારે શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે.
આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્ત્વજ્ઞાનરહિત અને વિષયાસક્ત જીવને, માયાવડ વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન અન્યાય
એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો. હવે એ કથનને દઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ. ઉપદેશસિદ્ધાંતરત્નમાળા'માં કહ્યું છે કે
गुरुणो भट्टा जाय, सद्दे थुणिऊणलिंति दाणाइ; दोण्णवि अमुणिअसारा, दूसमिसमयम्मि बुड्ढति।। ३१ ।।
અર્થ- કાળદોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા, ભાટ સમાન શબ્દોવડ દાતારની સ્તુતિ કરીને, દાનાદિ ગ્રહણ કરે છે. પણ તેથી આ દુષમકાળમાં દાતારે અને પાત્ર બંને સંસારસમુદ્રમાં ડૂબે છે. વળી ત્યાં કહ્યું છે કે
सप्पे दिढे णासइ, लोओ णाहि कोवि किंपि अवखेई;
નો વડુ ગુરુ સર્પ, ET! મૂઢા મા તં–હુકંપા રૂદ્ II અર્થ સર્પને દેખી કોઈ ભાગે, તેને તો લોક કાંઈ પણ કહે નહિ, પણ હાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com