________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી કોઈ ઉત્તમધર્મનું અંગ જૈનમતમાં ન હોય અને અન્યમતમાં હોય; અથવા કોઈ નિષિદ્ધધર્મનું અંગ જૈનમતમાં હોય અને અન્યમતમાં ન હોય, તો અન્યમતને આદરો. પણ એમ તો સર્વથા હોય જ નહિ, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપું નથી, માટે અન્યમતોનું શ્રદ્ધાનાદિક છોડી જૈનમતનું દઢ શ્રદ્ધાનાદિક કરવું. વળી કાળદોષથી કષાયી જીવોએ જૈનમતમાં પણ કલ્પિત રચના કરી છે, તે અહીં દર્શાવીએ છીએ.
શ્વેતાંબરમત-નિરાકરણ
શ્વેતાંબરમતવાળા કોઈએ સૂત્ર બનાવ્યાં, તેને તેઓ ગણધરનાં કર્યા કહે છે. તેમને પૂછીએ છીએ કે-ગણધરે આચારાંગાદિક બનાવ્યાં, કે જે વર્તમાનમાં તમારે છે, તે એટલા પ્રમાણ સહિત જ કર્યા હતાં, કે ઘણા પ્રમાણ સહિત કર્યા હતાં? જો એટલા પ્રમાણ સહિત જ કર્યા હતાં, તો તમારાં શાસ્ત્રોમાં આચારાંગાદિકના પદોનું પ્રમાણ અઢાર હજાર આદિ કહ્યું છે, તેની વિધિ મેળવી આપો.
પદનું પ્રમાણ કેટલું? જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેવા પ્રમાણથી ઘણાં પદ થઈ જશે, તથા જો પ્રમાણપદ કહેશો, તો એ એક પદના સાધિક (કંઈક અધિક) એકાવન કરોડ
શ્લોક છે. હવે આ તો ઘણાં અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. આચારાંગાદિકથી દશવૈકાલિકાદિકનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને?
તમે કહેશો કે “આચારાંગાદિક તો મોટાં હતાં, પણ કાળદોષ જાણી તેમાંથી જ કેટલાંક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યાં છે.” પણ પ્રથમ તો તૂટક ગ્રંથ પ્રમાણ નથી. વળી એવો પ્રબંધ છે કે જો કોઈ મોટો ગ્રંથ બનાવે, તો તેમાં સર્વ વર્ણન વિસ્તાર પૂર્વક કરે, તથા નાનો ગ્રંથ બનાવે, તો તેમાં સંક્ષેપ વર્ણન કરે, પરંતુ સંબંધ તૂટે નહિ. તથા કોઈ મોટા ગ્રંથમાંથી થોડું ઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહિ-કથનનો અનુક્રમ તૂટી જાય. પણ તમારાં સૂત્રોમાં તો કથાદિકનો પણ સંબંધ મળતો ભાસે છે-તૂટકપણું ભાસતું નથી.
વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોવી જોઈએ. એટલે તેના કરેલા ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં ઘણો અર્થ હોવો જોઈએ. પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી પણ ગંભીરતા નથી.
વળી જે ગ્રંથ બનાવે, તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે કે “અમુક કહે છે, ” પરંતુ “હું કહું છું” એમ કહે. હવે તમારાં સૂત્રોમાં “હે ગૌતમ” ના “ગૌતમ કહે છે” એવાં વચન છે. એવાં વચન તો ત્યારે જ સંભવે કે-જ્યારે અન્ય કોઈ કર્તા હોય. તેથી એ સૂત્રો ગણધરકૃત નથી, પણ અન્યનાં કરેલાં છે. માત્ર ગણધરના નામ વડ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com