________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૩૭
એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરતાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.
પ્રશ્ન:- નારકાદિ જીવોને દેવ-કુદેવાદિનો વ્યવહાર નથી છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે; માટે સમ્યક્ત્વ થતાં અરહંતાદિનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી ?
ઉત્ત૨:- સાત તત્ત્વોના શ્રદ્ધાનમાં અ૨હંતાદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કેતત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષતત્ત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે, હવે મોક્ષતત્ત્વ તો અરહંતસિદ્ધનું જ લક્ષણ છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે, તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ; તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ માન્યા પણ અન્યને ન માન્યા એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. વળી મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે અને સંવ-નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે, પણ અન્યને ઉત્તમ માનતો નથી, એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું રાગાદિરહિત ભાવનું નામ અહિંસા છે, તેને તે ઉપાદેય માને છે, પણ અન્યને માનતો નથી, એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અ૨હંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે, તે નિમિત્તથી અરહંત-દેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે.
પ્રશ્ન:- કેટલાક જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોતું નથી, માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ સંભવતો નથી ?
ઉત્તર:- તત્ત્વશ્રદ્ધાન વિના અહંતાદિકના છેતાલીસ આદિ ગુણો તે જાણે છે તે પર્યાયાશ્રિત ગુણો જાણે છે, પણ જુદા જુદા જીવ-પુદ્દગલમાં જેમ એ સંભવે છે તેમ યથાર્થ ઓળખતો નથી તેથી સાચું શ્રદ્ધાન પણ થતું નથી. કારણ કે જીવ-અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત ગુણો અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી; જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। ८० ।।
અર્થ:- જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે, તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિતત્ત્વોનું શ્રદ્ધાન નથી, તેને અ૨હંતાદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્ત્વોના શ્રદ્ધાન વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com