________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
છીએ. તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી, તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ વા અનુમાનથી પણ કાંઈ ફલપ્રાતિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા એ યોગ્ય નથી.
એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવા-માનવાનો નિષેધ છે.
જુઓ તો ખરા મિથ્યાત્વની મહિમા ! લોકમાં તો પોતાનાથી નીચાને નમતાં પોતાને નિંદ્ય માને છે, પણ અહીં મોહિત બની રોડાંપર્યતને પૂજતાં પણ નિંઘતા માનતો નથી. લોકમાં પણ જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે, તેની જ સેવા કરે છે, પણ મોહિત બની “કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે” તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે. વળી આ કુદેવોનું સેવન કરતાં હજારો વિદ્ઘ થાય, તેને તો ગણે નહિ, અને કોઈ પુણ્યના ઉદયથી ઈષ્ટ કાર્ય થઈ જાય તેને કહે કે “આના સેવનથી આ કાર્ય થયું. કુદેવાદિકના સેવન કર્યા વિના જે ઇષ્ટકાર્યો થાય, તેને તો ગણે નહિ, પણ કોઈ અનિષ્ટ થાય, તેને કહે કે આનું સેવન કર્યું નહિ, તેથી અનિષ્ટ થયું.' એટલું પણ વિચારતો નથી કે-જો ઇષ્ટ-અનિષ્ટ કરવું તેમના જ આધીન હોય, તો જે તેમને પૂજે, તેને ઇષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે, તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી. કારણ કે-શીતલાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જઈએ છીએ. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી.
એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી.
પ્રશ્ન:- “કાર્યકારી ભલે ન હો! પણ તેને માનવાથી કાંઈ બિગાડ તો થતો નથી ?'
ઉત્તર:- જો બિગાડ ન થતો હોય, તો અમે શા માટે નિષેધ કરીએ? પરંતુ તેમને માનવાથી એક તો મિથ્યાત્વાદિક દઢ થવાથી મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ મોટો બિગાડ છે. બીજું એનાથી પાપબંધ થાય છે, અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છીએ એ જ બિગાડ છે.
પ્રશ્ન:- મિથ્યાત્વાદિ ભાવ તો અતત્ત્વશ્રદ્ધાનાદિક થતાં થાય, તથા પાપબંધ ખરાબ કાર્યો કરતાં થાય છે, પણ આમને માનવાથી મિથ્યાત્વાદિભાવ અને પાપબંધ કેવી રીતે થાય?
ઉત્તર:- પ્રથમ તો પરદ્રવ્યોને ઈષ્ટ–અનિષ્ટ માનવાં, એ જ મિથ્યાત્વ છે, કારણ કે-કોઈ દ્રવ્ય કોઈનું મિત્ર-શત્રુ છે જ નહિ. વળી જે ઇષ્ટ–અનિષ્ટ પદાર્થ મળે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે, માટે જેમ પુણ્યબંધ થાય, પાપબંધ ન થાય તેમ કરો. જો કર્મના ઉદયનો પણ નિશ્ચય ન હોય, અને કેવળ ઇષ્ટ-અનિટ બાહ્યકારણોના સંયોગ-વિયોગનો ઉપાય કરે, તોપણ કુદેવને માનવાથી ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કાંઈ દૂર થતી નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com