________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૩૩
નથી કે “હું આમ પરિણમ્, તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. લોકમાં પણ એવાં નિમિત્ત-નૈમિત્તિકભાવ ઘણાય બની રહ્યાં છે. જેમ મંત્રના નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે તથા કાંકરી વગેરેમાં સર્પાદિકને રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવર્ડ પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ શક્તિ થાય છે, અહીં વિચારવડે પોતાના ઉધમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી, પર તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું.
કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થાનું પરિવર્તન
હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે તેનો જ્યાંસુધી ઉદયકાલ ન આવે ત્યાંસુધી તે જીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહરૂપ બંધાન રહે છે. ત્યાં જીવભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણરૂપ થઈ અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિઓની સ્થિતિ વા અનુભાગ થોડો હતો તેનું ઉત્કર્ષણ થઈ ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુઓની અવસ્થા પણ જીવભાવનું નિમિત્ત પામીને પલટાય છે, નિમિત્ત ન બને તો ન પલટાય, જેમની તેમ રહે. એવી રીતે સત્તારૂપ કર્મો રહે છે.
વળી જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર સ્વયં કાર્ય બની જાય છે. પણ કર્મ તેના કાર્યને નીપજાવતું નથી, એનો ઉદયકાળ આવતાં તે કાર્ય સ્વયં બની જાય છે. એટલો જ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણવો.
વળી જે સમયમાં ફળ નિપજ્યું તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે, તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી જાય છે. એનું જ નામ સવિપાકનિર્જરા છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય છે. કર્મપણું નાશ પામતાં તે પરમાણુ તે જ સ્કંધમાં રહો વા જુદા થઈ જાઓ, એનું કાંઈ પ્રયોજન જ નથી.
વિશેષમાં અહીં એટલું જાણવું કે-સંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ અબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com